રાંચીઃ ઝારખંડના ભૂતપૂર્વ હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલા હેમંત સોરેનને જામીન આપ્યા છે. કોર્ટે 13 જૂને ચુકાદો અનામત રાખ્યો હતો. તેઓ સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવશે.
ઝારખંડના ભૂતપૂર્વ CM હેમંત સોરેનની જમીન કૌભાંડ કેસમાં આરોપી જામીન અરજી પર હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ પહેલાં 13 જૂને સુનાવણીમાં ED અને બચાવ પક્ષ તરફથી ચર્ચા પૂરી કરવામાં આવી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો.
EDની ટીમે કથિત જમીન કૌભાંડ કેસની તપાસ કરવા 30મી જાન્યુઆરીએ દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત સોરેનના નિવાસસ્થાને પહોંચી હતી. EDના સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડામાં રૂ. 36 લાખની રોકડ જપ્ત કરવામાં આવી હતી. હરિયાણા નંબર પ્લેટવાળી BMW કાર પણ મળી આવી હતી જે ‘બેનામી’ નામથી રજિસ્ટર્ડ છે.
હેમંત સોરેનની જામીન અરજી પર હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંગોન મુખોપાધ્યાયની કોર્ટમાં સુનાવણી થઈ હતી. હેમંત સોરેનની લેન્ડ સ્કેમ કેસમાં 31 જાન્યુઆરીની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આ કેસમાં અફસર અલી, જેએમએમ નેતા અંતુ તિર્કી, પ્રિયરંજન સહાય, વિપિન સિંહ અને ઇરશાદ સહિત અન્ય 22 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. 
શું છે મામલો?
રાંચીમાં સેનાના કબજાવાળી જમીનના સંબંધમાં ટેક્સ કમિશનરે સરકારને રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે નકલી નામ અને સરનામાને આધારે સેનાની જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. નવેમ્બર-2022માં ઉદ્યોગપતિ વિષ્ણુ અગ્રવાલ, અમિત અગ્રવાલના ઠેકાણાંઓ પર દરોડા પડાયા હતા, જેમાં EDને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથ લાગ્યા હતા.
આઠ જુલાઈ, 2022એ CMના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં EDને CM હેમંત સોરેનના બેંક એકાઉન્ટ સંબંધિત ચેક બુક મળી હતી. ત્યાર બાદ તેમનું નામ આ કેસમાં જોડવામાં આવ્યું હતું.








એ વ્યક્તિ સાથે તમે અચાનક એક ઊંડા જળાશયમાં પડી જાવ છો. તમે સહુથી પહેલા શું કરશો? આ પ્રશ્નના પણ ઘણા જવાબો હોઈ શકે. પણ સાચો જવાબ છે કે તમે શ્વાસ લેવા ઉપર આવવા પ્રયત્ન કરશો. એનો અર્થ છે કે કોઈ પણ વ્યક્તિ સહુથી પહેલા પોતાની જાતને બચાવવા પ્રયત્ન કરે છે. જો વિચારવાનો સમય મળે તો અન્ય ઘટના વિચારી શકાય. તેથી જ કદાચ આપણા ગ્રંથોમાં પ્રતિષ્ઠા, ધન, વૈભવ વિગેરેને ક્ષણિક સુખ માનવામાં આવે છે. વધારે ધન સુખ ભલે ન આપી શકે પણ અન્યનું સુખ ઓછુ કરવામાં મદદ જરૂર કરી શકે.



કરવામાં આવે છે. આ બધા રિસર્ચ રિપોર્ટ એવા છે કે જેવી રીતે વિશાળ મેદાનની તથા વચ્ચે ક્યાંક અંગારા, ક્યાંક કાદવ અને ક્યાંક કાંટા પાથરી દેવામાં આવે. તથા વચ્ચે ધુંટણથી ચાલતા બાળકોને છોડી દેવામાં આવે. આમ કરવાથી કેટલાક બાળકો કાદવ વાળા થઈ જશે. કેટલાક બાળકો કાંટાથી લોહી લુહાણ થઈ જશે. જ્યારે કેટલાક બાળકો અગ્નિમાં દાઝી જશે. ત્યારબાદ પરિણામ કાઢવું કે કાદવ, અગ્નિ તથા કાંટાથી આકર્ષિત થવા વાળા બાળકોની ટકાવારી આટલી રહી. કેવું હાસ્યસ્પદ છે! આ બુદ્ધિના દેવાળિયાપનને સિદ્ધ કરે છે. કારણ કે વિકલ્પના અભાવમાં વ્યક્તિ જે વસ્તુને પસંદ કરે છે તેને યોગ્ય નિર્ણય માનવામાં નથી આવતો.