Home Blog Page 1675

સુરતમાં 5 માળની ઇમારત ધરાશાયી, 7 લોકોના મોત

ગુજરાતના સુરતમાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં સચિન વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. બિલ્ડિંગમાં હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. એક અધિકારીએ જણાવ્યું કે NDRF અને SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઈમારત ઘણી જૂની હતી. આમ છતાં 10-15 લોકો ત્યાં જ રહ્યા. મકાન અચાનક ધરાશાયી થયું. જોરદાર અવાજ આવ્યો, ત્યારબાદ ચારેબાજુ માત્ર ધૂળ જ દેખાતી હતી. આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘરને સંપૂર્ણ નુકસાન થયું હતું. લોકોએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. થોડીવારમાં NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

આ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ આખી રાત કાટમાળ હટતી રહી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બિલ્ડિંગની અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ છે. પ્રશાસને ઘટનાસ્થળે એકઠી થયેલી ભીડને હટાવી દીધી છે. શાંતિ અને સહકાર માટે અપીલ કરી. એક અધિકારીએ જણાવ્યું કે નજીકના લોકો પાસેથી દુર્ઘટના અંગે માહિતી એકત્ર કરવામાં આવી છે. ઘાયલોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અકસ્માતની માહિતી પરિવારના સભ્યોને મોકલી દેવામાં આવી છે.

વાહ ભાઈ વાહ! – ૦૭ જુલાઈ, ૨૦૨૪

વર્લ્ડ પોપ્યુલેશન ડેઃ ભારત સૌથી મોખરે

દર વર્ષે 11મી જુલાઈના રોજ ‘વિશ્વ વસ્તી દિવસ’ એટલે કે ‘વર્લ્ડ પોપ્યુલેશન ડે’ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં વધતી જતી વસ્તીની સમસ્યા અંગે લોકોને જાગૃત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વભરમાં વધતી વસ્તીના કારણે નિરક્ષરતા, બેરોજગારી, ભૂખમરો અને ગરીબી વધી રહી છે. જો કે બીજી બાજુ ભારત જેવા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ માટે વધારે વસતી, ખાસ કરીને યુવા વસ્તી, ડેમોગ્રાફીક ડિવિડન્ડ પણ બની શકે છે.

વસ્તી વધારામાં ભારત ચીન કરતાં ય આગળ

હમણાં સુધી ચીન દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હતો, જ્યારે ભારત બીજા સ્થાને હતું, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છેલ્લે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારત 1.4286થી વધારે અબજ લોકો સાથે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. જ્યારે ચીનની વસ્તી 1 અબજ 42.57 કરોડ છે. એશિયા વિશ્વની કુલ વસ્તીના 60 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

વસ્તીના આંકડા કેટલી ઝડપથી વધી રહ્યા છે, એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિશ્વની વસ્તી 1 અબજ સુધી પહોંચતા લાખો વર્ષ લાગ્યા પરંતુ 1થી 8 અબજ સુધી પહોંચવામાં માત્ર 200 વર્ષ લાગ્યા. જયારે એને 7 અબજથી 8 અબજ થવામાં માત્ર 12 વર્ષ લાગ્યા. વર્ષ 2011માં વિશ્વની વસ્તી 7 અબજ હતી જે હવે 8 અબજને વટાવી ગઈ છે. દુનિયાની વસ્તી વૃદ્ધિ દર 1965 અને 1970 ની વચ્ચે ટોચ પર હતો, જ્યારે વસ્તી દર વર્ષે સરેરાશ 2.1 ટકાના દરે વધી હતી.

વસ્તી વધારા માટે ભારતની ચિંતા શું છે?

ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. વસ્તીને લઈને ભારતની ચિંતા પણ ઓછી નથી. આપણા દેશનો વિસ્તાર દુનિયાના માત્ર 2.4 ટકા છે, જ્યારે વિશ્વની 18 ટકા વસ્તી આપણા દેશમાં વસે છે. આંકડા મુજબ 2001થી 2011ની વસ્તી ગણતરી વચ્ચે દેશમાં લગભગ 18 ટકા વસ્તી વધી છે. સંયુક્ત રાષ્ટ્રના એક અંદાજ મુજબ, જો ભારતની વસ્તી આ જ દરે વધતી રહેશે, તો ભારતની સમસ્યા વધશે.

દેશ ડેમોગ્રાફી ડિઝાસ્ટર પર આવીને ઉભો છે

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતાં અમદાવાદસ્થિત જાણીતા આર્થિક સમિક્ષક હેમંતકુમાર શાહ કહે છે કે, “ભારતમાં લગભગ 65 ટકા વસ્તી યુવાનોની છે એટલે કે 90 કરોડ લોકો કામ કરનારો વર્ગ છે. દેશની વસ્તી વધારે છે એમાં યુથ પણ વધારે છે પરંતુ એનો ફાયદો લેવા માટે બે બાબતો જરૂરી છે. એક આ વર્ગને શિક્ષણ મળવું જોઈએ અને બીજુ આ વર્ગની સ્કીલ ડેવલપ થવી જોઈએ, એટલે કે કૌશલ્ય ઉભું થવું જોઈએ. આ બે વાત થાય તો એ પોતાના અને દેશના વિકાસમાં ફાળો આપે. અને ન થાય તો એ અનેક પ્રકારની સામાજિક આર્થિક દુર્ઘટના ઉભી કરે. સવાલ એ છે કે શિક્ષણનો અભાવ છે. આખા ભારતમાં 100 વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં દાખલ તો થાય છે પરંતુ એમાંથી માંડ 26 વિદ્યાર્થીઓ જ કોલેજ સુધી પહોંચે છે. માટે આ અશિક્ષિત વર્ગ ભારે મોટી સમસ્યાઓ ઉભી કરે.”

એ ઉમેરે છે કે “ આરોગ્યની સગવડો પણ વધુ સારી કરવી પડે એમાં સુધારો થાય તો પણ વસ્તી વૃદ્ધિદર નીચે આવે. જે અત્યારે લગભગ 1.6 કે 7 ટકા જેટલો છે. ટુંકમાં શિક્ષણની વ્યવસ્થા વ્યાપક અને સારી બને અને કૌશલ્યનો વિકાસ થાય તો બેનિફીટ મળે. અર્થશાસ્ત્રમાં એને ડેમોગ્રાફી ડિવિડન્ડ કહેવાય એટલે જો યુવાનોની વસ્તી વધારે હોય તો ડેમોગ્રાફી ડિવિડન્ડ ઉભુ થાય પણ શર્ત એટલી જ કે શિક્ષણની વ્યવસ્થા અને કૌશલ્ય વિકાસની વ્યવસ્થા વધારે સારી હોય. નહીંતર ડેમોગ્રાફી ડિઝાસ્ટર ઉભુ થાય. વર્તમાન સમયની વાત કરીએ તો આપણે ડેમોગ્રાફી ડિઝાસ્ટર પર આવીને ઉભા છીએ, બેકારી વધારે છે, કામ આપી શકતા નથી. ટેકનોલોજી બદલાતી જાય છે. માટે વસ્તી વધારાનો લાભ પણ લઈ શકતા નથી.”

વસ્તી વધારા માટે જવાબદાર પરિબળો

જન્મદરમાં વધારો: વસ્તીની આ ઝડપી ગતિ પાછળનું પ્રથમ કારણ જન્મદરમાં વધારો છે. આજથી 250 વર્ષ પહેલા એક મહિલાએ સરેરાશ છ બાળકને જન્મ આપ્યો હતો. આ સ્થિતિ દોઢસો વર્ષ સુધી ચાલી હતી. 1950થી જન્મદરમાં સતત ઘટાડો થયો છે. છતા પણ આજે દુનિયાની એક સરેરાશ મહિલા 2.5 બાળકને જન્મ આપી રહી છે.

વધતું જતું આયુષ્ય: વિશ્વમાં લોકોની સરેરાશ ઉંમર 72 વર્ષ છે. 30 દેશો એવા છે જ્યાં લોકોની સરેરાશ ઉંમર 80થી વધુ છે અને 100 દેશોમાં સરેરાશ ઉંમર 70 વર્ષ છે. ભારતમાં આ આંકડો 69.7 વર્ષનો છે.

મૃત્યુદરમાં સતત ઘટાડો: વિશ્વની વસ્તીમાં વિસ્ફોટક તેજીનું એક મુખ્ય કારણ જન્મ દરની તુલનામાં મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો છે. વર્ષ 1950માં 1000 લોકોમાંથી 20 લોકોના મોત થયા હતા, 2020માં ઘટીને 8 પર આવી ગયો છે. જો કે, જન્મ દર હજી પણ મૃત્યુ દર કરતા ઘણો વધારે છે.

શિશુ મૃત્યુ દરમાં ઘટાડો : વિશ્વની 8 અબજની વસ્તીનું  સૌથી મોટું કારણ શિશુ મૃત્યુદરમાં ઝડપી ઘટાડો છે. 2020માં 1000માંથી માત્ર 37 બાળકોના મોત થયા હતા. જો કે, શિશુ મૃત્યુદરમાં વધારો અથવા ઘટાડા માટે બાળકનો જન્મ ક્યાં થાય છે એના પર ઘણો આધાર રાખે છે. સબ-સહારા આફ્રિકામાં આજે પણ 1000માંથી 79 બાળકો મૃત્યુ પામે છે, જ્યારે યુરોપ અને ઉત્તર અમેરિકામાં સ્થિતિ એટલી ખરાબ નથી. ભારતમાં 1000માંથી માત્ર 6 બાળકો જ મૃત્યુ પામે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં આ સંખ્યા 4 છે.

સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક બાબતોના વિભાગની આગાહી મુજબ, 1950ના દાયકા પછી વિશ્વની વસ્તી સૌથી ધીમી ગતિએ વધી રહી છે. આગાહી મુજબ 2030 સુધીમાં વિશ્વની વસ્તી 8.5 અબજ થઈ જશે. એ જ રીતે 2050 સુધીમાં વિશ્વની કુલ વસ્તી 9.7 અબજ અને 2080ના દાયકા સુધીમાં તે લગભગ 10.4 અબજ સુધી પહોંચી જશે. રિપોર્ટ મુજબ આ પછી દુનિયાની વસ્તી 2100 એડી સુધી આ સ્તર પર રહેશે.

આ દેશોની વસ્તી ઝડપથી વધશે

રિપોર્ટમાં પ્રમાણે ઘણા વિકાસશીલ દેશોમાં જન્મદરમાં ઘટાડો થયો છે. જો કે કેટલાક દેશોમાં આ દર વધી રહ્યો છે. રિપોર્ટ અનુસાર 50 ટકાથી વધુ જનસંખ્યા માત્ર 8 દેશના વિકાસમાં યોગદાન આપશે.  સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ આગામી વર્ષોમાં જે આઠ દેશોની વસ્તી ઝડપથી વધશે તેમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, નાઇજીરિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને તાન્ઝાનિયાનો સમાવેશ થાય છે.

ભારત યુવાઓનો દેશ

ભારત એ યુવાઓનો દેશ છે. દેશની અડધી વસતી 25થી 64 વર્ષ હોવા છતાં ભારતીયોની સરેરાશ ઉંમર માત્ર 28 વર્ષ છે. અમેરિકા અને ચીન સાથે એની સરખામણી કરીએ તો એમની સરેરાશ ઉંમર 38 અને 39 વર્ષ છે. ભારતની વૃદ્ધ વસ્તી એટલે કે 65 વર્ષથી વધુ હોય એવા અત્યંત ઓછી છે, જે સમગ્ર વસ્તીના માત્ર સાત ટકા છે. અમેરિકા, ચીન કે જાપાનની જેમ ભારતમાં વધારે પડતા વૃદ્ધ લોકો નથી. ચીનમાં દર 10માંથી 1.4 વ્યક્તિ 65 વર્ષ કે તેથી વધારે છે.

જ્યારે અમેરિકામાં આ આંકડો 1.8 છે. ભારતમાં માત્ર સાત ટકા વસતી 65 વર્ષ કે તેથી વધુ છે અને વર્ષ 2100 સુધીમાં તે વધીને 23 ટકા સુધી પહોંચી શકે છે. હાલમાં ભારતની 40 ટકા વસતી 25 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે અને યુએનના પ્રક્ષેપણ મુજબ વર્ષ 2078 સુધીમાં તે ઘટીને 23. 9 ટકા થઈ જશે. જોકે એ વાતને હજુ 50 વર્ષની વાર છે. છતા એમ કહી શકાય કે 2063 સુધીમાં ભારતમાં વૃદ્ધોની સંખ્યા 20 ટકાથી નીચે રહેશે અને ભારત અન્ય દેશોની સરખામણીએ વધુ યુવા દેશ રહેશે.

(હેતલ રાવ)

‘અર્જુન વિષાદયોગ’ ગીતાજ્ઞાનની શરૂઆત

મહાભારતનું યુદ્ધ હવે નિશ્ચિત બને છે. ઈતિહાસમાં એવું લખ્યું છે કે આ યુદ્ધ જેટલું ભયાનક યુદ્ધ ભારતવર્ષે જોયું નહોતું. યુદ્ધની ઘોષણા થાય છે. બધા કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા થાય છે. મહાવિનાશના ભણકારા સંભળાય છે. લાખોની સંખ્યામાં બંને પક્ષે સેના ભેગી થાય છે.

બધા પોતાના હથિયારો, ધનુષબાણ લઈને સજ્જ છે. એક બાજુ, પાંડવોતરફી અને બીજી બાજુ પાંડવોવિરોધી સેના ગોઠવાઈ જાય છે. એક તરફ યુધિષ્ઠિર સાથે પાંચ પાંડવો અને તેમની સેનાઓ અને બીજી બાજુ કૌરવસેના અને એમની સાથેની સેનાઓ, માનવ મહેરામણ ઉમટયું હોય તેવું દૃશ્ય ઊભું થાય છે. આ પરિસ્થિતિમાં શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથી બની કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચે છે. રથને બરાબર કુરુક્ષેત્રના મેદાનની વચ્ચેવચ્ચ લાવીને ઊભો કરે છે. અર્જુનના મનમાં મૂંઝવણ થાય છે કે આ શ્રીકૃષ્ણએ રથને વચ્ચેવચ્ચ કેમ ઊભો રાખ્યો હશે? થોડી વખત અર્જુન શાંત રહે છે પણ તેના મનમાં તો જાણે વિચારોનું વાવાઝોડું ચાલે છે. અંતે તેની ધીરજ ખૂટી જાય છે અને શ્રીકૃષ્ણને પૂછે છે કે, ‘હે કેશવ! આ રથને તમે મેદાનની વચ્ચે વચ્ચ કેમ ઊભો રાખ્યો છે?’ ત્યારે શ્રીકૃષ્ણ જે જવાબ આપે છે તે નોંધવા જેવો છે.

શ્રીકૃષ્ણ હલકી મુસ્કાન સાથે જવાબ આપે છે, ‘રથ વચ્ચે લાવવાનો ઉદ્દેશ્ય એ છે કે તું તારા પ્રતિસ્પર્ધીને બરાબર જોઈ શકે. મેદાનની એકબાજુએ ઊભા રહેવાથી પોતાના પ્રતિસ્પર્ધી વિશે ખ્યાલ આવતો નથી.’ આ વાતને જ આપણે કોઈપણ વહીવટ સાથે સરખાવી શકીએ છે. કોઈપણ નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય કે કામ શરૂ કરવું હોય તો જાતે જે-તે ફિલ્ડમાં ઉતરીને જોવું પડે કે આપણા પ્રતિસ્પર્ધી કોણ છે? આપણે કોની સાથે હરીફાઈ કરવાની છે? આપણે કયું યુદ્ધ લડવાનું છે અને કયું યુદ્ધ છોડવાનું છે? આપણે પ્રોજેક્ટને સફળ બનાવવા માટે કેટલું જોર લગાવવું પડશે? માર્કેટની ડિમાન્ડ શું છે? આપણે શું છોડવું પડશે? શું અપનાવવું પડશે? આ બધા સવાલોના જવાબો એક ખૂણામાં ઊભા રહેવાથી ન મળે તે માટે તો જાતે મેદાનમાં ઉતરવું પડે.

કોઈ પણ યુદ્ધ કે હરીફાઈમાં ઉતરતા પહેલા પ્રતિસ્પર્ધીની તાકાતનો અંદાજ કાઢવો અને એની વ્યૂહરચના સમજવી જરૂરી હોય છે. જેમ તરવાની સારામાં સારી ચોપડી વાંચીને તરતા શીખી જવાતું નથી તે જ રીતે કોઈ પણ સ્પર્ધામાં જાતે કૂદી પડ્યા સિવાય વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવતો નથી. કુરુક્ષેત્રના મેદાન પર સામસામે ગોઠવાયેલી બંને સેનાઓ જોઈને અર્જુન હતાશ થઈ જાય છે. બંને પક્ષે પોતાના જ કહેવાય તેમનું લોહી રેડાવાનું છે. એને આ યુદ્ધ નથી લડવું.

કૃષ્ણ એને આ ડિપ્રેશન અથવા હતાશામાંથી બહાર લાવવા ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. ‘અર્જુન વિષાદયોગ’ એક સારો સલાહકાર તમને હતાશામાંથી કઈ રીતે બહાર લાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે. શ્રીકૃષ્ણની પસંદગી પહેલા જ પગલે યોગ્ય પુરવાર થાય છે. મેનેજમેન્ટનો એક સિદ્ધાંત છે કે ડાહ્યા અને અનુભવી સલાહકારોથી ઘેરાયેલો એક સરેરાશ વ્યક્તિ પણ સફળ થાય છે અને દુર્યોધનની જેમ ઘમંડી અને મૂર્ખ સલાહકારોથી ઘેરાયેલો વ્યક્તિ વિનાશ નોતરે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

૦૭ જુલાઈ, ૨૦૨૪

ભક્તોને દર્શન આપવા રથમાં બિરાજમાન થયા જગન્નાથ

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળી રહ્યા છે. અત્રે જણાવી દઈએ કે, ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે આજે યોજાઈ રહી છે. આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળે છે. 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ઓળખ છે.

લોકોના જય જગન્નાથના નાદ વચ્ચે નગરજનોને દર્શન આપવા ભગવાન રથમાં બિરાજ્યા છે. તો અમદાવાદમાં જગન્નાથ મંદિર પટાંગણમાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે અને બસ એક જ નાદ ગુંજી રહ્યો છે..જય જગન્નાથ… જય જગન્નાથ..

ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવી હતી.સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી. આ આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી હતી.

દરવર્ષે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર નગરચર્યા કરે છે. 3 અલગ અલગ રથમાં ભગવાન પોતે ભાઈ અને બહેન સાથે નીકળે છે. રથયાત્રામાં સૌથી આગળ ભાઇ બલભદ્ર રથમાં સવાર થાય છે. ત્રીજો રથ ભગવાન જગન્નાથના રથને રાખવામાં આવે છે. બંને ભાઈના રથની વચ્ચે બહેન સુભદ્રાના રથને શહેરમાં ફેરવવામાં આવે છે. આ રીતે હાર બંધ ત્રણેયના રથ નગરચર્યાએ નિકળે છે. નગરચર્યાએ નીકળતા અગાઉ ભગવાનની મંગળા આરતી થાય છે. મંગળા આરતી બાદ ભાગવાનના આંખેથી પાટા ખોલવામાં આવે છે. પાટા ખોલ્યા બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામા આવે છે. ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ યોજાય છે. ભગવાનની પહિંદવિધીમાં ગુજરાતના CM પરંપરા મુજબ ભાગ લે છે. પહિંદ વિધિ બાદ ગજરાજની આગેવાનીમાં રથયાત્રા નીકળે છે. રથયાત્રામાં હાથી, અખાડા, ભજન મંડળી અને કરતબબાજો હોય છે. ભક્તોને દર્શન આપ્યા બાદ ભગવાન મામાના ઘરે સરસપુર પહોંચે છે. સરસપુરમાં ભગવાન બપોરે આરામ કર્યા બાદ નીજમંદિર જાય છે. ત્રણેય રથ ખલાસીઓ દ્વારા ખેંચીને શહેરમાં ફેરવવામાં આવે છે. સંધ્યા બાદ ભગવાન જગન્નાથ નીજ મંદીરે પરત ફરે છે

અમદાવાદનું જગન્નાથ મંદિર આશરે 400 વર્ષથી વધુ જુનુ છે. જે સાબરમતી નદી નજીક જમાલપુરમાં જગન્નાથ મંદિર સ્થિત છે. 400 વર્ષ પહેલા હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી. હનુમાનજીદાસ બાદ સારંગદાસજીએ ભગવાન જગન્નાથની મૂર્તિ સ્થાપી હતી. જગન્નાથ સાથે બલભદ્ર અને બહેન સુભદ્રાનું પણ મંદિરમાં સ્થાપન થયું હતું. 145 વર્ષ પહેલા નૃસિંહદાસજી રથયાત્રાની પરંપરા આરંભી હતી. કોરોનાના વર્ષને બાદ કરતા દરવર્ષે રથયાત્રાનું ઉત્સાહથી આયોજન કરાય છે.વર્તમાન સમયમાં દિલિપદાસજી જગન્નાથ મંદિરના મુખ્યમહંત છે. જગન્નાથ મંદિરની રથયાત્રા પુરી બાદ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ગુજરાતમાં સૌથી મોટી અને મહત્વની રથયાત્રાનો રથયાત્રાને દરજ્જો છે. અમદાવાદનું જગન્નાથ મંદિર આજે સમૃદ્ધ મંદીરોમાં સ્થાન પામે છે. જગન્નાથ મંદિરની સેવામાં પોતાના અનેક ગજરાજો પણ છે

ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. જગન્નાથજીને ભગવાન ઇન્દ્રએ રથ આપ્યો હતો. પીળા વસ્ત્રોથી ભગવાનના રથનો શણગાર થાય છે. ભગવાનના રથને નંદીઘોષ તરીકે ઓળખાય છે. અન્ય 2 રથોની સરખામણીએ ભગવાનનો રથ મોટો રખાય છે. ભગવાનના પરંપરાગત રથમાં 16 પૈડા રાખવામાં આવે છે. બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. તાલવાન દેવતાઓએ બલભદ્રને રથ આપ્યો હતો. બલભદ્રનો રથ 14 પૈડા વાળો અને બહેનના રથથી મોટો બનાવાય છે. સુભદ્રાજીના રથનું નામ દેવદલન અને પદ્માધ્વજ રખાયુ છે. બહેન સુભદ્રાના પરંપરાગત રથમાં 12 પૈડા હોય છે

જગન્નાથ રથયાત્રા :જાણો ધાર્મિક મહત્વ અને ઈતિહાસ

જગન્નાથ રથયાત્રા 2024: ભગવાન જગન્નાથની રથયાત્રા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. દર વર્ષે, ભગવાન જગન્નાથની ઝલક મેળવવા માટે ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન ભારત અને વિદેશમાંથી લાખો લોકોની ભીડ એકઠી થાય છે. પુરીમાં મુસાફરી કરતી વખતે, ભગવાન શ્રી કૃષ્ણ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથ પર સવાર થઈને શહેરની યાત્રા પર જાય છે અને તેમની પ્રજાની સુખાકારી જાણે છે. ચાલો જાણીએ કે 2024માં જગન્નાથ રથયાત્રા ક્યારે શરૂ થશે.

જગન્નાથ રથયાત્રા 2024 

ભગવાન જગન્નાથની રથયાત્રા જગન્નાથ પુરીથી અષાઢ શુક્લ દ્વિતિયાના રોજ શરૂ થાય છે અને દશમી તિથિના રોજ સમાપ્ત થાય છે. આ વર્ષે જગન્નાથ રથયાત્રા 7મી જુલાઈ 2024ના રોજ શરૂ થશે અને 16મી જુલાઈ 2024ના રોજ સમાપ્ત થશે.

જગન્નાથ રથયાત્રાનું મહત્વ

સ્કંદ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રથયાત્રામાં શ્રી જગન્નાથના નામનો જાપ કરતી વખતે ગુંડીચા નગર જાય છે, તે પુનર્જન્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જે વ્યક્તિ ભગવાનના નામનો જાપ કરીને રથયાત્રામાં જોડાય છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. રથયાત્રામાં ભાગ લેવાથી બાળકો સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે? 

જગન્નાથ રથયાત્રા એ ભગવાન જગન્નાથની ગુંડીચા માતા મંદિરની વાર્ષિક મુલાકાતનું પ્રતીક છે. એકવાર બહેન સુભદ્રાએ શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારે જગન્નાથજીએ તેમને રથ પર બેસાડીને શહેરના પ્રવાસે લઈ ગયા હતા. ભગવાન જગન્નાથને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ દ્વારા તેમની પૂજા પણ કરવામાં આવે છે. જગન્નાથનો શાબ્દિક અર્થ થાય છે “વિશ્વનો ભગવાન”, એટલે કે બ્રહ્માંડનો ભગવાન. જગન્નાથ મંદિર પવિત્ર ચાર ધામોમાંનું એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આજે રથયાત્રા રુટના કારણે આ રસ્તા બંધ રહેશે

આજે અમદાવાદમાં 147મી રથયાત્રાને લઇ શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે સમગ્ર રથયાત્રાનો રૂટમેપ જાહેર કર્યો છે. રથયાત્રા ક્યાંથી શરૂ થઇ કયા કયા વિસ્તારમાં થઇને પરત ફરશે તેનો વીડિયો પોલીસે જાહેર કર્યો છે.

 

અમદાવાદ ટ્રાફિક પોલીસે રથયાત્રાના રૂટ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુક્યો છે. આજે રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે ટ્રાફિક પર સંપુર્ણ પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહી, રૂટ પર આવતા અનેક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તેવામાં વૈકલ્પિક રૂટ પર શહેરીજનો આવનજાવન કરી શકે તે માટે ટ્રાફિક પોલીસે રથયાત્રા રૂટની માહિતી જાહેર કરી.

 

આ સાથે રેલવે સ્ટેશન અને ST બસ સ્ટેશન જવા માગતા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. રેલવે મુસાફરો માટે દરિયાપુર અને સારંગપુરથી ખાસ મફત બસ સેવા આપવામાં આવશે. રેલવેની ટિકિટ બતાવવા પર પોલીસવાનમાં પણ મુસાફરોને રેલવે સ્ટેશન પહોંચાડાશે.

અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા ઉતારી આરતી

ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળવાના છે. આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે. દર વર્ષે ચુસ્ત સુરક્ષા વચ્ચે આ યાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદ રથયાત્રા ઔપચારિક રીતે મંગળા આરતીથી શરૂ થાય છે. અમદાવાદના જમાલપુુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પહોંચી ગયા છે અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા જોડાયા છે.

આ પહેલા ધાર્મિક વિધિ કરવામાં આવે છે અને પછી સવારે 7 વાગ્યે રથયાત્રા શરૂ થાય છે. જગન્નાથજીની રથયાત્રા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથજી આજે દર્શન આપશે. પોલીસ પણ રથયાત્રાની સુરક્ષાને લઇને સતત સતર્ક છે. આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રખાશે. ભક્તોનો વહેલી સવારથી જ મંદિરમાં જમાવડો જોવા મળી રહ્યો છે. રથયાત્રાના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ : 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા

ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળવાના છે. આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે. દર વર્ષે ચુસ્ત સુરક્ષા વચ્ચે આ યાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદ રથયાત્રા ઔપચારિક રીતે મંગળા આરતીથી શરૂ થાય છે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથજી આજે દર્શન આપશે. પોલીસ પણ રથયાત્રાની સુરક્ષાને લઇને સતત સતર્ક છે. આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રખાશે. ભક્તોનો વહેલી સવારથી જ મંદિરમાં જમાવડો જોવા મળી રહ્યો છે. રથયાત્રાના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ,ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બીરાજીને નગરચર્યાએ નીકળતા હોય છે. બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. બલભદ્રજીના રથની ધ્વજાને ઉન્ના કહેવાય છે. બલભદ્રજીના રથના દોરડાને વાસુકી કહેવાય છે. સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ છે. સુભદ્રાજીના રથના દોરડાનું નામ સ્વર્ણચૂડ છે. તો જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે. જગન્નાથજીના રથના દોરડાનું નામ શંખચૂડ છે. જગન્નાથજીના રથની ધ્વજાને ત્રિલોક્યવાહિની કહેવાય છે. જગન્નાથજીના રથની ઊંચાઈ સૌથી વધારે હોય છે.