Home Blog Page 1618

આ છે વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટ..

હવાઈ મુસાફરી આજે પરિવહનનો અભિન્ન ભાગ બની ગઈ છે. દિનપ્રતિદિન વધુને વધુ લોકો પરિવહનના આ મોડ પર સ્વિચ કરી રહ્યા છે, ત્યારે હવાઈ મુસાફરીની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે દુનિયાના અનેક એરપોર્ટ એવા છે

જ્યાં મુસાફરોનો ઘસારો વધારે હોય છે. આ એરપોર્ટ પર રોજના હજારો લાખોની સંખ્યામાં મુસાફરો મુસાફરી માટે આવતા હોય છે. અનેક એરપોર્ટ એવા છે જે સતત વ્યસ્ત રહે છે.

તો ઘણા એરપોર્ટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે પણ જાણીતા છે. તો ચાલો જાણીએ વિશ્વના દસ એવા એરપોર્ટ વિશે જે સૌથી વધુ વ્યસ્ત છે.. વિશ્વમાં લગભગ 41,700 જેટલા એરપોર્ટ છે. જેમાં શહેરી, દેશી, નાના અને મોટા વ્યાવસાયિક એરપોર્ટ, તેમજ સૈન્ય અને ખાનગી એરપોર્ટનો સમાવેશ થાય છે.

 

 

હાર્ટ્સફીલડ્-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (ATL) : 270,000-275,000 દૈનિક મુસાફરો

આ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. ATL એ 1998 થી વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટનું બિરુદ જાળવી રાખ્યું છે. એરપોર્ટ એટલાન્ટા, જ્યોર્જિયા, યુએસએમાં આવેલું છે અને તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે, તે મહત્તમ મુસાફરોની અવરજવર માટે સેવા આપે છે. હાર્ટ્સફીલડ્-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાંચ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલ છે. એ ડેલ્ટા એરલાઇન્સનું હબ પણ છે. 

બેજિંગ ચાઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ (PEK) : 219,000 દૈનિક મુસાફરો

વિશ્વમાં વ્યસ્ત એરપોર્ટ BEIJING CAPITAL INTERNATIONAL AIRPORT એ ચીનના સૌથી વ્યસ્ત અને વિશ્વના વ્યસ્ત એરપોર્ટમાં બીજા ક્રમે આવે છે. આ એરપોર્ટ એ વિશ્વભરના ઘણા આંતરરાષ્ટ્રીય માર્ગ માટે મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ છે. 2008ના બેજિંગ ઓલિમ્પિક ગેમ્સ માટે તૈયાર કરવામાં આવેલું નવું ટર્મિનલ 3, એરપોર્ટનું મુખ્ય આકર્ષણ છે, જે યુનિક ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યું છે. જ્યાં 219,000 દૈનિક મુસાફરો આવે છે.

દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ(DXB) : 2,39000 દૈનિક મુસાફરો

દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ 4.6 કિમી (7200 એકર) વિસ્તારમાં ફેલાયેલું સંયુક્ત આરબ અમીરાતનું મુખ્ય એરપોર્ટ છે. તેનું ટર્મિનલ 3 વિશ્વનું સૌથી મોટું ટર્મિનલ છે. તે અમીરાત, ફેડએક્સ અને જઝીરા જેવી એરલાઇન્સનું પણ હબ છે. આ એરપોર્ટમાં ત્રણ ટર્મિનલ અને ત્રણ કોન્કોર્સ છે.

લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) : 246,000 દૈનિક મુસાફરો

યુએસએનું અન્ય એક એરપોર્ટ, જે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં છે તે છે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તે કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું છે અને 3500 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. એરપોર્ટમાં 9 ટર્મિનલ છે જે U-આકારમાં મૂકવામાં આવ્યા છે. 150 એક્ઝિટ ગેટ અને ચાર સમાંતર રનવે છે. એરપોર્ટ એ ડેલ્ટા એર, અમેરિકન એરલાઇન્સ, યુનાઇટેડ એરલાઇન્સ, સાઉથવેસ્ટ એરલાઇન્સ જેવી ઘણી અન્ય એરલાઇન્સનું કેન્દ્ર છે.

ટોક્યો હાનેડા એરપોર્ટ (HND): 241,000 દૈનિક મુસાફરો

ટોક્યો હાનેડા એરપોર્ટને  હાનેડા એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જાપાનનું આ એરપોર્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં આવે છે. હાનેડાના નિર્માણ પહેલાં ટોક્યોનું પ્રાથમિક એરપોર્ટ તાચી કાવા એરફિલ્ડ હતું. જે જાપાન એર ટ્રાન્સપોર્ટનું મુખ્ય ઓપરેટિંગ બેઝ  અને જે તે સમયે દેશનું ફ્લેગ કેરિયર હતું.

ભારતના ટોપ 5 ગ્રીનફિલ્ડ એરપોર્ટ

ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ ઉડ્ડયન સુવિધાઓ છે જે ખાલી લીલા ખેતરો અથવા અવિકસિત જમીન પર શરૂઆતથી બાંધવામાં આવે છે. આ પ્રોજેક્ટ્સ પર્યાવરણીય પ્રભાવને ઘટાડવા માટે અને પર્યાવરણને અનુકૂળ લાક્ષણિકતાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અપગ્રેડ અથવા વિસ્તૃત કરવામાં આવ્યું હોય એને ગ્રીનફિલ્ડ એરપોર્ટ કહી શકાય નહીં. તેના બદલે, તેને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં ભારતના ઓપરેશનલ અને સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર નજર કરીએ.

કાઝી નઝરુલ ઇસ્લામ એરપોર્ટઃ પશ્ચિમ બંગાળના ત્રીજા સૌથી વ્યસ્ત એરપોર્ટનું નામ પ્રખ્યાત કવિ કાઝી નઝરૂલ ઇસ્લામના નામ પરથી રાખવામાં આવ્યું છે. જે ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. આ એરપોર્ટ દુર્ગાપુરમાં આવેલું છે. 2015માં આ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થઈ હતી. આ એરપોર્ટ ભારતના પ્રથમ ખાનગી-ક્ષેત્રના એરોટ્રોપોલિસનો ભાગ છે.

ડોની પોલો એરપોર્ટઃ અરૂણાચલ પ્રદેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે ડોની પોલો એરપોર્ટ, જે ઇટાનગરમાં હોલોંગી એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે. ઉત્તર પૂર્વ ભારતમાં ડોની પોલો એરપોર્ટે બન્યા પછી ગ્રીનફિલ્ડ એરપોર્ટની સંખ્યા 16 થઈ.

શિરડી એરપોર્ટઃ ભારતના જાણીતા સ્થાનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ પૈકીનું એક શિરડી એરપોર્ટ છે. વર્તમાન સમયમાં તે મહારાષ્ટ્રનું ચોથું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. 400 હેક્ટરમાં ફેલાયેલા આ એરપોર્ટનું ઉદ્ઘાટન 2017માં થયું હતું. હાલમાં, શિરડી એરપોર્ટ એક જ કોમ્પેક્ટ ટર્મિનલ ધરાવે છે.

કન્નુર ઇન્ટરનેશનલ એરપોર્ટઃ ભારતમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિશે, કન્નુર એરપોર્ટ ઘણીવાર યાદીમાં ટોચ પર હોય છે. આ એરપોર્ટ કુવૈત, અબુ ધાબી અને દુબઈ સહિતના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સીધી ફ્લાઈટ્સ ઓફર કરે છે.

કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટઃ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ એ કેરળનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. જે રાજ્યના 61.8% એર પેસેન્જર ટ્રાફિકને સેવા આપે છે. આ એરફિલ્ડ સમગ્ર વિશ્વમાં સૌર ઉર્જાથી ચાલતા પ્રથમ એરપોર્ટ તરીકે પ્રખ્યાત છે.

લંડન હીથ્રો એરપોર્ટ (LHR): 236,000 દૈનિક મુસાફરો

લંડનનું હીથ્રો એરપોર્ટ વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં  છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. 2021 આ એરપોર્ટ 1966 થી કાર્યરત છે અને તેમાં મુસાફરોનો ધસારો વધુ જોવા મળે છે. એરપોર્ટ 12.14 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને તેમાં બે રનવે છે. હીથ્રો એરપોર્ટ એ બ્રિટિશ એરવેઝ, વર્જિન એટલાન્ટિક, લુફ્થાન્સા અને પાન એમનું હબ છે. હીથ્રો પાસે પાંચ ટર્મિનલ્સ છે, જેમાં બીજા નંબરનું ટર્મિનલ “The Queen’s Terminal,” તરીકે ઓળખાય છે.

ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (DEL): 230,000 દૈનિક મુસાફરો

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હીના પાલમ વિસ્તારમાં છે. જે 5,106 એકર જમીન ધરાવે છે. તેમાં 36 લાખ મુસાફરોની બેઠક ક્ષમતા છે. આ એરપોર્ટ મુખ્ય શહેરથી લગભગ 16 કિમી દૂર છે. તેનું વિશ્વકક્ષાનું ટર્મિનલ 3, 2010 માં કાર્યરત થયું,. જેના કારણે આ એરપોર્ટ વિશ્વના નકશા પર ચમક્યું. આ એરપોર્ટ પર દર વર્ષે આશરે 70 મિલિયનથી વધુ યાત્રિકો આવે છે.

શિકાગો ઓહર ઇન્ટરનેશનલ એરપોર્ટ (ORD):233,000 દૈનિક મુસાફરો

શિકાગો ઓ’હર ઇન્ટરનેશનલ એરપોર્ટ (ORD) ઇલિનોઇસ રાજ્યમાં છે. એરપોર્ટ 1955 થી કાર્યરત છે. તે હંમેશા યુ.એસ.ના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક રહ્યું છે. આ એરપોર્ટમાં ચાર ટર્મિનલ અને આઠ રનવે છે. એરપોર્ટ પરિસરમાં હોટલ ધરાવતું આ એકમાત્ર એરપોર્ટ છે. હિલ્ટન શિકાગો ઓ’હર હોટલ. એ યુનાઈટેડ એરલાઈન્સનું હબ છે.

હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ (HKG): 227,000 દૈનિક મુસાફરો

હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ચેક લેપ કોક એરપોર્ટ (Chek Lap Kok Airport) તરીકે પણ ઓળખાય છે, એ હોંગકોંગમાં સ્થિત છે. સૌથી વ્યસ્ત અને અદ્યતન એરપોર્ટ્સમાંનું એક  હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ એશિયા અને વિશ્વ માટે એક મુખ્ય હબ છે, જે તેની અદ્યતન સુવિધાઓ, મોડર્ન ટેકનોલોજી અને મુસાફરોના સારા અનુભવ માટે જાણીતું છે.

શાંઘાઈ પુડિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ (PVG): 225,000 દૈનિક મુસાફરો

આ ચીનનું સૌથી મોટું અને વિશ્વમાં 10 વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે. જે ગ્રીન ટેકનોલોજી અને એનર્જી-એફિશિયન્ટ સિસ્ટમ્સના ઉપયોગ સાથે એરપોર્ટના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં માટે મહત્વનો ભાગ ભજવે છે. એરપોર્ટનો કુલ વિસ્તાર આશરે 40 ચોરસ કિલોમીટર (15.4 ચોરસ માઈલ) છે.

હેતલ રાવ

વાહ ભાઈ વાહ! – ૨૮ જુલાઈ, ૨૦૨૪

તહેવારોના સમયે ખાવામાં કંટ્રોલ કેવી રીતે રાખવો ?

આપણા સમાજમાં તહેવારોની ઉજવણી એટલે તળેલું અને તીખું, ગળ્યું અને ઘી વાળું રોક-ટોક વગર ખૂબ ખાવાના અને ખવડાવવાના દિવસો.

આ સમયે સ્વસ્થતા રાખવા માટે તમે ગમે તેટલા નિયમો પાળતા હો, તમારા ડૉક્ટરે પણ ઘણી સૂચના આપી હોય છતાં પણ આપણે સૌ સ્વાદમાં, રૂપમાં, રંગમાં શ્રેષ્ઠ અને મોંમાં જોતાની સાથે જ પાણી લાવી દે.

અનેક પ્રકારની વાનગીઓ જેમકે મઠીઆં, સેવ અને સક્કરપારા, ગોટા અને ગુલાબજાંબુ, સમોસા અને સોન હલવો, પાપડીને પેંડા જેવી ઘણી અદ્ભુત ચીજો આવે તે ખાધા વગર રહી શકતા નથી.

આટલું યાદ રાખો કે

૧. જે ભાવે તે ખાઓ પણ થોડા પ્રમાણમાં ખાઓ.

૨. ડાયાબિટીસ હોય ત્યારે ખાઓ ખરા પણ અઠવાડિયે એક કે બે વખત ખાઓ. & Moniter Sugar.

૩. વજન વધારે હોય છતાં ખાવું હોય તો થોડું ચાલીને કે થોડી કસરત કરીને ગળ્યું ખાવાની કે તળેલું ખાવા માટેની યોગ્યતા મેળવી પછી ખાઓ.

૪. જે કાંઈ ખાઓ તે પેટની અને આંતરડાની ક્ષમતાનો ખ્યાલ રાખીને ખાઓ; નહીં તો પેટ પણ બગડશે અને તહેવારો પણ બગડશે.

૫. ખોરાકની ક્વૉલિટીનો પણ ખાતાં પહેલાં ખ્યાલ રાખશો નહીં તો શરીર ઉપર જુલમ થશે અને તમે હેરાન થશો તે નફામાં.

 

(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)

૨૮ જુલાઈ, ૨૦૨૪

થોડીવાર માટે તો ગૌરી અવાચક થઇ ગઇ!

ગૌરી હજુ ગયા મહિને જ આ શહેરની સ્કૂલમાં ટીચર તરીકે એપોઇન્ટ થઇ હતી. તે, તેનો પતિ ગૌતમ અને દીકરી સ્વરા શહેરની બાજુમાં આવેલા નાનકડાં ગામમાં રહેતા હતા, પણ ગ્રામીણ બેંકમાં નોકરી કરતા પતિ ગૌતમની ટ્રાન્સફર હવે શહેરની એક બ્રાન્ચમાં થતા પરિવાર શહેરના એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખીને રહેવા આવી ગયા હતા. થોડાક સમયમાં ગૌરીને પણ ટીચર તરીકે નોકરી મળતા તેણે નોકરી શરૂ કરી હતી.

ગૌરીનો પરિવાર ગામડામાંથી આવતો હતો. શહેરની ભપકાદાર લાઇફસ્ટાઇલથી અજાણ. ગામડામાં સાદી રીતે જીવવા ટેવાયેલા હોવાથી એ લોકો ફ્લેટના અડોશીપડોશીઓ સાથે બહુ હળતા મળતા નહીં, ખાસ તો ગૌરી. વળી એ દેખાવે પણ એકદમ સીધી સાદી, લાંબો ચોટલો,ચશ્મા અને સાડી પહેરેતી એટલે ક્યારેક લઘુતાગ્રંથિ તો ક્યારેક શરમના કારણે બધા સાથે બહુ ભળતી નહીં. ભળવાનો પ્રયત્ન પણ ન કરતી.

કદાચ ગૌરી ફ્લેટના રહીશોની મોડર્ન વિચારસરણી અને રહેણીકરણીથી દૂર રહેવા માગતી હતી. પોતે કોઇની મજાકનો ભોગ ન બને એટલે એ શરમ કે સંકોચના કારણે બધાથી દૂર જ રહેતી. એની સામેના જ ફ્લેટમાં રહેતી મોનાલી એની સામે ઘણીવાર સ્માઇલ કરતી. ક્યારેક એને સામેથી બોલાવવાની ચેષ્ટા ય કરતી, પણ ગૌરી એને બહુ પ્રતિસાદ ન આપતી. ક્યારેક પતિ ગૌતમ પણ એને સમજાવવાનો પ્રયત્ન કરતો, પણ ગૌરી પોતાના કામથી કામ રાખીને કોઇની સાથે વાત કરવાનું ય ટાળતી.

 

એના આ વર્તનથી એની નાનકડી દીકરી સ્વરાને બહુ લાગી આવતું. એને મનમાં સવાલ થતો કે મમ્મી પોતાને નવા ફ્લેટમાં કોઇની સાથે રમવા કેમ જવા દેતી નથી?

આજે એપાર્ટમેન્ટના કોમન પ્લોટમાં ક્રિસમસની પાર્ટી હતી. આજુબાજુના ફ્લેટવાળા બધા એની તેની તૈયારીમાં લાગ્યા હતાં, પણ ગૌરી માટે તો એમાં જવાનો સવાલ જ નહોતો. બીજા નાના છોકરાંઓને જાઇને સ્વરાને ખૂબ ઇચ્છા થઇ ગઇ પાર્ટીમાં જવાની અને એકાદવાર તેણે મમ્મીને પૂછવાનો ય પ્રયત્ન કર્યો, પણ ગૌરી એમ હા પાડે? મમ્મીનો સ્વભાવ જાણતા દીકરીએ જીદ કરવાનું ટાળ્યું.

પાર્ટીની ફૂલ તૈયારીઓ અને લાઉડસ્પીકરના અવાજ વચ્ચે અચાનક બાથરૂમમાંથી સ્વરાનો જોરજોરથી રડવાનો અવાજ સંભળાયો. બાથરૂમમાં પડી જવાથી એને સખત વાગ્યું હતું અને એ લગભગ બેહોશ થવાની અણીમાં હતી. હવે શું કરવું એ વિશે ગૌરી હજુ કંઇ વિચારે તે પહેલાં જ દરવાજો ખુલ્લો હોવાથી સામેના ફ્લેટમાં રહેતી મોનાલી દોડીને આવી. ઝડપથી સ્વરાને ઉચકીને તેણે પોતાની કારમાં બેસાડી અને હોસ્પિટલ લઇ ગઇ. ગૌતમ બહારગામ હતો એટલે તેને ફોન કરવાની ય ના પાડી.

અધૂરામાં પુરું ફ્લેટના બીજા પડોશીઓ પણ અલગ અલગ રીતે ગૌરીની મદદે લાગી ગયા. કોઇએ હોસ્પિટલમાં ટિફિન મોકલાવ્યું તો કોઇએ દવાઓ લાવી આપી. મોડી સાંજે સ્વરાને લઇને ગૌરી ઘરે આવી તો તેણે સાંભળ્યું કે, રાત્રે પાર્ટીમાં એપાર્ટમેન્ટની સૌથી નાનકડી મેમ્બર એવી સ્વરા માટે ખાસ કેક કાપીને સેલિબ્રેશન ગોઠવવામાં આવ્યું હતું!

થોડીવાર માટે તો ગૌરી અવાચક થઇ ગઇ! પોતે આ બધા લોકો માટે શું વિચારતી હતા અને આ લોકો તો કેટલા પ્રેમાળ હતા! તેને થયું કે પોતે જ આ બધાને સમજવામાં ખોટી પડી હતી…

હા, પણ આજે ગૌરી એટલું સમજી ગઇ કે સંબંધમાં કોઇએ તો પહેલ કરવી જ પડે. આ દિવસ પછી સ્વરાને રમવા માટે નવા મિત્રો તો મળ્યા જ, સાથે ગૌરીને પણ નવા મિત્રો મળ્યા હતા!

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)

એકલો જાને રે!

શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલા જ અધ્યાયનું નામ છેઃ અર્જુન વિષાદ યોગ. મૂળતઃ આ અધ્યાય અર્જુનની હતાશા એટલે કે ડિપ્રેશનનું વર્ણન કરે છે. જીવનસંગ્રામમાં આપણે તો સતત લડતા રહેવાનું છે. અર્જુન પણ આપણે છીએ અને શ્રીકૃષ્ણ પણ આપણે છીએ અને ત્યારે હતાશાની આ ક્ષણોમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરને આપણે આપણા સારથી બનાવવાના છે. ગુરુદેવ કહે છે,

તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે!

એકલો જાને, એકલો જાને, એકલો જાને રે!

……અને આવા સમયે હકારાત્મક વિચારો તમને નિરાશામાંથી બહાર લાવવાનું મોટું કામ કરે છે. યુદ્ધમાં પોતાના સ્વજનોને મારીને કોઈ કલ્યાણ નહીં જોનાર અર્જુન શ્રીકૃષ્ણને ચોખ્ખું સંભળાવી દે છે કે, ‘આ પૃથ્વીના રાજ્ય માટે તો ઠીક પણ ત્રણેય લોકનું રાજ મને મળે તો પણ હું આ લોકોને નહીં મારું.’

અર્જુન ધનુષ્યબાણ ત્યજીને રથની પાછલી બેઠક પર બેસી જાય છે. (અધ્યાયઃ ૧, શ્લોક-૪૭) અને ત્યારે શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પોતાના વિરાટસ્વરૂપનું દર્શન કરાવે છે અને સમજાવે છે કે, ‘આ બધા જ મોતનો કોળિયો બનીને સ્વાહા થઈ જવાના છે. તું એમને મારે કે ન મારે તેનાથી કોઈ ફરક પડવાનો નથી અને એટલે આ નપુંસકપણું છોડી ઊભો થા અને યુદ્ધ કર.’

આપણે આપણું યુદ્ધ જાતે જ લડવાનું છે ત્યારે એ યુદ્ધના મેદાનમાં કોઈ કૃષ્ણ આપણને દોરવા નથી આવવાના પણ આવી કટોકટીની પળે તમને તટસ્થ અને સક્ષમ માર્ગદર્શન આપી શકે એ જ તમારો કૃષ્ણ છે અને કૃષ્ણ હંમેશાં તમને સારું લાગે તેવુ જ નહીં કહે, એટલે જ કદાચ કહ્યું છે કે, (વિશાળ અર્થમાં લઈએ તો) કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ કરનાર વ્યક્તિએ પોતાની આજુબાજુ સાચું પણ કડવું કહેનાર વ્યક્તિ/વ્યક્તિઓ રાખવા જોઈએ.

દુર્યોધનની આજુબાજુ ચાપલૂસોનો એક મોટો વર્ગ ઊભો થયો હતો જે એના અભિમાનને પોષતો એટલે જ એનો વિનાશ થયો.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પંચાંગ 28/07/2024

દિલ્હીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની મોટી બેઠક

યુપીને લઈને ભારે ઉત્તેજના છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. લખનૌની બધી ધમાલનો અંત આવ્યો છે અને હવે દિલ્હીમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુપીના તમામ ભાજપના દિગ્ગજ નેતાઓ આજે શનિવારે દિલ્હીમાં છે. 24 કલાકમાં દિલ્હીમાં ઘણી મહત્વની બેઠકો થવાની છે. પ્રથમ નીતિ આયોગની બેઠક યોજાઈ હતી. આ પછી બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે બીજી બેઠક યોજાઈ હતી. આ બેઠક હવે રવિવારે પણ ચાલુ રહેશે.

વાસ્તવમાં ભાજપના તમામ મુખ્યમંત્રીઓ અને ડેપ્યુટી સીએમ શનિવારે બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાયેલી આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં હારથી લઈને રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણી સુધીના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. યોગી આદિત્યનાથ, નાયબ સૈની, મોહન યાદવ, વિષ્ણુ દેવ સહાય, પુષ્કર ધામી, હેમંત બિસ્વા સરમા, પ્રમોદ સાવંત અને બીજેપીના અન્ય સીએમ અને ડેપ્યુટી સીએમ આ બેઠકમાં સામેલ થયા હતા.

યુપી ભાજપનો મુદ્દો ઉકેલવા બેઠક પણ થશે!

આ પછી સીએમ યોગી અને બીજેપીની ટોચની નેતાગીરી વચ્ચે ઉત્તર પ્રદેશને લઈને મહત્વપૂર્ણ બેઠક થઈ શકે છે. અટકળોનું બજાર ગરમ છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે યુપીમાં શું ખીચડી બનાવવામાં આવે છે. વાસ્તવમાં, યુપીના સીએમ યોગી આદિત્યનાથે ઓછામાં ઓછા તમામ ભાજપના ધારાસભ્યો સાથે વાત કરી છે. બીજી તરફ ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય પણ ડઝનબંધ ધારાસભ્યોને મળ્યા છે. છેવટે, આ બેઠકોનો હેતુ શું છે? દરેક વ્યક્તિ આનો જવાબ શોધી રહ્યો છે. તે જ સમયે, રાજકીય ગરમાવોના કારણે વિપક્ષ સતત ભાજપ પર નિશાન સાધી રહ્યું છે. અખિલેશ યાદવ સતત ભાજપની ડબલ એન્જિન સરકાર પર પોતાના કટાક્ષોથી નિશાન સાધી રહ્યા છે.

નીતિ આયોગની બેઠકમાં ભારતને વિકસિત બનાવવા પર વિચાર મંથન

નીતિ આયોગની બેઠકમાં વિકસિત ભારત અંગેના વિઝન દસ્તાવેજના કેટલાક અંશો રાખવામાં આવ્યા હતા. જેમાં 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે શું જરૂરી છે અને ભારત આ તરફ કેવી રીતે આગળ વધશે તે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બેઠકમાં પીએમ મોદીએ ગામડાઓને ગરીબી દૂર કરવા માટે લક્ષ્ય નક્કી કરવા આહ્વાન કર્યું છે. પીએમ માને છે કે જિલ્લાઓ વિકાસનું વાહન બનવું જોઈએ.

વિકસિત ભારત શું છે તેની વ્યાખ્યા કરવી જરૂરી છે. આ એક એવું ભારત છે જેમાં માથાદીઠ આવક ધરાવતા વિકસિત દેશની તમામ વિશેષતાઓ હશે જે આજે વિશ્વના ઉચ્ચ આવક ધરાવતા દેશોની સમકક્ષ છે. આ એક ભારત છે જેની સામાજિક, સાંસ્કૃતિક, તકનીકી અને સંસ્થાકીય લાક્ષણિકતાઓ તેને સમૃદ્ધ વારસા સાથે વિકસિત રાષ્ટ્ર તરીકે ચિહ્નિત કરશે અને જે જ્ઞાનની સીમાઓ પર કામ કરવા સક્ષમ છે.

ભારતે 2047 સુધીમાં વિકસિત થવાનું લક્ષ્ય નક્કી કર્યું

વિશ્વ બેંક ઉચ્ચ આવક ધરાવતા દેશોને એવા દેશો તરીકે વ્યાખ્યાયિત કરે છે જેમની વાર્ષિક માથાદીઠ આવક US$14005 (2023માં) કરતાં વધુ છે. ભારત પાસે 2047માં તેની આઝાદીની શતાબ્દી સુધીમાં ઉચ્ચ આવક ધરાવતો દેશ બનવાની ક્ષમતા છે અને તેનું લક્ષ્ય છે.

જો કે, એક વિકસિત રાષ્ટ્ર હોવાને કારણે, વિકસિત ભારત એક નાણાકીય લાક્ષણિકતા સુધી મર્યાદિત ન હોઈ શકે. તે વ્યક્તિઓ માટે જીવનની સારી ગુણવત્તા દર્શાવે છે અને તે સમાજને સક્ષમ બનાવે છે જે જીવંત, સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને સુમેળભર્યો હોય.

મહારાષ્ટ્ર:ચૂંટણી પહેલા અજિત પવારને ફટકો, આ નેતાએ છોડ્યો સાથ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને કારણે અજિત પવાર જૂથને મોટો ફટકો પડ્યો છે. મુસ્લિન સમાજના NCP (અજિત જૂથ)ના મોટા નેતા બાબાજાની દુર્રાની શરદ પવાર જૂથની NCPમાં જોડાયા છે. દુર્રાની શુક્રવારે સંભાજીનગરની મુલાકાત દરમિયાન શરદ પવારને મળ્યા હતા. આજે તેઓ શરદ પવારની હાજરીમાં NCP (શરદ જૂથ)માં જોડાયા છે.

આ આરોપ અજિત પવાર પર લગાવવામાં આવ્યો

બાબાજાની દુર્રાનીએ કહ્યું કે અજીત જૂથ વિરોધી વિચારધારા સાથે ઊભું છે. દુર્રાનીએ NCP છોડવાનું કારણ ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેના સાથેના વૈચારિક મતભેદો હોવાનું ટાંક્યુ હતું. બાબાજાની દુર્રાનીએ કહ્યું કે વૈચારિક રીતે એનસીપી ભાજપ અને શિવસેના સાથે સુમેળમાં નથી, જેથી મુશ્કેલી ઊભી થાય છે.

ટિકિટ મળવાની શક્યતા

અગાઉ શુક્રવારે, દુર્રાનીના પુત્ર જુનૈદે પરભણીમાં NCP (શરદ જૂથ)ના પ્રમુખ જયંત પાટીલ સાથેની બેઠકમાં હાજરી આપી હતી, જેમાં તેણે પાથરીથી તેના પિતા માટે ચૂંટણી ટિકિટની માંગણી કરી હતી. પાટીલે તેમને MVA ભાગીદારો સાથે આ બાબતે ચર્ચા કરવાની ખાતરી આપી. જુનૈદે શરદ પવારના વખાણ કર્યા અને અલગ હોવા છતાં તેમની સતત વફાદારી પર ભાર મૂક્યો.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીએ NDA પર વધુ સીટો જીતી હતી. શરદ પવારના જૂથની NCP કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેના સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. જ્યારે અજિત પવાર જૂથની NCP ભાજપ અને એકનાથ શિંદે જૂથની શિવસેના સાથે ચૂંટણી લડશે.