Home Blog Page 1742

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો, 10ના મોત 33 ઘાયલ

ગઈકાલ 9મી જુનના રવિવાર દેશ માટે મહત્વનો રહ્યો. જ્યાં એક બાજું નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખતા પ્રધાનમંત્રી પદ માટે શપત ગૃહણ કર્યા. તો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની હાઈ વોલટેજ મેચ પણ ગઈકાલે રમાય હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. જ્યારે દેશ ઉત્સવના રંગમાં રંગાયેલું હતું ત્યારે જમ્મુ કાશ્મીરથી મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી છે.

ગત રવિવાર એટલે 9 જુનના સાંજના સમયે શંકાસ્પદ આતંકીઓએ શ્રદ્ધાળુઓની એક બસ પર ગોળીબાર કર્યો હતો. જંગલમાં વૃક્ષોની આડમાં છુપાયેલા આતંકીઓએ ઘાત લગાવીને ડ્રાઇવર પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 10 શ્રદ્ધાળુઓ મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હુમલાને કારણે ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી હતો જેથી બસ નજીકની ખાઇમાં ખાબકી હતી. જેને કારણે પણ અનેક લોકો ઘાયલ થયા છે. બસ શિવ ખોરી મંદિરેથી કટરા પરતી વખતે આતંકીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો.

જમ્મુ કાશ્મીર ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી બસ રિયાસી જિલ્લાના રાંસૂમાં આવેલા શિવ ખોરી મંદિરેથી કટરા તરફ જઇ રહી હતી. આ દરમિયાન આતંકીઓએ કાંડા ચંડી વિસ્તારમાં બસના ડ્રાઇવર પર ગોળીબાર કર્યો હતો. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આતંકી હુમલામાં ૩3 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે મૃત્યુઆંક 10થી વધી શકે છે. જે વિસ્તારમાં આ ઘટના બની તે રાજોરી જિલ્લાની સરહદે આવેલો છે. રાજોરીમાં અગાઉ અનેક વખત આતંકી હુમલા થઇ ચુક્યા છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસ અને સુરક્ષા દળો તાત્કાલીક દોડી ગયા હતા અને શ્રદ્ધાળુઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આતંકીઓએ આયોજનપૂર્વક આ હુમલો કર્યો હોવાની શક્યતાઓ છે. અહેવાલો પ્રમાણે આતંકીઓ રાજોરી, પૂંચ અને રિયાસી વિસ્તારમાં હોઇ શકે છે. તો આ સાથે જ આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

શપથ ગ્રહણ સમારોહના દિવસે જ આતંકીઓ દ્વારા થયેલા હુમલાને લઇને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તો આ સાથે જ PM બન્યા સાથે નરેન્દ્ર મોદીએ ટેલીફોનીક વાત કરી સ્થિતી સમીક્ષા કરી હવોની માહિતી પણ મળી રહી છે.

મળો દેશના 25થી 27 વર્ષના યુવા સાંસદોને….

લોકસભા ચૂંટણી 2024 ઘણી રીતે ખાસ છે. આ વખતે સંસદમાં ઘણા યુવા સાંસદો જોવા મળશે. ઉત્તર પ્રદેશના કૌશામ્બી, મચલીશહર અને બિહારના સમસ્તીપુરમાં જનતા દ્વારા સૌથી યુવા સાંસદો ચૂંટાયા છે. 26 વર્ષની સંજના જાટવે રાજસ્થાનની ભરતપુર સીટ પર સીએમ ભજનલાલ શર્માના ગઢમાં ભાજપના ઉમેદવારને હરાવ્યો છે. વાંચો એવા 10 યુવા સાંસદો વિશે જેઓ 2024ની લોકસભા ચૂંટણી જીત્યા છે.

પુષ્પેન્દ્ર સરોજ

LJP (રામ વિલાસ) ઉમેદવાર શાંભવી ચૌધરીએ બિહારની સમસ્તીપુર લોકસભા સીટ પર જીત મેળવી છે. આ ચૂંટણીમાં શાંભવીએ તેના નજીકના હરીફ કોંગ્રેસના સન્ની હજારીને મોટા અંતરથી હરાવ્યા હતા. તેઓ દેશના સૌથી યુવા સાંસદોમાં સામેલ છે. શાંભવીએ 1 લાખ 87 હજાર 251 વોટથી જીત મેળવી છે. સંભવીને 5 લાખ 79 હજાર 786 વોટ મળ્યા.શાંભવી ચૌધરીના પિતા અશોક ચૌધરી પણ નીતીશ કેબિનેટમાં ગ્રામીણ બાબતોના મંત્રી અને સમસ્તીપુરના પ્રભારી મંત્રી છે. જ્યારે પતિ સયાન કુણાલ ધાર્મિક ટ્રસ્ટ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને મહાવીર મંદિર ટ્રસ્ટ સમિતિના સચિવ આચાર્ય કિશોર કુણાલનો પુત્ર છે.

શાંભવી ચૌધરી

બિહાર કે સમસ્તીપુર લોકસભા બેઠક પર એલ્જેપી (રામવિલાસ)ના શાંભવી ચૌધરી જીત હાંસલ કરી છે. આ ચૂંટણીમાં શાંભવીએ કોંગ્રેસના સન્ની હજારીને ઘણા મોટા અંતરથી હરાવ્યા છે. આ દેશની સૌથી ઓછી ઉંમરના સાંસદોમાં સામેલ છે. શાંભવીને એક લાખ 87 હજાર 251 થી જીત મળી છે. સાંભવીને 5 લાખ 79 હજાર 786 મળ્યા હતાં. શાંભવી જેડીયુ નેતા અશોક ચૌધરીની પુત્રી છે.

પ્રિયા સરોજ

પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશની મછિલિશહર (ઉત્તર પ્રદેશ) લોકસભા બેઠક પરથી જીત્યા છે. સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર પ્રિયા સરોજને 25 વર્ષની ઉંમરમાં પહેલા જ પ્રયાસમાં મછિલિશહર (ઉત્તર પ્રદેશ) સીટથી સંસદમાં જવાની તક મળી. પ્રિયા સરોજે બીપી સરોજને 35 હજાર 850 મતોથી હરાવ્યા. પ્રિયા સરોજને 4 લાખ 51 હજાર 292 વોટ મળ્યા. પ્રિયા પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્ય તુફાની સરોજની પુત્રી છે.

સંજના જાટવ

 

રાજસ્થાનની ભરતપુર લોકસભા સીટ પર જીત મેળવ્યા બાદ કોંગ્રેસની 25 વર્ષીય સંજના જાટવ સૌથી યુવા સાંસદ બની ગઈ છે. સંજના જાટવે ભાજપના રામસ્વરૂપ કોલી પર 51,983 મતોથી શાનદાર જીત નોંધાવી છે. 25 વર્ષીય સંજના જાટવ દલિત સમુદાયની સભ્ય છે અને 18મી લોકસભામાં ચૂંટાયેલા સૌથી યુવા સાંસદોમાંથી એક છે. તેણે 2019માં મહારાજા સૂરજમલ બ્રિજ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. સંજના જાટવના લગ્ન રાજસ્થાનમાં કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ કપ્તાન સિંહ સાથે થયા છે. તેમને બે બાળકો છે.

આદિત્ય યાદવ


યુવા સાંસદોની યાદીમાં ઉત્તર પ્રદેશની બદાઉન લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર સપાના ઉમેદવાર આદિત્ય યાદવનું નામ પણ આવી ગયું છે. તેમણે 35 વર્ષની વયે લોકસભા ચૂંટણી જીતી હતી. આદિત્ય સપા નેતા શિવપાલ યાદવના પુત્ર છે. આદિત્ય યાદવને કુલ 5,01,855 વોટ મળ્યા. તેમણે તેમના હરીફ ભાજપના ઉમેદવાર દુર્વિજય સિંહ શાક્યને 34,991 મતોથી હરાવ્યા હતા.

ઇકરા હસન


સપાની ટિકિટ પર કૈરાના લોકસભા સીટથી ચૂંટણી જીતનાર ઇકરા હસનનું નામ પણ યુવા સાંસદોની યાદીમાં સામેલ છે. 29 વર્ષીય ઇકરાએ ભાજપના ઉમેદવાર પ્રદીપ કુમારને 69,116 મતોથી હરાવ્યા. ઇકરાએ લંડનથી અભ્યાસ કર્યો છે.

પ્રિયંકા જરકીહોલી


કર્ણાટકની ચિકોડી લોકસભા સીટ પરથી 27 વર્ષીય કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા સતીશ જરકીહોલી 90,834 મતોથી જીતી છે. પ્રિયંકાએ ભાજપના ઉમેદવાર અન્નાસાહેબ શંકર જોલેને હરાવ્યા છે.

સાગર ઈશ્વર ખંડ્રે


કર્ણાટકની બિદર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સાગર ઈશ્વર ખંડ્રેએ ભાજપના ઉમેદવાર ભગવંત ખુબાને 1,28,875 મતોથી હરાવ્યા છે. સાગરને કુલ 6,66,317 મત મળ્યા. સાગર ઈશ્વર ખંડ્રે 26 વર્ષના છે.

કોણ છે ઝહીર ઈકબાલ જેની સાથે સોનાક્ષી સિન્હા કરી રહી છે લગ્ન?

મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા આ દિવસોમાં સંજય લીલા ભણસાલીની સીરિઝ ‘હીરામંડી’માં ફરિદાનના રોલ માટે ઘણી પ્રશંસા મેળવી રહી છે ત્યાં હવે અભિનેત્રીને લઈ એક ખુશખબરી સામે આવી છે. શત્રુઘ્ન સિન્હાની લાડલી દીકરી સોનાક્ષી તેના બૉયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જાણીએ કે અભિનેત્રી જેની સાથે નવા જીવનની શરૂઆત કરશે તે કોણ છે અને કયા દિવસે લગ્નના બંધનમાં બંધાશે?

સોનાક્ષી સિન્હા ઝહીર સાથે કયા દિવસે લગ્ન કરશે?
સોનાક્ષી સિન્હા તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાની તૈયારી કરી રહી છે, એક અહેવાલ મુજબ અભિનેત્રી તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂને મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે. આ કપલે હંમેશા તેમના સંબંધોને ખૂબ જ ખાનગી રાખ્યા છે પરંતુ તેમની પબ્લિક એપિયરેંસ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેમની લવ સ્ટોરી જણાવે છે. તમને જણાવી દઈએ કે ઝહીર અને સોનાક્ષીની મુલાકાત સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી. પહેલા તેઓ મિત્રો બન્યા અને પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા.

ઈનવિટેશન કાર્ડ મેગેઝિન કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે
અહેવાલ મુજબ, લગ્નના ઈનવિટેશન કાર્ડને મેગેઝીનના કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એમાં લખવામાં આવ્યું છે “અફવાઓ સાચી છે.” અહેવાલો અનુસાર કપલના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સહિત ‘હીરામંડી’ની સમગ્ર કાસ્ટને લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોને રિસેપ્શન માટે ફોર્મલ કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટી મુંબઈના બાસ્ટિયનમાં યોજાશે, જોકે સોનાક્ષી અને ઝહીરના લગ્નની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી આવી નથી.

કોણ છે સોનાક્ષી સિન્હાનો ભાવિ પતિ?
ઝહીર ઈકબાલ ઈકબાલ રતનસીનો પુત્ર છે, જે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો સારો મિત્ર છે. સલમાને જ ઝહીરને વર્ષ 2019માં ફિલ્મ ‘નોટબુક’થી બૉલિવૂડમાં લોન્ચ કર્યો હતો. અગાઉ 2014માં ઝહીર ઈકબાલે સોહેલ ખાન સાથે કામ કર્યું હતું. આ સિવાય સોનાક્ષી સિન્હાનો ભાવિ પતિ ‘ડબલ એક્સએલ’પણ કામ કરી ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝહીરનું સલમાન ખાન સાથે ખાસ કનેક્શન છે. આ જ કારણ છે કે ભાઈજાને તેને તેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ઓફર પણ કરી હતી, પરંતુ બાદમાં ઝહીરે પોતે જ આ ફિલ્મ છોડી દીધી હતી.

રાશિ ભવિષ્ય 10/06/2024 થી 16/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાની વૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

રાશિ ભવિષ્ય 10/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિક સ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી, ખાંસી, તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

ચાર વર્ષની ઉંમરે આંખો ગુમાવી, હિંમત નહીં!

અમદાવાદ: ચાર વર્ષની ઉંમર સુધી સુંદર વિશ્વને નરી આંખે જોયા બાદ અચાનક એ આંખોની રોશની છીનવાઇ જાય તો? કુદરતની આવી ક્રૂર મજાક સામે જરાય હતાશ થયા વગર લડત આપવી અને કંઈક કરી બતાવવું એ ખરેખર બહુ મોટી વાત છે.

આ કામ કરી બતાવ્યું છે રાહુલ વાઘેલાએ. મૂળ જામનગરનો વતની અને હાલ અમદાવાદના અંધજન મંડળમાં અભ્યાસ કરતો પ્રજ્ઞાચક્ષુ રાહુલ વાઘેલા ભણવામાં તો હોંશિયાર છે જ, પણ સાથે સાથે ચેસની રમતમાં પણ તેણે સમગ્ર દેશમાં નામના મેળવી છે. રાહુલ આગામી 27મી સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી બેંગ્લોરમાં યોજાનાર પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં જોડાઈને ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

રાહુલ જ્યારે ચાર વર્ષનો હતો, ત્યારે તીવ્ર તાવમાં ખેંચ આવતાં તેણે બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી. રાહુલના પરિવારમાં તેના સિવાય અન્ય બે ભાઈ, એક બહેન અને માતા-પિતાનો સમાવેશ થાય છે. રાહુલના માતા-પિતા સાવરણી બનાવીને તેનું વેચાણ કરે છે. રાહુલનો મોટો ભાઈ પણ તેનાં જેમ પ્રજ્ઞાચક્ષુ છે. જે B.A.નો અભ્યાસ કરે છે. જ્યારે નાનો પિતાને વ્યવસાયમાં મદદ કરે છે અને નાની બહેન પણ અભ્યાસ કરે છે. રાહુલે પ્રારંભિક અભ્યાસ જામનગર ખાતે અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં મેળવ્યું હતું.

ચેસ પ્રત્યેની રૂચિ વિશે ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં રાહુલ કહે છે કે, “જ્યારે હું ધોરણ-5માં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મારા શિક્ષકે મને પૂછ્યું કે તારે એથ્લેટિક, ક્રિકેટ અને ચેસ આ ત્રણમાંથી કઈ સ્પર્ધામાં ભાગ લેવો છે. ત્યારે મેં ચેસની સ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. જેમાં હું વિજેતા પણ બન્યો. એ પછી ચેસમાં આગળ વધવા માટે મેં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. 2022માં હું 9મા ધોરણમાં અભ્યાસ કરવા માટે અંધજન મંડળ અમદાવાદ ખાતે આવ્યો. અહીં મને પ્રજ્ઞેશ સર પાસેથી ચેસનું ઈન્ટરમિડીએટ લેવલનું નોલેજ મળ્યું. બાદમાં મેન્ટર પારિતોષ દવેએ મને પર્સનલ કોચ તરીકે જલ્પન ભટ્ટ પાસેથી કોચિંગ અપાવવાનું શરૂ કર્યું. જેથી 2023-24 માં યોજાયેલ ઓપન સ્ટેટ સિલેક્શનમાં મેં પ્રથમ રેન્ક મેળવ્યો હતો. મેં જાન્યુઆરી 2024માં નેશનલ લેવલ પર જુનિયર ચેમ્પિયનશીપમાં ચોથો રેન્ક પ્રાપ્ત કર્યો. જેના આધારે સપ્ટેમ્બર 2024માં બેંગ્લોર ખાતે યોજાનાર બ્લાઇન્ડ ખેલાડીઓની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મને ઉત્તમ તક મળી છે.”વાતચીતમાં એ ઉમેરે છે કે કપરાં સમયમાં પણ તેના માતા-પિતાએ સંઘર્ષના દરેક સમયમાં તેની મદદ કરી છે. જેનાથી તેનાં આત્મવિશ્વાસમાં ઘણો વધારો થયો છે. રાહુલ આ વર્ષે લેવાયેલી બોર્ડની ધોરણ-12 આર્ટ્સની પરીક્ષા 80 ટકા સાથે પાસ થયો છે. હવે આગળ તે B.A.માં એડમિશન લેવાની પ્રક્રિયા કરી રહ્યો છે. સાથે જ ઈન્ટરનેશનલ લેવલે ચેસની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સખત મહેનેત પણ કરી રહ્યો છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)

સુવિચાર – ૧૦ જૂન, ૨૦૨૪

૧૦ જૂન, ૨૦૨૪

પંચાંગ 10/06/2024

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ બહુમતી હાંસલ કરી છે. નરેન્દ્ર મોદી (73) ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ પછી સતત ત્રીજી વખત વડા પ્રધાન બનનારા બીજા નેતા હશે. નેહરુ 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણી જીત્યા હતા.

પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને ભૂટાનના વડા પ્રધાને હાજરી આપી હતી. વડા પ્રધાન શેરિંગ તોબગેએ હાજરી આપી હતી.

પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં ગૌતમ અદાણી, મુકેશ અંબાણી સહિત અનેક ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. આ સિવાય અભિનેતા શાહરૂખ ખાન, અક્ષય કુમાર, રજનીકાંત સહિત ઘણા કલાકારોએ ભાગ લીધો હતો. આ લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી, જે બહુમતીના આંકડા કરતા 32 ઓછી છે. જો કે એનડીએને 293 સીટો મળી છે. 2019ની ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી હતી.