નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશના મલાનામાં વાદળ ફાટ્યા પછી પાંચ લોકોના મોત થયા છે અને 50થી વદુ લોકો હજી પણ લાપતા છે. ભારે પૂરને લીધે વીજળી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ગામોને જોડતા રસ્તા ધોવાઈ ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન જારી છે, પરંતુ સ્થિતિ ખરાબ થઈ થઈ રહી છે.
કુલુ જિલ્લામાં મલાના પ્રોજેક્ટોનો એક ડેમ તૂટ્યો હતો. ડેપ્યુટી કમિશનર તોરુલ એસ રવીશે એક નિવેદનમાં કહ્યું હતું કે સ્થિતિ કાબૂમાં છે અને રાહત અભિયાન જારી છે. સરકારે ચોમાસા પહેલાં કહ્યું હતું કે ગયા વર્ષની તબાહી પછી આ વખતે કુદરતી આફતો સામે મોટા ભાગની તૈયારીઓ કરી લીધી હતી, પણ પ્રદેશના અલગ-અલગ ડેમો પર સુરક્ષાના ઉપાયથી જોડાયેલા કામ અધૂરાં દેખાઈ રહ્યાં છે. આ ડેમના પાણીએ ગામોમાં સૌથી મોટી તબાહી મચાવે છે.
મલાના-I પ્રોજેક્ટની ઇમારતોમાં લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. ફસાયેલા લોકોને સુરક્ષિત કાઢવા માટે NDRF અને હોમગાર્ડની ટીમો તેમને બચાવવા માટે પ્રયાસ કરી રહી છે. પ્રદેશના ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ સેન્ટરે માહિતી આપી છે કે કુલુના નિરમંડ અને સેઝ વિસ્તારો સિવાય મંડીના પધર અને શિમલા જિલ્લાના રામપુરમાં વાદળ ફાટવાની ઘટના થઈ હતી. અહીં પણ કેટલાંય ઘરો અને પૂલ વહી ગયા છે.
હિમાચલ પ્રદેશના લાહોલ સ્પિતિમાં 48 કલાકમાં બીજી વાર ભૂકંપ આવ્યો છે. હાલ અહીં કોઈ નુકસાનના અહેવાલ નથી અને ભૂકંપની તીવ્રતા 3.2 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી હતી.
પ્રશ્ન: 45 વર્ષની ઉંમરે, વિશેષ તો સ્ત્રીઓને કયાં વિટામિન્સની તેમ જ પોષક તત્ત્વોની જરૂરત રહે છે? અને વિટામિન બી-12 માટે શું કરવું જોઈએ?
– સીમા શાહ (દુબઈ)
ઉત્તર: વિટામિન્સની જરૂરત દરેક ઉંમરે દરેક વ્યક્તિને રહે જ છે, પરંતુ 45ની આસપાસની ઉંમરે જે પોષક તત્ત્વોની જરૂરત વધુ હોય એ છે વિટામિન બી-૧૨, કૅલ્શિયમ, વિટામિન-ડી અને મૅગ્નેશિયમ. વિટામિન બી-૧૨ મળે એવો આહાર લેવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ન્યુટ્રિયન્ટ લોહીને સુધારવા માટે, જાળવવા માટે તેમ જ મગજનાં કાર્યોમાં મદદરૂપ થાય છે. નૉન-વેજ ફૂડ સિવાય એ દૂધમાં તેમ જ દૂધની બનાવટો ઉપરાંત લીલી ભાજીમાં મળી રહે છે. જો કે એનું પ્રમાણ નહીંવત્ હોવાને કારણે વિટામિન બી-૧૨ની ઊણપને સુધારવા માટે એનાં સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરવો પડે છે.
40 વર્ષની ઉંમર પછી શરીરમાં કૅલ્શિયમની ઊણપ જોવા મળે છે એટલે જો નિયમિત આહાર દ્વારા એ લેવામાં ન આવે તો હાડકાંની તબિયત જોખમાય છે. ઑસ્ટિયોપોરોસિસ, આર્થરાઈટિસ, ઘૂંટણનો ઘસારો, વગેરે તકલીફને નિવારવા માટે પૂરતા પ્રમાણમાં કૅલ્શિયમ લેવું જરૂરી છે. વિટામિન-ડી પૂરતું ન હોય તો ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર તેમ જ અમુક પ્રકારનાં કૅન્સરના ચાન્સ રહે છે. વિટામિન-ડી શરીરમાં ઉંમરને લગતા ફેરફારમાં શરીરનું રક્ષણ કરે છે. અમુક ટેબ્લેટ્સ દ્વારા આ વિટામિન સપ્લિમેન્ટ રૂપે લઈ શકાય છે, જેમાં મુખ્યત્વે કોડ લીવર ઑઈલ હોય છે.
મૅગ્નેશિયમ એ એક એવું મિનરલ્સ છે, જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ છે. એ મુખ્યત્વે એવી સ્ત્રીઓ માટે જરૂરી છે જેમને હાઈ બ્લડ પ્રેશર રહેવાના ચાન્સ વધુ હોય. પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત આહારની સાથે નિયમિત યોગ તેમ જ પ્રાણાયામ પણ આ ઉંમરે સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી છે.
પ્રશ્ન: મારી પુત્રી ૧૫ વર્ષની છે અને અત્યારે દસમા ધોરણમાં ભણે છે. સ્કૂલ તેમ જ ટ્યુશનની દોડાદોડીમાં એ ખૂબ જ થાકી જાય છે. એને કેવો આહાર આપી શકાય, જેથી એનામાં સ્ફૂર્તિ તેમ જ શક્તિ વધે?
– મુબીના શેખ (અમદાવાદ)
ઉત્તર: તમારી પુત્રી કિશોરાવસ્થામાં છે. આ સમય દરમિયાન શારીરિક વિકાસની સાથે સાથે હોર્મોનલ ફેરફાર થતા હોય છે. માસિક ધર્મની પણ શરૂઆત થઈ હોય છે. સાથે સાથે અભ્યાસની તાણને કારણે એ થાક લાગવાની ફરિયાદ કરતી હશે. આ સમય દરમિયાન દીકરીઓની પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ ઉપરાંત આયર્નયુક્ત આહારની જરૂરત વધે છે, કારણ કે હિમોગ્લોબીન ઓછું થવાના ચાન્સ રહેતા હોય છે. થાક લાગવાનું આ પણ એક કારણ હોઈ શકે છે.
દિવસ દરમિયાન એને દર ત્રણથી ચાર કલાકના અંતરે કોઈ પૌષ્ટિક આહાર મળી રહે એવી ગોઠવણ કરો. એને કાર્બોહાઈડ્રેટ મળે એ માટે ડ્રાયફ્રૂટ્સ, નટ્સ, સીઝનલ ફ્રૂટ્સ, રેસાયુક્ત આહાર આપો. તેમ જ કોઈ પણ એક ભોજનમાં સારું પ્રોટીન મળી રહે એ માટે કઠોળ કે બાફેલા ઈંડાનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરો. જે નાસ્તો આપવામાં આવે એ હેલ્ધી હોય એનું ધ્યાન રાખવું. પૌંઆ, ઉપમા, ઓટ્સ, ચણાના લોટના પૂડલા, બાફેલા ચણા કે મકાઈ, વગેરે પૌષ્ટિક નાસ્તા માટેના વિકલ્પો છે. લીલી ભાજીમાંથી નવી વાનગી બનાવીને પણ એને આપી શકાય. આ ઉપરાંત, ગોળમાંથી બનતી વાનગી પણ તાકાત અને આયર્ન વધારવા માટે મદદરૂપ થઈ શકશે.
પ્રશ્ન: મારી ઉંમર ૩૦ વર્ષ છે. હમણાં છેલ્લે કરાવેલા રિપોર્ટ મુજબ, મારું કૉલેસ્ટરોલ વધારે આવ્યું છે. તેમ જ ફૅટી લીવર પણ બતાવે છે. આ સમયે મારે કેવા પ્રકારનો ડાયેટ લેવો જોઈએ?
– ધવલ રાજપૂત (ગાંધીનગર)
ઉત્તર: હાઈ કૉલેસ્ટરોલ એટલે લોહીમાં કૉલેસ્ટરોલનું પ્રમાણ વધુ હોય, જે શરીરમાં વહેતા લોહીના પ્રવાહને ઘટાડે છે. એને કારણે હૃદયને લગતા રોગોનું જોખમ રહે છે. એવી જ રીતે ફૅટી લીવર પણ લીવરમાં ચરબીનું વધુ પ્રમાણ દર્શાવે છે. એનું મુખ્ય કારણ વધુપડતા ચરબીયુક્ત ખાદ્યો તેમ જ જંકફૂડનો ઉપયોગ, શારીરિક કસરતનો અભાવ, વધુ વજન અથવા તો સ્મોકિંગ કે આલ્કોહોલનું નિયમિત સેવન. આ ઉપરાંત, ઘણી વખત વધુપડતી ચિંતા પણ બ્લડમાં કૉલેસ્ટરોલ વધારી શકે છે. અમુક કેસમાં કૉલેસ્ટરોલ વારસાગત પણ જોવા મળે છે.
કૉલેસ્ટરોલ તેમ જ ફૅટી લીવરના પ્રમાણને ઘટાડવા માટે આહારમાં પહેલાં તો ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો, નૉન-વેજ ફૂડ, વધુ નમકયુક્ત ખાદ્ય પદાર્થ જેવા કે ચિપ્સ, તૈયાર અથાણાં તથા પાપડનો ઉપયોગ ટાળવો જોઈએ. એની જગ્યાએ કૉલેસ્ટરોલ ઘટાડે એવાં ઓટ્સ, દાળિયા, આખાં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ્સ, અળસી, તલ, તરબૂચનાં બિયાં તેમ જ પમ્પકિનનાં બિયાં, વગેરેનો ઉપયોગ વધારવો જરૂરી છે. નિયમિત ૧૫ મિનિટ કસરત તેમ જ વીસ મિનિટ કાર્ડિયો એક્સરસાઈઝ (વૉકિંગ, જોગિંગ, સાઈકલિંગ, સ્વિમિંગ, વગેરે) કરી શકાય. આહારની સાથે સાથે ઓછામાં ઓછી અડધો કલાકની શારીરિક કસરત અસરકારક સાબિત થશે.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)
Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.
આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો.
આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.
પાપ અને પુણ્ય વિશે નિર્ણયો કોણ લે છે? કયા ઈશ્વર એની સમજણ આપવા આવે છે? પુનર્જન્મ છે કે અહીં એની ખાતરી શું? જે લોકો બીજાને રંજાડે છે, બધું જ ખોટું કરે છે એ સુખી છે અને જે નીતિ નિયમોથી ચાલે છે એ દુઃખી છે તો કર્મનો સિદ્ધાંત ક્યાં ગયો? જેની પાસે ધન અથવા સત્તા છે એમને માટે નિયમો બદલાય છે તો પછી કોઈ પણ રસ્તે ધનાઢ્ય થવું જરૂરી છે. આવા સવાલો અને વિચારો ધરાવતી નવી પેઢી આપણી સંસ્કૃતિને કેટલી સાચવી શકશે? વળી શું એમના બધા સવાલોના જવાબો આપણી પાસે છે? નિર્ભયાના અપરાધીનો કેસ લડનાર વકીલ પણ ગીતાની વાત કરીને પોતાના વિચારોને સમર્થન આપે અને એનો વિરોધ ન થાય ત્યારે સમાજની દિશા વિષે વિચારવું જોઈએ એવું લાગે. વળી કળીયુગમાં તો આવું થાય જ એ વાક્ય અચાનક કેમ પ્રચલિત થયું? કલિયુગ ક્યારે શરુ થયો અને એનો અંત ક્યારે થશે એની સચોટ માહિતી કોઈ આપી શકે ખરું? જો એ શક્ય નથી તો આપણે કોઈ અવતારની રાહમાં અત્યારથી કેમ બેઠા છીએ? શું પોતાની લડાઈ પોતે ન લડી શકાય? રામના આવતા પહેલા સીતાજીએ પોતાના સતના જોરે રાવણને હરાવ્યો હતો તે સહુ જાણે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: નિર્ભયાનો કેસ લડનાર વકીલનો સામજિક બહિસ્કાર કેમ ન થયો? શું વકીલનો ધર્મ માત્ર પૈસા કમાવવાનો જ છે? સરકારી ઓફિસમાં ધક્કા ખાતી વખતે આપણે એમના ગુલામ હોઈએ એવી લાગણી કેમ અનુભવીએ છીએ? કોઈ ગુંડાગીરી કરે તો આસપાસના લોકો મદદ કરશે કે નહિ એ બાબતમાં શંકા કેમ રહે છે? સુરતમાં એક છોકરીનું જાહેરમાં ખૂન થયું. એની વિડીયો વાયરલ થઇ પણ કોઈ બચાવવા કેમ ન ગયું? આપણી પ્રજાની ખુમારી ક્યાં ગઈ? યુક્રેન રસિયા સામે ટકી ગયું એનું એક કારણ એ પણ છે કે કે ત્યાં ની પ્રજાને પણ ભારોભાર દેશપ્રેમ હતો. ભારત પર કોઈ આક્રમણ થાય ત્યારે પ્રજા એ ભાવના દેખાડશે? આ માત્ર મારા વિચારો છે. મારે એ બાબતમાં કોઈ સોલ્યુશન જોઈતું પણ નથી.
હું જે જગ્યાએ રહું છુ ત્યાં મેનેજમેન્ટ કમિટી બધું જ ખોટું કરી રહી છે. વળી એમનો સ્વભાવ એટલો શંકાશીલ અને બદલાની ભાવના ધરાવતો છે કે કોઈ એને પહોંચી જ ન શકે. મારા એક પાડોશીએ ઘર વેંચવા કાઢ્યું. અમારી કોમન દીવાલ છે. કમિટીમાં એક ભાઈ દલાલી કરે છે. એમનો મારા પર ફોન આવ્યો કે મને તમારી બાજુનું મકાન ગમ્યું છે. પણ મારે બે મકાન એક સાથે લેવા છે. તો તમે તમારું મકાન અર્ધી કીમતે આપી દ્યો. મેં ના પાડી કે મારે મકાન નથી વેંચવાનું. વળી એમને સસ્તામાં મકાન જોઈએ તો ખોટ ખાઈને કોણ આપે. બસ પછી તો એમનો ત્રાસ શરુ થઇ ગયો. ઘરની બહારથી કચરો લેવરાવવાને બદલે અન્યનો કચરો પણ નાખી જાય. માખીઓ ઘરમાં આવે. અમારા ઘરની પીવાના પાણીની લાઈન બંધ કરી દીધી. અમારે તાત્કાલિક ધોરણે સાદા પાણીની લાઈનમાં આર ઓ ફીટ કરાવવું પડ્યું. એ સીની પાઈપ કપાવી નાખી. અને બહાનું એવું કાઢ્યું કે તમારી નીચેવાળાફરિયાદ કરે છે કે એમના ઘરમાં પાણી આવે છે. ઉપરના મકાનમાં એમના સગા રહે છે. એ એમના એસી ની પાઈપ અમારી બાલ્કનીમાં નાખીને સુકવેલા કપડા પલાળી નાખે છે. વળી એમની બાજુમાંથી પણ ગાડીમાં પસાર થઈએ તો બુમો પડે કે હંમે સબ પતા હૈ. તુમ હમારી બાતે સુન લો. લેકિન કુછ નહિ કર પાઓગે. હવે એ છે કોણ કે એને આટલું બધું મહત્વ આપવું પડે? અમારા બિલ્ડીંગમાં એમણે પીજી શરુ કર્યા છે. જેના કારણે પ્રોપર્ટીના ભાવ ન વધે અને અમે સસ્તામાં વેંચીને જતા રહીએ. આનો કોઈ ઉપાય ખરો? શું સરકાર સોસાયટીમાં પીજી ન બનાવવા અંગે કાયદો ન લાવી શકે?
જવાબ: તમારા વિચારો ક્રાંતિકારી છે. અને પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણથી લોકો વિરોધ કરવાનું ભૂલી ગયા છે. સુખ શું એ કોઈને ખબર જ નથી. એટલે વૈભવમાં સુખ શોધી રહ્યા છે. તમારા પડોસીઓ સાથે બેસીને વાત કરવી જોઈએ કે આજે મારો વારો છે. કાલે તમારો પણ હોઈ શકે. બની શકે કે એ લોકો તમારા પાડોસીઓને પણ હેરાન કરતા હોય. અને એક બીજાનું નામ આપીને તમારી વચ્ચે અંતર રખાવતા હોય. તમે વાતચીત કરશો તો ચોક્કસ લાભ થશે. સોસાયટીમાં પીજી એટલે કોમર્સિયલ એક્ટીવીટી. એક મકાનમાં પંદર વીસ લોકો રહેતા હોય એટલે પાણીનો વપરાશ, પાર્કિંગ, ઘોંઘાટ જેવી સમસ્યા તો ઉદ્ભવે જ. પણ એકલા સ્ત્રી પુરુષો ના કારણે વાતાવરણ પર પણ અસર થાય. કોઈ ગુનો થાય તો આખી સોસાયટીને ભોગવવું પડે. અને તમારા કહેવા મુજબ વાતાવરણ યોગ્ય તો નથી જ. તેથી વિરોધ તો કરવો જ જોઈએ. બાકી ધીમે ધીમે આખી સોસાયટી સસ્તામાં આપી દેવી પડશે.
તમારી સોસાયટીના જે તોફાની કમિટી મેમ્બર છે તે ઉત્તર અને દક્ષીણ અગ્નિમાં રહે છે. એટલે કાવાદાવા થવાની સંભાવના રહે. જો એ લોકો માને તો ઈશાનમાં તુલસીનું વન બનવી દો. ફર્ક પડશે.
સુચન: ઉત્તરનો દોષ માણસનો સ્વભાવ અસંતોષ વાળો બનાવી શકે છે.
ભયને સમાપ્ત કરવા માટે મનુષ્ય અનેક પ્રકારની દવાઓ, મંત્રતંત્ર વિગેરેનો સહારો લે છે. પરંતુ આ પ્રયત્નોથી ભયનું મૂળ સમાપ્ત નથી થતું. ભયનું મૂળ કારણ મનુષ્યનું પોતાના અંગે અજ્ઞાન છે. હું શુદ્ધ આત્મા પરમાત્માની સંતાન છું એ જ્ઞાનના અભાવમાં મનુષ્ય પોતાને પ્રકૃતિનું પૂતળું સમજે છે. આ પૂતળાના નાશ પામવાના, શરીરના સંબંધીઓ થી અલગ થવાના, શરીરના આરામ માટે વસાવેલ સાધનોના નષ્ટ થવાના ભયથી ભરેલો રહે છે. મૃત્યુ સમય તથા મૃત્યુ પછી મળનાર કર્મોની સજાઓનો ભય પણ તેને સતાવે છે. દેહ અભિમાન વશ આત્મા જે કાર્ય કરે છે તેના સંસ્કાર શરીર છોડ્યા બાદ પણ આત્મામાં રહે છે. ભયના સંસ્કાર પણ હોય છે જે કોઈ પરિસ્થિતિના કારણે બનેલ હોય છે.
સમ્મોહન ક્રિયા દ્વારા મનુષ્ય આત્માઓ ઉપર પ્રયોગ કરીને એ તારણ નીકળ્યું કે જો કોઈ વ્યક્તિને આ જન્મમાં કોઈ વિશેષ પરિસ્થિતિ કે વ્યક્તિનો ડર લાગતો હોય તો તે તેના પૂર્વ જન્મની કોઈ ભય ઉત્પન્ન કરવા વાળી ઘટનાની અસર સંસ્કાર રૂપમાં આ જન્મ સુધી પણ ચાલી આવે છે. ઉદાહરણ રૂપે એક બાળકને ગાડીમાં બેસવાથી ભય લાગતો હતો. સમ્મોહન ક્રિયા દ્વારા એ તારણ નીકળ્યું કે તે બાળક ગયા જન્મમાં કાર અકસ્માત દ્વારા મૃત્યુ પામેલ હતો. દીવાસળી સળગાવતી વખતે ભયનૉ અનુભવ કરનાર બહેનનું મૃત્યુ પૂર્વ જન્મમાં આગ દ્વારા થયું હતું. એક બાળક થોડા અવાજથી પણ ડરી જતો હતો. સંમોહન વિદ્યા દ્વારા જાણવા મળ્યું કે પૂર્વ જન્મમાં તે એક કડક સ્વભાવના માલિકના ઘોડાની સંભાળ રાખતો હતો. માલિકના બુટની થોડી સરખી અવાજ પણ તેને ખૂબ ડરાવની લાગતી હતી. તે ભયના સંસ્કાર આ જન્મમાં પણ તેને હેરાન કરી રહ્યા હતા.
જે ચીજ અથવા ઘટના મનુષ્યને ભયભીત કરે છે તે જાગૃત અવસ્થામાં તો દિલ દિમાગ પર તો અધિકાર જમાવે છે પણ પછી તે સપનામાં પણ આવે છે. ઘણીવાર સપનામાં ખુબ ભયાનક રૂપ ધારણ કરીને આવે છે. જેવી રીતે થોડો લોહીનો ડાઘો જોઈને ડરવા વાળા લોકો સપનામાં ભયાનક ખૂનનું દ્રશ્ય જોઈને મોટેથી બૂમ પાડી ઉઠે છે. આવી ઘટનાઓ વારંવાર બનવાથી મનુષ્યની મનની સ્થિતિ ભય પ્રધાન બની જાય છે. તે ભયને સામાન્ય માનવાની ભૂલ કરી બેસે છે. પરંતુ ભયએ પશુની વૃત્તિ છે. માટે જ કહેવાય છે કે ઊંઘ-આહાર-મૈથુન-ભય એ ચાર વૃત્તિઓ મનુષ્ય તથા પશુમાં એક સમાન જોવા મળે છે. આ ચારેય ઉપર વિજય પ્રાપ્ત કરવો એજ મનુષ્યને પશુથી શ્રેષ્ઠ સાબિત કરે છે.
ભયના અનેક કારણો માનું એક છે અસત્ય. અને બીજું છે મારા પણાની ભાવના. અસત્ય તથા ભય એકબીજાના પૂરક છે જ્યાં સત્ય છે ત્યાં જય છે અને જ્યાં અસત્ય છે ત્યાં ભય છે. કહેવાય છે કે અસત્યના પગ નથી હોતા. પગ તો શું તેનું અસ્તિત્વ જ નથી હોતું. મનની કમજોરીના કારણે સત્યના બદલે જ્યારે બનાવટી રીતે બનાવવામાં આવેલ વાતને સત્ય સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો તેમાં સફળતા મળતી નથી.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)
દેશના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે સ્થિતિ ચિંતાજનક છે. કેરળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં આ વરસાદ જીવલેણ સાબિત થયો છે. કેરળના વાયનાડમાં વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 254 લોકોના મોત થયા છે. સેંકડો લોકો ગુમ છે. ઉત્તરાખંડમાં 14 લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સતત વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. દેશભરમાં ચોમાસુ આફત બની ગયું હોવા છતાં બે-ત્રણ દિવસ બાદ સુધારો જોવા મળી શકે છે તેમ હવામાનશાસ્ત્રીઓ કહે છે.
કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનથી એવી તબાહી મચી છે કે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી રહેલા ડૉક્ટરો પણ ચોંકી ગયા છે. અહીંની સ્થાનિક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે તૈનાત એક મહિલા ડૉક્ટરે એક હ્રદયદ્રાવક દ્રશ્ય વર્ણવ્યું છે. તેણે કહ્યું કે આ અમારી સામે એક એવું દ્રશ્ય હતું, જેને હું મારા જીવનમાં ભાગ્યે જ ભૂલી શકું.
હિમાચલ પ્રદેશ, કુલ્લુ, મંડી અને શિમલામાં 3 સ્થળોએ વાદળ ફાટ્યું છે. ત્યારથી 36 લોકો ગુમ છે. વરસાદના કારણે મણિકરણ ભુંટાર રોડ પર આવેલી શાક માર્કેટમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી. અહીં વાદળ ફાટ્યા બાદ સ્થિતિ ઘણી ચિંતાજનક બની છે.
ઉત્તરાખંડમાં પણ વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે 14 લોકોના મોત થયા છે. કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. બુધવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ ભારે વરસાદને કારણે ગૌરીકુંડ-કેદારનાથ ફૂટપાથ પર ભીમ્બલીમાં 20-25 મીટરનો રસ્તો ધોવાઈ ગયો હતો. કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ફસાયેલા 1500થી વધુ મુસાફરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ઋષિકેશમાં ભારે વરસાદને કારણે ગંગા નદી ઉભરાઈ રહી છે. નદીનું જળસ્તર ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. સ્થાનિક વહીવટીતંત્ર નદીની નજીક રહેતા લોકોને અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે. હવામાન વિભાગના ઓરેન્જ અને રેડ એલર્ટ બાદ ગઢવાલ ડિવિઝનના પહાડી વિસ્તારોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. ગંગાની ઉપનદીઓ પણ તડકામાં છે.
દેહરાદૂનમાં છેલ્લા 24 કલાકમાં 172 મીમી વરસાદ નોંધાયો છે. હરિદ્વારના રોશનાબાદમાં 210 મીમી, રાયવાલામાં 163 મીમી, હલ્દ્વાનીમાં 140 મીમી, હરિદ્વારમાં 140 મીમી, નરેન્દ્ર નગરમાં 107 મીમી, રૂરકીમાં 112 મીમી, ધનૌલ્ટીમાં 98 મીમી, 92 મીમી અને ચક્રતાલમાં 92 મીમી વરસાદ નોંધાયો હતો. રહી છે.
હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટવાથી મોટી તબાહી સર્જાઈ છે. અહીં ત્રણ મકાનો ધોવાઈ ગયા છે. અત્યાર સુધીમાં 2 મૃતદેહ મળી આવ્યા છે. NDRFની ટીમ બચાવ અને રાહત કાર્ય કરી રહી છે. મંડીના થલતુખોડ પાસેના રાજમાન ગામમાં વાદળ ફાટ્યું છે. આ સિવાય કુલ્લુ અને શિમલામાં પણ વાદળ ફાટવાને કારણે નુકસાન થયું છે. 36 લોકો ગુમ છે.
ચંબા જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર કાટમાળના કારણે ઘણા વિસ્તારોમાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. શક્તિપીઠ માતા ભલાઈ મંદિર પરિસરની ઉપર બનેલી દુકાનો કાટમાળથી ભરેલી છે. વહીવટીતંત્ર રોડ પરથી કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે. ચંબામાં સર્વત્ર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઈકાલે રાત્રે ચુરાહ વિધાનસભા ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે ઘણા લિંક રોડ અને મુખ્ય રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
ચુરાહ વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા રાજનગરમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદે વિનાશ સર્જ્યો હતો. સવારે અહીંના રસ્તાઓ પર માત્ર કાટમાળ જ જોવા મળ્યો હતો. રાજનગર વિસ્તારમાં રસ્તો સંપૂર્ણપણે બંધ છે.
મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં સતત વરસાદને કારણે નર્મદા નદીમાં વધારો થયો છે. દરિયા કિનારે બનેલા મંદિરો અને ઘાટો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદ અને પૂરના કારણે અનેક ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ખારમેર નદીમાં પૂરના કારણે ડિંડોરી રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. ખરમેર નદી પરનો પુલ ડૂબી જવાને કારણે અમરપુર ડેવલપમેન્ટ બ્લોક તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સતત વરસાદ અને પૂરના કારણે અનેક ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. પૂર અને વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને હોમગાર્ડ અને SDRF જવાનોને નદીઓ પાસે તૈનાત રહેવા સૂચના આપી છે.
રાજસ્થાનના જયપુરમાં વરસાદે લોકો પરેશાન કરી દીધા છે. મોડી રાત્રે ભારે વરસાદને કારણે એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં અનેક ફૂટ પાણી ભરાઈ ગયા હતા. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગાંધી નગર સ્ટેશન પર રેલ્વે ટ્રેક પાણીમાં ડૂબી ગયો હતો. ચૌમુ પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા હતા.
રામનગરના સાવલદે ગામમાં નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. જેના કારણે એક ડઝનથી વધુ ગ્રામજનોનો સામાન (સિલિન્ડર, બોક્સ, કપડાં, સાયકલ, રાશન વગેરે) ધોવાઈ ગયા હતા. ગ્રામજનોએ કોઈક રીતે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ગ્રામજનોએ વહીવટીતંત્રને મદદ માટે અપીલ કરી છે.
લોકો કહે છે કે તેમની પાસે તેમના બાળકોને ખવડાવવા માટે પણ કંઈ બચ્યું નથી. આ વિસ્તારમાં મોટાભાગના મજૂરો રહે છે, જેઓ રોજીરોટી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ અંગેની માહિતી મળતા પૂર્વ બ્લોક ચીફ સંજય નેગી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે લોકોને મળ્યા અને શક્ય તમામ મદદની ખાતરી આપી. છત્તીસગઢના કેટલાક ભાગોમાં વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં ઉછાળો આવ્યો છે. જનજીવન પ્રભાવિત થયું છે.
PM મોદીનું ડિજિટલ ઈન્ડિયા અભિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પણ વાહવાહી મેળવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ચીફ ડેનિસ ફ્રાન્સિસે ભારતમાં ડિજિટલ મની ટ્રાન્ઝેક્શનથી લઈને લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવા સુધીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓની પ્રશંસા કરી છે. યુએનજીએના પ્રમુખે કહ્યું કે ભારતના ગ્રામીણ ખેડૂતો કે જેઓ અગાઉ બેંકિંગ સિસ્ટમ સાથે કોઈ જોડાણ ધરાવતા ન હતા, તેઓ હવે તેમના તમામ વ્યવહારો તેમના સ્માર્ટફોન પર કરવા સક્ષમ છે. ડિજિટલ મની ટ્રાન્ઝેક્શન દ્વારા આ શક્ય બન્યું છે.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને જનતા સુધી લઈ જવા ઉપરાંત, ભારતમાં 800 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં (દેશોમાં) આવું નથી. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં નોટબંધીનો મોટો નિર્ણય લીધો હતો. આ દરમિયાન તેણે રૂ.500 અને રૂ.1 હજારની નોટ બંધ કરી દીધી હતી. આ પછી વડાપ્રધાને ડિજિટલ મની પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ પહેલા પીએમ મોદીના આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે જે દેશની 70 થી 80 ટકા વસ્તી સ્માર્ટફોન ઓપરેટ કરવાનું નથી જાણતી તે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરશે. પરંતુ દરેક ગામમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન જોવા મળશે.
ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું
પીએમ મોદીના આ નિર્ણયના આધારે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. હવે તે આગામી થોડા વર્ષોમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે. આ બધું ડિજિટલ મનીના વધતા પ્રવાહને કારણે જ શક્ય બન્યું છે. જેઓ અર્થવ્યવસ્થાને જાણે છે તેઓ કહે છે કે ડિજિટલ મનીની રજૂઆતને કારણે, તેનો પ્રવાહ ઉપરથી નીચે સુધી થયો. તેથી, બેંકોમાંથી બહાર આવ્યા પછી જે નાણા સ્થિર રહી ગયા હતા તે વહેવા લાગ્યા. જેના કારણે દેશ પ્રગતિના પંથે આગળ વધ્યો.