Home Blog Page 1648

NCPના ચાર નેતાઓનાં રાજીનામાં: પવાર જૂથમાં સામેલ થવાની શક્યતા

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીથી ઠીક પહેલાં ગઠબંધન સરકારમાં સામેલ NCP નેતા અજિત પવારની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કેમ કે પાર્ટીના ચાર મહત્ત્વના નેતાઓએ તેમનો સાથ છોડ્યો છે. આ ચારે નેતાઓ શરદ પવાર જૂથમાં સામેલ થાય એવી વકી છે.

રાજ્યના પિંપરી ચિંચવડથી આવનારા પાર્ટીના ચાર મોટા નેતાઓએ NCPથી રાજીનામાં આપી દીધાં છે અને તેઓ શરદ પવાર જૂથની NCPમાં જોડાય એવી શક્યતા છે. આ નેતાઓમાં પિંપરી ચિંચવડના વડા અજિત ગવાહથી માંડીને વિંગના પ્રમુખ યશ સાને, ભૂતપૂર્વ કાઉન્સિલર પંકડ ભાલેકરનું નામ પણ સામેલ છે.

મહા ગઠબંધનમાં NCP માટે ભોસરી વિધાનસભા સીટ મેળવવાના પ્રયાસ નિષ્ફળ થયા પછી ગવાહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણીમાં MVAએ મહાયુતિને આંચકો આપતાં 48માંથી 30 બેઠકો જીતી લીધી હતી. NCPએ માત્ર એક જ સીટ જીતી હતી, જ્યારે પવારને આઠ સીટો મળી હતી.

NCP છોડનારા આ નેતાઓની આ સપ્તાહના અંત સુધીમાં શરદ પવારના જૂથમાં પ્રવેશવાની સંભાવના છે. શરદ પવારે પણ પાછલા કેટલાક મહિનાઓમાં કહ્યું હતું કે જે લોકોએ પાર્ટીને નબળી બનાવી છે, તેમને પાર્ટીમાં નહીં લેવામાં આવે, પણ સંગઠનને મજબૂત કરનારા નેતાઓ માટે તેમની પાર્ટીના દરવાજા ખુલ્લા છે.

અજિત પવાર અને શરદ પવારની વચ્ચે પાર્ટી પર પ્રભુત્વને લઈને લાંબી ટક્કર થઈ હતી, પણ ચૂંટણી પંચે NCP તરીકે અજિત પવારને માન્યતા આપી હતી. અજિત પવારે તેમના કાકા અને NCPના સંસ્થાપક શરદ પવારની વિરુદ્ધ બળવો પોકાર્યો હતો. જેને પગલે પવાર પરિવાર બે રાજકીય જૂથોમાં વિભાજિત થયો હતો.

 

 

ઈન્સ્ટન્ટ સાબુદાણા વડા

દેવશયની (દેવપોઢી) એકાદશી નિમિત્તે બનાવી લઈએ સાબુદાણાને પલાળ્યા વગર બની જતા ઈન્સ્ટન્ટ સાબુદાણા વડા!

સામગ્રીઃ

  • સાબુદાણા 1 કપ
  • બાફેલા બટેટા 4
  • આદુનો ટુકડો 2 ઈંચ
  • લીલા મરચાં 2-3
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • જીરુ 1 ટી.સ્પૂન
  • સ્વાદ મુજબ સિંધવ મીઠું (ઉપવાસમાં ખવાતું મીઠું)
  • શેકેલા શીંગદાણા 1 કપ
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • સાકર 1-2 ટી.સ્પૂન (optional)
  • રાજગરાનો લોટ 1-2 ટે.સ્પૂન

રીતઃ સાબુદાણાને પેનમાં બે મિનિટ માટે સાંતળી લો. ઠંડા થાય એટલે તેને મિક્સીમાં બારીક પીસીને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ આદુ, મરચાંના ટુકડા કરીને તેને તેમજ જીરુને પણ બારીક પીસી લો. શેકેલા શીંગદાણાનો પણ અધકચરો ભૂકો કરી લો. બટેટાનો છૂંદો કરી લો.

સાબુદાણાનો પાઉડર, શીંગદાણાનો ભૂકો, બટેટાનો છૂંદો તેમજ આદુ-મરચાં-કોથમીરની પેસ્ટ એક બાઉલમાં લઈ તેમાં સ્વાદ મુજબ સિંધવ મીઠું, સાકર તેમજ લીંબુનો રસ, ધોઈને સમારેલી કોથમીર તેમજ રાજગરાનો લોટ મેળવીને જરૂર મુજબ 1-2 ટે.સ્પૂન જેટલું પાણી ઉમેરીને વડા વાળી શકાય તેવો લોટ બાંધી લો. હવે આ મિશ્રણમાંથી ચપટા ગોળા વાળી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને આ વડા તળી લો.

આ વડા કોથમીર, શીંગદાણા, આદુ-મરચાં, લીંબુનો રસ તેમજ સિંધવ મીઠું નાખીને બનાવેલી લીલી ચટણી સાથે પીરસો.

૧૭ જુલાઈ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 17/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

નોટ આઉટ @ 89 કોકિલાબહેન ચોક્સી

કોવિડ-કાળ દરમિયાન વિશ્વવ્યાપી ગુજરાતી-સાહિત્ય-ફોરમ(1800 સભ્યો) રચી દર અઠવાડિયે ઝૂમ-મીટીંગની મદદથી વિવિધ વિષયોના 209 ઓનલાઈન એપિસોડનું સંચાલન કરનાર, કોકિલાબહેન ચોક્સીની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :

જન્મ અમદાવાદમાં, મોસાળમાં. બે બહેન, એક ભાઈનું કુટુંબ. પિતાને જીનીંગ-સ્પેરપાર્ટસનો બિઝનેસ. અભ્યાસ મુંબઈ, ચંદારામજી ગર્લ્સ-હાઇસ્કુલમાં. 17 વર્ષે કનુભાઈ ચોકસી સાથે લગ્ન. લગ્ન પછી મેટ્રિકની પરીક્ષા આપી! પતિને દેના બેન્કમાં બદલી વાળી નોકરી. લગ્ન પછી એક વર્ષ વિલ્સન કોલેજમાં ભણ્યાં. પતિનો અને સાસુનો ઘણો સહકાર. જુનાગઢ અને વેરાવળ બદલી, દીકરા કૌશલનો જન્મ. પતિના મિત્રની સલાહથી ગુજરાત યુનિવર્સિટીમાંથી એક્સટર્નલ બીએ કર્યું. ઈન્ડિયન-ફિલોસોફીના પેપર માટે જાતે ગીતાજીનો ઊંડો અભ્યાસ કર્યો. “અપેક્ષા રહિત જીવન”નો મહત્વનો પાઠ શીખ્યાં. વિદ્યાગૌરી નીલકંઠ ગોલ્ડ-મેડલ જીત્યાં. કોન્વોકેશન વખતે કાકાસાહેબ કાલેલકરે બહુ પ્રોત્સાહન આપ્યું! શાળામાં નોકરી લીધી. દીકરીનો જન્મ થયો. એમ.એ. કર્યું, લખવાનું શરૂ કર્યું. કોલેજમાં નોકરી લીધી. બદલી ધાંગધ્રા થઈ. “હિન્દી-રત્ન” કર્યું. અમરેલી શાળામાં નોકરી લીધી. બાળકોના અભ્યાસ માટે ત્રણ વર્ષ વડોદરા રહ્યાં. હાલ વારાફરતી અમેરિકા અને વડોદરા રહે છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ :

સવારે સાડા-પાંચે ઊઠે. સરદાર-બાગમાં ચાલવા જાય. પછી લાફ્ટર-ક્લબ અને યોગાસન. સવારનો સાડા-આઠ સુધીનો સમય માત્ર પોતાના માટે. ઘેર આવી ચા-પાણી-નાસ્તો કરે. નાહી-ધોઈ સેવા-પૂજા કરે, રસોઈ કરે. 12:30 વાગે જમે. બપોરે થોડો આરામ કરે. રોજ સાંજની અલગ-અલગ પ્રવૃત્તિ! સોમવારે સિનિયર-સિટીઝન ક્લબમાં જાય, મંગળવારે મિત્રો સાથે પાના રમે, બુધવારે મિત્રો સાથે પિક્ચર જોવા જાય(પોપકોર્ન-કોલ્ડ-કોફી ગમે), ગુરુવારે જુના મિત્રોને કંપની આપે, શુક્રવારે એક્ટિવિટી-સેન્ટરમાં જાય. બહેનોને શીખવે, એક્ઝિબિશન કરાવે, આવકમાંથી વૃક્ષારોપણનું કામ કરે! શનિ-રવિ માત્ર દીકરી માટે!

શોખના વિષયો:

ચિત્રકામ કરવું ગમે. પ્રવાસનો ઘણો શોખ, જાપાન, હોંગકોંગ, યુરોપ, સ્કેન્ડીનેવિયન કન્ટ્રીઝ, મિડલ-ઈસ્ટ, ફાર-ઇસ્ટ ફર્યાં છે. દર બે વર્ષે એક ટ્રીપ ખરી! સંગીતનો શોખ. બાળપણમાં પિતાજીએ ઘેર સંગીત-શિક્ષક રાખ્યા હતા. આકાશવાણી પર સુગમ-સંગીત માટે સારો ચાન્સ મળ્યો હતો. ગરબા પણ ગમે. વાંચનનો ઘણો શોખ છે. ટેબલટેનિસ રમવું ગમે. સ્કૂલ-કોલેજમાં ચેમ્પિયન હતાં.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત ઘણી સારી. રોજ છ-સાત હજાર સ્ટેપ ચાલે. દવા લેવાના વિરોધમાં છે. સેલ્ફી-હીલિંગમાં માને છે. તેમને અમેરિકામાં પણ ગમે. સો ટકા ત્યાં જ રહે! અહીંનું કોઈ વળગણ નહીં. સામાન્ય રીતે કહેવાય કે “પુરૂષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે”, પણ કોકિલાબહેનના જીવનમાં તેમની સફળતા પાછળ બે પુરૂષોનો હાથ છે: એક તેમના પતિ કનુભાઇ અને બીજો તેમનો પુત્ર કૌશલ!

યાદગાર પ્રસંગ:

લગ્ન પછી બાવીસ વર્ષની ઉંમરે, કોકિલાબહેન મુંબઈથી વેરાવળ ગયાં હતાં. કસ્તુરબા-મહિલા-મંડળના સભ્ય અને કમિટી-મેમ્બર. મંડળમાં નવાં સભ્યો લેવા માટે તેઓ આસપાસના કુટુંબોમાં મળવા ગયાં. એક કુટુંબમાં જઈ બહેનને કસ્તુરબા-મહિલા-મંડળનો પરિચય આપ્યા પછી તેમણે પૂછ્યું: “સભ્ય બનશો?” યજમાન-બહેને ગુસ્સે થઈને કહ્યું: “શું અમે અસભ્ય છીએ? નિકળ ઘરની બહાર!” કોકિલાબેન રડી પડ્યાં. જીવનનો મહત્વનો પાઠ શીખ્યાં: જાહેર-જીવનમાં કામ કરવું હોય તો માન કરતાં અપમાન વધારે મળશે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:

1984માં કોમ્પ્યુટર ચલાવતાં શીખ્યાં હતાં. દીકરાને કામમાં મદદ કરવા ડેટા-એન્ટ્રી કરે. પોતાના કામ માટે સર્ફિંગ કરે. ઓનલાઇન ઉપનિષદ વાંચે. ટેકનોલોજીને આશીર્વાદ ગણે છે. ટેકનોલોજીના પ્રશંસક છે, પણ દરેક વસ્તુને મર્યાદા હોય તેમ માને છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?:

સમાજમાં બહુ મોટો ફેરફાર થઈ ગયો છે. પુરુષ-પ્રધાન સમાજની અસર તેમના સમયમાં ઘણી હતી. લાયન્સ-ક્લબમાં 1990માં તેઓ સેક્રેટરી નિમાયા ત્યારે ઘણા પુરુષોએ વિરોધ કર્યો હતો. હવે તો કોર્પોરેટ સેક્ટરમાં બહેનો ખભે-ખભા મિલાવીને કામ કરે છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?:

તેમણે શાળા-કોલેજમાં કામ કર્યું છે એટલે યુવાનો સાથે તરત હળી-ભળી જાય છે. કુટુંબના યુવાનોને પણ મળવાનું થાય. દીકરીનાં મિત્રો મળવા આવે, પણ જાણે તેમનાં મિત્રો હોય તેવું લાગે! આજના યુવાનો ટેકનોલોજીમાં ખૂંપી ગયા છે. સામાજિક-સંબંધો રૂંધાઈ ગયા છે. દિવાળી અને તહેવારોમાં તેઓ બહાર ફરવા જતા રહે છે, જેથી સામાજિક જીવનમાંથી કટ-ઓફ થઈ ગયા છે. અત્યારના વડીલોને એકાકી પણું લાગે છે તો ડિજિટલ-યુગનો યુવાવર્ગ જ્યારે ઉમરવાન થશે ત્યારે તેમનું શું થશે?

સંદેશો :

બાળકો: બાળપણની સહજતા ગુમાવશો નહીં.

યુવાનો : ભૂતકાળની આંગળી ઝાલીને, ભવિષ્યની ચિંતા કરી, વર્તમાન બગાડશો નહીં.

વડીલો:  ઉંમર તો માત્ર એક આંકડો છે! તેને ગણશો નહીં!

પંચાંગ 17/07/2024

બજેટ 2024 : બજેટ પહેલા હલવા સેરેમની

કેન્દ્રીય બજેટ 2024 23 જુલાઈએ રજૂ થવા જઈ રહ્યું છે. દરમિયાન મંગળવારે હલવાની વિધિ પૂર્ણ થઈ ગઈ છે. દર વખતે બજેટ રજૂ કરતા પહેલા આ સમારોહનું આયોજન કરવામાં આવે છે. બજેટ (કેન્દ્રીય બજેટ 2024) રજૂ કરતા પહેલા નાણામંત્રી હલવાથી દરેકના મોં મીઠા કરાવે છે.મંગળવારે નોર્થ બ્લોકમાં કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં હલવો વિધિ કરવામાં આવી હતી. આ સમારોહ “લોક-ઇન” પ્રક્રિયાની શરૂઆત પહેલા જ યોજવામાં આવ્યો હતો. જે દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ, રાજ્ય મંત્રી પંકજ ચૌધરી અને સચિવ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બજેટની તૈયારી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હલવા સેરેમની શું છે?

દર વર્ષે બજેટ રજૂ કરતા પહેલા તેનું આયોજન કરવામાં આવે છે. હલવા સમારોહ એ નોર્થ બ્લોકમાં મોટા ‘કડહી’માં ભારતીય મીઠાઈઓ તૈયાર કરવાની પ્રક્રિયા છે. નાણા પ્રધાન વિધિપૂર્વક ‘કઢાઈ’ ઉગાડે છે અને સામાન્ય રીતે બજેટ બનાવવાની પ્રક્રિયામાં સામેલ તમામ લોકોને હલવો પીરસે છે. આ પરંપરાને નાણા મંત્રાલયના તમામ અધિકારીઓની મહેનતનો સ્વીકાર કરવાનો પણ એક માર્ગ માનવામાં આવે છે. જ્યારે હલવા સમારોહ થશે ત્યારે એવું માનવામાં આવે છે કે હવે બજેટ તૈયાર થઈ ગયું છે અને તમામ દસ્તાવેજો છાપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

બજેટ પહેલા અધિકારીઓ ‘લોક’

જ્યારે હલવા સમારોહ થાય છે, ત્યારે તેને નાણા મંત્રાલયમાં લોકડાઉનની શરૂઆત માનવામાં આવે છે. મતલબ કે બજેટ સાથે જોડાયેલા કોઈપણ અધિકારીને મંત્રાલય પરિસરમાંથી બહાર જવાની મંજૂરી નથી. બજેટ ટીમના તમામ સભ્યોને સંસદમાં નાણાકીય દસ્તાવેજો રજૂ કર્યા પછી જ બહાર જવાની મંજૂરી આપવામાં આવે છે.

નિર્મલા સીતારમણ એક રેકોર્ડ બનાવશે

તમને જણાવી દઈએ કે સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ આગામી બજેટ સાથે, સીતારમણ ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ દ્વારા સ્થાપિત રેકોર્ડને પાછળ છોડી દેશે, જેમણે નાણા પ્રધાન તરીકે 1959 અને 1964 વચ્ચે પાંચ વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. સીતારમણનું આગામી બજેટ ભાષણ તેમનું છઠ્ઠું હશે.

ગુજરાત BJP ના આગામી અધ્યક્ષ કોણ હશે?

લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતના રાજકારણમાં સૌની નજર પાર્ટીના આગામી પ્રદેશ પ્રમુખ પર ટકેલી છે. બીજેપીના નવા અધ્યક્ષ માટે અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી) કેટેગરીના ચહેરાની માંગ કરવામાં આવી રહી છે.કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવાયા બાદ ગુજરાતના સાંસદ સીઆર પાટીલે પ્રદેશ ભાજપ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે બાદ રાજ્યમાં ભાજપના નવા કેપ્ટનને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાર્ટી અધ્યક્ષ પાટીલના નેતૃત્વમાં ભાજપે વિક્રમી 156 બેઠકો જીતી હતી, ત્યારબાદ લોકસભા ચૂંટણીની સાથે 5 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ પાંચ બેઠકો જીતી હતી.

પટેલ-પાટીલની જોડીના આ ચમત્કાર બાદ પ્રદેશ ભાજપમાં ભારે ઉત્સાહ છે, પરંતુ પાટીલ સહિત સમગ્ર ભાજપ ત્રીજી વખત લોકસભાની તમામ 26 બેઠકો જીતી ન શકવા બદલ અફસોસ વ્યક્ત કરી રહ્યો છે. બનાસકાંઠાની બેઠક કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પાસેથી આંચકી લીધી હતી. મુખ્યમંત્રી પદ પાટીદાર સમાજના નેતા પાસે હોવાથી પ્રદેશ પ્રમુખ માટે રાજ્યના ઓબીસી ચહેરાની શોધ ચાલી રહી છે.

આને મુખ્ય દાવેદાર માનવામાં આવે છે

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડામાંથી ત્રીજી વખત ચૂંટાયેલા સાંસદ દેવુસિંહ ચૌહાણ ગુજરાત ભાજપના પ્રમુખ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો કે આ પદ માટે રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ અને પૂર્વ મંત્રી અને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના નામ પણ ચાલી રહ્યા છે.

હું પદ છોડવાનો નથી: ગોહિલ

લોકસભા ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક પર મળેલી જીત અને રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની ઘટનાએ ગુજરાતમાં કોંગ્રેસને ઉત્સાહથી ભરી દીધો છે. આ પછી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હિંદુત્વ અંગેના નિવેદન બાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારાની ઘટનાએ પણ કોંગ્રેસના કાર્યકરોને સક્રિય કરી દીધા હતા. દરમિયાન પત્રકારોએ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પૂછ્યું કે તેઓ પ્રમુખ પદ છોડી રહ્યા છે તે અંગે ગોહિલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ પ્રમુખ પદ છોડવાના નથી. તેમનો જવાબ પણ સચોટ લાગે છે કારણ કે લગભગ એક દાયકાથી એક જ લોકસભા બેઠક માટે ઝંખતી કોંગ્રેસને તેમના નેતૃત્વમાં જ સફળતા મળી છે અને કોંગ્રેસ ભાજપને તેની જ ભાષામાં જવાબ આપી રહી છે.

‘ભારત જ રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શકે’ : અમેરિકા

અમેરિકાએ ભારતને યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે રશિયા સાથેના તેના વર્ષો જૂના સંબંધોનો ઉપયોગ કરવા કહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન સાથે ગેરકાયદેસર યુદ્ધ ખતમ કરવા માટે પ્રોત્સાહિત કરવા ભારતને કહ્યું છે. અમેરિકાએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત રાષ્ટ્રપતિ પુતિનને યુએન ચાર્ટર અને યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવા વિનંતી કરે.

ભારત અને રશિયા વચ્ચે સારા સંબંધોઃ અમેરિકા

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે સોમવારે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બધા જાણે છે કે ભારતના રશિયા સાથે લાંબા સમયથી સારા સંબંધો છે. આ તેને વિશેષ દરજ્જો આપે છે. તેથી, અમે ભારત સાથેના આ સંબંધોનો ઉપયોગ યુક્રેન યુદ્ધનો અંત લાવવા અને શાંતિ સ્થાપવા માટે કરવા માંગીએ છીએ.

ભારત પાસેથી માંગણી રાખશે

એક પ્રશ્નના જવાબમાં મિલરે કહ્યું કે અમેરિકાના ભારત સાથે પણ મજબૂત સંબંધો છે. તે અમારો મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેથી, અમે ભારત સરકાર પાસે આ માંગણી કરવાનું ચાલુ રાખીશું. પીએમ મોદીની રશિયાની મુલાકાત પછી 9 જુલાઈએ મિલરે અગાઉ પણ આવું જ નિવેદન આપ્યું હતું.

યુક્રેન હુમલામાં રશિયન ફેક્ટરીમાં આગ લાગી હતી

રશિયાના કુર્સ્ક પ્રદેશના કોરેનેવો શહેર પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના કારણે ઇલેક્ટ્રિકલ સાધનોની ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્રાદેશિક ગવર્નર એલેક્સી સ્મિર્નોવે મંગળવારે જણાવ્યું હતું કે યુક્રેન સરહદ નજીકના વિસ્તારમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે.

રશિયાએ 13 યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો

ફેક્ટરી પર હુમલાનું દ્રશ્ય ટેલિગ્રામ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યું છે. તે જ સમયે, રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે સોમવારે રાત્રે 13 યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો. યુક્રેન તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

મહિલાઓની સુરક્ષા માટે કિરણ બેદી દ્વારા એવરેડી સાયરન ટોર્ચ લૉન્ચ

મુંબઈ: મહિલા સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાને રાખે કિરણ બેદીએ સુરક્ષા એલાર્મ સાથે એવરેડી સાયરન ટોર્ચનું અનાવરણ કર્યું છે. એવરેડી સાયરન ટોર્ચ એક ક્રાંતિકારી પ્રોડક્ટ છે જે તેની સાથે જોડાયેલ કી ચેઈન પર ખેંચાય ત્યારે 100 ડેસિબલ સેફ્ટી એલાર્મ વગાડવાનું શરૂ કરે છે, આમ કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તે નજીકના રાહદારીઓ પાસેથી મદદ લઈ શકે છે.

 

Everready ની ઝુંબેશ #VoiceUpKaNaPower નું નેતૃત્વ બહેરા અને અવાજહીન મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેથી નવી સાયરન ટોર્ચ વિશે જાગૃતિ આવે. તેનો ઉદ્દેશ્ય મહિલાઓની સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને તેમની સુરક્ષાની ખાતરી આપવાનો છે.

એવરેડી ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા લિમિટેડે દેશના પ્રથમ મહિલા IPS અધિકારી ડૉ.કિરણ બેદી સાથે પ્રથમ સલામતી એલાર્મ સાથે ભાગીદારી કરી ફ્લેશલાઇટ – એવરેડી સાયરન ફ્લેશલાઇટનું અનાવરણ કર્યુ હતુ. જો તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ કોઈપણ મુશ્કેલીમાં હોય, તો તે તેની સાથે જોડાયેલ કી ચેઈનને ખેંચી શકે છે. આવું કરતાની સાથે જ સાયરન ફ્લેશલાઈટ 100 ડેસિબલના જોરથી સેફ્ટી એલાર્મ વગાડવા લાગે છે. ખાસ કરીને મહિલાઓ અને સામાન્ય લોકોના સશક્તિકરણ માટે ક્રિએટ કરેલા આ સાયરન ફ્લેશલાઇટનો ઉદ્દેશ્ય રોજિંદા સલામતીને વધારવાનો છે. બ્રાન્ડે તેના નવા અભિયાન #AwaazUkhaKePower ના ભાગ રૂપે આ પ્રોડક્ટ લોન્ચ કર્યું છે.

ઝુંબેશ #AwaazKe પાવર માટે, Eveready એ India Signing Hands સાથે ભાગીદારી કરી છે, જે ભારતના બહેરા સમુદાયોની સુલભતા સમસ્યાઓના ઉકેલ માટે કામ કરતી સંસ્થા છે. એવરેડી સાયરન ટોર્ચ આ મહિલાઓને તેના 100-ડેસિબલ SOS એલાર્મ સાથે બોલવાની શક્તિ આપે છે. આ રીતે તેઓ રાહદારીઓની મદદ લઈ મુશ્કેલીમાંથી પોતાને બચાવી શકે છે. તેમજ આ વિષયને દર્શાવતી એક ફિલ્મનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘અબ આવાઝ મેં ભી ઊઠુંગી’નો સંદેશ અન્ય લોકોને તેમની સાથે ઊભા રહેવાની પ્રેરણા આપે છે.

આ તકે સામાજિક કાર્યકર અને પ્રથમ મહિલા IPS અધિકારી ડૉ. કિરણ બેદીએ જણાવ્યું હતું કે, “મહિલાઓની શારીરિક શક્તિ અને સુરક્ષાની આંતરિક ભાવના તેમને સશક્ત બનાવે છે: તે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. કેટલીકવાર તેમને અમુક પરિસ્થિતિઓમાં સુરક્ષિત અનુભવવા માટે બહારની મદદની જરૂર પડે છે. એવરેડીની અનોખી સાયરન ટોર્ચ એ મહિલાઓને સલામતીનો અહેસાસ કરાવવાની દિશામાં એક નોંધપાત્ર પગલું છે, જે તેમને ખાતરી આપે છે કે તેઓ તેમની સુરક્ષાની ચિંતા કર્યા વિના જ્યારે પણ તેઓ ઈચ્છે ત્યારે બહાર જઈ શકે છે.મને #AwaazUkhdiPower ઝુંબેશને સમર્થન આપવા માટે ખૂબ જ ગર્વ છે, હું મારા NGOs નવજ્યોતિ ઈન્ડિયા ફાઉન્ડેશન અને ઈન્ડિયા વિઝન ફાઉન્ડેશન સાથે આ ભાગીદારીને વિસ્તારવાની આશા રાખું છું અને તે રીતે બધા માટે એક સુરક્ષિત સમાજનું નિર્માણ કરીશ અને મહિલા સશક્તિકરણના લક્ષ્યોને સાકાર કરવાનો પ્રયાસ કરીશ.”

અનિર્બાન બેનર્જી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને એસબીયુ હેડ (બેટરી અને લેન્ટર્ન), એવરેડી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડએ જણાવ્યું હતું કે,“એવરેડી અમર્યાદિત શક્તિની ચેમ્પિયન છે. આ ભાવનાથી જ અમે આ પરિવર્તનકારી સોલ્યુશન -સાયરન ટોર્ચ – લઈને આવ્યા છીએ, જે માત્ર કાર્યક્ષમતાથી આગળ વધીને દેશભરની મહિલાઓને આશાનું કિરણ પ્રદાન કરશે અને તેમના સશક્તિકરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે.”

‘વૉઇસલેસને અવાજ આપવો એ સહેલું કામ નથી, પરંતુ જ્યારે સુજોય અને તેની ટીમે અભિયાન માટે નૉન વર્બલ કલાકારોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું, ત્યારે બધું ખૂબ જ સરળ બની ગયું. પડદા પર કલાકારોનું મૌન એ પરિસ્થિતિને પ્રતિબિંબિત કરે છે જેનો સ્ત્રીઓ વારંવાર સામનો કરે છે. આ ફિલ્મ કોઈપણ અવાજ વિના માત્ર હાવભાવ દ્વારા મહિલાઓના અપમાન અને હિંસાને વર્ણવે છે. હવે દરેક વ્યક્તિ અવાજ કરી શકશે, ભલે તેઓ અવાજ વગરના હોય,” એવું ઓગિલવી ઇન્ડિયાના ચીફ ક્રિએટિવ ઓફિસર સુકેશ નાયકે જણાવ્યું હતું.

120 x 32 સેમી સાઈઝની આ સાયરન ખૂબ જ મદદગાર છે અને તેને હેન્ડબેગમાં રાખીને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે. આ પ્રોડક્ટ ત્રણ રંગોમાં આવે છે, USB Type-B ચાર્જિંગ અને ત્રણ અદ્ભુત લાઇટિંગ મોડ્સ, જે તેને પોતાનામાં એક મલ્ટિફંક્શનલ ડિવાઇસ બનાવે છે. માત્ર 225 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ આ સાયરન મહિલાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં અટવાયેલા લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે.