Home Blog Page 1689

“બમ બમ ભોલે”ના નાથ સાથે અમરનાથ યાત્રાનો થયો પ્રારંભ..

દેશમાં ખૂબ ચર્ચીત અમરનાથની યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. યાત્રાના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડા પુર ઉમટ્યું હતું. યાત્રાના પ્રારંભે આજે બાલતાલથી ભક્તોએ અમરનાથની ગુફાએ પહોંચી બાબા બર્ફાનીનાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. અમરનાથ ગુફા તરફ જવાનો સમગ્ર માર્ગ ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઊઠ્યો હતો.

અમરનાથ યાત્રા માટે શુક્રવારે લગભગ 4600થી વધુ શ્રદ્ધાળુઓ બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ પર પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છેકે આ બંને કેમ્પ પરથી શ્રદ્ધાળુઓએ થ્રી લેયર સુરક્ષા સાથે આગળ વધ્યા હતા. આજ થી શરૂ થનારી અમરનાથની યાત્રાનો રૂટ બાબા બરફીનાથની જય અને બમ બમ ભોલેના નાદ થી ગુજી ઉઠ્યો હતો. બાલતાલથી નીકળેલા શ્રદ્ધાળુઓ સૌ પ્રથમ બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચ્યા હતા. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાલુઓની સાથે મોટી સંખ્યામાં ગુજરાતથી પહોંચેલા શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
બાબા બર્ફીનાથના દર્શને આવેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ સહિત CRPF, BSF, ITBP તેમજ આર્મીના જવાનો સમગ્ર યાત્રાના રૂટ પર ખડેપગે જોવા મળ્યા હતા. અમરનાથ યાત્રાએ દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા બાલતાલથી આગળ ગુફા તરફ જતા રૂટ પર દર 2 કિમીએ મેડીકલ કેમ્પનું આયોજન કર્યું છે. જ્યારે દર 3 કિલોમીટરે ભંડારા કાર્યરત કરવામાં આવ્યા છે. અનંતનાગમાં પરંપરાગત નુનવાન-પહેલગામ રૂટ અને ગાંદરબલમાં બાલતાલ રૂટ દ્વારા 29 જૂને શરૂ થયેલી અમરનાથ યાત્રા 52 દિવસ સુધી ચાલશે. જે 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વર્ષે અમરનાથ આ યાત્રા માટે 3.50 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રાના પ્રારંભે આજે પ્રથમ દિવસે 4600 જેટલા શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરશે.

વર્લ્ડ કપવિજેતા,રનર-અપ ટીમ પર થશે પૈસાનો વરસાદ, જાણો…

નવી દિલ્હીઃ ICC T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે બાર્બાડોસમાં ભારતીય સમયાનુસાર રાત્રે આઠ વાગ્યે રમાશે. એક બાજુ દક્ષિણ આફ્રિકા સૌપ્રથમ વાર વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી છે, જ્યારે બીજી બાજુ, ટીમ ઇન્ડિયા ICC ટ્રોફીનો દુકાળ ખતમ કરવા એડી ચોટીનું જોર લગાવશે.

ભારતે વર્ષ 2007માં ખિતાબ પોતાને નામે કર્યો હતો અને હવે ટીમ 17 વર્ષ પછી ઇતિહાસ રચવા પ્રયાસ કરશે, પરંતુ ટીમ માટે આફ્રિકા ટીમને હરાવવી સરળ નહીં હોય, પરંતુ શું તમે જાણો છો વિજેતા ટીમને કરોડો રૂપિયા ઇનામ મળવાનું છે અને સાથે રનર-અપ ટીમ પણ માલામાલ થશે.

T20 વર્લ્ડ કપની ઇનામી રકમ

વિનર ટીમ- રૂ. 20.36 કરોડ

રનર-અપ- રૂ. 10.64 કરોડ

સેમી- ફાઇનલ- રૂ.6.54 કરોડ

બીજા રાઉન્ડથી બહાર થનારી ટીમ- રૂ. 3.17 કરોડ

નવથી માંડીને 20મા સ્થાનવાળી ટીમ- રૂ. 1.87 કરોડ

પહેલા, બીજા રાઉન્ડવાળી ટીમ- રૂ. 25.89 લાખ

ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ જીતનારી ટીમે રૂ. 20.36 કરોડનું ઇનામ મળશે. જોકે T 20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલાં આટલા રૂપિયા આજ સુધી નથી મળ્યા. આ સિવાય આશરે રનર-અપ ટીમને રૂ. 10.64 કરોડ મળશે. આ સાથે સેમી ફાઇનલમાં પહોંચનારી ટીમો- ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનને પણ આશરે રૂ. 6.54 કરોડ આપવામાં આવશે.

ICC T20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો. એને કારણે ICCએ આ ટીમો વચ્ચે રૂ. 93.51 કરોડ વહેંચવાનો નિર્ણય લીધો છે. બધી સુપર આઠ ટીમોને રૂ. 3.17 કરોડ આપવામાં આવશે.

 

‘બેડ ન્યૂઝ’ફિલ્મ ટ્રેલર ઈવેન્ટમાં આવો હતો વિકી અને તૃપ્તિનો અંદાજ

મુંબઈ: વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક સ્ટારર ફિલ્મ ‘બેડ ન્યૂઝ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને બે દિવસ પહેલા વિકીએ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. ફિલ્મ બેડ ન્યૂઝનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે અને તે કૉમેડીથી ભરપૂર છે. આનંદ તિવારી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ 19 જુલાઈ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં ઘણા સ્ટાર્સ મહત્વની ભૂમિકા ભજવશે પરંતુ વાર્તા વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્કની આસપાસ ફરતી જોવા મળશે. ફિલ્મ ટ્રેલર ઈવેન્ટમાં વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી સહિતની સ્ટારકાસ્ટ હાજર રહી હતી.

 

 

(તમામ તસવીરો: માનસ સોમપુરા)

કેજરીવાલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દારૂની નીતિ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈની માંગ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સુનાવણી દરમિયાન સીબીઆઈએ કેજરીવાલની 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. કેજરીવાલને 12 જુલાઈએ બપોરે 2 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્રણ દિવસની કસ્ટડીનો સમયગાળો પૂરો થતાં CBIએ શનિવારે કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા હતા. વિશેષ ન્યાયાધીશ સુનૈના શર્માએ પહેલા કેજરીવાલને જેલમાં મોકલવાની માંગણી કરતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો અને બાદમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીનો આદેશ આપ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રીની તેમની સરકારની દારૂની નીતિમાં ગેરરીતિઓના સંબંધમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 21 માર્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરી હતી. તાજેતરમાં, કેજરીવાલને નીચલી અદાલતે જામીન આપ્યા હતા, જેના પર દિલ્હી હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.

સીબીઆઈ જેમ્સ બોન્ડની કલ્પનાઓનું પુનરાવર્તન કરી રહી છેઃ સંજય સિંહ

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહે CBI દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ પર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્રની તાનાશાહી સરકારે કેજરીવાલને અલગ-અલગ ખોટા કેસ કરીને જેલમાં પૂર્યા છે. સંજય સિંહે કહ્યું કે ED કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા છે. પીએમએલએમાં જામીનનો અર્થ એવો થાય છે કે કોર્ટે આરોપી વ્યક્તિને પ્રથમ દૃષ્ટિએ નિર્દોષ ગણ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જામીનની કાર્યવાહી પહેલા અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ જેમ્સ બોન્ડની કલ્પનાઓને જીવંત કરી રહી છે. આવી કાલ્પનિક વાર્તાઓ કોર્ટ સમક્ષ ટકી જ નથી.

રાજ્યના આ જળશયમાં નવા નીરના થયા આગમન

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. ત્યાર પાછલા 24 કલાકની વાત થાય તો રાજ્યમાં એક દિવસમાં લગભગ 159 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં આજે સવારથી સૌરાષ્ટ્રના રાજકોટમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને પગલે સૈરાષ્ટ્રાના લગભગ તમામ જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. જેમાં રાજોકટના આજી ડેમ 2માં પાણી ભરપૂર આવક નોંધાય છે. મળતી માહિતી અનુસાર આજી ડેમ-2માં 90 જળ સ્ત્રોત નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 14 ડેમોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં પાંચ જિલ્લાના 14 ડેમમાં 10 સેમીથી 17 ફુટ સુધીની આવક થઇ છે. તેમાં રાજકોટ જિલ્લાના 3, મોરબીના 3 ડેમમાં નવા નીરની આવક થઇ છે. ત્યારે જામનગર, દ્વારકાના 3, સુરેન્દ્રનગરના 2 ડેમમાં પાણીની આવક થઇ છે.

જુન મહિનોમાં વરસાદનું પ્રામણે આગલા વર્ષના વરસાદના સામે ઓછું નોંધવામાં આવ્યું છે. પણ આ વર્ષ વરસાદના નાવ નીર તમામ જળાશયોમાં આવતા જોવા મળી રહ્યા છે. આ અગાઉ જામનગર જિલ્લાના 25 જળાશયો પૈકીના પાંચ ડેમોમાં ચાલુ સિઝનમાં વરસાદની ધીમે ધીમે આવક શરૂ થઈ છે. જામનગર જિલ્લાના રૂપાવટી ડેમ, રંગમતી ડેમ, ફુલઝર-1 ડેમ અને ઉંડ-3 ડેમ કે જે પાંચ જળાશયોમાં ચાલુ વરસાદના કારણે નવા નીર આવ્યા છે. જોકે મોટાભાગના ડેમો તળિયા ઝાટક હતા, જેથી હાલ તેમાં ધીમે ધીમે પાણીની આવક શરૂ થઈ રહી છે.

તો બીજી બાજુ ઉપરવારમાં ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં આવેલ હાથનૂક ડેમના દ્વાર ખોલવામાં આવ્યા. પાણી છોડાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. ઉકાઈ ડેમમાં કુલ 6,392 ક્યુસેક જેટલું પાણીની આવક નોંધાય છે. તો બીજી તરફ ડેમની હાલ જળસપાટી 305.47 ફૂટ પહોચી છે. ત્યારે ઉકાઈ ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટની છે. થોડા દિવસ અગાઉ મોરબી નજીકનો મચ્છુ-2 ડેમના કુલ 38 દરવાજા પૈકીના પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી પૂર્ણ થઈ જતા હાલમાં ડેમમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને મોરબી તાલુકા, ડેમના કેચમેટ વિસ્તાર કે પછી ડેમના ઉપરના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ નથી છતાં પણ મચ્છુ-2 ડેમમાં નવું ત્રણ ફૂટ પાણી આવ્યું છે.

ખોડાપીપર ડેમમાં 0.33 ફુટ પાણી આવ્યુ છે. સસોઈ 2માં 17 ફુટ પાણી આવ્યુ છે. સાર્વત્રિક વરસાદથી જળાશયમાં ધીમીધારે નવા પાણીની આવક શરૂ થઇ છે. બ્રાહ્મણી બેમાં 0.49 ફૂટ પાણી આવ્યુ છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ચેક ડેમો ઓવરફ્લો થવાની શક્યતા છે. ધોધમાર વરસાદ પડશે તો આ વિસ્તારની અંદર આવેલ ડેમો ઓવરફ્લો થશે. રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ચોમાસા અગાઉ જ સરદાર સરોવર ડેમની સપાટી 123.38 મીટર નોંધાઈ છે. જો કે સરદાર સરોવર ડેમમાં 94,405 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. પાવરહાઉસમાંથી નર્મદા કેનાલમાં પાણીની જાવક 5,365 ક્યૂસેક છે. પાવરહાઉસમાંથી નર્મદા નદીમાં પાણી છોડાવવાની શક્યતા છે.

પવારનો ઠાકરેને CMનો ચહેરો માનવા ઇનકારઃ શું તૂટી જશે MVA?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબર આસપાસ યોજાવાની શક્યતા છે. રાજ્યમાં રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા અત્યારથી કવાયત શરૂ કરી દીધી છે.  NDA સરકારે મતદારોને રીઝવવા માટે ગરીબ મહિલોને રૂ. 1500 પ્રતિ માહ આપવાની જાહેરાત કરી છે, પણ બીજી બાજુ MVA સરકાર સત્તામાં આવશે તો કોણ બનશે CM? આ સવાલનો જવાબ અત્યાર સુધી MVAના નેતાઓ કે તેમના ઘટક પક્ષો તરફથી નથી મળ્યો. આ એક એવો સવાલ છે, જેને રાજ્યની જનતા જાણવા ઇચ્છે છે.

રાજ્યમાં NCPના વડા શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને MVAનો CM ચહેરો માનવાથી ઇનકાર કરી દીધો છે. પવારના આ નિવેદન પછી રાજકીય ગલિયારામાં કેટલાય પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચા એ પણ છે કે શું MVA ગઠબંધન વેરવિખેર થશે કે શું?

શિવસેના (ઉદ્ધવ જૂથ) એ વાત પર ભાર મૂકી રહ્યું છે કે ઉદ્વ ઠાકરેને રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે મહા વિકાસ આગાડી (MVA)ના CM પદના ચહેરા તરીકે રજૂ કરવામાં આવવા જોઈએ, જ્યારે NCP પ્રમુખ શરદ પવારે શનિવારે કોઈ પણ વ્યક્તિને CM ચહેરા તરીકે રજૂ કરવાના વિચારને ફગાવી દીધો હતો.

કોલ્હાપુરમાં પત્રકારોએ પવારને સવાલ કર્યો કે શિવસેનાના સાંસદ સંજય રાઉત એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે ઠાકરેને MVAના CMપદે પ્રોજેક્ટ કરી રહ્યા છે, ત્યારે આ સવાલના જવાબમાં પવારે કહ્યું હતું કે અમારુ ગઠબંધન અમારો સામૂહિક ચહેરો છે. એક વ્યક્તિ અમારા CMપદનો ચહેરો નહીં બની શકે. સામૂહિક નેતૃત્વ અમારી ફોર્મ્યુલા છે.

 

NEET પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીએ આપ્યું નિવેદન

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિવાદ પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ NEET મુદ્દે ચર્ચા કરવા માંગતી નથી, તેઓ તેનાથી ભાગી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ માત્ર અરાજકતા અને સરકારી તંત્રના કામકાજમાં અવરોધ ઊભો કરવા માંગે છે. કોંગ્રેસ જે મુદ્દે ચર્ચા કરવા માંગે છે તેના પર પ્રમુખે પોતે વાત કરી છે. સરકાર વતી મેં સ્પષ્ટ કહ્યું કે અમે તેઓ છે. કોઈપણ પ્રકારની ચર્ચા માટે તૈયાર છે, પરંતુ કોંગ્રેસ વિદ્યાર્થીઓના મુદ્દા પર વાત કરવા માંગતી નથી તેઓ અરાજકતા અને ભ્રમ પેદા કરવા માંગે છે જેથી મુદ્દો સળગતો રહે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આરોપ લગાવતા કહ્યું કે, આવા મુદ્દા 2014 પહેલા પણ સામે આવ્યા છે, પરંતુ હું તેને યોગ્ય ઠેરવતો નથી. ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ કે રાધાકૃષ્ણનના નેતૃત્વમાં NTAમાં સુધારાની શરૂઆત કરવામાં આવી છે. અમે આ મુદ્દાના ઉકેલ માટે નવો કાયદો બનાવ્યો છે અને સમગ્ર મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. NEET-PGની નવી તારીખો સોમવાર-મંગળવાર સુધીમાં જાહેર કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે NTA ના મહાનિર્દેશકની બદલી કરી અને પરીક્ષા પ્રક્રિયામાં સુધારાની ભલામણ કરવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ વધારવા અને NTAની રચના અને કામગીરીની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી.

ફાઈનલ પહેલા સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

બાર્બાડોસમાં શનિવારે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો ભારત સામે થશે. વિરાટ કોહલીનું ફોર્મ ભારત માટે ચિંતાનો વિષય છે. વિરાટે અત્યાર સુધી સાત ઇનિંગ્સમાં માત્ર 75 રન બનાવ્યા છે. વર્લ્ડ કપ ફાઈનલ માટે પ્લેઈંગ ઈલેવનમાં તેના સમાવેશને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કોહલીના ફોર્મ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.

સચિન અને રાહુલ દ્રવિડની શ્રેણીમાં રાખવામાં આવ્યા

બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખે તો ત્યાં સુધી કહ્યું કે કોહલી ભારતના દિગ્ગજ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડની શ્રેણીમાં આવે છે અને તેમને આશા હતી કે ઓપનર કેન્સિંગ્ટન ઓવલ ખાતે યોજાનારી ફાઇનલમાં મોટી ઇનિંગ્સ રમશે. સૌરવ ગાંગુલીએ આ માટે ગયા વર્ષે રમાયેલા ODI વર્લ્ડ કપનો ઉલ્લેખ કર્યો હતો.

રોહિત શર્માએ પણ કોહલીનો બચાવ કર્યો

આ પહેલા ગુરુવારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ કોહલીનો બચાવ કર્યો હતો. જ્યારે તે રીસ ટોપલીના બોલ પર આઉટ થતા પહેલા ઈંગ્લેન્ડ સામે માત્ર 9 રન બનાવી શક્યો હતો.

આ છે પ્રથમ ભારતીય મહિલા ફિલ્મ ડિરેક્ટર, જેણે એશિયન સિને ફંડ મેળવ્યું

મુંબઈ: ભારતીય ફિલ્મ ‘સેડ લેટર્સ ઓફ એન ઈમેજિનરી વુમન’ દક્ષિણ કોરિયાના પ્રતિષ્ઠિત એશિયન સિને ફંડ (ACF) માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર એશિયાના સૌથી મોટા ફિલ્મ ફેસ્ટિવલ બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે.બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલે ગુરુવારે આની જાહેરાત કરી છે. ફિલ્મના દિગ્દર્શક નિધિ સક્સેના પ્રથમ ભારતીય મહિલા દિગ્દર્શક છે જેમની ફિલ્મને ACF એટલે કે એશિયન સિને ફંડ મળ્યું છે.

ફિલ્મ ડિરેક્ટર નિધિ વિશે વાત કરીએ તો, તે જયપુરના રહેવાસી છે.નિધિ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) 2017 બેચ (T.V. રાઇટિંગ ડિપ્લોમા)ની ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.’સેડ લેટર્સ ઓફ એન ઈમેજિનરી વુમન’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. નિધિ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન માટે આવતા મહિને સાઉથ કોરિયા જશે અને કામ પૂરું થયા બાદ ઓક્ટોબરમાં બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર કરશે.

નિધિ સિવાય, ત્રણ વધુ નિર્દેશકોને આ ભંડોળ મળ્યું છે, જેમાંથી બે કોરિયન અને એક ચીની ફિલ્મ નિર્માતા છે. ફંડ મેળવનાર નિધિ એકમાત્ર ડિરેક્ટર છે, જે પ્રથમ ભારતીય મહિલા ડિરેટકર બની ગયા છે. આ ફંડ હેઠળ, તે ફિલ્મના રંગ અને ડીઆઈ, સાઉન્ડ મિક્સિંગ, અંગ્રેજી સબટાઈટલ સ્પોટિંગ અને ડીસીપી બનાવટ જેવી પોસ્ટ-પ્રોડક્શન સેવાઓ પ્રદાન કરે છે.

નિધિ સક્સેનાએ ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું,’આ ફિલ્મ વાસ્તવમાં ત્રણ દેશોના પ્રોડક્શનમાં બની છે. ભારત, શ્રીલંકા અને કોરિયા. ભારતીય ફિલ્મને આ ફંડ 34 વર્ષ પહેલા મળ્યું હતું. જોકે તે સમયે તે ફિલ્મના દિગ્દર્શક એક પુરુષ હતા. હવે આ પહેલીવાર છે જ્યારે કોઈ મહિલાને આ ફંડ મળ્યું છે.

ફિલ્મની સ્ટોરી મહિલા કેન્દ્રિત છે. ફિલ્મ ભારતીય સમાજમાં મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા જટિલ બોજ પર પ્રાયોગિક ધ્યાન છે. તે બે સ્ત્રીઓ પર કેન્દ્રિત છે જેઓ ક્ષીણ થઈ રહેલા પૈતૃક મકાનમાં રહે છે જે તેમની ભાવનાત્મક સ્થિરતાને પ્રતિબિંબિત કરે છે. આઘાત સાથે ઝઝૂમી રહેલી બંને સ્ત્રીઓ પીડાથી બચવા માટે અલગ-અલગ રસ્તાઓ શોધે છે જ્યાં સુધી તેઓ કોઈ એવી વસ્તુથી ઠોકર ન ખાય જે તેમના જીવનને કાયમ માટે બદલી શકે.

ફિલ્મની સ્ટોરીને પુરો ન્યાય માટે નિધિ અને તેની માતા અમદાવાદમાં એક જુના હેરિટેજમાં ચાર મહિના રહ્યાં હતા. જેથી તે ફિલ્મના સેટને સારી રીતે સમજી શકે. નિધિએ આ અંગે કહ્યું હતું કે કે એક સ્વપ્ન જેવું વાતાવરણ બનાવવા માંગતી હતી. જયાં યાદો અને વર્તમાન વાસ્તવિકતાઓ એક સાથે રહે.

T20 વર્લ્ડ કપ : ફાઇનલમાં ભારત-આફ્રિકાનો મહામુકાબલો

T20 વર્લ્ડ કપ 2024 ની ફાઇનલ આજે રાત્રે 8 વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બાર્બાડોસમાં રમાશે. ફાઈનલ મેચ દરમિયાન વરસાદની 51% શક્યતા છે. એક દિવસ પહેલા પણ બ્રિજટાઉનમાં ભારે વરસાદ પડ્યો હતો. ટોસ બાદ પણ મેચ સમયસર શરૂ ન થાય તેવી પુરી શક્યતા છે. જો વરસાદના કારણે આ મેચ રમી શકાતી નથી, તો રિઝર્વ ડે એટલે કે 30મી જૂને ફરીથી તે જ સ્ટેડિયમમાં રમાશે. ભારત બીજી વખત ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે અને દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ચેમ્પિયન બનવાનો પ્રયાસ કરશે.

ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે

રોહિત શર્મા અંતિમ મેચમાં ફેરફાર કરી શકે છે. મિડલ ઓર્ડર બેટ્સમેન શિવમ દુબેની જગ્યાએ સંજુ સેમસન અથવા યશસ્વી જયસ્વાલને તક મળી શકે છે.

ભારત અને દક્ષિણ આમને સામને

T20 ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા પર ભારતનો દબદબો છે. બંને વચ્ચે કુલ 26 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 14 અને આફ્રિકાએ 11માં જીત મેળવી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. ટી-20 વર્લ્ડ કપમાં પણ ભારતનો સાઉથ આફ્રિકા પર દબદબો છે. બંને ટીમો 6 વખત સામસામે આવી ચુકી છે જેમાં ભારત ચાર મેચ જીત્યું છે જ્યારે દક્ષિણ આફ્રિકા બે મેચ જીત્યું છે.

બાર્બાડોસમાં વરસાદની શક્યતા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. જ્યારે મેચ શરૂ થશે ત્યારે વરસાદની 51 ટકા શક્યતા છે.