નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં નાણાપ્રધાને અનેક જાહેરાતો કરી છે, પણ સૌની નજર શું સસ્તુ થયું અને શું મોંઘું થયું એના પર છે. નાણાપ્રધાને મોબાઇલ ફોન સસ્તા કરવાની ઘોષણા કરી છે. કેન્સરની દવા સસ્તી થઈ છે. લિથિયમ આયર્ન બેટરી સસ્તી કરવાની ઘોષણા કરી છે. જેથી ઇલેક્ટ્રિક વેહિકલ પણ સસ્તા થશે. આ સાથે ઇમ્પોર્ટેડ જ્વેલરી પણ સસ્તા કરવાની ઘોષણા કરવામાં આવી છે.
નાણાપ્રધાને રજૂ કરેલા બજેટના મુખ્ય અંશો.
બજેટનો કુલ 48.20 લાખ કરોડનો ખર્ચ થશે
જેમાં વ્યાજની ચુકવણીમાં જશે રૂ. 11.62 લાખ કરોડ
બજેટમાં પછાત વર્ગને સશક્ય બનાવવા પર ભાર
બજેટથી આર્થિક મહિલાઓની આર્થિક ભાગીદારી વધશે
બજેટમાં ઉત્પાદન, ઇન્ફ્રા પર ભાર
બજેટથી રોજગાર, સ્વરોજગારીની તકો વધશે
PLIથી કરોડો નવી રોજગાર બનાવવાની યોજના
ડિફેન્સ સેક્ટરને આત્મનિર્ભર બનાવવા પર ફોક્સ
એન્જલ ટેક્સ હટાવવાનો નિર્ણય
LTCG પર છૂટ મર્યાદા રૂ. એક લાખથી વધારીને રૂ. 1.25 લાખ કરવામાં આવી
ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર
સ્ટાન્ડર્ડ ટેક્સની લિમિટમાં વધારો
શેર બાયબેકથી થનારી આવક પર ટેક્સ લાગશે
એનલિસ્ટેડ બોન્ડ, ડિબેન્ચર પર કેપિટલ ગેન્સ લાગ્યો
લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સને વધારીને 12.5 ટકા કરાયો
પસંદગીની એસેટ્સ પર STCG 20 ટકા થયો
ઈ-કોમર્સ પર TDS એક ટકાથી ઘટાડીને 0.1 ટકા કરવામાં આવ્યો
સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઓછી કરીને છ ટકા કરવામાં આવી
FY26માં નાણાકીય ખાધ GDPના 4.6 ટકા રહેવાનો અંદાજ
FY25માં નાણાકીય ખાધ GDPના 4.9 ટકા રહેવાનો અંદાજ
FY25 રેવેન્યુ 30 લાખ કરોડથી વધીને 32 લાખ કરોડ
FY25માં માર્કેટ બોરોઇંગ 11.63 લાખ કરોડ
સ્પેસ ટેક્નિક પર રૂ. 1000 કરોડનું VC ફંડ
સ્પેસ ઇકોનોમીને 10 વર્ષમાં પાંચ ગણું વધારાશે.
ઓડિશામાં ટુરિઝમ ડેવલપમેન્ટ પર ખર્ચ કરાશે
પૂર જેવી આફતો માટે આસામ, બિહારમાં રૂ. 11,500 કરોડની ફાળવણી
સિંચાઈ પેકેજ માટે રૂ. 11,500 કરોડની ફાળવણી
પૂર આફત માટે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ માટે રાહત પેકેજ
ઇન્ફ્રા માટે રૂ. 1.5 લાખ કરોડની ફાળવણી
એક કરોડ ઘર માટે PM સૂર્ય ઘર મફત વીજ યોજના
મહિલાઓ માટે સ્ટેમ્પ ડ્યુટી ક્પની યોજના
મુદ્રા લોનની લિમિટ રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી
ગ્રામીણ વિકાસ પર રૂ. 2.66 લાક કરોડની ફાળવણી
વિદ્યાર્થીઓ માટે રૂ. 7.5 લાખની મધ્યમ કદની લોન મળશે
બિહારમાં હાઇવે માટે રૂ. 26,000 કરોડનું એલાન
નેચરલ ફાર્મિંગ માટે એક કરોડ ખેડૂતોને પ્રોત્સાહન
32 પાકો માટે 109 વરાઇટી લોન્ચ કરાશે
કૃષિ સંસોધન માટે સરકાર ખર્ચ કરશે
શિક્ષણ અને સ્કિલ વધારવા પર રૂ. 4.8 લાખ કરોડ ખર્ચની ફાળવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય બજેટને મધ્યમ વર્ગને બળ આપનારું બજેટ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ બજેટ સમાજના દરેક વર્ગને બળ આપનાર છે. તે દેશના ગામડાઓ, ગરીબો અને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ એક એવું બજેટ છે જે યુવાનોને અગણિત નવી તકો પૂરી પાડશે. આ બજેટથી શિક્ષણ અને કૌશલ્ય નવી ઊંચાઈએ પહોંચશે.
પીએમ મોદીએ કહ્યું કે આ એક એવું બજેટ છે જે મધ્યમ વર્ગને નવી તાકાત આપશે. દલિતો, આદિવાસીઓ અને પછાત લોકોને મજબૂત કરવા માટેનું આ બજેટ છે. આ બજેટ નાના વેપારીઓ અને MSME ને પ્રગતિનો નવો માર્ગ પ્રદાન કરશે. આ બજેટ મહિલાઓની આર્થિક ભાગીદારીને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. આ બજેટમાં નાના વેપારીઓ અને નાના ઉદ્યોગોની પ્રગતિનો નવો માર્ગ મળશે.
આર્થિક વિકાસને નવી ગતિ મળશે
પીએમએ કહ્યું કે બજેટમાં મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. તેનાથી આર્થિક વિકાસને નવી ગતિ મળશે. દેશમાંથી ગરીબી દૂર કરવા માટે બજેટમાં ખાસ કાળજી રાખવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. ટીડીએસ નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. પૂર્વ ભારતના વિકાસમાં ઉમેરો થયો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે રોજગાર અને સ્વ-રોજગાર માટેની તકોનું અભૂતપૂર્વ વિસ્તરણ એ અમારી સરકારની ઓળખ છે. આજનું બજેટ તેને વધુ મજબૂત કરે છે. આ બજેટમાં સરકારે રોજગાર સંબંધિત પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી છે, જે દેશમાં કરોડો નવી નોકરીઓનું સર્જન કરશે. આ સાથે, અમારી સરકાર તેમના જીવનની પ્રથમ નોકરી મેળવનાર યુવાનોને પ્રથમ પગાર આપશે.
પીએમ મોદીએ કહ્યું કે સ્કીલ ડેવલપમેન્ટ અને ઉચ્ચ શિક્ષણ માટે મદદ હોય કે 1 કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ સ્કીમ દ્વારા ગ્રામીણ અને ગરીબ યુવાનો દેશની ટોચની કંપનીઓમાં કામ કરશે. આપણે દરેક શહેર, દરેક ગામ, દરેક ઘરમાં ઉદ્યોગસાહસિક બનાવવાના છે, આ હેતુ માટે મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. PMએ કહ્યું કે અમે સાથે મળીને ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું.
મુંબઈ: ગુરુચરણ સિંહે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મિ.રોશન સોઢીની ભૂમિકા ભજવી હતી અને આ ભૂમિકામાં તેમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા. આ વર્ષના એપ્રિલ મહિનામાં જ્યારે તેના ગુમ થવાના સમાચાર આવ્યા ત્યારથી તે ખુબ જ ચર્ચામાં છે. જોકે, ગૂમ થયાના 25 દિવસ બાદ અભિનેતા ઘરે પરત ફર્યા, ત્યારે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે તેમણે ખુલાસો કર્યો છે કે જ્યારે તે ગુમ થયા ત્યારે કેવી પરિસ્થિતિનો સામનો કર્યો હતો.
ગુરુચરણ સિંહે કહ્યું કે આ દરમિયાન તે રેલવે અને બસ સ્ટેશન પર રાત વિતાવતા હતા. તેમણે લગભગ 17 દિવસ એક જ પેન્ટ પહેરી કાઢ્યા હતાં. ઘણી વખત તેણે ભીના કપડા પણ પહેરવા પડ્યા હતા કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેની પાસે હોટલમાં રહેવાના પૈસા નહોતા. તેમણે જનરલ ડબ્બામાં પણ મુસાફરી કરી અને તેને કોઈ ઓળખી પણ શક્યું નહોતું.
ગુરુચરણ સિંહે પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું,’સફર દરમિયાન સંપૂર્ણ ઊંઘ લેવા માટે હું જનરલ ટિકિટ લઈને જનરલ ડબ્બામાં મુસાફરી કરતો હતો. રાત વિતાવવાની જગ્યા ન હોય ત્યારે હું ક્યારેક રેલવે સ્ટેશન કે બસ સ્ટોપ પર સૂઈ જતો. જો કે, ઘણા કારણોસર રાત્રે સારી ઊંઘ નથી આવી શકતી. ટિકિટ કલેક્ટરોએ પણ મને ક્યારેય ઓળખ્યો નહીં.
TMKOC અભિનેતાએ કહ્યું કે તે દર બીજા દિવસે તેની ટી-શર્ટ ધોતો હતો અને ફરીથી પહેરતો હતો.ઘણી વખત તેણે ભીના કપડા પણ પહેરવા પડ્યા કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેણે એ પણ જણાવ્યું કે તેણે 17 દિવસ સુધી આ જ ટ્રાઉઝર પહેર્યું હતું.
51 વર્ષીય ગુરુચરણ સિંહ ઘરે પાછા ફરવા માંગતા ન હતા, પરંતુ તેમણે કહ્યું કે ભગવાને તેમને સંકેત આપ્યો હતો તેથી તેઓ પાછા આવ્યા. તે જાણીતું છે કે તે 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ જવાના હતા, પરંતુ તે એરપોર્ટ પર પહોંચ્યા ન હતા. તેના ગુમ થયા બાદ તપાસમાં જાણવા મળ્યું કે તે દેવુામાં ડૂબી ગયા હતા અને તેણે બહુવિધ ઈમેલ આઈડીનો ઉપયોગ કર્યો હતો. જ્યારે તે 18 મેના રોજ ઘરે પરત ફર્યા ત્યારે તેણે જણાવ્યું કે તે આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા.
ગુરુચરણ સિંહે એમ પણ કહ્યું કે તેમના જ લોકોએ તેમને નુકસાન પહોંચાડ્યું. જ્યારે તેની પાસે પૈસા હતા ત્યારે તે બધાને મદદ કરતો હતો. તે ડ્રાઈવરને 50 હજાર રૂપિયા સુધી આપતો હતો અને જ્યારે તેનું ઘર બની રહ્યું હતું ત્યારે રસોઈયાને આર્થિક મદદ પણ કરતો હતો. તેમણે કહ્યું કે કોઈએ ઉધાર ન લેવું જોઈએ કારણ કે આ પછી તમે લોન પછી લોન લેતા રહો છો.
બજેટમાં સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 6 ટકાના ઘટાડાના સમાચાર બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં ખળભળાટ મચી ગયો છે. સોનાની કિંમત 3,700 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદીની આયાત ડ્યૂટીમાં 6 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ પ્લેટિનમ માટે 6.5 ટકા આયાત ડ્યુટીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ MCX પર ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે બજેટમાં શું જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાતની દેશના ફ્યુચર્સ માર્કેટ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર કેવા પ્રકારની અસર પડી રહી છે.
સોના-ચાંદી પર ટેક્સ ઘટાડ્યો
દેશમાં સોના-ચાંદીના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા હેઠળ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના અને ચાંદીની આયાત ડ્યૂટીમાં 6 ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ સોના પર 15 ટકા ટેક્સ લાગતો હતો. નિષ્ણાતોના મતે, નાણાકીય વર્ષ 2023 માં, ભારતની સોનાની આયાત અંદાજિત રૂ. 2.8 લાખ કરોડ હતી અને 15 ટકા આયાત જકાત સાથે, ઉદ્યોગે અંદાજિત રૂ. 42,000 કરોડ ચૂકવ્યા હતા. આ નિર્ણય બાદ દેશમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે. આ સાથે સામાન્ય લોકોને પણ ઘણી રાહત મળશે.
MCX પર સોનામાં મોટો ઘટાડો
આ નિર્ણય બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર, બપોરે 1:10 વાગ્યે સોનાની કિંમતમાં 3518 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ભાવ ઘટીને 69,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયો છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમતમાં 3,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે પછી ટ્રેડિંગ સેશન દરમિયાન કિંમતો ઘટીને 69,020 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ. એક દિવસ પહેલા સોનાનો ભાવ 72,718 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો હતો.
ચાંદીમાં પણ ઘટાડો થયો હતો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. માહિતી અનુસાર, બપોરે 1:10 વાગ્યે ચાંદી 3,800 રૂપિયાના ઘટાડા સાથે 85,403 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહી છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીની કિંમત 4,928 રૂપિયા ઘટીને 84,275 રૂપિયા પર પહોંચી ગઈ હતી. જો કે, એક દિવસ પહેલા પણ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે પછી કિંમત 89,203 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. નિષ્ણાતોનું માનીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોદી 3.0 ના પ્રથમ બજેટની પ્રશંસા કરી રહ્યા છે. તે જ સમયે, લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આ બજેટને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે તેને ‘સેવ ધ ચેર’ બજેટ ગણાવ્યું હતું.
“Kursi Bachao” Budget.
– Appease Allies: Hollow promises to them at the cost of other states.
– Appease Cronies: Benefits to AA with no relief for the common Indian.
– Copy and Paste: Congress manifesto and previous budgets.
રાહુલ ગાંધીએ આ બજેટને પોતાના સાથી પક્ષોને ખુશ કરનારું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, અન્ય રાજ્યોના ખર્ચે બજેટમાં તેમને (સાથીઓને) પોકળ વચનો આપવામાં આવ્યા હતા. રાહુલે કહ્યું, આ બજેટ તેના મિત્રોને ખુશ કરવા માટે લાવવામાં આવ્યું છે. AA (અદાણી અંબાણી)ને આનો ફાયદો થશે અને સામાન્ય ભારતીયને કોઈ રાહત નહીં મળે. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ આ બજેટને કોપી પેસ્ટ ગણાવ્યું. રાહુલે દાવો કર્યો કે બજેટ કોંગ્રેસના મેનિફેસ્ટો અને અગાઉના બજેટમાંથી કોપી કરવામાં આવ્યું છે.
ખડગેએ બજેટ પર શું કહ્યું?
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેને કોપી-પેસ્ટ બજેટ ગણાવ્યું હતું. ખડગેએ ટ્વિટ કરીને કહ્યું કે, મોદી સરકારનું કોપીકેટ બજેટ કોંગ્રેસના ન્યાય એજન્ડાની પણ યોગ્ય નકલ કરી શક્યું નથી. મોદી સરકારનું બજેટ તેના ગઠબંધન સાથીદારોને છેતરવા માટે અર્ધબેકડ પૈસા વહેંચી રહ્યું છે, જેથી એનડીએ ટકી રહે. આ બજેટ દેશની પ્રગતિ માટે નહીં પરંતુ મોદી સરકારને બચાવવાનું છે.
બજેટ પર માયાવતીએ શું કહ્યું?
બસપા પ્રમુખ માયાવતીએ સંસદમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટને સારા દિવસોની આશા ઓછી પરંતુ નિરાશા વધુ ગણાવ્યું છે. માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે તેઓ એવા ઓછા છે જેમને મુક્તિ માટે સારા દિવસની આશા હોય છે પરંતુ વધુ નિરાશ કરે છે.
માયાવતીએ કહ્યું કે, આ નવી સરકારમાં દેશમાં પ્રવર્તતી જબરદસ્ત ગરીબી, બેરોજગારી, મોંઘવારી, પછાતપણું અને અહીંના 125 કરોડથી વધુ નબળા વર્ગના ઉત્થાન અને તેમના માટે જરૂરી પાયાની સુવિધાઓ પ્રત્યે જરૂરી સુધારાવાદી નીતિ અને ઈરાદાનો પણ અભાવ છે.
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં શેરબજાર વિશે કરેલી એલાન પછી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. નાણાપ્રધાનની F&O (ફ્યુચર એન્ડ ઓપ્શન્સ) પર STTમાં વધારો કરવાની જાહેરાત પછી શેરબજાર ઘટ્યું હતું. નાણાપ્રધાને લાંબી મુદ્દતના મૂડીરોકાણ પર લાગનારા ટેક્સને વધારી દીધો હતો. એ સાથે ટૂંકા સમયગાળાના મૂડીરોકાણ પર લાગનારા ટેક્સમાં પણ ફેરફાર કર્યો હતો. જોકે સરકારે એન્જલ ટેક્સને સંપૂર્ણપણે ખતમ કર્યો હતો.
નાણાપ્રધાને બજેટ ભાષણમાં અનલિસ્ટેડ બોન્ડ્સ, ડિબેન્ચર્સ પર કેપિટલ ગેઇન્સ ટેક્સ લગાવ્યો હતો. અનલિસ્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ પર પણ કેપિટલ ગેન્સ ટેક્સ લગાવવામાં આવ્યો છે.આ સાથે શેરબજારમાં હવે શેર ખરીદી-વેચાણથી થનારા નફા પર વધુ ટેક્સ આપવો પડશે. એક વર્ષથી વધુ લિસ્ટેડ એસેટને લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG)ના દાયરામાં રાખવામાં આવી છે. આ સાથે પસંદગીની એસેટ્સ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ (STCG) 20 ટકા કરી દીધો છે. પસંદગી એસેટ પર LTCGને વધારીને 12.5 ટકા કરી દેવામાં આવ્યો છે, આ પહેલાં એ 10 ટકા હતો.
ઓપ્શન પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન્સ ટેક્સ (STT)માં ફેરફાર કરવામાં આવ્યો છે. એ STTને વધારીને 0.02 ટકા કરી દેવામાં આવ્યો છે. આ સિવાય શેર બાયબેકથી થનારી કમાણી પર પણ ટેક્સ લાગશે. વિદેશી કંપનીઓના કોર્પ ટેક્સ ઘટાડીને 35 ટકા કરી દેવામાં આવ્યો છે.
આ બધી જાહેરાતો પછી શેરબજારમાં ઝડપી ઘટાડો થયો હતો. શેરબજાર પર ટેક્સના એલાનની થોડી મિનિટોમાં નિફ્ટી, સેન્સેક્સમાં આશરે એક ટકા ઘટ્યા હતા. અનેક શેરોમાં લોઅર સરકિટ લાગી હતી. જોકે નીચા મથાળે શેરોમાં ટેકો મળતાં અને વેચાણો કપાતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી થઈ હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કર્યું છે. બજેટમાં MSME સહિત રોજગારી અને મહિલાને ફોક્સ કરવામાં આવ્યું છે. સતત સાતમી વખત બજેટ રજૂ કરતી વખતે કેટલીક પ્રોડક્ટ્સ અને સેવાઓ પર લાગનાર ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. ટેક્સ ઘટવાથી કેટલીક વસ્તુઓ સસ્તી થશે. તો બીજી તરફ ટેક્સ વધવાથી ઘણી પ્રોડક્ટ્સના ભાવ વધી જશે.
વર્ષ 2024-25 માટે રજૂ કરવામાં આવેલ બજેટમાં કેટલીક વસ્તુની ખરીદી પર રાહત આપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી થશે. આ ઉપરાંત મોબાઈલ તેમજ મોબાઈલના ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15 ટકા ઘટાડી દેવામાં આવ્યા છે. ત્યારે મહિલા માટે સૌથી પ્રિય કિંમતી ધાતું ગણાતું સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી દીધી છે. જેના કારણે સોના અને ચાંદીની કિંમતોમાં પણ આંશિક રાહત મળશે. આ સિવાય ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ, ટેલિકોમ સાધનો મોંઘા થયા છે, તેના પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં સોના-ચાંદી 13,000 રૂપિયા મોંઘું થયું હતું. ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવ 300 રૂપિયા ઘટ્યા છે. આ દરમિયાન તુવર દાળ લગભગ 30 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઇ છે. સોયાબીન તેલ, લોટ અને ચોખાના ભાવમાં વધુ ફેરફાર થયો નથી.
આ વર્ષના બજેટમાં મોબાઈલ ચાર્જર, મોબાઇલ ફોન, સોના ચાંદીના ઘરેણા સહિત સોલાર સેલ/સોલાર પેનલ, તાંબામાંથી બનેલો સામાન, કેન્સરની ત્રણ દવાઓ, લિથિયમ બેટરી સસ્તી, લિથિયમ બેટરી સસ્તી, લિથિયમ બેટરી સસ્તી, પ્લેટિનમમાંથી બનેલો સામાન, ચામડાંમાંથી બનેલી પ્રોડક્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઇમ્પોર્ટેડ જ્વેલરી, વિજળીના તાર, એક્સરે મશીન, ફીશ શિડ જેવી વસ્તુ પર સરકારે રાહત આપી છે. આ ઉપરાંત પીવીસી ફ્લેક્ષ બેનર, ટેલિકોમ ઉપકરણો, પ્લાસ્ટિકની વસ્તુઓ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંપૂર્ણ બજેટ રજૂ કર્યુ. મોદી સરકારની ત્રીજી ટર્મનું આ પ્રથમ બજેટ છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણનું સતત સાતમું બજેટ છે. પરંતુ શું તમે ભારતના એવા નાણા મંત્રીઓ વિશે જાણો છો, જેઓ નાણામંત્રી તો રહ્યા પરંતુ બજેટ રજૂ કરી શક્યા નથી.
દેશનું સામાન્ય બજેટ (બજેટ 2024) આજે રજૂ થયું. સોમવારે વડાપ્રધાનના ભાષણ બાદ સંસદનું બજેટ સત્ર શરૂ થયું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બની છે અને મોદી 3.0નું આ પ્રથમ બજેટ છે. ત્યારે નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે.
કેસી નિયોગી બજેટ રજૂ ન કરી શક્યા
હવે વાત કરીએ બજેટ ઈતિહાસમાં સમાવિષ્ટ એવા બે નાણાપ્રધાનોની, જેઓ આ પદ ધરાવતા હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નથી. જેમાં પહેલું નામ આવે છે પૂર્વ નાણામંત્રી ક્ષિતિશ ચંદ્ર નિયોગીનું, જેઓ નાણામંત્રી પદ પર તો રહ્યા પરંતુ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી શક્યા ન હતા. હકીકતમાં એમણે વર્ષ 1948માં માત્ર 35 દિવસ માટે નાણામંત્રી પદ સંભાળ્યું હતું. તેમણે આર.કે. સન્મુખમ ચેટ્ટીની જગ્યાએ આ જવાબદારી સંભાળી હતી, પરંતુ 35 દિવસ પછી એમણે રાજીનામું આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન એમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી.
નિયોગી સ્વતંત્ર ભારતના બીજા નાણાં પ્રધાન હતા
કે.સી. નિયોગીએ ખૂબ જ ટૂંકા ગાળા માટે નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી અને તેઓ સ્વતંત્ર ભારતના બીજા નાણાં પ્રધાન હતા. નાણામંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ જોન મથાઈએ નાણા મંત્રાલયનું કામ સંભાળ્યું અને દેશના ત્રીજા નાણામંત્રી બન્યા. આ પછી મથાઈએ સંસદમાં તે નાણાકીય વર્ષનું બજેટ ભાષણ રજૂ કર્યું.
એચએન બહુગુણા પણ છે આ યાદી
બજેટ રજૂ ન કરી શકનારા નાણાપ્રધાનોની યાદીમાં આગળનું નામ હેમવતી નંદન બહુગુણા (એચ એન બહુગુણા)નું છે, જેમણે આ પદ સંભાળ્યું હતું પરંતુ એમને પણ સામાન્ય બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. બહુગુણાની સ્થિતિ કેસી નિયોગી જેવી જ હતી, કારણ કે તેમનો કાર્યકાળ પણ માત્ર સાડા પાંચ મહિનાનો જ રહ્યો હતો. હેમવતી નંદન બહુગુણા વર્ષ 1979માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારમાં નાણામંત્રી બન્યા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન પણ બજેટ રજૂ થઈ શક્યું ન હતું.
મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ ગુરુપૂર્ણિમાની અવસર પર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMCC)માં પ્રતિષ્ઠિત કલાકારો અને મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યુ હતું.
ગત વર્ષથી સાથે શરૂ કરવામાં આવેલો આ “પરંપરા” કાર્યક્રમ ગુરુ-શિષ્યની પરંપરાને દર્શાવે છે. આ કાર્યક્રમમાં નીતા અંબાણી હાજર રહ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે,ગુરુ-શિષ્ય પરંપરા એ આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની કરોડરજ્જુ રહી છે. તેણીએ ભારતના કલાત્મક વારસાને ઘડનાર શિક્ષણ અને શીખવાની પ્રથાઓના સારને જાળવવામાં તેની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમની શરૂઆત નીતા અંબાણીની હૃદયપૂર્વકની લાગણીઓ સાથે થઈ. તેમણે શિક્ષકો પ્રત્યે ઊંડો કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું,”અમારા શિક્ષકો માટે કૃતજ્ઞતા અને આદરથી ભરેલા હૃદય સાથે હું ‘પરંપરા’ની બીજી આવૃત્તિમાં આપ સૌનું સ્વાગત કરું છું.”
“આપણા માતા-પિતા આપણા જીવનના પ્રથમ શિક્ષક છે. મારી સફરમાં આજે હું જે વ્યક્તિ છું તેને ઘડવામાં મારા માતા-પિતાએ જે ભૂમિકા ભજવી છે તેના માટે હું ખૂબ જ આભારી છું. મારા પિતાની દયા અને મારી માતાના અતૂટ સમર્પણ અને સખત મહેનતે મને ખૂબ પ્રભાવિત કરી છે,” તેણીએ ઉમેર્યુ.તેણીએ તેના જીવનમાં તેના સાસરિયાઓના પ્રભાવને પણ સ્વીકાર્યું અને કહ્યું કે,“લગ્ન પછી મારા જીવનમાં સૌથી વધુ પ્રભાવ મારા સસરા ધીરુભાઈ અંબાણીનો રહ્યો છે. મેં મારા સાસુ કોકિલા બેન પાસેથી પણ અમૂલ્ય પાઠ શીખ્યા છે.”
NMACCના સાંસ્કૃતિક મિશન પર પ્રતિબિંબિત કરતા નીતા અંબાણીએ શેર કર્યું કે “આ અમારું સ્વપ્ન છે કે અમારા વારસા અને પરંપરાઓની પ્રશંસા કરવામાં આવે અને આગામી પેઢીઓ સુધી પહોંચાડવામાં આવે. તે સપનું વાસ્તવિકતામાં પરિવર્તિત થયું તે જોઈને હું ખૂબ જ ખુશ છું.”
કાર્યક્રમમાં રતિકાંત મહાપાત્રાએ તેમના પિતા સુપ્રસિદ્ધ ઓડિસી ઉસ્તાદ પદ્મ વિભૂષણ ગુરુજી શ્રી કેલુચરણ મહાપાત્રાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ભરતનાટ્યમના ઉસ્તાદ રમા વૈદ્યનાથન અને તેમની પુત્રી સાન્નિધિએ 25 શિષ્યો સાથે શાનદાર રજૂઆત કરી હતી.
27 જુલાઈના રોજ ભવ્ય પરાકાષ્ઠા દરમિયાન રાહુલ શર્મા 50-પીસ ઓર્કેસ્ટ્રા સાથે તેમના પિતા પદ્મ વિભૂષણ પંડિત શિવકુમાર શર્માને રાગો અને શાસ્ત્રીય સંગીતની સિમ્ફની દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
રાજ્યમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આગાહી પગલે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થીતિ પણ સર્જાય છે. તો બીજી બાજું ભારે વરસાદથી ખેડૂતો માટે રાહતના સમાચાર પણ આવી રહ્યા છે. જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં પ્રમાણે, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં 183724 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 223685 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 39.93 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં ૧૫ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં 51786 ક્યુસેક, ઉકાઈમાં 31206 ક્યુસેક, રાણા ખીરસરામાં 23656 ક્યુસેક, વેણુ-૨માં 18906 ક્યુસેક, ઉમિયાસાગરમાં 18486 ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં 16024 ક્યુસેક, ઓઝત-વિઅરમાં 15256 ક્યુસેક તથા સરદાર સરોવરમાં 13419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 29 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 19 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 50 ડેમમાં 25થી 50 ટકા વચ્ચે જળ સંગ્રહ નોંધાયો છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.40 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 42.55 ટકા,મધ્ય ગુજરાતના 17માં 35.10, કચ્છના 20માં 32.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.50 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.