NEET UG 2024 વિવાદ દિવસેને દિવસે ગરમાતો જાય છે. ત્યારે આજે ફરી એક વડોદરામાં યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. રસ્તા રોકો આંદોલન સાથે નકલી નોટો ઉડાડીને યુથ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલન વધુ ઉગ્ર બનતા યુથ કોંગ્રસના 12 જેટલા લોકોની અટકાયત કરવાની ફરજ પડી હતી.

નીટ પરીક્ષાના પેપર લીક બાદ આજે યુથ કોંગ્રેસે વડોદરામાં પરીક્ષા ફરી લેવાની માંગ સાથે સયાજીગંજ વિસ્તારમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતો. યુથ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. કાર્યકરોએ નકલી નોટો ઉડાડીને રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચીને યુથ કોંગ્રેસના 12 કાર્યકરોની અટકાયત હતી. ઉગ્ર આદોલન વચ્ચે યુથ કોંગ્રેસના કાર્યકરોનું કથન હતું કે નીટે પરીક્ષામાં લાખો વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થયા છે. વિદ્યાર્થીની મહેનત પેપર કૌભાંડ દરેક વખતે વ્યર્થ જાય છે. યુથ કોંગ્રેસ ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા. આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ભાજપના શાસનાકાળ પેપર કૌભાંજ સામાન્ય વાત થઈ ચૂકી છે.

NEET પરીક્ષા ફરી લેવાની ઉગ્ર માગ સાથે યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત પેપર કૌભાંડના આરોપીઓ સામે આકરા પગલા લેવાની પણ તેમણે માગ કરી હતી. વધુમાં તેમણે NTA નિષ્ફળ ગઈ હોવાના આરોપ સાથે કેટલાક આકરા પ્રશ્ન કર્યા હતા.






આશ્રમના પ્રાંગણમાં લાવવામાં આવેલા પાર્થિવ દેહના દર્શને મોટી સંખ્યામાં ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા લોકો ઉમટી પડ્યા હતા. જેમાં કાર્તિકેય સારાભાઈ, જયેશભાઈ પટેલ, ડાયરેક્ટર અતુલ પંડ્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સો વર્ષ જૂના ગાંધી આશ્રમમાં 50 વર્ષ કરતાં પણ વધારે સમય અમૃતભાઈ મોદીએ ગાંધી વિચાર અને આશ્રમને સમર્પિત કર્યો હતો.
ગાંધીનગરની નજીક આવેલા સાદરા ગામના વતની અમૃતભાઈ મોદી વિદ્યાર્થી કાળથી ગાંધી વિચારોના વાંચનમાં રુચી ધરાવતા હતા. કોંગ્રેસના સેવાદળમાં જોડાયા બાદ કેન્દ્રના સંચાલક પણ રહ્યા. ભીંત પત્ર લેખન, શ્રમ, ગામ સફાઈ, સેવા કાર્યો અને સાંસ્કૃતિક કાર્યોમાં અમૃતભાઈ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. એસ.એસ.સી પછી શિક્ષણ જગતથી માંડી સેક્રેટરીએટમાં કારકુન સુધી ચાર નોકરીઓ બદલી હતી.
1955ની ગાંધી આશ્રમની 7 દિવસની સર્વોદય વિચાર શિબિર બાદ સાબરમતીના આ આશ્રમને સમર્પિત થઈ ગયા હતા. મહેસાણા જિલ્લામાં જ્યારે ભૂદાનનું કાર્ય શરૂ થયું, ત્યારે એમણે ચાર વર્ષમાં 1100 ગામડામાં પદયાત્રા કરી હતી. ગુજરાત સર્વોદય મંડળની રચના બાદ ગાંધી આશ્રમમાં મંત્રી તરીકે ફરજ બજાવી. સર્વોદય મંડળના મુખપત્ર ‘ભૂમિપુત્ર’ માટે 1962થી 1969 વડોદરા ગયા. ત્યારબાદ મહાનુભાવો સાથે ગુજરાતભરમાં ભૂદાનની પ્રવૃત્તિ માટે ભાગ લીધો હતો.
અમૃતભાઈ મોદી સતત લખતા એમણે ઘણાં પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યુ હતું. એમણે એક સાથે પાંચ સામયિકોનું સંપાદન કર્યુ હતું. જેમાં ‘ગ્રામ નિર્માણ’, ‘કલ્યાણ યાત્રા’, ‘હિંસા વિરોધ’, ‘સ્ત્રી જીવન’ અને ‘સુવિચાર’નો સમાવેશ થાય છે. લાંબા સમયથી ગાંધી આશ્રમ સાથે જોડાયેલા હોવાથી દેશ દુનિયામાંથી આવતા મુલાકાતીઓને ગાંધી વિચાર, આશ્રમનો પરિચય કરાવતા. સમગ્ર જીવન સાદાઈથી જીવનાર અમૃતભાઈ ગાંધી આશ્રમને છોડ્યા પછી ઉંમરના પડાવ પર પહોંચ્યા અને દુનિયામાંથી વિદાય લીધી.











