સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના બલેશ્વર ખાતે આવેલ રાજહંસ ટેક્સપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ફસાયેલા કામદારોને બચાવવા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી.
સુરતના બલેશ્વર ખાતે આવેલી બત્રીસ ગંગા ખાડીમાં ઘોડાપૂરને લઈને રાજહંસ ટેક્સપાની અંદર આવેલ ઇન્ડસ્ટ્રીઝમા પૂરના પાણી ભરાયાં હતાં. રાજહંસ ટેક્સમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સૌથી વધુ મિલ આવેલી છે. મિલમાં કામ કરતા 250 થી વધુ કામદારો ને બારડોલી ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
પલસાણા વહીવટી તંત્રએ બારડોલી ફાયર વિભાગને કોલ કરી રેસ્ક્યુ કરવા માટે બોલાવ્યા હતા. ફાયર ની ટીમ દ્વારા કામદારોને રિસ્ક્યુ કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી હતી. મોડી સાંજે પણ માંગરોળ અને વાંકલમાં બચાવ કામગીરી ચાલુ છે.
સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરના ખોડીયાર નગરમાં રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં બાપોદ પોલીસે રેડ કરી હતી. આ રેડમાં પોલીસને કુલ 15.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે એક શખ્સને પણ ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂ મંગાવનાર બુટલેગર સહિત ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા. વિદેશી દારૂ અને મોબાઈલ મળી 16.3 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમાં ફરી એક વખત દારૂ બંધીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ એસએમસી વડોદરા શહેર જિલ્લામાં ઉપરાછાપરી રેડ કરીને સપાટો બોલાવ્યો હતો. મંગળવારના રોજ બપોર પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સોહમ રેસીડેન્સી મકાન નંબર એ/304મા રહેતો રોહીત રતનકુમાર લેડવાણીએ પોતાના મકાનમા વિદેશી દારૂનો જથ્થો બહારથી લાવી સંગ્રહ કરી ચોરી છુપીથી તેનુ છુટકમાં વેચાણ કરતો હોય છે. જેના આધારે પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. તેને સાથે રાખીને મકાનમાં તપાસ કરતા 15.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ અને અને મોબાઈલ મળી રૂપિયા 16.03 લાખનો મુદ્દામાલ કરજે કર્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર મુખ્ય આરોપી અને બુટલેગર રોહીત રતનકુમાર લેડવાણી અને નિસર્ગ અશોકભાઈ ચૌહાણ અને સન્ની નામનો ઇસમ મળી ત્રણ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાતના મોટા શહેરોમાંથી નસીલા પદાર્થ મળી આવવાની ઘટના સામે આવતી રહેતી હોય છે. જ્યારે સુરતામાં બે વખત દારૂના નશામાં ધૂત નબીરાએ કેટલાક લોક પર ગાડી ચડાવી દેવાનો પણ બનાવ બન્યો હતો. ત્યારે આજે ફરી એક વખત વડોદરામાં દારૂ મળી આવવાની ઘટના સામે આવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ફુલ કદનું બજેટ 23 જુલાઈના રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં મુખ્યત્વે શિક્ષણ, રોજગાર, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો ફોક્સ કરવામાં આવ્યું છે. ત્યારે બજેટ રજૂ થયા બાદ PM સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રક્રિયા સામે આવી છે. જેમાં સત્તાપક્ષે બજેટને વિકાસશીલ ગણાવી આવકાર્યું. તો બીજી બાજું વિરોધ પક્ષે આ બજેટની આકરી ટીકા પણ કરી છે. ત્યારે આવો જાણીએ જુદા-જુદા નિષ્ણાતોના દ્રષ્ટી કોણથી કેવું રહ્યું બજેટ..
બજેટમાં કૃષિ અને સંલગ્નક્ષેત્રો માટે રૂ. 1.52 લાખ કરોડની ફાળવળી દર્શાવે છે કે કૃષિ ઉત્પાદકતા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. મગફળી, તલ અને સૂર્યમુખી સહિત કઠોળ અને તેલીબિયામાં સ્વ-નિર્ભરતા માટેની પહેલ ખાદ્યતેલ ક્ષેત્રે આત્મ-નિર્ભરતા માટે મહત્વપૂર્ણ છે. ડિજિટલ ક્રોપ સર્વે તેમજ સ્ટોરેજ અને માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની પહેલથી ખેડૂતોને ઘણો લાભ થશે, જે કૃષિક્ષેત્રની મજબૂતાઇ અને ટકાઉપણાને સુનિશ્ચિત કરશે. આ પગલાં અમારી ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિ અને સ્થિરતાને સપોર્ટ કરશે તથા ટકાઉ વિકાસ અને આર્થિક વૃદ્ધિને બળ આપશે.
વિનોદ અગ્રવાલ, પ્રેસિડેન્ટ, SIAM
ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે અનેક જાહેરાતો સાથે આર્થિક વૃદ્ધિ પર સતત ભાર મુકવામાં આવ્યો છે. ભારતીય ઓટોમોબાઈ ઈન્ડસ્ટ્રીઝ આ બજેટને આવકારે છે. આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. 2.66 લાખ કરોડની ફાળવણી જેવી જાહેરાતો એ આવકારદાયક પગલું છે. MSMEs ને સપોર્ટ કરવાથી ઘણા ઓટો સેક્ટર માટે મોટા સપ્લાયર બેઝ બનાવે છે. લિથિયમ, કોબાલ્ટ અને અન્ય દુર્લભ ખનીજોની આયાત પરની કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ અને લિ-આયન કોષો પર કસ્ટમ્સ ડ્યુટી પર મળલી રાહતની તારીખો માર્ચ 2026 લંબાવવામાં આવી છે. ઈ-ટ્રાન્ઝેક્શન્સ પર 2% ની ઇક્વલાઇઝેશન પરત ખેંચવામાં આવી છે. આ જાહેરાતથી ઓટો ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોનો વિકાસ થતો રહેશે..
વેંકટ ચલાસાણી, ચીફ એક્ઝિક્યુટિવ, AMFI
નાણામંત્રીએ વિકાસ લક્ષી બજેટ રજૂ કર્યું. કેપિટ્લ એક્સપેડિચરમાં કાપ કર્યા વગર નાણાકીય ગોઠવણ પર કેન્દ્રિત અને “વિક્સિત ભારત” માટેના સ્પષ્ટ રોડમૅપ સાથેનું આ બજેટ અત્યંત હકારાત્મક છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ માટેની મુક્તિ મર્યાદામાં ₹1 લાખથી ₹1.25 લાખ સુધીનો વધારો એ આવકારદાયક ફેરફાર છે. જ્યારે એલટીસીજી અને એસટીસીજીના દરોમાં ફેરફારની ધારણા ન હતી. AMFIની ‘સ્પેસિફાઇડ મ્યુચ્યુઅલ ફંડ્સ’ની વ્યાખ્યા બદલવાની માંગણીને સેકશન 50AA હેઠળ માન્યતા મળી થે, જે હજી સુધી અસરગ્રસ્ત ફંડ માટે કરવેરામાં વૈવિધ્ય લાવશે.
સદાફ સઈદ, સીઈઓ, મુથુટ માઈક્રોફિન
કેન્દ્રીય બજેટ 2024-25 ગ્રામીણ વિકાસ અને વૃદ્ધિ માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. વિકાસમાં મદદ કરતી યોજનાઓ દ્વારા મહિલાઓ અને છોકરીઓને સમર્થન આપવા પર આ બજેટમાં સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય બજેટ 4.9% ની લક્ષિત રાજકોષીય ખાધ સાથે રાજકોષીય શિસ્ત જાળવવાનું લક્ષ્ય રાખે છે, જે પ્રશંસનીય છે. ગ્રામીણ વિકાસ માટે રૂ. 2.66 લાખ કરોડની ફાળવણીથી આર્થિક પ્રવૃત્તિને નોંધપાત્ર રીતે વેગ મળશે, રોજગારીની તકો ઊભી થશે અને ગ્રામીણ જીવનધોરણ અને આવકમાં સુધારો થશે. રોજગારી સર્જન અને કૌશલ્ય વિકાસ પહેલને પ્રોત્સાહન આપવા પર તેનો ભાર વસ્તી વિષયક ડિવિડન્ડને અસરકારક રીતે વહન કરશે, જેનાથી સમગ્ર અર્થતંત્રને ફાયદો થશે.
વિશાલ મહેતા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, Infibeam Avenues Ltd.
બજેટ ડિજિટલ ઈન્ડિયાની પ્રગતિ માટે પ્રશંસનીય છે. બજેટમાં MSMEs માટે વ્યાપક નાણાકીય અને ટેક્નોલોજીનો પ્રોત્સાહન આપતી જાહેરાતો કરવામાં આવી છે. MSMEs અને પરંપરાગત કારીગરોને તેમના ઉત્પાદનોનું આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટિંગ કરવા સક્ષમ બનાવવા માટે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ દ્વારા ઈ-કોમર્સ નિકાસ હબની સ્થાપના શરૂ કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઉદ્યોગસાહસિકો માટે મુદ્રા લોનમાં વધારો અને મોટા MSME ક્લસ્ટરોમાં SIDBI શાખાઓનું વિસ્તરણ આવનારા વર્ષોમાં બિઝનેસ વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. છેલ્લે, TReDS પ્લેટફોર્મ પર ખરીદદારોના ઓનબોર્ડિંગ માટે ટર્નઓવર થ્રેશોલ્ડમાં ઘટાડો MSME ને તેમના વેપાર પ્રાપ્તિ દ્વારા કાર્યકારી મૂડી એકત્ર કરવામાં મદદ કરશે, આથી માત્ર વ્યવસાય વૃદ્ધિને પ્રોત્સાહન મળશે નહીં પરંતુ ડિજિટલ બિઝનેસ વૃદ્ધિને પણ વેગ મળશે.
વિશ્વાસ પટેલ, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ઈન્ફીબીમ એવેન્યુ લિમિટેડ અને ચેરમેન, પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)
અમે આ બજેટનું સ્વાગત કરીએ છીએ. 1લી એપ્રિલ 2025 થી એન્જલ ટેક્સ નાબૂદી, રોકાણકારોના તમામ વર્ગો માટે જાહેર કરાયેલ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે એક મોટી રાહત છે. ઈ-કોમર્સ ઓપરેટરો પર ટીડીએસનો દર 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરવો એ પણ આપણા ઉદ્યોગ માટે ખૂબ મદદરૂપ છે. નવી કર વ્યવસ્થા હેઠળ, પ્રમાણભૂત કપાતમાં રૂ. 50,000 થી રૂ. 75,000 નો વધારો પણ સારો છે તેમજ પગારદાર કર્મચારીઓ રૂ. 17,500 આવકવેરામાં. એકંદરે અમે તેને આવકારીએ છીએ કારણ કે આપણે તેને રાષ્ટ્રના વિકાસ માટે એક સકારાત્મક પગલા તરીકે જોઈએ છીએ.
વિપુલ શાહ, ચેરમેન, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)
કેન્દ્રીય બજેટ 2024 એ જેમ્સ અને જ્વેલરી સેક્ટર માટે ગેમ-ચેન્જર છે. સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં 6% અને પ્લેટિનમ પર 6.4% સુધીનો ઘટાડો એ અમારા ઉદ્યોગ માટે એક મોટો પ્રોત્સાહન છે, જે ગ્રાહકો માટે પોષણક્ષમતા અને કાર્યકારી મૂડીને મુક્ત કરીને ઉત્પાદન ક્ષેત્ર માટે સ્પર્ધાત્મકતામાં વધારો કરે છે. SNZs પર રફ હીરાના વેચાણ પર 2% ઇક્વલાઇઝેશન લેવી નાબૂદ અને સેફ હાર્બર નિયમની રજૂઆત ભારતને વૈશ્વિક રફ ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે નિશ્ચિતપણે સ્થાપિત કરશે. નાના પાયાના જ્વેલરી ઉત્પાદકો અને નિકાસકારો અને હીરા કાપનારાઓ અને પોલિશર્સને લાભ આપીને લાખો રોજગારીની તકો ઉભી કરશે, આમ 2047 સુધીમાં ભારતના વિક્સિત ભારત બનવાના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપશે.
કમલ સિંગલ, મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, અરવિંદ સ્માર્ટસ્પેસ લિ.
કેન્દ્રીય બજેટ 2024-25 શહેરી વિકાસ માટે એક દૂરંદેશી અભિગમ રજૂ કરે છે, જે ટકાઉ અને ગતિશીલ શહેરી જગ્યાઓ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા સાથે સંરેખિત છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹11 લાખ કરોડની નોંધપાત્ર ફાળવણી અને 100 મોટા શહેરોમાં પાણી પુરવઠા અને કચરાના વ્યવસ્થાપનમાં સુધારાથી કનેક્ટિવિટી અને શહેરી સુવિધાઓમાં વધારો થશે, જે આધુનિક, સંકલિત સમુદાયોના વિકાસના ઉદ્દેશ્ય સાથેના અમારા પ્રોજેક્ટ્સને સીધા સમર્થન આપે છે. અમે FDI નિયમોમાં થયેલા ફેરફારને પણ સમર્થન આપીએ છીએ. આ પગલાંથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં એનઆરઆઈની ભાગીદારી વધશે. એકંદરે, બજેટના વ્યૂહાત્મક રોકાણો અને નિયમનકારી સુધારાઓ નવીનતા લાવવા અને શહેરી વિકાસના ભાવિને આકાર આપવાના અમારા પ્રયત્નોને પ્રોત્સાહન આપશે.
અભીક બરુઆ, મુખ્ય અર્થશાસ્ત્રી, એચડીએફસી બેંક
આ બજેટનું મુખ્ય ફૉકસ રોજગારી અને કૌશલ્યવર્ધન જેવા અને તેની સાથે સંકળાયેલા મુદ્દાઓ પર હતું. આ બજેટના અંદાજ પ્રમાણે આ પગલાં દર વર્ષે 80 લાખ નોકરીઓનું સર્જન કરવામાં મદદરૂપ થશે, જે આર્થિક સરવેમાં નિર્ધારિત કરવામાં આવેલી રોજગારીની જરૂરિયાતોને અનુરૂપ છે. પ્રથમ વખત કામ કરનારા કામદારોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સાથે આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવાથી ડિસ્પોઝેબલ ઇન્કમને વધવાને કારણે વપરાશમાં વધારો થવાની સંભાવના છે, ખાસ કરીને સ્મોલ ટિકિટ આઇટમ્સ માટે. સતત ચાલી રહેલો મૂડીગિત ખર્ચ, રોજગારનું સર્જન, ઉત્પાદનને સમર્થન, કૃષિ અને ગ્રામ્યવિકાસ સહિત આ બજેટનું પૉલિસી મિક્સ ભારતના સંભવિત વિકાસ માટે હકારાત્મક રહેવાની સંભાવના છે.
સરકારે તેના કેટલાક સહયોગીઓને કરવામાં આવતી ફાળવણીમાં વધારો કર્યો હોવા છતાં તેના મૂડીગત ખર્ચની યોજનામાં કોઈ બાંધછોડ કરી નથી. રાજકોષીય ખાધને ઘટાડીને જીડીપીના 4.9% કરવાની સાથે ફિસ્કલ કોન્સોલિડેશન પ્રત્યેની કટિબદ્ધતા એ મધ્યમગાળાના ઋણની સ્થિરતા માટે ઘણું હકારાત્મક છે.
ડો.જે.કે. તયાલિયા, ચેરમેન, ECHON
ભારતીય બજેટ 2024 એક વ્યાપક અભિગમ રજૂ કરે છે. ઇકોન અને મોટા પીવીસી ઉત્પાદન ઉદ્યોગ માટે આ એક બહોળી તક છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી આવાસ માટે રૂ. 10 લાખ કરોડની ફાળવણી, જેમાં રૂ. 2.2 લાખ કરોડની કેન્દ્રીય સહાય અને વ્યાજ સબસિડી સ્કીમ્સનો સમાવેશ થાય છે, તેનાથી રિયલ એસ્ટેટ ઉદ્યોગને સસ્તા છતાં અદ્યતન બિલ્ડિંગ મટિરિયલ્સમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે. ઉપરાંત રૂ. 11.11 લાખ કરોડના વધુ મૂડી ખર્ચ પર મૂકાયેલો ભાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપશે. જેનાથી લોજિસ્ટિક્સમાં સુધારો થશે અને એકંદર ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો કરીને આપણા દેશના ઉત્પાદન ક્ષેત્રોને લાભ કરશે. એકંદરે આ બજેટ ઘરેલું ઉત્પાદન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરવડે તેવા હાઉસિંગ, સરળ જીએસટી ધોરણો અને પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે. અમે આગળની તક માટે ઉત્સાહિત છીએ.
ગિરીશ અગ્રવાલ, MD, APM ટર્મિનલ્સ પીપાવાવ
APM ટર્મિનલ્સ પીપાવાવ ખાતે, અમે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણની પ્રશંસા કરીએ છીએ. ખાસ કરીને લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવા, સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા માટે નિકાસ પ્રોત્સાહન પર ભાર મૂક્યો છે. શિપિંગમાં આયોજિત સુધારા અને મહત્વપૂર્ણ ખનિજ મિશન નોંધપાત્ર રોજગારની તકો ઊભી કરવા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતની સ્થિતિને મજબૂત કરવા માટે તૈયાર છે. વધુમાં, જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા નવીન ઇ-કોમર્સ નિકાસ હબની સ્થાપના, એક છત નીચે વ્યાપક સેવાઓ પ્રદાન કરીને અમારી નિકાસ ઇકોસિસ્ટમમાં ક્રાંતિ લાવશે. અમે ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને રોકાણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને પ્રોત્સાહિત કરીએ છીએ, જે નિઃશંકપણે તમામ ક્ષેત્રો અને પ્રદેશોમાં આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજીત કરશે. આ પહેલો સામૂહિક રીતે ભારત માટે તેના મહત્વાકાંક્ષી $5 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરે છે. આ બજેટ નજીકના ભવિષ્યમાં ભારતને વૈશ્વિક આર્થિક પાવરહાઉસ તરીકે સ્થાન આપવા માટે એક પરિવર્તનકારી પગલું પૂરું પાડે છે.
બાબા કલ્યાણી, ચેરમેન અને એમડી, ભારત ફોર્જ લિમિટેડ
આ બજેટમાં મૂળભૂત સ્તંભોને મજબૂત કરવા ઉપર ભાર મૂકાયો છે, જે ભારતીય અર્થવ્યવસ્થાને વિકસિત ભારતની દિશામાં આગળ લઇ જશે. પ્રાકૃતિક ખેતી અને કૃષિ ઉત્પાદકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, રોજગાર સર્જન અને રોજગારને પ્રોત્સાહન આપવું, એમએસએમઇને બળ આપવા માટે સતત પ્રોત્સાહન, શહેરોના આધુનિકીકરણ અને ભારતીય એનર્જી ટ્રાન્ઝિશનને ઝડપી બનાવવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલી નીતિઓનો લાંબાગાળાના પ્રભાવ જોવા મળશે, જે અસ્થિર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં દેશની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો લાવશે.
માળખાકીય સુવિધાઓનું નિર્માણ ભારતની સ્પર્ધાત્મકતા અને રોકાણ માટેના આદર્શ સ્થળ તરીકે સ્થાપિત કરવામાં નોંધપાત્ર યોગદાન આપે છે, જે પ્રધાનમંત્રી મોદીની સરકારની ઓળખ પણ છે. સરકારે માર્ગ, બંદરો, પ્લગ એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીય પાર્ક, સિંચાઇ પ્રોજેક્ટ્સ અને એફોર્ડેબલ હાઉસિંગ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા પર આપવામાં આવેલ વિશેષ ભાર એ આવકારદાયક પગલું છે જે સ્થાનિક અર્થતંત્રો પર મોટી અસર કરશે.
આશિષકુમાર ચૌહાણ, એમડી અને સીઈઓ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSC)
આ બજેટમાં સરકારી ક્ષેત્ર ઉપરાંત ખાનગી ક્ષેત્ર પણ રોજગાર સર્જનમાં સહભાગી બને તે સુનિશ્ચિત કરીને ભારતમાં નોકરીઓ ઊભી કરવા માટે મોટો વેગ આપ્યો છે. એન્જલ ટેક્સમાં રાહત આપીને તેમજ મુદ્રા લોન યોજનાની મર્યાદા રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ પ્રતિ વ્યક્તિ કરીને ભારત નંબર 1 સ્ટાર્ટ અપ રાષ્ટ્ર અને ઉદ્યોગ સાહસિકોનું રાષ્ટ્ર બની ગયું છે. તેમણે ભારતના કામદારોમાંમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે ભારતને વર્કફોર્સમાં યુવા મહિલાઓની ભાગીદારી વધારીને વસ્તીવિષયક લાભ મેળવવામાં મદદ કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટલેને અકબંધ રાખીને અને રાજકોષીય ખાધ 5.1 ટકાની અપેક્ષાથી ઘટાડીને 4.9 ટકાએ રાખીને રોજગાર સર્જનના ભાગ રૂપે કૌશલ્ય વિકાસ એ પણ તેમના તરફથી એક અનોખો વિચાર રહ્યો છે. વર્ષ 2025-26માં 4.5 ટકાની રાજકોષીય ખાધ તરફ આગળ વધતા ભારતનું લાંબા ગાળાનું ક્રેડિટ રેટિંગ વધે તે સુનિશ્ચિત કરતા પ્રત્યક્ષ અથવા પરોક્ષ કર માળખા સાથે વધુ પડતી છેડછાડ કર્યા વિના આ બધું હાંસલ કરવામાં આવ્યું છે. એકંદરે, મારી દ્રષ્ટિએ બજેટને 10/10 માર્ક્સ.”
જય બેગાની, ડાયરેક્ટર, જ્વેલ પ્લસ
સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી બજેટમાં 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવીએ આવકારદાયક પગલું છે અને તેમાથી જ્વેલરીની માંગમાં વધારો થશે. આ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની લાંબા સમયની માંગ હતી. આ જાહેરાત બાદ સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, જેનાથી ગ્રાહકોને નોંધપાત્ર રાહત મળી છે. ડ્યુટીમાં ઘટાડાથી સોનાની દાણચોરીમાં ઘટાડો કરવામાં પણ મદદ મળશે, સરકારની આવકમાં વધારો થશે. વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરામાં પ્રમાણભૂત કપાતમાં વધારો રૂ 50,000થી રૂ 75,000 અને આવકવેરાના દરોમાં તર્કસંગતકરણથી લોકોના હાથમાં વધુ પૈસા જશે, કિંમતી ધાતુઓની માંગમાં વધારો થશે.
અમદાવાદઃ ભૂતાનના વડા પ્રધાન શેરિંગ તોબગે અને રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક તેમની ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ આવ્યા હતા. રાજ્યમાં તેમની મુલાકાતના કાર્યક્રમના ભાગરૂપે રાજા અને વડા પ્રધાને ગાંધીનગરમાં વૈશ્વિક નાણાકીય અને IT સર્વિસિસ હબ અને ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી.
ભૂતાનના રાજા અને વડા પ્રધાન સહિત પ્રતિનિધિ મંડળ ગઈ કાલે રાજ્યના એકતાનગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ હતી. તેમણે દેશના પહેલા ગૃહપ્રધાન સરદાર વલ્લભ પટેલની આ પ્રતિમાની ભવ્યતાને જોઈ હતી. તેમણે સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી અને તેઓ એકતાનગરની કુદરતી સુંદરતા જોઈને ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે તેમની આ મુલાકાત માટે લખ્યું હતું કે મને એવું લાગ્યું હતું કે હું જાણે (સરદાર પટેલની પ્રતિમા જોઈને) તીર્થયાત્રામાં નીકળ્યો હોઉં. આ પ્રવાસ ભૂતાન અને ભારત વચ્ચે મિત્રતાના સંબંધો ગાઢ બનાવશે, એમ તેમણે કહ્યું હતું. વડા પ્રધાન ટોબગેએ ભૂતાનના રાજા તરફથી રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે તેમની મુલાકાતનું સરસ આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ભૂતાનના રાજા અને વડા પ્રધાનના નેતૃત્વમાં ભૂતાનના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે મુંદ્રા અને ખાવડામાં અદાણી ગ્રુપના મુખ્ય પાયાના માળખાના પ્રોજેક્ટનાં સ્થળોની પણ મુલાકાત લીધી હતી, જ્યાં અધિકારીઓએ તેમને જણાવ્યું હતું કે અહીં અદાણી જૂથ વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ પાર્ક વિકસિત કરી રહ્યો છે. ત્યાર બાદ તેમણે મુંદ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની મુલાકાત પણ લીધી હતી. ત્યારે વડા પ્રધાન ટોબગેએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટોના માધ્યમથી બંને દેશો વચ્ચેની મિત્રતા, સહકાર અને ભાગીદારી વધુ મજબૂત કરવાની અનેક તકો હું જોઈ રહ્યો છું.
Immensely grateful to His Majesty King Jigme Khesar Namgyel Wangchuck of Bhutan and Hon. @PMBhutan Dasho Tshering Tobgay for visiting Adani’s 30 GW Renewable Energy site at Khavda and Mundra Port. Deeply inspired by Bhutan’s vibrant spirit and steadfast commitment to eco-friendly… pic.twitter.com/ZsIotDYC2g
ભૂતાનના વડા પ્રધાને બંને દેશોની ભાગીદારી થકી માઇન્ડફુલનેસ સિટી વિકસિત કરવા માટે પણ આહવાન કર્યું હતું, જેની યોજના બંને દેશોની સરહદે ગેલેફુ શહેરમાં બનાવવામાં આવી છે. ભૂતાન રવાના થતાં પહેલાં ભૂતાનના રાજા અને વડા પ્રધાને અમદાવાદ શહેરનું હેલિકોપ્ટરમાંથી વિહંગાવલોકન કર્યું હતું. ત્યાર બાદ તેમને CM ભૂપેન્દ્ર પટેલે તેમને એરપોર્ટથી વિદાય આપી હતી.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભારતીય અને વિદેશી સ્ટાર્સથી લઈને રાજનેતાઓ સુધી બધાએ હાજરી આપી હતી. લગ્ન પૂર્ણ થયા બાદ હવે અંબાણી પરિવાર અન્ય ઘણા મહત્વના કામોમાં વ્યસ્ત છે અને આ જ કડીમાંફ્રાંસની રાજધાની પેરિસ પહોંચ્યા છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભવ્ય શૈલીમાં તેમના સ્વાગતમાં હાજરી આપી હતી, જેમની સાથે નીતા અંબાણીએ ખાસ મુલાકાત કરી હતી. નીતા અંબાણીના પેરિસ જવા પાછળ એક ખાસ કારણ છે. આ વર્ષે પેરિસમાં ઓલિમ્પિક 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેની શરૂઆત થવામાં માત્ર થોડા જ દિવસો બાકી છે. ઉદ્ઘાટન સમારોહ પહેલા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાંથી એકમાં નીતા અંબાણી પણ ભાગ બન્યા છે.
નીતા અંબાણીએ આગવી રીતે સ્વાગત કર્યું
ઉદ્ઘાટન સમારોહ પહેલા યોજાયેલ ઓલિમ્પિક 2024 ઇવેન્ટની ખૂબ જ ખાસ ઝલક સામે આવી છે. આ તસવીરમાં નીતા અંબાણી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે જોવા મળે છે. ભારતીય ઉદ્યોગપતિ નીતા અંબાણીને શુક્રવારે પેરિસ 2024 ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ પહેલા એક કાર્યક્રમમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા વિશેષ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તસવીરમાં તમે જોઈ શકો છો કે નીતા અંબાણીએ ગોલ્ડન વર્કવાળો મરૂન સૂટ પહેર્યો છે અને સામે ઊભેલા ઈમેન્યુઅલ મેક્રોન નેવી બ્લુ સૂટમાં છે. વિદેશી શાહી સ્વાગત શૈલી મુજબ, ઇમેન્યુઅલ મેક્રોન નીતા અંબાણી સામે ઝૂકીને તેમના હાથને ચુંબન કરતા જોવા મળે છે. ફ્રાન્સના રીતિ-રિવાજ પ્રમાણે મહિલાઓને પણ આ જ રીતે સન્માન આપવામાં આવે છે.
નીતા અંબાણી લગ્નના કાર્યક્રમમાં વ્યસ્ત હતા
તમને જણાવી દઈએ કે, નીતા અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ખૂબ જ વ્યસ્ત હતા. તેમણે લગ્ન સમારોહની ખાસ વ્યવસ્થાની ઝીણવટભરી કાળજી લીધી હતી. આ જ કારણ હતું કે તેમની નાની વહુ રાધિકા અંબાણીએ તેમને લગ્નના CEO કહ્યા હતા. જો આપણે પેરિસ ઓલિમ્પિક 2024ની વાત કરીએ તો તે 26 જુલાઈથી શરૂ થશે, તે જ દિવસે તેની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય ખેલાડીઓ પણ આને લઈને ઉત્સાહિત છે અને વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા દર્શાવશે.
રાજસ્થાનના પ્રખ્યાત ગેંગસ્ટર આનંદપાલ સિંહના એન્કાઉન્ટર કેસમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં જોધપુર કોર્ટે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને ફગાવી દીધો છે. ACJM CBI કોર્ટે આ એન્કાઉન્ટરમાં સામેલ 5 પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કોર્ટે એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ સામે કલમ 302 હેઠળ તપાસ અને કાર્યવાહીનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે આનંદપાલનું એન્કાઉન્ટર 24 જૂન 2017ના રોજ થયું હતું. પરિવાર તરફથી આ એન્કાઉન્ટરને નકલી ગણાવીને કેસ નોંધવામાં આવ્યો હતો.
એન્કાઉન્ટર પર આનંદપાલના પરિવારે સવાલો ઉઠાવ્યા હતા
ગેંગસ્ટરના એન્કાઉન્ટર બાદ તેના પરિવારજનોએ તેને નકલી એન્કાઉન્ટર ગણાવીને કોર્ટમાં પડકારી હતી. તે જ સમયે, સીબીઆઈએ આ કેસમાં ક્લોઝર રિપોર્ટ કોર્ટને આપ્યો હતો, આ રિપોર્ટમાં નકલી એન્કાઉન્ટરની વાતને નકારી કાઢવામાં આવી હતી. પરંતુ આનંદપાલની પત્નીના વકીલે દલીલ કરી હતી કે આનંદપાલના શરીર પર ઈજાના નિશાન છે. તેમણે કહ્યું કે અન્ય પુરાવા પણ સાબિત કરે છે કે તે નકલી એન્કાઉન્ટર હતું. જે બાદ કોર્ટે એન્કાઉન્ટરમાં સામેલ તત્કાલીન ચુરુ એસપી રાહુલ બરહત, તત્કાલીન એડિશનલ એસપી વિદ્યા પ્રકાશ ચૌધરી, ડીએસપી સૂર્યવીર સિંહ રાઠોડ, આરએસી હેડ કોન્સ્ટેબલ કૈલાશ સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો છે.
14 એપ્રિલના રોજ સવારે સલમાન ખાનના મુંબઈના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર થયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. વર્ષો પહેલા સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફાયરિંગ કરનારા અપરાધીઓ બાઇક પર સવાર થઈને સલમાનના ઘરની બહાર થોડા રાઉન્ડ ફાયરિંગ કર્યા અને પછી ત્યાંથી ભાગી ગયા. બાદમાં મુંબઈ પોલીસે આ ગુનેગારોને પકડી લીધા હતા. પોલીસે આ મામલે સુપરસ્ટાર સલમાન ખાનનું નિવેદન પણ નોંધ્યું હતું.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાનના ઘરે ફાયરિંગના કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. આમાં સલમાન ખાને આપેલું નિવેદન પણ સામેલ કરવામાં આવ્યું છે. સલમાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઘરમાં ફાયરિંગ સમયે તે ક્યાં હતો અને શું કરી રહ્યો હતો. 4 જૂને સલમાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું. ચાલો જાણીએ કે સુપરસ્ટારે તેમાં કયા કયા ખુલાસા કર્યા.
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને આપેલા નિવેદનમાં સલમાન ખાને કહ્યું હતું કે, ‘હું વ્યવસાયે ફિલ્મ સ્ટાર છું અને છેલ્લા 35 વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું. ઘણા પ્રસંગોએ, મારા શુભચિંતકો અને ચાહકોની ભીડ બાંદ્રામાં બેન્ડસ્ટેન્ડ પાસેના મારા ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે એકઠી થાય છે. તેમને મારો પ્રેમ બતાવવા માટે, હું મારા ફ્લેટના પહેલા માળની બાલ્કનીમાંથી હાથ લહેરાવું છું. ઉપરાંત, જ્યારે મારા ઘરે, મિત્રો અને પરિવારમાં કોઈ પાર્ટી હોય છે, મારા પિતા આવે છે, હું તેમની સાથે બાલ્કનીમાં સમય પસાર કરું છું.
‘2022માં મારા પિતાએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મારા પિતાને એક પત્ર મળ્યો હતો જેમાં મને અને મારા પરિવારને ધમકી આપવામાં આવી હતી. આ પત્ર મારા એપાર્ટમેન્ટ બિલ્ડિંગની બીજી બાજુની બેન્ચ પર રાખવામાં આવ્યો હતો.
માર્ચ 2023 માં, મને મારી ટીમના એક કર્મચારી તરફથી મારા સત્તાવાર ઈ-મેલ આઈડી પર એક મેઈલ મળ્યો, જેમાં લોરેન્સ બિશ્નોઈની જેમ મને અને મારા પરિવારને ધમકી આપવામાં આવી હતી. મારી ટીમે આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
‘આ વર્ષે જાન્યુઆરીમાં, બે લોકો નકલી નામ અને ઓળખ કાર્ડ સાથે પનવેલમાં મારા ફાર્મહાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પનવેલ તાલુકા પોલીસે બંને લોકો સામે ગુનો નોંધ્યો હતો. મને પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે મારા ફાર્મહાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કરનારા બંને ગુનેગારો રાજસ્થાનના ફાઝિલ્કા ગામના હતા, જે લોરેન્સ બિશ્નોઈનું ગામ પણ છે. મેં મારી સાથેના તમામ લોકોને, મારા સંબંધીઓ અને પરિવારના સભ્યોને હંમેશા સજાગ રહેવા કહ્યું છે. મને મુંબઈ પોલીસ દ્વારા Y પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. પ્રશિક્ષિત પોલીસકર્મીઓ, અંગરક્ષકો, ખાનગી સુરક્ષા અંગરક્ષકો મારી સુરક્ષા માટે મારી સાથે રહે છે.
’14 એપ્રિલ, 2024 ના રોજ, જ્યારે મેં ફાઈરિંગનો અવાજ સાંભળ્યો ત્યારે હું સૂઈ રહ્યો હતો. સવારના 4.55 વાગ્યા હતા જ્યારે પોલીસ બોડીગાર્ડે જણાવ્યું કે બાઇક પર આવેલા બે લોકોએ ગેલેક્સી એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કનીમાં બંદૂક ચલાવી હતી. આ પહેલા પણ મને અને મારા પરિવારને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થયા છે. મને જાણવા મળ્યું છે કે લોરેન્સ બિશ્નોઈએ સોશિયલ મીડિયા દ્વારા આ હુમલાની જવાબદારી લીધી છે. હું માનું છું કે લોરેન્સ બિશ્નોઈની ગેંગે મારી બાલ્કની પર ફાયરિંગ કર્યું હતું.
અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન તરફથી મેદાનમાં છે અને ડેમોક્રેટ્સ તરફથી કમલા હેરિસ મેદાનમાં છે. જો કે તે નિશ્ચિત નથી, તે ખૂબ જ સંભવ છે કે ભારતીય મૂળના હેરિસ હવે નવેમ્બરમાં ભૂતપૂર્વ રિપબ્લિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સામનો કરવા માટે ડેમોક્રેટિક ઉમેદવાર હશે. બંને હરીફો એકબીજાને સખત સ્પર્ધા આપી રહ્યા છે. આ દરમિયાન મંગળવારે એક સર્વે સામે આવ્યો હતો, જેમાં હેરિસને ટ્રમ્પ પર આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
પોલમાં કમલા હેરિસને ટ્રમ્પ પર બે ટકાની લીડ છે. જો બાઈડને રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રચારમાંથી ખસી જવાની જાહેરાત કર્યા પછી આ મતદાન સોમવાર અને મંગળવારે હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલા રવિવારે રાષ્ટ્રપતિ બાઈડને બધાને ચોંકાવી દીધા હતા અને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. 27 જૂને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચામાં તેમના ખરાબ પ્રદર્શન બાદ તેમના પર ચૂંટણી ન લડવાનું સતત દબાણ હતું.
હવે લેટેસ્ટ સર્વેમાં કમલા હેરિસને 44 ટકા લોકોનું સમર્થન છે જ્યારે 42 ટકા લોકોએ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું છે. હેરિસને લીડમાં દર્શાવતો નવો સર્વે એવા સમયે આવ્યો છે જ્યારે તેની ઝુંબેશ કહે છે કે તેણે ડેમોક્રેટિક નોમિનેશન માટે જરૂરી સમર્થન મેળવ્યું છે. આ પહેલા 15-16 જુલાઈના રોજ કરવામાં આવેલા સર્વેમાં હેરિસ અને ટ્રમ્પ 44 ટકા પર ટાઈ રહ્યા હતા અને 1-2 જુલાઈના રોજ કરવામાં આવેલા સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક ટકા પોઈન્ટથી આગળ હતા.
જ્ઞાન શબ્દોથી ઉપર શબ્દાતીત હોય છે. તે અંદરથી અભિવ્યક્ત હોય છે. તે તમામ શબ્દોનો સાર છે. શબ્દોની ઉપર ઊઠીને જુઓ અને સમજો. તમારા જીવનમાં કોઈ અસત્ય નહીં રહે. આપણે શબ્દો સાથે અર્થ જોડીએ છીએ અને તેમને વિકૃત પણ કરીએ છીએ. જો તમે શબ્દો સાથે ચાલાકી કરી છો તો તે અસત્ય બને છે, જો તમે શબ્દો સાથે રમો છો તો તે મજાક બને છે,જો તમે શબ્દો પર આધાર રાખો છો તો તે અજ્ઞાનતા છે, પરંતુ જો તમે શબ્દોથી ઉપર ઊઠો છો તો તે જ્ઞાન છે. ચાલો આપણે એવા થોડા શબ્દો જોઈએ જેમના અર્થ સમય જતાં બદલાઈ ગયા છે.
Brainwashing, ભ્રમમુક્ત, પુરાણ :
દા.ત. brainwashing શબ્દ લઈએ. તમારા શરીરની જેમ તમારા મગજને ક્યારેક સફાઈની જરૂર પડે છે. તમે મલિન મગજ, મલિન મન સાથે રહેવા નથી માંગતા. Brainwashing નો અર્થ થાય છે સ્વચ્છ મગજ, સ્વચ્છ મન, પરંતુ તેનો ઉપયોગ નામોશીની રીતે કરવામાં આવે છે. એ જ રીતે ‘ભ્રમમુક્ત’ શબ્દ છે. તમારું ભ્રમમુક્ત થવું સારું છે. તમે વાસ્તવિકતા જોતા થાવ છો. એ જ રીતે પુરાણ શબ્દ છે જેનો અર્થ થાય છે ‘જે શહેરમાં નવું છે તે સૌથી આધુનિક’. પરંતુ તેનો ઉપયોગ જૂનું થયાના સંદર્ભમાં કરવામાં આવે છે.
Mercy(દયા): વારંવાર વપરાતા Mercy શબ્દને જોઈએ. Mercy(દયા) એટલે આત્મીયતા કે પોતાનાપણાંનો અભાવ. તે વેગળાપણું દર્શાવે છે. તમારા નજીકના અને વહાલા લોકો પ્રત્યે તમને mercy(આત્મીયતાનો અભાવ) ના હોય. જેને પોતાના ના માનતા હોવ તેમને માટે તમને mercy હોય. Mercy ગુસ્સો, અભિપ્રાય બાંધવો અને સત્તા દર્શાવે છે. તે હિંમત અને બહાદુરીનો અભાવ પણ દર્શાવે છે. એ લઘુ મન છે જે પોતાનો સ્વભાવ દિવ્ય મન પર થોપી બેસાડે છે. દિવ્યતા સર્વજ્ઞાની અને સર્વને પ્રેમ કરનારી છે; તેમાં mercy (આત્મીયતાનો અભાવ)નો કોઈ અવકાશ હોતો નથી. જ્યાં ગાઢ પરિચય છે ત્યાં mercy નું કોઈ સ્થાન નથી.
ક્ષમાવૃત્તિ: એ જ રીતે ક્ષમા આપવાનું ક્યારેય પરિપૂર્ણ ના હોઈ શકે. આપણે કોઈને ક્ષમા આપવાનો પ્રયાસ કરવા ઝઝુમવું પડે છે. તમે જાણો છો શા માટે? તમે જ્યારે કહો છો કે હું માફ કરું છું, ત્યારે તમે માનો છો કે તેઓ ગુનેગાર છે, અને જ્યારે તમે આવું માનો છો ત્યારે ક્ષમા આપવાનું અઘરું બને છે. એક વિશાળ દ્રષ્ટિકોણથી જોઈએ તો સમજાશે કે એક ગુનેગાર એક પીડિત પણ છે પોતાના મનથી, અજ્ઞાનતાથી, અજાગૃતિથી, અસાવધતાથી પીડિત. તો તમારી અંદર કરુણા જાગશે. જ્યારે લોકો કરુણાને સમજી નથી શકતા ત્યારે તેમની સાથે ક્ષમાની ભાષામાં વાત કરવી પડે છે.
મૃદુતા, પ્રબળતા: કેટલાક લોકો મૃદુ હોય છે અને તેમની મૃદુતા હિંમત અને પ્રબળતાના અભાવને લીધે હોય છે. અન્ય કેટલાક લોકોમાં જે મૃદુતા હોય છે તે પુખ્તતા, ઔદાર્ય અને આત્મા વિષયક જ્ઞાનને લીધે હોય છે. જે લોકોમાં હિંમતના અભાવે મૃદુતા હોય છે તેઓ ખૂબ સહન કરે છે. ક્યારેક તેઓ અસ્થિર થઈ જાય છે. એ જ પ્રમાણે લોકોમાં બે પ્રકારની પ્રબળતા હોય છે; આક્રમણકારી અથવા નિશ્ચયાત્મક. કેટલાક લોકો નિર્બળતા, તાકાતના અભાવે કે ડરને લીધે આક્રમકતાથી પ્રબળતા દર્શાવતા હોય છે. અન્યો કાળજી, પ્રેમ અને કરુણાને લીધે પ્રબળતા વ્યક્ત કરતા હોય છે.
સહનશીલતા: અન્ય જે શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે તે છે સહનશીલતા. ઘણા લોકો માને છે કે સહનશીલતા એક સદ્ગુણ છે. સહનશીલતા એ નકારાત્મક ભાષા છે. જો તમને કશું ગમતું હોય તો તેને સહન કરવાનું નથી હોતું. સહનશીલતા અણગમાની ઊંડી લાગણી દર્શાવે છે જે ગમે ત્યારે નફરતમાં ફેરવાઈ શકે છે. તે અલગપણાંની ભાવના, સંકુચિત માનસિકતા, સભાનતાની મર્યાદા વ્યક્ત કરે છે. સહનશીલતા એ એક સંભવિત જ્વાળામુખી છે. જો તમે સહન કરી રહ્યા છો તો એનો અર્થ એ છે કે તમે નારાજીને પકડી રાખી છે.
તપશ્ચર્યા: તપશ્ચર્યાને ઘણીવાર અભાવથી ચલાવી લેવાની વૃત્તિ અથવા આત્મસંયમ તરીકે ખોટી રીતે લેવાય છે. તે આ બન્નેમાંથી એક પણ નથી. તપશ્ચર્યા પુખ્તતામાંથી જન્મે છે. તે સામાજિક સ્વાસ્થ્યની નિશાની છે. માત્ર જે અસ્મિતાથી તવંગર હોય તે જ તપશ્ચર્યાનો અમલ કરી શકે છે. અસ્મિતાનો અભાવ મિથ્યાભિમાન કરે છે. તપશ્ચર્યા મિથ્યાભિમાનથી મુક્તિ અપાવે છે. તપશ્ચર્યા માટે ગર્વ કરવો એ પણ મિથ્યાભિમાન છે!
લોકો પર પોતાનો પ્રભાવ પાડવા અથવા પોતાને વ્યક્ત કરવા માટે પ્રયત્ન ના કરો. જ્યારે તમે અંદરથી વ્યક્ત થાવ છો ત્યારે તમારી અભિવ્યક્તિ પરિપૂર્ણ હોય છે અને તમારો પ્રભાવ લાંબો સમય ટકે છે. પોતાની જાતને પૂછો,”હું ખરેખર જે છું તેને અનુરૂપ જ વર્તું છું? “પોતે જે આવરણ ઓઢ્યું હોય તેને પોતાના માંહ્યલા તરીકે સમજવાની ભૂલ ના કરવી. સમુદ્રનું વાદળ બનવું એક રહસ્ય છે, પરંતુ વાદળનું સમુદ્ર બનવું એક દેખાતી ઘટના છે. દુનિયામાં બહુ થોડા લોકો તમારા આંતરિક વિકાસની નોંધ લઈ શકશે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
નવી દિલ્હીઃ શંભુ બોર્ડર ખોલવાની માગને લઈને હરિયાણા-પંજાબ બોર્ડરના આદેશ પછી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યેં હતું કે આ મામલે એક સ્વતંત્ર કમિટી બનાવવામાં આવે, જેમાં રાજ્ય સરકારના લોકો અને કૃષિ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે.
હરિયાણા સરકાર તરફથી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું હતું કે જનતાની મુશ્કેલીઓને અમે પણ ચિંતિત છીએ, પરંતુ ટ્રેક્ટર-ટ્રોલી પંજાબથી દિલ્હી તરફ જવા ઇચ્છે છે. અમે લોકોની અસુવિધાને ધ્યાન છે, પરંતુ બોર્ડરની બીજી તરફ 500 ટ્રેક્ટર-ટ્રોલી બખ્તરબંધ તરીકે હાજર છે, એમ તેમણે જણાવ્યું હતું, ત્યારે કોર્ટે સવાલ કર્યો હતો કે જો તેઓ ટ્રેક્ટર વિના દિલ્હી આવે છે તો? તમે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કર્યા છે?
શું તમે વિશ્વાસ જીતવાના પ્રયાસ કર્યા. જો તમે વાતચીત માટે મંત્રી મોકલશો તો તેઓ સમજશે કે તેઓ સરકારનો પક્ષ રાખવા જઈ રહ્યા છેકોઈ અન્યને મોકલવાનું નથી વિચારી રહ્યા?
પંજાબ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે બોર્ડર સીલ કરવા માટે પંજાબને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. કોર્ટે કહ્યું હતું કે અમે અહીં પંજાબ અને હરિયાણાની વચ્ચે વિવાદ સાંભળવા નથી આવ્યા. કોર્ટે કહ્યું હતું કે એક સપ્તાહ પછી આ મામલાની સુનાવણી કરવામનીમ આવશે.પંજાબ સરકારે કહ્યું છે કે હરિયાણા સરકાર બોર્ડર ખોલવા પર વિચાર કરે, જેથી લોકોને અસુવિધા ના થાય.