ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાસા સ્ટેનકોવિકથી છૂટાછેડા લઈ લીધા છે. નતાશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. નતાશાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે બંને પરસ્પર સહમતિથી અલગ થયા છે. હાર્દિક અને નતાશાના લગ્ન 2020માં થયા હતા. પરંતુ હવે લગભગ 4 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા છે. નતાશાએ પોતાની પોસ્ટમાં પુત્ર અગસ્ત્યનો ઉલ્લેખ પણ કર્યો છે.
View this post on Instagram
નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, “લગભગ 4 વર્ષ પછી, હાર્દિક અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે બંનેએ સાથે રહીને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. પરંતુ હવે બંનેએ એક જ નિર્ણય લીધો છે. અમારા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો. અગસ્ત્ય બંનેના જીવનનો હિસ્સો બની રહેશે. અમે બંને તેને દરેક સંભવ સુખ આપવાનો પ્રયત્ન કરીશું.
હાર્દિક અને નતાશાએ આ જ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંનેએ 2020માં લગ્ન કર્યા હતા. પંડ્યા અને નતાશાના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા. પરંતુ હવે બંનેએ પુષ્ટિ કરી છે. પંડ્યા અને નતાશાના લગ્ન 31 મે 2020ના રોજ થયા હતા. તે જ વર્ષે તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો. પંડ્યા અને નતાશાએ તેમના કાયદેસરના લગ્ન બાદ લગ્નની શાનદાર ઉજવણી કરી હતી. તેઓએ ઘણા રિવાજો સાથે લગ્ન કર્યા.
તમને જણાવી દઈએ કે IPL 2024 દરમિયાન પંડ્યા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. એક તરફ તેનો પરિવાર તૂટી રહ્યો હતો અને બીજી તરફ તેનું પ્રદર્શન બગડી રહ્યું હતું. પંડ્યા ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા માટે રમ્યો હતો. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ તે ખરાબ રીતે રડ્યો અને પોતાની દિલની લાગણી વ્યક્ત કરી.









મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યના કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. હાલમાં જ રાજ્યમાં શંકાસ્પદ 29 જેટલાં ચાંદીપુરાના કેસો જોવા મળ્યા છે, જેમાંથી 15 બાળ દર્દીઓના મોત થયા છે. જેથી હવે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં અધિકારીઓને સૂચના આપીને કાચા મકાનોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
ચાંદીપુરા કોઈ નવો વાઈરસ નથી. એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારો આ વાઈરસથી પ્રભાવિત છે. એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે. ચાંદીપુરા વાઇરસથી સાવધાની રાખવામાં આવે અને બાળકોને તાવ આવે ત્યારે મોટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા જોઈએ. આ બિમારીમાં દર્દી 24 કલાકમાં હોસ્પિટલ જાય એ જરૂરી છે, જેથી તેની યોગ્ય દવા અને બચાવ થઈ શકે.


આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાતા હાઈ એલર્ટ પર મૂકાયા છે. આ સિવાય રાજ્યના આઠ ડેમ 80થી 90 ટકા ભરાતા એલર્ટ પર છે. જેમાં જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-1 તથા પોરબંદરના સારણ ડેમનો સમાવેશ થાય છે.
રાજ્યના કુલ સાત જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા ચેતવણી આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફૂલઝર (કે.બી.), ઉંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 તથા સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.57 ટકા, મધ્ય ગુજરાતના 17માં 37.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.54 ટકા, ઉત્તર ગુજરાતના 15માં 26.33 ટકા, કચ્છના 20 જળાશયોમાં 22.92 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
બંને બચ્ચા 14-15 જુલાઈની રાત્રે બુધની નજીક જંગલ વિસ્તારમાં ટ્રેનની ટક્કર બાદ ઘાયલ થયા હતાં. બંનેને સ્પેશિયલ ટ્રેનથી ભોપાલ લાવવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી. અધિકારીઓના જણાવ્યા મુજબ રવિવારે રાત્રે ટ્રેનની ચપેટમાં આવવાથી એક બચ્ચાનું મોત નીપજ્યું, જ્યારે બે ઘાયલ થઈ ગયા હતાં. બંને રેલવે ટ્રેકના કિનારે નાળામાં ફસાઈ ગયા હતાં.
ઘટના સ્થળ બે સુરંગોની વચ્ચે હતું. જેના કારણે ઘટના સ્થળે કોઈ વાહનને લઈ જવુ શક્ય નહોતું. બપોરે ભોપાલથી વિશેષ ટ્રેન ઘટના સ્થળ પર મોકલવામાં આવી. ટ્રેનથી 132 કિલોમીટરનું અંતર કાપીને બચાવ દળ ઘટના સ્થળે પહોંચ્યુ તો બચ્ચાની માતા ત્યાં હાજર હતી. દરમિયાન બચાવ અભિયાન રોકવું પડ્યુ. મંગળવારે સવારે અભિયાન ફરીથી શરૂ કરવામાં આવ્યુ અને ઈજાગ્રસ્ત બચ્ચાને ટ્રેનમાં ચઢાવાયા. ત્યાંથી તેને ભોપાલ પહોંચાડવામાં આવ્યા. આ અભિયાન 3.20 કલાક ચાલ્યુ. બંને બચ્ચા હવે ખતરાથી બહાર છે.


