Home Blog Page 1616

શાંતિ બિઝનેસ સ્કૂલને ગ્લોબલ એવોર્ડ ફોર એક્સલન્સ મળ્યો..

અમદાવાદ સ્થિત શાંતિ બિઝનેસ સ્કૂલને વર્લ્ડ એજ્યુકેશન કોંગ્રેસ એવોર્ડ્સ 2024 દ્વારા સર્વશ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા, નેતૃત્વ અને શિક્ષણમાં શ્રેષ્ઠતા માટે ગ્લોબલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

શાંતિ બિઝનેસ સ્કૂલના સ્ટુડન્ટ આઉટરીચ અને માર્કેટિંગના ડીન તેજિન્દર સિંહ ધત્ત દ્વારા એવોર્ડ સ્વિકારવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાંથી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓએ વર્લ્ડ એજ્યુકેશન કોંગ્રેસમાં ભાગ લીધો હતો, શાંતિ બિઝનેસ સ્કૂલને તેની શૈક્ષણિક ગુણવત્તા અને ધોરણો, ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામ, કૌશલ્ય વિકાસ માટે લીડરશીપ ઇનિશિયેટિવ, ગહન અભિગમ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

કોચિંગ સેન્ટર દુર્ઘટનાઃ માલિક સહિત પાંચ વધુ લોકોની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના જૂના રાજિન્દર નગરમાં એક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે ત્રઇ વિદ્યાર્થીઓનાં મોત મામલે પોલીસે પાંચ વધુ લોકોની ધરપકડ કરી છે.  કોચિંગ સોન્ટરમાં પાણી ભરાવાની ઘટનામાં જેકોઈની પણ ભૂલ હશે, તેને છોડવામાં નહીં આવે અમે ઘટનાના જવાબદાર લોકોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહ્યા છે અને આ વિસ્તારમાં કાનૂન-વ્યવસ્થા જાળી રાખવાના પ્રયાસ કરી રહ્યા છે, એમ DCP (સેન્ટ્રલ) એમ હર્ષવર્ધને પત્રકારોને જણાવ્યું હતું.

આ સાથે આ મામલે ધરપકડ કરવામાં આવેલા લોકોની કુલ સંખ્યા માલિક સાથે સાતે પહોંચી છે. માલિકે એક વાહન ચલાવ્યું હતું, જેનાથી ઇમારતના ગેટને નુકસાન પહોંચ્યું હતું, એમ તેમણે કહ્યું હતું. આ સાથે આ બિલ્ડિંગના માલિક અભિષેક ગુપ્તા અને દેશપાલ સિંહ (કેન્દ્રમાં કમન્વયક) નામની બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને વ્યક્તિને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે.

દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે બિલ્ડિંગ બાયલોઝના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી હતી અને MCD કમિશનરને બેઝમેન્ટમાં ગેરકાયદે રીતેચાલી રહેલા સેન્ટરોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મેં MCD કમિશનરને પત્ર લખ્યો હતો કે દિલ્હીમાં આવાં બધાં કોચિંગ સેન્ટરોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.

દિલ્હી નગર નિગમે ઉમેદવારોના વિરોધની વચ્ચે ભવનના પેટા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રવિવારે કરોલ બાગમાં 13 કોચિંગ સેન્ટરોનાં બેઝમેન્ટને સીલ કરી દીધાં હતાં.

 

 

 

 

 

સામાન્ય વરસાદમાં તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી..

ગુજરાતમાં આજે સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ બંધાયો છે. રાજ્યમાં ભરમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે પાછલા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખેડાના નડિયાદમાં સૌથી વધું 118 મીમી વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના સ્માર્ટ સીટીમાં ચોમાસાની પ્રિમોનસુન કામગીરી પર સામાન્ય વરસાદમાં જ પાણી ફરી વળતું જોવા મળી રહ્યું છે. ચોમાસામાં થોડા વરસાદ વરસે ત્યાં રસ્તા ધોવાઇ જાય છે, ગટરો ઉભરાય છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાય છે. આ સમસ્યાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઇ જાય છે.

 અમદાવાદમાં પાછલા પાંચ વર્ષમાં લગભગ 82 કરોડથી ઉપરનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતું શહેરોની સમસ્યામાં કોઈ ફરક પડ્યો નથી. ત્યારે કહેવાતી સ્માર્ટ સિટીમાં રખડતાં ઢોર, ભૂવા- ખાડાખૈયાવાળા માર્ગો, ટ્રાફિક, ઠેર ઠેર ગંદકી અને દૂષિત પાણી જેવી ઘણી સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે. વિકાસના કામો પાછળ ખર્ચાયેલાં નાણાં પાણીમાં ગયાં છે. ગુજરાતમાં શહેરી વિકાસના નામે રાજ્ય સરકારે 21,696 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. અમદાવાદ જેવા શહેરોમાં આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવા કરોડોનો ઘુમાડો કરવામાં આવે છે. પરંતુ મળતિયા કોન્ટ્રાક્ટર, ભ્રષ્ટ અધિકારી અને ચૂંટાયેલાં જન પ્રતિનીધીઓની મીલીભગતને લીધે રોડ રસ્તા સહિત વિકાસના કામો હલકી ગુણવત્તાના થઇ રહ્યાં છે જેના લીધે પ્રજાને ભોગવવાનું થયુ છે.

આજે ગુજરાતમાં સ્માર્ટ સિટીની યોજના ધૂળધાણી થઇ છે. ચોમાસાના સામાન્ય વરસાદમાં વિકાસના કામો ધોવાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સ્માર્ટ સિટીનું નામ અપાયુ છે પણ  રખડતાં પશુઓ, અનિયંત્રિત ટ્રાફિક, ખરાબ માર્ગો, ફુટપાથ પરના દબાણો, ગંદકીના ઢગલાં અને દૂષિત પાણીની સમસ્યા જ જાણે શહેરોની જાણે ઓળખ બની ગઇ છે. અમદાવાદ સહિત ગુજરાતના તમામ સ્માર્ટ સીટીમાં ક્યાંકને ક્યાંક સામાન્ય વરસાદથી જનજીવન અસ્થ વ્યસ્ત થઈ જાય છે. ચોમાસામાં માત્ર બેથી ત્રણ ઇંચ વરસાદ વરસતાં શહેરોમાં હાલત કફોડી બની જાય છે. સ્વચ્છ અર્બન મિશન હેઠળ સરકારે ખર્ચેલા કરોડો રૂપિયા જાણે વરસાદી પાણીમાં ગયા છે. હાઇકોર્ટે પણ આ મામલે સરકાર-મ્યુનિ.કોર્પોરેશની આકરી ઝાટકણી કાઢી છે. નવાઇની વાત તો એછેકે, લાખો-કરોડોના ખર્ચે નિર્માણ થયેલાં પુલોમાં વરસાદી પાણીથી ગાબડાં પડવા માંડ્યા છે.

VIDEO: નીતા અંબાણીએ પેરિસ ઓલિમ્પિક્સમાં ભાંગડા કર્યા

મુંબઈ: ભારતે પેરિસ ઓલિમ્પિક 2024માં પહેલો મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી છે. આ મેગા સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ 26મી જુલાઈના રોજ ભારતના પેવેલિયનના ઉદ્ઘાટન સાથે શરૂ થઈ હતી. તેનું નામ ‘ઇન્ડિયા હાઉસ’ છે, જે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને તેના ઉદ્ઘાટન સમારોહમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંને હાજર હતા. તે જ દિવસનો અન્ય એક ખાસ વિડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણીને મુલાકાતીઓ સાથે ભાંગડા કરતા જોઈ શકાય છે.

નીતા અંબાણીએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાંગડા પરફોર્મ કર્યું હતું
ઇન્સ્ટાગ્રામર પર શેર કરવામાં આવેલા વિડિયોમાં, રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને સ્થાપક સુલબીરના પ્રખ્યાત ગીતો ‘ગલ બન ગયી’ અને ‘દેવા શ્રી ગણેશ દેવા’ પર ધ્યાન આપતા જોવા મળ્યા હતા. નીતા અંબાણી મહેમાનોથી ઘેરાયેલા હતા જેમને ભારત માટે ચીયર કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પેરિસ ઓલિમ્પિક 2024માં નીતા અંબાણી પૂરા દિલથી ભાંગડા પરફોર્મ કરતી જોવા મળી હતી, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નીતા અંબાણી ગુલાબી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે.

પેરિસ ઓલિમ્પિક્સ 2024 પર નીતા અંબાણીનું ભાષણ
નીતા અંબાણીએ જેઓ સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર અને IOC સભ્ય પણ છે તેમણે લા વિલેટમાં ઈન્ડિયા હાઉસના ઉદ્ઘાટન દરમિયાન પીટીઆઈ સાથે વાત કરી અને ખાતરી આપી કે ભારત ખૂબ સારું પ્રદર્શન કરશે. નીતા અંબાણીએ કહ્યું,’અમારા 47 ટકા એથ્લેટ્સ છોકરીઓ છે. આ બધું આપણા યુવા છોકરા-છોકરીઓ માટે નારી શક્તિ વિશે અને તમારાથી કોઈ ઓછું નથી એવી માન્યતાનો બોધપાઠ બની શકે છે, તમારે ફક્ત તમારામાં વિશ્વાસ રાખવાનો છે.

મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રભુત્વ ધરાવે છે
શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચ્યો છે. મનુએ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો આ પહેલો મેડલ છે. મનુ પોતાની કારકિર્દીની બીજી ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહી છે. તમને જણાવી દઈએ કે આ વખતે ભારતમાંથી કુલ 117 ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભાગ લીધો છે.

અમદાવાદ સહિત ઉત્તર મધ્ય ગુજરાતમાં મેઘમહેર

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે. રાજ્યમાં મોડી રાતથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના બોપલ, SG હાઇવે, થલતેજ, જુહાપુરા, સરખેજ, પાલડી, ગોતા, વેજલપુર, ઈસનપુર, મણિનગર, વટવા, શેલા, ઘુમા, બોડકદેવ, સિંધુભવન, પ્રહલાદ નગર, જોધપુર, વાસણા, બાપુનગર, નરોડા અને શાહીબાગ સહિતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાયાં છે, જેને કારણે અનેક વિસ્તારોમા ટ્રાફિક જેમનાં દ્રશ્યો સર્જાયા છે.   

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે લુણાવાડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારેની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારેની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. રાજ્યની ઉપર બે સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં સીઝનનો સરેરાશ કુલ 20 ટકા વરસાદ વરસ્યો છે. પ્રાંતિજમાં પણ ત્રણથી વધુ વરસાદ વરસ્યો છે.

અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર,  સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

સુવિચાર – ૨૯ જુલાઈ, ૨૦૨૪

૨૯ જુલાઈ, ૨૦૨૪

પંચાંગ 29/07/2024

બીજી T20માં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ પલ્લેકલેના પલ્લેકલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં અમે 7 વિકેટે જીત મેળવીને શ્રેણી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ભારતીય બોલરોનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું અને પછી બેટ્સમેનોએ ટીમને જીત સુધી પહોંચાડી. આ સાથે જ સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરનો યુગ વિજય સાથે શરૂ થયો છે.

ભારતીય બોલરોનું જોરદાર પ્રદર્શન

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે સાચો સાબિત થયો. પાછલી મેચની જેમ આ મેચમાં પણ શ્રીલંકાનો મિડલ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો જેના પરિણામે સારી શરૂઆત છતાં ટીમ 20 ઓવરમાં 161 રન જ બનાવી શકી હતી. એક સમયે શ્રીલંકાની ટીમે 2 વિકેટના નુકસાન પર 130 રન બનાવી લીધા હતા, પરંતુ છેલ્લા 31 રનમાં ટીમે 7 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયા માટે રવિ બિશ્નોઈ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી.

વરસાદને કારણે ઓવર કાપવામાં આવી

162 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાની ઈનિંગની પહેલી જ ઓવરમાં વરસાદના કારણે મેચ રોકાઈ ગઈ હતી. જે બાદ આ મેચમાં 12 ઓવર ઘટાડવામાં આવી છે અને ડકવર્થ લુઈસ નિયમ અનુસાર ટીમ ઈન્ડિયાને 8 ઓવરમાં 78 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. વરસાદ શરૂ થયો તે પહેલા ભારતીય ટીમે 3 બોલમાં 6 રન બનાવી લીધા હતા અને આ પહેલા મેચ રમાઈ હતી.

પરંતુ વરસાદ બાદ ભારતની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. સંજુ સેમસને પહેલા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાની વિસ્ફોટક ઈનિંગ્સ ટીમને જીત સુધી લઈ ગઈ હતી. યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 30 રન બનાવ્યા હતા. તે જ સમયે, સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ હાર્દિક પંડ્યાએ 9 બોલમાં અણનમ 22 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી.

દિલ્હી: ત્રણ વિદ્યાર્થીઓના મોત બાદ MCD એક્શન મોડમાં

દિલ્હીમાં શનિવારે સાંજે વરસાદને કારણે, જૂના રાજેન્દ્ર નગરમાં RAU’S IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે એક દુ:ખદ અકસ્માત થયો હતો. ભોંયરામાં એટલું ઝડપથી પાણી ભરાઈ ગયું કે વિદ્યાર્થીઓને સાજા થવાની તક પણ મળી ન હતી. પાણી ભરાવાને કારણે 3 વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. હવે આ અકસ્માતની તપાસ ચાલી રહી છે. પોલીસે કોચિંગ સેન્ટરના માલિક અભિષેક ગુપ્તા અને સંયોજકની ધરપકડ કરી છે. બંને આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.


અકસ્માત બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એક્શન મોડમાં આવી ગયું છે. MCDએ બેઝમેન્ટમાં ગેરકાયદેસર રીતે ચાલતા 13 કોચિંગ સેન્ટરોને સીલ કર્યા છે. આ ઉપરાંત કોચિંગ સેન્ટરો પર પણ નોટિસ ચોંટાડવામાં આવી છે. MCDના અધિકારીઓ રાજેન્દ્ર નગર વિસ્તારમાં ચાલતા અનેક કોચિંગ સેન્ટરો પર પહોંચ્યા અને તપાસ કરી અને કાર્યવાહી કરી. આ કાર્યવાહી અંગે માહિતી આપતા મેયર શૈલી ઓબેરોયે જણાવ્યું હતું કે, એમસીડીએ રાજેન્દ્ર નગરના તમામ કોચિંગ સેન્ટરોને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જે નિયમોનું ઉલ્લંઘન કરીને ભોંયરામાં ચલાવવામાં આવી રહ્યા છે અને જો જરૂર પડશે તો આ અભિયાન સમગ્ર દિલ્હીમાં ચલાવવામાં આવશે. . જશે. મોડી રાત સુધી 13 કોચિંગ સેન્ટર સીલ કરવામાં આવ્યા હતા.