ગાંધીનગર: આજે સવારથી સરકારી નોકરને લઈ એક સમાચાર વહેતા થાય છે. જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી નોકરી માટે એક મહત્વનો નિર્ણય કર્યા હોવાની વાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. વર્ગ 3 અને વર્ગ 4માં અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. હવેથી આ પ્રકારની ભરતી બંધ કરવા માટે મુખ્ય સચિવ રાજકુમારને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આદેશ કર્યો હોવાના સમાચાર વહેતા થયા છે.

સરકારી નોકરી પર કરેલા નિર્ણયના સમચારને લઈ સંયુક્ત સચિવ દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમણે એક પરિપત્ર જાહેર કરી સરકારી નોકીરીના કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂત થવાની અફવા પર પૂર્ણ વિરામ લગાવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે. કે આજ રોજ કેટલાક સમાચાર માધ્યમોમાં તથા સોશિયલ મીડિયામાં સરકારી દ્વારા વર્ગ-૩ અને વર્ગ-૪ સહિત કોન્ટ્રાક્ટથી થતી ભરતીઓના સ્થાને કાયમી ભરતી કરવાના તથા સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવા બાબતના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે સંપૂર્ણ વેગળા છે. સરકાર દ્વારા આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ અંગે કોઈ સૂચના આપવામાં આવેલ નથી. આ અંગેની સરકારની હાલની નીતિ યથાવત છે.










ભાજપાઅધ્યક્ષ જેપી નડ્ડાની સાથે ડેપ્યુટી CMની મુલાકાત આશરે એક કલાક જેટલી લાંબી ચાલી હતી, જે પછી રાજ્યમાં સરકાર વિરુદ્ધ સંગઠનનો વિવાદ ઘેરો બન્યો છે. છેલ્લા 48 કલાકમાં મૌર્યની નડ્ડા સાથે આ બીજી બેઠક હતી. આ પહેલાં ડેપ્યુટી CMએ 14 જુલાઈએ નડ્ડા સાથે મુલાકાત કરી હતી. એ દિવસે પહેલી વાર સરકાર વિરુદ્ધ સંગઠનનો વિવાદ ઊભો થયો હતો.
જયારે બીજી તરફ આ મામલે પોલીસે ખુલાસો કર્યો છે કે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ અકસ્માત કર્યો હોવાથી ફરિયાદ થઈ હતી. બંને પક્ષ વચ્ચે બોલાચાલીને લઈને પોલીસે NC ફરિયાદ નોંધી છે. પરંતુ મહિલા સહી કર્યા વગર રવાના થઈ ગઈ હતી. મહિલાની ફરિયાદ લેવા માટે પોલીસ તૈયાર છે. પોલીસે જણાવ્યું કે તેઓ નિષ્પક્ષ તપાસ કરવા તૈયાર છે. 14 જુલાઈએ એસ.જી હાઇવે પર સર્વિસ રોડ પર પર સિદ્ધરાજસિંહ મકવાણા નામના વકીલ તેમનાં પત્ની અને દીકરી સાથે બલેનો ગાડીમાં જઈ રહ્યા હતા. તે સમયે આયેશા ગેલેરિયા નામની આ યુવતી પૂરપાટ ઝડપે કાર લઈને આવી રહી હતી અને વકીલની ગાડીને અથડાવી હતી. ત્યારબાદ યુવતીએ ગાડી આગળ લઈ જઈને ઊભી રાખી હતી અને વકીલ સિદ્ધરાજસિંહ મકવાણાની ગાડી પણ ઊભી રખાવી હતી. વકીલે ગાડીમાંથી બહાર આવીને જોતા તેમની ગાડીને નુકસાન થયું હતું. અકસ્માત કરનાર આયેશા ગેલેરિયા વકીલ સિદ્ધરાજસિંહ મકવાણા સાથે બોલાચાલી કરવા લાગી હતી. જેથી વકીલે પોલીસને જાણ કરી હતી. વકીલે યુવતી સામે એસ.જી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.


