‘અરે, મમ્મી જવા દેને એની વાત, તેં જોઈ એ કેટલી બધી પાતળી હતી? જો જરાક વધારે હવા આવેને તો..તો એ ઉડી જ જાય.’ આટલું બોલી અમિત હસવા લાગ્યો. એની માતા કુમુદીનીબહેને કહ્યું
, ‘બેટા જીવનસાથીની પસંદગી એના શરીરના દેખાવ પરથી નહીં. મન જોઈને કરાય.’ માતાની વાત વચ્ચેથી જ કાપતાં અમિત બોલ્યો, ‘પણ મમ્મી, આવી પાતળી છોકરીને હું મારી સાથે લઈને જાઉં તો મારા મિત્રો મારી મજાક ઉડાવે.’
‘પણ એ બધી રીતે સરસ છે, શરીરનું તો શું..આજે પાતળી છે તો કાલે જાડી થઈ જશે.. ‘ દીકરાને સમજાવવાનો માતાએ ફરી નાહક પ્રયાસ કર્યો.
અમિતનું તો ફક્ત એક ઉદાહરણ છે. બાકી એનાથી ખ્યાલ આવે છે કે આપણે ત્યાં મહિલાને, ખાસ કરીને પરણવાલાયક યુવતીને એના દેખાવથી કઇ રીતે જજ કરવામાં આવે છે. કહેવાતા ભદ્ધ સમાજમાં મહિલાને વારંવાર એના દેખાવને લઈને ટીકાઓનો સામનો કરવો પડે છે એ નવું નથી. પ્રેગ્નન્સી પછી ફરી પહેલાની જેમ જ દેખાવા માટે સમાજનું આડકતરું દબાણ મહિલા પર થતું રહે છે. વર્કપ્લેસ પર પણ એ તો ફેટી છે, યાર એનો રંગ જોયો? અંધારામાં મળે તો જોવાય જ નહીં, એ તો કેટલી ઠીંગણી છે. અરે, એનામાં તો સહેજ પણ કોન્ફીડન્સ જ નથી, એ તો એટલી ઉંચી છે કે ઓફિસમાં સીડીની જરૂર જ ન પડે…. આવી તો કેટકેટલી ટીકાઓનો મહિલાઓ રોજ સામનો કરે છે.
સવાલ એ છે કે શું સુંદર દેખાતી મહિલા જ પરફેક્ટ હોઈ શકે..? ઘર હોય કે વર્કપ્લેસ, સમાજ હોય કે પરિવાર, દરેક જગ્યાએ મહિલાને બોડી શેમિંગનો શિકાર કેમ બનાવવામાં આવે છે?

એવું નથી કે સમાજ માત્ર સામાન્ય મહિલાઓને જ ટ્રોલ કરે છે કે ટોણા મારે છે. રૂપેરી પરદા પર દેખાતી ખૂબસૂરત અભિનેત્રીઓને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. જે સેલેબ્સ પોતાના કરતાં એમના ચાહકોની નજર પ્રમાણે એનું જીવન જીવે છે, એમને ઘણીવાર કોઈને કોઈ મુદ્દે ટ્રોલ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પછી એ મિસ વર્લ્ડ એશ્વર્યા રાય હોય કે પછી રાધિકા આપ્ટે, ઇલિયાના ડિક્રુઝ કે પછી નેહા ધુપિયા હોય ક્યારેક ને ક્યારેક આ અને આના જેવી અનેક અભિનેત્રીઓ બોડી શેમિંગને લઇને વિવાદમાં આવી છે.
મહિલા વસ્તુ નથી કે એને જજ કરવામાં આવે

બોડી શેમિંગ એ સાવ બકવાસ વાત છે. કોઈ પણ મહિલાને એના શરીરના રંગ,રૂપ કે કદને લઈને જજ ન કરી શકો. એમ કહેતા કલોલના ગૃહિણી મોનિકા એસ. બારોટ ચિત્રલેખા.કોમને કહે છે, ‘ઘણી મહિલાઓનો બાંધો પહેલેથી જ એક સરખો હોય છે. એટલે કે એ ફેટી હોય તો કાયમ ફેટી જ રહે અને ઘણી મહિલાઓ પાતળી હોય તો એ પ્રમાણે જ રહે છે. મોટાભાગની મહિલાઓના શરીરમાં પ્રેગ્નેન્સી પછી અનેક બદલાવ આવતા હોય છે. એનો અર્થ એ નથી કે એના ફિગરને લઈને કોઈ પણ વ્યક્તિ ગમે એવી કોમેન્ટ કરે. દેખાવ બદલાતો રહે પરંતુ મન કાયમ એક સમાન હોય છે. મહિલાઓને જો ખરેખર જજ કરવી હોય તો એના મનને જોઈને કરો. અને મહિલાઓ કોઈ વસ્તુ નથી કે એને જજ કરવામાં આવે. કાળી, ધોળી, ઉંચી, નીચી, જાડી, પાતળી આ બધું કહીને જજમેન્ટ પાસ કરતા લોકો હકીકતમાં પોતાની માતાનું અપમાન કરે છે. કારણ કે દરેક મહિલા કોકની માતા, બહેન અને દીકરી હોય છે.
સ્વનિર્ભર,કોન્ફિડેન્ટ અને સેલ્ફ લવ- આ મંત્રો દરેક સ્ત્રીએ ગ્રહણ કરવા જોઈએ

નડિયાદના ડો.નફીસા ગુગરમાન ચિત્રલેખા.કોમને કહે છેઃ ‘બોડીશેમિંગ એ કેવું રૂપકડું નામ આપ્યું છે. હકીકતમાં તો હૃદય ભંગ સુવાક્યો, સંવેદનાહીન વક્તબાણો, આવા નામ આપવા જોઈએ હું એક ડોક્ટર છું અને સ્ત્રી છું. કેટકેટલાય દર્દી આવે છે મારી પાસે. કહે છે બેન “બ્રેસ્ટ એન્હાબ્સર “ લખી આપોને, તો કોઈ કહે છે બેન “સુડોળ ફિગર “ માટે કંઈક લખી આપોને. અને શ્યામવર્ણી યુવતિઓને તો માનસિક ત્રાસ અપાય છે. ફક્ત જાડી પાતળી કાળી ઊંચી લાંબી નહીં, લોકોને કેટકેટલાય અંગ વાંકા જણાય છે. હું તો એટલું જ કહીશ કે સ્વનિર્ભર, કોન્ફિડેન્ડ્ટ અને સેલ્ફ લવ આ ત્રણ મંત્રો દરેક સ્ત્રીએ ગ્રહણ કરી લેવા જોઈએ. કોઈ શું કહે છે, કેમ કહે છે એ બધી માથાકુટમાં પડ્યા વગર મન કહે એ કરો અને એ રીતે જ રહો.’
પોતાનું રિમોટ કંટ્રોલ પોતાની પાસે રાખો
અમદાવાદના જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ જલ્પન પંકજ લાલા ચિત્રલેખા.કોમને કહે છેઃ ‘હું થોડી શ્યામવર્ણી છું માટે મારી જ વાત કરું તો બાળપણથી જ મારી સાથે જજમેન્ટ થતા જ આવ્યા છે. વર્ણને લઈને મારે અનેક રિજેક્શનનો પણ સામનો કરવો પડ્યો છે. મેરેજમાં પણ પ્રોબ્લેમ થયા, લગ્ન પછી ઘરે આવી ત્યારે પણ બધા મને જજ કરતા કે આ લોકો તો કાળી વહુ લઇ આવ્યા છે. પરંતુ એ સમયે મારા પરિવારે ખૂબ સહકાર આપ્યો હતો. વાત આટલેથી અટકતી નથી મારે બે બાળકો છે. સેકેન્ડ પ્રેગનન્સી પછી મારુ બોડી ઘણું વધી ગયું ત્યારે જનરલી મને જોઈને બધા ફેસ બનાવતા. જોકે મે વજન ઉર્તાયુ, પણ એ લોકોના કહેવાથી નહીં, આરોગ્યને ધ્યાનમાં લઈને. આપણે જાડા થઈએ અને બીજા કહે અને શરીર ઉતારીએ એ ખોટું છે. આપણે આપણા માપદંડો બાંધવા જોઈએ. કોઈ આપણા રંગ,રૂપ કદ, બોડીને લઈને શું કહે છે એ ન વિચારવું જોઈએ. તમારું રિમોટ કંટ્રોલ તમારા પાસે રાખો.’
રિસર્ચ કહે છે..

Gitnux (ગિટનક્સ) સંસ્થા દ્ધારા તાજેતરમાં જ મહિલાઓને લઇને બોડી શેમિંગનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. એ દર્શાવે છે કે ભારતમાં 90 ટકા મહિલાઓ એમના શરીરને લઇને અસંતોષ અનુભવે છે. 70 ટકા મહિલાએ જણાવ્યું કે બોડી શેમિંગને કારણે એ ડિપ્રેશનનો શિકાર બની છે. 40 ટકા મહિલાઓ એવી છે, જેમના શરીરને લઈને એમના પરિવારજનો જ કોમેન્ટ કરતા હતા. 35 ટકા મહિલાઓ વર્કપ્લેસ અને શૈક્ષણિક સંસ્થાઓમાં બોડી શેમિંગનો સામનો કરી રહી છે. જ્યારે 50 ટકા મહિલા સોશિયલ મીડિયા પર બોડી શેમિંગનો સામનો કર્યો. 25 ટકા મહિલા બોડી શેમિંગને કારણે એમના ડોક્ટર કે હેલ્થકેર પ્રોફેશનલ્સને મળવાનું ટાળ્યું જ્યારે 20 ટકા મહિલાઓ બોડી શેમિંગના ડરથી કારણે જાહેર સમારોહમાં જવાનું પસંદ નથી કરતી. આ આંકડા દર્શાવે છે કે મહિલાઓ પોતાના બોડી શેમિંગને લઈને કેટલુ બધું સહન કરવુ પડે છે.
હેતલ રાવ



બંગલાદેશમાં હિંસા જારી રહેશે તો બંને દેશો વચ્ચે વેપાર હાલપૂરતો ઠપ થઈ શકે છે, જેની સીધી અસર ભારતના કૃષિથી માંડીને બંગલાદેશની ફેશન કલોથ ઇન્ડસ્ટ્રી સુધી પ્રતિકૂળ પડે એવી શક્યતા છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપારમાં બંગલાદેશે ભારતમાં 1.97 અબજ ડોલરનો માલસામાન નિકાસ કર્યો હતો, પરંતુ ભારતમાંથી બંગલાદેશે આશરે 12 અબજ ડોલરનો માલસામાન આયાત કર્યો હતો. બંગલાદેશ પ્રતિ વર્ષ આશરે 46 અબજ ડોલરનાં કપડાંની નિકાસ કરે છે, જેમાં ભારતમાં કરવામાં આવેલાં 1.97 અબજ ડોલરની નિકાસમાં પણ રેડીમેડ ગારમેન્ટ્સનો હિસ્સો સૌથી મોટો હોય છે. આ સિવાય ભારત બંગલાદેશમાં જૂટ અને માછલીની પણ આયાત કરે છે, જ્યારે ભારત બંગલાદેશમાં ચોખા, ઘઉં, સુગર, બટાટા અને ડુંગળી જેવાં કૃષિ ઉત્પાદનોની નિકાસ કરે છે. આ ઉપરાંત ભારત કપાસ, મશીનરી, વગેરેની પણ નિકાસ કરે છે. બંને દેશો વચ્ચે હાલ વેપાર ઠપ છે. બંને દેશોની સરહદે ટ્રકોની લાંબી લાઇન લાગેલી છે, જે સ્થિતિ સામાન્ય થવાની રાહ જોઈ રહી છે. પશ્ચિમ બંગાળ સ્થિત નિકાસકાર સંજય બુધિયાએ જણાવ્યું હતું કે બંને દેશોની વચ્ચે ઉદભવેલા સંકટથી વેપાર પર પ્રતિકૂળ અસર પડે એવી શક્યતા છે.
CBRT પદ્ધતિ અને નોર્મલાઇઝેશન કર્યા બાદ PDF જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ ગઈકાલથી ગાંધીનગર રામકથા મેદાનમાં આંદોલન શરૂ કર્યું હતું. રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. ઉમેદવારો આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હોય, રાજ્યભરમાંથી ફોરેસ્ટના ઉમેદવારોને ગાંધીનગર પહોંચવાના સંદેશ પસાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મેદાન પર હાજર ઉમેદવારોને ડિટેઇન કરી લીધા હતા. અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત અંદાજિત 300 જેટલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે. પોલીસ દ્વારા આજે જેટલા પણ ઉમેદવારોને ડિટેઈન કર્યા છે તેઓને કરાઈ ખાતે લઈ જવામાં આવ્યાં છે. બીજી તરફ બહાર રહેલા ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો.



હાલમાં જ લિવરપુલ, હલ, બ્રિસ્ટલ, લીડ્સ, બ્લેકપુલ, સ્ટોક-ઓન-ટ્રેન્ટ, બેલફાસ્ટ, નોટિંઘમ અને માન્ચેસ્ટરમાં પથ્થરમારો જોવા મળ્યો હતો. ફટાકડાં ફેંકવામાં આવ્યા હતા, હોટલની બારીઓ તોડવામાં આવી હતી. દુકાનો પર હુમલાઓ કરી આગચંપીની ઘટનાઓ પણ બની હતી. પોલીસ અને ભીડ વચ્ચે પણ અથડામણ થઈ હતી. બ્રિટનના 17 શહેરોમાં આગચંપી અને પોલીસ સાથે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે. જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને એકની હાલત ગંભીર છે.
શું છે સમગ્ર મામલો?




વાયનાડમાં રિલાયન્સ ફાઉન્ડેશન લોકોને આહાર, રાશન, રસોડાનાં વાસણો અને પરિવારોને રસોડું ફરી શરૂ કરવામાં મદદ કરવા માટે સ્ટવ જેવી જરૂરી ચીજો ઉપરાંત રેડી ટુ ઈટ પૌષ્ટિક આહાર પૂરો પાડે છે. વોટર, સેનિટેશન અને હાઇજીન માટેની વસ્તુઓ પૂરી પાડે છે. અસરગ્રસ્તો માટે હંગામી આશ્રયસ્થાનો, પથારી, સૌલાર ફાનસ અને મશાલ, કપડાં સહિતની જીવન જરૂરી વસ્તુઓ લોકોને પૂરી પાડે છે. લોકોને ફરી બેઠાં કરવા માટેની આજીવિકા શરૂ કરવા માટે બિયારણ, ઘાસચારો, કૃષિસાધનો અને આવકના સ્ત્રોતમાં વિવિધતા લાવવા માટે વ્યાવસાયિક તાલીમ આપે છે. અસરગ્રસ્ત બાળકો માટે શિક્ષણનું સાતત્ય સુનિશ્ચિત કરવા પુસ્તકો અને રમત ગમતની સામગ્રી સહિતની શિક્ષણ સહાય પૂરી પાડે છે. રિલાયન્સ જિયોએ ડેડિકેટેડ ટાવર્સ ઇન્સ્ટોલ કરીને જિયો ભારત ફોન પૂરા પાડ્યા છે. આઘાત પામેલી વ્યક્તિઓને નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ કરી સાજા થવામાં મદદ પૂરી પાડે છે.