મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ખૂબ જ ચર્ચા થઈ. આ શાહી લગ્નના મહેમાનથી લઈ તેની દરેક નાની નાની વસ્તુઓ જોઈ લોકો અભિભૂત થયા. એમાંય અંબાણી પરિવારના સુંદર નારીઓના શાહી ઠાઠ વિશે તો શું વાત કરવી? દુલ્હન રાધિકા મર્ચન્ટથી લઈ નીતા અંબાણી સહિતની અંબાણી લેડીઝનો મનમોહક અંદાજ જોઈ તમારી આંખો ફાટી રહી ગઈ હશે. નજર કરીએ અંબાણી પરિવારની નારીઓના આકર્ષક અને મનમોહક અંદાજ પર…
ભારતીય પરંપપરાને વળગી રહીને અંબાણી લેડિઝે આખા દેશની મહિલાઓનું ધ્યાન ખેંચ્યુ છે. દરેક ફંક્શનમાં રાધિકા મર્ચન્ટ, નીતા અંબાણી, ઈશા અંબાણી અને શ્લોકા મહેતા અંબાણીના લુક્સ મહિલાઓ માટે પ્રેરિત બન્યા છે.
એકથી એક ચઢિયાતી ડિઝાઈન્સ જોઈ એવું લાગે કે જાણે જોયા જ કરીએ. તેમનો પહેરવેશ ભારતીય કારીગરી માટે પ્રેમ, ખુશી, સન્માન અને લાગણીને પ્રતિબિંબિત કરે છે.
રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું હતું. ત્યારે ભારે વરસાદથી ગુજરાતના કેટલાક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આજે દ્વારકામાં વરસાદના કારણે થયેલી તારાજીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ હવાઇ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુખ્ય સચિવ રાજકુમાર તથાં અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ હવાઇ નિરિક્ષણમાં તેમની સાથે જોડાયા હતા.
મેધરાજાની સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. પાછલા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર આ ત્રણ જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે દ્વારકામાં જનજીવન પ્રભાવિત થયું હતું. ખેડૂતો સહિત સ્થાનિક લોકોને પણ ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન તંત્ર દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલે દ્વારકાનું હવાઈ નિરિક્ષણ કર્યુ હતું, અને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિનું આજે હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. pic.twitter.com/6FZvvqDFnZ
અમદાવાદ: 23મી જુલાઇ એટલે કે મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 120 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છના નખત્રાણામાં નોંધાયો છે. નખત્રાણામાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે લખપતમાં 3.03 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.જ્યારે માંડવીમાં 3.81 ઇંચ અને પલસાણામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમ દ્વારકા પર મેઘરાજા સતત મહેરબાન થઈ રહ્યા છે. સતત વરસાદને પગલે અહીં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેના પગલે મુખ્યમંત્રીએ આજે આ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે. ત્યારે અહીં આજે પણ 2.95 ઈંચ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 2.51, વ્યારામાં 2.32, મુંદ્રામાં અને વઘઈમાં 2.20 ઈંચ વરસાદ નોંધાયો છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે NEET-UG પરીક્ષાને ફરીથી કરાવવાની માગ ફગાવી દેતાં કહ્યું હતું કે રિટેસ્ટ કરાવવાનાં મોટાં પરિણામ હશે. કોર્ટે કહ્યું હતું કે ડેટાથી એ નથી લાગતું કે સિસ્ટેમેટિક બ્રીચ થયું છે અથવા સંપૂર્ણ પરીક્ષાની ગરિમા પ્રભાવિત થઈ છે. કોર્ટને લાગે છે આ વર્ષ માટે NEET UG નિર્દેશ આપવાથી ગંભીર પરિણામો આવશે, જે આ પરીક્ષામાં સામેલ થનારા 24 લાખથી વધુ વિદ્યાર્થીઓને ભોગવવાં પડશે અને પ્રવેશ કાર્યક્રમમાં મુશ્કેલીઓ સર્જશે. મેડિકલ શિક્ષણના અભ્યાસક્રમ અને ભવિષ્યમાં યોગ્ય મેડિકલ પ્રોફેશનલ પર અસર પડશે. એ વંચિત જૂથ માટે ગંભીર રૂપથી નુકસાનકારક હશે, જેના માટે સીટોની ફાળવણીમાં અનામત કરવામાં આવી હતી.
મુખ્ય ન્યાયાધીશની બેન્ચે કહ્યું હતું કે કોર્ટ સમક્ષ આ કેસનો મુખ્ય મુદ્દો એ હતો કે પ્રશ્નપત્ર લીક થયું હતું અને પરીક્ષાના આયોજનમાં પ્રણાલીગત ખામીઓ હોવાને આધારે ફરીથી પરીક્ષા લેવા માટેનો નિર્દેશ આપવામાં આવે, પણ NEET પરીક્ષાનું આયોજન 14 વિદેશી શહેરો ઉપરાંત દેશનાં 571 શહેરોનાં 4750 કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે 24 લાખ વિદ્યાર્થીઓ 1,08,000 બેઠકો માટે આ પરીક્ષાની સ્પર્ધામાં હતા. કોર્ટને વાકેફ કરવામાં આવ્યું છે કે 50 ટકા કટઓફની ટકાવારી દર્શાવે છે. પરીક્ષાનું પ્રશ્નપત્ર કુલ 720 ગુણનું હોય છે. જેમાં 180 પ્રશ્નો હોય છે અને ખોટા જવાબ માટે એક નકારાત્મક ગુણ પણ હોય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે વિદ્યાર્થીઓને લટકાવી રાખી શકીએ નહીં, તેના માટે અમારે સુનાવણી આજે જ ખતમ કરવી પડશે. કોર્ટેએ કહ્યું હતું કે હું ચર્ચા માટે 20-25 મિનિટથી વધારે લઈશ નહીં. કેન્દ્ર અને NTA તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલો રજૂ કરી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2024-25માટે દેશનું બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રીના 1 કલાકથી વધુના ભાષણમાં શિક્ષણ, રોજગાર, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર તેમનું ફોક્સ હતું. આ ઉપરાંત વિકસિત ભારતને કેન્દ્રમાં રાખીને તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને અલગ અલગ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો નાણામંત્રીએ કરી છે. ત્યારે બજેટની રજૂઆત બાદ વડાપ્રધાન મોદીએ પણ બજેટને આવકાર્યુ છે અને કહ્યું કે આ બજેટ ગામ, ગરબી અને ખેડૂતોને સમર્પિત બજેટ છે.
CMની બજેટ પર પ્રતિક્રિયા
તો હવે વર્ષ 2024-25ના બજેટને લઈ ગુજરાતની મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2024-25ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યું છે અને મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે આ બજેટ વિકસિત ભારતના નિર્માણનું બજેટ છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને પ્રસ્તુત કરેલા નાણાકીય વર્ષ 2024-25 ના #BudgetForViksitBharat ને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ. pic.twitter.com/v6hVF7pB0N
બજેટ 2024ને લઈને પીએમ મોદીએ કહ્યું કે આ બજેટથી મિડલ ક્લાસને મદદ મળશે. આર્થિક વિકાસને ગતિ મળશે. આ બજેટ સમૃદ્ધિ તરફ લઈ જનારુ બજેટ છે. આ બજેટ થકી કરોડો લોકોને રોજગારી મળશે તેમ જણાવ્યું. દરેક વર્ગને બળ આપનારુ બજેટ છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ દેશને નવી ઊંચાઈ પર લઇ જનાર છે. બજેટથી અર્થતંત્રને નવી તાકાત મળશે. તેમજ દરેક વર્ગને લાભ પહોંચાડનાર બજેટ છે. સાથે જ જણાવ્યું કે નાના ઉદ્યોગો માટે બજેટમાં અનેક જોગવાઈ કરવામાં આવી છે.
નવી દિલ્હી: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી દેવાયું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સતત સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. ભાજપના નેતાઓ મોદી 3.0ના પહેલા બજેટના વખાણ કરી રહ્યા છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ બજેટને લઈને મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું, ‘આ તો ખુરશી બચાવો બજેટ છે.’ આ ઉપરાંત અન્ય વિપક્ષી નેતાઓએ પણ બજેટની ટીકા કરી છે.
ખુરશી બચાવો બજેટ: રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ‘ખુરશી બચાવો બજેટ, આ બજેટમાં સાથી પક્ષોને ખુશ કરવામાં આવ્યા છે. તેમાં સામાન્ય માણસ માટે કંઈ નથી. આ કોપી પેસ્ટ બજેટ છે.’
“Kursi Bachao” Budget.
– Appease Allies: Hollow promises to them at the cost of other states.
– Appease Cronies: Benefits to AA with no relief for the common Indian.
– Copy and Paste: Congress manifesto and previous budgets.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કેન્દ્રીય બજેટ પર કહ્યું, ‘જ્યાં સુધી ખેડૂતો અને યુવાનો માટે કાયમી નોકરીની કોઈ વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી જનતાને કોઈ મોટો ફાયદો નહીં મળે. ઉત્તર પ્રદેશમાં જોઈએ તો રોકાણની સ્થિતિ શું છે? બિહાર અને આંધ્રપ્રદેશને ખાસ યોજનાઓ સાથે જોડવામાં આવ્યા તે સારી વાત છે, પરંતુ શું ઉત્તર પ્રદેશ જેવા રાજ્યના ખેડૂતો માટે બજેટમાં એવું કંઈ છે કે જે દેશને વડાપ્રધાન આપે છે?
ग्यारहवें बजट में बेरोज़गारी-महँगाई, किसान-महिला-युवा का मुद्दा नौ दो ग्यारह हो गया है। pic.twitter.com/tXYK1e0J1G
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બજેટને લઈને સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, મોદી સરકારનું “કોપીકેટ બજેટ” કોંગ્રેસના ન્યાય એજન્ડાની પણ યોગ્ય નકલ કરી શક્યું નથી! મોદી સરકારનું બજેટ તેના ગઠબંધન ભાગીદારોને છેતરવા માટે અડધી શેકેલી “રેવડીઓ” વહેંચી રહ્યું છે, જેથી NDA ટકી રહે. આ ‘દેશની પ્રગતિ’નું બજેટ નથી, આ ‘મોદી સરકાર બચાવો’નું બજેટ છે!
कांग्रेस के न्याय के एजेंडे को ठीक तरह से कॉपी भी नहीं कर पाया मोदी सरकार का “नकलची बजट” !
मोदी सरकार का बजट अपने गठबंधन के साथियों को ठगने के लिए आधी-अधूरी “रेवड़ियां” बाँट रहा है, ताकि NDA बची रहे।
ये “देश की तरक्की” का बजट नहीं, “मोदी सरकार बचाओ” बजट है !
કેન્દ્રીય બજેટ પછી, શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, “મને લાગે છે કે આ બજેટને ‘સેવ પ્રધાનમંત્રી ગવર્નમેન્ટ પ્લાન’ કહેવું જોઈએ. કારણ કે તેઓ સમજી ગયા છે કે જો તેઓ આ સરકારને આગામી 5 વર્ષ સુધી બચાવવા માંગતા હોય તો તેમને સાથી પક્ષોની જરૂર પડશે. આથી સાથી પક્ષોના રાજ્યોને વિશેષ પેકેજ આપવામાં આવ્યા છે.
The budget should be called the Pradhan Mantri Sarkar Bachao Yojana.
There was nothing for Maharashtra as has become the norm for this government. The state will continue to be a cash cow to get money to the centre but never to give money for the state’s development.
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 23, 2024
શશિ થરૂરે બજેટને નિરાશાજનક ગણાવ્યું
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે કેન્દ્રીય બજેટ પર કહ્યું, “આ એક નિરાશાજનક બજેટ છે, મેં સામાન્ય લોકો જેનો સામનો કરી રહ્યા છે તે મુખ્ય મુદ્દાઓ વિશે કંઇ સાંભળ્યું નથી… સામાન્ય લોકોની આવક સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા હોવાનો કોઈ ઉલ્લેખ નથી.
TMC સાંસદએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
કેન્દ્રીય બજેટ પર તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, “આ ‘સેવ ધ ચેર’ બજેટ છે. આ બજેટ એનડીએમાં રહેલા નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાની સાથે રાખવા માટે છે, આ બજેટ દેશ માટે નથી. બંગાળ માટે તો કંઈ નથી.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બજેટ વિશે શું કહ્યું?
કેન્દ્રીય બજેટ 2024 પર, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, “કેન્દ્રનું આ બજેટ કાગળ પર સારું લાગી શકે છે, પરંતુ જમીની સ્તરે તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં… સરકારે પાકની કિંમત ચૂકવવી જોઈએ. મફત વીજળી, સસ્તું ખાતર આપવું જોઈએ, ખેતીના સાધનો પર GST ઘટાડવો જોઈએ…”
મુંબઈ: આમિર ખાન અને કિરણ રાવના લગ્નના 16 વર્ષ બાદ 2021માં અલગ થવાના નિર્ણયથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. જો કે, એક્સ કપલે છૂટાછેડાની પરંપરાગત માન્યતાઓને નકારી કાઢી છે અને ગાઢ સંબંધ જાળવી રાખ્યો છે. તેમના પુત્ર આઝાદને કો-પેરેન્ટિંગ કરવાની સાથે, તેઓ વ્યવસાયિક રીતે પણ સાથે કામ કરે છે. કિરણે લાપતા લેડીઝ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આમિરે તેનું સહ-નિર્માણ કર્યું હતું. તેમનો સંબંધ કો-પેરેન્ટિંગથી આગળ વધે છે. તેઓ એકબીજાને કુટુંબ માને છે જે આમિરની પુત્રી આયરા ખાનના લગ્નમાં કિરણની હાજરી પરથી સ્પષ્ટ થાય છે.
તાજેતરમાં, ફેય ડિસોઝા સાથેના એક ઇન્ટરવ્યુમાં, કિરણે આમિરથી અલગ થવા વિશેના પ્રશ્નોના જવાબો આપવા વિશે ખુલાસો કર્યો હતો. હકીકતમાં, તેમના મિત્રો અને માતાપિતાને પણ તેમના છૂટાછેડાના નિર્ણય વિશે ઘણા પ્રશ્નો છે. તેણીએ કહ્યું,”મને લાગે છે કે હું મારા માટે જગ્યા બનાવવા અને ફરીથી મુક્ત થવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી. છૂટાછેડા ટાળવા માટે અમે કો-પેરેન્ટિંગ તરીકે અમે ખરેખર કુટુંબ તરીકે મજબૂત બંધન ધરાવીએ છીએ. આઝાદના પિતા મારા મિત્ર અને કુટુંબીજનો છે તે જાણીને હું આરામથી અંગત સમય કાઢી શકીશ.માનસિક અને ભાવનાત્મક રીતે આ સંબંધ બાંધવામાં મને થોડો સમય લાગ્યો. આમિર માટે પણ આ એટલું સરળ ન હતું.અમારે ખાતરી કરવાની જરૂર હતી કે અમે ક્યાંય જઈ રહ્યા નથી. અમે લાંબા સમયથી એકબીજાની સાથે છીએ. અમારે ફક્ત આ માટે લગ્નના બંધનમાં રહેવાની જરૂર નથી.”
કિરણ રાવે ખુલાસો કર્યો કે છૂટાછેડા પછી તેના માતા-પિતા પણ ઘણીવાર તેમના સંબંધો પર સવાલ ઉઠાવે છે. આમિરને મળ્યા પહેલા લાંબા સમય સુધી સિંગલ રહેલા કિરણે કહ્યું, “મને લાગ્યું કે આનાથી હું ખુશ થઈશ અને તેનાથી મને ઘણી ખુશી મળી છે. આમિર પહેલાં હું લાંબા સમય સુધી સિંગલ હતી. મેં મારી સ્વતંત્રતાનો ઘણો આનંદ માણ્યો હતો.મને લાગે છે કે છૂટાછેડા પછી અથવા તેમના જીવનસાથીને ગુમાવ્યા પછી ઘણી સ્ત્રીઓ માટે એકલતા એ એકમાત્ર વસ્તુ છે જેની તેઓ ચિંતા કરે છે. સદભાગ્યે મારે આનો સામનો કરવો પડ્યો ન હતો. મને મારા પરિવાર અને તેના પરિવાર અને મારા મિત્રો તરફથી ઘણો સપોર્ટ મળે છે. તેથી તે બધી સારી વસ્તુઓ રહી છે. તે ખૂબ જ ખુશ છૂટાછેડા રહ્યાં છે.”
કિરણે ભારપૂર્વક જણાવ્યું કે આ સેટઅપ તેને ખુશી આપે છે. “આમિર પહેલા હું આઝાદીનો આનંદ માણતી હતી અને હવે આઝાદ સાથે કોઈની કમી નથી લાગતી. છૂટાછેડા પછી એકલતાથી ડરતી ઘણી સ્ત્રીઓથી વિપરીત મને પરિવાર અને મિત્રો બંનેનો ટેકો મળ્યો છે. તે સકારાત્મક અનુભવ રહ્યો છે. એક ‘સુખી છૂટાછેડા’.”
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં બજેટ રજૂ કરી દીધું છે. બજેટમાં પ્રોપર્ટીના વેચાણ પર થનારા લાભથી જોડાયેલા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં મિલકતના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો હતો અને એના પર ઇન્ડેક્સેશન બેનિફિટ (મોંઘવારીથી લિન્ક કિંમત)ની સાથે 20 ટકા ટેક્સ લાગતો હતો, પણ હવે ઇન્ડેક્સેશન બેનિફિટ દૂર કરવાનું એલાન કરવાનું આવ્યું છે. જેથી હવે મિલકત વેચનારા લોકોને નફો ઓછો થશે. પ્રોપર્ટી વેચાણથી થનારા નફામાં નોંધપાત્ર ઘટાડો થશે.
સરકારે બધા પ્રકારની ફાઇનાન્શિયલ એસેટ્સ પર હવે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ (LTCG)ને 12.5 ટકા ફિક્સ કરી દીધો છે. અત્યાર સુધી શેર અને મ્યુચ્યુઅલ ફંડ પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ 10 ટકા હતો, પણ હવે યુઝર્સને આના પર 12.5 ટકા ટેક્સ આપવો પડશે. જોકે તમારે ટેક્સ નફો રૂ. 1.25 લાખથી વધુનો થશે, ત્યારે ટેક્સ લાગશે.
ઉદાહરણથી સમજો- જો તમે 2014માં રૂ. 50 લાખની એક મિલકત ખરીદી છે અને આજે એની બજાર કિંમત વધીને રૂ. બે કરોડ છે. હવે તમે એ મિલકત વેચવા જશો તો પહેલાંના નિયમથી એના પર ઇન્ડેક્સેશન બિનિફિટ લાગુ થતો હતો એટલે કે મોંઘવારીને ધ્યાનમાં રાખીને રૂ. 50 લાખ નવી કિંમત લગાવવામાં આવતી. માની લો કે મોંઘવારી સૂચકાંકથી એડજસ્ટ કરીને તમારા રૂ. 50 લાખની કિંમત આજે રૂ. 1.25 કરોડ બની ગઈ કહેવાય. હવે બાકી બચેલા 75 લાખ પર 20 ટકા ટેક્સના દરથી LTCG (લોન્ગ ટર્મ કેપિટલ ગેન) લાગતો હતો- પણ હવે આ નિયમ હટાવી દેવામાં આવ્યો છે.
એની જગ્યે હવે રૂ. બે કરોડમાંથી રૂ. 50 લાખવાળી મિલકત વેચી તો તમને રૂ. 1.5 કરોડના નફા પર હવે 12.5 ટકા ટેક્સ આપવો પડશે. આમ ટેક્સ તો ઘટાડવામાં આવ્યો પણ ઇન્ડેક્સેશન બેનિફિટ દૂર કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ગત શનિવારના રોજ ગાંઘીનગરમાંથી 10 મહિનાની બાળકીમાંથી ચાંદીપુરા વાયરસના લક્ષણો મળી આવ્યા હતા. જેના સેમ્પલ મોકલવા સહિત બાળકીની સઘન સારવાર બાદ, બાળકીનું મોત નિપજ્યું હતું. ત્યારે બીજી બાજું દહેગામના લવાડમાંથી નવ વર્ષના બાળકને શંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વયરસનો કહેર વરતાય રહ્યો છે. સેન્ડ ફ્લાયથી ફેલાતા આ ચાંદીપુરા વાયરસ સામાન્યરીતે 14 વર્ષ સુધીના બાળકોને જ થાય છે ત્યારે બાળકોને માખી મચ્છરો કરડે નહીં તેની ખાસ કાળજી લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર હાલ સુધીમાં ચાંદીપુરા વાયરસના 84 શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી 36 બાળદર્દીઓના મૃત્યુ થઈ ચૂક્ય છે. કેટલાક બાળદર્દીઓ ICU હેઠળ સારવાર લઈ રહ્યા છે. ત્યારે આ અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાનાં દાખલ થયેલા કુલ 7 કેસનાં સેમ્પલ NIV પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જે પૈકી 2 કેસનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 5 કેસનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જે બે કેસ પોઝિટિવ આવ્યા તે પૈકી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની 2 વર્ષની બાળકી હાલ સારવાર હેઠળ છે પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામે રહેતી એક 11 મહિનાની બાળકીનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું.
મુંબઈ: બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હવે બોલિવૂડમાં ઓછી અને હોલીવુડમાં વધુ સક્રિય છે. આ દિવસોમાં પ્રિયંકા તેની આગામી ફિલ્મ ‘ધ બ્લફ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેના કારણે તે દરરોજ સમાચારોમાં રહે છે. જો કે, દેશી ગર્લ હાલમાં તેના એક ડાન્સ વીડિયોને કારણે ફરી ચર્ચામાં છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી ભોજપુરી ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તેની માતા અને પતિ નિક જોનાસ પણ તેની સાથે જોવા મળી રહ્યા છે.
પ્રિયંકા ચોપરાએ ભોજપુરી ગીત પર ધૂમ મચાવી
પ્રિયંકા ચોપરાનો આ વાયરલ વીડિયો તેના જન્મદિવસનો છે. હાલમાં જ 8 જુલાઈએ પ્રિયંકાએ તેનો 42મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર પ્રિયંકાને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા તેની બેસ્ટ ફ્રેન્ડ તમન્ના દત્તના પતિ સુદીપ દત્તે તેનો આ અનસીન વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકા ચોપરા ભોજપુરી પાવર સ્ટાર પવન સિંહના ગીત ‘લોલીપોપ લાગેલુ’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેની માતા મધુ ચોપરા પણ તેની સાથે ડાન્સ કરતી જોવા મળે છે. આટલું જ નહીં અભિનેત્રીનો પતિ નિક જોનાસ પણ પ્રેમથી તેની વાઈફનો વીડિયો બનાવતો જોવા મળે છે. પ્રિયંકાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા હાલમાં તેની આગામી હોલીવુડ ફિલ્મ ધ બ્લફના શૂટિંગમાં વ્યસ્ત છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મમાં પ્રિયંકા કાર્લ અર્બન, ઈસ્માઈલ ક્રુઝ કોર્ડોવા, સફિયા ઓકલી-ગ્રીન જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકાની ઘણી દમદાર એક્શન સિક્વન્સ પણ જોવા મળશે. આ સિવાય તે ‘જી લે જરા’થી બોલિવૂડમાં કમબેક કરવા માટે પણ તૈયાર છે. હાલમાં તે આ ફિલ્મના શૂટિંગ માટે સમય કાઢી શકતી નથી. આ ફિલ્મમાં આલિયા અને કેટરીના પણ લીડ રોલમાં જોવા મળશે.