Home Blog Page 1642

ગુજરાતમાં મેઘ મહેર કે કહેર..

રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 20 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે ગુજરાતમાં પાછલા 24 કલાકમાં 102 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો.   ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ગઈકાલે બપોરે 12 થી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 18 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્દશ્યો સામે આવ્યાં છે. ભારે વરસાદના પગલે જનજીવન પ્રાભાવિત થયું છે. જ્યાં રોડ રસ્તા પર નદીમાં ફેરવાય ગાય છે, તો કેટલાક પશુ વાહનો તણાયા છે. જ્યારે સ્થાનિકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદને પગલે પોરબંદરની ત્રણ ટ્રેનો રદ કરવામાં આવી છે. તો બીજી બાજુ જુનાગઢમાં પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે. ખાસ કરીને કેશોદ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તો માણાવદરના 20થી વધુ ગામો તેમજ કેશોદના પણ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદને પગલે વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. સોનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યું છે. લોલ નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે.

કેશોદની સાબલી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. પાણી ભરાય જતા ચાર ખેડૂતો ફસાઈ જતાં ગામ લોકોએ ખેડૂતોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતું. ત્યારે પોરબંદર, જુનાગઢ બાદ રાજોકટમાં પણ વરસાદનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. રાજકોટ જિલ્લાના વેણુ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા ડેમના 7 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે, આથી ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના કેટલાક ગામો એલર્ટ કરવામાં આવ્યા.

જામનગરના ધ્રોલ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદ વચ્ચે વિજળી પડવાથી ધ્રોલ તાલુકાન દંપતિનું મોત નિપજ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત પર વરસાદની મહેર જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદના પગલે રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા.

પોરબંદરમાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદથી ચોતરફ પાણી-પાણી

રાજકોટ: સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ વચ્ચે ગુરૂવાર રાત્રે અને શુક્રવાર સવારથી અતિ ભારે વરસાદથી પોરબંદર, વંથલી, કેશોદ અને માણાવદર પંથકમાં મેઘતાંડવથી ચારે બાજુ પાણી ફરી વળ્યા છે અને ગામોમાં નદીઓ વહી રહી છે. વાહનો અને પશુઓ નદી અને વોંકળામાં ફસાયા હોવાથી રેસ્કયું કરવામાં આવી રહ્યા છે. લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.પોરબંદર પંથકમાં છેલ્લા 22 કલાકમાં 17 થી 18 ઇંચ જેટલો વરસાદ પડતાં જળ  બંબાકારની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. ગામડાઓ અને નગરોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક ગામોમાં પાણી ઘુસી જતાં લોક9 જીવ બચાવવા અગાસીઓ પર ચડી ગયા ના અહેવાલો મળ્યા છે.પોરબંદર પંથકમાં અતિ ભારે વરસાદથી કેટલાક ભાગોમાં રેલવે ટ્રેક ધોવાયો છે. રેલવે તંત્રએ કેટલીક ટ્રેનો રદ કરી છે અને કેટલીક ટ્રેનો રિશડ્યુલ કરી છે. પોરબંદર અને કાના લુસ વચ્ચે ટ્રેકને નુકશાન થયું છે.કેશોદમાં શુક્રવારે સવારે પણ અનરાધાર 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. આવી જ સ્થિતિ વંથલી, માણાવદર અને જૂનાગઢ પંથકના ગામડાઓની છે. વેરાવળમાં આજે સવારથી વરસાદે થોડો વિરામ લીધો છે. વહીવટી તંત્રે પોરબંદર અને કેશોદ પંથકમાં રેસ્ક્યુ ટીમો મોકલી છે અને લોકોને સાવચેત કર્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટામાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડયાના અહેવાલો છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)

Opinion: કેન્દ્રીય બજેટથી શું છે લોકોની અપેક્ષા?

કોઇપણ સરકારની ખરી કસોટી બજેટ પર થતી હોય છે. તેના પર દેશ નાનાથી નાના અને મોટાથી મોટા લોકોની નજરો મંડાય રહેતી છે. બજેટમાં કેટલાક ધંધાદારોની અપેક્ષાને પાંખ લાગતી હોય છે, તો કેટલાક સેક્ટરની આશા પર પાણી ફેરવાય જતું હોય છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી, વર્ષ 2024-25 માટે 1લી ફેબ્રુઆરીના રોજ વચ્ચેગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને 23 જુલાઈના રોજ વર્ષ 2024-25 માટે પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે.

 

બજેટ પહેલા તમામ સેક્ટરની આશા અને અપેક્ષાઓ બંધાતી હોય છે.

આ વર્ષના બજેટથી શું છે આ સેક્ટરના લોકોની આશા?

પૂર્વિન મરિયાંકરી, ડાયરેક્ટર, અમદાવાદ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ડેવલપમેન્ટ એસોસિએશન (AEIDA)

અમદાવાદ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ડેવલપમેન્ટ એસોસિએશન (AEIDA)  નિકાસ ક્ષેત્રોના વિકાસને ટકાવી રાખવા અને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા રાખે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વિસ્તરણ માટે નિર્ણાયક, ખાનગી ક્ષેત્રના રોકાણોની સમયસર અનુભૂતિને સક્ષમ કરવા માટે મૂડી ખર્ચના પ્રોજેક્ટ માટે સ્ટ્રીમ લાઇનિંગ મંજૂરી પ્રક્રિયાઓને વધુ ઝડપી બનાવવી જોઈએ. આ ઉપરાંત નવીનતા અને પેટન્ટને પ્રોત્સાહન આપવા માટે R&D માટે કરમાં છૂટ સાથે અનુદાન અને ભંડોળ સહાય પૂરી થઈ શકે તો.. જેનાથી માલ અને સેવાઓમાં અદ્યતન પ્રક્રિયાઓના વિકાસને ફાયદો થશે, સ્પર્ધાત્મકતા અને વૈશ્વિક ધોરણોનું પાલન સુનિશ્ચિત થશે. નિકાસ સબસિડી ઓફર કરવી, કર, નિકાસલક્ષી એકમો માટે લોજિસ્ટિક્સ ખર્ચમાં રાહત અને નવા આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવા માટે પ્રોત્સાહન મળવું જોઈએ. સરકારે ચાલુ શિક્ષણ અને અનુકૂલનક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે તાલીમ અને વિકાસમાં રોકાણ કરતા સ્ટાર્ટ-અપ્સ અને MSMEsને ટેક્સ બ્રેક્સ અને સબસિડી પણ આપવી જોઈએ.

 

રમેન્દ્ર પટેલ, કમિટી મેમર, ફાર્માર અસોસિયેસન

સરકાર પાસે અમને અપેક્ષા છે કે, ગત ચૂંટણી વખતે કરવામાં આવેલા કેટલાક વાયદા પર સરકાર ખરી ઉતરે. સરકારે MSP ને લઈ ખેડૂતો મિત્રોને કેટલા વચનો આપ્યા હતા. સ્થાનિક કક્ષાએ ખેડૂતો પર કેટલીક જગ્યા પર માલ લેવા કે વેચવા માટે પ્રક્રિયા સરળ કરવી જોઈએ. ત્યારે ખેડૂતોને ઉત્પાદન પર ખેડૂતોને વધુ વળતર મળે તેવી જોગવાઈ બનાવવી જોઈએ. સરકારી ફર્ટીલાયસર પર GSTમાં થોડી રાહત આપી શકે તો ખેડૂતો માટે સારુ.. આ ઉપરાંત ટ્રીપ પરથી GST હટાવવાની જરૂર છે.

 

મયુર આડેસરા, ડેપ્યુટી ચીફ ગુજરાત IBJA

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન એવી આશા રાખી રહ્યું છે કે, આવનાર બજેટમાં કસ્ટમ ડ્યુટી શક્ય એટલી ઘટાડવી જોઈએ, જેથી દાણચોરીને રોકી શકાય. સમગ્ર દેશમાં માત્ર IIBX દ્વારા સોનાની આયાતની મંજૂરી હોવી જોઈએ. સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ, સમગ્ર દેશમાં નિકાસ કરવા માટે માત્ર IITBX દ્વારા ચેનલ બનાવવી જોઈએ. આ સાથે જ સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ કામ થઈ શકે, જેથી કરીને આપણા દેશની નિકાસમાં વધારો થઈ શકે. દેશને વિદેશી હૂંડિયામણનો લાભ મળવો જોઈએ. ગિફ્ટ સિટીમાં એક સંપૂર્ણ નિકાસ વિભાગ બનાવવો જોઈએ, જેમાં દેશના કોઈપણ સામાન્ય ઝવેરી તેની પ્રોડક્ટને એક જગ્યાએ લઈ જઈ શકે અને ત્યાંથી તેને વેચી શકે, આખા વિશ્વ બજાર સાથે જોડાઈ શકે અને તેને ગિફ્ટ સિટીની જટિલ સમસ્યાઓમાંથી મુક્તિ મળે. તમામ કાયદાકીય પ્રક્રિયામાં રાહત મળે. સર્વન ગોલ્ડ બોન્ડ હેઠળ કરવામાં આવેલ રોકાણ પર ગ્રાહકોને આવકવેરા મુક્તિ આપવી જોઈએ. સમગ્ર દેશમાં એકસરખી રીતે હોલમાર્કિંગ લાગુ કરવું જોઈએ. ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR) સરળીકરણ લાવવું જોઈએ. જૂનું સોનું ખરીદતી વખતે GST હટાવવી જોઈએ. નાના મધ્યમ વર્ગના નિકાસકારોને સોનું સરળતાથી મળવું જોઈએ, આ માટેની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ.

 

જગત શાહ, CMD, Global Network India

એક્સપોર્ટના બિઝનેસની દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો, અમેરિકા થોડાંક જ વર્ષોમાં $5 ટ્રિલિયનની ઈકોનોમીને પહોંચી જશે. જ્યારે 2047 સુધીમાં વિકસિત અર્થતંત્ર બનશે. આપણે વિશ્વની સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા માટે દેશમાંથી વિવિધ વસ્તુઓની નિકાસ વધારવાની જરૂર છે. આ માટે બજેટમાં સરકાર એક્સપોર્ટના બિઝનેસને પ્રોત્સાહન આપવા માટેના પગલાં લે તો વધુ સારુ.. એક્સપોર્ટને ઈન્સેન્ટિવ આપવા જોઈએ. જ્યારે પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલના આધારે વેરહાઉસ ખોલી વેપાર અને એક્સપોર્ટને વેગવંતુ કરવું જોઈએ. એક્સપોર્ટના વેપારમાં માં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવું જોઈએ. અત્યારે એક્સોપોર્ટની પ્રક્રિયા જટિલ અને વધુ સમય લેનારી છે. તેમાં થોડી રાહત આપવી જોઈએ. એક્સપોર્ટ બિઝનેસમાં કેટલાક ઇનડાયરેક્ટ ટેક્સ લગાડવામાં આવે છે. જ્યારે એ ટેક્સ રિફંડના કેટલાંક નિયમો પહેલાં હતા જે અત્યારે હટાવી દેવામાં આવ્યા છે. તેને ફરી લાગુ કરવા જોઈએ. એક્સપોર્ટ બિઝનેસમાં સરકારે ફંડિંગ સપોર્ટ પણ કરવું જોઈએ.

 

વિનય થડાની, ડિરેક્ટર અને સીઇઓ, એમ ગ્રૂ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ

સૌર ઊર્જાને લઈને રાષ્ટ્રમાં કેટલાક પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારતીય સૌર ક્ષમતા મે 2024 માં 84 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે, જો કે, રાષ્ટ્રના 2030 ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હજી પણ ઓછી છે. આથી, માંગમાં વધારો થવાને કારણે અને વૈશ્વિક પ્લેટફોર્મ પર નિર્ધારિત આંતરરાષ્ટ્રીય લક્ષ્યાંકના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે, આપણે ઉત્પાદન ક્ષમતા વધારવાની જરૂર છે, જેના માટે આવનાર બજેટમાં 31 માર્ચ 2024 પછી શરૂ થતા નવા ઉત્પાદન એકમો માટે રાહત કર દર વધારવા અંગે વિચારણા કરવામાં આવે.

 

ભૂપેન્દ્ર વૈદ્ય, નિવૃત બેન્કર

મોદી સરકાર આવ્યા બાદ કોઈ પણ ટેક્સમાં રાહત આપી નથી. આવનાર બજેટમાં તમામ લોકોને 12 લાખની ઈનકમ પર રાહત આપવી જોઈએ. બજેટમાં સિનિયર સિટિઝન માટે સરકાર કોઈ મોટો ફેરફાર કર્યો નથી. શેર બજારની આવક પર જ્યાં કોઈ ટેક્સ ન હતા, જેના પર હવે ટેક્સ લાદવામાં આવ્યો છે. ટેક્સ લેબમાં A અને B જેવા વિકલ્પો હટાવી એક સીધો ટેક્સ સ્લેબ રાખવો જોઈએ. બજેટમાં સામાન્ય રીતે જે લોકોને નુકસાન થાય છે એ છે મધ્યમ વર્ગના લોકો જ્યારે ધનિકો અને ગરીબો લોકોને કોઈ ફેર પડતો જ નથી. આપણા દેશમાં સિનિયર સિટિઝન માટે ખાસ બદલાવ કરવામાં આવતા નથી. જે બદલાવ લાવવા જોઈએ. બીજા કેટલાક એવા દેશ છે, જ્યાં વય વૃધ્ધ લોકોની સાર સંભાળ સરકાર કરે છે. જ્યારે આપણે ત્યાં વય વૃધ્ધ પાસેથી પણ ટેક્સ લેવાના નિયમો છે.

 

(તેજસ રાજપરા- અમદાવાદ)

CM યોગીનો કાંવડ યાત્રા રૂટ પર દુકાનોનાં નામ લખવાનો આદેશ

લખનૌઃ CM યોગી આદિત્યનાથે કાંવડ યાત્રીઓ માટે રાજ્યમાં કાંવડ માર્ગો પર ખાણીપીણીની દુકાનોમાં નેમ પ્લેટ લગાવવાનો આદેશ આપ્યો છે. દુકાનો પર સંચાલક માલિકનું નામ ફરજિયાત લખવાનું રહેશે. એ સાથે તેણે પોતાની ઓળખ વિશે જણાવવાનું રહેશે. આ નિર્ણય યાત્રીઓની આસ્થાને બનાવી રાખવા માટે લેવામાં આવ્યો છે. એ સાથે હલાલ સર્ટિફિકેશનવાળી પ્રોડક્ટ વેચનારા પર કાર્યવાહી કરવામાં આવશે.

ભગવાન શિવના ભક્તો પ્રતિ વર્ષ કાંવડ યાત્રા પર જાય છે. એ પવિત્ર યાત્રા શ્રાવણ મહિનામાં શરૂ થાય છે. આ યાત્રામાં કાંવડિયાઓ ભગવાં વસ્ત્રો પહેરીને યાત્રા કરે છે. આ વર્ષે એ પવિત્ર યાત્રા 22 જુલાઈ, 2024એ શરૂ થઈ રહી છે. આ યાત્રા માટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે, કેમ કે મોટા ભાગના લોકો આ બંને રાજ્યોમાંથી કાંવડ લઈને પસાર થાય છે. એને લીધે સરકાર ભક્તોની સુવિધા માટે દરેક સુવિધા કરે છે.

રાજ્યમાં કાંવડ યાત્રા દરમ્યાન હથિયારોના પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવા માટે એક એડવાઇઝરી જારી કરી છે. એક મહિનો ચાલનારી કાંવડ યાત્રા દરમ્યાન DJ અને ધાર્મિક ગીતો નક્કી સમયમર્યાદાની અંદદ વગાડવામાં આવશે. ભારે વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ રહેશે. આ સિવાય 21 જુલાઈની મધ્ય રાત્રીથી દિલ્હી એક્સપ્રેસવે અને ચૌધરી ચરણ સિંહ કાંવડ માર્ગ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.  જિલ્લા તંત્ર દ્વારા આ વખતે કાંવડ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આ પ્રકારનો એક નવો આદેશ જારી કરાયો છે. જેના લીધે આ વખતે કાંવડ યાત્રામાં ખાણી-પીણીની દુકાન, હોટેલ, ઢાબા, લારી વગેરે જ્યાંથી પણ શિવભક્ત કાંવડિયા ખાવાની વસ્તુ ખરીદી શકે તે માટે ધંધાર્થી કે દુકાન માલિકોને નિર્દેશ અપાયો હતો કે તે પોત-પોતાની દુકાનો સામે પ્રોપરાઇટર કે પછી તેમને ત્યાં કામ કરતા લોકોના નામ જરૂરથી લખે.

 

વાસ્તુ: જૂનું ઘર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી

અંધકારનો અભાવ એટલે પ્રકાશ. દુઃખનો અભાવ એટલે સુખ. જો આ વાત સમજી લેવાય તો ઘણીબધી સમસ્યાઓ માંથી બહાર આવી શકાય. દિવાળી એટલે અમાસ. પણ એ જ્યોતિ પર્વ ગણાય છે. કારણકે એ દિવસે સહુને પોતાની આસપાસ પ્રકાશ જ દેખાય છે. સમગ્ર વિશ્વના દુખ સતત સાંભળીને આપણે સતત દુખી થયા કરીએ છીએ. પણ જો એ જગ્યાએ પ્રકાશની અનુભૂતિ કરીએ તો? દુખી થવાના કારણો શોધી અને એમાંથી બહાર નીકળીએ તો ચોફેર સુખની જ અનુભૂતિ થશે. જે સંજોગો બદલી શકાય છે તે ચોક્કસ બદલવા જોઈએ. જે નથી બદલી શકતા તેને સ્વીકારતા શીખવું પડશે. અને શું બદલી શકીએ અને શું નહિ એની સમજણ કેળવવી પડશે. તો ચોક્કસ સાચા સુખની અનુભૂતિ થશે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક દુખિયારી સ્ત્રી છું. ગઈકાલે મારા પતિ આખી રાત ઘરે ન આવ્યા. કારણ કે એમના ભાઈ જેલમાં હતા. મારા લગ્ન પહેલા જ એમને એમના ભાભી સાથે સંબંધ હતા. આમ અમે રાજસ્થાની. પણ બધા મોટા ગુજરાતમાં થયા. મારા લવ મેરેજ. તોએ આવી સ્થતિ છે. મારા જેઠ એક અન્ય પરિણીત સ્ત્રીને પ્રેમ કરે છે. એ સ્ત્રી માટે સોના ચાંદીની ભેટ પણ લઇ જાય. એટલે મારા પતિ એમના પત્ની માટે ભેટ લઇ જાય. પેલી સ્ત્રીની દીકરીનો જન્મ દિવસ હતો. મારા જેઠને કોઈએ કહ્યું કે એક અન્ય વ્યક્તિ જે પણ પેલી સ્ત્રીના પ્રેમમાં છે. એને આમંત્રણ છે એટલે મારા જેઠ ઉશ્કેરાયા. અને પેલીના ઘરે જઈને ઝગડો કર્યો. બંને પ્રેમીઓ વચ્ચે મારામારી થઇ. તમાસો થયો. એટલે પેલી સ્ત્રીના પતિએ પોલીસ બોલાવી. બીજો માણસ વગદાર હોવાથી છુટી ગયો. અને મારા જેઠને જેલમાં રહેવું પડ્યું. હું આ બધાથી થાકી છું. મારા જેઠ બાજુના બિલ્ડીંગમાં જ રહે છે.

થોડા સમયથી મારા કારણે મારા પતિનું સારું ચાલે છે. બાકી કમાવાની ચિંતા પણ મારે કરવાની રહેતી. અમારી સોસાયટીમાં એક ક્લાસ ચલાવીને હું અમારું ગુજરાન ચલાવતી. અમારી સોસાયટીમાં બે એક રૂપાળા લોકો પણ છે. ક્યારેક ગુસ્સો આવે તો એવું થાય કે હું પણ જાહેરમાં એમને અડપલા કરી લઉં. પણ વાત મારા પિયર સુધી જાય તો? થોડા સમયથી એક નવો માણસ મેં રાખ્યો છે. યુવાન છે. અમારા સગામાં છે. એને મારામાં રસ છે. એકાદ વાર મારા પતિની ગેરહાજરીમાં એ ઘરે પણ આવ્યો છે. જો મારા પતિ અને જેઠ આવા સંબંધો રાખી શકે. જેઠાની પણ આવું કરે તો હું કેમ નહિ? પછી ડર લાગે છે કે મારા બાળકો નાના છે. પેલો માણસ એમને કશુક કરી નાખે તો? મનમાં ભડકા થાય છે. અને છોકરાઓ સામે જોઈ ને મન પાછુ પડે છે. શું કરું?

જવાબ: બે ખોટાથી એક સાચું ક્યારેય નથી થતું. નેગેટીવ નેગેટીવ એટલે પોઝીટીવ ને જુદી રીતે વિચારવામાં આવે છે. વળી તમારી શંકા ખોટી પણ હોઈ શકે. જેઠ જેલમાં હોય તો એમના પરિવારને સાંત્વના આપવા માટે કોઈ જોઈએ. દિયર એ પુત્ર સમાન ગણાય. જો સાચે જ આવા સંબંધ હોય તો એ ખરાબ કહેવાય. તમારા જેઠ એક એવી સ્ત્રી પાછળ સમય વ્યર્થ કરી રહ્યા છે જે એમને માત્ર સાધન મને છે. જેના કારણે તમારા પતિને એમના પરિવારની જવાબદારી લેવી પડે છે. આ માત્ર એક વ્યવસ્થા હોઈ શકે. વળી તમારા લવ મેરેજ છે. જો તમારા પતિ અન્યને પ્રેમ કરતા હોય તો તમારી સાથે લગ્ન શા માટે કરે? હા, કદાચ આર્થિક જરૂરિયાત માટે વિચાર્યું હોય. પણ એની શક્યતા ઓછી છે. જો તમે કોઈ ક્લાસ ચલાવતા હો તો તમારું ચારિત્ર પણ સારું હોવું જરૂરી છે. બાકી કોઈ તમારા પર વિશ્વાસ નહિ કરે. નવો માણસ તમારા હાથ નીચે કામ કરે છે. એક વાર એ ઘરમાં આવી ગયો પછી તમારું સન્માન નહિ રહે. અને તમારા બાળકોનો વિચાર કરવો પણ જરૂરી છે. આ માત્ર આકર્ષણ છે. એની આગ ઘણું બધું ભષ્મ કરી શકે છે. મન શાંત રાખીને વિચારો. તમારી સોસાયટીમાં પંચાત ચાલે છે. એમાં વિશ્વાસ ન કરો. શિવલિંગ પર યોગ્ય રીતે અભિષેક કરો. મનમાં સારા વિચારો ચોક્કસ આવશે.

સુચન: જે ઘરમાં લોકો દુખી થઈને પરાણે ઘર વેચતા હોય એ ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે. તેથી નિષ્ણાતની સલાહ લીધા વિના એવું ઘર ન ખરીદવું જોઈએ.

તો શું આસિત મોદી ગુરુચરણ સિંહને આપશે કામ?

મુંબઈ: પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટર ગુરચરણ સિંહ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. અભિનેતા આ વર્ષે 22 એપ્રિલે દિલ્હીથી ગૂમ થયા હતા. લગભગ એક મહિના પછી તે તેના ઘરે પાછા ફર્યા. થોડા દિવસો પહેલા જ્યારે ગુરુચરણને એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ ફરી એકવાર શોમાં સોઢી તરીકે લોકોનું મનોરંજન કરતા જોવા મળશે. આના પર અભિનેતાએ જવાબ આપ્યો હતો, ‘ભગવાન જાણે, રબ જાણે, મને કંઈ ખબર નથી. જેવી મને ખબર પડશે, હું તમને કહીશ.

શું રોશન સોઢી ‘તારક મહેતા…’માં વાપસી કરશે?

હવે તાજેતરમાં ગુરુચરણ સિંહ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર નિર્માતા અસિત મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અસિત મોદીએ કહ્યું કે ગુરુચરણ સિંહ મારા પરિવાર જેવા છે. તે લાંબા સમયથી અમારી સાથે જોડાયેલા હતા. તમને જણાવી દઈએ કે અભિનેતાએ કેટલીક અંગત સમસ્યાઓના કારણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો. જો કે હવે તે શોના પ્રોડ્યુસર અસિત મોદીને મળી ચૂક્યા છે. એવામાં સીરિયલમાં તેના કમબેકની અફવા ઝડપથી વાયરલ થઈ રહી છે.

ગુરચરણ સિંહ ધાર્મિક યાત્રાએ ગયા હતા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ એક્ટર ગુરુચરણ સિંહ ઉર્ફે રોશન સિંહ સોઢી 22 એપ્રિલથી ગુમ થયા હતા અને લગભગ એક મહિના પછી તેમના ઘરે પરત ફર્યા હતા. ગુરૂચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ જવા રવાના થયા હતા. પરંતુ તેણે મુંબઈની ફ્લાઇટ ન પકડી અને ક્યાંક બીજે જ રહ્યા હતાં. જ્યારે ગુરુચરણનો સંપર્ક થઈ શક્યો ન હતો ત્યારે તેના પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

લગભગ એક મહિના પછી ઘરે પાછા આવ્યા હતા

ડીસીપી દક્ષિણ પશ્ચિમ દિલ્હી, રોહિત મીણાએ એક અપડેટ આપી હતી અને કહ્યું હતું કે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો જેના કારણે તેઓ ધાર્મિક યાત્રાએ ગયા હતા. પરત ફર્યા બાદ ગુરુચરણ સિંહે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે તેઓ અમૃતસર અને લુધિયાણાના ગુરુદ્વારામાં રોકાયા હતા.

પંચાંગ 19/07/2024

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૯ જુલાઈ, ૨૦૨૪

Chitralekha Gujarati – 29 July, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.