નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસની વચ્ચે ગયા વર્ષની સાત ઓક્ટોબરથી યુદ્ધ થઈ રહ્યું છે.આ યુદ્ધમાં હવે હમાસ નબળું પડવા લાગ્યું છે. એક પછી એક હમાસના બધા ટોચના નેતાઓ અને અધિકારીઓને ઇઝરાયલ મારી રહ્યું છે. હવે ઇઝરાયલીની સેનાએ એલાન કર્યું છે કે હમાસના મિલિટરી ચીફ મોહમ્મદ ડાયફને મારી નાખ્યો છે. ઇઝરાયલે જુલાઈમાં એક એરસ્ટ્રાઇકમાં ડાયફના માર્યા જવાનો દાવો કર્યો હતો.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મિડિયા X પર મોહમ્મદ ડાયફના માર્યા જવાના અહેવાલની પુષ્ટિ કરી છે. મોહમ્મદ ડાયફે ઇઝરાયલ પર થયેલા સાત ઓક્ટોબરના હુમલાની પાછળના માસ્ટર માઇન્ડમાંથી એક માનવામાં આવે છે. તે હમાસના સેનાનો વડો હતો. સાત ઓક્ટોબરે હમાસે ઇઝરાયલમાં ઘૂસીને 1200 લોકોની હત્યા કરી હતી અને સેંકડો લોકોને બંધક બનાવ્યા હતા. હમાસ એ લોકોને ગાઝા પટ્ટીમાં લઈ ગયું હતું.
We can now confirm: Mohammed Deif was eliminated.
— Israel Defense Forces (@IDF) August 1, 2024
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે જણાવ્યું હતું કે IDF લડાકુ વિમાનોએ ગાઝાના ખાન યુનિસના વિસ્તારમાં હુમલો કર્યો હતો. જાસૂસી માહિતી પછી પુષ્ટિ થઈ હતી કે આ હુમલામાં મોહમ્મદ ડાયફને મારી નાખવામાં આવ્યો છે. મોહમ્મદ ડાયફ ઇઝરાયલના ટોચના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. જોકે આ પહેલાં તે કેટલીય વાર ઇઝરાયલને ચકમો આપી ચૂક્યો હતો.
આ પહેલાં ઇઝરાયલે સાત ઓક્ટોબરનો બદલો લઈ લીધો છે. છેલ્લા નવ મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયલે હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાને ઢેર કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે હાનિયાને ગાઝા, પેલેસ્ટાઇન કે કતારમાં નહીં, પણ ઇરાનની રાજધાની તહેરાનમાં માર્યો ગયો છે. હમાસે નિવેદન જારી કરીને ચીફના મોતની પુષ્ટિ કરી છે. આ પહેલાં ઇઝરાયલી સુરક્ષા દળોએ હાનિયાના ત્રણ પુત્રોને મારી કાઢ્યા હતા.





ઉલ્લેખનીય છે કે આજે સવારે અમદાવાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધવામાં આવ્યો હતો. શહેરના સુભાષબ્રિજ, સાબરમતી, આશ્રમરોડ, વાડજ, ઉસ્માનપુરા, આરટીઓ સર્કલ, શાહીબાગ, માધુપુરા, ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ ધારી તેમજ ગીર કાંઠાના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે. ધારી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.



‘આપણું અદભૂત બ્રહ્માંડ’ કાર્યક્રમ ૩જી ઑગસ્ટ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે સાંઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાવાનો છે. કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે અને આ જાહેર કાર્યક્રમમાં કોઈપણ વ્યક્તિ હાજરી આપી શકશે. છેલ્લી દસેક મિનિટ શ્રોતાઓ વક્તાને પ્રશ્નો પૂછી શકશે.
કરુણા, સંવેદનશીલતા વિનાને સાધુ કેમ કહી શકાય? ગરીબી – સાદગી – વૈરાગ્ય – અપરિગ્રહથી જ આસક્તિ ટળે છે. સ્વેચ્છાએ ગરીબી સ્વીકાર કરનારને અસંતોષ નથી હોતો. જાનકુ કુછ ન ચાહિયે વો શાહોં કા શાહ. બંદગી – પ્રાર્થના – નામ-સ્મરણ – આરઝુ અને ભક્તિ એ તો પ્રભુ સાથેના સંવાદસેતુ છે. મનને સ્થિર કરી, ઈચ્છાઓનો પરિત્યાગ કરી, જાત સાથે સંવાદ કરી જે સત્યની આરાધના કરે છે તે જીવ ઉચ્ચ કોટિનો છે. સમતા – સુખદુઃખ સમાન – અદ્વૈતના અનુભવથી સર્વમાં ચૈતન્ય સ્વરૂપ નિહાળવાની વૃત્તિ જ મંગળકારી છે.




ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 205 ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમી હતી. બાદમાં તેમણે ભારતીય ટીમના કોચનું પદ સંભાળ્યું હતું. 1998માં શારજાહ ખાતે અને ફિરોઝશાહ કોટલામાં ટેસ્ટ મેચમાં તેમની સૌથી મોટી ક્ષણ આવી હતી, જ્યારે અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન સામેની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી.