Home Blog Page 1698

રાજ્યમાં જામ્યું ચોમાસું, જાણો કયા જિલ્લા પર થઈ મેઘમહેર..

રાજ્યમાં ચોમાસું જામી ચૂક્યું છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ માટે સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતાના લગભગ વિસ્તારમાં ગાજવીજ સાથે સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે. ત્યારે આજની વાત કરવામાં આવે તો, આજે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે.

 રાજ્યમાં સવારના 6 વાગ્યાથી લઈ બપોરના 4 વાગ્યા સુધીમાં લગભગ 18 તાલુકામાં વરાસદ નોંધવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. ગઈકાલે જિલ્લામાં સારો થવાથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ સુત્રાપાડા અને તાલાલા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બપોર બાદ અનરાધાર વરસેલા વરસાદના પગલે સર્વત્ર પાણી પાણીની સ્થિતિ જોવા મળી રહી હતી. વેરાવળ શહેરમાં પણ બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે મેઘરાજા ધોધમાર વરસી પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.

અંજારમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંજારમાં ચાર કલાકમાં લગભગ એક ઇંચ વરસાદ વરસી જતા રસ્તા પર પાણીની નદીઓ વહી હતી. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ચોમાસાની ઋતુની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. ત્યારે ગત રવિવારે રાતથી સોમવારે સવાર સુધીમાં વરસી ગયેલા ચાર ઈંચ વરસાદ બાદ ગઈકાલે મંગળવારે પણ ગાજવીજ સાથે વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. ચૂડા તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો હતો. જેના લીધે તંત્ર દ્વારા નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા છે. તો બીજી બાજું ગઈકાલે યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી વેહતુ થયું હતું. અંબાજીમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે દુકાનોમાં પાણી ઘુસ્યા હતા. ધારી પંથકના ગીર કાંઠાના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેથી જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં ઘોડાપુર. શેત્રુંજી નદીના પુર જોવા સ્થાનિકો ઉમટી પડ્યા હતા.

ભારતમાં થઈ રહેલી સાઇબર છેતરપિંડીના તાર પાકિસ્તાન સુધી

નવી દિલ્હીઃ પાકિસ્તાન કનેક્શનવાળા બિહારના બે સાઇબર ઠગોની પોલીસે ધરપકડ કરી છેં. આ ઠગો ચંપારણના રહેવાસી છે અને તેમની પટનાથી પોલીસે ધરપકડ કરી છે. સાઇબર ઠગનો આ કેસ પાકિસ્તાનથી જોડાયેલો છે.  પાકિસ્તાનમાં બેઠાં-બેઠાં ભારતમાં આ ઠગો પોતાના માણસોને ઓપરેટ કરી રહ્યા હતા.

ભારતમાં હાજર ઠગોનું એકાઉન્ટ ખોલાવીને પાકિસ્તાનમાં બેઠાં-બેઠાં આ બદમાશો સાઇબર છેતરપિંડીનો શિકાર બનાવે છે. આ જ એકાઉન્ટમાં તેઓ પૈસા મગાવે છે. કટિહારમાં CSP કેન્દ્ર ખોલવાને નામે હાલના દિવસોમાં સાઇબર ઠગી થઈ હતી. કટિહાર પોલીસે આ છેતરપિંડીના બંટી-બબલી નેસ્તાક આલમ અને ઇશાકુમારીની ધરપકડ કરી હતી. જે પછી આ મામલે બંને જણે ગુનો કબૂલી લીધો હતો. આ લોકોની પાસેથી પોલસને અલગ-અલગ બેન્કોનાં 16 ATM કાર્ડ, રૂ. 8000, છ મોબાઇલ, છ સિમ કાર્ડ, સોના-ચાંદીના કેટલાંક ઘરેણા પણ જપ્ત કર્યા હતાં. નિસ્તાક આલમે સરહદ પાર સાઇબર ક્રાઇમની જાળનો ઓપરેશનલ અડ્ડો પાકિસ્તાનમાં હોવાની વાત કબૂલી હતી. તેમની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી સાઇબર છેતરપિંડીનો મામલો પાકિસ્તાન સાથે જોડાયેલો છે.

ભારતમાં હાજર સાગરિતોનાં ખાતા ખોલાવીને, પાકિસ્તાનમાં હેન્ડલર્સ, લોકોને સાયબર છેતરપિંડીનો શિકાર બનાવે છે. સરગણા આ ખાતાઓમાં પૈસા મોકલે છે અને પછી તે રકમના 10 ટકા ભારતીય સાગરિતને આપે છે અને બાકીના પૈસા હવાલા અથવા અન્ય માધ્યમથી લઇ લે છે. પાકિસ્તાની એજન્ટોનો આનો ઉપયોગ દેશના કોઈ ગુપ્ત દસ્તાવેજો કે રેકી માટે કરી રહ્યા છે તેવા સવાલના જવાબમાં સાયબર ડીએસપી સદ્દામ હુસૈને કહ્યું હતું કે આ સમગ્ર મામલો પણ તપાસ હેઠળ છે. પોલીસ દેશની મોટી એજન્સીઓ સાથે મળીને આ અંગે વધુ તપાસ કરશે.

 

 

 

 

 

આ બ્લોકબસ્ટર ફિલ્મને બનાવતાં બનાવતાં દેવાંમાં ડૂબ્યા હતા યશ જોહર

મુંબઈ:મહાન ફિલ્મ સર્જક યશ જોહરની આજે પુણ્યતિથિ છે. તેમણે 26 જૂન 2004ના રોજ 74 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. યશ જોહરના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. પોતાના કરિયરમાં તેમણે કેટલીક શાનદાર ફિલ્મો આપી છે. લોકેશન હોય કે તેની ફિલ્મોના ગીતો હોય, તે બધાએ દર્શકોના દિલ જીતી લીધા અને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો. ધર્મા પ્રોડક્શનના સ્થાપકે હિન્દી સિનેમાને ઘણી મહાન ફિલ્મો આપી છે, જેમાંથી એક ‘કભી ખુશી કભી ગમ’ છે. 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મ વર્ષની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરૂખ ખાન, કાજોલ, કરીના કપૂર, રિતિક રોશન અને રાની મુખર્જી જેવા કલાકારો જોવા મળ્યા હતા. પરંતુ, શું તમે જાણો છો કે આ ફિલ્મ બનાવતી વખતે યશ જોહર દેવામાં ડૂબી ગયા હતા.

જે ફિલ્મ માટે યશ જોહર દેવામાં ડૂબી ગયા હતા

હા, ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર નિખિલ અડવાણીએ ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. આ ફિલ્મ કરણ જોહર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી અને પિતા યશ જોહર તેના નિર્માતા હતા. ફિલ્મ સાથે જોડાયેલી સ્ટોરી શેર કરતા નિખિલ અડવાણીએ કહ્યું હતું કે જ્યારે આ ફિલ્મનો પ્રસ્તાવ યશ જોહરને આપવામાં આવ્યો ત્યારે તેનું બજેટ 24.50 કરોડ રૂપિયા હતું, પરંતુ જ્યારે તે બની ત્યારે આ ફિલ્મનું બજેટ 30 કરોડ વધી ગયું હતું, એટલે કે 54.50 કરોડ. તે સમયે 54 કરોડ એક મોટી રકમ હતી.

ફિલ્મીસ્તાન સ્ટુડિયોમાં કભી ખુશી કભી ગમનો સેટ લગાવવામાં આવ્યો હતો

યશ જોહર અને કભી ખુશી કભી ગમ સાથે જોડાયેલી ઘટના શેર કરતી વખતે નિખિલે કહ્યું હતું – ‘ફિલ્મનું બજેટ સાંભળીને યશજીએ એક કાગળ લીધો અને કંઈક લખ્યું, તેને ફોલ્ડ કરીને ખિસ્સામાં રાખ્યો. કહ્યું- ઠીક છે, એક ફિલ્મ બનાવવા જાઓ. વર્ષ 2000માં એક ફિલ્મ બનાવવા માટે 24 કરોડનો ખર્ચ કરવો એ મોટી વાત હતી. અમે શૂટિંગ શરૂ કર્યું. પ્રથમ દિવસે 200 ડાન્સર્સ અને 300 જુનિયર કલાકારો સાથે ‘બોલે ચૂડિયાં’ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. અમે ફિલ્મીસ્તાનમાં સેટ પર હતા. સ્ટુડિયોમાં 10 માળ હતા અને તે બધા ધર્મા પ્રોડક્શન્સ દ્વારા ભાડે આપવામાં આવ્યા હતા. કેટલાક દિવસોથી ફિલ્મીસ્તાન ધર્મ સ્ટુડિયો બની ગયો હતો.

ફિલ્મનું બજેટ 54 કરોડ 50 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું

નિખિલ અડવાણીએ આગળ કહ્યું- ‘એક દિવસ યશજીએ મને બોલાવ્યો. તેણે પૂછ્યું, યાદ છે કે અમે ફિલ્મ માટે કેટલું બજેટ નક્કી કર્યું હતું? મેં કહ્યું સાહેબ, બહુ સ્ટ્રેસ છે, મારે તપાસ કરવી પડશે. યશજીએ પછી ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને કહ્યું, અમે આખી ફિલ્મ માટે 3 કરોડ રૂપિયાનું આર્ટ બજેટ નક્કી કર્યું હતું અને તમે સેટ પર 3 કરોડ 60 લાખ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છો. પછી યશજીએ કાગળ ફાડીને કહ્યું, ફિલ્મ બનાવો. જોતજોતામાં ફિલ્મનું બજેટ 54 કરોડ 50 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું. માત્ર નિર્માણ ખર્ચમાં જ નહીં પરંતુ ફિલ્મની રિલીઝ દરમિયાન પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

2001ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

છેલ્લી ક્ષણે કભી ખુશી કભી ગમની ડીલ મોટા સ્ટુડિયો સાથે ફાઈનલ થઈ શકી નહોતી. યશજીએ તેમના નજીકના મિત્ર સાથે વાત કરી અને મદદ માંગી. પરંતુ, તેણે કહ્યું કે તેની પાસે એટલા પૈસા નથી. બાદમાં યશજીએ 17.5% રિફંડપાત્ર કમિશન પર ફિલ્મનું વિતરણ કર્યું. તમને જણાવી દઈએ કે, 2001માં રિલીઝ બનેલી “કભી ખુશી કભી ગમ” એ દુનિયાભરમાં 135 કરોડથી વધુની કમાણી કરી હતી. તે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

ઓલિમ્પિક માટે ભારત તૈયાર… હોકી ટીમની જાહેરાત

હોકી ઈન્ડિયાએ બુધવારે આગામી મહિનાના પેરિસ ઓલિમ્પિક્સ માટે 16-સભ્યની ટીમની જાહેરાત કરી. હરમનપ્રીત સિંહને કેપ્ટન અને હાર્દિક સિંહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમના પાંચ ખેલાડીઓ ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે, આ સિવાય અગાઉના તબક્કામાં ભાગ લઈ ચૂકેલા કેટલાક સિનિયર ખેલાડીઓ પણ ટીમમાં સામેલ છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમને ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડની સાથે પૂલ બીમાં રાખવામાં આવી છે. પૂલ પોઈન્ટ ટેબલમાં ટોચની ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે.

 

ભારતીય ખેલાડીઓ હાલમાં બેંગલુરુમાં SAI સેન્ટર ખાતે રાષ્ટ્રીય શિબિરમાં ઓલિમ્પિકની તૈયારીમાં વ્યસ્ત છે. અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ અને મિડફિલ્ડર મનપ્રીત સિંહ ચોથી વખત ઓલિમ્પિકમાં ભાગ લેશે, જ્યારે કેપ્ટન હરમનપ્રીત માટે આ ત્રીજી ઓલિમ્પિક હશે. 5 ખેલાડીઓ ભારત માટે ઓલિમ્પિકમાં પદાર્પણ કરશે જેમાં જરમનપ્રીત સિંહ, સંજય, રાજ કુમાર પાલ, અભિષેક અને સુખજીત સિંહનો સમાવેશ થાય છે.

ટોક્યોમાં 41 વર્ષના લાંબા ગાળા બાદ મેડલ જીતવા માટેના ઐતિહાસિક પ્રદર્શન બાદ ભારતીય ડિફેન્ડર રુપિન્દરપાલ સિંહ અને બિરેન્દ્ર લાકરા નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે સુરેન્દર કુમાર ટીમની બહાર છે. ટોક્યોમાં મુખ્ય ટીમનો ભાગ રહેલા નીલકાંત શર્માને વૈકલ્પિક ખેલાડીઓમાં રાખવામાં આવ્યો છે અને દિલપ્રીત સિંહને તક મળી નથી.

ગોલકીપર કૃષ્ણા પાઠક સતત બીજી ઓલિમ્પિક માટે વૈકલ્પિક ખેલાડી હશે. સંરક્ષણમાં હરમનપ્રીત સિંહ, જર્મનપ્રીત, અમિત રોહિદાસ, સુમિત અને સંજયનો સમાવેશ થાય છે, જ્યારે મિડફિલ્ડમાં રાજકુમાર પાલ, શમશેર સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ અને વિવેક સાગર પ્રસાદનો સમાવેશ થાય છે.

ફોરવર્ડ્સમાં અભિષેક, સુખજીત, લલિત કુમાર ઉપાધ્યાય, મનદીપ સિંહ અને ગુરજંત સિંહનો સમાવેશ થાય છે. પાઠક અને નીલકાંત સિવાય ડિફેન્ડર જુગરાજ સિંહ ભારતનો ત્રીજો વૈકલ્પિક ખેલાડી છે. મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટને કહ્યું, ‘અમારા ખેલાડીઓમાં રહેલી પ્રતિભાના ઊંડાણને કારણે પેરિસ ઓલિમ્પિક ટીમ માટે પસંદગી પ્રક્રિયા ખૂબ જ સ્પર્ધાત્મક હતી. જોકે, મને વિશ્વાસ છે કે પસંદ કરાયેલ દરેક ખેલાડી પેરિસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

અંતરિયાળ ગામથી IIT ગાંધીનગર સુધીની પ્રેરણાત્મક સફર

ગાંધીનગર: છત્તીસગઢના બાલોડાબજાર જિલ્લાના પાલરી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જારા ગામ આવેલું છે. અહીંના લોકો માટે રોજીંદી મજૂરી મળી જાય તે જ મહત્વની વાત હોય છે, લાંબા ગાળાના આયોજનો તો હોતાં જ નથી.

આ ગામમાં ધુરાંધર પરિવાર જીવનની કઠોર વાસ્તવિકતાઓ સાથે ઝઝૂમી રહ્યો છે. આ પડકારો વચ્ચે પણ યુવા આર. યેશુ ધુરંધરે સંજોગોથી અલગ પ્રવાહમાં તરવાનો નિર્ણય કર્યો. પરિણામે યશુએ એક ગામથી લઈ પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ગાંધીનગર (IIT-GN) સુધીની નોંધપાત્ર સફર ખેડી. IIT-GNના 13મા દીક્ષાંત સમારોહમાં, યેશુ ગર્વથી ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં, કોમ્પ્યુટર સાયન્સ અને એન્જીનીયરીંગ તેમજ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સમાં અન્ય યુવાનો સાથે મહેનતથી મેળવેલી ડીગ્રી પ્રાપ્ત કરશે.

યેશુ, સાલિક રામ અને રૂખમણી ધુરંધરનો બીજા નંબરનો પુત્ર છે. રાયપુરથી 70 કિલોમીટરના અંતરે આવેલ જારા ગામના લોકોને IIT એટલે શું? એ ખબર જ નથી. યેશુની શૈક્ષણિક સફર રાયપુરના જવાહર નવોદય વિદ્યાલય (JNV)થી શરૂ થઈ.  જ્યાં તેણે ધોરણ 6 થી 12 સુધી અભ્યાસ કર્યો. અહીં 30,000 અરજદારોમાંથી, ફક્ત 80 જ પસંદ કરવામાં આવ્યા, અને યેશુ તે ભાગ્યશાળી લોકોમાંનો એક હતો. JNV ખાતે, યેશુને કેટલાંક એવાં શિક્ષકો મળ્યાં જેમની સાથે તેની આજીવન મિત્રતા થઈ ગઈ. જેમાં ગણિતના શિક્ષક એચ.કે. ચંદ્રાકર, વિજ્ઞાન શિક્ષક જયમાલા શ્રીવાસ્તવ અને તે સમયના આચાર્ય નીલમ પાનીનો સમાવેશ થાય છે.યેશુએ જોઈન્ટ એડમિશન એક્ઝામ (JEE) પાસ કરીને IIT ગાંધીનગરમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. જો કે, યેશુનો રસનો વિષય કોમ્પ્યુટર સાયન્સ હતો. તેણે પ્રારંભિક એડમિશન જે શાખામાં મળ્યું તે સ્વીકારી લીધું. સાથે જ કોમ્પ્યુટર સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને સબસ્ટિટ્યૂડ વિષય તરીકે પસંદ કર્યા.

યેશુએ જેવી ગમતી સફર શરૂ કરી તેવી જ કોવિડ-19ના કારણે તેના પર બ્રેક વાગી ગઈ. શરૂઆતના સમયમાં પડકારો ઊભા થયા. યેશુના વર્ગો શરૂ થતાંની સાથે જ બંધ થઈ ગયા. કોવિડના કારણે તેણે ફરજિયાત ઓનલાઈન ક્લાસ કરવા પડ્યા. જો કે તેમાં પણ તેને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તે અંતરિયાળ ગામડામાં રહેતો હોવાથી ત્યાં નેટવર્ક ઈશ્યુ રહેતા હતા. પરિણામે તેણે ઓનલાઈન ક્લાસ કરવા માટે કોઈ મિત્ર કે સગાના ઘરે જવું પડતુ હતું. આ સિવાય પણ કેટલીક પારિવારિક સમસ્યાઓને કારણે તેણે IIT-GNના ડાયરેક્ટરને હૃદયપૂર્વકનો ઈમેલ લખ્યો. જેમાં યશુએ તેને પડતી મુશ્કેલીઓ અંગે વિગતો આપી. ડિરેક્ટરે, પરિસ્થિતિની ગંભીરતાને ઓળખીને, એક સમિતિની રચના કરી જેણે આખરે યેશુને હોસ્ટેલમાં રહેવાની મંજૂરી આપી.

અસામાન્ય સંજોગોમાં કેમ્પસમાં જોડાવું એ યેશુના બીજા હોસ્ટેલ જીવનની શરૂઆત રહી. શરૂઆતમાં તેણે એકલતાનો સામનો કરવો પડ્યો. કોવિડ-19ની પરિસ્થિતિ સામાન્ય થતાં વધુ બેચમેટ્સ તેની સાથે જોડાયા. અહીં 24 જેટલાં અન્ય વિદ્યાર્થીઓ સાથે યશુની મજબૂત મિત્રતા થઈ. જેઓ તેના સપોર્ટ નેટવર્ક બન્યા. યશુને સૌથી વધુ ટેકો આપનાર પ્રોફેસરોમાં પ્રો. એસ.કે. જૈન, પ્રો. નિપુન બત્રા અને પ્રો. શિવપ્રિયા કિરુબાકરનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત યશુ છત્તીસગઢ સરકારની શિષ્યવૃત્તિ, સેમસંગ સ્ટાર શિષ્યવૃત્તિ અને IIT-GN તરફથી મળેલી કેટલીક શિષ્યવૃત્તિઓ માટે પણ ખૂબ આભારી છે. સતત પરિશ્રમ અને પરિવારના અવિશ્વસનીય સમર્થનથી તેણે તાજેતરમાં જ બેંગાલુરૂમાં Skan.AI ખાતે ઇન્ટર્નશિપ પૂર્ણ કરી અને જુલાઈમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે કંપનીમાં જોડાવા તૈયાર છે.યેશુ ધુરંધરની કહાની અવરોધો દૂર કરીને, વિસમ પરિસ્થિતિમાં પણ સખત મહેનતની પ્રેરણા આપે છે. જારા જેવાં નાનકડાં ગામથી લઈને IIT-GN સુધીની પ્રતિષ્ઠિત સફર સપનાં જોવાની શક્તિ, દ્રઢ નિશ્ચય અને યોગ્ય સહકારથી કંઈ પણ કરી શકાય તે માન્યતાનો પુરાવો છે. યશુ જ્યારે ડેટા સાયન્ટિસ્ટ બનશે, ત્યારે તેની સાથે તેના પરિવારની અને તેના ગામની આશાઓ જીવંત બને છે. સાથે જ આ કહાની અસંખ્ય સામાન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બને છે.

CBI દ્વારા કેજરીવાલની ધરપકડ પર પત્ની સુનીતાએ આપી પ્રતિક્રિયા

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ અંગે સીએમ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કેજરીવાલની ધરપકડને સરમુખત્યારશાહી ગણાવી હતી. એ પણ કહ્યું કે આખી સિસ્ટમ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે વ્યક્તિ જેલમાંથી બહાર ન આવે. આ કાયદો નથી. આ સરમુખત્યારશાહી છે, આ તાનાશાહી છે.

દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP) એ કહ્યું કે જ્યારે કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની શક્યતા હતી, ત્યારે ભાજપ ગભરાઈ ગયો અને તેને નકલી કેસ માં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બુધવારે કથિત દારૂ કૌભાંડમાં કેજરીવાલની ઔપચારિક ધરપકડ કરી હતી અને ભ્રષ્ટાચારના કેસમાં AAPના રાષ્ટ્રીય સંયોજકની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી. સુનીતા કેજરીવાલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેણે કહ્યું કે બીજા જ દિવસે સીબીઆઈએ તેને આરોપી બનાવ્યો અને આજે તેની ધરપકડ કરવામાં આવી. વ્યક્તિ જેલમાંથી બહાર ન આવે તે માટે સમગ્ર તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આ સરમુખત્યારશાહી છે, આ કટોકટી છે.

આમ આદમી પાર્ટી (AAP) એ કહ્યું કે જ્યારે કેજરીવાલને મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની શક્યતા હતી, ત્યારે ભાજપ ગભરાઈ ગયો અને તેને “બનાવટી કેસ” માં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બુધવારે કથિત દારૂ કૌભાંડમાં કેજરીવાલની ઔપચારિક ધરપકડ કરી હતી અને ભ્રષ્ટાચારના કેસમાં AAPના રાષ્ટ્રીય સંયોજકની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી.

સુનીતા કેજરીવાલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેણે કહ્યું કે બીજા જ દિવસે સીબીઆઈએ તેને આરોપી બનાવ્યો અને આજે તેની ધરપકડ કરવામાં આવી. વ્યક્તિ જેલમાંથી બહાર ન આવે તે માટે સમગ્ર તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આ સરમુખત્યારશાહી છે, આ કટોકટી છે.

તથ્યકાંડમાં અમદાવાદ પોલીસનો નવો ખુલાસો..

ઈસ્કોન બ્રિજ પર બેફામ કાર હંકારીના 9 માસૂમ લોકોના જીવ લેના તથ્ય પટેલની જગુઆર કારને કોઈ ટ્રાયલ કોર્ટમાંથી ખોટી સહી કરીને છોડાવી ગયા અફવા ફેલાય હતી, જેના પર અમદાવાદ પોલીસ ટ્વીટ કરીને પુર્ણ વિરામ મુક્યુ છે. ઇસ્કોન બ્રિજ પર બેફામ કાર હંકારીને 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની જગુઆર કાર કોઇ ટ્રાયલ કોર્ટમાંથી ક્રીશ વારિયાની ખોટી સહી કરીને છોડાવી ગયું હોવાની વાત સામે આવી હતી. તથ્ય પટેલ સામેના ગુનામાં વપરાયેલી જગુઆર કાર છોડાવવા રજિસ્ટ્રાર સામે કોઇ સોગંદનામું કર્યા વગર જ મુદ્દામાલ તરીકે છોડાવી જવાની વાતથી ચકચાર મચી ગયો હતો.

મળતી માહિતી અનુસાર ગતરોજના તથ્ય પટેલે જે કાર દ્વારા 9 લોકોના જીવ લીધા હતા, તે કારને લઈ એક સમાચાર વહેતા થાય હતા. જેમાં જગુઆર કારના મુળ માલિક ક્રીશ વારિયાની ખોટી સહી કરીને મુદ્દામાલ પાછો મેળવવા ટ્રાયલ કોર્ટમાં અરજી કરાઇ હતી. જેને ટ્રાયલ કોર્ટે મંજૂરી આપી દેવાતા કાર કોઈ અજાણી વ્યક્તિ છોડાવી ગયું હોવાની વાત કરવામાં આવી હતી. જ્યારે તથ્ય પટેલ સામેના ગુનાની તપાસમાં કારની મહત્વની ભૂમિકા છે. હજુ ચાર્જફ્રેમ પણ થયો નથી તે પહેલા કાર કોઈ નકલી સહી કરીને છોડાવી જાય તે ગંભીર ગણી શકાય તેવી બાબત છે.

જગુઆર કારને અજાણી વ્યક્તી દ્વારા લઈ જવાની અફવા પર અમદાવાદ પોલીસે ટ્વીટ કરી પૂર્ણ વિરામ મૂકી દીધો છે. અમદાવાદ પોલીસે ટ્વીટ કરી જણાવ્યું કે જગુઆર કાર હાલ પર પોલીસના કબ્જામાં જ છે. વધુ અમદાવાદ પોલીસે ટ્વીટમાં જગુઆર કારનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ સાથે અમદાવાદ પોલીસે ટ્વીટમાં જણાવ્યું કે આ તથ્ય પટેલની કાર સાથે જોડાયેલા સમાચાર અફવા હોવાથી કોઈ ધ્યાન આપવું નહીં.

 

રિલાયન્સ, બેન્ક શેરોની આગેવાનીએ  સેન્સેક્સ, નિફ્ટી નવા શિખરે

અમદાવાદઃ રિલાયન્સની અને બેકિંગ શેરોની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટીએ 23,890નો ઇન્ટ્રા-ડે હાઇ બનાવ્યો હતો, જ્યારે સેન્સેક્સે 78,759નો હાઇ બનાવ્યો હતો. નિફ્ટી બેન્ક પણ 52,988ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 1.21 લાખ કરોડનો વધારો થયો હતો.

વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતોની વચ્ચે ઘરેલુ શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. બજારમાં ટ્રેડિંગમાં બેન્કો, ફાઇનાન્શિયલ, FMCG અને ફાર્મા શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી, જ્યારે ઓટો, મેટલ, IT, રિયલ્ટી ઇન્ડેક્સ નરમ બંધ રહ્યા હતા. BSE ઇન્ડેક્સ 620.73 પોઇન્ટ ઊછળી 78,674.40ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 147.50 પોઇન્ટ ઊછળી 23,868.80ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી બેન્કેકસ્ 53,000ની નજીક બંધ થયો હતો.

ટેરિફમાં વધારો કરવાના સમાચારોએ ટેલિકોમ શેરોમાં તેજી જોવા મળી હતી. સ્પેક્ટ્રમની લિલામીને પગલે ટેલિકોમ શેરોમાં તેજી જોવા મળી હતી. આ સાથે જૂન કોન્ટ્રેક્ટ સિરીઝ પહેલાં શેરોમાં સતત બીજા દિવસે રેકોર્ડ સ્તરે સેન્સેક્સ અને નિફ્ટી બંધ થયા હતા.BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ગઈ કાલના માર્કેટ કેપથી વધીને રૂ. 436.97 લાખ કરોડે પહોંચ્યું હતું. BSE પર કુલ 4008 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1916 શેરો તેજી સાતે બંધ થયા હતા, જ્યારે 1967 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 125 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 296 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 25 શેરોએ નવા નીચલા સ્તર પહોંચ્યા હતા.

 

 

 

 

 

 

 

પહેલા ગરમી હવે વરસાદ મચાવશે હાહાકાર

જ્યાં ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીથી સામાન્ય લોકોને રાહત મળી હતી, ત્યાં હવે વચ્ચે-વચ્ચે પડેલા વરસાદ બાદ ભેજના કારણે લોકો પરેશાન છે. લોકોને થોડા દિવસો સુધી આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો તમે વિચારી રહ્યા છો કે આના પછી તમને રાહત મળશે, તો કદાચ એવું ન હોય. હવામાન વિભાગ (IMD)નું નવું અપડેટ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. જે મુજબ આ વખતે વરસાદ ભારે તારાજી સર્જનાર છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ઘણી જગ્યાએ ભારે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધી રહ્યું છે અને તેણે દેશના મોટાભાગના રાજ્યોમાં તેની અસરકારક હાજરી અનુભવી છે. ચોમાસુ ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. આ ઉપરાંત દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગોમાં પણ ચોમાસાનું આગમન થયું છે. દેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગે આગામી 4-5 દિવસ દરમિયાન પશ્ચિમ કિનારા અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી 3-4 દિવસ દરમિયાન પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના બાકીના ભાગો અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ રહેવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં 26-29 જૂન સુધી, પૂર્વ ઉત્તર પ્રદેશમાં 26-29 દરમિયાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજધાની દિલ્હીમાં 27-29 દરમિયાન, હરિયાણામાં 28 અને 29 અને પંજાબમાં 29 તારીખે વાવાઝોડું આવવાનો અંદાજ છે. જૂન. આ ઉપરાંત કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. 28 અને 29 જૂને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

બિહારમાં 27-29 જૂન દરમિયાન, ઝારખંડમાં 26, 28 અને 29 અને ઓડિશામાં 26-29 જૂન દરમિયાન વિવિધ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. IMD એ આગામી 5 દિવસ દરમિયાન કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને યાનમ, રાયલસીમા, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ દરમિયાન ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના મતે આ વખતે જેટલી ગરમી પડશે તેટલો વરસાદ પડશે. ગત વખત કરતા આ વર્ષે વધુ વરસાદ થવાની ધારણા છે. જુલાઈ મહિનો ઘણો મુશ્કેલ હોઈ શકે છે.

કોણ છે એ 11 હસ્તીઓ? જેને ઓસ્કાર એકેડમી તરફથી મળ્યુ આમંત્રણ

એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સે તાજેતરમાં જાહેરાત કરી હતી કે એકેડેમીએ 487 નવા સભ્યોને તેમાં જોડાવા માટે આમંત્રિત કર્યા છે. જો આ નવા સભ્યો આ આમંત્રણ સ્વીકારે છે, તો એકેડેમીની સદસ્યતા વધીને 10,910 થઈ જશે અને તેમાંથી 9,934 મતદાન કરવાને પાત્ર થશે. એકેડેમી દ્વારા સામેલ કરવામાં આવેલા 487 નવા સભ્યોમાં 11 ભારતીય દિગ્ગજોના નામનો સમાવેશ થાય છે. આ યાદીમાં માર્ચ 2022માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ RRRના દિગ્દર્શક એસએસ રાજામૌલી, પીઢ બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમી અને રિતેશ સિધવાની જેવા પ્રખ્યાત નામોનો સમાવેશ થાય છે, જેમને એકેડેમી દ્વારા નવા સભ્યો તરીકે ઉમેરવામાં આવ્યા છે.

નવા સભ્યોમાં 19 વિજેતાઓનો પણ સમાવેશ થાય છે
મંગળવારે, ઓસ્કાર એવોર્ડ પાછળની સંસ્થાએ જાહેરાત કરી હતી કે તેઓએ આ યાદીમાં ઘણા ભારતીય ફિલ્મ નિર્માતાઓ અને સ્ટાર્સને પણ સામેલ કર્યા છે. સંસ્થાએ જાહેરાત કરી કે તેઓએ પ્રતિનિધિત્વ, સમાવેશ અને સમાનતા માટે સતત પ્રતિબદ્ધતા સાથે ‘વ્યાવસાયિક યોગ્યતાઓ’ના આધારે નવા સભ્યોની પસંદગી કરી છે. આ વર્ષના નવા સભ્યોમાં 19 વિજેતાઓનો પણ સમાવેશ થાય છે.

આ 11 ભારતીયોને આમંત્રણ મોકલવામાં આવ્યું
એકેડમીએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાંથી 11 સભ્યોને નવા સભ્યો તરીકે ઉમેર્યા છે. જેમાં પીઢ અભિનેત્રી શબાના આઝમી, RRR ડિરેક્ટર એસએસ રાજામૌલી, વિલેજ રોકસ્ટાર્સ ડિરેક્ટર રીમા દાસ, RRR કોસ્ચ્યુમ ડિઝાઈનર રામા રાજામૌલી, ગંગુબાઈ કાઠિયાવાની કોસ્ચ્યુમ ડિઝાઈનર શીતલ શર્મા, ટુ કિલ અ ટાઈગર ડિરેક્ટર નિશા પાહુજા, ગલી બોયના કો-ડિરેક્ટર રિતેશ સિધ્ધિ, ગલી બોયના સહ-નિર્દેશક રિતેશ બેવલીનો સમાવેશ થાય છે. તેમજ દિગ્દર્શક હેમલ ત્રિવેદી જેવા પ્રખ્યાત નામોનો સમાવેશ થાય છે.

2023 માં જોડાનાર નવા સભ્યોની સંખ્યા
આ સિવાય સિનેમેટોગ્રાફર રવિ વર્મન, આનંદ કુમાર અને ગીતેશ પંડ્યાના નામ પણ આ યાદીમાં સામેલ છે. અગાઉ 2023 માં, એકેડમીએ 398 નવા સભ્યો ઉમેર્યા હતા.