એક ખૂબ જ પ્રચલિત પંક્તિ છે – ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું’. કાળની ગતી ગહન છે. કોઈ એને પામી શકતું નથી. જે ઘટના અત્યારે ઘટી રહી છે તે હકીકત છે. આવનાર સમયમાં કંઈક અપ્રિય બનવાનું છે તેવી ધારણા મૂકી ચિંતા ન કરવી. આ જ મતલબની બીજી કહેવત છે – ‘આવતી ધાડે વખ ન ખવાય’.
બીજા અર્થમાં પણ આ કહેવત વાપરી શકાય છે. જ્યારે કોઈ પણ કામ કરવા માટે તમારી પાસે સમય હોય અને એ સમયનો ઉપયોગ કરી કામ નિપટાવી શકવાની તમારી ક્ષમતા હોય તો વચ્ચે સમય છે માટે આવતી કાલની ચિંતા કરી દુબળા ન પડવું.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
પ્રિટી ઝિંટાએ પહેલી ફિલ્મ ‘ક્યા કહેના’ (૨૦૦૦) મેળવી હતી પણ બીજી ફિલ્મો પહેલાં રજૂ થઈ હતી. એમાં એક હીરો પણ બદલાયો હતો. નિર્માતા રમેશ તોરાનીએ પ્રિટીને ‘ક્યા કહેના’ માટે સાઇન કરી ત્યારે કરાર કર્યો હતો કે એમની ફિલ્મ પહેલી રજૂ થશે. ‘ક્યા કહેના’ નું મુર્હુત થયું ત્યારે એના બે હીરોમાં એક ચંદ્રચૂડ સિંહ અને બીજો મુકુલ દેવ હતો. એક અઠવાડિયા પછી જ્યારે ફિલ્મનું શુટિંગ શરૂ કર્યું ત્યારે પહેલા જ દિવસે મુકુલ આવ્યો નહીં.
પ્રોડકશન વિભાગ સવારે 11 વાગ્યાથી ફોન કરતો રહ્યો ત્યારે એ એવું જ કહેતો રહ્યો કે આવી રહ્યો છું. પણ આવ્યો નહીં એટલે તોરાનીને જાણ કરવામાં આવી. એમણે સલાહ આપી કે એના સિવાયનું જેટલું કામ હોય એટલું પૂરું કરી દો. એ પછી તોરાનીએ સ્ટાફ સાથે ચર્ચા કરીને નક્કી કર્યું કે મુકુલ આવ્યો નહીં અને કોઈ કારણ પણ આપ્યું નહીં એટલે એના સ્થાને બીજા હીરોને લઈ લઈએ. કેમકે સેટ તૈયાર હતો. તોરાનીએ સૈફ અલી ખાનને વાત કરી. એણે વાર્તા સાંભળવા હા પાડી અને સાંજનો સમય આપ્યો. બરાબર સાડા ત્રણ વાગે મુકુલ તોરાનીને મળવા આવ્યો. એમણે મળવાની ના પાડી દીધી.
મુકુલના વર્તનથી તોરાની નારાજ હતા. મુકુલ એમને મળવા બેસી રહ્યો અને એ સૈફને મળવા નીકળ્યા ત્યારે એણે માફી માગી પણ તોરાનીએ એને ફરી કામ કરવા બાબતે વિચારીશું એમ કહી પચાસ હજાર રૂપિયાની સાઇનિંગ એમાઉન્ટ પરત કરી ફિલ્મ છોડી દેવા કહ્યું. તોરાનીએ સૈફ પાસે જઇને વાર્તા સંભળાવી અને એ ફિલ્મ કરવા તૈયાર થઈ ગયો. ત્યારે તોરાનીએ પોતાની ત્રણ સમસ્યા રજૂ કરી. પહેલી એ હતી કે મુકુલને છોડીને તને લઈ રહ્યા છે. સૈફે કહ્યું કે હું ના પાડીશ તો તમે બીજા હીરોને લેશો. બીજી સમસ્યા સેટ તૈયાર હોવાથી આવતીકાલે સવારથી જ શુટિંગ શરૂ કરવાનું છે. સૈફ એ માટે તૈયાર હતો. છેલ્લી સમસ્યા જણાવી કે અચાનક એને લીધો હોવાથી કપડાં તૈયાર કરી શકાશે નહીં. એણે એના જ કપડાં શુટિંગમાં વાપરવા પડશે. સૈફ એ માટે પણ તૈયાર થઈ ગયો અને પહેલા શુટિંગ શિડ્યુલમાં એણે પોતાના જ કપડાં પહેર્યા હતા.
ફિલ્મ તૈયાર થઈ રહી હતી ત્યારે રમેશ તોરાનીએ પ્રિટીને ‘ટિપ્સ’ ની જ ‘સોલ્જર’ (૧૯૯૮) માં બોબી દેઓલ સાથે કામ આપ્યું હતું. દરમ્યાનમાં પ્રિટીને નિર્દેશક મણીરત્નમની ફિલ્મ ‘દિલ સે’ મળી હતી. એ ઉપરાંત તોરાનીની બોબી સાથેની ‘કરીબ’ (જુલાઇ-૧૯૯૮) પણ બની રહી હતી. એ ફિલ્મ વહેલી તૈયાર થઈ ગઈ હતી એટલે બીજી ફિલ્મ ‘સોલ્જર’ નો પ્રચાર બાકી હોવાથી મોડી રજૂ કરવી પડે એમ હતી. ‘ક્યા કહેના’ નું તો ઘણું કામ બાકી હતું. ત્યારે ‘દિલ સે’ બનીને તૈયાર થઈ ગઈ હતી. મણીરત્નમ અને શાહરૂખ ખાને પ્રિટી સાથેની એમની ‘દિલ સે’ ને પહેલી રજૂ થવા દેવા તોરાનીને વિનંતી કરી.
શાહરૂખે એ વાતની પણ ખાતરી આપી કે ‘દિલ સે’ મોટી ફિલ્મ હોવાથી એના કારણે પ્રિટીની ‘સોલ્જર’ને લાભ જ થશે. તોરાનીએ પ્રિટી સાથે કરાર થયેલો હોવા છતાં ‘દિલ સે’ (ઓગષ્ટ-૧૯૯૮) મોટી ફિલ્મ હોવાથી શાહરૂખની વાત માનીને પહેલી રજૂ થવા દીધી. અને ખરેખર એ પછી રજૂ થયેલી પ્રિટીની ‘સોલ્જર’ (નવેમ્બર-૧૯૯૮) એની ‘દિલ સે’ ની જેમ જ બોક્સ ઓફિસ પર સારી ચાલી હતી. પ્રિટી ઝિંટાની પહેલી સાઇન થયેલી ફિલ્મ ‘ક્યા કહેના’ ત્રીજી આવી હતી અને સફળ પણ રહી હતી.
બાંગ્લાદેશમાં હિંસક ટોળાએ ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્ર અને ઢાકામાં ચાર હિન્દુ મંદિરો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં મંદિરોને નજીવું નુકસાન થયું છે. એવી અપ્રમાણિત માહિતી છે કે કેટલાક હિન્દુઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશના હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી એકતા પરિષદના નેતા કાજોલ દેબનાથે કહ્યું છે કે દેશના ચાર મંદિરો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાઓમાં મંદિરોને નજીવું નુકસાન થયું છે.
વડાપ્રધાન હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદની સ્થિતિને લઈને હિન્દુ સમુદાયના લોકોમાં ભય છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી ઘટના સામે આવી નથી. ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવેલ ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદ્ઘાટન માર્ચ 2010માં કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર યોગ, હિન્દી, ભારતીય શાસ્ત્રીય સંગીત અને ભારતીય નૃત્ય કળા વિશે માહિતી અને તાલીમ આપે છે. આ કેન્દ્રની લાઇબ્રેરીમાં ભારત સંબંધિત 21 હજાર પુસ્તકોનો સંગ્રહ પણ છે.
બાંગ્લાદેશમાં 300 ભારતીય ટ્રક ફસાયા
બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓને જોતા સોમવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રાપોલ લેન્ડ પોર્ટ પરથી માલસામાનની અવરજવર બંધ થઈ ગઈ હતી. પેટ્રાપોલના ક્લિયરિંગ એજન્ટ્સ સ્ટાફ વેલ્ફેર એસોસિએશનના સેક્રેટરી કાર્તિક ચક્રવર્તીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ તરફ 250-300 ભારતીય ટ્રકો ફસાયેલા છે.
Bangladesh
દરરોજ 450-500 ટ્રકો જાય
પેટ્રાપોલ એ ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલું લેન્ડ પોર્ટ છે. ચક્રવર્તીએ કહ્યું કે અમે બાંગ્લાદેશના નવા વહીવટીતંત્રને ટ્રક, માલસામાન અને ડ્રાઈવરની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરીશું. તમને જણાવી દઈએ કે દક્ષિણ એશિયાના સૌથી મોટા લેન્ડ પોર્ટ પેટ્રાપોલથી દરરોજ સરેરાશ 450-500 ટ્રક ભારતથી બાંગ્લાદેશ જાય છે. બીજી બાજુથી લગભગ 150-200 ટ્રકો આવે છે.
યુપીના આગ્રામાં તાજમહેલની અંદર એક મહિલાએ ભગવો ધ્વજ લહેરાવ્યો. પછી તેણે પાણીની બોટલ ખોલી અને તેના પર પાણી રેડ્યું. અખિલ ભારત હિન્દુ મહાસભાએ પાણીને ગંગાનું પાણી ગણાવ્યું છે અને જલાભિષેક કરવાની વાત કરી છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ CISFના જવાનોએ મહિલાને પકડી લીધી હતી. હાલ મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે.
♦️आगरा : ताजमहल में महिला ने लहराया भगवा झंडा, ताजमहल को शिवलिंग बता चढ़ाया पानी🙏🚩
— गायक अनुज धीमान (राष्ट्रभक्त🚩🇮🇳)🚩🚩🚩100%FB (@Anuj_2289) August 5, 2024
નોંધનીય છે કે તાજમહેલની અંદર પાણી ચઢાવવાનો આ બીજો કિસ્સો છે. આજે સાવનના સોમવારે એક મહિલા તાજમહેલની છત પર પહોંચી હતી. પહેલા તેણે પાણી અર્પણ કર્યું અને પછી છત પરથી જ કેસરી કપડું લહેરાવ્યું. મહિલાનું નામ મીરા રાઠોડ હોવાનું કહેવાય છે અને તે અખિલ ભારતીય હિંદુ મહાસભા સાથે જોડાયેલી છે. મીરા રાઠોડ થોડા દિવસો પહેલા કંવર સાથે તાજમહેલ પહોંચી હતી. જો કે, ત્યારબાદ તેને બહાર રોકી દેવામાં આવ્યો હતો.
યુવાનોએ ગંંગાજળ અર્પણ કર્યું હતું
બે દિવસ પહેલા પણ બે યુવકોએ તાજમહેલની અંદર ઓમનું સ્ટીકર ચોંટાડ્યું હતું અને તેના પર પાણીની બોટલમાંથી પાણી રેડ્યું હતું. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે યુવાનોએ દાવો કર્યો હતો કે તેઓ એક બોટલમાં ગંગા જળ લાવ્યા હતા અને તેઓએ તાજમહેલની અંદર ગંગા જળ ચઢાવ્યું હતું. આ મામલે આગરાના એડીસીપી સિટી સૂરજ રાયે જણાવ્યું હતું કે શનિવારે બે યુવકોએ તાજમહેલમાં ગંગા જળ ચઢાવ્યું હતું. બંને યુવકો બોટલોમાં ગંગાજળ લઈને પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં, ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓ શોધી શક્યા ન હતા. બંને યુવકો અખિલ ભારત હિંદુ મહાસભા સાથે જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં ચોમાસાની શરૂઆતે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ગત સપ્તાહનાં 2089 સામે ચાલુ સપ્તાહે પણ વિવિધ રોગના મળી 2,298 કેસ નોંધાયા છે. તેમાં પણ ડેંગ્યુ 5 અને ટાઇફોઇડ તાવના 6 કેસ તેમજ મેલેરિયાનો 1 કેસ સામે આવ્યો છે. તો શરદી-ઊધરસનાં સૌથી વધુ 1203 દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જોકે આંકડાઓ માત્ર મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં રાખીએ તો આંકડો 5 ગણો એટલે કે, 10,000થી વધુ હોવાની શક્યતા છે.
મળતી માહિતી અનુસાર છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 2298 કેસ નોંધાયા હતા. જેમાં શરદી-ઊધરસનાં ગત સપ્તાહનાં 1106 કેસ સામે આ સપ્તાહે 1203 કેસ, ઝાડા-ઊલટીનાં 452 સામે 517 કેસ અને સામાન્ય તાવનાં પણ 515 સામે 566 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 5 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં ટાઈફોડ તાવનાં 6 દર્દીઓ તેમજ 1 કેસ મેલેરિયાનો સામે આવતા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.
સામાન્ય રીતે મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગની કામગીરી કરવામાં આવે છે. જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 721 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 384 તો કોર્મશીયલમાં કુલ 168 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી અને રૂ. 46,850 જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આમ મનપા તંત્ર દ્વારા રોગચાળો અટકાવવા માટેના તમામ જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. છતાં લોકો પણ સાવચેતી રાખે તે ખૂબ જરૂરી છે. જેમાં હાલમાં ચોમાસુ વાતાવરણ હોવાથી બહારનો ખોરાક લેવાથી દૂર રહેવા અપીલ પણ તેમણે કરી હતી.
બ્રિક્સ યુથ એલાયન્સના ડાયરેક્ટર અને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર વિજેતા એવા ગુજરાતના માધીશ પરીખે તાજેતરમાં રશિયાના ઉલ્યાનોવસ્ક ખાતે યોજાયેલ આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટ 2024 માં 14 સભ્યોના ભારતીય યુવા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. ભારત સરકારના આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ભારત સરકારના યુવા બાબતો અને રમત- ગમત મંત્રાલયના સંયુક્ત સચિવ નિતેશ કુમાર મિશ્રાએ કર્યું હતું.
10મી આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટે મૂળ બ્રિક્સ રાષ્ટ્રો- બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને નવા સમાવિષ્ટ સભ્યો ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાના યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ વાર્ષિક સમિટ, વૈશ્વિક પડકારોનો સામનો કરવા, આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા અને બ્રિક્સ દેશો વચ્ચે વિકાસને આગળ ધપાવવા માટે એક વાઇબ્રન્ટ ફોરમ તરીકે કામ કરે છે. આ વર્ષની સમિટ શિક્ષણ, ઇનોવેશન અને ટેકનોલોજી, યુવાનો માટે આર્થિક તકો, સ્વયંસેવા, બ્રિક્સ દેશો માટે યુવા નીતિ અને રમતગમત જેવી થીમ પર કેન્દ્રિત હતી.
ભારત સરકાર વતી સમિટના પ્લેનરી સત્રમાં ઉદ્ઘાટન સંબોધન દરમિયાન, ભારતીય યુવા પ્રતિનિધિમંડળના વડા, મધિશ પરીખે જણાવ્યું હતું કે, “બ્રિક્સ યુથ સમિટ નવી પેઢીની આશાઓ અને આકાંક્ષાઓનો અવાજ બની છે. બ્રિક્સ વિશ્વની લગભગ અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્લેટફોર્મ વિશ્વને હકારાત્મક રીતે પ્રભાવિત કરવાની અપાર ક્ષમતા ધરાવે છે, ખાસ કરીને તેના યુવાનો દ્વારા.
આંતરાષ્ટ્રીય બ્રિક્સ યુથ સમિટમાં ભારતે આંત્રપ્રિન્યોરશિપ ટ્રેકમાં નોંધપાત્ર યોગદાન આપ્યું. નિતેશ કુમાર મિશ્રાએ ટ્રેકની અધ્યક્ષતા કરી અને ઉદ્યોગસાહસિકતામાં ભારતની સફળતાની પ્રશંસા કરી. માધીશ પરીખે વર્કશોપ દરમિયાન ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડયો હતો. જેમાં ભારત સરકારની અટલ ઈનોવેશન મિશન જેવી પહેલો રજૂ કરવામાં આવી હતી, જે કિશોરોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે, વ્યવસાયો દ્વારા UPIના માધ્યમથી સરળ નાણાંકીય આપ લે અને યુવા સાહસિકોને ટેકો આપતી સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમ વિષે વિસ્તૃત માહિતી આપી.
બ્રિક્સ પહેલમાં કિશોરોને સામેલ કરવા, આંતર-બ્રિક્સ શૈક્ષણિક સહકાર વધારવા, યુવા ઉદ્યોગસાહસિકો વચ્ચે સહયોગને મજબૂત કરવા, STEM શિક્ષણને પ્રોત્સાહન આપવા, બ્રિક્સ યુવાનો માટે યુવા સ્વયંસેવી પ્લેટફોર્મની સ્થાપના અને બ્રિક્સ યુવાનો માટે રમત-ગમતની પહેલ શરૂ કરવા જેવા મુખ્ય વિચારો સમિટના ઘોષણાપત્રમાં સામેલ થયા જે બ્રિક્સના તમામ સભ્ય દેશો દ્વારા સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યા.
ભારત પરત આવતા, ભારતીય પ્રતિનિધિમંડળને ભારત સરકારના યુવા બાબતો અને રમત-ગમતના મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા. યુવા પ્રતિનિધિમંડળે તેમના અનુભવો અને સમિટમાંથી મળેલી આંતરદૃષ્ટિ માનનીય કેન્દ્રીય મંત્રી સાથે શેર કરી. આ મીટિંગ દરમિયાન, પ્રતિનિધિઓએ ભારત સરકારના નવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, ‘ માય ભારત’ પોર્ટલ પર માનનીય મંત્રી સાથે ચર્ચા કરી અને તેમના સૂચનો પ્રસ્તુત કર્યા. આ પોર્ટલનો ઉદ્દેશય ભારતના યુવાનો માટે એક વ્યાપક તક શોધવા હેતુ પ્લેટફોર્મ વિકસાવવાનો છે, તેમજ તેમને હશૈક્ષણિક સંસાધનો, ઉદ્યોગસાહસિકતાની તકો અને સ્વયંસેવી પહેલો સાથે જોડવાનો છે.
બેંગલુરુઃ બંગલાદેશમાં હિંસા જારી છે. અનામતને નામે લાખો પ્રદર્શનકારીઓએ હિંસાત્મક વલણ અપનાવ્યું છે. શેખ હસીના દેશ છોડીને જઈ ચૂક્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે કેટલાક દિવસોમાં એક કરોડ હિન્દુ શરણાર્થીઓ પશ્ચિમ બંગાળ આવવાના છે, એટલે તમે તૈયાર રહેજો.
બંગલાદેશ વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે બંગલાદેશમાં હિન્દુઓનો નરસંહાર થઈ રહ્યો છે. રંગપુરમાં નગર પરિષદના કાઉન્સિલર હરધન નાયકની હત્યા કરી દેવામાં આવી છે. સિરાજગંજના પોલીસ સ્ટેશનમાં 13 પોલીસ કર્મચારીઓની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં નવ હિન્દુ હતા. નોઆખલીમાં હિન્દુઓના ઘરને આગ ચાંપવામાં આવી હતી. હું પશ્ચિમ બંગાળના CM મમતા બેનરજીને અને રાજ્યપાલને વિનંતી કરું છું કે તેઓ આ મામલે કેન્દ્ર સરકાર સાથે વાત કરે.
CAAમાં સ્પષ્ટ છે કે જો કોઈ ધાર્મિક ઉત્પીડનને કારણે મારપીટ કરવામાં આવી હોય તો અમારો દેશ આગળ આવીને આ કેસોને જોશે. જો ત્રણ દિવસની અંદર આ સ્થિતિ પર કાબૂ નહીં મેળવવામાં આવે તો બંગલાદેશ જમાત અને કટ્ટરપંથીઓના હાથમાં જતું રહેશે, એમ તેમણે કહ્યું હતું.
બંગલાદેશમાં ભડકેલી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 300 તઈ ગઈ છે. અનામતમાં સુધારાની માગથી શરૂ થયેલું આંદોલન સરકાર બદલવાના આંદોલનમાં તબદિલ થઈ ગયું છે, એમ તેમણે કહ્યું હતું.
આણંદ : સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય રોગ વાહકજન્ય રોગોને નિયંત્રણ કરવા ટેકનોલોજીના ઉપયોગની પહેલ કરવામાં આવી છે. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વે તેમજ દવા છંટકાવ પ્રોજેક્ટનો પ્રારંભ આણંદ ખાતે ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો. સામાન્ય દિવસોમાં લીકેજથી સ્થિર ભરાયેલ પાણી મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ પરોપજીવીના વિકાસમાં મદદ કરે છે. તેમજ ચોમાસાની સાનુકૂળ આબોહવા મચ્છરજન્ય રોગોને પ્રોત્સાહન આપે છે. તેના નિયંત્રણ માટે સાત/ દસ દિવસની અંદર મચ્છરને લારવા અવસ્થામાં નાબૂદ કરીને તેમના પ્રજનન ચક્રને તોડવું ખૂબ જ જરૂરી છે. 30 થી 35 ટકા વિસ્તાર જેમાં તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, સાઈડ રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે એવા સ્થળો છે જેને ગ્રાઉન્ડ ટીમ દ્વારા શોધવા કે ત્યાં આગળ લારવા સાઈડ સ્પ્રે કરવો સંભવ હોતું નથી.આ સમસ્યાના સમાધાન રૂપે ગુજરાતની સૌપ્રથમ આણંદ નગર પાલિકા દ્વારા પ્રાઈમ યુ.એ.વી.પ્રા.લી.ના સહયોગથી વર્ષ ૨૦૨૪-૨૫માં મચ્છર જન્ય રોગોને કંટ્રોલ કરવા માટે AI/ML આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મચ્છરજન્ય રોગને કંટ્રોલ કરવાની કામગીરીનું કોઈ ઓનલાઇન મોનિટરની સુવિધા નથી. તેથી આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો જેમાં વિસ્તારનો ડ્રોનથી સર્વે કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળની વિગતવાર માહિતી એરિયલ ફોટોગ્રાફ, લેટીટુડ–લોજીટયુડ સાથે ગુગલ મેપ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. જેના આધારે મળેલ સાઈટ પર કરવાની થતી કામગીરી કરવામાં આવશે. જેમ કે સાઈટની સફાઈ, ખુલ્લા પાત્રોનો નિકાલ અથવા લારવી સાઈડનો છંટકાવ કરવો. આ કાર્યો ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને ઓટોમેટિક અસાઇન થઇ જશે અને તેઓ દ્વારા કરેલી કામગીરી ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટર કરી શકાશે. જે ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ સહાયરૂપ બનશે. જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવ શક્ય ન હોય ત્યાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવશે.