
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા શનિવારે પેન્સિલવેનિયાના બટલરમાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. આ ઘટના બાદ ટ્રમ્પને અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટોએ તરત જ સ્ટેજ પરથી બહાર લઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન એવું લાગી રહ્યું હતું કે તેના ચહેરા પર લોહી છે. રિપોર્ટ અનુસાર, બટલર કાઉન્ટી ડીએનું કહેવું છે કે પેન્સિલવેનિયામાં ટ્રમ્પની રેલીમાં ગોળીબાર બાદ શૂટર માર્યો ગયો છે.
Eu só tenho uma coisa a dizer, OBRIGADO JESUS, por guardar a vida desse homem, foi um milagre e te louvamos pelo livramento 🙏
Pai, abençoe a América, abençoe o Trump, abençoe o Brasil e nosso Presidente Bolsonaro.
Nós te agradecemos Jesus Cristo de Nazaré. pic.twitter.com/efQ6d4f8mn— Roberto Brasil – (Conta Reserva) (@BrasilRoberto23) July 14, 2024
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટ્રમ્પના કાનમાંથી લોહી નીકળતું જોઈ શકાય છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક ટોચના સરકારી અધિકારીએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષિત છે. અધિકારીએ કહ્યું કે અમે સુરક્ષાના પગલાં લાગુ કર્યા છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
બંદૂકધારી સહિત બેના મોત
ઘટના પછી એક નિવેદનમાં, ટ્રમ્પના પ્રવક્તાએ કહ્યું કે તે ઠીક છે અને સ્થાનિક તબીબી સુવિધામાં તેની તપાસ કરવામાં આવી રહી છે. પ્રવક્તા સ્ટીવન ચ્યુંગે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે શૂટિંગ દરમિયાન ઝડપી કાર્યવાહી માટે તેમનો આભાર માન્યો. સીએનએનના અહેવાલ મુજબ, રેલીમાં ગોળીબાર બાદ ઓછામાં ઓછા એક પ્રતિભાગી અને બંદૂકધારીનું મોત થયું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પ સલામત છેઃ સિક્રેટ સર્વિસ
ઘટનાના એક વીડિયોમાં, ટ્રમ્પ રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમના વહીવટ વિશે વાત કરી રહ્યા છે ત્યારે ઘણા વિસ્ફોટ જોવા મળે છે. આ પછી, સિક્રેટ સર્વિસના એજન્ટોએ તરત જ તેને આવરી લીધો અને તેને એક વાહનમાં સ્ટેજની બહાર લઈ ગયા. જ્યારે ટ્રમ્પને સ્ટેજ પરથી ઉતારવામાં આવ્યા ત્યારે તેઓ મુઠ્ઠી ઉંચી કરતા જોવા મળ્યા હતા. તે સ્ટેજ પરથી નીકળ્યા બાદ તરત જ હથિયારધારી પોલીસ સ્ટેજ પર પહોંચી ગઈ હતી. સિક્રેટ સર્વિસે એક નિવેદનમાં કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે અને તેમની સુરક્ષા માટે પગલાં લાગુ કરવામાં આવ્યા છે. ટ્રમ્પ સ્ટેજ છોડ્યા પછી તરત જ પોલીસે મેદાન સાફ કરવાનું શરૂ કર્યું.
અમેરિકામાં હિંસા માટે કોઈ સ્થાન નથી: બાઈડન
આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ટ્વીટ કર્યું કે મને પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ગોળીબારની જાણ કરવામાં આવી છે. હું તેમના અને તેમના પરિવાર માટે અને ત્યાં રહેલા તમામ લોકો માટે પ્રાર્થના કરું છું. અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. આની નિંદા કરવા માટે આપણે એક રાષ્ટ્ર તરીકે એક થવું જોઈએ. હાઉસ સ્પીકર માઈક જોન્સને ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ ટ્રમ્પ માટે પ્રાર્થના કરી રહ્યા છે. સ્પીકરે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
બરાક ઓબામાએ ચિંતા વ્યક્ત કરી હતી
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટ્વીટ કર્યું કે આપણા લોકતંત્રમાં રાજકીય હિંસા માટે બિલકુલ સ્થાન નથી. જો કે અમને હજી સુધી બરાબર ખબર નથી કે શું થયું, આપણે બધાએ રાહત અનુભવવી જોઈએ કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગંભીર રીતે ઘાયલ થયા ન હતા.
અમેરિકા માટે લડવાનું બંધ નહીં કરે
ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે અમેરિકન ધ્વજની સામે મુઠ્ઠી ઉંચી કરીને અને લોહીથી ઢંકાયેલો ચહેરો સાથેનો તેમનો ફોટો પોસ્ટ કર્યો હતો. પોસ્ટમાં તેણે લખ્યું કે તે અમેરિકાને બચાવવા માટે લડવાનું ક્યારેય બંધ નહીં કરે. પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોએ કહ્યું કે કોઈપણ રાજકીય પક્ષ અથવા નેતાને નિશાન બનાવતી હિંસા બિલકુલ અસ્વીકાર્ય છે.
જાતે ડૉક્ટર બની મરજી પડે તે દવાઓ લેવી યોગ્ય છે ખરી ?
આપણે દેશ માં થોડું કઈ નાનું મોટું તબિયત માં થાય એટલે મેડિકલ સ્ટોરે પર થી દવા લાવાનો તો જાણે રિવાજ જ બની
ગયેલો છે. અને એમાં પણ YouTube/ Internet Ads જોઈ ને ઘણા લોકો ડૉક્ટરે ના પ્રિસ્ક્રીપ્શન વગર મેડિસિને ના અખતરા કરતા હોય છે. આ કેટલા અંશે યોગ્ય છે એ આપને આ આર્ટિકલ માં જોઇશુ.
જ્યારે તમે કેમીસ્ટને ત્યાંથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર મળેલી કે ઘરમાં પડી રહેલી કોઈ પણ પ્રકારની દવા તમારા ઉપરછલ્લા જ્ઞાનથી તમે પોતે લો છો કે તમારા પરિચિત કોઈને પણ આપો છો ત્યારે તમે જબરદસ્ત ભૂલ કરી રહ્યા છો એ ખ્યાલ ચોક્કસ રાખશો.
દરેક દવાનાં બંધારણ જુદાં જુદાં હોય છે. તેને લેવાનો સમય જેમ કે ખાધા પહેલાં કે પછી, ભૂખ્યા પેટે અથવા રાત્રે એ ખબર ન હોય તથા કેટલા પ્રમાણમાં અને કેટલા દિવસ સુધી એનું જ્ઞાન ન હોય તો ભયંકર પરિણામ આવી શકે છે તેનો ખ્યાલ રાખશો.

એસ્પીરીન જેવી સાદી દવા પણ ભૂખ્યા પેટે જો લેવામાં આવે તો હોજરીમાં ચાંદાં પડે અથવા બ્લીડીંગ થઈ શકે. એન્ટિબાયોટિક દવાઓની એલર્જીને કારણે ચામડી ઉપર ચાંદા પડે, કાનમાં બહેરાશ આવે અથવા આંખે દેખાતું બંધ પણ થઈ જાય.

સસ્તી અને તરત અસર કરે એવી ખોટી ખાત્રીવાળી જાહેરાતના જોર ને કમિશનથી મળતી દવાઓનો ડોક્ટરની સલાહ વગર તમે ઉપયોગ ન કરો તો સારું છે નહીં તો દરદ તો મટતાં મટશે પણ બીજી જોખમકારક પરિસ્થિતિ ઊભી થશે.
(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)
અનંત-રાધિકાએ PM મોદીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા અને નવવિવાહિત યુગલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપ્યા. આ વેડિંગ રિસેપ્શનને ‘શુભ આશીર્વાદ’ નામ આપવામાં આવ્યું હતું. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટે પીએમ મોદીના આશીર્વાદ લેવા માટે તેમના ચરણ સ્પર્શ કર્યા. આ દરમિયાન PM નરેન્દ્ર મોદીનું મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ સ્વાગત કર્યું હતું અને તેમને સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. અહીં અનેક હસ્તીઓ, ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટરો, બિઝનેસ ટાયકૂન્સ અને રાજનેતાઓ એકઠા થયા હતા.
અનંત-રાધિકાએ આશીર્વાદ લીધા
અનંત-રાધિકાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપતા પીએમ મોદીના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન પીએમએ તેમને શગુન પણ આપ્યા હતા.
View this post on Instagram
સ્ટાર્સે લગ્ન સમારોહને યાદગાર બનાવ્યો હતો
શુક્રવારે આ લગ્નની સાથે જ ભારત અને વિદેશમાં મહિનાઓથી ચાલી રહેલા લગ્ન પહેલાના કાર્યક્રમોનો અંત આવ્યો હતો. શનિવારે રિસેપ્શન માટે આમંત્રિત કરાયેલા મહેમાનો મોટાભાગે એ જ લોકો હતા જેઓ એક દિવસ અગાઉ લગ્નમાં આવ્યા હતા. અહીં હાજર લોકોમાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને રણબીર કપૂર સામેલ હતા.
View this post on Instagram
આ સેલિબ્રિટીઓએ પણ ભાગ લીધો હતો
આશીર્વાદ સમારોહમાં શાહિદ કપૂર અને માધુરી દીક્ષિત સહિત ભારત અને વિદેશની હસ્તીઓએ ભાગ લીધો હતો. અમેરિકન રિયાલિટી ટીવી કલાકાર કિમ કાર્દાશિયન અને તેની બહેન ખલો કાર્દાશિયને પણ તેમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ પણ શુભ આશીર્વાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
દિગ્ગજ રાજનેતાઓ આશીર્વાદ આપવા પહોંચ્યા હતા
ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર અને બોરિસ જોન્સન અને સાઉદી અરામકોના સીઈઓ અમીન એચ નાસર પણ મહેમાનોની યાદીમાં સામેલ હતા. આ સિવાય જે રાજનેતાઓએ લગ્નમાં હાજરી આપી હતી તેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્ની ડિમ્પલ અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામેલ હતા. .
ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાનને હરાવી ટાઇટલ જીત્યું
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024નું ટાઇટલ ઇન્ડિયા ચેમ્પિયન્સના નામ પર રાખવામાં આવ્યું છે. બર્મિંગહામમાં રમાયેલી ફાઈનલ મેચ યુવરાજ સિંહના નેતૃત્વમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે સરળતાથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 156 રન બનાવી શકી હતી અને જવાબમાં ભારતીય ચેમ્પિયન્સે 5 વિકેટ ગુમાવીને આસાનીથી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઈન્ડિયા ચેમ્પિયન્સની જીતનો હીરો હતો અંબાતી રાયડુ, જેણે શાનદાર અડધી સદી ફટકારીને માત્ર 30 બોલમાં 50 રન બનાવ્યા હતા. યુસુફ પઠાણે 16 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમાં અનુરીત સિંહે 3 વિકેટ લીધી હતી.
6th July – Younis Khan in the League stage – “we took the revenge by defeating India”.
13th July – INDIA DEFEATED PAKISTAN IN THE FINAL OF THE SAME TOURNAMENT. 🇮🇳🤣🤣#WCL2024 #INDvPAK #INDvsPAK pic.twitter.com/TFyXQ1Hmji
— Dr. Rahul Jat 🇮🇳 (@Rahul_jaat001) July 14, 2024
ટીમ ઈન્ડિયાની બેટિંગ
ટીમ ઈન્ડિયાએ ટાર્ગેટની શરૂઆત શાનદાર રીતે કરી હતી. અંબાતી રાયડુએ પહેલી જ ઓવરમાં ફોર અને સિક્સર ફટકારી હતી અને ઉથપ્પાએ પણ હાથ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ પ્રયાસમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ઉથપ્પાએ 10 રન બનાવ્યા હતા. ઉથપ્પા બાદ રૈના પણ ત્રીજી ઓવરમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. રૈના અને ઉથપ્પા બંનેને આમિર યામિને આઉટ કર્યા હતા.
પાકિસ્તાનનો દાવ
WCL 2024ની ફાઇનલમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. બર્મિંગહામની પીચ બેટિંગ માટે સારી હતી પરંતુ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને મોટો સ્કોર કરતા અટકાવ્યો હતો. પાકિસ્તાન તરફથી શોએબ મલિકે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. તેમના સિવાય કામરાન અકમલ, શોએબ મકસૂદને સારી શરૂઆત મળી હતી પરંતુ તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. કામરાને 24 અને શોએબ મકસૂદે 21 રન બનાવ્યા હતા. અંતે, સોહેલ તનવીરે 9 બોલમાં 19 રન ફટકારીને પોતાની ટીમને ચોક્કસપણે સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
ભારતીય બોલરોની વાત કરીએ તો અનુરીત સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ઈરફાન પઠાણે 12 રનમાં એક વિકેટ લીધી હતી. પવન નેગીએ 24 રનમાં એક વિકેટ લીધી હતી. વિનય કુમારને પણ સફળતા મળી. હરભજન સિંહ ફિટ ન હતો તેથી તેણે માત્ર એક ઓવર ફેંકી હતી.
તત્સત સાથેની એ મુલાકાત…ને નિખારને નવી દિશા મળી
નિખાર આજે ખરેખર ખૂબ જ ઉદાસી અને માયૂસીના ઓળા નીચે દબાયેલી હતી. આવું થાય જ કેમ? દુનિયામાં આવા
પણ લોકો હોય છે ખરા કે? મારો વાંક કે પછી શું ભૂલ થઇ છે એ કહેવાની વાત તો દૂર, પણ અહીં તો સીધો જ રસ્તો બતાવી દીધો! ના, હું આ બધાને છોડવાની નથી. બસ, મારો સમય આવવાની રાહ જોઇશ…
નિખાર મહેરા. શહેરના એક પ્રખ્યાત મેગેઝીન “પુષ્પક” ની કોલમિસ્ટ અને એડિટર. છેલ્લા પાંચ વર્ષથી એ આ મેગેઝીનમાં તન-મન-ધનથી કામ કરી રહી હતી. રાત-દિવસ જોયા વિના લોહી-પાણી એક કરીને તેણે આ મેગેઝીનનો ફેલાવો દસગણો વધાર્યો હતો. “પુષ્પક” અને નિખાર એ બન્ને જાણે એકબીજાના પર્યાય બની ચૂક્યા હતા. શહેરના સાહિત્યપ્રેમીઓ, મોટા ઉદ્યોગપતિઓ, જાણીતા ફિલ્મસ્ટાર્સ સહિત સૌ કોઇ મોટા લોકો તેને ઓળખતા. તે પોતે પણ આ બધા લોકોને ખૂબ સારી રીતે ઓળખતી થઇ ગઇ હતી.
સખત મહેનત, ધગશ, ઉત્સાહી સ્વભાવ અને કલમની કળા એ બધાના કારણે એ મેગેઝીનની માલિક સપના જૈનનો વિશ્વાસ પણ જીતી ચૂકી હતી.
તો પછી અચાનક તેને રાતોરાત એડિટરની પોસ્ટ પરથી કાઢી મૂકવાનું કારણ? આમ તો આ કારણની કોઇને ખબર ન પડી, પણ નિખાર મહેરા હવે સાવ નવરી પડી ગઇ હતી એ હકીકત હતી. હવે શું કરવું એ વિચારે તે ઉદાસ થઇ ગઇ. ખૂબ જ સારી રાઇટર હોવાની સાથે તે મૂડી પણ એટલી જ હતી. મૂડ બને ત્યારે જ લખી શકે. અન્યથા, તમે ફોર્સ કરો કે ડેડલાઇન હોય… નિખાર લખી ન શકે તે લખી ન જ શકે.
આમને આમ પંદર દિવસ વીતી ગયા. બહાર કોઇની સાથે વાતચીત કરી શકે તેવી હાલત નહોતી. ધીમે ધીમે આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતાં કરતાં તે પોતાને સાંત્વના આપી રહી કે જે થયું તે સારું જ થયું. કદાચ ઇશ્વર તેના માટે કોઇ નવા જ દરવાજા ખોલવા જઇ રહ્યા હશે.
આમ પણ તે એકલી જ હતી. પાંત્રીસની થઇ હોવા છતાં તેણે લગ્ન કર્યાં નહોતા. ઘણાં સારા યુવકોએ અપ્રોચ કરેલો, પણ તેના મનમાં કોઇ વસ્યુ નહોતું. હા, એક વ્યક્તિ હતી જે તેને ખૂબ ગમતી. તેને મળવાની ઇચ્છા થતી. તેની સાથે વાતો કરવાની, તેની સાથે કારણ વગર કલાકો સુધી બેસવાની તેની ઇચ્છા હતી….

આ વ્યક્તિ એટલે શહેરનો જાણીતો યુવાન બિઝનેસમેન અને યુથ લીડર તત્સત પારેખ. તત્સતને તે હંમેશા ટીવી પર ઇન્ટર્વ્યૂમાં કે તેના પર્સનલ પોડકાસ્ટ પર જોતી. વારંવાર તેને જાતી-સાંભળતી. તેની ઝીણામાં ઝીણી બાબતોને ઓબ્ઝર્વ કરતી. એડિટર હોવાના કારણે તત્સત વિશેની તમામ માહિતી ભેગી કરવાનું તેના માટે આસાન હતું. બસ, તેને એકલાં મળીને પોતાની ફિલિંગ્સ વ્યક્ત કરવાની તક નહોતી મળતી. ક્યારેક કોઇક ફંક્શનમાં હાઇ હલ્લો માટે મળવાનું થતું, પણ એ ય બધાની હાજરીમાં. એકલા મળવાનું ક્યારેય થયું નહોતું. હા, કોઇ પાર્ટીમાં મળ્યા હોય ત્યારે તીરછી નજરે તે તત્સતને જાયા કરતી.
“પુષ્પક” માંથી નીકળ્યા પછી હવે નિખારે પોતાના વિષે વિચારવાનું શરૂ કર્યું. છેલ્લા બે-ત્રણ મહિનાથી તે બહારની દુનિયાથી કટ-ઓફ હતી. લખવાનું પણ ખાસ બનતું નહોતું. શહેરના બીજા એક-બે પબ્લિશરોએ તેનો સંપર્ક કર્યો, પણ વાત જામી નહીં. તે ભલી ને તેનું ઘર ભલું! એકલી પડેલી નિખાર વધારે એકલતા અનુભવવા લાગી.
એવામાં એક દિવસ ઘરે અકારણ કોઇ બુકના પાનાં ઉથલાવી રહેલી નિખારના મોબાઇલ સ્ક્રીન પર એક મેસેજ ઝબક્યોઃ હાય! હાઉ આર યુ? કેન વી ટોક? નંબર અજાણ્યો હતો, પણ શું હશે એમ વિચારીને તેણે જવાબમાં યસ લખી નાખ્યું.
તરત જ કોલ આવ્યો, “હાઇ! ગુડ ઇવનિંગ નિખાર!”
અવાજ થોડો પરિચિત લાગ્યો, પણ એ પૂછે એ પહેલાં જ સામેવાળી વ્યક્તિએ આછા સ્માઇલ સાથે ઘેરા અવાજમાં ખુલાસો કર્યોઃ તત્સત હિયર મેડમ.. મળવાની ઇચ્છા હતી. ફાવશે?
નિખાર માટે તો ના પાડવાનો ક્યાં સવાલ જ હતો?! સાંજે જાણીતી હોટેલની કોફી શોપમાં મળવાનું નક્કી કરીને પાંચ મિનીટ પછી ફોન મૂકાયો ત્યારે જાણે તે હોશમાં આવી. ઓહ! તો તત્સતે તેને નવા જ શરુ થઇ રહેલા યુથ મેગેઝીન માટે અપોઇન્ટ કરવા અને એ માટે વાતચીત કરવા બોલાવી હતી! હે ઇશ્વર! આ ચમત્કાર નહોતો તો શું હતું?

એ સાંજે કોફી પછી છેક ડિનર સુધી લંબાયેલી મિટીંગ પતાવીને નિખાર ઘરે આવવા નીકળી ત્યારે રસ્તામાં તે ત્રણેક કલાક ચાલેલી આ મુલાકાત અંગે વિચારતી રહી. આખરે તત્સત પણ છેલ્લા કેટલાય સમયથી પોતાના વિશે ઝીણામાં ઝીણી માહિતી એકત્ર કરી રહ્યો હતો. તે નિખારના લખાણ કરતાં તેના સૌંદર્ય અને સ્વભાવથી વધુ આકર્ષિત હતો અને કદાચ નિખાર માટે જ તેણે આ નવું મેગેઝીન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
અલબત્ત, આ મુલાકાતમાં બંને વચ્ચે પ્રેમનો કોઇ વિધિવત એકરાર નહોતો થયો, પણ વાતો કરતી વખતે એકબીજા માટેનો લગાવ, આકર્ષણ અને બોડી લેંગ્વેજથી એ સાફ હતું કે હવે એકબીજાને પ્રપોઝ કરવાની કોઇ જરૂર નહોતી.
‘સાચી દિશા’- આ નામનું મેગેઝીન બહાર પાડવાની જવાબદારી હવે તત્સતે તેને સોંપી હતી. નિખાર વિચારી રહીઃ પોતાના જીવનમાં પણ હવે તેને એક નવી દિશા મળી જ રહી હતી ને….
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)
જરૂર છે એક કૃષ્ણની
અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છે એ તો આપણે બધા જાણીએ જ છે પરંતુ તે પણ કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના સ્વજનોને જોઈને
હતાશ, નિરાશ થઈ જાય છે અને યુદ્ધ લડવાની ના પાડી દે એવું બને ખરું! તો ચાલો, આજે થોડી આડ વાત કરીએ.
શું આ અર્જુન જે હતાશા, નિરાશા અનુભવે છે તે માત્ર મહાભારતકાળમાં હતો તેવું છે? ના, આજની દુનિયામાં હજારો ‘અર્જુન’ છે, જે હતાશા-નિરાશા જેને હવે આપણે ડિપ્રેશન તરીકે ઓળખીએ છીએ તેનો અનુભવ કરી રહ્યા છે. આજે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં ડિપ્રેશનના કુલ દર્દીઓમાં ૨૫ વર્ષથી નીચેની વયજૂથના ૭૫% દર્દીઓ અને ૧૪ વર્ષની નીચેની વયજૂથના ૫૦% છે. આ આંકડો તો ચોંકાવનારો લાગે છે. ૧૪ વર્ષથી નીચેની વયજૂથમાં આટેલું બધું ડિપ્રેશન? હા, ૧૪ વર્ષથી નીચેની વયજૂથના બાળક સતત ડિપ્રેશનમાં જીવે છે. આજના યુવાધનને અલગ-અલગ પ્રકારનું ડિપ્રેશન રહે છે. કોઈને નોકરીનું ટેન્શન તો કોઈને ભણતરનું ટેન્શન, તો કોઈને કરિયરનું ટેન્શન. તે સતત ડિપ્રેશનના ભાર નીચે દબાઈ જાય છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં આજનો યુવાન અન-સોશિયલ બની ગયો છે, તે પરિવારથી વિખૂટો પડી ગયો છે.

પરિવારમાં પણ હવે તો વાતચીતનું સ્થાન મેસેજે લઈ લીધું છે. આજની મોડર્ન લાઈફસ્ટાઈલના ચક્કરમાં પરિવારો તૂટી રહ્યા છે. માતાપિતા પોતાની નોકરીમાં કે પોતાના કામમાં વ્યસ્ત હોય છે. બાળક પોતાના અનસોશિયલ એવાં ‘સોશિયલ’ મીડિયામાં વ્યસ્ત હોય છે તેથી પરિવારના સભ્યો વચ્ચેનો સંપર્ક સાવ છૂટી ગયો છે. આજનો યુવાન સોશિયલ મીડિયામાં મિલિયન્સ ફ્રેન્ડસ બનાવી ખુશ થાય છે. તેને જ તે પોતાનું achievement ગણે છે પરંતુ સાચેમાં તેની પાસે એક પણ મિત્ર નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાનો વર્તારો છે, ‘હવે પછીના સમયમાં વધુ ને વધુ માણસો જીવનપદ્ધતિના રોગોથી મરશે.’ આજે મૃત્યુનું પહેલા નંબરનું કારણ હૃદયરોગ છે. ખૂબ નાની ઉંમરે પણ હવે હૃદયરોગ થાય છે. તે ઉપરાંત ડાયાબિટીસ, બ્લડપ્રેશર, અનિદ્રા વગેરે તો ખરા જ. આ માટે જીવનપદ્ધતિ બદલવી પડે. પણ.. એના ઉપાય બાબતે સલાહ કોણ આપે? જીવનના આ મહાભારતમાં આજનો અર્જુન હતાશ છે. જરૂર છે એને જીવનપદ્ધતિના આ રોગોથી બચાવી શકે અને જીવનનું યુદ્ધ જિતાડી શકે એવા એક કૃષ્ણની અને એ કૃષ્ણ સાચી સમજદારીથી પોતાની અંદર જ સ્થાપિત કરવા પડશે, બહારથી નહીં આવે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)








આ ઇમોજી સામાન્ય રીતે હાસ્ય દર્શાવવા માટે વપરાય છે.અન્ય એક ઇમોજી પણ ભારતીયોની પ્રિય છે. પીળા ચહેરા પર ઉંચી ભમર અને આંખોમાંથી બહાર આવતા વાદળી આંસુ એ ક્રાઇંગ ઇમોજી છે, જેનો ભારતમાં ચેટિંગ દરમિયાન પણ ઘણો ઉપયોગ થાય છે. આ ઇમોજીનો ઉપયોગ ભારે હૃદય, ઉદાસી બતાવવા માટે થાય છે.

