જ્યોતિ સ્વરૂપ નિર્દેશિત ફિલ્મ ‘પરવાના’ (1971) તે સમયે એક મોટો પ્રયોગ હતી. કારણ કે ત્યારે અમિતાભ બચ્ચન
ઉભરતા કલાકાર હતા. તેમને એક સાઈકો લવર અને નકારાત્મક ભૂમિકામાં રજૂ કરવામાં આવ્યા હતા. ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટમાં નવીન નિશ્ચલ અને યોગિતા બાલી હતા. નવીન તે સમયના લોકપ્રિય અને ચોકલેટી ચહેરો ગણાતા હતા. એ સમયે નવીન ‘સાવન ભાદો’ની ભવ્ય સફળતા પછી સુપરસ્ટાર ગણાતા હતા. જ્યારે અમિતાભ હજુ પોતાની ઓળખ બનાવી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન એક દ્રશ્યમાં અમિતાભે એટલી તીવ્રતાથી અભિનય કર્યો કે સેટ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. નવીન નિશ્ચલે પાછળથી સ્વીકાર્યું હતું કે અમિતાભની આંખોમાં જે પાવર હતો તે જોઈને તેમને પણ થોડી ક્ષણો માટે ડર લાગ્યો હતો.
આ એ જ ફિલ્મ હતી જેણે સાબિત કર્યું કે અમિતાભ માત્ર હીરો જ નહીં પણ એક ખતરનાક વિલન પણ બની શકે છે. અમિતાભે આ ફિલ્મમાં એક એવા પ્રેમીનું પાત્ર ભજવ્યું હતું જે પાગલપનની હદે પ્રેમ કરે છે. અમિતાભની અભિનય ક્ષમતા અને તેમની ‘એંગ્રી યંગ મેન’ બનવાની પૂર્વતૈયારી આ ફિલ્મમાં દેખાઈ આવતી હતી. સેટ પર લોકો કહેતા કે હીરો (નવીન) કરતાં વિલન (અમિતાભ) વધુ આકર્ષક લાગે છે. જે વાત આગળ જતાં સાચી સાબિત થઈ હતી. અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં જે ગણીગાંઠી ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યા છે તેમાં ‘પરવાના’ સૌથી ટોચ પર છે. કહેવાય છે કે ‘પરવાના’માં અમિતાભનો આ તેવર જોઈને જ નિર્માતા-નિર્દેશકોએ તેમને ‘ઝંજીર’ માટે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મ એ વાતનું પ્રમાણ છે કે ક્યારેક એક નકારાત્મક ભૂમિકામાં મળેલી સકારાત્મક પ્રશંસા જ કલાકારને સાચા અર્થમાં હીરો બનાવી દેતી હોય છે.

આ ફિલ્મની સૌથી અજાણી અને ચોંકાવનારી વાત એ છે કે તેમાં મોહમ્મદ રફી અને આશા ભોંસલેનું એક અત્યંત મધુર યુગલ ગીત ‘જિસ દિન સે મૈંને તુમકો દેખા હૈ’ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ ગીત નવીન નિશ્ચલ અને યોગિતા બાલી પર ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં પણ આવ્યું હતું. જ્યારે ફિલ્મ અંતિમ એડિટિંગ ટેબલ પર આવી ત્યારે ફિલ્મની લંબાઈ ઘટાડવા અને વાર્તાના પ્રવાહને જાળવી રાખવા માટે આ ગીતને ફિલ્મમાંથી પૂરેપૂરું કાઢી નાખવામાં આવ્યું ત્યારે નવીન નિશ્ચલ થોડા નારાજ થયા હતા. કારણ કે આ ગીતમાં તેમનો લુક ખૂબ જ હેન્ડસમ હતો.

નિર્દેશક જ્યોતિ સ્વરૂપનું માનવું હતું કે જો આ ગીત રાખવામાં આવશે તો પાત્રની જે ગંભીરતા છે તે ઓછી થઈ જશે. આજે પણ ઘણા જુના સંગીત રસિકો આ ગીતને રેડિયો કે યુટ્યુબ પર સાંભળે ત્યારે નવાઈ પામે છે કે આટલું સરસ ગીત પડદા પર કેમ ન આવ્યું. ‘પરવાના’ ફિલ્મ આજે પણ સિનેમાના અભ્યાસુઓ માટે અમિતાભ બચ્ચનની અનોખી ભૂમિકા અને નવીન નિશ્ચલના તે સમયના સ્ટારડમની સાક્ષી પૂરે છે.



















આળું બનતું જાય છે. કોઈ જરાક કંઈ કહે તો સીધો સામે પ્રહાર કરવાની વૃત્તિ આવી રહી છે. કોઈ વખાણ કરે તો પણ શંકા થાય કે ક્યાંક વ્યંગ તો નથી ને? તેનો અર્થ એ કે માણસનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. આત્મવિશ્વાસ વિના જીવન શક્ય જ નથી. જો સામાન્ય વાતમાં પણ ભૂલો દેખાય કે અન્ય નકારાત્મક અર્થ દેખાય, તો પોતાની જગ્યાનું વાસ્તુ તપાસવું જરૂરી છે, કારણ કે આવી નકારાત્મકતા વ્યક્તિનું પોતાનું જ નુકસાન કરે છે.

હા, તમે બરાબર વાંચ્યું! અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરના “સ્પેરો મેન” તરીકે જાણીતા સમીરભાઈ રામીની.
જ્યારે આધુનિક કોંક્રિટના જંગલો અને મોબાઈલ ટાવરોના રેડિયેશનમાં ચકલીઓનો મધુર કલરવ ખોવાઈ રહ્યો છે. ત્યારે સમીરભાઈએ પોતાના ‘હેપ્પી ચકલી ઘર’ અભિયાન દ્વારા આ નાનકડા પક્ષીઓને ફરીથી આપણા આંગણામાં લાવવાનું બીડું ઝડપ્યું છે. ૨૦ માર્ચ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે, પ્રકૃતિના આ સાચા સંરક્ષકની અનોખી સફર વિશે જાણવું ખરેખર પ્રેરણાદાયી છે.
બાળપણની યાદોથી ‘સ્પેરો મેન’ સુધીની સફર
હેપ્પી ચકલી ઘરની વિશેષતા એ છે કે, સામાન્ય માળા કરતાં અલગ, મજબૂત બનાવટ અને સુરક્ષિત પ્રવેશદ્વાર ધરાવતા ખાસ ડિઝાઇન કરેલા માળા છે.
વર્ષ ૨૦૨૪માં ૬,૦૦૦ અને ૨૦૨૫માં ૧૦,૦૦૦થી વધુ ચકલી ઘરોનું વિતરણ કરી પર્યાવરણ જતનનો એક નવતર પ્રયોગ સમીરભાઈ કરી ચૂક્યા છે. જ્યારે આ વર્ષે તેઓએ આશરે ૧૨૦૦૦ ચકલી ઘર તૈયાર કર્યા છે.
આ સિવાય નવી પેઢીને પ્રેરણા આપવા તેઓ શાળાઓમાં જઈને બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ, નકામા ખોખામાંથી ચકલી ઘર બનાવવાની તાલીમ પણ આપે છે. સમીરભાઈ કહે છે કે, “ચકલી લુપ્ત નથી થઇ પરંતુ તે માત્ર આપણાંથી દૂર થઇ ગઈ છે. ચકલી આપણી આસપાસ જ છે, ચકલી ઘર યોગ્ય રીતે લગાડીએ અને નજીકમાં તેના માટે ચણ-પાણીની વ્યવસ્થા કરીએ તો ચકલી જરૂર આવે છે.
તેઓ માત્ર ચકલી ઘર જ નહીં, પણ વૃક્ષારોપણ, પક્ષી રેસ્ક્યુ, રકતદાન, પક્ષીઓ માટે પાણીના કુંડાની વ્યવસ્થા અને વ્યસનમુક્તિ જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર છે.