નવી દિલ્હીઃ 18મી લોકસભાના પહેલા સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભા અધ્યક્ષ માટે NDA તરફથી ઓમ બિરલા 11.30 કલાકે સ્પીકર પદ માટે નામાંકન કરશે. તેઓ બપોરે 12 કલાક સુધી પોતાનું નામાંકન દાખલ કરશે. નામાંકન દાખલ કર્યા પછી આવતી કાલે સ્પીકરની ચૂંટણી કરાવવામાં આવશે. વિપક્ષે કે સુરેશને સ્પીકર પદના ઉમેદવાર બનાવ્યા છે. આમ સ્પીકરની ચૂંટણીમાં વિપક્ષે પણ ઉમેદવાર ઉતાર્યા છે.
આ પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે સ્પીકરને ટેકો આપીશું, પણ ડેપ્યુટી સ્પીકરપદ વિપક્ષને મળવું જોઈએ. જોકે સર્વ સંમતિ ના સધાતાં વિરોધ પક્ષો પણ ઉમેદવાર ઉતાર્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકર પદ આપવામાં આવવું જોઈએ. SP પ્રમુખ અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે વિપક્ષે ડેપ્યુટી સ્પીકરની માગ કરી છે. જોકે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરપદ અપાય એવી વકી છે.
રાહુલ ગાંધીએ ભાજપ તરફથી સ્પીકર પદ પર સમર્થન માટે કોલ આવવવાની વાત કહીને કહ્યું હતું કે રાજનાથ સિંહે ખડગે ફોન કરીને સ્પીકરના ઉમેદવારને ટેકો આપવા માગ કરી હતી. જોકે અમારી માગ ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષને મળવું જોઈએ. રાજનાથજીએ કહ્યું હતું કે તેઓ ફરીથી ફોન કરશે, પરંતુ અત્યાર સુધી તેમનો ફોન નથી આવ્યો.
PM મોદી કહી રહ્યા છે કે સહકાર હોવો જોઈએ. પરંતુ અમારા નેતાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. સરકારનો ઇરાદો સ્પષ્ટ નથી. બીજી તરફ SP પ્રમુખ અખિલેશ યાદવે પણ સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષ સ્પીકરપદને સમર્થન આપવા તૈયાર છે. પરંતુ અમારી માગ સ્પષ્ટ છે કે અમને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. થોડા સમયમાં સ્થિતિ સ્પષ્ટ થશે.
મુંબઈ: હા, એક સમય હતો જ્યારે દેશ વિદેશની મુસાફરી કરવા માટે પ્લેનનો ઉપયોગ નહોતો થતો. પરંતુ શું આજના યુગમાં તમે ફ્લાઈટ વિના વિવિધ દેશોની મુસાફરીની કલ્પના કરી શકો? એનો જવાબ છે હા,કલ્પના પણ કરી શકો અને ધારો તો મુસાફરી ય કરી શકો. મુંબઈના ભાઈએ આ કરી બતાવ્યું છે. મૂળ થાણેના અને હાલમાં યુકેના રેડિંગમાં રહેતા વિરાજીત (વિરાજ) મુંગલે કાર દ્વારા લંડનથી મુંબઈની મુસાફરી ખેડી છે.
વિચાર આવ્યો કે એેરક્રાફ્ટ વગર અન્ય દેશમાં કે ભારતમાં પહોંચવું હોય અને માતાને મળવું હોય તો ? જાણ્યું તો ખબર પડી કે ગાડી દ્વારા વિવિધ દેશોની સરહદ પાર કરી ભારત પહોંચવાનો રસ્તો છે. ત્યાર બાદ યુકેથી થાણે ગાડી ડ્રાઈવ કરીને જવાનો અને થાણે પહોંચી માતાને મળવાનો દ્રઢ નિશ્ચય કર્યો. વિવિધ તપાસ કરી કેવી રીતે જવું તેનું પ્લાનિંગ તૈયાર કર્યુ. અગાઉ કોઈ વિશાલ અગ્રવાલ નામની વ્યક્તિ પણ ગાડી દ્વારા મુસાફરી કરી ચૂકી છે. તેમનો સંપર્ક કરી વધુ માહિતી જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાંથી કંઈ વધારે મદદ મળી નહીં. જોકે, આ મુસાફરી કરવી એક સપનાં જેવું બની ગયું હતું અને આખરે એ પૂરું કર્યું…આ શબ્દો છે આઈટી પ્રોફેશનલ વિરાજીત મુંગલેના.
પડકારજનક સફર ખેડનારા વિરાજીત મુંગલેએ ચિત્રલેખા.ડૉટ કૉમસાથે વાત કરતા જણાવ્યું કે ” લંડનથી શરૂ થયેલી આ યાત્રા પૂર્ણ કરવા માટે મેં 59 દિવસમાં 16 દેશોનો પ્રવાસ કર્યો. ‘SUV’ કાર ચલાવીને 18,300 કિલોમીટરનું અંતર કાપ્યું. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, પોલેન્ડ, લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા, રશિયા, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, ચીન, તિબેટ, નેપાળની સરદહ પાર કરીને અંતે હું ભારત પહોંચ્યો. આ પ્રવાસમાં મારી સાથે મારો નેપાળી મિત્ર રોશન પણ હતો. જે નેપાળના કાઠમંડુ સુધી મારી સાથે હતો.”
તેમણે ઉમેર્યુ કે 59 દિવસની જર્ની અમે ખૂબ માણી છે. એકદમ ખાલી રસ્તા પર ક્યારેક લાઉડ મ્યુઝિક તો ક્યારેક ડાન્સ કરવાની યાદો ક્યારેય નહીં ભૂલાય. જોકે, ત્રણેક દિવસ થોડા કઠિન રહ્યાં હતાં, જ્યારે અમારે કારમાં જ સૂવું પડ્યું હતું.
17 જૂને થાણે પહોંચેલા વિરાજીતે વધુમાં કહ્યું કે,’હું દરરોજ લગભગ 400-600 કિલોમીટર ડ્રાઇવ કરતો હતો. કેટલીકવાર 1,000 કિમી સુધી પણ કાર ચલાવી હતી, પરંતુ રાત્રે વાહન ચલાવવાનું ટાળીને હંમેશા સલામતીને પ્રાથમિકતા આપી હતી.
વિરાજે જણાવ્યું કે તેણે નોકરીમાંથી બે મહિનાની રજા લીધી અને દરેક દેશમાંથી જરૂરી પરવાનગીઓ અને કાનૂની મંજૂરી લીધી. આ મુસાફરીમાં અનેક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. બરફ અને ઠંડી સહિતની આત્યંતિક હવામાન પરિસ્થિતિઓનો સફર દરમિયાન સામનો કરવો પડ્યો હતો. વિરાજે જણાવ્યું કે તે પ્લેન દ્વારા બ્રિટન પરત ફરશે અને શિપ દ્વારા પોતાની કાર પરત મોકલશે.
આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.
આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.
આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.
આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.
આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
અભિનેતા ગોવિંદ નામદેવની પહેલી ફિલ્મમાં મહત્વની ભૂમિકા હતી. પણ ફિલ્મ જ્યારે તૈયાર થઈ ત્યારે એમાંથી નામ અને કામ કપાઈ જતાં દુ:ખી થઈ ગયા હતા. ગોવિંદ દિલ્હીમાં નાટ્ય સંસ્થા એન.એસ.ડી. માં પ્રવૃત્તિ કરી રહ્યા હતા ત્યારે એમના સાથીઓ અનુપમ ખેર વગેરેએ મુંબઇને વાટ પકડી લીધી હતી. ગોવિંદ ફિલ્મોમાં જવાની ઉતાવળ કરવા માગતા ન હતા. એ અભિનયમાં નાટકના માધ્યમમાં પોતાનું વધારે ઘડતર કરવા માગતા હતા. એમને નાટકોમાં સારી સફળતા મળી રહી હતી.
પહેલાં નાની ભૂમિકાઓ કરતા હતા. ‘ઓથેલો’ નાટકમાં મોટી ભૂમિકા કર્યા પછી નામ થયું અને ‘સી’ માંથી ‘એ’ ગ્રેડના અભિનેતા બની ગયા હતા. દરમ્યાનમાં અનુપમ ખેર હિન્દી ફિલ્મોમાં જમાવટ કરી ચૂક્યા હતા. એમણે એક દિવસ ગોવિંદને મુંબઈ બોલાવ્યા. અનુપમે ગોવિંદને નિર્દેશક સુભાષ ઘાઈની ફિલ્મ ‘સૌદાગર’ (૧૯૯૧) ના સેટ પર બોલાવ્યા. અને સુભાષ ઘાઈ સાથે મુલાકાત કરાવી. વાતચીત દરમ્યાન ગોવિંદને ખ્યાલ આવી ગયો કે એ કોઈ ભૂમિકા માટે એનો વિચાર કરી રહ્યા હોવાથી બોડી લેન્ગ્વેજનું અવલોકન કરી રહ્યા છે. તે ગોવિંદને કોઈ પાત્રમાં જોઈ રહ્યા હતા. ગોવિંદ પણ સતર્ક થઈ ગયો. વાતચીતમાં પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયત્ન કર્યો. અનુપમે એમને ગોવિંદ એક સારો અભિનેતા હોવાની ભલામણ કરી. બીજા દિવસે અનુપમે ગોવિંદને કહ્યું કે ફિલ્મનું બહુ મહત્વનું પાત્ર સુભાષ ઘાઈ તારી પાસે કરાવવા માગે છે. અનુપમની વાત પણ સાચી હતી.
ફિલ્મની શરૂઆત જ એ પાત્રથી થતી હતી અને અંત પણ. એ એક આતંકવાદીનું પાત્ર હતું. એ આતંકવાદી બાળકોને આતંકવાદની તાલીમ આપતો હોય છે. ત્યારે અનુપમનું પાત્ર એને આતંકવાદનું ખરાબ પરિણામ આવતું હોવાનું સમજાવી આ ખોટું કામ છોડી દેવા સમજાવે છે અને એક વાર્તા સંભળાવે છે. જે વાર્તા રાજકુમાર અને દિલીપકુમારની હોય છે. જેમાં હિંસાને કારણે બે પરિવાર બરબાદ થાય છે. અંતમાં આતંકવાદીનું આ પાત્ર એક નદીના પુલ પર જાય છે અને બંદૂક ફેંકી દે છે ત્યાં ફિલ્મનો ધ એન્ડ આવે છે. મહત્વનું પાત્ર હતું અને મોટી સ્ટારકાસ્ટ હોવાથી ગોવિંદ ‘સૌદાગર’ માં એ પાત્ર કરવા લાગ્યો.
ફિલ્મનું શુટિંગ પૂરું થયું ત્યારે ખબર પડી કે સાડા ચાર કલાકની અવધિ થઈ ગઈ છે. એને ટૂંકી કરવાનું શરૂ કરવામાં આવ્યું. અનુપમ સાથે ગોવિંદની વાત થતી રહેતી હતી. પહેલાં એમણે કહ્યું કે ચાર કલાકની કરવામાં આવી છે. છેલ્લે પોણા ચાર કલાકની થઈ હતી. એને હજુ ટૂંકી કરવાની જરૂર હતી. કોઈએ સૂચન કર્યું કે ગોવિંદનું પાત્ર કાઢી નાખવું જોઈએ. અને એ પ્રમાણે થયું. ગોવિંદને પોતાનું કામ અને નામ ‘સૌદાગર’ માંથી નીકળી ગયું એનો બહુ આઘાત લાગ્યો અને ત્રણ મહિના સુધી તણાવમાં રહ્યા. કેમકે અનેક લોકોને કહી ચૂક્યા હતા કે પહેલી જ ફિલ્મમાં તે રાજકુમાર અને દિલીપકુમાર સાથે દેખાવાના છે.
ગોવિંદ આ સ્થિતિમાંથી બહાર નીકળવા નાટકના વર્કશોપ કરવા લાગ્યા અને પછી કેતન મહેતાએ ફિલ્મ ‘સરદાર’ (૧૯૯૩) માં સરદાર વલ્લભભાઈ પટેલના સેક્રેટરીની ભૂમિકા આપી. આ ફિલ્મ બનવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. દરમ્યાનમાં નિર્દેશક ડેવિડ ધવનની ‘શોલા ઔર શબનમ’ (૧૯૯૨) માં ‘પોલીસ ઈન્સ્પેકટર તિવારી’ ની ભૂમિકા મળી અને એ ગોવિંદ નામદેવની રજૂ થનારી પહેલી ફિલ્મ બની હતી. એની સફળતાને કારણે ગોવિંદ નામદેવનું અભિનેતા તરીકે નામ થઈ ગયું અને પાછું વળીને જોવું પડ્યું નહીં.
આપણે જેવો ખોરાક ખાઇએ તે પ્રમાણે જ ઓડકાર આવે ત્યારે તેમાં તેનો સ્વાદ આવે. જો કડવી દવા પીધી હોય અને ઓડકાર આવે તો મોં કડવું થઈ જાય એવો આવે. વધારે પડતું તીખું ખાધું હોય અને તેમાં પણ એ ખાવાનું બનાવવામાં વધારે પડતું તેલ વપરાયું હોય તો એના ઓડકારથી ગળું બળી જાય.
આથી ઊલટું સરસ મજાનો દૂધપાક ખાધો હોય તો એની સંતુષ્ટિનો ઓડકાર પણ મીઠો હોય. આમ જેવો ખોરાક લઈએ તેવા વાણી વર્તન થાય અથવા જેવુ કાર્ય કરીએ એવું તેનું પરિણામ આવે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે સોમવારે સુપર-8 રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામે તેની છેલ્લી મેચ રમી હતી, જેમાં તેણે 24 રને જીત મેળવી હતી. આ હાર બાદ હવે ઓસ્ટ્રેલિયા પર બહાર થવાનો ખતરો છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ ઘણી ખુશ દેખાઈ રહી છે. મંગળવારે સવારે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. જો અફઘાનિસ્તાન આમાં જીતશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે અને ઓસ્ટ્રેલિયા બહાર થઈ જશે. જ્યારે અફઘાનિસ્તાન હારશે તો ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં પહોંચી જશે.
ભારતીય ટીમ હવે 27 જૂને તેની સેમિફાઇનલ મેચ રમશે. જ્યાં તેનો મુકાબલો ગ્રુપ-2માં બીજા સ્થાને રહેલી ઈંગ્લેન્ડની ટીમ સાથે થશે. આ સેમિફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમિફાઇનલ પણ 27 જૂને સવારે 6 વાગ્યે યોજાશે. આમાં દક્ષિણ આફ્રિકાનો મુકાબલો ઓસ્ટ્રેલિયા અથવા અફઘાનિસ્તાન સાથે થશે.
India advance to the semi-finals of the #T20WorldCup 2024 🔥🇮🇳
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ ગ્રોસ આઈલેટના ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વિકેટ ગુમાવીને 181 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા માટે ઓપનર ટ્રેવિસ હેડે 43 બોલમાં 76 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી લઈ જઈ શક્યો નહોતો. તેના સિવાય કેપ્ટન મિચેલ માર્શે 37 રન અને ગ્લેન મેક્સવેલે 20 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 3 અને સ્પિનર કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી.
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેણે 6 રનમાં વિરાટ કોહલી (0)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. આ પછી કેપ્ટન રોહિત શર્માએ ઋષભ પંત સાથે મળીને 38 બોલમાં 87 રનની ભાગીદારી કરીને ટીમને આગળ ધપાવી હતી. આ સાથે રોહિતે 19 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જોકે તે પોતાની સદી પૂરી કરી શક્યો ન હતો. રોહિતે આ મેચમાં 41 બોલમાં 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન રોહિતે 8 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. તેમના સિવાય સૂર્યકુમાર યાદવે 31 રન, શિવમ દુબેએ 28 રન, હાર્દિક પંડ્યાએ 27 અણનમ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઈનિસ અને મિચેલ સ્ટાર્કે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે જોશ હેઝલવુડને 1 વિકેટ મળી હતી.
રોહિતે T20 ઇન્ટરનેશનલમાં 200 સિક્સરનો રેકોર્ડ બનાવ્યો હતો
મેચમાં પાંચમી સિક્સ ફટકારીને, રોહિતે T20 ઈન્ટરનેશનલમાં તેની 200 સિક્સ પૂરી કરી લીધી છે અને તે આવું કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. આ યાદીમાં રોહિત (203) પછી ન્યુઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ (173) બીજા સ્થાને છે, જ્યારે ઈંગ્લેન્ડનો ઓપનર જોસ બટલર (137) ત્રીજા સ્થાને છે.
રોહિતે T20 ઈન્ટરનેશનલમાં રનનો રેકોર્ડ બનાવ્યો હતો
રોહિતે વધુ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને હરાવ્યો હતો. ટી20 ઈન્ટરનેશનલમાં બાબરના નામે 4145 રન છે. તે હવે બીજા સ્થાને સરકી ગયો છે. જ્યારે રોહિતે આ તાજ બાબર પાસેથી છીનવી લીધો છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 157 મેચ રમીને 32.28ની એવરેજથી સૌથી વધુ 4165 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 140.80 હતો.
ઓસ્ટ્રેલિયા સામે ભારતનો દબદબો છે
ટી20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 32 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 20 મેચ જીતી છે, જ્યારે 11 મેચ હારી છે. એક મેચ અનિર્ણિત રહી હતી. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે 6 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન ભારતે 4 અને ઓસ્ટ્રેલિયાએ બે જીત મેળવી હતી.
વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 રાઉન્ડમાં ટૂંક સમયમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક મહત્વપૂર્ણ મેચ યોજાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. એટલે કે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે. અહીં થોડો સમય ભારે વરસાદ પડે છે, પછી થોડીવાર પછી તડકો પડે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અહીં 51 ટકા વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં આ મેચ ધોવાઈ જવાની સંભાવના છે. જો કે, આ સમયે વરસાદ નથી, જેનો અર્થ છે કે ટોસ નિર્ધારિત સમયે થવાની ધારણા છે.
તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા પહેલા જ સુપર-8ના ગ્રુપ-2માંથી સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરી ચૂક્યા છે. જ્યારે ગ્રુપ-1 હજુ સંપૂર્ણ રીતે ખુલ્લું છે. જો કે, ગ્રુપ-1માં ભારતીય ટીમ 4 પોઈન્ટ અને +2.425ના ઉત્તમ નેટ રન રેટ સાથે ટોપ પર છે. તેણે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.
બીજી તરફ ઓસ્ટ્રેલિયા છે, જે અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરીને આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો કાંગારૂ ટીમ સેમિફાઇનલની રેસમાં રહેવા માંગે છે, તો તેને આ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જો આ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો તેને સીધેસીધી રદ કરવી પડશે, કારણ કે સુપર-8 મેચો માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.