Home Blog Page 1637

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા AAPની 5 ગેરંટી

હરિયાણામાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી-પંજાબની જેમ AAP હવે હરિયાણામાં પણ આ જ મોડલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. AAPએ શનિવારે પંચકુલાના ઈન્દ્રધનુષ ઓડિટોરિયમમાં પાંચ ગેરંટી લોન્ચ કરી. આ કાર્યક્રમ માટે પંજાબના સીએમ ભગવંત માન, સુનીતા કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલ હજુ પણ દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે.

દિલ્હી-પંજાબમાં પાર્ટીની યોજના સફળ થયા બાદ પાર્ટીએ હરિયાણામાં પણ આ જ મોડલ લોન્ચ કર્યું છે. AAPએ હરિયાણામાં ઘણી સુવિધાઓ મફતમાં આપવાની ખાતરી આપી છે. તેમાં વીજળી, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યની તમામ માતા-બહેનોને દર મહિને નિયત રકમની ખાતરી પણ આપવામાં આવી છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની 5 ગેરંટી

1- 24 કલાક મફત વીજળી

દિલ્હી અને પંજાબની જેમ હરિયાણામાં પણ પાર્ટીએ તેનું મોડલ લાગુ કર્યું છે. કેજરીવાલની ગેરંટી જણાવે છે કે હરિયાણાના લોકોના તમામ જૂના બાકી સ્થાનિક બિલો માફ કરવામાં આવશે.
વીજળી કાપ અટકશે, દિલ્હી અને પંજાબની જેમ 24 કલાક વીજળી સપ્લાયની પણ ખાતરી આપવામાં આવી છે.

2- દરેકને સારી અને મફત સારવાર

દિલ્હી અને પંજાબની જેમ દરેક ગામ અને શહેરના દરેક વિસ્તારમાં મોહલ્લા ક્લિનિક સ્થાપવાની ગેરંટી.
તમામ સરકારી હોસ્પિટલોના કાયાકલ્પ અને નવી સરકારી હોસ્પિટલોના નિર્માણની ખાતરી.
દરેક હરિયાણવીની સંપૂર્ણ સારવાર મફતમાં થશે, પછી ભલે બીમારી નાની હોય કે મોટી.
તમામ પરીક્ષણો, દવાઓ, ઓપરેશન અને સારવાર મફતમાં કરવાની ખાતરી આપવામાં આવે છે.

3- સારા અને મફત શિક્ષણની ગેરંટી

દિલ્હી અને પંજાબની જેમ હરિયાણામાં પણ શિક્ષણ માફિયાઓનો ખાત્મો થશે.
સરકારી શાળાઓને સારી બનાવવાની ગેરંટી
પાર્ટીએ ખાનગી શાળાઓમાં ગુંડાગર્દી બંધ કરવાની અને ખાનગી શાળાઓની ફીમાં ગેરકાયદેસર વધારો અટકાવવાની બાંહેધરી પણ આપી છે.

4- દરેક માતાઓ અને બહેનોને દર મહિને રૂ. 1000.

તમામ માતાઓ અને બહેનોને દર મહિને 1000 રૂપિયાની ગેરંટી આપવામાં આવી છે.

5- દરેક યુવાનોને રોજગાર

દરેક બેરોજગાર યુવાનોને રોજગારની વ્યવસ્થા કરવાની ખાતરી.
માત્ર 2 વર્ષમાં પંજાબમાં 45,000 સરકારી નોકરીઓ અને 3 લાખથી વધુ લોકો માટે ખાનગી રોજગારનું સર્જન થયું છે, દિલ્હીમાં 2.5 લાખ સરકારી નોકરીઓ અને 12 લાખથી વધુ લોકો માટે ખાનગી રોજગાર સર્જાયા છે.

કરીના અને સૈફ વચ્ચે આ બાબતે વારંવાર થાય છે ઝઘડો

મુંબઈ: આ દિવસોમાં બોલિવૂડ કપલ્સ વચ્ચેના મતભેદ અને તણાવ દરેક જગ્યાએ ચર્ચામાં છે. તાજેતરમાં જ નતાશા સ્ટેનકોવિચે તેના ક્રિકેટર પતિ હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની જાહેરાત કરી છે. લગ્નના 4 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા છે. બીજી તરફ બચ્ચન પરિવારમાં પણ મતભેદની અફવાઓ ચાલી રહી છે. એવી ચર્ચા છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે બધુ બરાબર નથી. આ અહેવાલો વચ્ચે હવે કરીના કપૂર ખાને પણ પોતાની અને તેના પતિ સૈફ અલી ખાન વચ્ચેની લડાઈ અંગે ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે તેની અને સૈફ વચ્ચે અવારનવાર ઝઘડા થાય છે, આ સાથે તેણે આ ઝઘડાનું કારણ પણ જણાવ્યું.

સામાન્ય કપલ્સની જેમ કરીના-સૈફમાં પણ ઝઘડા થાય છે

કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નને 12 વર્ષ પૂર્ણ થવાના છે. બંનેને બે બાળકો તૈમૂર અને જેહ છે. કરીના અવારનવાર પોતાના સુખી પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પરંતુ, એવું નથી કે તેની અને સૈફ વચ્ચે કોઈ ઝઘડા નથી. કરીનાએ પોતે ખુલાસો કર્યો છે કે અન્ય કપલ્સની જેમ તેના અને સૈફ વચ્ચે પણ ઝઘડા થાય છે. બેબોએ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ અંગે ખુલીને વાત કરી હતી.

ઘણી વખત અમે ઘરે હોવા છતાં મળતા નથી: કરીના

તાજેતરમાં ‘ધ વીક’ને આપેલા ઈન્ટરવ્યુમાં કરીના કપૂરે પોતાના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વિશે ખુલીને ચર્ચા કરી હતી. કરીનાએ જણાવ્યું કે કેવી રીતે સૈફ સાથે રહેવાથી તે જવાબદાર અને ડાઉન ટુ અર્થ બની ગઈ છે. તેણે કહ્યું- ‘સૈફ અને હું એકબીજાને પૂર્ણ કરીએ છીએ. જો મને ક્યારેય ચિંતા થાય તો સૈફ મારું ધ્યાન રાખે છે અને જ્યારે સૈફને કોઈ સમસ્યા હોય તો હું તેની સંભાળ રાખું છું. ઘણી વખત એવું બને છે કે એક જ ઘરમાં રહેવા છતાં અમે એકબીજાને મળી શકતા નથી. અમારા કામના કારણે અમે બંને અલગ-અલગ શિફ્ટમાં હોઈએ છીએ. કેટલીકવાર કામ સંબંધો પર ખૂબ તાણ લાવે છે. જેમ કે ક્યારેક એવું બને છે કે તે સવારે 4:30 વાગ્યે ઘરે આવે છે અને ક્યારેક હું કામ પરથી ઘરે પહોંચું છું ત્યારે તે સૂતો હોય છે.

 

બેસો અને નક્કી કરો કે આપણે ક્યારે સાથે સમય વિતાવીશું

કરીનાએ તેના અને સૈફ વચ્ચેના ઝઘડા વિશે આગળ જણાવ્યું – ‘ક્યારેક અમારા માટે મળવું પણ મુશ્કેલ બની જાય છે, તેથી અમે બેસીએ છીએ, કેલેન્ડર કાઢીએ છીએ અને એક દિવસ નક્કી કરીએ છીએ કે આ દિવસે આપણે બંને ઘરે સાથે રહીશું. પછી અમે સાથે સમય વિતાવીએ છીએ.’

સૈફ-કરીના એસી ટેમ્પરેચરને લઈને લડાઈ

પોતાની અને સૈફ વચ્ચેના ઝઘડા વિશે વાત કરતાં કરીનાએ કહ્યું, ‘માત્ર એક-બે નહીં, મારી અને સૈફ વચ્ચે ઘણી બધી બાબતો પર ઝઘડા થાય છે. પરંતુ ખૂબ જ નાની વસ્તુઓ પર. પૈસાને લઈને અમારી વચ્ચે કોઈ ઝઘડા નથી. જેમ કે હું ઇચ્છું છું કે ACનું તાપમાન 20 ડિગ્રી હોય અને તેઓ ઇચ્છે છે કે તે 16 ડિગ્રી હોય. પછી અમે સમાધાન કરીને 19 પર આવીએ છીએ. હું જાણું છું કે ઘણી વખત એસીના તાપમાનને કારણે લોકો છૂટાછેડા લઈ લે છે. એમાંય જ્યારે લોલો (કરિશ્મા કપૂર)ઘરે આવે ત્યારે તે ચતુરાઈથી તાપમાનને 25 સુધી ઘટાડી દે છે અને સૈફ કહે છે કે સારુ થયું કે મેં બેબો સાથે લગ્ન કર્યા, ઓછામાં ઓછું અમે 19 પર સમાધાન તો કરીએ લઈએ છીએ.

 

સોના-ચાંદીની કિંમતમાં આવી સ્થિરતા..

સોના-ચાંદીમાં સપ્તાહના અંતે આવી સ્થિરતા. અમદાવાદમાં આજે સોનાની કિંમત ગઈકાલની તુલનાએ રૂ. 500 ઘટી રૂ. 75500 પ્રતિ 10 ગ્રામ થઈ છે. જ્યારે સપ્તાહ પ્રમાણે ભાવમાં સ્થિરતા દેખાય છે. ત્યારે બીજી બાજું ચાંદીની કિંમતોમાં પણ નરમાશ આવતી જોવા મળી રહી છે. ચાંદી સાપ્તાહિક ધોરણે રૂ. 2500 સસ્તું થયું છે. 13 જુલાઈએ રૂ. 93000 પ્રતિ કિગ્રા સામે આજે ચાંદીની કિંમત રૂ. 90500 પ્રતિ કિગ્રા નોંધાયું છે. જ્યારે ગઈકાલની સરખામણીમાં ચાંદી આજે રૂ. 500 સસ્તી થઈ છે.

કિંમતી ધાતુની કિંમતો ઘટવા પાછળનું કારણ પ્રોફિટ બુકિંગ તેમજ ગ્રાહકોનો અભાવ છે. તહેવારોની સિઝન શરૂ થવાની સાથે હવે સોના-ચાંદીમાં ગ્રાહકો વધવાની અપેક્ષા છે. જ્યારે વધુ પડતા ઊંચા ભાવના કારણે ગ્રાહકો પોતાની ખરીદી પર કાપ મુકવાની પણ આશંકાઓ સેવાય રહી  છે.

MCXની વાત કરીએ તો, MCX પર સોનાનો ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામના રૂ. 73,204ના ભાવે ખૂલ્યો હતો, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડે ઉપરમાં રૂ. 74,731 અને નીચામાં રૂ. 72,919ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 844ના ઉછાળા સાથે રૂ. 74,155ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ. 759 ઊછળી રૂ. 59,830 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ. 88 વધી રૂ. 7,297ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 760 વધી રૂ. 73,965ના સ્તરે પહોંચ્યો હતો.

જ્યારે ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ. 94,011ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. 94,054 અને નીચામાં રૂ. 91,391ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 2,418ના ભાવઘટાડા સાથે રૂ. 91,772ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 2,334 ગબડી રૂ. 91,759 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 2,334ના કડાકા સાથે રૂ. 91,744 બંધ થયો હતો.

બજેટમાં સૌપ્રથમ વાર ઇન્કમ ટેક્સમાં છૂટનું એલાન થવાની શક્યતા

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન 23 જુલાઈએ મોદી સરકાર 3.0નું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરવાનાં છે. બજેટમાં આ વખતે નાણાપ્રધાન ટેક્સછૂટ પર મોટું એલાન કરે એવી શક્યતા છે. સરકાર ટેક્સ છૂટને વધારીને રૂ. પાંચ લાખ કરે એવી શક્યતા છે, પણ 15-20 લાખ રૂપિયાની વચ્ચેની આવક માટે નવો ટેક્સ સ્લેબ અને HRA અથવા હોમ લોનમાં વ્યાજકાપ છૂટ નવી કર વ્યવસ્થામાં એલાન થવાની શક્યતા છે.

જૂની ઇન્કમ ટેક્સ વ્યવસ્થા હેઠળ બેઝિક એક્ઝેમ્પશન મર્યાદા રૂ. 2.5 લાખ અને નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ રૂ. ત્રણ લાખ છે. ટેક્સ પેયરની ટેક્સેબલ ઇન્કમની આ લિમિટ સુધી કોઈ ટેક્સ ચૂકવવાનો નથી. અપેક્ષા છે કે પૂર્ણ બજેટમાં આ લિમિટને નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ વધારીને રૂ. પાંચ લાખ કરવામાં આવે એવી શક્યતા છે.

જો સરકાર આવકવેરાની લિમિટ વધારશે તો એનાથી ના તો સરકારની ટેક્સની આવક પર અસર પડશે કે ના તો ટેક્સ બેસ ઓછો થશે. જોકે એનાથી હાયર ટેક્સ બ્રેકેટમાં આવનારા કરદાતાઓનો ટેક્સ ખર્ચ ઓછો થવામાં મદદ મળશે, એમ ટેક્સ કન્સલ્ટન્સી કંપની ટેક્સ આરામ ઇન્ડિયાના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને ફાઉન્ડર-ડિરેક્ટર મયંક મોહનકાનું કહેવું છે. તેમનું માનવું છે કે જો નાણાપ્રધાન બેઝિક એક્ઝેમ્પશન લિમિટને વધારીને રૂ. પાંચ લાખ કરશે તો રૂ. 15-20 લાખની ટેક્સેબલ ઇન્કમવાળા લોકોને ટેક્સમાં રૂ. 50,000-60,000ની બચત કરી શકે છે.

 

ચાંદીપુર અપડેટ: બનાસકાંઠા, પંચમહાલમાં વધ્યો વાયરસનો કહેર..

રાજ્યમાં ધીમે પગલે ચાંદીપુરા પગ પેસારો કરી રહ્યું છે. ત્યારે એક બાદ એક જિલ્લામાં ચાંદીપુરાના કેસો સામે આવી રહ્યા છે. કેટલીક વિસ્તારમાં ચાંદીપુરાએ બાળકાના જીવ લઈ લીધા છે. ત્યારે આજે પંચમહાલમાં કુલ ચાંદીપુરા વાયરસના 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 4 બાળકોના મોત થયા છે. પંચમહાલ જિલ્લાના કાલોલમાં રહેતા દાહોદ જીલ્લાના એક ગામના શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય એક કિશોરનું ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

પંચામહાલ જિલ્લાના ગોધરા, મોરવા હડફ,કાલોલ અને ઘોઘંબા તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા છે. હાલ સુઘીમાં જિલ્લામાં કુલ 11 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. જે પૈકી ચાર અસરગ્રસ્ત બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. જીલ્લામાંથી મળી આવેલા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસમાં અસરગ્રસ્ત બાળકોના સીરમ સેમ્પલ પુણા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જે પૈકી બે સેમ્પલના રિપોર્ટ આવ્યા છે, જેમાં ઘોઘંબાના લાલપરી ગામની નવ વર્ષીય કિશોરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે આ કિશોરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે એક કિશોરને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે,જેમાં દાંતીવાડા ખાતે 16 વર્ષની કિશોરને તાવ, જાડા, ઉલટી,ચક્કર આવતા આરોગ્ય વિભાગ દ્વારા કિશોરના સેમ્પલ લઇ ગાંધીનગર ખાતે મોકલવા આવ્યો છે. જે બાદ કિશોરને અમદાવાદ ઝાયડન્સ હોસ્પિટલ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યો આરોગ્ય વિભાગે આગળની તપાસ હાથ ધરી છે.

જીલ્લામાંથી આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 220 સેન્ડ ફ્લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ જીલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં દવા છંટકાવ,તિરાડો પુરવાની અને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

સ્વચ્છતા, સાવચેતી અને સમયસર સારવાર જ નિદાન : ડૉ. રાકેશ જોશી

ચોમાસુ આવેને રોગચાળો વકરતો હોય છે. જેનું સૌથી મોટું કારણ છે સ્વચ્છતાનો અભાવ. ઘણી વખત આપણી બેદરકારીના કારણે સામાન્ય વાયરલ ઈન્ફેક્શન પણ જીવલેણ સાબિત થાય છે. અત્યારે ચાંદીપુરા રોગના કારણે લોકોમાં ફફડાટ વ્યાપેલો છે. જો કે આ રોગ એટલો જીવલેણ હોતો નથી. પરંતુ તકેદારી રાખવામાં ન આવે અને સારવારમાં મોડું થાય તો આ રોગમાં વ્યક્તિએ જીવ ગુમાવવો પડતો હોય છે. ચાંદીપુરા રોગ અને અન્ય વાયરલ રોગો વિશે જાણકારી મેળવવા માટે અને અત્યારની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ચિત્રલેખા.કોમએ સિવિલ હોસ્પિટલ, અસારવાના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી સાથે ખાસ વાતચીત કરી. જાણીએ આ રોગના ફેલાવા અને તેનાથી બચવાના ઉપાયો વિશે તેમનું શું કહેવું છે.

ચિત્રલેખા: ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે સિવિલ તંત્ર દ્વારા કેવાં પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.

રાકેશ જોશી: સૌપ્રથમ હું આપને જણાવી દઉં કે, અહીં આવતા દરેક કેસ ચાંદીપુરાના હોતા નથી. હજુ સુધી માત્ર એક જ બાળકનું સેમ્પલ પોઝિટિવ આવ્યું છે. બાકીના બધા કેસ વાયરસ ઈન્ફેક્ટેડ હોય છે. ચોમાસાના ત્રણ મહિનાના પિરયડમાં આવા કિસ્સાઓ દર વર્ષે મળતા હોય છે. દર વર્ષે તેનું પ્રઝન્ટેશન દરેક લેવલે કંઈકને કંઈક અલગ-અલગ હોય છે. પરંતુ લક્ષણો એના કોમન હોય છે. જેમ કે હાઈગ્રીન ફિવર આવે, ખેંચ આવે અથવા તો બાળક બેભાન થઈ જાય. ડાયરિયા-વોમિટિગ સાથે બાળક આવે એટલે એને એનકેફેલાઈટિસ હોય શકે. આથી એનકેફેલાઈટિસ માટે બેક્ટેરિયલ ઈન્ફેક્શન, વાયરલ ઈન્ફેક્શન, મેલેરિયા અથવા ડેન્ગ્યૂ જવાબદાર હોય શકે છે. આ સિઝનમાં આ પ્રકારના કેસીસ જોવા મળતા હોય છે. ચાંદીપુરાનો એક કેસના આધારે સમચારોમાં તેને વધુ પડતો હાઈપ આપી દેવામાં આવ્યો છે. જેનાથી પેરેન્ટ્સમાં નેગેટિવ ઈમ્પેક્ટ થઈ રહ્યો છે. લોકો ભયમાં આવી ગયા છે. દરેક માતા-પિતાને એવું લાગે છે કે અત્યારે જો તેમનાં બાળકને તાવ આવશે તો તે મરી જ જશે. લોકોને ડરવાની જરૂર નથી.

ચાંદીપુરાના વાયરલ ઈન્ફેક્શન વિશે તમે શું કહેશો? તેમાંથી કઈ રીતે બાળકોને બચાવી શકાય?

ચાંદીપુરા થાય એટલે તે બીજું કઈ નહીં એક પ્રકારનું વાયરલ ઈન્ફેક્શન છે. કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન માટે સૌથી મહત્વની વસ્તુ એ છે કે તે કઈ રીતે થાય છે, તેના કારણો જાણવા અને તે કારણોને નાબૂદ કરવા. જો પૂરેપૂરી સાવચેતી રાખવામાં આવે તો બાળકને આ ઈન્ફેક્શન થશે જ નહીં. જો બાળકને ઈન્ફેક્શન થઈ જાય પછી તમે દોડો છો તો ટાઈમ પર દોડો. દરેક હોસ્પિટલમાં અત્યારે જે બાળકોના મૃત્યુ થયા છે એમનો રિપોર્ટ જોશો તો તમને ખબર પડશે કે બાળકને લાસ્ટ સ્ટેજમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હોય છે. બાળક લાસ્ટ સ્ટેજમાં આવે એટલે તેને તરત જ વેન્ટિલેટર પર મુકવુ પડે છે. એ પરિસ્થિતિમાં આવે એટલે તો ગમે તેટલી સઘન સારવાર કરવામાં આવે તો પણ અમને બચાવવા માટેનો પૂરતો સમય મળતો નથી. અત્યારે ખરેખર લોકોમાં એવી અવેરનેસ લાવવાની છે કે જો તમારા બાળકને ફિવર હોય, ખેંચ આવે અથવા ઝાડા-ઉલ્ટી થયા હોય તો તેને ઘરેમાં પડેલી ઘરગથ્થું દવા ના આપશો. તેને લઈને સીધા જ નજીકની હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરને બતાવો અથવા તો જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં બાળકને લઈ જાઓ. જો તમે બાળકને લઈને સમયસર પહોંચી જાઓ તો ચોક્કસથી તેને બચાવવાનો સમય ડોક્ટર્સને મળી રહેતો હોય છે.

આ રોગ વિશે સામાન્ય વ્યક્તિએ શું તકેદારી રાખવાની હોય છે?

ચાંદીપુરા એ સેન્ડફ્લાયથી ફેલાય છે. તે ગામડાઓમાં જ વધારે જોવા મળે છે. ગામડાઓમાં પણ ખાસ કરીને છાણ પડી રહેતું હોય એવી જગ્યાએ, જ્યાં ગંદકી વધારે હોય તેવી જગ્યાએ, કાચા મકાનોની તિરાડોમાં સેન્ડફ્લાયની ઉત્પતિ થતી હોય છે. આથી સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે કે, મકાનોની તિરાડો પૂરી દો, ગંદકી ન કરો. જંતુનાશક પાવડરનો છંટકાવ કરો. આ સિઝનમાં મેલેરિયા-ડન્ગ્યૂ જેવાં મચ્છરોની ઉત્પતિ પણ વધારે પ્રમાણમાં થતી હોય છે. આથી લોકોમાં એમાં પણ ખાસ કરીને અંતરિયાળ ગામડાના લોકોમાં આ વિશે જાગૃતિ આવે તે અત્યારે ખુબ જ જરૂરી છે. જેથી કરીને આ પ્રકારના વાયરલ રોગોને વધુ પ્રમાણમાં ફેલાતા રોકી શકાય. સૌથી મહત્વની વાત એ છે કે જે એક કેસ ચાંદીપુરાનો જે જિલ્લામાંથી મળ્યો છે ત્યાં એગ્રેસિવ રીતે પ્રિવેન્શનના પગલાં લેવામાં આવે તો મારી દ્રષ્ટિએ હજારો લોકોને બચાવી શકાય છે અને આ પગલાં લેવાયા જ છે. આથી જ અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે.

અત્યારે જે કંઈ પણ નવા કેસ આવે તેમાં ટેસ્ટિંગ કેવી રીતે થાય છે?

સામાન્ય દિવસોમાં પણ જે નવા કેસ આવે તેનું ટેસ્ટિંગ કમ્પલસરી જ હોય છે. વાયરલ પ્રોફાઈલ કરવાનું અત્યારે ડિટેક્શન છે. પહેલાં એવું હતું કે કોમન એનકેફેલાઈટિસ શેનાથી થાય કે જેમાં મૃત્યુ થવાના ચાન્સિસ વધી જાય એનાં રિપોર્ટ કરવામાં આવતા. જેમ કે ડેન્ગ્યૂ, મલેરિયાના ટેસ્ટિંગ કરવામાં આવતા. અત્યારે પણ દરેકે-દરેક સ્ટેજ અને લક્ષણોના આધારે પિડિયાટ્રિક્સ ટેસ્ટિંગ કરાવતા જ હોય છે. એમાં પણ ચાંદીપુરા માટે તો અત્યાર સુધી સેમ્પલ આપણે પુણે મોકલવા પડતા હતા. પરંતુ હવે તો ગાંધીનગરમાં જ આપણે ટેસ્ટિંગની સુવિધા થઈ ગઈ છે. સેમ્પલમાં બ્લડ, યુરિન અને મગજમાંથી પ્રવાહી ખેંચીને તેને ટેસ્ટિંગ કરાવવામાં આવે છે.

ટેસ્ટ રિપોર્ટ ન આવે ત્યાં સુધી બાળકની સારવાર કઈ રીતે કરવામાં આવે?

બાળક જ્યારે પણ અમારી પાસે આવે એટલે અમે તેના લક્ષણોના આધારે દવા ચાલુ કરી દઈએ છે. જેમ કે વાયરસ માટે એન્ટિ બાયોટિક આપીએ, તાવ હોય તો તેની દવા આપીએ, ઝાડા-ઉલ્ટિ હોય તો તેની દવા આપવાનું શરૂ કરી દઈએ છે. પછી ટેસ્ટિંગના રિઝલ્ટસમાં જે વાયરસ ડિટેક્ટ થાય તેના આધારે દવા ચાલુ કરવામાં આવે છે. ધારો કે બાળકના રિપોર્ટમાં કોઈપણ વાયરસ ડિટેક્ટ થતો નથી તો તેને જે લક્ષણો હોય તેની જ દવા આપવામા આવે છે. કોઈપણ પ્રકારના વાયરલ ઈન્ફેક્શનને શરૂઆતના સ્ટેજમાં જો તમે કંટ્રોલમાં કરી લો છો તો વ્યક્તિ ઝડપથી રિક્વર થઈ જાય છે.

ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે જોવા મળતા પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોનો ડેટા અત્યારે કેટલો છે?

મચ્છરજન્ય રોગના દર્દીઓની સંખ્યામાં અત્યારે વધારો નથી થયો. તેનું કારણ છે કે અમદાવાદ જિલ્લામાં જોઈએ તેવો વરસાદ હજુ સુધી પડ્યો નથી. વરસાદની સિઝન બરાબર જામશે પછી તેમાં વધારો થઈ શકે છે. અત્યારે પાણીજન્ય રોગો વધારે જોવા મળતા હોય છે. જેની અંદર હિપેટાઈટિસ કે ડાયરિયા-વોમિટિંગના કેસો આવતા હોય છે. જો તેના ડેટા વિશે વાત કરીએ તો જૂન મહિનામાં 186 દર્દીઓ હિપેટાઈટિસના નોંધાયા હતા. જુલાઈ મહિનાની 18 તારીખ સુધીમાં 110 દર્દી હિપેટાઈટિસના નોંધાયા છે. તેવી જ રીતે ઝાડા-ઉલ્ટીના જૂન મહિનામાં 423 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જુલાઈ મહિનાની 18 તારીખ સુધીમાં 260 દર્દીઓએ સારવાર લીધી છે. જૂન મહિનામાં વાયરલ ઈન્ફેક્શનના કેસ 666 હતા. જે જુલાઈ મહિનાની 18 તારીખ સુધીમાં 198 દર્દીઓ નોંધાયા છે. જૂન મહિનામાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા હતા. જે જુલાઈ મહિનાના 18 દિવસમાં 17 થયા છે. મેલેરિયાના કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના કેસ જૂનમાં 7 હતા જે જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં 11 થયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના કેસ જૂન મહિનામાં 2 હતા જે જુલાઈ મહિનામાં અત્યાર સુધીમાં શૂન્ય છે. ટાઈફોઈડના કેસ જૂન મહિનામાં 22 કેસ નોંધાયા હતા. જે જુલાઈ મહિનામાં 18 દિવસમાં 13 થયા છે. જો સ્વચ્છતા અને સાવચેતી રાખવામાં આવશે તો આ કેસોમાં વધારો નહીં જ થાય.

રોગચાળો ન વકરે તેના માટે સામાન્ય લોકોએ કેવાં પ્રકારની તકેદારી રાખવી જોઈએ?

આપણને ગાંધીજી પણ કહી ગયા છે કે સ્વચ્છતા રાખો. આપણા ઘરમાં, આપણા અસપાસમાં, સોસાયટીમાં પણ. જો સ્વચ્છતા રાખવામાં આવશે તો ચોમાસામાં રોગચાળો થવાની શક્યતા નહિવત થઈ જાય છે. આ માત્ર સરકારની જવાબદારી નથી, આપણા સૌની પણ છે. જો આપણે આપણા ઘરમાં સ્વચ્છતા અને સાવધાની રાખીશું તો આપણા ઘરમાં કોઈ ઈન્ફેક્ટેડ નહીં થાય. તેવી જ રીતે આપણી સોસાયટીમાં પણ સ્વચ્છતા રાખવી એ આપણી જ જવાબદારી છે. ખાસ કરીને જ્યાં મચ્છરની ઉત્પતિ થતી હોય તેવી દરેક વસ્તુઓ તમારે દૂર કરવાની હોય છે. ઘરની અંદર ક્યાંય પાણી ભરાતું હોય તો તેનો તાત્કાલિક નિકાલ લાવવો જરૂરી છે. કોઈ ટાયરમાં, કોઈ જૂના વાસણમાં કે બીજી કોઈપણ જગ્યા કે જ્યાં પાણી ભરાતું હોય તેનો તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ. બીજું કે બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવા જોઈએ, તેને આખી બાંયના કપડાં પહેરાવો. આવાં સામાન્ય સાવચેતીના પગલાં પણ જો આપણે લઈએ તો રોગ થવાની શક્યતાઓ અડધો-અડધ ઘટી જાય છે.

આવનારા સમયમાં મચ્છરજન્ય રોગચાળો વધશે, તો તેના માટે તંત્ર કેટલું તૈયાર છે?

સિવિલ હોસ્પિટલ એ સરકારની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે. અહીં કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર દર્દીઓની સેવા કરવામાં આવે છે. એની સાથે અમે ક્યારેય કોઈપણ દર્દીને ના પાડતા નથી. અમારી બધી જ કેપેસિટિ ભરાય જાય તો પણ અમે કોઈપણ પ્રકારે દર્દીની સારવાર કરતા જ હોઈએ છીએ. અમારા ડોક્ટર્સ પૂરી રીતે તૈયાર છે. કોઈપણ માત્રામાં દર્દીઓ આવે તેને પહોંચી વળવા માટે અમે સજ્જ છીએ. અમારી પાસે પૂરતી દવાઓ છે, પૂરતા ડોક્ટર્સ છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે આ સિવાય પણ તમામ સુવિધાઓ પણ છે. કોઈએ ગભરાવવાની જરૂર નથી. બસ સમયસર દર્દી અમારી પાસે આવી જાય તો અમારી ટીમ તેને ચોક્કસથી બચાવી લેશે. કોઈપણ પ્રકારના રોગમાં મોડું થાય એટલે દર્દીના બચવાના ચાન્સિસ ઘટી જતા હોય છે. આથી અમે કહેવા માંગીએ છીએ કે દર્દી સમયસર અમારી પાસે આવે. જો તાવ આવે તો જાતે જ પેરાસિટામોલ લઈને બેસી ના રહે, જાતે ઊંટવૈધું ના કરે. જો દર્દી તાત્કાલિક દવાખાને પહોંચી જાય તો તેના રોગનું ઝડપથી નિદાન પણ થાય છે અને સમયસર સારવાર પણ થાય છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદની કારને નડ્યો અકસ્માત

કેન્દ્રીય મંત્રી અને સાંસદ જિતિન પ્રસાદ રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર પીલીભીતના પ્રવાસે હતા. પીલીભીતમાં જ તેમની કાર કાફલામાં ચાલી રહેલી બીજી કાર સાથે અથડાઈ હતી. રાહતની વાત એ છે કે અકસ્માતમાં જિતિન પ્રસાદ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અકસ્માતગ્રસ્ત વાહનને રસ્તામાં મુકીને અન્ય વાહનમાં કાર્યક્રમ માટે રવાના થયા હતા.

આ ઘટના પીલીભીતના માઝોલા-વિજતી રોડ પર સ્થિત બહરુઆ ગામની છે. કાફલાને એસ્કોર્ટ કરી રહેલી કારે અચાનક બ્રેક લગાવી, ત્યારપછી જિતિન પ્રસાદની કારે પણ બ્રેક લગાવી, પરંતુ તેમની કારની પાછળ આવેલી કારે મંત્રીની કારને પાછળથી ટક્કર મારી. વાહનની સ્પીડ વધુ ન હોવાથી અકસ્માત મોટો બન્યો ન હતો. અચાનક આખો કાફલો થંભી ગયો અને જિતિન પ્રસાદ પોતાની કારમાંથી બહાર આવ્યા, પોતાની કાર ત્યાં જ છોડીને બીજી કારમાં બેસીને આગળ વધ્યા.

કેન્દ્રીય મંત્રી પીલીભીતમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા જઈ રહ્યા હતા. તેમના કાફલામાં બીજા ઘણા વાહનો સામેલ હતા. જો કે, અથડામણ બહુ જોરદાર ન હતી તેથી કોઈ મોટું નુકસાન થયું ન હતું. કેન્દ્રીય મંત્રીનો પણ સાંકડો ભાગી છૂટ્યો હતો. કારમાં જિતિન પ્રસાદ ઉપરાંત બીજેપી જિલ્લા અધ્યક્ષ સંજીવ પ્રતાપ સિંહ, એમએલસી સુધીર ગુપ્તા અને બરખેડાના ધારાસભ્ય પ્રખાશાનંદ મુસાફરી કરી રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે CM ચહેરો નહીં હોયઃ સંજય નિરુપમ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવતો જાય છે. ચૂંટણીથી પહેલાં રાજકીય પક્ષો મોટા-મોટા દાવાઓ કરી રહ્યા છે. શિવસેના શિંદે જૂથના વરિષ્ઠ નેતા સંજય નિરુપમે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં મહાયુતિ સરકાર બનાવશે. લોકસભા ચૂંટણીનાં પરિણામો પર તેમણે વિપક્ષને ટોણો મારતાં કહ્યું હતું કે લાકડાની હાંડી વારંવાર નથી ચઢતી.

શિવસેના નેતા સંજય નિરુપમે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી ચહેરો નહીં હોય. કોંગ્રેસે પણ ઘોષણા કરી હતી કે વિધાનસભામાં MVAને સામે રાખીને ચૂંટણી લડવામાં આવશે. આ પહેલાં શરદ પવાર ઉદ્ધવ ઠાકરેના ઇરાદા પર પાણી ફેરવી ચૂક્યા છે. ત્રણ પાર્ટીઓમાં વચ્ચે હોડ લાગી છે. લોકસભા ચૂંટણીનાં પરિણામોએ ત્રણે પક્ષોને રણમાં પાણીનો એક નાનો સ્રોત બતાવી દીધો હતો. ત્રણે પક્ષોમાં મુખ્ય મંત્રીનું સ્વપ્ન જોઈ રહેલા નેતા અત્યારથી સુટ સીવડાવવાની તૈયારીમાં લાગી ગયા છે. તેમને કોણ બતાવે કે લાકડાની હાંડી ફરીથી નહીં ચઢે. બંને ચૂંટણીના સંદર્બે અલગ છે અને મુદ્દા પર અલગ છે. પરિણામો પણ ચોક્કસ બદલાઈ જશે. એક સર્વે અનુસાર મહાયુતિ બહુમતથી માત્ર આઠ સીટ પાછળ છે.

હજી ત્રણ મહિના બાકી છે અને અમે ગેપ પણ ભરીશું અને ચૂંટણી આવતાં-આવતાં MVA બહુ આગળ નીકળી જશે. મહારાષ્ટ્રની લાડલી બહેન અને લાડલા ભાઈ યોજના મહાયુતિની સરકાર ફરીથી લાવી રહી છે. એ દરમ્યાન MVAની ત્રણ પાર્ટીઓના CM ખયાલી પુલાવ પકાવતા રહે, એમ તેમણે કહ્યું હતું.

દ્વારકામાં વરસાદની તોફાની બેટિંગ..

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પગલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદે ગઈકાલથી પોરબંદર અને દ્વારકા પર વરસવાનું શરૂ કર્યું છે. જેને જોઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભારે વરસાદથી પોરબંદર અને દ્વારકામાં ભારે તારાજીના દ્વષ્યો સર્જાયા છે. પોરબંદર બાદ દ્વારકામાં ગઈકાલે બપોર બાદ ચાર કલાકમાં 14 ઇંચ વરસાદની ધમાકેદાર એન્ટ્રી બાદ ગતરાત્રિના અને આજે બપોરે તારીખ 20 ના બપોરના 12:00 વાગ્યા સુધીમાં ભારેથી અતિભારે વરસાદ યાત્રાધામ દ્વારકામાં વરસી રહ્યો છે. આજે સાતથી આઠ ઈંચ વરસાદ ખાબક્યો હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. છેલ્લા 30 કલાકમાં 22 ઇંચ વરસાદથી દ્વારકા જળબંબાકાર બની ગયું છે.

આમ ગઈકાલ બપોરે ત્રણ વાગે શરૂ થયેલા વરસાદથી દ્વારકા શહેરના 40,000 રહેવાસીઓનું જનજીવન ખોરવાઈ ગયુ છે.  સમગ્ર શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા માર્ગોમાં કેડસમા પાણી ફરી વળ્યા છે. ત્યારે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આજરોજ સવારે રજા જાહેર કરી દેવામાં આવી હતી.

આજે સવારથી પાણી ભરાઈ જવાથી દ્વારકાનો ભદ્રકાલી ચોકમાં આવેલી વિવિધ બેંકોમાં પાણી ઘૂસી ગયા છે.  દ્વારકાના માર્ગો પર કેડસમા પાણી ભરાઈ જવાથી લોકોના ઘર અને દુકાનોમાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે જગત પિતા દ્વારાકાધીશની અડધી કાઠીએ જ ધજાજી ફરકાવવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ કલ્યાણપુર તાલુકામાં નોંધાયો છે. જેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદના લીધે અનેક ગામોના માર્ગ બંધ થઇ જતાં સંપર્ક વિહોણા બની ગયા છે.

 

સરકારે આપી શિક્ષકોને ગુરુ પુર્ણીમાની ભેટ

ગુજરાતમાં HTAT ના મુખ્ય શિક્ષક તરીફે ફરજા નિભાવના શિક્ષકો 16 જુલાઈના રોજ ગાંધીનગર તરફ આગળ વધ્યા હતા. વર્ષોની જૂની મગોને લઈ શિક્ષકોએ ગાંધનગર કૂચ કરી હતી. આ ઉપરાંત માંગના સંતોષવામાં આવે ત્યા સુધી ઉપવાસ આંદોલનનું પણ એલાન કર્યુ હતું. આ આંદોલન સામે રાજ્ય સરકારે નમતુ મુક્યું છે. જ્યાં HTATના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમોમાં જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે નિયમોમાં ફેરફાર નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં..

  1. મહેકમ ગણવાની પદ્ધતિ: બાલવાટિકાથી ધો. 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
  • ધો.6થી 8માં 900 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.
  • બાલવાટિકાથી ધો.8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય, ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય.

(2) જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની સ્કૂલમાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જરૂરી.

(3) જિલ્લા ફેરબદલીની માગણી હોય, ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઇએ. 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% શ્રેયાનતાથી ભરવાની રહેશે.

(4) તબીબી કિસ્સાઓની બદલી, રાષ્ટ્રીય-રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ-પત્નીની બદલીઓ, રાજ્યના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી અને કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ-પત્નીની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવી છે.

(5) દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી ક૨શે.

(6) જે-તે સ્કૂલમાં મહેકમ જળવાતું ન હોય તો તેમને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યા 52, એ પછી તાલુકાની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યાઓ 52, એ પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી સ્કૂલોમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે.

(7) જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક અરસ પરસ બદલી

  • બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈપણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે.
  • આંતરિક અને જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઇએ.