Home Blog Page 1651

તૌબા…તૌબા… વિકી-કૅટની આ અનસીન તસવીરો તો જુઓ

મુંબઈ: બૉલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક એવી કેટરિના કૈફનો આજે એટલે કે 16મી જુલાઈએ જન્મદિવસ છે. આ તકે પતિ અભિનેતા વિકી કૌશલ પત્ની કેટરિના પર પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે. કેટરિનાના જન્મ દિવસ પર કરીના કપૂરથી લઈને અનન્યા પાંડે સુધીના બોલિવૂડ સેલેબ્સ બર્થડેની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. જ્યારે બીજી તરફ તેના પતિ વિકી કૌશલે કેટલીક અનસીન તસવીર શેર કરી વાઈફ કૅટ માટે પ્રેમ વ્યક્ત કર્યો છે.

વિકી કૌશલે શેર કરેલી તસવીરમાં બંનેનો અતૂટ પ્રેમ અને મસ્તી જોવા મળે છે. આ તસવીરોએ લોકોના દિલ જીતી લીધા છે. ફોટો શેર કરી વિકી કૌશલે લખ્યું છે કે,’તારી સાથે યાદો બનાવવી એ મારા જીવનનો પ્રિય ભાગ છે. હેપ્પી બર્થડે માય લવ.

 

 

(તસીવર સૌજન્ય: વિકી કૌશલ)

સુપ્રીમે સિસોદિયાની જામીન અરજી પર ED, CBIને નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી મામલે જેલમાં બંધ સિસોદિયાની અરજી પર સુપ્રીમ કોર્ટે CBI અને EDને નોટિસ જારી કરી છે. મનીષ સિસોદિયાએ બંને તપાસ એજન્સીઓ તરફથી નોંધાયેલા કેસમાં જામીન માગ્યા છે. આ મામલે આગામી સુનાવણી હવે 29 જુલાઈએ થશે.

મનીષ સિસોદિયાના વકીલે તર્ક આપ્યો હતો કે તે 16 મહિનાથી જેલમાં બંધ છે. આ કેસ એ સ્થિતિમાં છે, જે 2023માં હતો. જસ્ટિસ બીઆર ગવઈ, સંજય કરોલ અને કેવી વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું હતું કે આ કેસની સુનાવણી હવે 29 જુલાઈએ થશે.લિકર પોલિસી મામલાથી જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ સિસોદિયાની પર કેસ નોંધ્યો છે, જ્યારે CBIએ

ભ્રષ્ટાચારના કેસમાં આપ નેતા પર કેસ નોંધ્યો હતો. દિલ્હી લિકર નીતિને હવે રદ કરી દીધી છે, પરંતુ એમાં કૌભાંડના આરોપમાં આપના કેટલાય નેતા જેલમાં ગયા છે. દિલ્હીના CM અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ લિકર પોલિસી મામલામાં જેલમાં બંધ છે. રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ આ કેસમાં જેલમાં જઈ ચૂક્યા છે અને હાલ જામીન પર બહાર છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં કોર્ટે કહ્યું હતું કે જો કેસ આગળ નથી વધતો તો સિસોદિયા જામીન માટે અપીલ કરી શકે છે. ટોચની કોર્ટની ખંડપીઠે સિસોદિયાના વકીલની દલીલો સાંભળ્યા પછી બંને કેન્દ્રીય તપાસ એજન્સીઓ- ED અને CBIને નોટિસ જારી કરી છે અને જવાબ માગ્યો છે.

વરિષ્ઠ વકીલ ડો. અભિષેક મનુ સિંઘવીએ આઠ જુલાઈએ દેશના મુખ્ય જસ્ટિસની સામે મનીષ સિસોદિયાની તત્કાળ સુનાવણી માટે અરજીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાર દઈને કહ્યું હતું કે મનીષ સિસોદિયા 16 મહિનાથી જેલમાં છે અને કેસ પૂરો થવો જોઈએ.

 

પાંચ પ્રાચીન વાદ્યોને પુનઃજીવિત કર્યા છે આ બંગાળી કલાકારે

કોલકતા એટલે રવિન્દ્ર સંગીતનું શહેર. અહીં દરેક ઘરમાં એક કરતાં વધુ વ્યક્તિઓ સંગીત સાથે એક કે બીજી રીતે જોડાયેલા હોય છે. તેવામાં સાઉથ કોલકતામાં રહેતા જયદીપ મુખર્જીના પરિવારે 1987માં તેમને માત્ર ચાર વર્ષની ઉંમરથી ક્લાસિકલ સંગીતની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. જેનું પરિણામ આજે એ છે કે જયદીપ મુખર્જી ભારતના જાણીતા સરોદવાદકમાંના એક છે. સાથે જ તેમણે ખુબ જ દુર્લભ કહી શકાય તેવાં વાદ્યોમાંના ફર્સ્ટ જનરેશન સરોદ, મોહનવીણા, સુર સિંગાર, તાનસેની રબાબ અને સુર રબાબને પુનઃજીવિત કર્યા છે.જયદીપ છેલ્લાં 37 વર્ષોથી સરોદ વગાડે છે. સ્વર્ગીય પંડિત નાહા કે જેઓ મહાન પંડિત રાધિકા મોહન મૈત્રેયના વરિષ્ઠ શિષ્ય હતા, તેમની પાસેથી જયદીપે પ્રશિક્ષણ લીધું છે. ઉપરાંત તબલા વાદક દેબાશીષ સરકાર પાસેથી પણ જયદીપે પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ઓલ ઈન્ડિયા મ્યુઝિક કોમ્પિટિશનમાં તેઓ ખુબ જ નાનીવયથી ભાગ લેતા થયા અને સાથે જ સમગ્ર દેશમાં પ્રથમ પણ આવતા હતા. નાની ઉંમરથી જ તેમનું પર્ફોર્મિંગ કેરિઅર પણ શરૂ થઈ ગયું હતું. તેમની ટેલેન્ટની નોંધ અનેક મહાન સંગીતકારોએ લીધી છે. તેમાંના એક છે પદ્મભૂષણથી સન્માનિત સિનિયર મોસ્ટ ક્લાસિક્લ સંગીતકાર પંડિત અરવિંદ પરીખ. જેમણે માર્ચ-2024માં પોતાની પચાસમી બેઠકમાં જયદીપને બોલાવ્યા હતા.જયદીપ મુખર્જીને મળેલા પુરસ્કારોની જો વાત કરવામાં આવે તો તેમને 2019માં ઉસ્તાદ બિસ્મિલાહ ખાન યુવા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. જે તેમને સરોદ અને સુર સિંગાર માટે સંગીત નાટક અકાદમી દ્વારા ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક કેટેગરીમાં આપવામાં આવ્યો હતો. 26મી ફેબ્રુઆરી, 2023નો દિવસ તો જયદીપ માટે જીવનભરનું સંભારણું બની ગયો છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 98મા એપિસોડમાં જયદીપનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારના કલ્ચરલ અફેર્સ મંત્રાલય દ્વારા તેમને ઈન્સ્ટ્રુમેન્ટલ સંગીત માટે જુનિયર ફેલોશીપ પણ આપવામાં આવી હતી. 9મી સપ્ટેમ્બર, 2023ના રોજ ભારત મંડપમ ખાતે આયોજીત G-20 સમિટમાં તેમને ભારત સરકાર દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા. અહીં તેમણે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ અને વિશ્વના નેતાઓ સમક્ષ પોતનું ટેલેન્ટ રજૂ કરવાનો મોકો મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

સંગીતની સાથે જયદીપનું ભણતર પણ ચાલી રહ્યું હતું. જયદીપે 12 સાયન્સ પછી કોલકતામાંથી એન્જિનિયરિંગ કર્યુ અને ત્યારબાદ પૂણેથી MBA કર્યું. અભ્યાસ બાદ જયદીપે એક મલ્ટિનેશનલ કંપનીમાં 11 વર્ષ સુધી માર્કેટિંગની નોકરી પણ કરી. જો કે જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેમને એવું લાગ્યું કે તેમણે સંગીત અને નોકરી બેમાંથી એકની પસંદગી કરવી પડશે. કારણ કે નોકરીના કારણે તેઓ સંગીતને પૂરતો સમય આપી શકતા ન હતા. એ સમયે નિર્ણય લેવો ખુબ જ અઘરો હતો. કારણ કે પત્ની અને બાળકની જવાબદારીના કારણે નોકરી છોડવી અઘરી હતી. પરંતુ પરિવારે જ તેમને હોંશલો આપ્યો અને સંગીતમાં ફોક્સ કરવાનું કહ્યું. આખરે 2019માં જયદીપે પોતાની મલ્ટિનેશનલ કંપનીવાળી નોકરી છોડીને પોતાના પ્રથમ પ્રેમ સંગીતને પૂરતો સમય આપવાનું શરૂ કર્યું.જો કે આ દરમિયાન સંગીતની સફર તો ચાલુ જ હતી. વર્ષ 2013-14માં જયદીપે ગુરૂ સંગીતાચાર્ય પ્રણવ કુમાર નાહાની મદદથી બે વર્ષના સંશોધન પછી વાદ્ય યંત્ર મોહનવીણાને પુનઃજીવિત કરી હતી. લૉકડાઉન પહેલાં જ જયદીપે બે આંતરરાષ્ટ્રીય સંગીત સમારોહ ધ્રુપદ ફેસ્ટિવલ, વારાણસી અને ઈન્ટરનેશનલ વીણા મહોત્સવ, ચેન્નઈમાં આ વાદ્ય યંત્ર વગાડીને લોકોને મંત્રમુગ્ધ પણ કર્યા હતા. આ ઉપરાંત વર્ષ 2024માં જયદીપ મુખર્જીએ 16મી સદીના વાદ્ય તાનસેની રબાબને પુનઃજીવિત કર્યું છે. જેની શોધ મિંયા તાનસેન દ્વારા અકબરના દરબારમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે 19મી સદીના સુર-રબાબને પણ પુનઃજીવિત કર્યુ છે.

ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં જયદીપે જણાવ્યું કે, 2013 આસપાસ હું પારંપારિક વાદ્ય યંત્ર સુર સિંગારની મોટી સાઈઝના કારણે તેના પર રાગ દરબારી કનાડામાં એક આલાપ વગાડી શકતો ન હતો. સાથે જ તેના તારની દિશા અન્ય વાદ્ય યંત્રોથી અલગ હોવાના કારણે તેને સાચવીને વગાડવું પણ મુશ્કેલ હતું. ત્યારે મારા ગુરૂજી પ્રણવકુમાર નાહાએ મને સુર સિંગારનો અન્ય એક પ્રકાર ટ્રાય કરવા માટે કહ્યું. જે સાઈઝમાં નાનું અને વગાડવામાં સરળ હતું. પરંતુ તેમાં મને મારી સ્ટાઈલ અનુસાર થોડુંક સંશોધન કરવાની જરૂરિયાત લાગી. આ પ્રથમ વખત હતું કે જ્યારે મને કોઈ વાદ્યને પુનઃજીવિત કરવાનું અને તેને આધુનિક બનાવવાનો વિચાર આવ્યો હતો. આ રીતે પ્રાચીન વાદ્ય યંત્રોંને પુનઃજીવિત કરવાની મારી યાત્રા શરૂ થઈ.કોઈપણ વાદ્યને પુનઃજીવિત કરવું એટલે તેને આધુનિક સમય પ્રમાણે નવા ક્લેવર અને ફ્લેવરમાં તૈયાર કરવું, પરંતુ તેનાથી વાદ્યના સૂર-તાલ બદલાવવા ન જોઈએ. જેમ કે તાનસેની રબાબની વાત કરવામાં આવે તો, જયદીપે તેમાં નાયલોનના તારના બદલે તાંબા અને કાંસાના તારનો ઉપયોગ કર્યો છે. જ્યારે તેના પર જે ચામડું ચઢાવવામાં આવે છે તે ચોમાસામાં ભેજના કારણે બરાબર વાગતું નથી. તો તેના માટે જયદીપે તેના પર સ્પેશિયલ કેમિકલ લગાવ્યું જેનાથી ચોમાસામાં પણ તેને કોઈ નુક્સાન થાય નહિં. જયદીપે આ રીતે પાંચ ઈન્સ્ટ્રુમેન્ટને પુનઃજીવિત કર્યા છે. જેનાં વિશે તેમનું કહેવું છે કે બહુ નાની ઉંમરથી મેં સંગીત શીખવાનું શરૂ કર્યું તેના કારણે મારું ગણિત ખુબ જ સારું થયું. મારી ગણતરીઓ ખુબ જ પાકી થઈ. એવી જ રીતે મેં જ્યારે ઈન્સ્ટ્રુમેન્ટ રિવાઈવ કરવાના શરૂ કર્યાં ત્યારે મારા એન્જિનિયરિંગના અભ્યાસનો મને એમાં ખુબ જ લાભ મળ્યો. મેં મારા કોઈપણ ઈન્સ્ટ્રુમેન્ટની પેટન્ટ કરાવી નથી. કારણ કે મને એવું લાગે છે કે સંગીતને પોતાના સ્વાર્થ માટે બાંધી રાખવું યોગ્ય નથી. હું એ ઈન્સ્ટ્રુમેન્ટનો ઓરિજનલ શોધકર્તા પણ નથી. આથી વધારેમાં વધારે લોકો સુધી તે પહોંચે તે જ મહત્વનું છે અને તો જ મને એવું લાગે છે કે મારી મહેનત સફળ થઈ કહેવાય. આજે હું સાંભળું છે કે ગુજરાત, મિરાજ અને બંગાળમાંથી ઘણા બધાં આર્ટિસ્ટ સુરસિંગારને બનાવી રહ્યા છે. જેનાથી મને એવું લાગે છે કે મારું કામ સફળ રહ્યું છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે નર્મદા ડેમમાં નવા નીર નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના અનેક ડેમમાં નવા નીર નોંધાયા છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે નર્મદા ડેમનાં રીવરબેડ પાવર હાઉસ બંધ કરાયા હતા. પાવર હાઉસ બંધ કરાતા ડેમમાં સતત પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 7.87 ઈંચનો વધારો થયો હતો. ડેમમાં પાણીની આવક બાદ 119.94 મીટર પર જળસપાટી પહોંચી હતી. સોમવાર સાંજ બાદ સતત ઉપરવાસથી પાણીની આવક યથાવત રહી છે.મંગળવારે રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ઉમરગામ, માળીયા હાટીનામાં 1.5-1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળીયામાં પોણો ઈંચ, સુત્રાપાડામાં અડધો ઈંચ, વલસાડમાં અડધો ઈંચ, માંગરોળમાં અડધો ઈંચ, ગરબાડા, ખેરગામ, કેશોદ, મહુવા, તાલાળા, ડીસા, જેતપુર પાવી, બોડેલીમાં વરસાદ નોંધાયો હતો.

કોરોનામાંથી સાજા થયા બાદ અનંત-રાધિકાને મળવા પહોંચ્યા અક્ષય કુમાર

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન તો ચર્ચામાં રહ્યાં જ પણ સાથે સાથે બૉલિવૂડની હસ્તીઓ ય એટલી જ લાઈટલાઈટમાં રહી. અનંત-રાધિકાએ 12મી જુલાઈએ સાત ફેરા લઈ એકાબીજને જીવનસાથી તરીકે વચન આપ્યાં. લગ્નના બીજા દિવસે રિસેપ્શન યોજાયું હતું. જેમાં ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો.અક્ષય કુમાર પણ તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે રિસેપ્શન પાર્ટીમાં પહોંચ્યા હતા. જોકે, અક્ષય કુમારે 12 જુલાઈએ જ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપવાની હતુી પરંતુ કોવિડ-19 પોઝિટિવ હોવાને કારણે તેઓ હાજર રહી શક્યા ન હતા. અભિનેતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તરત જ તે 15 જુલાઈના રોજ અનંત-રાધિકાની છેલ્લી ઈવેન્ટમાં પહોંચ્યો હતો. આ દરમિયાન અક્કીની ડેશિંગ સ્ટાઈલ જોવા મળી હતી.

અક્ષય કોવિડમાંથી સાજા થયા

જે વીડિયો સામે આવ્યો છે તેમાં અક્ષય કુમાર ક્રીમ રંગના કુર્તા-પાયજામામાં એકદમ ડેશિંગ લાગી રહ્યા છે. તેમની સાથે તેની પત્ની ટ્વિંકલ પણ જોવા મળી હતી. આ દરમિયાન ટ્વિંકલ મિરર વર્કના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ જોવા મળ્યા. અનંત-રાધિકાના લગ્નના ફંક્શનમાં અક્ષય કુમાર સામેલ થઈ શક્યા નહોતા. ખરેખર, અક્ષય કુમાર ‘કોવિડ-19 પોઝિટિવ’ હોવાને કારણે અત્યાર સુધી અંબાણી પરિવારના એક પણ ફંક્શનમા જોડાયા ન શક્યા. ફિલ્મ ‘સરફિરા’ના પ્રમોશન દરમિયાન તેમને તબિયત નાદુરસ્ત લાગતા રિપોર્ટ કરાવ્યો તો ખબર પડી કે તે કોરોનાથી સંક્રમિત છે. આટલું જ નહીં,તેના કેટલાક ક્રૂ મેમ્બર પણ પોઝિટિવ જોવા મળ્યા હતા.કોરોનાથી સાજા થયા બાદ તરત અક્ષય કુમાર અનંત-રાધિકાને શુભેચ્છા આપવા પહોંચ્યા.

આ દરમિયાન ચાહકોની નજર અક્ષય કુમારના હાથમાં એક વસ્તુ જોવા મળી. અભિનેતાના હાથમાં લેડીઝ બેગ જોવા મળી હતી. આ બેગ તેની નહીં પરંતુ તેની પત્ની ટ્વિંકલ ખન્નાની છે. ટ્વિંકલ ખન્નાએ પાછળથી આ પર્સ જાતે જ પકડી રાખ્યું હતું, પરંતુ અક્ષય કુમાર થોડા સમય માટે તેને પકડીને ટ્વિંકલ ખન્નાને મદદ કરતા હોય એવું લાગ્યું.

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની ફિલ્મ સરફિરા બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નથી કરી રહી. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે રાધિકા મદનની જોડી છે. ફિલ્મમાં અક્ષય કુમાર એક એવી વ્યક્તિની ભૂમિકા ભજવે છે જે એરફોર્સમાં તેની નોકરી છોડીને કોસ્ટ એવિએશન લેવા માંગે છે. ફિલ્મની વાર્તા સારી છે, પરંતુ તેમ છતાં તે અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં તે ‘ખેલ ખેલ મેં’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘સિંઘમ અગેન’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. આ સિવાય ‘હેરા ફેરી 3’ અને ‘હાઉસફુલ 5’ પણ પાઇપલાઇનમાં છે. અક્ષય કુમારની 9 ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થયા પછી પણ તેની પાસે હજુ ઘણું કામ બાકી છે.

રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર મેઘ મહેર..

રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય હોવાના કારણે મેઘરાજાનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે ગત રોજ દક્ષિણ ગુજરાતના ઉપરપાડામાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું જ્યાં લગભગ 4 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાત આજની થાય તો, પાછલા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 14 ઈંચ, નેત્રંગમાં સાડા સાત ઈંચ, ગુરૂડેશ્વરમાં 6 ઈંચ, નાદોદમાં સવા પાંચ ઈંચ, તિલકવાડામાં સવા ચાર ઈંચ, ચિખલીમાં ચાર ઈંચ, લિલિયા અને મહુવામાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત 72 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત, દિવ અને દમણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી છ દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક એટલે કે 75થી 100 ટકા વિસ્તારમાં વરસાદની પણ આગાહી છે. તો બીજી બાજું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારે બે કલાકમાં માળીયા હાટીના તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. માંગરોળ તાલુકામાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કેશોદમાં ૪ MM વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે માળિયા હાટીના પાસે આવેલો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. સિઝનમાં પ્રથમ વખત ડેમ ઓવરફ્લો થતા, નીચેના ગામોને એલર્ટ કરાયા છે. તો આણંદમાં ગઈકાલે અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી પાણી જ પાણી થઈ ગયુ હતું. શહેરની બજારોમાં નદીઓ વહેવા લાગી હતી. કેડ સમા પાણી ભરાયા હતા.

તો બીજી બાજું ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક આવેલ ધાણીખૂંટ ધોધ સક્રિય થયા છે. ડેમનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. તો અરવલ્લીના મોડાસામાં વરસાદમાં રોડ રસ્તા ધોવાતા દુર્ઘટના બની હતી. વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પર પડેલા ભુવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ છે. બસમાં 10થી વધુ વિદ્યાર્થી સવાર હતા. ડીપી રોડ પર ચાલતી ગટર લાઈનની કામગીરી બાદ યોગ્ય પુરણ ન કરતા ઠેર ઠેર ભુવા રાજ જેવા દ્રશ્યો જોવા મળે છે.

જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાન શહીદ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં ભારે હથિયારોથી લેસ આતંકવાદીઓની સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત સેનાના ચાર જવાનોનાં મોત થયાં છે, એમ સત્તાવાર સૂત્રોએ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનોએ સોમવારે મોડી સાંજે ડોડા શહેરથી લગભગ 55 કિમી દૂર દેસા વન ક્ષેત્રમાં ધારી ગોટે ઉરબાગીમાં એક સંયુક્ત ઘેરાવબંધી અને તપાસ  ઓપરેશન શરૂ કર્યું હતું, જે પછી અથડામણ શરૂ થઈ હતી.

તેમણે જણાવ્યું હતું કે થોડી વાર બાદ ફાયરિંગ પછી આતંકવાદીઓએ ભાગવાની કોશિશ કરી. એક અધિકારીના નેતૃત્વમાં બહાદુર સૈનિકોએ પડકારભર્યા વિસ્તારમાં ગાઢ જંગલો વચ્ચે તેમનો પીછો ક ર્યો. ત્યારબાદ રાતે 9 વાગ્યાની આજુબાજુ જંગલમાં વધુ એક અથડામણ થઈ. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. મંગળવારે સવારે એક અધિકારી સહિતમાંથી ચાર લોકોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

સેનાની 16 આર્મી કોર, જેને વ્હાઈટ નાઈટ કોરના નામથી પણ ઓળખવામાં આવે છે તેણે સોશિયલ મિડિયા X પર કહ્યું હતું કે વધારાના સૈનિકોને ડોડાના અથડામણ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે ડોડા હુમલાની જવાબદારી લીધી છે. આ સંગઠન જૈશ એ મોહમ્મદનું જ ઓફ શૂટ છે, જેણે હાલમાં જ કઠુઆમાં સેનાના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી.

જમ્મુ ડિવિઝનના ડોડામાં આ એક મહિનાની અંદર આતંકવાદીઓ સાથે અથડામણની પાંચમી ઘટના છે. આ અગાઉ 9 જુલાઈએ એક એન્કાઉન્ટર થયું હતું. ગયા મહિને 26 જૂને એક આતંકવાદી હુમલો થયો હતો અને 12 જૂને  બે હુમલા થયા હતા. આ તમામ હુમલા બાદ આતંકવાદીઓ અને જવાનો વચ્ચે અથડામણ થઈ હતી.

કોણ છે રકુલપ્રીતનો ભાઈ અમન? જેની ડ્રગ્સ કેસમાં પોલીસે કરી ધરપકડ

મુંબઈ: બૉલિવૂડની જાણીતી અભિનેત્રીના ભાઈની પોલીસે ધરપકડ કરી છે. આ મામલો ડ્રગ્સ સાથે સંબંધિત છે. અભિનેત્રીના ઘરે નવી મુસીબત આવી પડી છે. અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે રકુલ પ્રીત સિંહ. હા, રકુલ પ્રીત સિંહ, જેનું નામ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ડ્રગ્સ કેસમાં ઉછળ્યું હતું. હવે તેનો ભાઈ અમન પ્રીત સિંહ ડ્રગ્સના કેસમાં મુશ્કેલીમાં છે.

પોલીસે 2.6 કિલો કોકેઈન જપ્ત કર્યું

હા, તાજેતરમાં સમાચાર મળ્યા છે કે રકુલના ભાઈની હૈદરાબાદ પોલીસે ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ બ્યુરો એટલે કે TGANB, માહિતી મળ્યા પછી સાયબરાબાદ પોલીસ અને નરસિંઘી પોલીસ સાથે મળીને એક ફ્લેટ પર દરોડો પાડ્યો જ્યાં અભિનેત્રીનો ભાઈ પણ હતો. આ સિવાય વિભાગે અહીં કોકેઈનના 13 સંભવિત હાઈ સોસાયટી ગ્રાહકોને પણ પકડ્યા હતા. અમન પ્રીત સિંહ ઉપરાંત કિશન રાઠી, અનિકેત, યશવંત, રોહિત, શ્રી ચરણ, રઘુ, પ્રસાદ, હેમંત, નિખિલ, મધુ, ક્રિષ્નમ રાજુ, વેંકટ નામના લોકોનો સમાવેશ થાય છે.

કોણ છે અમન પ્રીત સિંહ?

અમન પ્રીત સિંહ તેની બહેન જેમ એક્ટર છે. અમને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં નિન્નેપેલદાતા (2020) અને પ્રોડક્શન નંબર 1 (2020) સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આટલું જ નહીં અમને ફિલ્મ રામરાજ્ય (2020)થી બોલિવૂડમાં ડેબ્યૂ પણ કર્યું છે. પણ જોકે તેને બહેન રકુલ જેટલી નામના મળી નહીં. આ સાથે જ અમન પ્રીત સિંહ તેની બહેન રકુલ પ્રીત સિંહ સાથે સ્ટારિંગ યુ નામનું ટેલેન્ટ ડિસ્કવરી પ્લેટફોર્મ પણ ચલાવે છે. આ પ્લેટફોર્મ કલાકારોને પ્રોડ્યુસર્સ, કન્ટેન્ટ ઓનર અને ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે જોડે છે.

આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી

કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી અમન પ્રીત સિંહ, ઓનોહા બ્લેસિંગ (પશ્ચિમ આફ્રિકા), અઝીઝ નોહીમ, અલ્લામ સત્ય વેંકટ ગૌતમ, વરુણ કુમાર, મોહમ્મદ મહેબૂબ શરીફની પોલીસે આ કેસમાં ધરપકડ કરી છે. હાલ આ કેસમાં વધુ બે ડ્રગ્સ સપ્લાયર ફરાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ વિભાગને આ ફ્લેટમાંથી 2.6 કિલો કોકેન પણ મળી આવ્યું છે, જેની કિંમત 35 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે 2.6 કિલો કોકેઈન ઉપરાંત 2 પાસપોર્ટ, 2 બાઈક અને 10 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. હવે પોલીસ પહેલા આ તમામ આરોપીઓની મેડિકલ તપાસ કરશે, ત્યારબાદ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ડાહ્યો દીકરો દેશાવર ભોગવે, ને ડાહી વહુ ચૂલામાં પેસે

ડાહ્યો દીકરો દેશાવર ભોગવે, ને ડાહી વહુ ચૂલામાં પેસે

 

ગુજરાતીઓ મૂળભૂત રીતે વેપારી પ્રજા છે. દેશનો ત્રીજા ભાગનો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત અત્યંત પ્રાચીન સમયથી દરિયાપારના દેશો સાથે વેપાર કરે છે અને એ કારણે ગુજરાતીઓ સાગરખેડુ અને હવે તો વિશ્વપ્રવાસી ગણાય છે. આ સંદર્ભમાં ડાહ્યો દીકરો દેશાવર ભોગવે એવી કહેવત પડી હશે.

આ જ રીતે એક કુશળ ગૃહિણી ઘરની વ્યવસ્થાથી ઓળખાય છે. આ ઘરની વ્યવસ્થાનું હાર્દ રસોડુ છે. અને એટલે જ સ્ત્રીને અન્નપૂર્ણા કહેવાય છે. એટલે કે વહુ ડાહી હોય તો બાકીની ઘરની બધી વ્યવસ્થાઓની સાથો સાથ આખું કુટુંબ સ્વસ્થ રહે તે માટે રસોડું સંભાળી લે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રામેશ્વરીને રાજશ્રી પ્રોડકશને ફરી બોલાવવી પડી

રામેશ્વરીએ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં કોર્સ કર્યા પછી મદ્રાસની વાટ પકડી હતી પણ ફિલ્મોમાં કારકિર્દી માટે મુંબઇ વધારે યોગ્ય હોવાનું લાગ્યું હતું. મુંબઇ આવ્યા પછી ‘તપસ્યા’ (૧૯૭૬) નું નિર્માણ થતું હતું ત્યાં સહેલી આભા સાથે ગયેલી રામેશ્વરીને માત્ર જોઈને જ કોઈ ઓળખાણ વગર એમાં કામ કરતી અભિનેત્રી રાખીએ એક્સ્ટ્રા તરીકે કામ કરવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તું હીરોઈન બનવી જોઈએ. એમણે ત્યાં સ્ટુડિયોમાં હાજર નિર્દેશકને મળવાનું કહ્યું. એ સાથે એવી માહિતી આપી કે ફિલ્મ ‘બાલિકાવધૂ’ (૧૯૭૬) માટે કલાકારો પસંદ થઈ રહ્યા છે. હીરો તરીકે સચિન પસંદ થઈ ગયો છે. હીરોઈન માટે ઓડિશન ચાલી રહ્યું છે. રામેશ્વરી ત્યાં ગઈ અને એનો સ્ક્રિન ટેસ્ટ લેવામાં આવ્યો. પણ રામેશ્વરી પાતળી હોવાથી સચિન સામે ઘણી લાંબી લાગતી હતી એટલે પસંદ થઈ શકી નહીં.

 

રામેશ્વરીએ રાજશ્રી પ્રોડકશનમાં જઈને પણ પોતાની ઉમેદવારી નોંધાવી. ત્યાં રામેશ્વરીને હીરોઈનની ભૂમિકા માટે કોઈ મહત્વ આપવામાં આવ્યું નહીં. અને એવી સલાહ આપવામાં આવી કે રાજશ્રીના સ્ક્રિપ્ટ વિભાગમાં જોડાઈ શકે છે. રામેશ્વરી અભિનય જ કરવા માગતી હતી એટલે ના પાડી દીધી. એ પછી એક કન્નડ ટૂંકી ફિલ્મમાં કામ કરવાની તક મળી. એ ફિલ્મ માટે ગોવા નજીક ચારેક દિવસનું શુટિંગ કરીને રામેશ્વરી ઘરે જતી રહી હતી. ભવિષ્યમાં આગળ કેવી રીતે વધવું એનું કોઈ આયોજન થયું ન હતું. તે પાછી મુંબઇ આવી ત્યારે ખબર પડી કે રાજશ્રી પ્રોડકશનમાં ગુપ્તાજી એને શોધી રહ્યા છે. રામેશ્વરીને નવાઈ લાગી. જ્યારે એમની સાથે મુલાકાત થઈ ત્યારે રામેશ્વરીએ કહ્યું કે પહેલી વખત હું આવી ત્યારે તમે ભાવ જ આપ્યો ન હતો. એમણે કહ્યું કે તમે કાલે અમારી ઓફિસ પર આવી જજો.

રામેશ્વરીએ શરત કરી કે હું આવું ત્યારે ઓફિસનો દરવાજો ખુલ્લો રાખવો પડશે. હું બહાર બેન્ચ પર રાહ જોતી બેસી રહીશ નહીં. ગુપ્તાજીએ શરત માની લીધી અને રામેશ્વરી ગઈ ત્યારે તરત જ મુલાકાત આપી દીધી. રામેશ્વરીને જ બોલાવવા પાછળનું કારણ એ હતું કે પૂણે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટની જેટલી પણ ફિલ્મો બની હતી એ બધી જ એમણે જોઈ હતી. રામેશ્વરીએ છ-સાત ફિલ્મોમાં કામ કર્યું હતું. એમાં ત્રીસની ઉંમરની જ નહીં દસ અને બાર વર્ષની છોકરી પણ બની હતી. એમાં બાર વર્ષની છોકરીની ભૂમિકાવાળી ફિલ્મ ‘સાજનલતા’ બધાને બહુ પસંદ આવી હતી. એના આધારે જ રામેશ્વરીની પસંદગી થઈ રહી હતી. એમણે લેખ ટંડનના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘દુલ્હન વોહી જો પિયા મન ભાયે’ (૧૯૭૭) માટે પસંદ કરી લીધી હતી.

 

ફિલ્મ શરૂ થયા પછી રામેશ્વરીને તેલુગુ ફિલ્મોની ઓફર આવવા લાગી હતી. પણ રાજકુમાર બડજાત્યાએ એને બીજી ફિલ્મ કરવાની ના પાડી હતી. એમનું કહેવું હતું કે તારા સિવાયના બધા જ કલાકાર જાણીતા છે અને બીજી ફિલ્મોમાં કામ કરે છે. તારા કારણે અમારે બીજાની તારીખો માટે દોડભાગ કરવી પડે તો મુશ્કેલી ઊભી થઈ જાય. રાજશ્રીએ ફિલ્મ પૂરી થયા પછી કોઈપણ ફિલ્મ કરવાની સ્વતંત્રતા આપી હતી. અને ‘દુલ્હન વોહી જો પિયા મન ભાયે’ પછી તરત જ રામેશ્વરી મદ્રાસ ગઈ હતી અને તેલુગુ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા પૂરી કરવા નિર્દેશક કે. વિશ્વનાથની ‘સીતામાલક્ષ્મી’ (૧૯૭૮) મેળવી હતી.