Home Blog Page 1632

દેશમાં એક સાથે ચાર વાયરસનો હુમલો

હવે ભારતમાં એક સાથે ચાર વાયરસ ફેલાઈ રહ્યા છે. તેઓ દેશના વિવિધ રાજ્યોમાં ફેલાઈ રહ્યા છે અને લોકો તેનો શિકાર બની રહ્યા છે. ચારેય વાયરસ જૂના હોવા છતાં જે દરે તેમના કેસ આવી રહ્યા છે તે પહેલા ભાગ્યે જ જોવા મળ્યા છે. વાયરસના કારણે લોકોના મોત પણ થઈ રહ્યા છે. જેના કારણે નિષ્ણાતોની ચિંતા વધી રહી છે. નિષ્ણાતોએ લોકોને સતર્ક રહેવા અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપી છે. હાલમાં દેશના ત્રણ રાજ્યોમાં ચાંદીપુરા, નિપાહ, ઝિકા અને કોવિડ વાયરસની અસર વધુ જોવા મળી રહી છે. તેમની વચ્ચે કોવિડના બહુ ઓછા કેસો છે, પરંતુ જે રીતે ચાંદીપુરા અને ઝિકા વાયરસના કેસ વધી રહ્યા છે તે જોતા આવનારા દિવસોમાં મોટો ખતરો જોવા મળી રહ્યો છે.

ચાંદીપુરા વાયરસની વાત કરીએ તો આ વાયરસને કારણે દેશમાં અત્યાર સુધીમાં 27 બાળકોના મોત થયા છે. ગુજરાતમાં આ વાયરસનો કેસ સામે આવ્યા બાદ અન્ય રાજ્યોમાં પણ તે ફેલાઈ રહ્યો છે. તમામ રાજ્યોમાંથી સંક્રમિત બાળકોના સેમ્પલ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવી રહ્યા છે.

ચાંદીપુરા વાયરસ શું છે?

ડોક્ટરોનું કહેવું છે કે ચાંદીપુરા વાયરસ ઘણો ખતરનાક છે. તાવ, ઉલ્ટી અને ઝાડાથી શરૂ થતો તેનો તાવ મગજ પર હુમલો કરે છે. જો યોગ્ય સમયે સારવાર ન મળે તો 48 કલાકની અંદર બાળકનું મૃત્યુ થઈ શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં આ વાયરસ મગજને અસર કરે છે. ચાંદીપુરામાં મૃત્યુદર 85 ટકા છે, જેનો અર્થ છે કે દર 100 ચેપગ્રસ્ત લોકોમાંથી 85 લોકોના મૃત્યુ થવાની સંભાવના છે. જો કે આ વાયરસ એક બાળકમાંથી બીજા બાળકમાં સરળતાથી ફેલાતો નથી, પરંતુ તેને ફેલાવતી માખીઓ અને મચ્છર લોકોને સરળતાથી ચેપ લગાવી શકે છે.

નિપાહ વાયરસનો કહેર

કેરળમાં નિપાહ વાયરસના કારણે 14 વર્ષના યુવકનું મોત થયું છે. કેરળમાં આ વાયરસના કેટલાક કેસ છે, પરંતુ યુવકના મોત બાદ કેરળનું આરોગ્ય વિભાગ એલર્ટ પર છે અને આ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોને શોધી કાઢવામાં આવી રહ્યા છે. નિપાહ પણ નવો વાયરસ નથી, તેની ઓળખ 1998-99માં થઈ હતી. આ વાયરસ ચામાચીડિયા દ્વારા ફેલાય છે અને તે માણસોને પણ ચેપ લગાડે છે.

ઝિકાના કેસ વધી રહ્યા છે

મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસ વધી રહ્યા છે. આ વખતે મચ્છરોથી થતી આ બીમારીના વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ઝિકાના લક્ષણો ફલૂ જેવા જ છે. તેના લક્ષણો હળવા હોવા છતાં, તેને રોકવા માટે કોઈ રસી અથવા સૂચિત દવા નથી. આવી સ્થિતિમાં આ વાયરસને ખતરનાક માનવામાં આવે છે. ભારતમાં કોવિડના કેટલાક કેસ નોંધાયા છે, પરંતુ કેસોમાં વધારો બહુ નથી. જોકે નિષ્ણાતોએ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં ટ્રાફિક મેનેજમેન્ટની ટીકા કરી..

અમદાવાદમાં વધતી ટ્રાફિકની સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સંદીપ એન.ભટ્ટેની બેચમાં ટ્રાફિકને લઈ સુનવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનવણીમાં ટ્રાફિકને લઈ હાઈકોર્ટે ટ્રાફિક પોલસનો ઉધડો લીધો હતો. ટ્રાફિકના રૂલ્સના તોડવા માટે પેરામીટરને લઈ હાઈકોર્ટે પ્રેશ્નો કર્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે, “ટ્રાન્સપોર્ટ વ્હીકલ નીકળશે તો 10 પોલીસ કર્મી તેને ઘેરીને ઉભા હશે, તેનો શું પર્પસ છે? તમે ટ્રાફિક પોલીસને ટ્રાફિક કંટ્રોલ કરવા માટે રાખી છે કે પછી લો એન્ફોર્સ માટે રાખો છો? લોકોમાં કેવી ઇમ્પ્રેશન પડે.” આ ઉપરાંત હાઈકોર્ટે ટ્રાફિક ડ્રાઈવને લઈ પોલીસને પ્રશ્નો કર્યા હતા.

હાઇકોર્ટે કહ્યું કે, “લક્ઝરી બસ સીટીમાં દિવસે પણ આંટા મારે છે. નોટિફિકેશમાં રાત્રે જ શહેરમાં બસની એન્ટ્રી છે તો પછી દિવસે કેમ ફરે છે. એસટી બસ, લક્ઝરી બસ ગમે ત્યા પાર્ક થાય છે એનું પણ તમને કઇ ધ્યાનમાં આવતું નથી. કોઇ ટુ વ્હીલર પટ્ટાની બહાર ઉભુ કર્યું હશે તો તેને ત્યાંથી ઉપાડી જવાનું પણ આટલી મોટી લક્ઝરી બસ તમને દેખાતી નથી.” પબ્લિક ટ્રાસપોર્ટને લઈ પોલીસને પ્રશ્ન કરતા હાઈકોર્ટે પૂછ્યું  રિક્ષા હોય, શેરિંગ જીપ ચાલે છે તેમાં કેટલા પેસેન્જર ભર્યા હોય છે. છોકરાઓની વાન જાય છે તેમાં કેટલા પેસેન્જર ભર્યા હોય છે. સીટિંગ કેપિસીટી છ જણની છે તોય તેમાં આઠ પેસેન્જર કેવી રીતે ભરેલા હોય છે?  થોડા સમય પહેલા બાળકો વાનના CNG ટેન્ક બેસી જતા હોય તેવા વિડીયો વાયરલ થાય હતા. આ વિષયને લઈને પણ હાઈકોર્ટે પ્રશ્ને કર્યા હતા.

મુંબઈ: ‘વ્યકિત મટી બનું વિશ્વ માનવી’ શીર્ષક હેઠળ યોજાયો કાર્યક્રમ

મુંબઈ: ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને કવિ ઉમાશંકર જોશીના 114માં જન્મદિવસ નિમિત્તે કાંદિવલીમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાહિત્યકાર ડૉ.દિનકર જોશીએ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ઉમાશંકર જોશી વિશે રસપ્રદ વાતો કરી શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા તો બીજી બાજુ એસએનડીટીની વિધાર્થીનીઓ તરફથી ‘મળી મને મારી માતૃભાષા ગુજરાતી…’કોરસમાં જોશપૂર્વક રજૂ કરીને માહોલને ઉમાશંકર જોશીમય બનાવી દીધો હતો.

કાંદિવલી ઍજ્યુકેશન સોસાયટી, સંચાલિત ગુજરાતી ભાષા ભવન દ્રારા સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને કવિ ઉમાશંકર જોશીના જન્મદિવસ નિમિત્તે “વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી” શીર્ષક અંતર્ગત એક રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેને વરસાદી માહોલમાં પણ રસિકજનોએ પોતાની હાજરીથી છલકાવી દીધો હતો. આ પ્રસંગે ઉમાશંકર જોશીના ચુનંદા ઉત્તમ સર્જનોને ગીત, કાવ્યપઠન રૂપે રજૂ કરાયા હતા. એસએનડીટી, ચર્ચગેટની એમએ (માસ્ટર ઓફ આર્ટસ)ની વિધાર્થીની બહેનોએ રસપ્રદ અંદાજમાં કવિની રચનાઓને પ્રસ્તુત કરી શ્રોતાઓના મનોભાવને આનંદથી ભીંજવી દીધા હતા.

 

 

ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડો. દિનકર જોશીએ આ પ્રસંગે ઉમાશંકર જોશીના જીવનના કેટલાંક કિસ્સાઓ સહિત તેમના વિશેની રસપ્રદ વાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ સર્જકને 113 વરસ બાદ પણ આ સ્વરૂપે યાદ કરાય એ ઉત્તમ પ્રસંગ કહેવાય. આ શુભ અવસરે સુપ્રસિદ્ધ ખગોળ વિજ્ઞાનશાસ્ત્રી ડો. જે.જે.રાવલે ઉપસ્થિત રહીને સાહિત્ય અને વિજ્ઞાનના એકત્વને સિદ્ધ કરતી સ્વ-રચિત સુંદર કવિતા પ્રસ્તુત કરી પોતાનો આનંદ પ્રગટ કર્યો હતો. એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, અનુસ્નાતક ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ પ્રૉ.દર્શના ઓઝા પણ આ શુભ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.

સામયિક અને પુસ્તક વિમોચન પણ

કાર્યક્રમનાં પ્રારંભે એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, અનુસ્નાતક ગુજરાતી વિભાગની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ સામયિક ‘સિસૃક્ષા’અંક-8 તથા વિભાગની વિદ્યાર્થિની અલ્પા દેસાઈની નવલકથા ‘ગોરસ’ અને વિદ્યાર્થિની ફાલ્ગુની વોરાનાં અનુવાદિત પુસ્તક ‘રંગમંચનું પ્રકાશ આયોજન’ નું ડો. દિનકર જોશી, ડો. જે.જે.રાવલ, કીર્તિભાઈ શાહ,એ.બી.મહેતાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રૉ. દર્શના ઓઝા તથા કવિત પંડ્યાના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમની પ્રસ્તુતિ એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠ, અનુસ્નાતક ગુજરાતી વિભાગની કલાકાર બહેનો અનિતા ભાનુશાલી, ફાલ્ગુની વોરા, રૂપાલી શાહ, શીતલ રાઠોડ, બીના દેસાઈ, જસ્મીન શાહ, ઊર્મિ ઝવેરી, સોનાલી ગોરડિયા, ઇન્દ્રાવતી ઝાલા, ક્રિષ્ના સોની, જીજ્ઞા જોશી, સાવિત્રી શાહ, હેતલ ગાલા, હિરલ પંડ્યા અને ગોપી શાહ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ઉમાશંકર જોશીની 20 જેટલી પ્રતિનિધિ અને પ્રસિદ્ધ કવિતાઓનું ગાન તથા પઠન કરવામાં આવ્યું હતું, એમનાં પ્રસિદ્ધ પદ્યનાટક ‘યુધિષ્ઠિર’ની વાચિક પ્રસ્તુતિ ડો.કવિત પંડયા દ્રારા કરવામાં આવી હતી અને ગદ્ય કૃતિઓનું પણ પઠન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં કેઈએસના ટ્રસ્ટીઓ મહેશ શાહ, ભરત દત્તાણી, વિનોદ શાહ અને કવિ સંજય પંડયા સહિત અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અચંબિત

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે માટે સોમવારની તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી છે. ભારતના પડોશી દેશ ભૂતાનના આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા.

ભૂતાનના રાજા મહોદય સાથેનું પ્રતિનિધિ મંડળ આજે એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું. ભૂતાનના પારંપારિક વસ્ત્ર પરિધાનમાં આ વિદેશી મહાનુભાવોનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ઓળખ સમા ગરબાની પ્રસ્તુતિ સાથે મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. અહીં સર્વેને વોલ ઓફ યુનિટીની માહિતી આપવામાં આવી હતી.

બાદમાં પરિસરની અંદર પ્રદર્શનોની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં ભારતની સ્વાતંત્ર્ય ગાથા અને તે બાદ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઈડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. રાજા અને પ્રધાનમંત્રી વ્યુઈંગ ગેલેરી પહોંચ્યા હતા. ત્યાંથી મહાનુભાવોએ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નિહાળ્યો હતો.

અહીં મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પશ્ચાદભૂ સમજાવવામાં આવી હતી. બાદમાં રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂકે મુલાકાતી પોથીમાં નોંધ કરી હતી. જેમાં તેમણે સુંદર અક્ષરોમાં લખ્યું કે “ભારતને શુભકામના અને સ્મરણ.”

ભૂતાનના આ સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળે બાદમાં સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી. અહીં સરદાર સરોવરના કારણે ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણની વિગતો આપવામાં આવી હતી. તે બાદ ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગેને માનસર વિદાય આપવામાં આવી હતી.

આ મુલાકાત વેળાએ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભૂતાનના ભારતીય રાજદૂત સુધાકર દેલેલા, ભૂતાનના ભારત ખાતેના રાજદૂત મેજર જનરલ વેતસોપ નામગ્યેલ, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ વાસ્તવ, એસઓયુના વડા મૂકેશ પૂરી, કલેકટર  શ્વેતા તેવતિયા, સીઇઓ  ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આર્થિક સર્વેઃ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે થશે 34 લાખ નોકરીઓનું સર્જન

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2030 સુધી 500 ગિગાવોટ રિન્યુએબલ એનર્જી (RE)ના લક્ષ્યને પૂરા કરવા માટે 30.5 લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણની જરૂર પડશે. સંસદમાં રજૂ કરવામાં આવેલા સર્વે અનુસાર એ લક્ષ્યને હાંસલ કરવા માટે નાણાં એકત્ર કરવાની સાથે-સાથે સ્પર્ધાની શરતો પર મૂડીરોકાણ અને જમીન અધિગ્રહણના મુદ્દાનું સમાધાન જરૂરી છે.

આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 2024થી 2030ની વચ્ચે ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આશરે રૂ. 30.5 લાખ કરોડના મૂડીરોકાણની અપેક્ષા છે. એનાથી આ ક્ષેત્રે નોકરીની તકો વધશે.

સર્વે કહે છે કે દેશમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રને 2014થી 2023ની વચ્ચે 8.5 લાખ કરોડ રૂપિયા (રૂ. 102.4 અબજ ડોલર)નું નવું મૂડીરોકાણ મળ્યું, જ્યારે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે એપ્રિલ, 2000થી માર્ચ 2024 સુધીમાં 17.88 અબજ ડોલરનું સીધું મૂડીરોકાણ (FDI) મળ્યું હતું.

આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટો માટે જમીન અધિગ્રહણમાં રાજ્ય સરકારોએ મુખ્ય ભૂમિકા નિભાવવી જોઈએ. ભારતે 2030  સુધી ઊર્જા સંસાધનોથી વીજ ઉત્પાદન માટે 50 ટકા કુલ સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રીય વીજ ઓથોરિટીની રાષ્ટ્રીય ઇલેક્ટ્રિસિટી યોજના અનુસાર  હાઇડ્રો પાવર, ન્યુક્લિયર, બાયોમાસ, લઘુ હાઇડ્રો પાવર આધારિત ક્ષમતા 2023-24માં કુલ સ્થાપિત ક્ષમતાના 441.9 ગિગાવોટમાંથી આશરે 203.4 ગિગાવોટ (કુલના 46 ટકા) છે. વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 500 ગિગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે આશરે 34 લાખ નોકરીઓનું સર્જન થવાની વકી છે.

 

ગુજરાત વિદ્યાપીઠ ખાતે 70મો પદવીદાન સમારોહ યોજાયો

અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષો જૂની પરંપાર તૂટી અને નવી પરંપરાની શરૂઆત થઈ. વર્ષોથી વિદ્યાપીઠમાં ઓક્ટોબર મહિનામાં પદવીદાન સમારોહનું આયોજન થતું હતું. આ વર્ષે પ્રથમ વખત ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની હાજરીમાં 70મો પદવીદાન સમારોહ યોજાયો. પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મભૂષણ રાજશ્રી બિરલા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 972 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી. પદવીદાન સમારોહમાં 39 પીએચડી, 5 એમ.ફિલ., 457 અનુસ્નાતક, 424 સ્નાતક, 47 પી.જી. ડિપ્લોમા એમ કુલ 972 વિદ્યાર્થી ભાઈ બહેનોને ડિગ્રી એનાયત કરાઇ હતી.

આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓને કહ્યું, “જીવનમાં ક્યાંય પણ જાઓ એવો આચાર, વિચાર અને વ્યવહાર રાખજો કે ગૂજરાત વિદ્યાપીઠનું ગૌરવ વધે. રાષ્ટ્રસેવા, માનવસેવા અને જીવસેવાના ભાવ સાથે, સર્વના કલ્યાણની ભાવના સાથે જીવનમાં ખૂબ પ્રગતિ કરજો.” પ્રાકૃતિક ખેતી માટે સૌને પ્રેરણા આપતાં આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, આજકાલ આપણી ખેતી હિંસક થઈ ગઈ છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનું કામ જ છે, મારો..મારો.. મારો.. આપણે મિત્ર જીવો અને સૂક્ષ્મ જીવ-જંતુઓને ખતમ કરી રહ્યા છીએ અને એટલે જ આપણે ખતરનાક ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છીએ. આ પ્રસંગે પદ્મભૂષણ રાજશ્રીબેન બિરલા, નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, અલ્હાબાદ યુનિવર્સિટીના કુલાધિપતિ તથા યુજીસીના સભ્ય આશિષ ચૌહાણ, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ .હર્ષદ પટેલ, વિદ્યાપીઠનું સમગ્ર ટ્રસ્ટી મંડળ અને અધ્યાપકો, વાલીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

NEET UG પરિણામમાં અમદાવાદ ગુજરાતમાં અવલ!

NEET-UG -2024ના વિવાદ વચ્ચે આખરે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગત 20 જુલાઈના રોજ પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત શનિવારે એટલે કે, 20 જુલાઈ 2024ના રોજ કેન્દ્ર અને શહેરવાઈઝ પરિણામ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે NEET UD 2024ના પરિણામમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. ફરી એક વખત NEET પરિણામને લઈ ફરી એક વખત ગુજરાત ચર્ચામાં આવ્યું છે. જેમાં અમદાવાદ એટલા માટે ચર્ચામાં છે કે, અહીંયાં ટકાવારી મુજબ 700થી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની યાદીમાં પ્રથમ નંબર આવે છે. અમદાવાદની DPS સ્કૂલ કે જ્યાં 676માંથી 12 અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ કે જ્યાં 754માંથી 8 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે.

તો આ બાજુ રાજકોટ RK યુનિવર્સિટીની સરખામણીએ આ બન્ને કેન્દ્રોનાં પરિણામ ખૂબ ઊંચાં માનવામાં આવે છે. આજે ચોમાસુ સત્રમાં પાર્લામેન્ટમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેમના INDIA ગઠબંધનના સાથી એખિલેશ યાદવે નીટનો મુદ્દો ગજાવ્યો હતો. અમદાવાદના દિલ્હી પબ્લિક સ્કૂલમાં લેવાયેલ NEETની પરીક્ષામાં કુલ 676 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 12 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે ચાંદખેડા વિસ્તારમાં આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં કુલ 754 વિદ્યાર્થીએ પરીક્ષા આપી તેમાંથી 8 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. તેમજ એસ.પી. રિંગ રોડ પર આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ કેન્દ્રમાં કુલ 709 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 4 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. ડ્રાઈવ ઈન રોડ પર આવેલી એશિયા ઈંગ્લિશ સ્કૂલ કેન્દ્રમાં કુલ 757 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાંથી 3 વિદ્યાર્થીઓએ 700થી વધુ માર્ક્સ મેળવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પબ્લિક સ્કૂલમાં 36 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્ક્સ મેળવ્યા છે.

સાપના જીવ બચાવનાર આ ઇશાન કોણ છે?

ગુજરાતી કહેવત “મોરાના ઈંડા ચીતરાવા ન પડે” એ અમદાવાદના 16 વર્ષીય ઈશાન લાખાણીના કેસમાં સાચી પડી છે. અત્યાર સુધીમાં સમીરભાઈએ 6000થી વધુ સાપનું અને એ સિવાય પણ ઘણા વાઈલ્ડ એનિમલને રેસ્ક્યૂ કરીને એમના જીવ બચાવ્યા છે. ઈશાનના પિતા સમીર લાખાણી પણ એક વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂર છે. તેઓ પોતાના શોખથી સેવાકીય ભાવે વાઈલ્ડ એનિમલનું રેસ્ક્યૂ કરવા માટે જાય છે. એમના આ 16 વર્ષીય દીકરાએ અત્યાર સુધીમાં 300થી વધુ સાપનું રેસ્ક્યૂ કર્યું છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ઈશાન લાખાણીએ કહ્યું, “ત્રીજા ધોરણમાં હતો ત્યારથી જ પપ્પા સાથે રેસ્ક્યૂમાં જતો હતો. સૌપ્રથમ તો ઉતરાયણના તહેવાર બાદ બર્ડ રેસ્ક્યૂમાં ગયો હતો. નેશનલ જીયોગ્રાફી ચેનલ પર વિવિધ પ્રોગ્રામ્સ જોઈને અને ઘરમાં પપ્પાનું કામ જોઈને મને પણ વાઈલ્ડ એનિમલ અને તેના રેસ્ક્યૂના કામમાં રસ પડ્યો. આથી ચોથા ધોરણમાં એટલે કે 11 વર્ષની ઉંમરે મેં મારો પ્રથમ સ્નેક રેસ્ક્યૂ કર્યું હતું. ત્યારે અમે સુરતમાં રહેતા હતા. અમારી સોસાયટીમાં એક સાપ નીકળ્યો હતો. પપ્પા ઘરે ન હતા. આથી મેં જ સોસાયટીના લોકોને કહ્યું કે ગભરાશો નહીં આ સાપ બિનઝેરી છે કંઈ કરશે નહીં અને સાપનું રેસ્ક્યૂ કરીને ઘરે લઈ આવ્યો હતો. તે ટ્રિનકેટ સ્નેક હતો. પપ્પાની સાથે રહીને મને સાપ અને તેની પ્રજાતિ વિશેની થોડીઘણી સમજણ તે ઉંમરે પડવા લાગી હતી. અત્યારે તો સાપની દરેક પ્રજાતિ વિશે મારી પાસે નોલેજ છે.”

ઈશાનના પિતા સમીરભાઈનું કહેવુ છે કે પતંગની દોરીથી પક્ષીઓને થયેલા નુક્સાનને જોઈને ઈશાન એટલી હદે દ્રવિત થયો કે તેણે ઉતરાયણનો તહેવાર ઉજવવાનું છોડી દીધું. ઈશાન હાલમાં બ્રાઈટ ઈંગ્લિશ મીડિયમ શાળામાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. પોતાનું ભણવાનું પૂરું કર્યા બાદ રાત્રે જ્યારે પણ પિતાને રેસ્ક્યૂ કોલ આવે ત્યારે ઈશાન પણ સાથે જતો હોય છે.

ઈશાનના કામ વિશે પિતા સમીર લાખાણીએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે, ઉનાળામાં જ્યારે અમે કોઈ સાપને રેસ્ક્યૂ કરીએ ત્યારે તેને તરત જ દિવસે છોડી મૂકતા નથી. કારણ કે ટેમ્પરેચર વધારે હોય. આથી હું એ સાપને ઘરે લઈ આવું. ત્યારે ઈશાન પણ તેને જુએ. તેના વિશે તેને બધી માહિતી આપું. કઈ પ્રજાતિનો છે, બીન ઝેરી છે કે ઝેરી છે. રાત્રે સાપને છૂટો મૂકવા જાઉં ત્યારે એ મારી સાથે પણ આવે. આમ, ધીમે-ધીમે તેને આ કામમાં અને વાઈલ્ડ એનિમલમાં રસ જાગ્યો. તેને બધી સાપની પ્રજાતિ વિશેની માહિતી આપતો હતો. જો રેસ્ક્યૂ કરવા માટે એ મારી સાથે આવે તો કઈ રીતે રેસ્ક્યૂ કરાય એ સમજાવતો હતો. આથી તેનામાં ઘણી બધી સમજણ ખુબ જ નાની ઉંમરથી આવી ગઈ હતી. એક્સિડન્ટલી એણે અમારી સોસાયટીમાં આવેલો સાપ રેસ્ક્યૂ કર્યો અને તેને ઘરે લઈ આવ્યો. ત્યારથી મને પણ લાગ્યું કે તે સાપ રેસ્ક્યૂ કરી શકે છે. ઈશાને અત્યાર સુધીમાં 300થી વધુ સાપનું રેસ્ક્યૂ કર્યું છે. જો કે તે માત્ર બીનઝેરી સાપોને જ રેસ્ક્યૂ કરે છે. 18 વર્ષ બાદ ફોરેસ્ટ વિભાગની પરીક્ષા પાસ કર્યા બાદ જ તે ઝેરી સાપોનું રેસ્ક્યૂ કરી શકશે.

સમીરભાઈ છેલ્લાં 15 વર્ષથી વાઈલ્ડ લાઈફ એનિમલના રેસ્ક્યૂ સાથે જોડાયેલા છે. આ માટે તેમણે ફોરેસ્ટ વિભાગમાંથી તાલીમ લીધી છે. તેઓ પોતાની NGO લાઈફ ફોર વાઈલ્ડ ફાઉન્ડેશન પણ ચલાવે છે. જેમાં તેમની પાસે અમદાવાદ અને સુરતમાં થઈને 30 કરતા વધારે વોલેન્ટિયર છે. જેઓ વાઈલ્ડ લાઈફ એનિમલના રેસ્ક્યૂના કામમાં ફોરેસ્ટ વિભાગની મદદ કરે છે. આ રીતે સાપ રેસ્ક્યૂના કોલ આવે તો તેમાં પણ જતાં હોય છે. ઈશાન તેમની સાથે આ કામમાં ખુબ જ નાની ઉંમરથી જોડાયેલો છે. મોટાભાગે મોડી રાત્રે આવતા રેસ્ક્યૂ કોલ જલ્દી કોઈ અટેન્ડ ના કરે. ત્યારે સમીરભાઈ અને ઈશાન સાથે આવા કોલ કરવા માટે જતા હોય છે. એક માતા તરીકે બાળકની ચિંતા થવી સ્વાભાવિક હોય છે. ત્યારે ઈશાનના માતા સરોજ લાખાણીને વિશ્વાસ છે કે ઈશાન સાપને સારી રીતે રેસ્ક્યૂ કરી લેશે. આ ઉપરાંત તેને પૂરી તકેદારી રાખવાનું કહેવામાં આવતું હોય છે. જેમ કે પગમાં બૂટ પહેરવા ફરજીયાત છે, ફૂલ જીન્સ અથવા તો ટ્રેક પહેરેલું હોવું જોઈએ, આખી બાંયની ટી-શર્ટ કે શર્ટ પહેરેલો હોવો જોઈએ.

ચોમાસું અને ઉનાળામાં સાપ નીકળવાની ઘટના વધતી હોય છે. ઉનાળામાં તો ઠંડકના કારણે કદાચ સાપ દરમાં બેસી રહેતા હોય છે. પરંતુ ચોમાસામાં તો દરમાં પાણી ભરાય જવાના કારણે સાપ નીકળવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે. ત્યારે ઈશાન અને સમીરભાઈ સાથે જ રેસ્ક્યૂ કોલમાં જતા હોય છે. ગુજરાતમાં સાપની જે 63 પ્રજાતિઓ મળે છે તેમાંથી માત્ર ચાર સાપ જ ઝેરી હોય છે. જ્યારે બીજા ઓછા ઝેરી અથવા તો બિન ઝેરી હોય છે. સાપ એ ઠંડા લોહીનું પ્રાણી છે. આથી ચોમાસાની ઠંડકમાં એણે શરીરનું તાપમાન જણાવાય રહે તે માટે ગરમ વસ્તુનો સહારો લેવો પડતો હોય છે. આથી જ ચોમાસામાં ઘરમાંથી, વાડામાંથી, ગાડીના એન્જિનમાંથી, બુટ કે પગ લૂછણિયામાંથી સાપ નીકળવાની ઘટનાઓ બનતી હોય છે. આથી સવારના સમયે બૂટ પહેરતી વખતે અથવા તો ગાડી ચાલુ કરતા સમયે ખાસ ધ્યાન રાખવું પડે છે.

અમદાવાદમાં લગભગ દરેક એરિયામાંથી સાપ નીકળવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ જ્યાં તાજેતરમાં કન્સ્ટ્રક્શન થયું હોય તે વધારે આવી ઘટનાઓ બને છે. ત્યારે ઈશાન જેવાં કિશોરો જ આગળ આવીને લોકોને સાપથી અને સાપને સામાન્ય લોકોથી બચાવે છે. અત્યારે તો ઈશાન શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ તેને આ જ ફિલ્ડમાં આગળ વધવું છે અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂર બનવું છે. પ્રાણીઓ સાથે તેને ખુબ જ લગાવ છે. એમના  જીવ બચાવવાના કામને ઈશાનને પોતાનું જીવન બનાવી લીધું છે.

મોદી સરકારે નીતિશ કુમારની સૌથી મોટી માંગ નકારી કાઢી

કેન્દ્રએ બિહારને વિશેષ દરજ્જો આપવાની માંગને ફગાવી દીધી છે. એનડીએના મુખ્ય સહયોગી જનતા દળ (યુનાઈટેડ)ની આ મુખ્ય માંગ હતી. એક લેખિત જવાબમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે બિહારને વિશેષ દરજ્જો આપવાનો કોઈ મામલો નથી. બિહારના ઝાંઝરપુરના JDU સાંસદ રામપ્રીત મંડલે નાણા મંત્રાલયને પૂછ્યું હતું કે શું સરકાર પાસે આર્થિક વિકાસ અને ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા માટે બિહાર અને અન્ય સૌથી પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવાની કોઈ યોજના છે.

જેડીયુને આનો જવાબ મળ્યો

પંકજ ચૌધરીએ જવાબ આપતા કહ્યું, “અગાઉ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NDC) એ કેટલાક રાજ્યોને આયોજન સહાય માટે વિશેષ શ્રેણીનો દરજ્જો આપ્યો હતો જેમાં ઘણી વિશેષતાઓ હતી જેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હતી. આ લાક્ષણિકતાઓમાં ટેકરીઓ અને મુશ્કેલ ભૂપ્રદેશ, ઓછી વસ્તી ગીચતા અને /અથવા આદિવાસી વસ્તીનો મોટો હિસ્સો, પડોશી દેશો સાથેની સરહદો પરનું વ્યૂહાત્મક સ્થાન, આર્થિક અને માળખાકીય પછાતપણું અને રાજ્યના નાણાંની બિન-સધ્ધર પ્રકૃતિ.

તેમણે વધુમાં સમજાવ્યું કે, અગાઉ, ખાસ કેટેગરીના દરજ્જા માટેની બિહારની વિનંતીને આંતર-મંત્રાલય જૂથ (IMG) દ્વારા ધ્યાનમાં લેવામાં આવી હતી, જેણે 30 માર્ચ, 2012ના રોજ તેનો અહેવાલ સુપરત કર્યો હતો. IMG એ તારણ કાઢ્યું હતું કે “હાલના NDC માપદંડોના આધારે રાખવામાં આવ્યું હતું. બિહાર માટે વિશેષ કેટેગરીના દરજ્જા માટેનો કોઈ કેસ નથી.

પ્રિયંકાનો વિચિત્ર લુક જોઈ યુઝર્સે હાર્દિક પંડ્યા સાથે કરી સરખામણી

મુંબઈ: બોલિવૂડમાંથી હોલિવૂડ તરફ પ્રયાણ કરનાર પ્રિયંકા ચોપરા આ દિવસોમાં એક પછી એક અદ્ભુત પ્રોજેક્ટ કરી રહી છે. પોતાના અભિનયથી લોકો પર છાપ છોડનાર પ્રિયંકા ચોપરા પોતાની દરેક ભૂમિકાને ખાસ બનાવવા માટે સખત મહેનત કરે છે. તેણી દરેક ભૂમિકામાં જીવ રેડી દે છે.

તાજેતરમાં, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપ્યા પછી તે કામ પર પાછી ફરી છે. પ્રિયંકા ચોપરા ઓસ્ટ્રેલિયામાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મના સેટ પરથી તેની ઘણી તસવીરો સામે આવી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાસ્તવમાં આમાં પ્રિયંકાનો અનોખો લુક જોઈ શકાય છે. તેનો આવો લુક પહેલા ક્યારેય જોવા મળ્યો ન હતો. આ જોઈને લોકો તેની સરખામણી હાર્દિક પંડ્યા સાથે પણ કરી રહ્યા છે. એટલું જ નહીં ચાહકોનું કહેવું છે કે અભિનેત્રીનો આ નવો દેખાવ એકદમ વિચિત્ર છે.

પ્રિયંકાની તસવીરો વાયરલ થઈ હતી

આ દિવસોમાં પ્રિયંકા ચોપરા ‘ધ બ્લફ’નું શૂટિંગ કરી રહી છે. તેણે આ ફિલ્મ માટે જ વિચિત્ર લુક અપનાવ્યો છે. આ ફિલ્મના સેટ પરથી એક્ટ્રેસના નવા લૂકની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. તે ફ્રેન્ક ઇ. ટાવર્સની પીરિયડ એક્શન ફિલ્મ ધ બ્લફમાં સી વોલ્ફ (સમુદ્રી ડાકુ)ની ભૂમિકા ભજવે છે. લીક થયેલા ફોટામાં તે બ્લેક સ્પેગેટી આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. તેણે પોતાના વાળ પણ વિચિત્ર રીતે કટ કરાવ્યા છે અને આ હેરસ્ટાઈલ હવે ચર્ચાનો વિષય બની ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Patty Cardona (@jerryxmimi)

હેરસ્ટાઇલ જોયા પછી લોકોની પ્રતિક્રિયા
આ રોલ માટે પ્રિયંકાએ તેના લાંબા વાળથી અલગ હેરસ્ટાઈલ અપનાવી છે. 19મી સદીના કેરેબિયન સી વોલ્ફ તરીકે તેના દેખાવને વધુ વધારતા તે સૌ પ્રથમ મોહૌક સાથે જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ યુઝર્સ આ લુકથી એટલા ઉત્સાહિત થઈ ગયા કે તેમાંના એકે કોમેન્ટ સેક્શનમાં પૂછ્યું, ‘શું આ પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન પીરિયડમાં છે કે અલગ?’ ફેન એકાઉન્ટે જવાબ આપ્યો, ‘હા, 1800 માં કેરેબિયન ટાપુમાં છે. અન્ય એક વ્યક્તિએ પૂછ્યું કે પ્રિયંકા ઓસ્ટ્રેલિયામાં કેટલા સમય સુધી ફિલ્મનું શૂટિંગ કરશે, જેના જવાબમાં ફેન એકાઉન્ટે કહ્યું,’ ખબર નથી કે પ્રિયંકા શૂટિંગ પૂરું ન થાય ત્યાં સુધી રોકાશે કે કેમ, સામાન્ય શૂટિંગ ઓગસ્ટના અંત સુધી ચાલશે એક ચાહકે લખ્યું કે આ લુક હાર્દિક પંડ્યાથી પ્રભાવિત છે. જ્યારે બીજાએ લખ્યું, ‘તેનામાં હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ છે.’ એક વ્યક્તિએ તો હદ વટાવીને લખ્યું કે, ‘પ્રિયંકાનું દિમાગ ભટકી ગયું છે અને હવે આ લોકો પોતાનું મન ભટકાવી રહ્યા છે.’

આ ફિલ્મોમાં પ્રિયંકા જોવા મળશે
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ‘ધ બ્લફ એન્ડ હેડ્સ ઓફ સ્ટેટ’માં જોવા મળશે. આ સિવાય તે ‘જી લે જરા’થી બોલિવૂડમાં કમબેક કરવા માટે પણ તૈયાર છે. હાલમાં તે આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને તે અંત અંબાણીના લગ્નમાં સામેલ થવા આવી હતી.