નવી દિલ્હીઃ બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીના શુક્રવારથી ભારત યાત્રા પર છે. દેશમાં નવી સરકારની રચના પછી કોઈ વિદેશી નેતાની આ પહેલી દ્વિપક્ષી યાત્રા છે. આ પ્રસંગે બંને દેશોની વચ્ચે કેટલાક મહત્ત્વના સમજૂતી કરાર થયા હતા.
ભારતીય વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે ભારત, બંગલાદેશ કોલકાતા અને ચટગાંવની વચ્ચે બસ સેવા શરૂ કરશે. આ સિવાય ભારત અને બંગલાદેશ ગંગા જળ સંધિમાં સુધારાવધારા કરવા માટે સંયુક્ત ટેક્નિકલ સમિતિ બનાવવા પર સહમતી સધાઈ હતી. ભારત તીસ્તા નદીના સંરક્ષણ અને વહીવટ માટે કાર્ય કરશે. બંને દેશો વચ્ચે કુલ 10 સમજૂતી અને સાત ઘોષણાઓ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું. ભારત અને બંગલાદેશે શનિવારે વ્યાપક આર્થિક ભાગીદારી પર વાટાઘાટ શરૂ કરવા પર સહમતી દર્શાવી હતી. વડા પ્રધાન મોદીએ બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાની સાથે વાતચીત પછી આ માહિતી પત્રકારોને આપી હતી.
વડા પ્રધાને કહ્યું હતું કે બંગલાદેશ ભારતનું સૌથી મોટું વિકાસનું ભાગીદાર છે અને નવી દિલ્હીની સાથે દ્વિપક્ષી સંબંધો માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તેમણે હસીનાની હાજરીમાં કહ્યું હતું કે ભારત-બંગલાદેશની વચ્ચે નવાં ક્ષેત્રોમાં સહયોગ માટે એક ભવિષ્યનું દ્રષ્ટિપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
બંને પક્ષોએ ડિજિટલ ક્ષેત્ર, સમુદ્રી ક્ષેત્ર અને રેલવે કનેક્ટિવિટી સહિત અન્ય ક્ષેત્રોમાં સંબંધોને આગળ વધારવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા અને ભારત અને બંગલાદેશની વચ્ચે હરિત ભાગીદારી માટે દ્રષ્ટિપત્રને અંતિમ રૂપ આપ્યું હતું. બંને દેશો વચ્ચે સમુદ્રી સહયોગ અને સમુદ્રી અર્થતંત્ર પર સમજૂતીને મહત્ત્વની માનવામાં આવે છે.




હાલમાં દૈનિક સમાચાર પેપરોમાં “ખાદ્ય ચીજ વસ્તુ/તૈયાર ખોરાકમાં વંદો-દેડકા-ઉંદર તથા અન્ય જીવ જંતુઓ મળી આવે છે તેવા સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. જે સમાચારો બાબતે જણાવવાનું કે, ઉનાળાની સીઝનનાં કારણે જીવ જંતુઓનો ઉપદ્રવ ખુબ જ વધેલ છે. જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ કે ધાબામાં ખોરાક બનાવવાની જગ્યાએ રસોડામાં ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવ્યા બાદ યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો અથવા તે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રો મટીરિયલ્સ (ખાસ કરીને શાકભાજી)ને યોગ્ય રીતે સાફ કે સંગ્રહ ન કરવામાં આવે તો આવા બનાવો બનવાની શક્યતાઓ વધી જાય છે.
જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનિટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટિસ આપવામાં આવે છે. જો આ નોટિસની સૂચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે. ફૂડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવજંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવજંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.
ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ helpdesk.fdca@gmail.com પર ફરિયાદ નોંધાવી શકાય છે.
યોગ નિષ્ણાંતો દ્વારા સત્રોનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું અને નિયમિત રીતે યોગ કરવાથી થતા શારીરિક અને માનસિક ફાયદાઓ વિશે સમજાવ્યું હતું.

સંસ્થાના જાણીતા શુભેચ્છકો, દાતાઓ, સ્વયંસેવકો અને સમર્થકોનો સહકાર કાર્યક્રમમાં મળ્યો હતો. ઉદ્યોગસાહસિક, વિસામો કિડ્સમાં ત્રીજી પેઢીના દાતા અને બાળ પ્રયોજક એવા અનન શાહ, વિસામો ટાસ્ક ગ્રૂપના સભ્ય અને સુધા મૂર્તિ, ભદ્રા મહેતા, રાજસી ઠક્કર, સંદ્યા કંડુની પુસ્તકોના જાણીતા અનુવાદક એવા સોનલ મોદી પણ હાજર રહ્યા હતા.


આસામ અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં ભીષણ ગરમી અને વરસાદની અછતને કારણે ચાના ઉત્પાદનને માઠી અસર પહોંચી છે, જેને પગલે ચાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઇન્ડિયન ટી એસોસિયેશન (TAI)ના અધ્યક્ષ સંદીપ સિંઘાનિયાએ જણાવ્યું હતું ગયા વર્ષની તુલનામાં જૂન સુધી ચાના સંયુક્ત પાકનું નુકસાન છ કરોડ કિલોગ્રામ થાય એવી શક્યતા છે.
વોર્મ અપ એક્સરસાઇઝથી શરૂ કરીને બેસીને અને ઉભા રહીને વિવિધ આસનો કરવામાં આવ્યા. સાથે જ સહભાગીઓને યોગનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતમાં કેટલીક શ્વસનક્રિયાને લગતી તકનિકો બતાવી અને તમામને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત યોગાસન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિએ ખૂબ જ મહેનત અને ઉત્સાહ સાથે યોગ કર્યા હતા.
આ નુક્કડ નાટકના આયોજનનો ઉદ્દેશ્ય કામદારોને બાંધકામ સ્થળો પર સલામતીના મહત્વ વિશે આકર્ષક રીતે જાગૃત કરવાનો અને શિક્ષિત કરવાનો હતો. શેરી નાટકમાં મુખ્ય સુરક્ષા વિષયો જેમ કે સાધનોનો યોગ્ય ઉપયોગ, સલામતી માર્ગદર્શિકાઓનું પાલન, કટોકટી સમયે શું કરવું અને કામના સ્થળે સલામત વાતાવરણ જાળવવાનું મહત્વને આવરી લેવામાં આવ્યા હતા.
આ સુરક્ષા કર્મીઓ દેશના વિવિધ રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાંથી આવે છે. દરેકની ભાષાઓ પણ અલગ હોય છે. આથી શેરી નાટકની ભાષા સરળ અને દરેક વ્યક્તિને સમજમાં આવે તેવી રાખવામાં આવી છે.
કામદારોનું ધ્યાન આકર્ષિત કરવા અને સલામતી સંદેશાઓને અસરકારક રીતે રજૂ કરવા માટે નાટકમાં કેટલાંક રમૂજી અને સંબંધિત દ્રશ્યો સામેલ કરવામાં આવ્યા છે.
આ ઝુંબેશ આગામી છ મહિનાઓ સુધી ચાલુ રહેશે. જેમાં કાસ્ટિંગ યાર્ડ્સ, ટનલ શાફ્ટ, બાંધકામ હેઠળના સ્ટેશનો, ડેપો, પુલ અને વાયડક્ટને આવરી લેવામાં આવે છે.


દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકો માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મનોદિવ્યાંગ કન્યાઓને મેડીકલ ટીમની મદદથી મેન્સ્ટ્રુઅલ હાઈજીનની તાલિમ, વિશિષ્ટ બાળકો માટે વિવિધ રમત ગમત, વિશિષ્ટ બાળકોની તાલીમ માટે જરૂરી સાધનો માટે અનુદાન વગેરે પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે જેના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.