રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચથી વધુ વરસાદ નોધાયો છે. જ્યારે વડોદરામાં 8 ઈંચથી વધુ, તિલકવાડા અને પાદરામાં 8 ઈંચ, ભરૂચ અને ખેરગામમાં 7-7 ઈંચ અને નસવાડીમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે 25 અને 26 જુલાઈના રોજા ગુજરાતાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા 28મી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં પાછલા કેટલાક દિવસથી સર્વત્રિક ભાર વરસાદ નોંધાયો છે. ખાસ કરી સૌરાષ્ટ્રમાં વરસાદનું મેઘ તાંડવ જોવા મળ્યું છે. તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદે તારીજી સર્જી છે. જેના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત જોવા મળી રહ્યું છે. નોંધનિય છે કે 23મી જુલાઈના દેવભૂમિ દ્વારકામાં 3, બનાસકાંઠામાં 2, કચ્છ 2, રાજકોટ 1 અને સુરત 1 એમ કુલ 9 માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઈ જવાના કારણે નિપજ્યાં છે. તો બીજા બાજું ભારે વરસાદથી રાજ્યના જળાશયોમાં પણ નવા નીરની આવક નોંધાય છે. રાજ્યના મુખ્ય 206 જળાશયોમાંથી 46 ઓવર ફ્લો થઈ રહ્યા છે. 51 જળાશયો હાઇ એલર્ટ પર છે. રાજ્યમાં 10 નદીઓમાં પુરની સ્થિતિ છે. હાલ રાજ્યમાં સરદાર સરોવરમાં 18,2444 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના 54.61 ટકા છે.




ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ’થી સન્માનિત થવા બદલ ભારતીય શૂટિંગ લેજેન્ડ અભિનવ બિન્દ્રાને અભિનંદન પાઠવ્યા. ‘ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ’એ IOC દ્વારા વ્યક્તિને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ એવોર્ડ સમારોહ 10 ઓગસ્ટે પેરિસમાં 142મા IOC સત્રમાં યોજાશે.
બુધવારે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે 80,148 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 65 અંક ઘટીને 24,413ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો અને 10માં વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 20માં વધારો જોવા મળ્યો હતો.
આ સિવાય વડોદરાના પાદરા તાલુકામાં સવા 8 ઈંચ વરસાદ થયો છે. તો ભરૂચમાં 7.5 ઈંચ વરસાદ, ખેરગામમાં 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના નસવાડીમાં 6.5 ઈંચ વરસાદ, તો નાંદોદ અને સિનોરમાં 6-6 ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ઝઘડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઈંચ થયો છે. દેહગામમાં 5.5 ઈંચ, હાંસોટમાં 5.5 ઈંચ અને મહુવામાં 5 ઈંચ વરસાદ થયો છે.

