Home Blog Page 1715

ભારતીય અર્થતંત્ર ‘ટેકઓફ્ફ’ થવા સજ્જ છેઃ ગૌતમ અદાણી

મુંબઈઃ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલની વાર્ષિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2024માં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઉદઘાટન ભાષણ આપતાં કહ્યું હતું કે દેશનું અર્થતંત્ર વર્ષ 2032 સુધીમાં 10 ટ્રિલિયલ ડોલરનું થઈ જશે, જ્યારે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કુલ ખર્ચ 2.5 લાખ કરોડ અમેરિકી ડોલરને પાર પહોંચશે. આ ખર્ચનો 25 ટકા ખર્ચ ઊર્જા અને ઊર્જા ક્ષેત્રે થવાની ધારણા છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ગ્રીન ઇલેક્ટ્રોનની ઉપલબ્ધતા જ કોઈ પણ દેશના આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

વર્ષ 1991થી 2014ની વચ્ચે દેશમાં માળખાકીય વિકાસનો પાયો નખાયો હતો અને રનવે બનાવવાનું કામ થયું હતું, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દાયકામાં વિમાનોના ઉડાન ભરવાનો સમય હતો, એમ તેમણે કહ્યું હતું. આ સમિટમાં તેમણે પ્રાચીન રોમ સામ્રાજ્યથી માંડીને ચીનમાં થયેલા માળખાકીય સુધારાનો મુસદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વ ઓદ્યૌગિક ક્રાંતિથી મોટા પાયે મૂડીરોકાણ થયું અને એનાથી આર્થિક પ્રગતિ થઈ હતી, જેને કારણે બ્રિટન વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બન્યો હતો. તેમણે આ સમિટમાં માળખાકીય વિકાસમાં સરકારી નીતિઓ અને શાસનની ભૂમિકા, ભવિષ્ય અને સ્થિરતાથી પાયાના માળખામાં અદાણી ગ્રુપની ભૂમિકાને ઉજાગર કરી હતી.

તેમણે લાઇસન્સ રાજ ખતમ થવાની સાથે કેટલાક વેપારી ગૃહોના એક સમયે વર્ચસ્વની વાત પણ કહી હતી. તેમણે NIP એટલે કે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનની પણ વાત કરતાં કહ્યું હતું કે આ કાર્યક્રમથી 2020-25માં રૂ. 111 લાખ કરોડના મૂડીરોકાણનું લક્ષ્ય નિર્ધારિત થયું છે. તેમણે આ અવસરે મોદી સરકારનાં કાર્યો પણ ગણાવ્યાં હતા. મોદી રાજમાં કોર્પોરટ ટેક્સ ઘટાડીને 22 ટકા થયો હતો અને ચાલુ ખાતાની ખાધ GDPના 0.8 ટકા પર આવી ગઈ હતી. એનું પરિણામ સૌની સામે છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે દેશમાં 1991થી શરૂ થયેલી આર્થિક ઉદારીકરણની નીતિનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ભૂતપૂર્વ નાણાપ્રધાન મનમોહન સિંહની કામગીરીને પણ વખાણી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ બેન્કના આંકડા અનુસાર ઉદારીકરણથી પહેલાં ત્રણ દાયકામાં દેશની GDP સાત ગણી અને ઉદારીકરણ પછીના ત્રણ દાયકામાં GDP 14 ગણી વધી હતી.

તેમણે આ સમિટમાં હાઇવે, પોર્ટ, ટ્રાન્સમિશન ગ્રિડ, ટ્રાન્સપોર્ટ માટે કોરિડોર, એરપોર્ટ, નવા મેટ્રો રેલ નેટવર્ક જેવાં કામોનાં ઉદાહરણ પણ આપ્યાં હતા. મોદી સરકારના દોરમાં લાવવામાં આવેલા UPIના પાયાના માળખાથી નાણાકીય ક્ષેત્રે આમૂલ ફેરફારો થયાની વાત તેમણે કરી હતી.

તેમણે દાવો કર્યો હતો કે ભારતની વાસ્તવિક પ્રગતિ હજુ થવાની બાકી છે. દેશમાં પડકારો હોવા છતાં  હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતની વાસ્તવિક પ્રગતિ, વાસ્તવિક વિકાસ થવાનો બાકી છે.

ગ્રુપ 100 અબજ ડોલરનું રોકાણ કરશે: અદાણી

તેમણે જાહેરાત કરી હતી કે અદાણી ગ્રુપ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવા માટે મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટ સહિત એનર્જી ટ્રાન્ઝિશન પ્રોજેક્ટ્સ પર 100 બિલિયન અમેરિકન ડોલર કરતાં પણ વધુનું મૂડીરોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. અદાણી ગ્રુપ ગ્રીન હાઇડ્રોજન માટે સોલાર પાર્ક, પવન ફાર્મ અને ઇલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરવાની સુવિધાઓ વિકસાવી રહ્યું છે. તેમનું ગ્રુપ છેલ્લાં 30 વર્ષમાં બીજી સૌથી મોટી સોલર પાવર કંપની બની હતી. અદાણી ગ્રુપની પાસે સૌથી મોટું પોર્ટ અને લોજિસ્ટિક કંપની છે, જેનો બજાર હિસ્સો 30 ટકા છે.

 

 

 

 

 

 

 

 

 

હવામાન અપડેટ: કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત

દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમી ચાલુ છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં તાપમાન સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. તે જ સમયે, હવામાન વિભાગે દિલ્હીના લોકોને સારા સમાચાર આપ્યા છે. IMD અનુસાર બુધવારે દિલ્હી સહિત NCRમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડી શકે છે.

દિલ્હીમાં ક્યારે પડશે વરસાદ?

IMD એ તેના અપડેટમાં જણાવ્યું છે કે આજે દિલ્હીમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે હળવો વરસાદ, ધૂળનું તોફાન, વાદળોની ગડગડાટ, વીજળી પડી શકે છે. હવામાન વિભાગે રાજધાની દિલ્હી માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.

આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગે કહ્યું કે 21 થી 23 જૂન સુધી હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેશે. IMD એ ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 થી 23 જૂન દરમિયાન કર્ણાટક, કેરળ અને માહેના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ તમામ સ્થળો માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે.

આ રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું પ્રવર્તશે

19 જૂને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીનું મોજું આવવાની શક્યતા છે. જમ્મુ ડિવિઝન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, બિહાર, ઝારખંડ અને ઓડિશાના વિવિધ ભાગોમાં સામાન્ય લોકોને આજે પણ ગરમીથી રાહત મળવાની નથી.

IMD એ આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું

IMDએ કહ્યું કે 22 અને 23 જૂને તમિલનાડુ, પોંડિચેરી અને કરાઈકલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. વિભાગે તેના એલર્ટમાં જણાવ્યું છે કે આજે અને આવતીકાલે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

મુખ્યમંત્રીનો શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.

રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન–એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.

તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

છેતરપિંડી કરનારાઓ સામે મોટી કાર્યવાહી

સરકાર કૌભાંડીઓ સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. તમે જોયું હશે કે આજકાલ ઘણા લોકોને વીજળીના કનેક્શન કાપી નાખવાના મેસેજ મળી રહ્યા છે. આ સિવાય લોકોને KYC મેસેજ પણ મળી રહ્યા છે. આ બંને ફેક મેસેજ છે અને આ મેસેજ દ્વારા લોકોને ફસાવવામાં આવી રહ્યા છે અને છેતરપિંડી કરવામાં આવી રહી છે. હવે સરકારે આવા છેતરપિંડી કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે અને 30 હજારથી વધુ મોબાઈલ નંબર બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય જે મોબાઈલ ફોનમાં આ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


ટેલિકોમ વિભાગે લગભગ 30 હજાર નંબર અને 400 મોબાઈલ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં આ તમામ મોબાઈલ નંબર મોબાઈલ કૌભાંડમાં સંડોવાયેલા હતા. આ નંબરો પરથી લોકોને નકલી મેસેજ મોકલવામાં આવતા હતા અને પછી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.

ચક્ષુ પોર્ટલ પર મળેલી ફરિયાદોના આધારે ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ કાર્યવાહી કરી છે. જો તમને પણ આવો કોઈ મેસેજ મળે છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે KYCનું પાલન ન કરવાને કારણે વીજળીનું કનેક્શન કાપવામાં આવશે, તો તમે ચક્ષુ પોર્ટલ પર તે નંબર વિશે ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત, તમે આ સાઇટ પર કોઈપણ સંભવિત છેતરપિંડી અથવા કૌભાંડ નંબરની જાણ કરી શકો છો.

છેલ્લા એક માસમાં બટેટા, ડુંગળી અને ટામેટાંએ રસોડાનું બજેટ ખોરવ્યું

નવી દિલ્હીઃ ચોમાસામાં થઈ રહેલા વિલંબ અને દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે બજારમાં શાકભાજીની છૂટક કિંમતોમાં વધારો થયો છે. ખાસ કરીને દૈનિક ધોરણે વપરાતા બટેટા, ડુંગળી અને ટામેટાંની કિંમતોમાં 20થી 50 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. જેથી સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાયું છે.

છેલ્લા એક મહિનામાં બટેટા, ડુંગળી અને ટામેટાં- ત્રણે મોંઘાં થયાં છે. સ્ટેસ્ટિક્સ મંત્રાલયના આંકડા અનુસાર ખાદ્ય પદાર્થોનો ફુગાવો ઓર પણ વધવાની આશંકા છે. એપ્રિલમાં ખાદ્ય મોંઘવારી દર 8.7 ટકા થઈ ગયો છે, જે માર્ચમાં 8.5 ટકા રહ્યો હતો. શહેરી વિસ્તારોની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ મોંઘવારી દર વધતો જઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર 8.75 ટકા થઈ ચૂક્યો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે આશંકા વ્યક્ત કરી હતી કે ભીષણ ગરમીને કારણે ફળો અને શાકભાજીની કિંમતો મોંઘી થઈ શકે છે.

એક સર્વે મુજબ દેશના 16 ટકા પરિવારોએ અત્યારથી બટેટા, ડુંગળી અને ટામેટાં ખરીદવાનું ટાળી રહ્યા છે. આ પરિવારોએ આ શાકભાજી ખાવાની ઓછી કરી દીધી છે.

વાસ્તવમાં ભીષણ ગરમીની પ્રતિકૂળ અસર ટામેટાંના પાક પર પડી છે. કાળઝાળ ગરમીથી ટામેટાં મોંઘાં થયાં છે. કોલકાતામાં ટામેટાં રૂ. 100 પ્રતિ કિલો થયા છે. ટામેટાં સિવાય આ વર્ષે બટેટા અને ડુંગળીની ઊપજ પણ ઓછી થઈ છે. જેથી છેલ્લા એક મહિનામાં આ શાકભાજીની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ બજારમાં બટેટા પ્રતિ કિલો રૂ. 50, ડુંગળી રૂ. 40 અને ટામેટાં રૂ. 80ની આસપાસ ચાલી રહ્યા છે.

 

 

 

 

 

 

 

 

લ્યો, આ ગામમાં તો ફક્ત ગજરાજ જ રહે છે!

ભારતમાં અનેક ગામડાઓ છે એમાં કોઈ નવી વાત નથી, પરંતુ રાજસ્થાનમાં જયપુર પાસે એક એવું ગામ છે જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. એટલા માટે કે, આ ગામમાં કોઇ લોકો રહેતા નથી, પણ હાથી રહે છે!

હા, ખાસ હાથીઓને રહેવા માટે આ ગામ બનાવવામાં આવ્યું છે, જે હાથીગાંવ તરીકે ઓળખાય છે. જયપુરના પ્રખ્યાત આમેર મહેલથી દોઢેક કિલોમીટરના અંતરે આ ‘હાથીગાંવ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ગામમાં હાથીઓને રહેવા માટે અલગ અલગ એપાર્ટમેન્ટ્સ સહિત વિવિધ સુવિધાઓ પણ છે!

આમેર કિલ્લા પાસે આવેલા આ પર્યટક સ્થળમાં હાથીની સવારી એક મહત્વની પ્રવૃત્તિ ગણવામાં આવે છે. તેથી હાથીઓની સુરક્ષાને ધ્યાને રાખી રાજસ્થાન સરકાર દ્વારા હાથીઓનું ગામ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ગામનો કુલ વિસ્તાર 30.5 હેક્ટર છે. અહીં લગભગ 76 જેટલા હાથીઓ છે અને તેમના માટે 1 BHK અને 2 BHK જેવા ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે! એટલું જ નહીં, ગામમાં હાથીઓ માટે તળાવ, માટી સ્નાન, હોસ્પિટલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. વિદેશી પ્રવાસીઓ આ સ્થળ પર ખુબ મજા માણવા આવે છે. ખાસ કરીને તેઓ હાથીની સવારીનો આનંદ માણે છે. તેમને હાથીઓની જીવનશૈલીને પણ નજીકથી જાણવાની તક મળે છે. ગામનું સંચાલન જયપુર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે.

જયપુર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેન્જ ઓફિસર જિતેન્દ્રસિંઘ ચૌધરીએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું કે,”આમેર મહેલ એક પર્યટક સ્થળ છે. અહીં પર્યટકોમાં એલિફન્ટ રાઈડિંગ (હાથીની સવારી)નો ખુબ ઉત્સાહ જોવા મળે છે. તેથી હાથીઓના સંરક્ષણ માટે સરકાર દ્વારા હાથીગાંવનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા આ ગામમાં 150 જેટલા હાથીઓ હતા. તે સંખ્યા ઘટીને હવે 76 થઈ ગઈ છે. હાથીઓની સાર સંભાળ માટે સરકાર દ્વારા વિવિધ ગાઈડ લાઈન બનાવવામાં આવી છે. જેનું પાલન કરવું મહાવતો માટે અનિવાર્ય છે. તેમજ એલિફન્ટ રાઈડિંગ માટે પણ એક નિશ્ચિત સમય નક્કી કરવામાં આવ્યો છે.”

હાથીઓની સંભાળ રાખવા માટે મહાવત પરિવારો પણ અહીં રહે છે. સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે તેઓ હાથીઓની સાથે રહે છે અને તેમની સંભાળ રાખે છે. હાથીઓનો તમામ ખર્ચ સરકાર પૂરો પાડે છે. જ્યારે મહાવતોને પણ મકાન આપવામાં આવ્યાં છે. તેમનો ભરણપોષણનો આધાર હાથી પર રહે છે. તેઓ દિવસ-રાત હાથીઓ સાથે રહી પોતાનું જીવન જીવે છે અને હાથીઓનો ઉછેર કરે છે.

ભારતના એકમાત્ર હાથીગાંવમાં લગભગ 76 હાથી અને એટલી જ સંખ્યામાં મહાવત પરિવારો રહે છે, કારણ કે એક હાથીની સંભાળ એક મહાવત પરિવાર દ્વારા લેવામાં આવે છે. તેમજ હાથીઓના પણ લક્ષ્મી, ચમેલી, રૂપા, ચંચલ જેવા નામો છે અને તેઓ ફક્ત નામથી જ ઓળખાય છે.

આ ઉપરાંત ખાસ ઓળખ માટે હાથીઓના કાનની નીચે માઇક્રોચિપ્સ પણ લગાવવામાં આવી છે. મોસમના આધારે, હાથીઓને પણ મહિનામાં 15 દિવસની રજા મળે છે અને શિયાળા, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનુસાર ખોરાક આપવામાં આવે છે. હાથીગાંવમાં, હાથીઓ માટે એક બ્લોકમાં ત્રણ આશ્રયસ્થાનો છે અને આ ગામમાં લગભગ 20 બ્લોક છે.આટલું જ નહીં પોલીસ સ્ટેશન પણ નજીક છે જેથી હાથી પર દિવસ-રાત નજર રાખી શકાય.

છે ને જોવા જેવું અને સવારી કરવાનું મન થાય એવું અનોખું હાથીગાંવ?

વિડીયો સ્ટોરી અહીં જુઓ:

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)


 

(નિરાલી કાલાણી-મુંબઇ)

કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

કાશ્મીર ઘાટીના બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓના ગોળીબારમાં એક SOG (જમ્મુ-કાશ્મીર પોલીસ)ના જવાનને ગોળી વાગી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસનું કહેવું છે કે ઓપરેશન ચાલુ છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના સોપોરના હદીપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. આના પર સેના, સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પોતાને ઘેરાયેલા જોઈને આતંકીઓએ જવાનોને નિશાન બનાવીને ગોળીબાર શરૂ કરી દીધો હતો.

ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળો દ્વારા જવાબી ગોળીબાર સાથે એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં બે આતંકીઓ માર્યા ગયા છે. જો કે હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. આતંકીઓએ કરેલા ગોળીબારમાં SOGના એક જવાનને ગોળી વાગી હતી, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બીજી તરફ ડોડામાં તાજેતરમાં થયેલા હુમલાના સંદર્ભમાં સુરક્ષા દળોએ ત્રણ લોકોની પૂછપરછ માટે અટકાયત કરી છે. અધિકારીઓનું માનવું છે કે જિલ્લાના પહાડી વિસ્તારોમાં ત્રણથી ચાર આતંકીઓ હાજર છે. 11 જૂનની રાત્રે આતંકવાદીઓએ ભદરવાહ-પઠાણકોટ રોડ પર એક પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન અને એસપીઓ ઘાયલ થયા હતા.

ડોડા જિલ્લાના જય વિસ્તારમાંથી સુરક્ષાકર્મીઓ દ્વારા અટકાયત કરાયેલા ત્રણ લોકોની વચ્ચે એક દંપતી પણ સામેલ છે. તેઓ આતંકવાદીઓને ખોરાક પૂરો પાડતા હોવાની શંકા છે. આ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે, અગાઉ પોલીસે કહ્યું હતું કે તાજેતરમાં રિયાસી જિલ્લામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર થયેલા હુમલાની તપાસમાં 50 લોકોની અટકાયત કરવામાં આવી છે.

કેવીક અડીખમ છે એમ.જે. લાઇબ્રેરી?

સોશિયલ મિડીયાના આ જમાનામાં વાંચનની ટેવ સતત ઘટતી જાય છે એવી ફરિયાદ આપણે સાંભળતા રહીએ છીએ. એ ફરિયાદ ખોટી પણ નથી. વાંચનની આદત આ જ રીતે ઘટતી જશે તો એક દિવસ પુસ્તકાલય એ શબ્દ ફક્ત ડિક્શનરીમાં જ રહી જશે અને નવી પેઢી માટે આ શબ્દ ભૂતકાળ હશે.

ભૂતકાળ છોડો, વર્તમાનમાં પણ પુસ્તકાલય એ શબ્દ અઘરો થતો જાય છે. પુસ્તકાલયો ધીમે ધીમે જે રીતે અદૃશ્ય થતાં જાય છે એ જોતાં એક વિચાર એવો આવે કે, એક સમયે જે પુસ્તકાલયો વાચનશોખીન લોકોથી ઉભરાતાં હતા એ પુસ્તકાલયોની આજે સ્થિતિ કેવી હશે?

એ સવાલનો જવાબ મેળવવા આવો આજે વાત કરીએ એક સમયે અમદાવાદ જેવા શહેરની એક ઓળખ હતી એ પ્રસિધ્ધ એમ. જે. લાઇબ્રેરીની. 15 એપ્રિલ 1938 ના રોજ સ્થપાયેલ આ શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય એટલે કે એમ. જે. લાઇબ્રેરી એક અર્થમાં જ્ઞાનની ગંગા સમાન છે.

ઇતિહાસ

એક બાજુ દાંડીકૂચની ચળવળ શરૂ હતી અને બીજી બાજુ 27મી જુલાઈ 1933 ના રોજ ફ્રી પ્રેસના માધ્યમથી રસિકલાલ માણેકલાલ સુધી ગાંધીજીના વિચારો પહોંચ્યા. સાબરમતી આશ્રમ બાદ ગાંધીજીએ એક સાર્વજનિક પુસ્તકાલય બનાવવાનો વિચાર કર્યો હતો. રસિકલાલ માણેકલાલને આનો વિચાર આવતાની સાથે જ તેમણે પોતાના પિતાની સ્મૃતિ રૂપે ગાંધીજીને 55000 રૂપિયાની ભેટ મોકલી હતી. એ પછી “માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય” અસ્તિત્વમાં આવ્યું હતું. જયપુરી સ્થાપત્યશૈલી ધરાવતા આ પુસ્તકાલયનું લોકાર્પણ લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે 15 મી એપ્રિલ 1938ના રોજ કરવામાં આવ્યું. જે બાદ રસિકલાલ માણેકલાલ તરફથી અવિરત અનુદાન મળતા “સુભદ્રાબેન માણેકલાલ વાંચનાલય” અને “બાળકિશોર વિભાગ” પણ અસ્તિત્વમાં આવ્યા હતા. આ સાથે નોંધનીય છે કે આ પુસ્તકાલયની શરૂઆત જેમ રસિકલાલ માણેકલાલના અનુદાનથી થયેલ છે. તેમ ગાંધીજીના વિચારો અહીંથી જ વિસ્તરણ પામ્યા છે. વાત 1930ની છે જ્યારે પુસ્તકાલય પૂર્ણરૂપે અસ્તિત્વમાં પણ નહોતું આવ્યું ત્યારે ગાંધીજીએ પુસ્તકાલયને 7000 પુસ્તકોની ભેટ આપી હતી. જે બાદ સાહિત્યકારો, સાહિત્ય રસિકો અને જ્ઞાનપિપાસુ માં “મા.જે.” ના હુલામણા નામથી આ પુસ્તકાલય તેના પ્રારંભથી જ ભવ્ય ભૂતકાળ સાથે ઉજ્જવળ વર્તમાનના સુર્વણાંકિત પૃષ્ઠો થકી વધુ દૈદીપ્યમાન અને સુવાસિત બન્યું છે.

વર્તમાન

માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયમાં આજે પણ જ્ઞાનની ગંગા વહી રહી છે. હાલના સમયમાં પણ દૈનિક લગભગ 3000 થી વધુ લોકો આ જ્ઞાનની ગંગામાં ડૂબકી મારે છે. જ્યારે વાત જ્ઞાનની થાય તો વિજ્ઞાનને કેમ ભૂલી શકાય, હજારો લોકોને જ્ઞાન પીરસતી આ લાયબ્રેરી વિજ્ઞાન સાથે પણ તાલ મેળવીને ચાલે છે. 15 મી એપ્રિલ 2010ના રોજ આ લાઇબ્રેરીનું વિસ્તરણ કરવામાં આવ્યું. ત્યાં પુસ્તકાલયની તમામ સેવાઓ કમ્પ્યુટર આધારિત કરવામાં આવી હતી. જ્યારે વધતા વિકાસમાં વચ્ચે દેશનો અમૂલ્ય વારસો ગુમ ન થાય તે માટે પુસ્તકાલયને 30મી જાન્યુઆરી 2016 ના ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિતે પુસ્તકાલયની વેબ સાઈટ કાર્યરત થઇ. 1 લી જુલાઈ 2021 ના રોજ  પુસ્તકાલયને ડિજિટલ બનાવવામાં આવ્યું. આ પુસ્તકાલય લોકોની આંગળીના ટેરવે પહોંચ્યું. જેમાં હાલ 55000 કરતા પણ વધુ પુસ્તકોની વાંચનસામગ્રી ઉપલબ્ધ છે.

હાલ એમ.જે લાયબ્રેરી અંતર્ગત શહેરમાં બીજા પાંચ પુસ્તકાલય અને વાંચનાલયો કાર્યરત છે. લાયબ્રેરીમાં બધી વયના લોકો માટે વાતાનુકુલ કક્ષ અલગ-અલગ પ્રદાન કરવામાં આવી રહ્યા છે. જ્યારે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે ખાસ પ્રજ્ઞાચક્ષુ શ્રાવ્ય વિભાગ પણ સજ્જ કરવામાં આવ્યો છે. જેમાં 1832 શ્રાવ્ય ગ્રંથો ઓનલાઈન પણ કરવામાં આવ્યા છે. નોંધનીય બાબત તો એ છે કે શ્રાવ્ય વિભાગને સજ્જ કરવા માટે હાલ સુધીમાં લગભગ 1.30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

નવા સાહિત્યસર્જન માટે પ્રોત્સાહન

શેઠ માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય નવા સાહિત્ય સર્જન માટે પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં પાછળ રહ્યું નથી. પુસ્તકાલયના સહયોગથી અમદાવાદ શહેરના જૂની રંગભૂમિના સિનિયર કલાકાર ‘સિનિયર આર્ટીસ્ટ ફોર્મ’ તેમજ ‘શ્રી રંગમંચ સેવા ફાઉન્ડેશન’ અંતર્ગત તેમની કળા વ્યક્ત કરી શકે અને નવોદિત સાહિત્યકારો અને સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ માટે પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ઓડિટોરિયમમાં પ્રતિ માસ સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે.

પુસ્તકાલયના ગ્રંથપાલ બિપીન મોદી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવે છે કે ‘જ્ઞાનના ભંડાર સાથે સંસ્કૃતિને આગળ ધપાવતાં આ પુસ્તકાલયનો બુલેટ ટ્રેનની ગતિથી વિકાસ થઇ રહ્યો છે. પહેલા અહીં તમામ પુસ્તકો પરંપરાગત પદ્ધતિથી આપવામાં આવતા હતા. જે બાદ ટેકનોલોજીના વિકાસ સાથે પુસ્તકાલય પણ ડિજિટલ લાયબ્રેરી સ્વરૂપે બહાર આવી છે. હાલ 8 લાખ કરતા વધુ પુસ્તકો અને 25000 કરતા વધુ સભાસદોના ડેટા RFID સિસ્ટમ હેઠળ સજ્જ કરવામાં આવ્યા છે. જેની મદદથી સમય અને સ્થળની મર્યાદા સિવાય ઉભોક્તા જરૂરિયાત મુજબ સાહિત્ય શોધ કરી શકે છે. સંસ્કૃતિની જ્યારે વાત આવે ત્યારે હાલ ગાંધીજીના 15000 મુલ્યવાન પુસ્તકો ઓનલાઈન રાખવામાં આવ્યા છે. પુસ્તકો સાથે વાચકોની સુવિધાનું અહીં પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. વાચકોના સમય અને સંપત્તિના બચાવ અર્થે અહીં લાયબ્રેરી નેટવર્ક સજ્જ કરવામાં આવ્યું છે. જેથી વાચક પુસ્તકાલય હેઠળ કાર્યરત બીજા ચાર પુસ્તકાલયમાંથી પણ મનપસંદ પુસ્તક વાંચી શકે છે.’

(તેજસ રાજપરા- અમદાવાદ)

મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે ફટકારી સતત બીજી સદી

સ્મૃતિ મંધાનાએ તોફાની પ્રદર્શન કર્યું અને દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીની બીજી મેચમાં સદી ફટકારી. મંધાનાએ સતત બીજી મેચમાં સદી ફટકારી છે. મહિલા ક્રિકેટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. મંધાનાએ બુધવારે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. તેણે સદીની મદદથી ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ભારત માટે સૌથી વધુ ODI સદી ફટકારવાના મામલે મંધાના સંયુક્ત રીતે ટોચ પર પહોંચી ગઈ છે.

ભારતીય મહિલા ટીમ માટે સૌથી વધુ વનડે સદી ફટકારવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે હતો. મિતાલીએ 232 મેચમાં 7 સદી ફટકારી છે. જ્યારે મંધાનાએ 84 મેચમાં 7 સદી ફટકારી હતી. મંધાના હવે મહિલા ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વનડે સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે ટોચ પર પહોંચી ગઈ છે. મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન વનડે શ્રેણીમાં સતત બીજી સદી ફટકારી છે.

મંધાનાના નામે નોંધાયેલ રેકોર્ડ

સ્મૃતિ મંધન મહિલા ક્રિકેટમાં સતત બે વનડે સદી ફટકારનારી ટીમ ઈન્ડિયાની પ્રથમ ખેલાડી બની ગઈ છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન શ્રેણીની પ્રથમ મેચમાં 117 રન બનાવ્યા હતા. સ્મૃતિની આ ઇનિંગમાં 12 ફોર અને 1 સિક્સ સામેલ હતી. ભારતે આ મેચ 143 રને જીતી લીધી હતી. હવે તેણે બીજી વનડેમાં પણ સદી ફટકારી છે. સ્મૃતિએ બીજી વનડેમાં તોફાની ઇનિંગ રમી હતી.

મંધાનાએ બીજી વનડેમાં રમી તોફાની ઇનિંગ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે બેંગ્લોરમાં રમાઈ રહી છે. આ મેચમાં તેણે 120 બોલનો સામનો કર્યો હતો અને 136 રનની ઇનિંગ રમી હતી. મંધાનાની આ ઇનિંગમાં 18 ફોર અને 2 સિક્સ સામેલ હતી. સ્મૃતિએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે સદીની ભાગીદારી પણ રમી હતી.

સોનાક્ષીના મુસ્લિમ યુવક સાથે લગ્નથી સોશિયલ મિડિયા પર વિવાદ

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલની સાથે લગ્ન કરવાની છે. જોકે અહેવાલ છે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા સહિત પરિવાર તેમનાં લગ્નને લઈને નારાજ છે, કેમ કે હાલના દિવસોમાં શત્રુઘ્ન સિંહા અને લવ સિંહા પાસે સોનાક્ષીનાં લગ્ન વિશે રિએક્શન માગવામાં આવ્યું તો તેઓ ચૂપ રહ્યા હતા. જેથી સોશિયલ મિડિયા પર ચર્ચા છે કે સોનાક્ષીના પરિવારમાં તેનાં લગ્નને લઈને બધું ઠીકઠાક નથી ચાલી રહ્યું. આ સાથે સોનાક્ષી સિંહાને તેમની માતા અને ભાઈએ પણ ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી હતી.

 સોનાક્ષી સિંહાની 19 જૂને સંગીત સેરેમની છે. તેની 22 જૂને સગાઈ થવાની છે અને 23 જૂને લગ્ન થવાના છે. હાલમાં સોનાક્ષીનાં લગ્નના અહેવાલોને પહેલાજ નિહલાનીએ કન્ફર્મ કર્યા હતા. વાસ્તવમાં લગ્નના અહેવાલો વચ્ચે સમાચાર હતા કે શત્રુઘ્ન સિંહા પુત્રીથી ખફા છે, પરંતુ નિહલાનીએ કહ્યું હતું કે આવું બિલકુલ નથી, તેઓ લાંબા સમય સુધી નારાજ ના રહી શકે અને સોનાક્ષી તો તેમની લાડલી દીકરી છે અને તેનાં લગ્નમાં પણ તેઓ જરૂર આવશે.જોકે હાલમાં જોવા મળ્યું હતું કે સોનાક્ષી સિંહા પરિવારમાં કોઈને ફોલો કરે છે અને કોને અનફોલો કરે છે. જ્યારે સોનાક્ષી સિંહાની માતા ઇન્સ્ટાગ્રામ પર સોનાક્ષીનને અનફોલો કરે છે, તે માત્ર છ લોકોને ફોલો કરે છે.

સોશિયલ મિડિયા પર સોનાક્ષી સિંહાના લગ્નની ચર્ચા ચૌરે ને ચૌટે થઈ રહી છે. યુઝર્સ વિધર્મી યુવકથી લગ્ન કરવા જઈ રહેલી સોનાક્ષીને ટ્રોલ કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં મુસ્લિમ મહિલા  બિનમુસ્લિમથી લગ્ન નથી કરી શકતી, જ્યાં સુધી યુવક ધર્મ ના બદલે. મોટા ભાગના મુસ્લિમ બહુમતી દેશોમાં અન્ય ધર્મમાં લગ્નને સારા નથી માનતા. જોકે મુસ્લિમ યુવકોને ખ્રિસ્તી કે યહૂદી યુવતી સાથે લગ્ન કરવાની મંજૂરી છે.