લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. જો કે, ભાજપ એકલા બહુમતીના આંક (272)ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ભારતીય બ્લોકને 234 બેઠકો મળી હતી. પરિણામો બાદ હવે સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. એક તરફ ભાજપ તેના સાથી પક્ષો સાથે વાતચીત કરી રહી છે તો બીજી તરફ વિપક્ષ ઈન્ડિયા બ્લોક પણ સક્રિય થઈ ગયો છે. પરિણામો પછી JDU અને TDP આજે દિલ્હીમાં ભાજપને તેમના સમર્થન પત્રો સબમિટ કરશે, ત્યારબાદ ભાજપ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે કેબિનેટની બેઠક બોલાવી છે. સાથે જ એનડીએ ગઠબંધન અને ઈન્ડિયા બ્લોકે પણ તેમના સહયોગીઓની બેઠક બોલાવી છે.

એનડીએની બેઠક માટે અમિત શાહ પીએમ આવાસ પહોંચ્યા છે. નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પણ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. લલ્લન સિંહ અને સંજય ઝા પણ નીતિશની સાથે છે.એનડીએની બેઠક પહેલા જેડીયુ સાંસદ લલન સિંહ સીએમ નીતિશ કુમારને મળવા પહોંચ્યા છે.
નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા. તેમણે મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સુપરત કર્યું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને નવી સરકાર ચાર્જ ન લે ત્યાં સુધી તેમને અને મંત્રી પરિષદને પદ પર રહેવા વિનંતી કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકારના શપથગ્રહણની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ અંગેની તૈયારીઓ પર મંથન તેજ થયું છે.











વહેલાલના સુનિલ ચિત્રલેખા.કોમને કહે છે, “દસક્રોઈ, દહેગામ, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોની આસપાસની મોટાભાગની જમીન એકદમ ફળદ્રુપ છે. પરંતુ ઉદ્યોગો અને કોંક્રિટના જંગલ આ વિસ્તારમાં સતત વધતાં જાય છે. અમે પર્યાવરણની જાળવણી માટે પ્રયાસ કરીએ છીએ. ગામમાં ત્રણસો વર્ષ કરતાં પણ જૂનાં રાયણના વૃક્ષની સૌ માવજત કરી જાળવણી કરે છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પંથકમાં સંપ્રદાયના વિચારો લોકોને આપતા એ સમયે રાયણના આ વિશાળ વૃક્ષ નીચે ગ્રામજનો સાથે સત્સંગ કર્યો હતો. જ્યાં યાદગીરી રૂપે એક સ્થાનક પણ બનાવવામાં આવ્યું છે. વિશાળ થડ અને ઘટાદાર વૃક્ષ રાયણના આ વૃક્ષના રક્ષણ માટે વાડ પણ ઊભી કરવામાં આવી છે.” અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વિસ્તારથી થોડાં જ કિલોમીટર દૂર ગાંધીનગર જિલ્લામાં આવેલા કંથારપુરમાં એક વિશાળ વડ અઢી વિઘામાં ફેલાયેલો છે. એ સૌના આકર્ષણનું કેન્દ્ર છે.
પર્યાવરણ દિવસની ઉજવણી વેળાએ હજારો સેમિનાર, વક્તવ્યો અને પ્રેઝન્ટેશન રજૂ થાય છે. પરંતુ એકલા અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં જ વિકાસના માર્ગ માટે આ વર્ષે જ હજારો વૃક્ષો કાપવામાં આવ્યા છે. નાના-મોટાં જડીબુટ્ટી સાથે ઉછરેલા વૃક્ષ, છોડના વન વિખેરાઈ ગયા છે. વહેલાલનું ત્રણસો વર્ષ જૂનું રાયણનું ઘટાદાર વૃક્ષ ગ્રામજનોની આસ્થા જાગૃતિને કારણે બચ્યું છે. બાકી આ વિસ્તારમાં હજારો અલભ્ય વૃક્ષ પણ કપાઈ ચૂક્યા છે. આજની નવી પેઢીના ઘણાં લોકોએ રાયણનું ઝાડ કેવું હોય એ ખબર પણ નહીં હોય..!


