Home Blog Page 1646

ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે, 15 ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ

પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર ખોલવાના હાઈકોર્ટના આદેશની અંતિમ તારીખ આજે પૂરી થઈ રહી છે. હજુ સુધી સરકાર દ્વારા સરહદ ખોલવા માટે કોઈ પહેલ કરવામાં આવી નથી. હાઈકોર્ટના આદેશ સામે હરિયાણા સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

Patiala: Farmers gather at the Punjab-Haryana Shambhu border during their ‘Delhi Chalo’ march, in Patiala on Tuesday, Feb. 13, 2024. (Photo: IANS/Ajay Jalandhari)

ફેબ્રુઆરીથી વિરોધ કરી રહેલા ખેડૂતોએ હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચાના બિનરાજકીય સભ્ય જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે શંભુ બોર્ડર ખુલતાની સાથે જ તેઓ દિલ્હી કૂચ કરશે. 15મી ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કાઢવાનું પણ નક્કી કરાયું છે. આ ટ્રેક્ટર માર્ચ દેશભરમાં કાઢવામાં આવશે.

અંબાલા એસપી ઓફિસનો ઘેરો આજે ટળી ગયો

ખેડૂતોના આંદોલન દરમિયાન વોટર કેનન બોય તરીકે પ્રખ્યાત થયેલા નવદીપ જલબેડાને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાંથી નિયમિત જામીન મળ્યા બાદ, ખેડૂત નેતાઓએ બુધવારે અંબાલા એસપી ઓફિસને ઘેરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. દલ્લેવાલે જણાવ્યું કે તેમની પાસે છ મહિનાનું રાશન છે. તેઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેમને દિલ્હીના જંતર-મંતર અથવા રામલીલા મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવે. જો સરકાર તેમને રસ્તામાં ક્યાંય પણ રોકવાનો પ્રયાસ કરશે તો તેઓ ત્યાં જ વિરોધ શરૂ કરશે. તેની જવાબદારી સંપૂર્ણ રીતે સરકારની રહેશે.

ચાંદીપુરા વાયરસ કઈ રીતે ફેલાય ? બચવા શું કરવું ?

દેશના ચાર રાજ્યોમાં ખતરનાક ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને એલર્ટ પર મૂકવામાં આવી છે. આ રોગમાં મૃત્યુ દર 50 ટકા સુધી છે. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે ગુજરાતના આરોગ્ય મંત્રાલય દ્વારા સ્ક્રીનિંગ અને તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું કે તે મગજમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ રોગ પ્રવાહી દ્વારા પણ ફેલાય છે. તેમણે કહ્યું કે તેની રસી પર કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી.

ગુજરાત બાદ ચાંદીપુરા વાયરસે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના બાળકોને ભરડામાં લીધા છે. એનઆઈવીની પુષ્ટિ માટે તમામ બાળકોના લોહીના નમૂના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં મોકલવામાં આવ્યા છે. ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને રાજકોટમાં તેના કેસ નોંધાયા છે. ગુજરાતના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે ચાંદીપુરમાં અત્યાર સુધીમાં 8600 લોકોની તપાસ કરવામાં આવી છે, જ્યાં વાયરસનો ફેલાવો પ્રકાશમાં આવ્યો છે. અહીં સમગ્ર વિસ્તારને 26 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે.

બાળક જલ્દી કોમામાં જાય છે

ડૉક્ટર એમ વાજપેયીએ જણાવ્યું કે આ રોગમાં જ્યારે ચાંદીપુર વાયરસનો ચેપ લાગે છે ત્યારે વાયરસ ફેફસાં દ્વારા સીધો મગજમાં જાય છે. આ પેથોજેન રાબડોવિરિડે પરિવારના વેસિક્યુલોવાયરસ જીનસનો સભ્ય છે. તે મચ્છર, ટીક અને સેન્ડફ્લાય સહિતના વાહકો દ્વારા ફેલાય છે. ફલૂ જેવા લક્ષણો સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે. બાળકોમાં ઉલ્ટી, ઝાડા અને શરીરનો દુખાવો સતત વધી રહ્યો છે. ખૂબ જ જલ્દી બાળક કોમામાં જાય છે. મગજમાં સોજો આવે છે અને પછી બાળક મૃત્યુ પામે છે.

ચાંદીપુર વાયરસ ફેલાતા જિલ્લાઓમાં સર્વેલન્સ

જો સૂત્રોનું માનીએ તો, ગુજરાતના જે વિસ્તારોમાં વાયરસનો ચેપ નોંધાઈ રહ્યો છે ત્યાં ઝડપથી દેખરેખ વધારવામાં આવી છે. આ સાથે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પણ એડવાઈઝરી જારી કરવામાં આવી રહી છે. જો આ વિસ્તારોમાં કોઈ શંકાસ્પદ દર્દી આવે તો તેને પ્રાથમિકતાના ધોરણે સારવાર આપવામાં આવે તેવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી રહી છે.

આ વાયરસ ક્યારે ઓળખાયો?

1966માં ચાંદીપુર, નાગપુર, મહારાષ્ટ્રમાં આ વાયરસની પ્રથમ વખત ઓળખ કરવામાં આવી હતી. આ જ કારણ છે કે તેને ચાંદીપુરા વાયરસ નામ આપવામાં આવ્યું છે. આ પછી વર્ષ 2004 થી 2006 અને 2019 માં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાયરસ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન મૃત્યુ દર 56 થી 75 ટકા હતો. ચાંદીપુરા વાયરસ એ આરએનએ વાયરસ છે, જે સામાન્ય રીતે માદા ફ્લેબોટોમાઇન ફ્લાય દ્વારા ફેલાય છે.

ચાંદીપુરાનો રાજ્યમાં પગ પેસારો, જાણો કેટલાનો જીવ લીધો

ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી પાણી જન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. જ્યારે ડોક્ટર બહારનું ખાવની સલાહ પણ આપી રહ્યા છે. આ ઉપરાંત પોતાના સ્વાસ્થય સાથે ચેડા ન કરવા માટેના સૂચનો કરી રહ્યા છે. એ વચ્ચે રાજ્યમાં ચાંદીપુરા નામના વાયરસે માથું ઉંચક્યું છે. આજે સવારે ચાંદીપુર વાયરસનો એક શંકાસ્પદે નોંધવામાં આવ્યો છે ત્યારે આ કેસના જરૂરી સેમ્પલ પૂર્ણ ટેસ્ટીગ એર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 બાળકોનાં મોત થઈ ચૂક્યા છે. સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. હાલ સુઘીમાં ચાંદીપુરા વાયરસથી 10 જેટલા બાળકો એ જીવ ગુમાવ્યો છે. જ્યારે 14 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે.

આજે ગુજરાતના ગોધરામાં 4 વર્ષની આકે બાળકીએ વડોદરાની SSG  હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજું મહેસાણાના 1 વર્ષના બાળકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો છે. જ્યારે સિવિલમાં હાલ 6 બાળકો સારવાર હેઠળ છે. ગતરોજ પુણેથી આવેલા રિપોર્ટમાં મોડાસાની એક બાળકીનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેનું મોત આ વાઇરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું. જો કે ચારમાંથી ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે બાકીના બાળકોના રિપોર્ટ આવ્યા નથી.

મળતી માહિતી અનુસાર વડોદરાની SSG હોસ્પિટલમાં છેલ્લાં 15 દિવસમાં 7 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યાં છે. આ શંકાસ્પદ બાળદર્દિમાં બે બાળકોને ICUમાં રાખવામાં આવ્યા છે. આ કેસોમાં ઝાડા, ઉલટી ,ખેંચ અને તાવ આવવો, બેભાન અવસ્થામાં આવેલા દર્દીઓના સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. આ કેસોમાં ચાંદીપુરા વાઇરસ છે કે કેમ તે સેમ્પલ રિપોર્ટ બાદ ખબર પડશે. આ સારવાર દરમ્યાન બે દર્દીના મોત થયાં છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના આઠ બાળકોના કેસ સારવાર માટે આવ્યા હતા. જેમાંથી 6 બાળકોના મોત નીપજ્યાં હતા અને બે બાળકો સારવાર હેઠળ છે. ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા સેમ્પલ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આજે સાંજે આવ્યા છે. જેમાં ચારમાંથી એક પોઝિટિવ અને ત્રણ નેગેટિવ રીપોર્ટ આવ્યા છે. જ્યારે હવે બાકીના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.

શું છે ચાંદીપુરા વાઈરસ?
આ કોઈ નવો વાઈરસ નથી. તેનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તાર આ વાઈરસથી પ્રભાવિત છે. આ એક આરએનએ વાઈરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજનો તાવનો શિકાર થઈ જાય છે. તે મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે. ચાંદીપુરા વાઈરસ બાળકોને શિકાર બનાવે છે. તે મુખ્ય રીતે 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે. તેમાં ફ્લૂ જેવા જ લક્ષણ હોય છે અને એન્સેફ્લાઇટિસની ફરિયાદ રહે છે. આ વાઈરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલ્ટી, ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો સામાન્ય લક્ષણો છે.

સાયન્સ સિટી ખાતે ‘સાયન્સ સફર 2024’નો પ્રારંભ

અમદાવાદ: 16 જુલાઈએ ગુજરાત સાયન્સ સિટીના ફેઝ-2ના આકર્ષણો જેવાં કે, એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કના ત્રણ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એક વિશેષ પહેલ ‘સાયન્સ સફર 2024’ની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત કાર્યરત છે. જેના માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવાર-નવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.  IIT – ગાંધીનગરના સહયોગથી ગુજરાત સાયન્સ સિટી દ્વારા ‘સાયન્સ સફર 2024’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને આગામી 180 દિવસ સુધી જુદા-જુદા વર્કશોપ્સ વડે વિજ્ઞાનલક્ષી શિક્ષણ આપવામાં આવશે. આ વર્કશોપ્સમાં વિદ્યાર્થીઓને STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) વિષયક શિક્ષણ આપવામાં આવશે. આ વર્કશોપ્સમાં સાઉન્ડ, ઓપ્ટિક્સ, ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ, હીટ એન્ડ કેન્ડલ, મશીન્સ, એસ્ટ્રોનોમી, ફોર્સ, પ્રેસર એન્ડ ફ્રિકશન, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ, લિવિંગ સિસ્ટમ, આર્ટ એન્ડ મેથેમેટિક્સ, સ્પોર્ટ્સ એન્ડ મેથેમેટિક્સ, બેઝિક એરિથમેટિક એન્ડ નંબર સીસ્ટમ, એડવાન્સ્ડ એરિથમેટિક એન્ડ કમ્પ્યુટેશનલ થિંકિંગ, થ્રી-ડી વિઝ્યુલાઈઝેશન એન્ડ જીયોમેટ્રી, ફેક્ટર્સ એન્ડ ફ્રેક્શન્સ, અલજેબ્રા એન્ડ મોશન, ICT એન્હેન્સ્ડ લર્નિંગ, પેપરબેઝ્ડ મેથેમેટિક્સ જેવા વિષયો અંગે શિક્ષણ આપવામાં આવશે. પ્રથમ દિવસે અદાણી વિદ્યામંદિરના 100 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા જેમને હેન્ડ્સ ઓન એક્ટિવિટી સાથે વિજ્ઞાન શિક્ષણ આપવામાં આવ્યું.એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નેચર પાર્કમાં સાયન્સ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં જુદા જુદા પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા. એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરીમાં પણ ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી જે.બી. વદર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરની તમામ કર્મચારીઓને શુભકામના પાઠવી. ઓડિટોરિયમ ખાતે ખાસ સાયન્સ ક્વિઝ કોમ્પિટિશન પણ રાખવામાં આવી હતી. જેમાં સહભાગી વિદ્યાર્થીઓને જુદા-જુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સાથે-સાથે 14 જુલાઈએ યોજાયેલી ફોટો, રીલ અને વીડિયો સ્પર્ધાના પ્રથમ ત્રણ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા.

અવિરત મેઘ મહેર યથાવત, ચાર દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારેથી અતાભારે વરસાદ નોંધાય રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે એક સાથે ત્રમ સિસ્ટમ સક્રિય થતા રાજ્ય પર વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભાર વરસાદ નોંધાય રહ્યો છે. મળતી માહિતી અનુસાર રાજ્યમાં સવારે 6 વાગ્યથી લઈ બપોરે 2 વાગ્ય સુધીમાં લગભગ 15 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં નોંધાયો 0.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આગામી ચાર દિવસ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વધુ એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને જળાશયો જીવંત થયા છે. ભારે વરસાદના પગલે મહુવા તાલુકાના ડેમમાં નવા નીરના આગમન થયા છે. પાણી આવક થતાની સાથે ડેમમાં છલકાયો છે. ત્યારે નવા નીર આવતા જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજું સાબરકાંઠાના 8 માંથી 6 તાલુકામાં 3 મીમીથી 104 મીમી સુધી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 4 ઇંચ વરસાદ, વડાલી,તલોદ અને પોશીનામાં પોણા-2-2 ઇંચ વરસાદ નોંધવામાં આવ્યો છે.

 

બનસાકાંઠા જિલ્લામાં પણ ગત મોડી રાત્રીના મેઘારાજાએ એન્ટ્રી મારી હતી. જ્યાં શહેર સહિત જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ નોંધવામાં આવ્યો હતો. તો આ બાજું સૌરાષ્ટ્રની ધરાએ મેઘ મહેર જોવા મળી હતી. ગોંડલના જસદણ પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ત્યારે ભાર વરસાદ બાદ જસદણ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. આ ઉપરાંત અમરેલી અને ગીરપંથકમાં પડેલા સારા વરસાદ કારણે શેત્રુંજી ડેમમાં આજે વહેલી સવારથી પાણીની આવક શરૂ થઈ હતી. ડેમમાં આજે બપોરે 341140 ક્યૂસેક પાણી આવક નોંધાઈ હતી. આમ, શેત્રુંજી ડેમ 20.1 ફૂટ સપાટીએ પહોંચી છે, ઉલ્લેખનીય છે કે ડેમમાં એક જ દિવસમાં અઢી ફૂટ જેટલો સપાટીમાં વધારો થયો હતો. રાજકોટ શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે બપોર બાદ મેઘરાજાએ મન મૂકી વરસવાનું શરૂ કર્યું હતું. શહેરમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.

ટાટા પાવર વર્ષ 204-25માં રૂ. 20,000 કરોડનું મૂડીરોકાણ કરશે

મુંબઈઃ દેશની અગ્રણી ઇન્ટિગ્રેટેડ પાવર કંપનીઓ પૈકી એક ટાટા પાવરે નાણાકીય વર્ષ 2023-24 માટે શેરધારકોની 105મી વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આજે આયોજન કર્યું હતું. કંપનીના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને શેરધારકો માટે વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે કંપનીની મજબૂત નાણાકીય અને ઓપરેશનલ કામગીરી તેની સતત વૃદ્ધિ, નાણાકીય સમજ અને પ્રોજેક્ટ અમલીકરણમાં નિપુણતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો આપે છે.

કંપની નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 20,000 કરોડનું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે. જે નાણાકીય વર્ષ 2023-24માં રોકાણ કરેલા રૂ. 12,000 કરોડ કરતાં વધુ છે. આ મૂડીરોકાણનો મોટો હિસ્સો કંપનીના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને વેગ તેમજ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ વચ્ચે સંતુલન જાળવવામાં ખર્ચ થશે. સરકાર અન્ય રાજ્યોમાં નવા ડિસ્ટ્રિબ્યૂશન વિસ્તરણ તકો ઉપરાંત જરૂરી પરવાનગીઓ આપી દે તો કંપની સ્મોલ મોડ્યુલર ન્યુક્લિઅર રિએક્ટર્સમાં ભાગીદારીની તકો શોધશે. સરકારી નીતિઓને સંરેખિત તકોમાં વધારો કરવામાં આવશે.

કંપની ખાસ કરીને ઔદ્યોગિક અને વાણિજ્ય ગ્રાહકોને રિન્યુએબલ એનર્જી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતાં ભારતની ગ્રીન એનર્જીનું નેતૃત્વ કરવાની સારી સ્થિતિમાં છે. કંપની રૂફટોપ સોલારમાં આક્રમક વૃદ્ધિ સાથે PM સૂર્યા ઘર યોજનાને આધારે માર્કેટ વિસ્તરિત કરવાનો લક્ષ્યાંક છે.

કંપની ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસના વિસ્તરણ મારફત 50 મિલિયન ગ્રાહકોને આવરી લેવાનો લક્ષ્યાંક ધરાવે છે.  કંપની પાસે હાલ 12.5 મિલિયન ગ્રાહકો છે. કંપનીની કોન્સોલિડેટેડ આવક 10 ટકા વધી રૂ. 61542 કરોડ, ચોખ્ખો નફો 12 ટકા વધી રૂ. 4280 કરોડ. કંપની બેલેન્સશીટને મજબૂત બનાવવા સતત પ્રયત્નશીલ રહી છે, તેમ જ તેની ગ્રોથ યોજનાઓને ફંડ પૂરું પાડ્યા પછી પણ કંપનીએ ઇક્વિટી <1 પર ચોખ્ખું દેવું જાળવી રાખ્યું છે.

કંપની નવા અને કાર્યરત પ્રોજેક્ટ્સ મારફત પાંચ વર્ષમાં 15 ગીગાવોટ ક્લિન એનર્જી પોર્ટફોલિયો હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે અને કંપનીનો હાલ નવ ગિગાવોટનો પોર્ટફોલિયો છે. કંપનીનો તામિલનાડુમાં 4.3 ગીગાવોટનો સોલાર સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો છે. કંપની 530થી વધુ શહેરો 5500 પબ્લિક અને કેપ્ટિવ ચાર્જર્સ સ્થાપિત કરવાની સાથે 86,000થી વધુ ઘરોમાં હોમ ચાર્જર્સ સાથે અગ્રણી સ્થાન ધરાવે છે.

PM સૂર્યા ઘર યોજના અંતર્ગત ઘર-ઘર સોલાર મારફત ઘરોને સોલરાઇઝ કરવા સજ્જ. રૂ. 2800 કરોડની ઓર્ડર બુક સાથે કંપનીએ બે ગિગાવોટથી વધુ રૂફટોપ પ્રોજેક્ટ્સના અમલમાં મૂક્યા. તેના પર્ફોર્મન્સના આધારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. એકની ફેસવેલ્યુ ધરાવતા શેર્સ માટે શેરદીઠ રૂ. બે ડિવિડન્ડ ફાળવવાની ભલામણ કરી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ચાંદીપુરા વાયરસ : ગુજરાત અને દેશની આરોગ્ય એજન્સીઓને એલર્ટ કરાઈ

ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના પગલે 8 બાળકોના મૃત્યુ થયાં છે. રાજ્યમાં 8500થી વધુ ઘરો અને 47 હજારથી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં 15 શંકાસ્પદ કેસ નોંઘાયા છે. આ વાયરસને કારણે ગુજરાત અને દેશની આરોગ્ય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. આ વાયરસ હવે અમદવાદ અને પંચમહાલ સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં 6 જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર વ્યાપી ગયો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવ્યો છે. સાત વર્ષના બાળકને લક્ષણો દેખાતા દાખલ કરાયો હતો. અમદાવાદ સિવિલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા છે. દહેગામના અમરાજી મુવાડા ગામનો દર્દી દાખલ થયો છે. પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો મળી છે. ગોધરાના કોટડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળ્યો હતો. જે બાદ વડોદરામાં બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના 8 લોકોના સેમ્પલ પુણે ખાતે મોકલાયા હતા. જેમાથી ચાર બાળકોના રિપોર્ટ આવ્યા છે. આ ચાર રિપોર્ટમાંથી એક પોઝેટીવ અને ત્રણ નેગેટીવ આવ્યો છે. રિપોર્ટમાં અરવલ્લીના મોટા કંથારીયા ગામની 6 વર્ષીય બાળકીનુ ચાંદીપુરા વાઈરસથી મૃત્યુ થયુ છે. સાબરકાંઠા અરવલ્લી અને રાજસ્થાનના બાળકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 6 બાળકોના મૃત્યુ થયાં છે અને હજી બે બાળકો સારવાર હેઠળ છે. મહેસાણા જિલ્લામાં વરેઠા, ડાભલામાં આ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાતા બાળકોને વડનગર અને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે અને બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારમાં સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં બંને બાળકોના સેમ્પલ પુના લેબમાં મોકલાયા છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાઇરસના કુલ 15 દર્દી નોંધાયા છે. જેમાં ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે. રાજસ્થાનના બે અને મધ્યપ્રદેશના એક દર્દીનો પણ સમાવેશ થાય છે. 15 દર્દીમાંથી 8 બાળકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારમાં કોલેરાનો રોગચાળો પણ ફાટી નીકળ્યો છે તેની સામે પણ આરોગ્ય તંત્ર દ્વારા સતત હજ્જારો ઘરોમાં સર્વેલન્સ તથા નાગરિકોનું સ્ક્રીનિંગ તેમજ દવા છંટકાવની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ સિવિલમાં સારવાર લઇ રહેલા દહેગામના અમરાજી મુવાડાના બાળકમાં શંકાસ્પદ લક્ષણ જણાતા સેમ્પ્ટલ તપાસ માટે મોકલાયા છે.

પેરિસ ઓલિમ્પિકમાં 117 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

નવી દિલ્હી: 16 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી વચ્ચે યોજાનારા પેરિસ ઓલિમ્પિક-2024માં કુલ 117 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સાથે જ 140ના સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલયે મંગળવારે અંતિમ ટુકડીને મંજૂરી આપી હતી. ખેલાડીઓના જૂથમાં 47 મહિલાઓ અને 70 પુરૂષોનો સમાવેશ થાય છે. મંજૂર કરાયેલા સપોર્ટ સ્ટાફમાંથી, 67ને ગેમ્સ વિલેજમાં આવાસ આપવામાં આવશે. જ્યારે બાકીનાને હોટેલ્સ અને ગેમ્સ વિલેજની બહારના સ્થળોએ રાખવામાં આવશે.

સૌથી વધુ 18 જેટલા સહાયક કર્મચારીઓ શૂટર્સની સાથે રહેશે. જ્યારે ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સ માટે, 17 સપોર્ટ સ્ટાફને મંજૂરી આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, છ કુસ્તીબાજો (પાંચ મહિલા અને એક પુરુષ) માટે 18 સપોર્ટ સ્ટાફના જૂથને મંજૂરી આપવામાં આવી છે.જો કે, 117 એથ્લેટ્સની સૂચિમાંથી એક નોંધપાત્ર ગેરહાજર નામ શોટ પટર આભા કઠુઆનું હતું. તેણે વર્લ્ડ રેન્કિંગ ક્વોટા દ્વારા પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન મેળવ્યું હતું. કઠુઆના નામની બાદબાકી કેમ કરવામાં આવી તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

CM અરવિંદ કેજરીવાલ હજુ જેલમાં જ રહેશે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દારૂ નીતિ કૌભાંડમાં તિહાર જેલમાં બંધ છે. જામીન ઉપરાંત કેજરીવાલે પોતાની ધરપકડને દિલ્હી હાઈકોર્ટમાં પણ પડકારી છે. સોમવારે હાઈકોર્ટમાં CBI સંબંધિત ભ્રષ્ટાચાર વિરોધી કાયદાના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

સીબીઆઈ સાથે જોડાયેલા કેસમાં કેજરીવાલે જામીન માટે નીચલી કોર્ટમાં અરજી દાખલ કરવાને બદલે સીધો દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. છેલ્લી સુનાવણી વખતે સીબીઆઈએ પણ આ મામલે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ કેજરીવાલ વતી કહેવામાં આવ્યું હતું કે તેઓ જામીન માટે સીધા હાઈકોર્ટમાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે તેના ઘણા કેસમાં આ જોગવાઈ કરી છે.

CBI દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ અને જામીનને પડકારવા પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી અને સીબીઆઈના વકીલ ડીપી સિંહે તેમની દલીલોમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો, હું સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સમજી શકું છું કે પીએમએલએ સીઆરપીસીની કલમ 19 થી અલગ છે. ડીપી સિંહે કહ્યું, હું ધરપકડની તારીખે તમામ સંભવિત કારણ અને સામગ્રી બતાવી શકું છું. હું આ માત્ર શંકાના આધારે કરી શકું છું જ્યારે PMLA હેઠળ તેઓ આ ત્યારે જ કરી શકે છે જ્યારે તેઓ ગુના માટે દોષિત હોવાનું દર્શાવવા માટે સામગ્રી હોય. IPCમાં, મારી પાસે શંકા દર્શાવતી સામગ્રી છે તે પૂરતું છે.

2024ના પ્રથમ અર્ધવાર્ષિકમાં ફિલ્મોએ રૂ. 5000 કરોડની કમાણી કરી

નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે કમાણીને મામલે આ વર્ષ ઘણું સારું સાબિત થવાનું છે. આ વર્ષના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરતાં ફિલ્મો આશરે રૂ. 5000 કરોડની કમાણી કરી ચૂકી છે. જોકે મલયાલમ ફિલ્મોએ હિન્દી સિનેમાને પાછળ છોડી દીધી છે.

ધ ઇન્ડિયા બોક્સ ઓફિસ રિપોર્ટઃ જાન્યુઆરી-જૂન 2024 મુજબ વર્ષ 2024માં જાન્યુઆરીથી જૂન સુધી રિલીઝ થયેલી ફિલ્મોએ ઘરેલુ કલેક્શન સારુંએવું કર્યું છે. આ કલેક્શન ગયા વર્ષની તુલનાએ ત્રણ ગણું વધુ છે.

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સ્ટારર ‘કલ્કિ 2898 AD’ બોક્સ ઓફિસમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે પ્રથમ છ માસિકમાં સૌથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શનના 15 ટકા એટલે કે આશરે રૂ. 1000 કરોડની કમાણી કરી છે. અહેવાલ મુજબ આ વખતે મલયાલમ સિનેમાનો હિસ્સો બોક્સ ઓફિસ કલેક્શનમાં પાંચ ટકાથી વધીને 15 ટકા થયો છે. વળી, આ વર્ષે પહેલા છ માસિકમાં જ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ 2023થી વધુ કમાણી કરી લીધી છે.

ગયા વર્ષની જેમ આ વર્ષે બીજા છ માસિક ગાળામાં કેટલીક મોટી ફિલ્મો- ‘પુષ્પા 2: ધ રૂલ’, ‘સ્ત્રી 2’, ‘સિંઘમ અગેન’, ‘દેવરા’ અને ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ’ જેવી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. જેથી આ વર્ષે કુલ બોક્સ ઓફિસ કલેક્શન 2023ને પાર થવાની અપેક્ષા છે.