Home Blog Page 1697

શું છે સ્પેશિયલ મેરેજ એક્ટ? જે એક્ટ હેઠળ સોનાક્ષીએ કર્યા લગ્ન

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને અભિનેતા ઝહીર ઈકબાલના લગ્ન બાદ સ્પેશિયલ મેરેજ એક્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. 1954માં બનેલો આ કાયદો સમાજની પરંપરાગત રીતોથી અલગ ધર્મ અથવા દેશની વ્યક્તિ સાથે લગ્ન કરનારાઓને સુરક્ષા પ્રદાન કરે છે. સોનાક્ષી-ઝહીર પહેલા પણ બોલિવૂડમાં ઘણા કલાકારો અને અભિનેત્રીઓએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા છે. કરીના કપૂર ખાન- સૈફ અલી ખાન અને સોહા અલી ખાન- કુણાલ ખેમુએ પણ આ કાયદા હેઠળ લગ્ન કર્યા હતા. ત્યારે જાણીએ કે સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે, તેની શું જોગવાઈઓ છે, આ કાયદા દ્વારા કોણ લગ્ન કરી શકે છે અને લગ્ન પછી પતિ-પત્નીને કયા અધિકારો મળે છે.

(Photo: IANS)

સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ અલગ-અલગ ધર્મ, દેશો અથવા કોઈપણ ધર્મમાં માનતા ન હોય તેવા લોકો એકબીજા સાથે લગ્ન કરી શકે છે. આ કાયદો આવા લગ્નોને માન્યતા આપે છે અને લગ્ન કરનાર લોકોને કાનૂની રક્ષણ પૂરું પાડે છે. ઈન્ડિયા ટીવી ડોટ.કૉમના અહેવાલ મુજબ વકીલ સંજય ચઢ્ઢાના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ મેરેજ એક્ટ વિવિધ ધર્મો અને જાતિના લોકો વચ્ચેના વૈવાહિક સંબંધોને કાનૂની માન્યતા આપે છે. આ કાયદા દ્વારા બે અલગ-અલગ ધર્મના લોકો ધર્મ બદલ્યા વિના લગ્ન કરી શકશે. તેમને હિંદુ-મુસ્લિમ કે અન્ય કોઈ રીતે લગ્ન કરવાની જરૂર નથી.

સ્પેશિયલ મેરેજ એક્ટ માટે મહત્વની બાબતો

  • સ્પેશિયલ મેરેજ એક્ટ દ્વારા લગ્ન કરવા માટે બંને લોકોની કાયદેસરની ઉંમર હોવી જરૂરી છે.
  • છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • લગ્ન કરનાર બંને વ્યક્તિની માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ
  • લગ્ન સમયે બંને અપરિણીત અથવા છૂટાછેડા લીધેલા હોવા જોઈએ. આ બંને પાસે પહેલાથી જ કોઈ અન્ય પાર્ટનર ન હોવો જોઈએ.
  • લગ્નના 30+ દિવસ પહેલા અધિકારી પાસે જઈને આ માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

લગ્ન કેવી રીતે થાય છે?

સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન મેરેજ ઓફિસરની સામે થાય છે. લગ્ન અધિકારી સામાન્ય રીતે સબ-રજિસ્ટ્રાર હોય છે. આ સાથે લગ્ન સમયે ત્રણ સાક્ષીઓ પણ હાજર હોય છે. આ સમયગાળા દરમિયાન, કોઈપણ ધર્મ અનુસાર કોઈ ધાર્મિક વિધિઓ થતી નથી. ઔપચારિકતા પૂર્ણ થયા પછી, લગ્ન અધિકારી લગ્ન પ્રમાણપત્ર જારી કરે છે.

પતિ-પત્નીને કયા અધિકારો છે?

અન્ય લગ્નની જેમ, વિશેષ લગ્નમાં પણ પતિ-પત્નીને સમાન અધિકાર હોય છે. બંને કાનૂની સુરક્ષા અને મિલકત પણ વહેંચે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નના 30 દિવસ પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. આનાથી લગ્નને કાનૂની માન્યતા મળે છે અને લગ્નનો પુરાવો પણ બને છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદમાં રજૂ કર્યું મોદી સરકાર 3.0નું વિઝન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદનાં સંયુક્ત સત્રને સંબોધિત કરતાં નવી સરકારનો રોડમેપ રજૂ કર્યો હતો. ભારત ઝડપથી વધતું અર્થતંત્ર છે. આર્થિક વિકાસને વેગ આપવામાં આવશે. આ વખતે બજેટમાં ઐતિહાસિક પગલાં જોવા મળશે. દેશના વિકાસ માટે આર્થિક સુધારાને ઓર તેજ કરવામાં આવશે, એમ તેમણે મોદી સરકાર 3.0નું વિઝન રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિએ આગામી પાંચ વર્ષ માટે નવી સરકારના રોડમેપની રૂપરેખા રજૂ કરી હતી.

18મી લોકસભા પર રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સરકારે સેવા અને સુશાસનની ચળવળ ચલાવી છે. 18મી લોકસભા અમૃતકાળનાં પ્રારંભના વર્ષોમાં સ્થાપિત થઈ છે. તેમણે અર્થતંત્રથી માંડીને જળવાયુ પરિવર્તન અને રોજગારથી માંડીને પેપરલીક સુધીના મુદ્દા ભાષણમાં આવરી લીધા હતા. પેપરલીક મુદ્દે તેમણે કહ્યું હતું કે અમારી સરકાર નવો કાયદો લાવી છે.  તેમણે ઇમર્જન્સીનો બંધારણ પરનો સૌથી મોટો હુમલો ગણાવ્યો હતો.

તેમના ભાષણમાં મુખ્ય વાતો નીચે મુજબ હતીઃ

  • દેશમાં નેશનલ હાઇવે બે ગણી ઝડપથી વધી રહ્યા છે.
  • ઉત્તર-પૂર્વ દક્ષિણી ભારતની બુલેટ ટ્રેન કોરિડોર માટે ફિઝિબિલિટી પર કામ કરવામાં આવી રહ્યું છે.
  • એપ્રિલ, 2014માં દેશમાં 209 એરલાઇન્સ રૂટ્સ હતા, જે એપ્રિલ 2024માં વધીને 605 થયા છે, જેનાથી ટિયર ટૂ અને ટિયર થ્રી શહેરોને લાભ થયો છે.
  • સરકાર ગ્રીન એનર્જી અને ગ્રીન મોબિલિટી પર મોટાં લક્ષ્યાં સાથે કામ કરી રહી છે.
  • પ્રદૂષણ અને સ્વચ્છ શહેરો પર છેલ્લાં 10 વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે.
  • રિફોર્મમ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના સંકલ્પે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનાવ્યું છે.
  • PM કિસાન નિધિ હેઠળ રૂ. 3.20,000 કરોડ આપવામાં આવ્યા છે. નવી સરકારના કાર્યકાલના પ્રારંભમાં જ ખેડૂતોને રૂ. 20,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે. ખરીફ પાકોની MSPમાં રેકોર્ડ વધારો કરવામાં આવ્યો છે. ઓર્ગેનિક ઉત્પાદનોની માગને જોતાં સપ્લાય ચેઇનને મજબૂત કરવામાં આવી રહી છે.
  • ભારત વિશ્વના આર્થિક ગ્રોથમાં 15 ટકાનું યોગદાન આપી રહ્યો છે.
  • સરકાર દ્વારા ઉત્પાદન, સર્વિસિઝ અને કૃષિ ક્ષેત્રે મહત્ત્વ આપી રહી છે.
  • CAA હેઠળ સરકારે શરણાર્થીઓને નાગરિકતા આપવાનું શરૂ કર્યું.
  • સરકાર પેપર લીક તપાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે. સરકાર પેપરલીક પર કાયદો લઈને આવી છે. પરીક્ષાઓની નિષ્પક્ષતા બહુ જરૂરી છે. પેપર લીકની નિષ્પક્ષ તપાસ થશે.
  • ત્રણ કરોડ મહિલાઓને લખપત્ દીદી બનાવવા માટે વ્યાપક ઝુંબેશ ચલાવાશે.
  • સોલર પેનલ માટે પ્રતિ પરિવાર રૂ. 78,000 સુધીની સરકારી મદદ.

 

આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો. કથિત લિકર પોલિસી નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલ  CBI કસ્ટડીમાં છે. મુર્મુના ભાષણ પછી સત્તારૂઢ પક્ષના સાંસદો આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યાર બાદ વડા પ્રધાન મોદી બીજી કે ત્રીજી જુલાઈએ આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે.

 

 

 

 

 

 

જાણી લો ક્યારેય ડ્રાય ન થતી હેપી-બેટરી વિશે

માનવજીવનની મોટામાં મોટી સફળતા કઈ છે, જાણો છો?

-અને સવાલ નંબર બેઃ આ સૌથી મોટી સફળતા મેળવવી કેવી રીતે?

સવાલ નંબર એકનો જવાબ પહેલાઃ ચોવીસે કલાક ને સપ્તાહના સાતેય દિવસ તમે ખુશ રહો, તમારા જીવનમાંથી ક્યારેયે આનંદની બાદબાકી ન થાય એ છે સૌથી મોટી, સૌથી મહત્વની સફળતા. દિવેલ પીધા વગર દિવસમાં 4-5 વખત તમારું મોઢું કડવું થઈ જતું હોય તો એ છે મનની નિર્બળતા.

એમ કહેવાય છે કે જીવનમાં કંઈ ખરાબ બને એની અસર માનવી પર 10 જ ટકા થાય છે, બાકીની 90 ટકા તો જે કંઈ બની ગયું એની સાથે તમે કેવી રીતે પનારો પાડો છો, એના વિશે શું વિચારો છો એના પર આધારિત છે. ચડતી ને પડતી, સુખ ને દુઃખ એ તો જીવનનો ક્રમ છે.

આપણે વાત કરીએ સંબંધની. મોટા ભાગની વ્યક્તિ એવું માની લેતી હોય છે કે મને જે વ્યક્તિ ગમી ગઈ એ મારા માટે જ સર્જાઈ છે. આવી ગેરમાન્યતાને લીધે જ સુસાઈડ થતી હોય છે, મર્ડર થતાં હોય છે. મનગમતી વ્યક્તિ જીવનમાં આવી કે જતી રહી એ બધો પ્રારબ્ધનો ખેલ છે, ઈશ્વરની ઈચ્છા છે. તમે શા માટે અકળાઈ જાઓ છો? યાદ રહે, કોઈ પણ પરિસ્થિતિમાં મનની સ્થિતિને અને આંતરિક આનંદને ઈજા પહોંચવી જોઈએ નહીં. કેમ કે, વ્હોટેવર ડન ઈઝ ડન. ઈટ કેનૉટ બી અનડન. ઈવન યુ ગો ટુ લંડનઃ ઢોળાયેલા દૂધ પર અફસોસ શીદને કરવો?

હા, સંબંધ જોડવાના પ્રયત્ન જરૂર કરવા. પરંતુ અથાગ પ્રયત્નો પછી પણ સફળતા ન મળે તો હાથ ઊંચો કરી, એને ગુડ બાય કહી દોઃ ભગવાન તારું ભલું કરે, તારી પ્રગતિ થાય એ માટે શુભેચ્છા. આટલું કહી મોબાઈલમાંથી એનો નંબર ડીલીટ કરી નાખવાનો, કારણ કે નંબર ભૂલથી જોવાઈ જશે તો ફરી એ જૂની યાદો તાજી થશે, ફરી મન અસ્થિર થવા માંડશે.

કહેવાનું એ કે સંબંધમાં કે પછી વ્યવસાયમાં આવા પ્રશ્નો આવે ત્યારે સ્થિરતા ખૂબ જરૂરી છે. નહીંતર આંતરિક દુઃખમાંથી તમે બહાર જ નહીં આવી શકો. પરમ પૂજ્ય પ્રમુખસ્વામીના યુનોથી લઈને કેનેડિયન પાર્લમેન્ટ તથા દેશ-વિદેશમાં કંઈકેટલાં સમ્માન થયાં છે તો સામે એમનાં મોઢામોઢ અપમાન પણ થયાં છે. એક વાર સ્વામી મુંબઈમાં હતા, એમને 102 ડિગ્રી તાવ હતો ત્યારે એક બહુ મોટા ગજાની વ્યક્તિએ એમનું હળાહળ અપમાન કર્યું. લગભગ એક કલાક એ બોલતા રહ્યા. સ્વામીની સાથે સતત રહેતા વડીલ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામીએ એમને અટકાવવાના પ્રયત્ન કર્યા ત્યારે સ્વામીએ કહ્યું કે, “એમને જે બોલવું છે એ બોલી લેવા દો.” આમ ને આમ રાતના સાડાઆઠ વાગી ગયા. પેલા ભાઈની વાત પૂરી થઈ એટલે સ્વામીશ્રીએ સેવકને એટલું જ કહ્યું કે “જમવાનો સમય છે તો આમને જમાડીને મોકલજો.” આ છે સ્થિરતા.

યાદ રાખજો કે કોઈ તમારા ભારોભાર વખાણ કરે અને એનાથી તમે ફુલાઈ જાઓ તો પછી કોઈ તમારું નાનું સરખું અપમાન કરે ત્યારે તમે લેવાઈ જશો એ નક્કી. પ્રમુખસ્વામી કહેતા કે “કોઈ તમને કહે કે તું સાવ ગધેડા જેવો છું ત્યારે આંખો મીંચીને વિચારજો કે કે શું મારા કાન લાંબા છે? મારે ચાર પગ છે? મને પૂંછડી છે? મારું શરીર ધોળુંધબ્બ છે? નથીને? તો તમે ગધેડા નથી. શું કામ એનું મન પર લેવું? ધારો કે તમારું નામ મુકેશ છે અને કોઈ તમને કહે કે મહેશ, જરી અહીં આવ તો તમે શું કહેશો? હું મહેશ નહીં, પણ મુકેશ છું. અર્થાત્ તમે જે નથી એ નથી. તમે ગર્દભ નથી જ નથી. “

આમ, માન-અપમાનમાં સ્થિરતાનું વલણ રાખશો તો ક્યારેય દુઃખી નહીં થાઓ, સદાયે આનંદમાં રહેશો અને આ છે તમારી સૌથી મોટી સિદ્ધિ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સુવિચાર – ૨૭ જૂન, ૨૦૨૪

૨૭ જૂન, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 27/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

પંચાંગ 27/06/2024

BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમને એઈમ્સના જેરીયાટ્રિક વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડાતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની અનોખી કંકોત્રી

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા તૈયાર છે. લગ્ન પહેલા અનંત અને અંબાણી પરિવારે લગ્નના કાર્ડનું વિતરણ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ નીતા અંબાણી પોતાના પુત્રના લગ્ન માટે બાબા વિશ્વનાથને આમંત્રણ આપવા કાશી આવી હતી. હવે અનંત-રાધિકાના લગ્નના કાર્ડની એક ઝલક પણ સામે આવી છે.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નનું કાર્ડ સ્મૃતિ રાકેશે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું હતું. અનંત-રાધિકાના લગ્નના કાર્ડમાં મહેમાનો માટે ખાસ ભેટ પણ હતી. લાલ બોક્સમાં ચાંદીનું મંદિર હતું જેમાં ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની સોનાની મૂર્તિઓ હતી. આ કાર્ડ સાથે ચાંદીની પેટી પણ હતી.

 

ગુજરાત: અમદાવાદથી ગાંધીનગર વચ્ચે જુલાઈથી શરુ થશે મેટ્રો ટ્રેન

ગુજરાતમાં અમદાવાદથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન ટૂંક સમયમાં શરૂ થઇ જશે. જેમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રોને લઇ મહત્વના સમાચાર આવ્યા છે. તેમાં આજે સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ છે. તેમજ મેટ્રો રેલ સેફ્ટી કમિશનર આર.કે.મિશ્રાએ સમીક્ષા કરી છે. તથા મોટેરાથી સેક્ટર 1 સુધીનો રુટ શરુ થશે. તેમાં આજે રુટના સેફ્ટી ટ્રાયલની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

ગાંધીનગર અમદાવાદ મેટ્રો રુટ જુલાઈથી શરુ થશે. આજે રુટના સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરાઈ છે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફટી આર.કે.મિશ્રા ગાંધીનગરમાં છે તેથી સેફટી ઈન્સપેકશન બાદ કોમર્શિયલ વપરાશ આવતા મહિને શરુ થશે. રાજ્યમાં સૌથી મહત્વના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીની કામગીરી અંતિમ ચરણમાં પહોંચી રહી છે. અગાઉ આ માટે ગાંધીનગરના 32 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા આઈકોનિક મોડલ રોડના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી-ટ્રાયલ શરૂ કરી દેવાઇ છે. તેમજ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે.