Home Blog Page 1762

નવસારીમાં કોંગ્રેસે કર્યા હાથ ઊંચા, જાણો 1 વાગ્યા સુધીના પરિણામો

રાજ્યમાં ચૂંટણી પરિણામોનો રંગ જામી ચૂક્યો છે. ત્યારે 01 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો 26 માંથી 25 સીટ પર ભાજપની લીડ જોવા મળી રહી છે. નવસારી લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર સી આર પાટીલ જંગી મતથી આગળ ચાલી રહ્યા છે. તેમની પાસે લગભગ અજેય 4.5 લાખ વોટની લીડ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા મહત્વની છે. આ વચ્ચે ભાજપ માટે ખુશીના સમાચાર આવી રહ્યાં છે. નવસારી લોકસભા બેઠક પર ભાજપ લીડમાં છે. સુરત બાદ નવસારી લોકસભા બેઠક પણ ભાજપે પોતાના કબ્જે કરી છે.

તો બીજી બાજું બનાસકાંઠા પર ફરી એક વખત ભાજપે લીડ મેળવી લીધી છે. ત્યારે વાત કરીએ 1 વાગ્યા સુધીના વોટીંગ રીઝલ્ટના આંકડા પર તો હાલા 26 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપની લીડ જોવા મળી રહી છે. તો સુરતની એક બેઠક પર ભાજપની બીનહરીફ જીત જોવા મળી હતી. જ્યારે હવે નવસારી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે નૈષધભાઈ દેસાઈએ હારી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં લગભગ ભાજપ જીતની તરફ આગળ વધી રહી છે. ત્યારે 01 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે જાણો તમારી લોકસભા બેઠક પર કોણ લીડ કરી રહ્યુ છે?

  1. અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ ઉમેદવાર હિંમ્મત સિંહ પટેલ સામે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 288953 મતોથી લીડ કરી રહ્યા છે
  2. અમદાવાદ પશ્ચિમમાં કોંગ્રેસ ઉમેદવાર ભરત મકકવાણા સામે ભાજપના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા 284047 મતોથી લીડ કરી રહ્યા છે
  3. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુતરીયા 310011 મતોથી લીડ કરી રહ્યા છે
  4. આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા સામે ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ 73516 મતોથી લીડ કરી રહ્યા છે
  5. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૈહાણને 6166 મતોથી લીડ મળતી જોવા મળી રહી છે.
  6. બારડોલીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ સામે ભાજપના પ્રભુભાઈ નાગરભાઈ વસાવા 214437 મતોથી લીડ કરી રહ્યા છે
  7. ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા સામે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 98137 મતોથી લીડ કરી રહ્યા છે
  8. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ નારણભાઈ મકવાણા સામે ભાજપના ઉમેદવાર નિમુબેન જયંતિભાઈ બાંભણીયા 290012 મતોથી લીડ કરી રહ્યા છે
  9. છોટા ઉદેપુરમાં કોંગ્રસના સુખરામભાઈ રાઠવા સામે ભાજપના ઉમેદાવાર જશુભાઈ ભીલુભાઈ રાઠવા 378733 મતોથી લીડ કરી રહ્યા છે
  10. દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન કિશોરસિંહ તાવીયાડ સામે ભાજપના સુમનભાઈ ભાભોર 239506 મતોથી લીડ કરી રહ્યા છે
  11. ગાંધીનગરમાં કોંગ્રેસના સોનલ પેટલ સામે ગૃહમંત્રી અને ભાજપના અમિત શાહ 530009 મતોથી લીડ કરી રહ્યા છે
  12. જામનગરમાં કોંગ્રેસના જે.પી. મારવીયા સામે ભાજપના ઉમેદવાર પૂનમબેન હેમતભાઈ માડમ 197761 મતોથી લીડ કરી રહ્યા છે
  13. જુનાગઢમાં કોંગ્રેસના જોતવા હીરાભાઈ અરજણભાઈ સામે ભાજપના ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ 134360 મતોથી લીડ કરી રહ્યા છે
  14. કચ્છમાં કોંગ્રેસના નિતેશ પરબતભાઈ લાલન સામે ભાજપના ચાવડા વિનોદ લખમશી 207230 મતોથી લીડ કરી રહ્યા છે
  15. ખેડામાં કોંગ્રેસના કાલુસિંહ ડાભી સામે ભાજપના દેવુસિંહ ચૌહાણ 315486 મતોથી લીડ કરી રહ્યા છે
  16. મહેસાણામાં કોંગ્રેસના રામજી ઠાકોર સામે ભાજપના હરીભાઈ પટેલ 280335 મતોથી લીડ કરી રહ્યા છે
  17. નવસારીમાં કોંગ્રેસના નૈષધભાઈ દેસાઈ સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 506894 મતોથી લીડ કરી રહ્યા છે
  18. પંચમહાલમાં કોંગ્રેસના ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ સામે ભાજપના રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ 399970 મતોથી લીડ કરી રહ્યા છે
  19. પાટણમાં ભાજપના ડાભી ભરતસિંહજી શંકરજી સામે કોંગ્રેસના ચંદજી ઠાકોર 10288 મતોથી લીડ કરી રહ્યા છે
  20. પોરબંદરમાં કોંગ્રેસના લલીત વસોયા સામે ભાજપના મનસુખ માંડવિયા 375795 મતોથી લીડ કરી રહ્યા છે
  21. રાજકોટમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપના પરશોત્તમ રૂપાલા 379994 મતોથી લીડ કરી રહ્યા છે
  22. સાબરકાંઠામાં કોંગ્રેસના ચૌધરી તુષાર અમરસિંહ સામે ભાજપના શોભનાબહેન બારૈયા 107164 મતોથી લીડ કરી રહ્યા છે
  23. સુરત ભાજપના મુકેશ દલાલને બિનહફ જીત મળે છે
  24. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના રૂત્વિકભાઈ લવજીભાઈ મકવાણા સામે ભાજપના ચંદુભાઈ છગનભાઈ શિહોરા 196737 મતોથી લીડ કરી રહ્યા છે
  25. વડોદરામાં કોંગ્રેસના પઢિયાર જશપાલસિંહ મહેન્દ્રસિંહસામે ભાજપમાં શેરડી. હેમાંગ જોષીવલસાડ ભાજપના 508159 મતોથી લીડ કરી રહ્યા છે
  26. વલસાડમાં કોંગ્રેસના અનંતકુમાર હસમુખભાઈ પટેલ સામે ભાજપના ધવલ પટેલ 212218 મતોથી લીડ કરી રહ્યા છે

પેટા ચૂંટણીમાં પોરબંદર અને વાઘોડિયા બેઠક પર ભાજપની ભવ્ય જીત

ગુજરાત લોકસભા 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભાની 5 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. જેમાં આજના પરિણામમાં વાઘોડિયા અને પોરબંદર બેઠક પર ભાજપ ઉમેદવારની ભવ્ય જીત થઈ છે.

ઉલ્લેખનીય છે કે પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 1,31,854 મત તો કોંગ્રસ ઉમેદવાર રાજુ ઓડેદરાને 16,096 મત મળ્યાં. અર્જુન મોઢવાડિયાની 1,17,000 મતની લીડથી ભવ્ય જીત થઈ છે.

જયારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,21,265 મત તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 42,500 મત મળ્યાં. જેમાં ભાજપના ધર્મેન્દ્રસિંહની 78,765 મતની લીડથી જીત થઈ છે.

Election Result: મહારાષ્ટ્રમાં NDA અને INDIA ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024 માટે મહારાષ્ટ્રમાં કુલ પાંચ તબક્કામાં મતદાન થયું છે. મહારાષ્ટ્રની તમામ 48 બેઠકો સહિત દેશભરની 543 બેઠકોના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. આજે 4 જૂને એ પણ સ્પષ્ટ થઈ જશે કે મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે (મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી પરિણામો 2024).મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી 2024 માટેના છેલ્લા તબક્કાનું મતદાન શનિવારે (01 જૂન) થયા બાદ હવે 4 જૂને પરિણામોની રાહ જોવાઈ રહી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં NDAએ મહારાષ્ટ્રમાં 48 માંથી 41 બેઠકો કબજે કરી હતી. ભાજપે એકલા હાથે 23 બેઠકો જીતી હતી.

 

 

મહારાષ્ટ્રમાં એનડીએ 30 સીટો પર અને ઈન્ડિયા એલાયન્સ 16 સીટો પર આગળ છે. બારામતીથી સુપ્રિયા સુલે બીજા રાઉન્ડમાં આગળ ચાલી રહી છે. તેમની સ્પર્ધા સુનેત્રા પવાર સાથે છે. મહારાષ્ટ્રમાં એનડીએને મોટો ફટકો પડતો જણાય છે. ઈન્ડિયા એલાયન્સ રાજ્યમાં 48માંથી 30 સીટો પર આગળ છે.

સતારા લોકસભા સીટ પર શશિકાંત શિંદે આગળ ચાલી રહ્યા છે. અમરાવતીથી બળવંત વાનખેડે આગળ છે. નવનીત રાણા અહીં પાછળ છે. અનિલ દેસાઈ દક્ષિણ મધ્ય મુંબઈ લોકસભા બેઠક પરથી તેમના નજીકના હરીફ રાહુલ શેવાળેથી 10,848 મતોથી આગળ છે.

નીતિન ગડકરી, પીયૂષ ગોયલ અને NCP (શરદ પવાર જૂથ)ના ઉમેદવાર સુપ્રિયા સુલે પોતપોતાના સંસદીય મતવિસ્તારોમાં આગળ છે. સીએમ એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે કલ્યાણ લોકસભા સીટ પર આગળ ચાલી રહ્યા છે. શિંદેની આગેવાની હેઠળની શિવસેના છ બેઠકો પર આગળ છે. બીજેપી ઉમેદવાર પંકજા મુંડે બીડ સીટ પરથી પાછળ ચાલી રહી છે.

નાગપુરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા ગડકરી કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરેથી આગળ છે. પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ભૂષણ પાટીલથી આગળ ચાલી રહ્યા છે. બારામતીમાં, શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે તેની ભાભી અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્ની સુનેત્રા પવારથી આગળ છે.

સંભાજી નગરથી ઈમ્તિયાઝ જલીલ તેમના નજીકના હરીફ કરતા 10494 મતોથી આગળ છે. રાવેર સીટ પર રક્ષા ખડસેએ જોરદાર લીડ જાળવી રાખી છે. મહાવિકાસ અઘાડીના શ્રીરામ પાટીલને 58748 વોટ મળ્યા છે, જ્યારે મહાયુતિના રક્ષા ખડસેને 1 લાખ 4 હજાર 347 વોટ મળ્યા છે. આ રીતે તે 45થી વધુ મતોથી આગળ છે.

મહારાષ્ટ્રમાં NDA 21 સીટો પર અને મહાવિકાસ અઘાડી 25 સીટો પર આગળ છે. બે અપક્ષ ઉમેદવારોએ પણ પોતાની લીડ જાળવી રાખી છે.

NDA: ભાજપ 15 બેઠકો પર અને શિંદે જૂથ 6 બેઠકો પર આગળ છે.
મહાવિકાસ આઘાડી: કોંગ્રેસ 7, શિવસેના ઉદ્ધવ જૂથ 10 બેઠકો પર અને NCP (શરદ પવાર જૂથ) 8 બેઠકો પર આગળ છે.

સંભાજી નગર સીટ પર સંદીપન ભુમરે ઇમ્તિયાઝ જલીલ પર આગળ છે. સંદીપનને 50946, ઈમ્તિયાઝ જલીલને 50718 અને ચંદ્રકાંત ખૈરેને 35506 મળ્યા હતા. થાણે સીટ પર નરેશ મસ્કે આગળ ચાલી રહ્યા છે. મસ્કેને 22620 અને રાજન વિહારેને 18397 મત મળ્યા. સુપ્રિયા સુલે બારામતી લોકસભા સીટ પરથી 19 હજાર વોટથી આગળ છે. પંકજા મુંડે બીડથી સતત પાછળ ચાલી રહી છે અને એનસીપીના શરદ પવાર જૂથના બજરંગ સોનવણેને 8941 મત મળ્યા છે.

NDA 15 રાજ્યો સહિત UTsમાં પાછળઃ રોકાણકારોના 26 લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પ્રારંભિક ચૂંટણી પરિણામો NDA માટે આંચકા સમાન છે. NDA ઉત્તર પ્રદેશ-બિહાર સહિત 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતગણતરીમાં પાછળ ચાલી રહ્યું છે. ભાજપ એકલા હાથે બહુમત હાંસલ કરતી નથી દેખાતી. જે પ્રમાણે ચૂંટણી પરિણામો આવી રહ્યાં છે એ મુજબ NDA માટે આ લડાઈ મુશ્કેલ થવાની છે. NDAને 2019માં સામાન્ય ચૂંટણીમાં કુલ 353 સીટો હાંસલ થઈ હતી.

લોકસભા ચૂંટણીમાં NDAને ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો આંચકો લાગ્યો છે. UPમાં ભાજપને ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ ને SP ગઠબંધનથી કાંટાની ટક્કર મળી રહી છે. બિહારમાં NDA ગઠબંધન 31 સીટો પર આગળ છે, પરંતુ બાકીની સીટો પર ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષ આગળ છે. મહારાષ્ટ્રમાં પણ NDA પાછળ છે. કોંગ્રેસ 11 સીટો પર આગળ હતી, જ્યારે ભાજપ પણ એટલી જ સીટો પર આગળ છે, પણ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડતા શિવસેના UBT 10 સીટો પર અને NCP શરદ પવાર આઠ સીટો પર આગળ છે, જ્યારે NDAમાં સામેલ મહારાષ્ટ્ર સરકારમાં સામેલ એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેના છ સીટો પર અને અજિત પવારની NCP એક સીટ પર આગળ છે.

બીજી બાજુ શેરબજારમાં ચૂંટણી પરિણામોથી ગભરાટ ફેલાયો છે. સેન્સેક્સ 5049.89 પોઇન્ટ એટલે કે  6.60 ટકા તૂટી ગયો છે, જ્યારે NSEનો 50 ઇન્ડેક્સ 1655 પોઇન્ટ એટલે કે 7.11 ટકા વધુ તૂટી ગયો હતો. બજારના નિષ્ણાતો અનુસાર ચૂંટણી પરિણામોની અસર બજાર જોઈ શકાય છે અને બજારમાં આગળ જતાં વધુ તૂટે એવી શક્યતા છે. રોકાણકારોના એક ઝટકામાં રૂ. 26 લાખ કરોડ ડૂબી ગયા છે.

 

 

 

 

 

 

પેટા ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ, કોણ મારશે બાજી બાજી?

લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી ચાલી રહી છે. આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણીના પણ પરિણામો આજે જ જાહેર થવાના છે. ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠકો પૈકી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર કોણ બાજી મારે તેના પર સૌની નજર છે. આ પાંચ બેઠકો પર હાલમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે.

વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા 20842 મતથી આગળ ચાલી રહ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 38329 મત મળ્યા છે, જ્યારે કનુભાઈ ગોહિલને 17487 મત મળ્યા છે. ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ  15393 મતથી આગળ ચાલી રહ્યા છે. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડા  14053 મતથી આગળ ચાલી રહ્યા છે.  પોરબંદર બેઠક પરથી અર્જૂન મોઢવાડિયા 58589 મતથી આગળ ચાલી રહ્યા છે. માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી 8052 મતથી આગળ ચાલી રહ્યા છે.

નોંધનીય છે કે પોરબંદર બેઠક પર ભાજપે અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપી છે. વિજાપુર બેઠક પર ભાજપે સીજે ચાવડાને ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે ટિકિટ આપી છે.  માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પોરબંદર બેઠક પર રાજુ ઓડેદરાને મેદાનમાં ઉતાર્યા છે. વિજાપૂર બેઠક પર કૉંગ્રેસ દિનેશ પટેલ ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર કનુભાઈ ગોહિલને ટિકિટ મળી છે. માણાવદરમાં હરિભાઈ કણસાગરાને ટિકિટ આપવામાં આવી છે.ખંભાત બેઠક પર મહેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી છે.

હાલના તબક્કે ભાજપનું પલ્લુ ભારે છે માટે એમ કહેવું જરાય ખોટું નથી કે આ પાંચે સીટો પર ભાજપનો ભગવો લહેરાઈ શકે છે.

બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

રાજ્યમાં ચૂંટણી પરિણામોનો રંગ જામી ચૂક્યો છે. ત્યારે 12 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો 26 માંથી 25 સીટ પર ભાજપની લીડ જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ વિવાદીત સીટ રાજકોટ બેઠક પર પણ ભાજપ આગળ જોવા મળી રહ્યું છે.

એક બાજું  ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો મુકતી જોવા મળી રહી છે. તો બીજી બાજું બનાસકાંઠામાં ગેનીબેનનું મામરૂશુ ભાજપ માટે મોંઘું સાબિત થશે જોવાનું રહેશે. કેમકે 12 વાગ્યાના આંકડા પ્રમાણે કોંગ્રેસની ભાજપર સામે લીડ કરતું જોવા મળ્યું હતું. તો ફરી એક વાર બનાસકાંઠામાં ભાજપની લીડ જોવા મળી રહી છે.

ગુજરાતમાં લગભગ ભાજપ જીતની તરફ આગળ વધી રહી છે. ત્યારે 11 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે જાણો તમારી લોકસભા બેઠક પર કોણ લીડ કરી રહ્યુ છે?

  1. અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ 207316 મતોથી લીડ કરી રહ્યા છે
  2. અમદાવાદ પશ્ચિમમાં ભાજપના દિનેશભાઈ મકવાણા 275021 મતોથી લીડ કરી રહ્યા છે
  3. અમરેલીમાં ભાજપના ભરતભાઈ મનુભાઈ સુતરીયા 196781 મતોથી લીડ કરી રહ્યા છે
  4. આણંદમાં ભાજપના મિતેષ પટેલ 39610 મતોથી લીડ કરી રહ્યા છે
  5. બનાસકાંઠામાં ફરી ભાજપના રેખાબેન ચૈહાણને 890 મતોથી લીડ મળી
  6. બારડોલીમાં ભાજપના પ્રભુભાઈ નાગરભાઈ વસાવા 171736 મતોથી લીડ કરી રહ્યા છે
  7. ભરૂચમાં ભાજપના મનસુખભાઈ ધનજીભાઈ વસાવા 59534 મતોથી લીડ કરી રહ્યા છે
  8. ભાવનગરમાં ભાજપના નિમુબેન જયંતિભાઈ બાંભણીયા 184071 મતોથી લીડ કરી રહ્યા છે
  9. છોટા ઉદેપુરમાં ભાજપના જશુભાઈ ભીલુભાઈ રથવા 305085 મતોથી લીડ કરી રહ્યા છે
  10. દાહોદ જશવંતસિંહમાં ભાજપના સુમનભાઈ ભાભોર 163121 મતોથી લીડ કરી રહ્યા છે
  11. ગાંધીનગરમાં ગૃહમંત્રી અને ભાજપના અમિત શાહ 363344 મતોથી લીડ કરી રહ્યા છે
  12. જામનગરમાં ભાજપના પૂનમબેન હેમતભાઈ માડમ 141614 મતોથી લીડ કરી રહ્યા છે
  13. જુનાગઢમાં ભાજપના ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ 104948 મતોથી લીડ કરી રહ્યા છે
  14. કચ્છમાં ભાજપના ચાવડા વિનોદ લખમશી 86196 મતોથી લીડ કરી રહ્યા છે
  15. ખેડામાં ભાજપના દેવુ સિંહ ચૌહાણ 211795 મતોથી લીડ કરી રહ્યા છે
  16. મહેસાણામાં ભાજપના હરીભાઈ પટેલ 189925 મતોથી લીડ કરી રહ્યા છે
  17. નવસારીમાં ભાજપના સી આર પાટીલ 337245 મતોથી લીડ કરી રહ્યા છે
  18. પંચમહાલમાં ભાજપના રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ 313340 મતોથી લીડ કરી રહ્યા છે
  19. પાટણમાં કોંગ્રેસના ચંદજી ઠાકોર 14779 મતોથી લીડ કરી રહ્યા છે
  20. પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા 286085 મતોથી લીડ કરી રહ્યા છે
  21. રાજકોટમાં ભાજપના પરશોત્તમ રૂપાલા 288947 મતોથી લીડ કરી રહ્યા છે
  22. સાબરકાંઠામાં ભાજપના શોભનાબહેન બારૈયા 76516 મતોથી લીડ કરી રહ્યા છે
  23. સુરત ભાજપના મુકેશ દલાલને બિનહફ જીત મળે છે
  24. સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુભાઈ છગનભાઈ શિહોરા 109947 મતોથી લીડ કરી રહ્યા છે
  25. વડોદરામાં ભાજપમાં શેરડી. હેમાંગ જોષીવલસાડ ભાજપના 310518 મતોથી લીડ કરી રહ્યા છે
  26. વલસાડમાં ભાજપના ધવલ પટેલ 182613 મતોથી લીડ કરી રહ્યા છે

Election Result: મુંબઈ નોર્થ પર પીયુષ ગોયલ કેટલા મતોથી આગળ?

મુંબઈ: પ્રારંભિક મત ગણતરીના તાજેતરના અપડેટ્સ પ્રમાણે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સામે 27,867 મતોના નોંધપાત્ર માર્જિનથી આગળ છે. વધુમાં, મુંબઈ ઉત્તર મધ્ય મતવિસ્તારમાં ભાજપના એડવોકેટ ઉજ્જવલ નિકમ 11,929 મતોથી આગળ છે. દરમિયાન, મુંબઈ ઉત્તર પશ્ચિમમાં, એકનાથ શિંદે જૂથમાંથી સાથી શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર દત્તારામ વાયકર 5,155 મતોથી આગળ છે.

જો કે, ઉદ્ધવ ઠાકરે (SHS UBT)નો શિવસેના જૂથ ત્રણ બેઠકો પર આગળ છે. મુંબઈ ઉત્તર પૂર્વમાં ઉમેદવાર સંજય દીના પાટીલ 12,288 મતોથી આગળ છે, મુંબઈ દક્ષિણમાં અરવિંદ ગણપત સાવંત 4,607 મતોથી આગળ છે, અને અનિલ યશવંત દેસાઈ મુંબઈ દક્ષિણ મધ્યમાંથી 153 મતોથી આગળ છે.

મુંબઈ લોકસભા મતવિસ્તારમાં 20 મેના રોજ મતદાન થયું હતું. મુંબઈમાં છ લોકસભા બેઠકો છે, જે શહેર અને તેના ઉપનગરોમાં ફેલાયેલી છે: મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય અને મુંબઈ દક્ષિણ. આ બેઠકો પર સત્તા માટે અંદાજે 120 ઉમેદવારો મેદાનમાં છે. મુંબઈ નોર્થ સીટ માટે 19, મુંબઈ નોર્થ વેસ્ટ માટે 21, મુંબઈ નોર્થ ઈસ્ટ માટે 20, મુંબઈ નોર્થ સેન્ટ્રલ માટે 27, મુંબઈ સાઉથ સેન્ટ્રલ માટે 15 અને મુંબઈ સાઉથ સીટ માટે 14 ઉમેદવારો છે.

ભારતના ચૂંટણી પંચની વેબસાઈટના ડેટા દર્શાવે છે કે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (SHS UBT) જૂથ મહારાષ્ટ્રમાં 10 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ અન્ય 10 બેઠકો પર કબજો કરી રહી છે.

પ્રારંભિક મત ગણતરીએ મહારાષ્ટ્રની 48 લોકસભા મતવિસ્તાર બેઠકોમાંથી 28 પર INDI ગઠબંધન આગળ છે. અહીં, ભાજપ 12 બેઠકો પર આગળ છે, એનસીપીનો શરદ પવાર જૂથ અને એકનાથ શિંદેનો શિવસેના જૂથ 7 બેઠકો પર આગળ છે, એનસીપીનો અજિત પવાર જૂથ 1 બેઠક પર અને 1 બેઠક પરથી અપક્ષ ઉમેદવાર છે.

બનાસકાંઠામાં ગેનીબેન કર્યું ઓવરટેક!, 12 વાગ્યા સુધી ગુજરાત ચૂંટણીના પરિણામો

રાજ્યમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. આજે રાજ્ય સહિત દેશની નજર ચૂંટણી પરિણામો પર છે. ત્યારે હાલ સુધીની વાત કરીએ તો હાલ ગુજરાતમાં ભાજપ લીડ કરતી જોવા મળી રહી છે. 12 વાગ્યાના આંકડા પ્રમાણે વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત જનતાએ ભાજપ પર ભરોસો મુક્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં લગભગ ભાજપ જીતની તરફ આગળ વધી રહી છે. ત્યારે 12 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે જાણો તમારી લોકસભા બેઠક પર કોણ લીડ કરી રહ્યુ છે?

  1. અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ 207316 મતોથી લીડ કરી રહ્યા છે
  2. અમદાવાદ પશ્ચિમમાં ભાજપના દિનેશભાઈ મકવાણા 275021 મતોથી લીડ કરી રહ્યા છે
  3. અમરેલીમાં ભાજપના ભરતભાઈ મનુભાઈ સુતરીયા 196781 મતોથી લીડ કરી રહ્યા છે
  4. આણંદમાં ભાજપના મિતેષ પટેલ 39610 મતોથી લીડ કરી રહ્યા છે
  5. બનાસકાંઠામાં કોંગ્રેસના ગનીબેન નાગજી ઠાકોર 239 મતોથી લીડ કરી રહ્યા છે
  6. બારડોલીમાં ભાજપના પ્રભુભાઈ નાગરભાઈ વસાવા 171736 મતોથી લીડ કરી રહ્યા છે
  7. ભરૂચમાં ભાજપના મનસુખભાઈ ધનજીભાઈ વસાવા 59534 મતોથી લીડ કરી રહ્યા છે
  8. ભાવનગરમાં ભાજપના નિમુબેન જયંતિભાઈ બાંભણીયા 184071 મતોથી લીડ કરી રહ્યા છે
  9. છોટા ઉદેપુરમાં ભાજપના જશુભાઈ ભીલુભાઈ રથવા 305085 મતોથી લીડ કરી રહ્યા છે
  10. દાહોદ જશવંતસિંહમાં ભાજપના સુમનભાઈ ભાભોર 163121 મતોથી લીડ કરી રહ્યા છે
  11. ગાંધીનગરમાં ગૃહમંત્રી અને ભાજપના અમિત શાહ 363344 મતોથી લીડ કરી રહ્યા છે
  12. જામનગરમાં ભાજપના પૂનમબેન હેમતભાઈ માડમ 141614 મતોથી લીડ કરી રહ્યા છે
  13. જુનાગઢમાં ભાજપના ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ 104948 મતોથી લીડ કરી રહ્યા છે
  14. કચ્છમાં ભાજપના ચાવડા વિનોદ લખમશી 86196 મતોથી લીડ કરી રહ્યા છે
  15. ખેડામાં ભાજપના દેવુ સિંહ ચૌહાણ 211795 મતોથી લીડ કરી રહ્યા છે
  16. મહેસાણામાં ભાજપના હરીભાઈ પટેલ 189925 મતોથી લીડ કરી રહ્યા છે
  17. નવસારીમાં ભાજપના સી આર પાટીલ 337245 મતોથી લીડ કરી રહ્યા છે
  18. પંચમહાલમાં ભાજપના રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ 313340 મતોથી લીડ કરી રહ્યા છે
  19. પાટણમાં કોંગ્રેસના ચંદજી ઠાકોર 14779 મતોથી લીડ કરી રહ્યા છે
  20. પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા 286085 મતોથી લીડ કરી રહ્યા છે
  21. રાજકોટમાં ભાજપના પરશોત્તમ રૂપાલા 288947 મતોથી લીડ કરી રહ્યા છે
  22. સાબરકાંઠામાં ભાજપના શોભનાબહેન બારૈયા 76516 મતોથી લીડ કરી રહ્યા છે
  23. સુરત ભાજપના મુકેશ દલાલને બિનહફ જીત મળે છે
  24. સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુભાઈ છગનભાઈ શિહોરા 109947 મતોથી લીડ કરી રહ્યા છે
  25. વડોદરામાં ભાજપમાં શેરડી. હેમાંગ જોષીવલસાડ ભાજપના 310518 મતોથી લીડ કરી રહ્યા છે
  26. વલસાડમાં ભાજપના ધવલ પટેલ 182613 મતોથી લીડ કરી રહ્યા છે

લોકસભા ચૂંટણીઃ NDA અને ઇન્ડિયા ગઠબંધનની વચ્ચે કાંટાની ટક્કર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ની 543 સીટો પર સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ છે. મતગણતરી શરૂઆત થતાં  પ્રારંભિક મત ગણતરી સામે આવવા લાગી છે. બપોર પછી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે આ વખતે કોની સરકાર બનશે. શું ફરી એક વાર બનશે મોદી સરકાર કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે? જોકે ધાર્યા પ્રમાણે પરિણામો નહીં આવતાં શેરબજારમાં પણ ગભરાટ ફેલાયો છે.

લોકસભા ચૂંટણીણની પ્રારંભિક મતગણતરીમાં ભાજપની આગેવાનીમાં NDA 300 પાર છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 200ની આસપાસ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને આંચકો લાગ્યો છે. પ્રારંભિક મતગણતરીમાં ઇન્ડિયા ગઠબંધન 40 સીટો પર આગળ છે, જ્યારે NDA 39 સીટો પર આગળ ચાલી રહી છે. અમેઠીમાં સ્મૃતિ ઇરાની પાછળ ચાલી રહ્યાં છે, જ્યારે મંડી બેઠક પર કંગના રણોત આગળ ચાલી રહ્યા છે. વડા પ્રધાન મોદી વારાણસી સીટ પરથી અને અમિત શાહ મતગણતરીમાં આગળ ચાલી રહ્યા છે. કન્નોજમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, નીતિન ગડકરી રાહુલ ગાંધી અને ધર્મેન્દ્ર યાદવ આગળ છે, જ્યારે દિનેશ નિરહુઆ અને રાજનાથ સિંહ પાછળ ચાલી રહ્યા છે.

લોકસભા ચૂંટણીમાં સવારે 11 કલાક સુધી પક્ષવાર સ્થિતિ જોઈએ તો ભાજપ 240, કોંગ્રેસ 98, SP 33, TMC 29, DMK 21, TDP 16, JDU 15, શિવસેના (U) 10, NCP આઠ, શિવસેના (એ) છ, LJP પાંચ, CPI (M) પાંચ સીટો પર આગળ છે.

લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. 8000 પૈકી 16 ટકા ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવ્યા હતા. છ ટકા ઉમેદવારો રાજય કક્ષાના પક્ષો દ્વારા ઊભા રાખવામાં આવ્યા હતા. જ્યારે 47 ટકા ઉમેદવારો અપક્ષ તરીકે ઊભા રહ્યા હતા તેમ પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

ગુજરતની 25 સીટ પર કોણ કરી રહ્યું છે લીડ?

રાજ્યમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. આજે રાજ્ય સહિત દેશની નજર ચૂંટણી પરિણામો પર છે. ત્યારે હાલ સુધીની વાત કરીએ તો હાલ ગુજરાતમાં ભાજપ લીડ કરતી જોવા મળી રહી છે. 11 વાગ્યાના આંકડા પ્રમાણે વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક વખત જનતાએ ભાજપ પર ભરોસો મુક્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં લગભગ ભાજપ જીતની તરફ આગળ વધી રહી છે. ત્યારે 11: 15 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે જાણો તમારી લોકસભા બેઠક પર કોણ લીડ કરી રહ્યુ છે?

  1. અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ 188525 મતોથી લીડ કરી રહ્યા છે
  2. અમદાવાદ પશ્ચિમ ભાજપના દિનેશભાઈ મકવાણા 245034 મતોથી લીડ કરી રહ્યા છે
  3. અમરેલી ભરતભાઈ મનુભાઈ સુતરીયા 160887 મતોથી લીડ કરી રહ્યા છે
  4. આણંદ મિતેષ પટેલ 32089 મતોથી લીડ કરી રહ્યા છે
  5. બનાસકાંઠા બેઠક રેખાબેન હિતેશભાઈ ચૌધરી 10962 મતોથી લીડ કરી રહ્યા છે
  6. બારડોલી પ અરભુભાઈ નાગરભાઈ વસાવા 154822 મતોથી લીડ કરી રહ્યા છે
  7. ભરૂચ મનસુખભાઈ ધનજીભાઈ વસાવા 61311 મતોથી લીડ કરી રહ્યા છે
  8. ભાવનગરમાં ભાજપના નિમુબેન જયંતિભાઈ બાંભણીયા 166002 મતોથી લીડ કરી રહ્યા છે
  9. છોટા ઉદેપુર જશુભાઈ ભીલુભાઈ રથવા 278460 મતોથી લીડ કરી રહ્યા છે
  10. દાહોદ જશવંતસિંહ સુમનભાઈ ભાભોર 134367 મતોથી લીડ કરી રહ્યા છે
  11. ગાંધીનગર અમિત શાહ 303434 મતોથી લીડ કરી રહ્યા છે
  12. જામનગર પૂનમબેન હેમતભાઈ માડમ 120707 મતોથી લીડ કરી રહ્યા છે
  13. જુનાગઢ ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ 90879 મતોથી લીડ કરી રહ્યા છે
  14. કચ્છના ચાવડા વિનોદ લખમશી 67128 મતોથી લીડ કરી રહ્યા છે
  15. ખેડા દેવુ સિંહ ચૌહાણ 183060 મતોથી લીડ કરી રહ્યા છે
  16. મહેસાણા હરીભાઈ પટેલ 149728 મતોથી લીડ કરી રહ્યા છે
  17. નવસારી સી આર પાટીલ 294954 મતોથી લીડ કરી રહ્યા છે
  18. પંચમહાલ રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ 264533 મતોથી લીડ કરી રહ્યા છે
  19. પાટણમાં ચંદજી ઠાકોર 10477 મતોથી લીડ કરી રહ્યા છે
  20. પોરબંદર ડીઆર. મનસુખ માંડવિયા 238393 મતોથી લીડ કરી રહ્યા છે
  21. રાજકોટ આકાશ પર્ષોત્તમભાઈ રૂપાલા 260120 મતોથી લીડ કરી રહ્યા છે
  22. સાબરકાંઠા બેઠક શોભનાબહેન મહેન્દ્રસિંહ બારૈયા 57098 મતોથી લીડ કરી રહ્યા છે
  23. સુરત ભાજપના મુકેશ દલાલને બિનહફ જીત મળે છે
  24. સુરેન્દ્રનગર ચંદુભાઈ છગનભાઈ શિહોરા 93570 મતોથી લીડ કરી રહ્યા છે
  25. વડોદરા શેરડી. હેમાંગ જોષીવલસાડ ભાજપના 269832 મતોથી લીડ કરી રહ્યા છે
  26. વલસાડ ધવલ પટેલ 154723 મતોથી લીડ કરી રહ્યા છે