Home Blog Page 1671

સોબત તેવી અસર

     સોબત તેવી અસર

 

 

માણસ જેવી સંગતમાં રહેતો હોય તેવી વિચારસરણીની, ટેવ અથવા કુટેવોની, રહેણીકરણીની, ભાષાની થોડી ઘણી અસર તો આવે જ.

જુઓ નીચેની પંક્તિઓ –

મૂરખ કી પ્રીત બૂરી, જુએ કી જીત બૂરી

બુરે સંગ બૈઠ ચૈન ભાગે હી ભાગે

કાજલ કી કોઠરી મે કૈસો હી સયાનો જાય

કાજલ કા દાગ ભાઈ લાગે હી લાગે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાશિ ભવિષ્ય 09/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 09/07/2024

રિલાયન્સ ફાઉન્ડેશનના જ્યોતિ ઓલિમ્પિક્સમાં દોડમાં ક્વોલિફાય થનાર પહેલી ભારતીય

મુંબઈ: પવન વેગે દોડતી જ્યોતિ યારાજી એટલે કે હર્ડલ્સમાં સૌથી ઝડપી ભારતીય દોડવીર પેરિસ 2024 ઓલિમ્પિકમાં ટ્રેક પર દોડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. રિલાયન્સ ફાઉન્ડેશનની સહાય પ્રાપ્ત કરનાર જ્યોતિ ઓલિમ્પિક્સમાં 100 મીટર હર્ડલ્સમાં ભાગ લેનારી પહેલી ભારતીય મહિલા હશે. મહિલાઓની 100 મીટર હર્ડલ્સ ઈવેન્ટ 1972થી દરેક ઓલિમ્પિકનો ભાગ રહી છે, પરંતુ પ્રથમ વખત એવું બનશે કે જ્યારે કોઈ ભારતીય એથ્લિટ આ યાદીમાં સ્થાન મેળવશે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ જણાવ્યું કે, “ઓલિમ્પિકમાં મહિલાઓની 100 મીટર હર્ડલ્સ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય બનવા બદલ અમને અમારી રિલાયન્સ ફાઉન્ડેશનની એથ્લિટ જ્યોતિ યારાજી માટે ખૂબ જ આનંદ અને અત્યંત ગર્વ છે. જ્યોતિની સફર તેનું સમર્પણ અને આ અવિશ્વસનીય સિદ્ધિ સપનાની શક્તિ અને અવિરત મહેનતનો પુરાવો છે. તે ભારતના યુવાનોની ભાવના, પ્રતિભા અને મુશ્કેલીઓ સામે અડગ રહેવાને મૂર્તિમંત કરે છે.”

“રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે જ્યોતિ અને અમારા તમામ યુવા એથ્લિટ્સને દરેક રીતે મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે જ્યોતિ અને સમગ્ર ભારતીય ટીમને પેરિસ ગેમ્સ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ! તેઓ ત્રિરંગાને ઊંચો રાખે કારણ કે તે વૈશ્વિક મંચ પર 1.4 અબજ ભારતીયોના સપના, આશાઓ અને પ્રાર્થનાનું પ્રતિનિધિત્વ કરે છે,” તેમ નીતા અંબાણીએ ઉમેર્યું હતું.

આ ઇવેન્ટમાં નેશનલ રેકોર્ડ ધારક જ્યોતિ એશિયન ગેમ્સમાં મહિલાઓની 100 મીટર હર્ડલ્સ ઇવેન્ટમાં મેડલ મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા પણ છે, જ્યાં તેણે ગયા વર્ષે ખોટી રીતે ડિસક્વોલિફાય થયા બાદ પણ મેદાનમાં ટકી રહેવાનું પ્રભાવશાળી મનોબળ દર્શાવીને સિલ્વર જીત્યો હતો. 13 સેકન્ડથી ઓછા સમયની ઝડપ હાંસલ કરનારી તે એકમાત્ર ભારતીય મહિલા છે અને આ કેટેગરીમાં સૌથી વધુ ઝડપ હાંસલ કરનારી 15મી સૌથી ઝડપી ભારતીય છે. ભારતનો લાંબા સમયથી નહીં તૂટેલો અનુરાધા બિસ્વાલનો નેશનલ રેકોર્ડ જ્યોતિએ તોડ્યો હતો અને તેના પરિણામે અન્ય ત્રણ ભારતીય મહિલાઓએ પણ બિસ્વાલનો રેકોર્ડ તોડ્યો હતો.

જ્યોતિનો વ્યક્તિગત શ્રેષ્ઠ ટાઇમ 12.78 સેકન્ડ છે, જે આ વર્ષની શરૂઆતમાં ફિનલેન્ડમાં મોટોનેટ જીપી ખાતે ફાઇનલ હર્ડલ સાથે સખત ટક્કર થઈ હોવા છતાં પુનઃ હાંસલ કર્યો હતો. તેણે તાજેતરની સિનિયર ઇન્ટર-સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પણ સુવર્ણ જીતી ભારતીય ધરતી પર તેની અજેય દોડ ચાલુ રાખી હતી.

જમ્મુમાં સેના પર આતંકી હુમલો, 4 જવાન શહીદ

જમ્મુના કઠુઆમાં સેનાના જવાનો પર આતંકી હુમલાના મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આતંકી હુમલામાં ચાર જવાન શહીદ થયા છે. આ હુમલાના સમાચાર સોમવારે સાંજે સામે આવ્યા હતા. આતંકીઓએ સેનાના વાહનને નિશાન બનાવ્યું હતું. આ પહેલા આ હુમલામાં ચાર જવાનો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી હતી. મોડી સાંજે સમાચાર મળ્યા કે આતંકી હુમલામાં ચાર જવાન શહીદ થયા છે. આ ઘટનામાં ચાર જવાનો પણ ઘાયલ થયા છે. જેની સારવાર આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના સ્થળેથી સેનાના વાહનની એક તસવીર પણ સામે આવી છે, જેમાં ફાયરિંગને કારણે તે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યું છે. હુમલા બાદ ઘાટીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પહાડી પર છુપાયેલા આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો અને સેનાના વાહન પર ગ્રેનેડ પણ ફેંક્યો હતો. સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘાટીમાં અશાંતિ વધી છે. આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરના સમાચાર સતત આવી રહ્યા છે.

રાજૌરીમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો

એક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાનો મામલો સામે આવ્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એલર્ટ સુરક્ષા ચોકી પર તૈનાત સૈનિકે પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સેનાનો જવાન ઘાયલ થયો હતો. આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.

કલ્કી ફિલ્મે રચ્યો ઈતિહાસ, 500 કરોડ ક્લબમાં ફિલ્મની ધમાકેદાર એન્ટ્રી

મુંબઈ: સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. પહેલા અઠવાડિયે શાનદાર કમાણી કર્યા બાદ બીજા અઠવાડિયે પણ ફિલ્મે સારું કલેક્શન કર્યું છે. હવે ‘કલ્કી 2898 એડી’એ સ્થાનિક બોક્સ ઓફિસ પર મજબૂત રેકોર્ડ નોંધાવ્યો છે. માત્ર 11 દિવસમાં ફિલ્મે દેશભરમાં 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આવો તમને જણાવીએ કે આ ફિલ્મે દેશભરમાં અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી છે.

 

‘કલ્કી 2898 એડી’ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 414 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે જ સમયે, ફિલ્મે બીજા વીકએન્ડ પર પણ શાનદાર કલેક્શન કર્યું છે. SACNILCના રિપોર્ટ અનુસાર, બીજા શનિવારે એટલે કે 10માં દિવસે ‘Kalki 2898 AD’ એ 34.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. તે જ સમયે બીજા રવિવારે એટલે કે 11માં દિવસે ફિલ્મે 44.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમાં માત્ર હિન્દી વર્ઝનનું કલેક્શન 22.5 કરોડ રૂપિયા છે.

આ ફિલ્મ 500 કરોડના ક્લબમાં સામેલ થઈ

Sacknilk અનુસાર પ્રભાસની સાયન્સ-ફિક્શન ફિલ્મ ‘Kalki 2898 AD’એ અત્યાર સુધી ભારતમાં 510 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આમાં તમામ ભાષાઓની કમાણીનો સમાવેશ થાય છે. આ ફિલ્મે માત્ર હિન્દી વર્ઝનથી 212.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે તેલુગુ વર્ઝને 29.8 કરોડનો, કન્નડ વર્ઝને 18.3 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે તેલુગુ અને હિન્દી વર્ઝનમાં સૌથી વધુ કમાણી કરી છે.

તમને જણાવી દઈએ કે પ્રભાસની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ વર્ષ 2024ની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક રહી છે. એડવાન્સ બુકિંગમાં જ ફિલ્મે જોરદાર બિઝનેસ કર્યો હતો. તેના નિર્દેશક નાગ અશ્વિન છે. ફિલ્મમાં પ્રભાસ સિવાય અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, દિશા પટણી અને કમલ હાસને કામ કર્યું છે. આ સિવાય વિજય દેવરકોંડા, મૃણાલ ઠાકુર, એસએસ રાજામૌલી, રામ ગોપાલ વર્મા, દુલકર સલમાને કેમિયો કર્યો છે. વેલ, ‘કલ્કી 2898 એડી’ની વાર્તા હજી પૂરી થઈ નથી. તેની સિક્વલ પણ ટૂંક સમયમાં લાવવામાં આવશે.

 

 

રશિયામાં PM મોદી માટે ખાસ વ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર તેઓ બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા છે. PM મોદી રાજધાની મોસ્કો પહોંચી ગયા છે.ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર જ તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો સાથે સાથે વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

એરપોર્ટ પર જ વડાપ્રધાન મોદીના સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાંથી તેઓ હોટલ ગયા હતા. જ્યાં રશિયન કલાકારો દ્વારા ગરબા અને ડાન્સ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન ભારતીય વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા. આ દરમિયાન મોસ્કોની કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે 70-100 વિદ્યાર્થીઓએ તિરંગા ઝંડા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું અને પીએમએ તેમની સાથે પણ વાત કરી હતી.

પુતિન પીએમ મોદીને ડિનર માટે હોસ્ટ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8-9 જુલાઈના રોજ બે દિવસીય રશિયાના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ અહીં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખાસ મુલાકાત કરવાના છે. વડાપ્રધાનના મોસ્કોમાં આગમન અને કાર્યક્રમો બાદ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ મોસ્કોની બહારના ભાગમાં તેમના ડાચા ખાતે પીએમને ખાનગી રાત્રિભોજન માટે હોસ્ટ કરશે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો ડિનર કાર્યક્રમ ખાસ માનવામાં આવે છે

રાત્રિભોજન કાર્યક્રમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ખાસ માનવામાં આવે છે, જે સામાન્ય રીતે સંબંધિત દેશો સાથે રશિયાના વધુ સારા સંબંધોને પ્રતિબિંબિત કરે છે. PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન પ્રાઈવેટ ડિનર પર ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. રશિયાએ પણ વડાપ્રધાનની મુલાકાત દરમિયાન પશ્ચિમી દેશોની ઝાટકણી કાઢી છે. રાષ્ટ્રપતિ પુતિનના પ્રેસ સેક્રેટરીએ ગઈ કાલે કહ્યું હતું કે પશ્ચિમી દેશો પીએમ મોદીની રશિયા મુલાકાતને ‘ઈર્ષ્યા’થી જોઈ રહ્યા છે. PM મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાની તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન અજાણ્યા સૈનિકના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરશે.

મોસ્કો પહોંચેલા PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત

મોસ્કોઃ વડા પ્રધાન મોદી સોમવારે રશિયા પહોંચ્યા હતા. સતત ત્રીજી વાર વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પહેલી દ્વિપક્ષી યાત્રા છે. તેઓ રશિયા સાથે ઓસ્ટ્રિયાની પણ મુલાકાત લેવાના છે.  યુક્રેન યુદ્ધ પછી આ તેમની રશિયાની પહેલી મુલાકાત છે. મોસ્કો એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રશિયાના પ્રથમ ડેપ્યુટી PM ડેનિસ મન્ટુરોવે તેમનું સ્વાગત કર્યું હતું. એ દરમ્યાન રશિયાના કેટલાય નેતાઓ અને સૈન્ય અધિકારી ત્યાં હાજર હતા. મોદીનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો પણ હાજર હતા.

PM મોદી રશિયાની બે દિવસની મુલાકાતે છે. તેઓ મોસ્કોમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની સાથે 22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં સામેલ થશે. આ શિખર સંમેલનના ત્રણ વર્ષ પછી થઈ રહ્યું છે. કોરોના રોગચાળાને પગલે એ ત્રણ વર્ષ સુધી ટાળવામાં આવતું હતું.

બંને દેશો વચ્ચે વેપારનો વિસ્તાર થયો છે. તે લગભગ 65 અબજ ડોલર્સને પાર થયો છે. ક્રૂડ એનર્જી માટે રશિયા ભારત માટે મહત્ત્વનો સ્રોતો પૈકીનો એક દેશ છે.

 યુક્રેનમાં સંઘર્ષની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની સાથે શિખર વાટાઘાટ માટે રવાના થતાં પહેલાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત શાંતિપૂર્ણ અને સ્થિર ક્ષેત્ર માટે સહયોગાત્મક ભૂમિકા નિભાવવા ઇચ્છે છે.PM મોદી બે દિવસની યાત્રામાં ઓસ્ટ્રિયાની પણ મુલાકાત લેશે. છેલ્લાં 40 વર્ષોમાં કોઈ ભારતીય વડા પ્રધાનની આ પહેલી ઓસ્ટ્રિયા યાત્રા હશે. મોદી અને પુતિન મંગળવારે 22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં વેપાર, એનર્જી અને સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષી સંબંધોના વિસ્તરણ કરવા પર વિચારવિમર્શ કરશે. જોકે ભારત અને રશિયાની વચ્ચે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી છેલ્લાં 10 વર્ષોમાં વધી છે, જેમાં ઊર્જા, સુરક્ષા, વેપાર, મૂડીરોકાણ, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યટન અને લોકોના સંપર્ક વગેરે ક્ષેત્રો સામેલ છે.

રથયાત્રાના રૂટ પર ABVPનું સફાઈ અભિયાન..

ગુજરાતના અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્યા પર નીકળતા હોય છે. આ વર્ષે આ રથયાત્રા 7 જુલાન રોજ યોજાઈ હતી. જ્યારે આ રથયાત્રા જગન્નાથ પુર બાદની સૌથી રથયાત્રા ગણવામાં આવે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટે છે. પરંતુ આ રથયાત્રાના રૂટ પર યાત્રા બાદ ભારે માત્રામાં કચરો જોવા મળે છે. દર વર્ષની જેમ ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રથયાત્રાના રુટ પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમ જેમ રથયાત્રાના રૂટ પરથી રથો પસાર થતા હતા, તેમ તેમ તે રૂટ પર ABVPના કાર્યકરો સ્વેચ્છાએ સાફ-સફાઈ કરી રહ્યાં હતા.

દર અષાઢી બીજના રથયાત્રાનું આયોજન થતું હોય છે, અને દર વર્ષે આ યાત્રામાં લાખો લોક ઉમટે ત્યારે પાછલા પાંચ વર્ષથી ABVP ના કાર્યકરો સ્વેચ્છાયે ભગવાન જગન્નાથજી પસાર થયેલા રસ્થા પર વિકલાયેલો કચરો સાફ કરે છે. આ વર્ષે પણ રથયાત્રા પસાર થાય તે રૂટ ઉપર જે પણ કચરો થાય તે કચરો વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા સાફ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019, 2022માં સાફ-સફાઈ અભિયાન ચાલ્યું હતું. તો 2020 અને 2021માં કોરોનાના કારણે રથયાત્રા નીકળી શકી ન હતી. જેથી તે દરમિયાન સાફ-સફાઈ અભિયાન કરવામાં આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે આ રથાયાત્ર બાદ ABVP ના લગભગ 200 કાર્યકરો સફાય કાર્ય માટે જોડાયા હતા.

લગ્નના આટલા વર્ષો પછી રિતેશ-જેનિલિયાએ લીધો આટલો મોટો નિર્ણય

મુંબઈ: બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા એક આદર્શ કપલ છે. બંને ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. રિતેશ અને જેનેલિયાના લગ્નને 12 વર્ષ થયા છે અને બંનેને 2 સુંદર બાળકો છે. હવે રિતેશ અને જેનેલિયાએ લગ્નના આટલા વર્ષો પછી તેમના જીવન સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેના વિશે તે ઘણા સમયથી વિચારી રહ્યો હતો. વાસ્તવમાં આ કપલે પોતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. બંને આ ઉમદા હેતુ માટે આગળ વધ્યા છે.

રિતેશ દેશમુખ અને જેનેલિયા ઘણા સમયથી અંગદાન વિશે વિચારી રહ્યા હતા. હવે તેમના નિર્ણય પર નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) એ એક પોસ્ટ શેર કરી છે અને ચાહકો સાથે એક વીડિયો શેર કર્યો છે અને કપલની પ્રશંસા કરી છે અને તેમનો આભાર માન્યો છે. વીડિયોમાં રિતેશ અને જેનેલિયાએ તેને સુંદર ગિફ્ટ ગણાવી છે અને લોકોને અંગોનું દાન કરવાની અપીલ કરી છે.

પીએમ મોદીએ પણ લોકોને અંગદાન અંગે જાગૃત કર્યા
તમને જણાવી દઈએ કે આ પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકોને અંગદાન અંગે જાગૃત કરી ચૂક્યા છે. અંગદાન ખરેખર એક ઉમદા કાર્ય છે. મૃત્યુ પછી તમે તમારા અંગો વડે 8-9 લોકોના જીવન બચાવી શકો છો. આનાથી તમે કોઈના જીવનમાં ઘણી ખુશીઓ ભરી શકો છો અને તમે તેમનામાં હંમેશ માટે જીવંત રહી શકો છો.

કયા અંગોનું દાન કરી શકાય?
જો તમે અંગોનું દાન કરવાનું વિચારી રહ્યા છો, તો જાણો ક્યા અંગોનું દાન કરી શકાય છે. જેમાં હૃદય, ફેફસાં, લીવર, કિડની, સ્વાદુપિંડ અને આંતરડાનું દાન કરી શકાય છે. આ સિવાય ટિશ્યુ પણ દાન કરી શકાય છે. જે પેશીઓ દાન કરી શકાય છે તેમાં કોર્નિયા (આંખનો ભાગ), હાડકા, ચામડી, હૃદયના વાલ્વ, રક્તવાહિનીઓ, ચેતા, રજ્જૂ અને કેટલીક અન્ય પેશીઓનો સમાવેશ થાય છે.

અંગ દાન કેવી રીતે થાય છે?
અંગોનું દાન બે રીતે કરવામાં આવે છે જેમાં જીવંત અંગ દાન અને મૃત અંગ દાનનો સમાવેશ થાય છે. જીવંત અંગોના દાનમાં એક વસિયતનો સમાવેશ થાય છે જે સ્પષ્ટ કરે છે કે તમારા મૃત્યુ પછી શરીરના કયા અંગોનું દાન કરવામાં આવશે. બીજી તરફ, તમે જીવતા હોવ ત્યારે તમારા શરીરના અમુક ભાગોનું દાન કરી શકો છો. 18 વર્ષ પછી કોઈપણ સ્વસ્થ વ્યક્તિ પોતાના અંગોનું દાન કરી શકે છે.