Home Blog Page 1654

ટ્રમ્પ પર ઘાતક હુમલામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલામાં મોટો ખુલાસો થયો છે. ઘટના સ્થળે એક નહીં પરંતુ ત્રણ શૂટર હાજર હતા. ટ્રમ્પ પર ત્રણ બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો હતો. ગોળીબારના ઓડિયો ફોરેન્સિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ પર ત્રણ બંદૂકોથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક બંદૂકમાંથી ત્રણ અને બીજી બંદૂકમાંથી પાંચ ગોળીઓ છોડવામાં આવી હતી. ત્રીજી બંદૂકમાંથી છોડવામાં આવેલી ગોળી ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગમાં વીંધી ગઈ હતી.

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. આ સંબંધમાં મિઝોરીના સેનેટરે સંસદીય સમિતિને પત્ર લખ્યો છે. કહેવામાં આવ્યું છે કે હુમલાની તપાસ જનતાની સામે થવી જોઈએ. આ કેસમાં એવું પણ સામે આવ્યું છે કે ટ્રમ્પ પર ફાયરિંગ કરતા પહેલા પોલીસ હુમલાખોર પાસે ગઈ હતી.

હુમલાખોરે પોલીસ તરફ બંદૂક તાકી હતી. જેના કારણે પોલીસ પીછેહઠ કરી હતી. પોલીસે આ ઘટના અંગે સિક્રેટ સર્વિસને જાણ કરી હતી. સિક્રેટ સર્વિસે કાર્યવાહી કરી ત્યાં સુધીમાં હુમલાખોર થોમસ મેથ્યુસે ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો. અગાઉ, જ્યારે થોમસ રેલીમાં મેટલ ડિટેક્ટરને પાર કરી ગયો હતો, ત્યારે સુરક્ષા કર્મચારીઓને તેના પર શંકા ગઈ હતી.

એલર્ટ મળ્યા પછી પણ અવગણના કરવામાં આવી

સુરક્ષાકર્મીઓએ આ વાત સિક્રેટ સર્વિસને જણાવી હતી. હુમલાખોર વિશે વારંવાર ચેતવણીઓ મળવા છતાં, સિક્રેટ સર્વિસે તેની અવગણના કરી. આ અંગે સિક્રેટ સર્વિસ પર સવાલો ઉઠી રહ્યા છે. હુમલાખોરને કાબૂમાં લેવા માટે સિક્રેટ સર્વિસ પાસે પૂરતો સમય હતો. કદાચ જો સિક્રેટ સર્વિસે સમયસર કાર્યવાહી કરી હોત, તો ન તો ટ્રમ્પ પર ગોળી વાગી હોત અને ન તો બે લોકો માર્યા ગયા હોત.

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર શનિવારે હુમલો થયો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તે પેન્સિલવેનિયામાં એક રેલીમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન ફાયરિંગ કરાયેલી ગોળી તેના જમણા કાનના ઉપરના ભાગમાં વાગી હતી. આ હુમલાને અંજામ આપનાર થોમસ મેથ્યુ ક્રૂક્સ (20) તરત જ માર્યો ગયો હતો.

18 જુલાઈના રોજ, ટ્રમ્પ મિલવૌકીમાં પાર્ટીના સત્તાવાર ઉમેદવાર તરીકે નોમિનેશન સ્વીકારશે. આ પછી તેઓ ભાષણ પણ આપશે. અમેરિકાના 2 હજાર 400 થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીં પહોંચશે અને ટ્રમ્પના સમર્થનમાં મતદાન કરવાનો નિર્ણય જાહેર કરશે આ ત્રીજી વખત છે જ્યારે ટ્રમ્પને પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણી..

આજે ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 62મો જન્મદિવસ છે, તેમણે 63 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ શુભ અવસર પર પ્રધાન મંત્રી સહિતના દિગ્ગજનેતાઓ  ત્યારે મુખ્યમંત્રી પણ આજે દિવસભર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સેવાકાર્યો કરશે. સાથે જ લોકોની શુભેચ્છા અને અભિવાદન ઝીલશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચના કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો.

મુખ્યમંત્રીએ  ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, નીરૂમાંની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના  દર્શન તેમજ શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ  જન્મ દિવસ અવસરે  રાજ્યના સૌના  સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા  અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

આ અવસર પર દેશ પ્રધાનમંત્રીએ ગુજરાતના મુખ્ય મંત્રીને જન્મ દિવસની શુભેચ્છા આપતા કહ્યું કે તેઓ ગુજરાતના વિકાસને વેગ આપવા અને રાજ્યના યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. લોકોની સેવામાં તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા.

જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં આજનાં કાર્યક્રમોની વાત કરીએ તો, આજે સવારે 8.30 કલાકે ગોતા ખાતે વંદે માતરમ ચાર રસ્તા પાસે AMCના સફાઈ કામદાર બહેનોના હસ્તે વૃક્ષારોપણ કર્યું. જે બાદ ભૂપેન્દ્ર પટેલ 9 થી 9.30 કલાક દરમિયાન બોડકદેવ ખાતે સિગ્નલ સ્કૂલના બાળકો તેમજ તેમના માતા-પિતાનું હેલ્થ ચેકઅપ, આયુષ્યમાન કાર્ડ અને આધારકાર્ડ કેમ્પમાં ભાગ લીધો. સવારે 10 કલાકે સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું. ત્યાર બાદ સવારે 10.30 કલાકે વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 11 કલાકે મતવિસ્તારમાં આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ, ત્યાર બાદ ખોડિયાર ગામે સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ, ઘાટલોડિયામાં AMC સંચાલિત સ્કૂલનાં બાળકોને ચોપડા વિતરણ કરશે. ત્યાર બાદ સાંજે 7 કલાકે સોલા ભાગવત મંદિરમાં મહાઆરતી કરશે. ઉપરાંત, થલતેજનાં સાંઇ મંદિર ખાતે નિરાધાર લોકોને ભોજન પીરસશે.

છેલ્લે છેલ્લે નીતા અંબાણીએ માંગી માફી…

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ભવ્ય અંદાજમાં થયા હતા. લગ્નમાં બોલિવૂડથી લઈને હોલીવુડના સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સમગ્ર અંબાણી પરિવારનો ઠાઠ જોવા જેવો હતો. અંબાણી પરિવારની લેડિઝનો ખાસ અને સ્ટાઇલિશ અંદાજ અદ્ભૂત હતો. ગઈકાલે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર બોલીવુડ સામેલ થયું હતું. આ ફંકશન દરમિયાન નીતા અંબાણીએ મીડિયા સાથે પણ વાતચીત કરી અને તેમનો આભાર માન્યો હતો. નીતા અંબાણીની નમ્ર શૈલી લોકોને પસંદ આવી રહી છે. મીડિયા સાથે વાત કરતી વખતે તેણે જે રીતે થેન્ક્સ કહ્યું તે જોઈને લોકો કહે છે કે આટલી સફળતા પછી પણ નીતા અંબાણી ડાઉન ટુ અર્થ છે. હવે તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નીતા અંબાણીએ શું કહ્યું?

મીડિયા સાથે વાત કરતી વખતે નીતા અંબાણીએ ખાસ તેમનો આભાર માન્યો હતો અને તેમને આમંત્રણ પણ આપ્યું હતું. નીતા અંબાણીએ કહ્યું, ‘હેલો, તમે બધા મારા અનંત અને રાધિકાના લગ્નમાં આટલા લાંબા સમયથી આવી રહ્યા છો, તેથી તમારા બધાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આ લગ્નનું ઘર છે અને તમે અમારી ઉજવણીનો એક ભાગ છો, તમારી ધીરજ અને સમજણ બદલ આભાર અને આ લગ્નનું ઘર છે, જો કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરશો. હું આશા રાખું છું કે તમારી સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. આપ સૌને આવતીકાલનું આમંત્રણ મળ્યું જ હશે, તેથી તમારે કાલે અમારા મહેમાન તરીકે આવવાનું છે, અમે ધ્યાન રાખીશું. અમે તમારા પરિવાર સાથે તમારા આવવાની રાહ જોઈશું જેથી અમે તમારું સ્વાગત કરી શકીએ. આભાર.’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ દરમિયાન નીતા અંબાણીએ હેવી વર્ક સાથે પિંક સાડી પહેરી હતી. નીતા અંબાણીની સાડી ખૂબ જ સુંદર હતી. તેણીએ તેને ડાયમંડ જ્વેલરી સાથે કૅરી કરી હતી. નીતા અંબાણીના આ ભવ્ય લુકના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. જો કે, નીતાનો આ વીડિયો જોયા પછી એક ફેને લખ્યું, ‘તમે કેટલા સુંદર શબ્દો પસંદ કર્યા છે. નીતા સુંદર હોવાની સાથે બુદ્ધિશાળી પણ છે. જરૂરી નથી કે પૈસા મળ્યા પછી વ્યક્તિ બદલાઈ જાય. બધું વિચાર અને ઇરાદા પર આધાર રાખે છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘ત્યાં, આ મહિલા વર્ગ ખરેખર અલગ છે. યાદ રાખો મિત્રો, વર્ગ માત્ર સારા કપડાથી નક્કી થતો નથી પણ વિચારથી પણ નક્કી થાય છે. તેણી ખૂબ નમ્ર છે.

 

ભોજશાળામાં ASI સર્વેઃ 1700થી વધુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ધારની ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ પ્રાંગણના સર્વેક્ષણનો રિપોર્ટ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા (ASI)એ મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં રજૂ કર્યો હતો. ASIના વકીલ હિમાંશુ જોશીએ જણાવ્યું હતું કે 2000 પાનાંઓનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.

ASIએ સર્વે 22 માર્ચથી શરૂ કર્યો હતો, જે 98 દિવસો સુધી ચાલ્યો હતો. ત્યાં હિન્દુ પક્ષના અરજીકર્તાઓનો દાવો છે કે ASI સર્વેમાં ભોજશાળામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી છે. જેથી હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટથી જલદી સુનાવણી કરવાની માગ કરી છે અને હાઇકોર્ટની સુનાવણી પર સ્ટેની વિરુદ્ધ જલદી સુનાવણી કરવાની માગ કરી છે.

સુપ્રીમ કોર્ટે વિશ્વાસ આપ્યો હતો કે કોર્ટ આ મામલો જોશે. પહેલી એપ્રિલે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની ઇન્દોર બેન્ચ દ્વારા આગળ સુનાવણી પર સ્ટે મૂક્યો હતો. જોકે ASI સર્વેને લીલી ઝંડી આપી હતી. અરજીકર્તા વકીલ વિષ્ણુ જૈને કોર્ટને જણાવ્યું હતું કે હવે હાઇકોર્ટમાં ASI રિપોર્ટ દાખલ કરી દેવામાં આવ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટ કેસની સુનાવણી કરશે.

ધાર નગરીની ભોજશાળામાં ચાંદી, તાંબા, એલ્યુમિનિયમ અને સ્ટીલના કુલ 31 સિક્કા મળી આવ્યા છે. તપાસ દરમ્યાન કુલ 94 મૂર્તિઓ, મૂર્તિકળાના ટુકડા અને મૂર્તિકલા ચિત્રણની સાથે વાસ્તુશિલ્પ પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત બારીઓ, સ્તંભો અને બીમો પર ગણેશ બ્રહ્મા પોતાની પત્નીઓ સાથે, નૃસિંહ, ભૈરવ, દેવી-દેવતા, માનવ અને પશુ આકૃતિઓ સામેલ છે.

શું છે મામલો?

હિન્દુ ફ્રંટ ફોર જસ્ટિસ નામના સંગઠનની અરજી પર મધ્ય પ્રદેશની હાઇકોર્ટે 11 માર્ચે ASIને ભોજશાળા-કમાલ મૌલા પ્રાંગણમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ ASIએ 22 માર્ચે આ વિવાદિત પ્રાંગણમાં 22 માર્ચે આ વિવાદિત પ્રંગણનું સર્વેક્ષણ શરૂ કર્યું હતું.

 

જોઈ લો, અનંત-રાધિકાના ગ્રાન્ડ રિસેપ્શનની આ તસવીરો

મુંબઈ: અનંત અને રાધિકાએ શુક્રવારે 12 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા. યુગલના લગ્ન એટલા ભવ્ય હતા કે બધાની આંખો ફાટી રહી ગઈ. લગ્ન બાદ નવવિવાહિત કપલનું વેડિંગ રિસેપ્શન હતું. આ રિસેપ્શનને મંગલ ઉત્સવ નામ આપવામાં આવ્યું છે. આ ફંક્શન વર્લ્ડ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. રિસેપ્શનમાં પણ બૉલિવૂડથી લઈ રાજકીય ક્ષેત્રની હસ્તીઓ સામેલ થઈ હતી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના રિસેપ્શન વેન્યુને ખૂબ જ અલગ રીતે સજાવવામાં આવ્યું હતું. અહીં, તુલસીદાસના રામચરિતમાનસના શ્લોકો અને શ્લોકો સાથે ફૂલો અને લાઇટો સાથે પાંચ મોટા સ્ક્રોલ જોવા મળ્યા, જેણે અંબાણી પરિવારના મંગલ ઉત્સવની શોભા વધારી દીધી હતી.

 

 

 

ઉમરપાડામાં મેઘ તાંડવ, 68 તાલુકામાં નોંધાયો વરસાદ

રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ બંધાયો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી 20 જુલાઈ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ વચ્ચે આજે આગાહીના પગલે સુરતાના ઉમરપાડામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી. આજે બે કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મોડાસામાં 90 MM, દાહોદમાં 64 MM, ઉમરપાડામાં 45 MM, ગોધરામાં 38 MM,વીરપુરમાં 37 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.

ઉમરપાડમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. મોવીથી ડેડીયાપાડાના રસ્તા ઉપર યાલ ગામ નજીક નાળું અને રસ્તો ધોવાતા રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતા વાહનો ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિતના કેટલાક વિસ્તાકમાં વરસાદ નોંધાયો હતો. રાત્રિ સમયના વરસેલા વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી થયા. નેત્રંગ પંથકમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માત્ર ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા અનેક નદી નાળા છલકાયા છે. અમરાવતી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત નદી કિનારે આવેલી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે તંત્ર દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગત મધ્ય રાત્રિએ ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ગરુડેશ્વરમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. જિલ્લાના સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળા સહિત રાજપીપલા શહેર માં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સુરતના ઉમરપાડા વિસ્તારમાં 10 ઈંચ વરસાદને પગલે સુરત જિલ્લાનું ઇકો ટુરિઝમ દેવઘાત ધોધ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. લોલેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મોહન નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે.

અમદાવાદ- વડોદરા હાઇવે પર અકસ્માતમાં છનાં મોત, આઠ ઘાયલ

અમદાવાદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદની પાસે ટ્રક અને લક્ઝરી બસની વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ દુર્ઘટનામાં છ લોકોનાં મોત થયાં છે અને આઠ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. બધા ઘાયલોને સારવાર માટે આણંદની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બસમાં પંચર થવાને કારણે સવારે આશરે 4.30 કલાકે થયો હતો.

આ ગંભીર દુર્ઘટનામાં હજુ પણ ઘણા લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી રહી છે જેથી કરીને મૃતકઆંક વધવાની ધારણા છે. હવે અહીં અકસ્માતની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી હાથ ધરી દીધી હતી. જોકે આને પગલે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વડોદરાથી અમદાવાદ તરફ જતા આણંદના ચિખોદરા પાસે ટ્રક અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન તરફ જઈ રહી હતી, તેમાં બસ પુરઝડપે દોડતી હતી ત્યારે અચાનક તેનું ટાયર ફાટ્યું હતું. આને લીધે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસને ટક્કર માર્યા બાદ ડિવાઈડર પાસે ઊભેલા લોકોને પણ કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોનું સારવારમાં મોત થયું હતું. અહીં ફાયર બ્રિગેડની ટીમ અને 108 પણ બાદમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બસમાંથી ઘણા લોકો બહાર પણ ફંગોળાયા હતા અને તેમના હાથ પગ સહિત શરીરના ઘણા ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

 

 

 

 

 

 

ખેડૂતો ફરી દિલ્હી કૂચ કરવા તૈયાર

નવી દિલ્હીઃ ખેડૂતોએ ફરી એક વાર દિલ્હી કૂચની તૈયારી શરૂ કરી છે. હાઇકોર્ટે પાછલા દિવસોમાં શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યો હતો, પણ ત્યાંથી પણ હરિયાણા સરકારને કોઈ રાહત નથી મળી. કોર્ટના આદેશ પછી પંજાબના સંગરુરમાં ખનૌરી બોર્ડર પર ખેડૂત નેતા જગજિત સિંહ ડલેવાલની આગેવાનીમાં બિનરાજકીય કિસાન મોચરાની બેઠક થવાની છે. આ બેઠકમાં ખેડૂતો દિલ્હી કૂચને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

ગયા સપ્તાહે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે શંભુ બોર્ડર ખોલવા હરિયાણા સરકારને આદેશ આપ્યો હતો, બાદમાં સુપ્રીમ કોર્ટે પણ હરિયાણા સરકારને અંબાલા નજીક શંભુ બોર્ડર પર બેરિકેડિંગ હટાવવા કહ્યું છે. ગઈ 13 ફેબ્રુઆરીમાં ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા રોકવા શંભુ બોર્ડર સીલ કરવામાં આવી હતી. હાઈવે બ્લોક કરવા અંગે સુપ્રીમ કોર્ટે પણ સવાલો ઉઠાવ્યા છે.પંજાબ-હરિયાણા બોર્ડર પર ખેડૂતો ફેબ્રુઆરીથી પાક માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) અને અન્ય માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે કોર્ટે એક સપ્તાહમાં શંભુ બોર્ડર ખોલવાના આદેશ આપ્યા બાદ ખેડૂત સંગઠનો સક્રિય થઇ ગયા છે. ખેડૂતો હવે દિલ્હી કૂચ કરશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. સંગરુરની ખનૌરી બોર્ડર પર ખેડૂતોની આ મહત્વપૂર્ણ બેઠકમાં દિલ્હી કૂચ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે 10 જુલાઈએ હરિયાણા સરકારને શંભુ બોર્ડર એક અઠવાડિયાની અંદર બેરિકેડ ખોલવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પંજાબ સરકારને એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો કે જો જરૂરી હોય તો તેમના વિસ્તારમાં એકઠા થયેલા દેખાવકારોને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે.

સુવિચાર – ૧૫ જુલાઈ, ૨૦૨૪

૧૫ જુલાઈ, ૨૦૨૪