નવી દિલ્હીઃ વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુસિવ એલાયન્સ’ (INDIA)ના ઘટક પક્ષો ભાજપ સામે અસરકારક રીતે લડવા અને એકજૂટ થઈ આગળ વધવાની વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે સોમવારે દિલ્હીમાં એકઠા થશે. દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી, સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના તેજસ્વી યાદવ અને શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે સહિત 23 વિપક્ષી પક્ષોના ટોચના નેતાઓ ભાગ લેશે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે રવિવારે જણાવ્યું હતું કે 23 રાજકીય પક્ષોએ બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે કેટલાક પક્ષોએ પોતાનાં કારણોસર આ ખાસ બેઠકમાં હાજર રહી શકશે નહીં એવી જાણ કરી છે. આમ આદમી પાર્ટી (AAP) પહેલેથી જ જાહેરમાં આ ગઠબંધનથી અંતર બનાવી ચૂકી છે, જ્યારે DMKએ તામિલનાડુમાં કોંગ્રેસ દ્વારા તેની સાથેના સંબંધો તોડી TVK ગઠબંધન સરકારમાં જોડાયા બાદ બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ બેઠકમાં INDIA ગઠબંધન ભવિષ્યની વ્યૂહરચના પર ચર્ચા કરશે અને રાજ્યોમાં આવનારી ચૂંટણી તેમ જ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય મુદ્દાઓ પર મોદી સરકારનો સામનો કરવા માટે એકજૂટ થવાનો પ્રયાસ કરશે.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને તાજેતરમાં થયેલી હારને કારણે પણ વિપક્ષી ગઠબંધન પર ભાજપના વધતા પ્રભાવ સામે એકતા દર્શાવવાનું દબાણ વધ્યું છે. TMC પોતાના નેતાઓ પર પશ્ચિમ બંગાળમાં થયેલા હુમલાનો મુદ્દો બેઠકમાં ઉઠાવી શકે છે અને આ મુદ્દે INDIA ગઠબંધનના અન્ય પક્ષોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી શકે છે.
CPM કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માગશે
તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ વિપક્ષી ગઠબંધનની અંદરના મતભેદોને પણ ઉજાગર કર્યા છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPM) કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપનો મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં છે કે કેરળની ચૂંટણીમાં વામપંથી પક્ષો અને ભાજપ વચ્ચે રાજકીય સમજૂતી હતી. કેરળમાં વામ મોરચાએ કોંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ને હરાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં CPMનું પ્રતિનિધિત્વ કરનાર રાજ્યસભા સભ્ય જોન બ્રિટાસ આ મુદ્દો ઉઠાવી કોંગ્રેસના નેતૃત્વ પાસેથી સ્પષ્ટતા માગી શકે છે. આ પહેલાં INDIA ગઠબંધનની છેલ્લી બેઠક જૂન, 2024માં યોજવામાં આવી હતી.
યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, અધ્યાત્મિકપ્રવચનો સાંભળવાના યોગ વધુ છે, વિદ્યાર્થીવર્ગને ધારીસફળતા માટે વધુ મહેનત કરવી પડે તેથી મગજમાં વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, નાણાકીય આયોજન સારુ થાય, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.
નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક,ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોયતો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહ સુચન બાદ આગળ વધવુ. આર્થિકલાભના યોગ રહેલા છે, વાણીવર્તણુક પર સયમ રાખવો જરૂરી છે.
ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે પરંતુ કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણવગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય, પ્રેમસંબંધમા થોડોક ઉતારચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય.
આર્થિકસ્થિતિની થોડી ચિંતા થઈ શકે છે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે, તમારા કામની કદર થોડી ઓછી થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમાકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થનીચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ તકલીફ ઉભી ના થવાથી રાહતની લાગણી અનુભવી શકો છો.
સામાજિકપ્રસંગમા જવાના યોગ છે તેમા થોડો માનસિકઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક અશાંતિ રહ્યા કરે. વેપારના કામકાજમા ધીરજ અને અનુભવનો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજમા દેખાઈ આવે, આરોગ્યની નાનીનાની તકલીફથી પણ પરેશાની રહે, ભાગીદારીકે દામ્પત્યજીવનમા તમારી લાગણી દુભાતી હોય તેવુ તમને માનસિક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુભક્તિમા ધ્યાન અને મન પરોવી રાખો તો ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો છે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળુ બની રહશે, પારિવારિક સહયોગ ઓછો જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંકને ક્યાંક અશાંતિ અને દ્વિધા રહેવાના કારણે સામાજિકકે ધાર્મિકકાર્યમા કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચારો અને દ્વિધામા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિકતનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.
યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવામા રુકાવટ થઈ શકે, અતિઉત્સાહના કારણે તમારા કામને ક્યાંક ગતિ પણ મળી શકે છે, જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછોઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે, લગ્નબાબતની વાતચીત ક્યાય ચાલતી હોય તેમા થોડી ધીરજ અને અનુભવનો ઉપયોગ તમારા માટે ઇચ્છનીય છે.
અચાનક યાત્રા થાય તેવુ બનવા જોગ છે, કામકાજમા વધારો થઈ જાય અને તમે થોડા માનસિક રીતે અસ્વસ્થ બનો, ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી થાય, કોઇપણ પ્રકારનુ આયોજન કરોતો તેમા પણ સફળતા જોવા મળે, આર્થિકસ્થિતિમા પણ સુધારો થઈ શકે છે.
આર્થિકલાભ થાય તેવા યોગ છે, તમારા ધાર્યાકામ પાર પાડવા માટે તમારે વાણી અને વર્તનનો ઉપયોગ સાથ આપી શકે છે, જેમા તમને આનંદ-ઉત્સાહ સારો રહી શકો છે, ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, તમારી પ્રતિભાની કોઈ સારી રીતે કદર અને ભરોસો કરે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય, જમીન,મકાન,વાહન બાબતના કોઇપણ પ્રકારના પ્રશ્ન હોયતો તેમા પણ ઉકેલ મળે, કોઇપણ પ્રકારની ચિંતાનો ઉકેલ મળી શકે છે.
કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, નાણાકીયઆયોજન અંગે નવુઆયોજન થઈ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે,દામ્પત્યજીવનમા સુખદવાત બની શકે છે.
નવાકામની સારી શરૂઆત થાય પણ તેમા કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચારમતભેદ થાય પણ તેમા પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદવ્યક્તિ તરફથી સારુ વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાય ચાલતી હોય તેમા પ્રગતિ થતી જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભની વાતની આપ-લે થઇ શકે છે તેમા ખોટીચર્ચા ના થાય તેની કાળજી રાખવી ઇચ્છનીય છે, મિત્રો, સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારીવાત રજુ કરવાની તક મળી શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવુ જેથી ગેરસમજ ટાળી શકાય, પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમા અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને.
રવિવારે ભારત સહિત એશિયા ખંડના કેટલાક પ્રમુખ દેશોમાં ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા, જેના કારણે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. સેન્ટ્રલ એજન્સીઓના રિપોર્ટ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ હતી. આ ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ પાડોશી દેશ ભૂટાન હતું. જો કે, તેનું અંતર ભારતની સરહદથી નજીક હોવાના કારણે ભારતના પૂર્વોત્તર રાજ્યો, ખાસ કરીને આસામમાં તેની પ્રચંડ અસર જોવા મળી હતી.
ભારત સહિત આ દેશોમાં અનુભવાયા આંચકા
ભૂટાનમાં કેન્દ્રબિંદુ ધરાવતા આ ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે તે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને ભારત ઉપરાંત 3 અન્ય દેશો સુધી પહોંચ્યા હતા:
ભારતમાં અસર: પૂર્વોત્તર રાજ્ય આસામ આ ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયું હતું. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક હિસ્સાઓમાં પણ ધરતી ધ્રૂજી હોવાના અહેવાલો મળ્યા છે.
પાડોશી દેશો: નેપાળ, ચીન અને બાંગ્લાદેશના સરહદી વિસ્તારોમાં પણ આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા, જેના કારણે અનેક ઇમારતો હલી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એટલે કે 20 મે 2026 ના રોજ જાપાનના દક્ષિણ ભાગમાં આવેલા કાગોશિમા ક્ષેત્રમાં પણ 5.9 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તે સમયે પણ અનેક બહુમાળી ઇમારતો ધ્રૂજી ઉઠતા સ્થાનિક નાગરિકોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ હતી.
ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાના કેન્દ્ર સમાન પવિત્ર નગરી કાશીને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને તેની પૌરાણિક તેમજ ધાર્મિક-સાંસ્કૃતિક ઓળખને અનુરૂપ રાખવા માટે વારાણસી નગર નિગમે એક ઐતિહાસિક અને મોટું કદમ ઉઠાવ્યું છે. વારાણસી શહેરની અંદર અને ગીચ વિસ્તારોમાં અત્યાર સુધી ચાલતી મીટ, માંસ અને માછલીની દુકાનોને હવે સંપૂર્ણપણે બંધ કરીને તબક્કાવાર રીતે (Phase-wise) શહેરની ભૌગોલિક સીમાઓની બહાર સ્થાનાંતરિત કરવામાં આવશે.
શનિવારે મૈદાગીન સ્થિત ટાઉનહોલ ભવન ખાતે વારાણસીના મેયર (મહાપોર) અશોક કુમાર તિવારીની અધ્યક્ષતામાં નગર નિગમની સામાન્ય સભા (સદન) ની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન શહેરની અંદરથી માંસનો કારોબાર બહાર ખસેડવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સદનમાં હાજર તમામ સભ્યો અને કાઉન્સિલરોએ સર્વસંમતિથી ટેકો આપીને મંજૂરીની મહોર લગાવી દીધી છે.
6 મહિનામાં યોજના લાગુ થશે, 5 મુખ્ય સ્થાનોની પસંદગી
બેઠક બાદ વિગતો આપતા મેયર અશોક કુમાર તિવારીએ જણાવ્યું હતું કે, કાશી એ વૈશ્વિક પ્રવાસનનું મોટું કેન્દ્ર છે અને દેશ-વિદેશમાંથી દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ બાબા વિશ્વનાથના દર્શને અહીં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આગામી 6 મહિનાની અંદર જ આ નવી યોજનાને જમીની સ્તરે સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવશે.
નગર કમિશનર (નગર આયુક્ત) હિમાંશુ નાગપાલે સદનને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શિફ્ટિંગ યોજનાના પ્રથમ તબક્કા (First Phase) માટે શહેરની બહારની સરહદ પાસે 5 મુખ્ય વિસ્તારોની પસંદગી કરી લેવામાં આવી છે. આ પાંચ ચિહ્નિત કરાયેલા વિસ્તારો નીચે મુજબ છે:
રામનગર (Ramnagar)
સુજાબાદ (Sujabad)
ગણેશપુર (Ganeshpur)
અવલેશપુર (Aveleshpur)
શિવપુર (Shivpur)
નગર નિગમના જણાવ્યા અનુસાર, આ પાંચેય બાહ્ય ક્ષેત્રોની પસંદગી વ્યૂહાત્મક રીતે એવી રીતે કરવામાં આવી છે કે જેથી ભવિષ્યમાં માંસ-મચ્છીની ખરીદી કરનારી સામાન્ય જનતા કે ગ્રાહકોને કોઈ પણ પ્રકારની અસુવિધા કે પરેશાનીનો સામનો કરવો ન પડે.
વેપારીઓની આજીવિકાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે
આ ચર્ચા દરમિયાન કાઉન્સિલર (પાર્ષદ) ગુલશન અલીએ સદનમાં આ મુદ્દો ઉઠાવતા યાદ અપાવ્યું હતું કે, આશરે 1 વર્ષ પહેલા પણ આવો જ એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કારણોસર તેનો અમલ થઈ શક્યો ન હતો. તેમણે સદનનું ધ્યાન દોર્યું હતું કે પવિત્ર શ્રાવણ (સાવન) માસ દરમિયાન ધાર્મિક આસ્થાના કારણે કાશી શહેરની અંદર આવેલી મીટની દુકાનો લાંબા સમય સુધી બંધ રાખવી પડે છે. આના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓની આજીવિકા (રોજીરોટી) પર બહુ માતબર અને નકારાત્મક અસર પડે છે.
જો આ તમામ દુકાનોને શહેરની બહાર નિશ્ચિત કરાયેલા સ્થાનો પર કાયમી ધોરણે સુવ્યવસ્થિત રીતે વસાવી દેવામાં આવે, તો શ્રાવણ માસ દરમિયાન દુકાનો બંધ રાખવાની કડાકૂટમાંથી મુક્તિ મળશે અને વેપારીઓની આજીવિકાની આ મોટી સમસ્યાનો પણ કાયમી ઉકેલ આવી જશે. નગર કમિશનરે વેપારીઓ અને સભ્યોને ખાતરી આપી છે કે સ્થાનોની પસંદગી પ્રક્રિયા આખરી થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ આ સરકારી નિર્ણયને ધરાતલ પર ઉતારવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.
બુલિયન માર્કેટમાં રોકાણ કરનારાઓ અને સામાન્ય ગ્રાહકો માટે સોના-ચાંદીના ભાવોને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત નવી ઊંચાઈઓ સર કરી રહેલા સોના અને ચાંદીના ભાવોમાં પાછલા એક સપ્તાહમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. માત્ર એક જ અઠવાડિયાના ગાળામાં સોનાનો રેટ પ્રતિ 10 ગ્રામ રૂ. 2106 સુધી ગગડી ગયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 11250 નો મસમોટો ઘટાડો નોંધાયો છે. બજારના નિષ્ણાતોના મતે, આ ઘટાડા પાછળ સ્થાનિક બજારમાં માંગનો અભાવ અને વૈશ્વિક આર્થિક પરિબળો મુખ્યત્વે જવાબદાર છે.
જાણો 24 કેરેટથી લઈને 14 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવો
ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, શુક્રવાર (5 જૂન 2026) ના રોજ બજાર બંધ થવા સમયે સોનાના વિવિધ કેરેટના ભાવો પ્રતિ 10 ગ્રામ આ મુજબ નોંધાયા હતા:
24 કેરેટ ગોલ્ડ: સૌથી શુદ્ધ સોનાનો રેટ પ્રતિ 10 ગ્રામ રૂ. 154190 ના સ્તરે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગત 2 જૂનના રોજ આ જ ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ. 156296 હતો.
23 કેરેટ ગોલ્ડ: દાગીના માટે વપરાતા આ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 153573 રહ્યો હતો.
22 કેરેટ ગોલ્ડ: બજારમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતા 22 કેરેટ સોનાનો રેટ રૂ. 141238 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો.
18 કેરેટ ગોલ્ડ: ૧૮ કેરેટ સોનાની કિંમત ઘટીને રૂ. 115643 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
14 કેરેટ ગોલ્ડ: સૌથી લોઅર ગ્રેડના આ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 90201 ના સ્તરે આવી ગયો છે.
ચાંદીના ભાવની સ્થિતિ: સોનાની સાથે-સાથે ચાંદીમાં પણ મોટો ઘટાડો થયો છે. શુક્રવારે બજાર બંધ થતી વખતે ચાંદીનો ભાવ રૂ. 254950 પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, IBJA દ્વારા સોમવારથી શુક્રવાર દરમિયાન રોજ દિવસમાં બે વાર સોના-ચાંદીના સત્તાવાર ભાવો જાહેર કરવામાં આવે છે, જ્યારે શનિવાર અને રવિવારે ભાવો જાહેર થતા નથી.
સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 9% નો ધરખમ વધારો
સોના-ચાંદીના ભાવોમાં ચાલી રહેલી આ ઉથલપાથલ વચ્ચે કેન્દ્ર સરકારે સ્થાનિક બજાર પર અંકુશ મેળવવા માટે મોટું પગલું ભર્યું છે. સરકારે સોના અને ચાંદીની આયાત પર લાગતી ઈમ્પોર્ટ ડ્યુટીમાં મોટો વધારો ઝીંકી દીધો છે. અગાઉ ભારત સરકારે આ ધાતુઓ પર માત્ર 6% ઈમ્પોર્ટ ડ્યુટી રાખી હતી, જેમાં હવે સીધો 9% નો વધારો કરીને તેને 15% કરી દેવામાં આવી છે. એટલે કે હવે ભારતમાં બહારથી સોનું કે ચાંદી લાવવા માટે વેપારીઓએ 15% આયાત વેરો ચૂકવવો પડી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતાને ખાસ અપીલ અને ફોરેક્સ રિઝર્વ
કિંમતોમાં થઈ રહેલા ફેરફાર અને આકરા સરકારી નિર્ણયો પાછળ દેશનું આર્થિક હિત છુપાયેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આગામી 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે એક વિશેષ અને હૃદયપૂર્વકની અપીલ કરી છે. પીએમ મોદીએ આ અપીલ વર્તમાન વૈશ્વિક ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરી છે.
વાસ્તવમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમતોમાં સતત થઈ રહેલા ઉછાળાના કારણે ભારત જેવા આયાત પર નિર્ભર દેશોને ઓઇલ ખરીદવા માટે ખૂબ જ મોટી રકમ (વિદેશી હૂંડિયામણ) ખર્ચવી પડી રહી છે. ભારત મોટી માત્રામાં સોનાની પણ આયાત કરે છે, જેના કારણે દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ (Forex Reserve) ઝડપથી ઘટી રહ્યું છે. આ ફોરેક્સ રિઝર્વને સુરક્ષિત અને મજબૂત રાખવા માટે વિશ્વભરના દેશો અત્યારે અલગ-અલગ રણનીતિ અપનાવી રહ્યા છે, જેના ભાગરૂપે ભારતે પણ સોનાની આયાત ઘટાડવાના પ્રયાસો શરૂ કર્યા છે.
બીજી તરફ, દેશમાં લગ્નની સીઝન (વેડિંગ સીઝન) પણ હવે પૂર્ણ થઈ ચૂકી છે. સીઝન પૂરી થતાં જ સર્રાફા બજારમાં ખરીદદારો અને સામાન્ય ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. વર્તમાન આર્થિક અનિશ્ચિતતા અને પીએમની અપીલને જોતા ગ્રાહકો હાલ પૂરતું સોનામાં નવું રોકાણ કરવાનું ટાળી રહ્યા છે.
(નોંધ: આ સમાચાર માત્ર માહિતી માટે છે, આ કોઈ પણ પ્રકારની રોકાણની (Investment) સલાહ નથી. સોના અને ચાંદીના ભાવોમાં ઉતાર-ચઢાવ પાછળ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર હોય છે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા બજારના પ્રમાણિત નિષ્ણાતોની સલાહ અવશ્ય લો.)
ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આંતરરાષ્ટ્રીય સ્તરની અસ્થિરતા, ભૌગોલિક-રાજકીય તણાવ અને રોકાણકારોની સાવચેતીભરી નીતિને કારણે આઇપીઓ માર્કેટ તદ્દન શાંત જોવા મળી રહ્યું હતું. જો કે, હવે તે સુસ્તીના વાદળો હટી ગયા છે અને પ્રાઈમરી માર્કેટમાં ફરીથી રોનક પરત ફરી છે. તાજેતરમાં બજારમાં આવેલા CMR ગ્રીન ટેક્નોલોજીસ અને હેક્સાગોન ન્યુટ્રિશન જેવા આઇપીઓને મળેલા અદભુત અને ઐતિહાસિક પ્રતિસાદે સાબિત કરી દીધું છે કે, જો કંપનીનો બિઝનેસ મોડલ મજબૂત અને નાણાકીય સ્થિતિ શાનદાર હોય, તો રોકાણકારો ફરી એકવાર મોટો દાવ લગાવવા માટે તૈયાર છે. આગામી અઠવાડિયું શેરબજારના રોકાણકારો માટે એક્શનથી ભરપૂર રહેશે કારણ કે આ દરમિયાન 7 જેટલી કંપનીઓનું બજારમાં લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે.
CMR ગ્રીન અને હેક્સાગોન ન્યુટ્રિશનના આઇપીઓ પર નજર
CMR Green Technologies: આ મેઈનબોર્ડ આઇપીઓની બજારમાં સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. રૂ. 631 કરોડના આ આઇપીઓ પર રોકાણકારો તૂટી પડ્યા હતા અને તે કુલ 127.04 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. ખાસ કરીને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) નો કોટા 270 ગણાથી વધુ ભરાયો હતો, જ્યારે રિટેલ રોકાણકારોએ પણ આક્રમક રીતે ભાગ લીધો હતો. આ આઇપીઓનો પ્રાઇસ બેન્ડ રૂ. 182 થી રૂ. 192 નક્કી કરાયો હતો અને તેની સંભવિત લિસ્ટિંગ ડેટ 10 જૂન છે.
Hexagon Nutrition: હેલ્થ અને ન્યુટ્રિશન સેક્ટરની આ કંપનીના રૂ. 139 કરોડના આઇપીઓને પણ લોન્ચિંગના થોડા જ કલાકોમાં બમ્પર રિસ્પોન્સ મળ્યો હતો અને તે સંપૂર્ણ ભરાઈ ગયો હતો. કંપનીએ શેરનો પ્રાઇસ બેન્ડ રૂ. 42 થી રૂ. 45 રાખ્યો છે. આ ઇસ્યુ 9 જૂન સુધી ખુલ્લો રહેશે અને તેની સંભવિત લિસ્ટિંગ તારીખ 12 જૂન રાખવામાં આવી છે. ભવિષ્યમાં હેલ્થ સેક્ટરની સારી વૃદ્ધિની સંભાવનાને કારણે આ આઇપીઓમાં તેજી જોવા મળી રહી છે.
SME સેગમેન્ટમાં પણ જોવા મળ્યો પ્રચંડ ક્રેઝ
મોટી કંપનીઓની સાથે-સાથે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) સેગમેન્ટમાં પણ રોકાણકારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. SMR જ્વેલ્સ, મેરિટ્રોનિક્સ, વાહ કેમિકલ્સ, યુએચએમ વેકેશન અને જેનએક્સએઆઈ એનાલિટિક્સ જેવી નાની કંપનીઓ ટૂંક સમયમાં લિસ્ટ થવા જઈ રહી છે. આ પૈકી Merritronix IPO એ સૌથી વધુ હેડલાઇન્સ બટોરી છે, કારણ કે આ આઇપીઓ રેકોર્ડબ્રેક 220 ગણાથી વધુ સબ્સ્ક્રાઇબ થયો છે. આ આંકડા દર્શાવે છે કે નાના કદની કંપનીઓમાં પણ રોકાણકારો જોખમ લેવા તૈયાર છે.
અપકમિંગ IPO અને લિસ્ટિંગ કેલેન્ડર (જૂન 2026)
આગામી સપ્તાહના તમામ આઇપીઓ અને લિસ્ટિંગની વિગતવાર માહિતી નીચે મુજબના ટેબલમાં આપવામાં આવી છે:
કંપનીનું નામ
IPO પ્રકાર
ઇશ્યુ સાઇઝ
પ્રાઇસ બેન્ડ
સ્થિતિ
અલોટમેન્ટ તારીખ
લિસ્ટિંગ તારીખ
CMR Green Technologies
Mainboard
₹631 કરોડ
₹182 – ₹192
બંધ (127.04x)
8 જૂન
10 જૂન
Hexagon Nutrition
Mainboard
₹139 કરોડ
₹42 – ₹45
9 જૂન સુધી ખુલ્લો
10 જૂન
12 જૂન
SMR Jewels
SME IPO
₹63.74 કરોડ
₹125 – ₹128
બંધ
4 જૂન
8 જૂન
Merritronix
SME IPO
₹70.03 કરોડ
₹141 – ₹149
બંધ (220.98x)
4 જૂન
8 જૂન
Vahh Chemicals
SME IPO
₹13.45 કરોડ
₹60
8 જૂન સુધી ખુલ્લો
9 જૂન
11 જૂન
UHM Vacation
SME IPO
₹36.02 કરોડ
₹157 – ₹166
8 જૂન સુધી ખુલ્લો
9 જૂન
11 જૂન
GenXAI Analytics
SME IPO
₹54.84 કરોડ
₹110 – ₹116
9 જૂન સુધી ખુલ્લો
10 જૂન
12 જૂન
Horizon Reclaim (India)
SME IPO
₹54.27 કરોડ
₹98 – ₹103
હૉરિઝન રીક્લેમનો નવો આઇપીઓ ૧૨ જૂને ખુલશે
ઉપરોક્ત લિસ્ટિંગ ઉપરાંત, રબર રિસાયક્લિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં કાર્યરત કંપની હોરિઝન રીક્લેમ (Horizon Reclaim India) નો નવો SME આઇપીઓ આગામી 12 જૂનના રોજ સત્તાવાર રીતે ખુલવા જઈ રહ્યો છે. આશરે રૂ. 54 કરોડના આ ઇસ્યુ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ કંપની પોતાની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા, જૂનું દેવું ચૂકવવા અને પ્લાન્ટની ક્ષમતાના વિસ્તરણ (Capacity Expansion) માટે કરશે.
બજારના નિષ્ણાતો અને એનાલિસ્ટ્સનું માનવું છે કે, જો પ્રાઈમરી માર્કેટમાં આ જ પ્રકારનો સકારાત્મક ટ્રેન્ડ (Positive Trend) ચાલુ રહેશે, તો વર્ષ 2026 નો બીજો ભાગ (સેકન્ડ હાફ) આઇપીઓ માર્કેટ માટે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ અને નફાકારક સાબિત થઈ શકે છે. જો કે, રોકાણકારોને સલાહ છે કે કોઈપણ આઇપીઓમાં નાણાં રોકતા પહેલા કંપનીના ફાઇનાન્સિયલ્સ, વેલ્યુએશન અને જોખમોનો પૂરતો અભ્યાસ ચોક્કસ કરે.
અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર જીવલેણ હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ કડીમાં પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. અહીં માત્ર પ્રી-પ્લાનિંગ કરીને એક ખાલી ઘરમાં પિઝ્ઝાનો ઓર્ડર આપવામાં આવ્યો અને જ્યારે ભારતીય મૂળનો યુવાન ડિલિવરી કરવા પહોંચ્યો ત્યારે તેના માથામાં ગોળી મારીને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી દેવામાં આવી. અમેરિકન મીડિયા અને ભારતીય એજન્સીઓના રિપોર્ટ અનુસાર, આ ઘટના શુક્રવારની મધ્યરાત્રિએ ઉત્તરી ફિલાડેલ્ફિયા વિસ્તારમાં બની હતી.
કેવી રીતે અને ક્યાં અંજામ અપાયો આ વારદાતને?
અમેરિકન પોલીસ અને સીબીએસ રિપોર્ટની વિગતો અનુસાર, ફિલાડેલ્ફિયાની ‘રેમન્ડ રોસેન હોમ્સ’ નામની સોસાયટીના એક તદ્દન ખાલી પડેલા મકાનમાંથી કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા પિઝ્ઝાનો ઓર્ડર ઓનલાઈન બુક કરવામાં આવ્યો હતો. પીડિત ભારતીય યુવાન અંશુલ કુંચા ઓર્ડર લઈને તે નિર્ધારિત લોકેશન પર પહોંચ્યો હતો. તેણે સોસાયટીના પરિસરમાં ઓર્ડર ડિલિવર કર્યો અને જેવો તે ત્યાંથી પાછો બહાર નીકળી રહ્યો હતો, ત્યારે જ તેના પર હુમલો થયો હતો.
ફિલાડેલ્ફિયા હાઉસિંગ ઓથોરિટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે અંશુલ હાથમાં પિઝ્ઝા બોક્સ લઈને જઈ રહ્યો છે અને તેની પાછળ ઘેરા રંગના કપડાં પહેરેલા બે શંકાસ્પદ શખ્સો ચાલી રહ્યા છે, જેમના હાથમાં એક બેગ પણ છે. આ હુમલાખોરોએ અંશુલને ઘેરીને તેના માથામાં સીધી ગોળી મારી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં અંશુલને શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ આશરે 1 વાગ્યે ટેમ્પલ યુનિવર્સિટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.