Home Blog Page 1768

રાશિ ભવિષ્ય 03/06/2024 થી 09/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે. તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે. તમારા ધારેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરો તો સારું ફળ મળી શકે છે. લગ્ન માટેની વાતચીત ક્યાંય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે.  બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે, આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.


સપ્તાહ દરમિયાન નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે. ક્યાંકથી આકસ્મિક નાણાંકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે.  તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે. તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે. બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


સપ્તાહ દરમિયાન તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય.  તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનું ધ્યાન રાખવું.  લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે. બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


સપ્તાહ દરમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો. પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે.  ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે.


સપ્તાહ દરમિયાન તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે.  મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી.  બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.


સપ્તાહ દરમિયાન આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો. કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાંકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે. તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોંધ પણ લેવાય.  કોઈ જુની વાતકે કામ ક્યાંય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છો તો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વક વર્તવું યોગ્ય છે.


સપ્તાહ દરમિયાન તમારા મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે. આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે.  બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપર જ રહેલી છે.


સપ્તાહ દરમિયાન આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે.  ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


સપ્તાહ દરમિયાન કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે.  લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે.  તમારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો. બજારના કામકાજમાં સારી વાત બની શકે છે.  નવી કાર્ય પ્રણાલીથી લાભ થાય.


સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે. તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં ઉશ્કેરાઈ જવાય. ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે. બજારમાં કામકાજમાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામ પર પડી શકે છે.


સપ્તાહ દરમિયાન નવી કાર્ય પ્રણાલીથી લાભ થાય. લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે. જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાંય લાભ થાય તેવું પણ સંભવિત છે.


સપ્તાહ દરમિયાન કામકાજમાં ધ્યાન ઓછું અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે.  કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે. મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે. આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.

શું જીવન એક સ્વપ્ન છે?

પ્રશ્ન: જ્યારે આપણે સપનું જોતા હોઈએ ત્યારે તે કેટલું વાસ્તવિક લાગે છે. પણ મને ખબર છે કે તે એક ભ્રમ છે. મારું જીવન પણ શું એવું જ છે ? આ જીવન કેટલું વાસ્તવિક છે?

સદ્ગુરુ: આમા સમસ્યા એ છે કે તમે અહીં તહીંથી અધકચરું ઝેન વાંચ્યું છે. અધકચરું ઝેન ખતરનાક બાબત છે. કોઇ પણ બાબતનું અધુરૂં જ્ઞાન જોખમી છે. તમે જે કંઇ કહી રહ્યા છો તે એક અર્થમાં સાચું છે કારણ કે તમારું ૯૯ ટકા જીવન માત્ર વિચારો અને લાગણીઓ છે. વિચારો અને લાગણીઓ માત્ર જીવનના પ્રક્ષેપણ છે, તે જીવન નથી.

તમે અત્યારે ઝેનમાં રસ ધરાવો છો તો તમારે ચાંગ ત્સૂ વિશે જાણવું જોઈએ. તેઓ એક મહાન ઝેન ગુરૂ હતા અને તેમના આશ્રમમાં ઘણા સાધકો રહેતા હતા. એક દિવસે સવારે તેઓ અચાનક અત્યંત દુઃખી થઇ ગયા. પોતાના ગુરૂને દુઃખી અવસ્થામાં જોઇને બધા સાધકો ગભરાઈ ગયા. જો ગુરૂ દુઃખી છે તો ચોક્કસ કંઇક અત્યંત અજુગતુ બન્યું હોવું જોઇએ. કારણ કે તેઓ હંમેશા આનંદિત અને ખુશ રહેતા. તેથી સૌથી વરિષ્ઠ સાધકોએ ધીરેથી તેમની પાસે જઇને પૂછ્યું, “ગુરુજી, શું થઇ રહ્યું છે?”

ચાંગ ત્સૂએ કહ્યું, “મને પરેશાન કરશો નહીં, હું ખુબ દુખી છું. અહીંથી ચાલ્યા જાવ!” સાધકોએ કહ્યું, “જો તમે દુઃખી છો તો તે તો અમારા માટે મૃત્યુ સમાન હશે.. મહેરબાની કરીને અમને જણાવો કે શેના લીધે તમે દુઃખી છો?” ચાંગ ત્સૂએ કહ્યું, “ઓહ, ગઇકાલે રાત્રે મને સપનું આવ્યું જેમાં હું એક પતંગિયું હતો.” સાધકોએ કહ્યું,“પતંગિયામાં શું સમસ્યા છે? અમે ઘણી વખત ડુક્કર, પક્ષી અને અલગ અલગ ચીજો રહ્યા છીએ. તેમાં કોઈ સમસ્યા નથી. પતંગિયું તો ઘણી સારી વસ્તુ છે. તેમાં શું વાંધો છે?”

ચાંગ ત્સૂએ કહ્યું, “મુર્ખાઓ તમે સમજતા નથી. જ્યારે હું પતંગિયુ હતો ત્યારે હું ઉડતો હતો અને એક ફુલ પર જઈને બેઠો. હું ફુલનો અનુભવ કરી શકતો હતો તેની સુગંધ માણી શકતો હતો. તેનો સ્વાદ પણ હું માણી શકતો હતો. એક પતંગિયા તરીકે મારું જીવન મારા માટે ખરૂં અને વાસ્તવિક હતું. પણ આજે સવાર ઉઠ્યો તો મેં જોયું કે હું  તો ચાંગ ત્સૂ છું. અને ચાંગ ત્સૂ તરીકે મારું જીવન પણ એકદમ સાચું અને વાસ્તવિક છે. હવે મને એ ખબર નથી પડતી કે ગઈકાલે રાત્રે ચાંગ ત્સૂ પતંગિયું હોવાનો સ્વપ્ન જોતો હતો કે અત્યારે પતંગિયું ચાંગ ત્સૂ હોવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે. આમાંથી સાચું શું છે એ મને સમજાતું નથી. કારણ કે બન્ને એકદમ વાસ્તવિક અને જીવંત લાગે છે.”

તમે જ્યારે માત્ર વિચારોમાં જીવો ત્યારે આવું જ થાય છે. આ પદ્ધતિથી તેઓ તેમના સાધકોને તેમની જડ આધ્યાત્મિકતામાંથી જગાડવા માંગતા હતા કારણ કે લોકો પુસ્તકો અને સૂત્રો વાંચીને એવું માનવા લાગે છે કે તેઓ જે વાંચે અને વિચારે છે તે આધ્યાત્મિકતા છે. ચાંગ ત્સૂ તેમના માનસિક માળખાને તોડવા માંગતા હતા જેથી તેઓ વાસ્તવિક બને. જો તમે જીવનને અનુભવી રહ્યા હોવ – વિચારો અથવા લાગણીઓને નહિ, તો આ પ્રકારના સવાલો ઉભા નહિ થાય. પરંતુ જ્યારે મોટાભાગનું તમારું જીવન માત્ર લાગણીઓ અને વિચારોમાં જ હોય ત્યારે તે સાચું છે, તે એક સ્વપ્ન જેવું જ છે. તે માત્ર વધુ એક પ્રક્ષેપણ જ છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

રાશિ ભવિષ્ય 03/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 03/06/2024

૦૩ જૂન, ૨૦૨૪

MPના રાજગઢમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી, 10થી વધુ લોકોના મોત

મધ્યપ્રદેશના રાજગઢમાં એક મોટો અકસ્માત થયો, જ્યાં લગ્નના મહેમાનોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ. આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત રાજગઢના પીપલોડી ગામ પાસે થયો હતો. મળતી માહિતી મુજબ ટ્રેક્ટર ટ્રોલી રાજસ્થાનથી રાજગઢ આવી રહી હતી. ભરચક લગ્ન સરઘસની ટ્રોલી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટના બાદ કલેક્ટર સહિત પોલીસ પ્રશાસન સ્થળ પર હાજર છે. 108ની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત થતાની સાથે જ ટ્રોલી પલટી ગઈ, ઘણા લોકો તેની નીચે દટાઈ ગયા. વહીવટીતંત્ર અને હાજર લોકોએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા. કેટલાક લોકોની હાલત હજુ પણ નાજુક છે. મૃત્યુઆંક વધી શકે છે.

 

બદ્રીનાથની મુલાકાત બાદ હું અભિભૂત છું: રાજનીકાંત

મુંબઈ: મેગાસ્ટાર રજનીકાંત તીર્થયાત્રા પર ઉત્તરાખંડમાં હતાં. તેમણે બદ્રીનાથ અને કેદારનાથની મુલાકાત લીધી હતી અને તે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતાં. તમિલ ફિલ્મ એક્ટર અરુણ વિજયે રજનીકાંતની કેદારનાથ પહોંચવાની તસવીર શેર કરી હતી.

એક તસવીરમાં સફેદ ધોતી અને કુર્તામાં સજ્જ, શાલ પહેરેલા અને સનગ્લાસ પહેરેલા રજનીકાંત પર્વતોની પૃષ્ઠભૂમિમાં હસતા જોવા મળે છે. એકદમ સિમ્પલ સ્ટાઈલમાં પહોંચેલા રજનીકાંત પગમાં સામાન્ય સ્લીપર પહેરેલા દેખાય છે. ઉત્તરાખંડ પોલીસ અધિકારીઓએ રજનીકાંત સાથે મુલાકાત લીધી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઉત્તરાખંડ પોલીસના સત્તાવાર એકાઉન્ટમાંથી રજનીકાંતની એક તસવીર શેર કરવામાં આવી હતી. જેમાં એક પોલીસ અધિકારી રજનીકાંતને મળે છે. તેમણે રજનીકાંતને કેદારનાથ ધામનું સ્મૃતિ ચિહ્ન પણ ભેટમાં આપ્યું હતું. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે બદ્રીનાથની મુલાકાત લીધા બાદ રજનીકાંત ધન્ય અનુભવી રહ્યા છે.

તસવીર શેર કરતી વખતે ઉત્તરાખંડ પોલીસે પોસ્ટમાં લખ્યું, પ્રસિદ્ધ ભારતીય ફિલ્મ અભિનેતા રજનીકાંતજી બદ્રીનાથના દર્શન માટે પહોંચ્યા છે, રજમનીકાંતજીનું દેવભૂમિ પર સ્વાગત છે. દર્શન બાદ તેમણે કહ્યું કે તેઓ શ્રી બદ્રીનાથ ધામના દર્શનથી અભિભૂત થયા છે. તેઓ લોક કલ્યાણ અને દેશના સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.

આ પહેલા દેહરાદૂન પહોંચતા જ રજનીકાંતે ANIને કહ્યું હતું કે, ‘દર વર્ષે મને નવા અનુભવો મળતા રહે છે જેના કારણે હું મારી આધ્યાત્મિક યાત્રા વારંવાર ચાલુ રાખું છું..હું માનું છું કે આ વખતે પણનવા અનુભવો મળશે.રજનીકાંતે કહ્યું કે આવી પવિત્ર યાત્રાઓ તેમની વૃદ્ધિમાં આગળ વધે છે.રજનીકાંતે આગળ કહ્યું’આખા વિશ્વને આધ્યાત્મિકતાની ખૂબ જ જરૂર છે કારણ કે તે દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.આધ્યાત્મિક હોવાનો અર્થ એ છે કે શાંતિ અને શાંતિની જરૂર છે. અને મૂળભૂત રીતે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનો સમાવેશ થાય છે.

દેશભરમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો

મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. દેશભરમાં અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે. મોંઘવારી વચ્ચે અમૂલ દૂધના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.

અમૂલ ગોલ્ડ મિલ્કમાં પ્રતિ લિટર બે રૂપિયાના વધારા ઉપરાંત અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. દૂધના ભાવમાં આ વધારો આવતીકાલ એટલે કે સોમવારથી અમલી બનશે. દિલ્હીમાં ભાવ વધારા બાદ ગ્રાહકોએ અમૂલ ગોલ્ડ માટે 66 રૂપિયાને બદલે 68 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે અડધા લિટર અમૂલ ગોલ્ડની કિંમત 34 રૂપિયા રહેશે.

આ સિવાય અમૂલ તાઝા અડધા લિટરની કિંમત 26 રૂપિયાથી વધીને 27 રૂપિયા થઈ ગઈ છે. અમૂલ શક્તિ અડધા લિટરની કિંમત 29 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવી છે. અમૂલ તાઝા સ્મોલ સેચેટ સિવાય તમામના ભાવમાં પ્રતિ લીટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો છે.

જ્યારે અમૂલ ગાયના દૂધ માટે ગ્રાહકોએ પ્રતિ લિટર રૂ. 56 ચૂકવવા પડશે. આ સિવાય અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા અને અમૂલ ટી-સ્પેશિયલની કિંમત 62 રૂપિયા પ્રતિ લિટર હશે.

 

દેશમાં ટોલ દરમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરાયો

અત્યારે માત્ર એક્ઝિટ પોલ જ સામે આવ્યા છે, જ્યારે સાચા પરિણામો 4 જૂને જાહેર થશે, ત્યારપછી નક્કી થશે કે કેન્દ્રમાં કઈ પાર્ટીની સરકાર બને છે અને PMની ખુરશી પર કોણ બેસે છે. આ દરમિયાન NHAIએ એક મોટો નિર્ણય લીધો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સમગ્ર દેશમાં ટોલ દરમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે હાઇવે પર ચાલતા વાહન ચાલકોએ સોમવારથી વધુ પૈસા ચૂકવવા પડશે. મતલબ કે રવિવાર રાતથી જ ટોલ ટેક્સમાં વધારો થવા જઈ રહ્યો છે.

આ તારીખથી અમલમાં આવશે

NHAI સોમવારે મધ્યરાત્રિ 12 થી બે મહિના માટે પેન્ડિંગ વધેલા ટોલ દર લાગુ કરશે. આ વધારો, જે 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, દેશમાં સામાન્ય ચૂંટણીઓને કારણે લાગુ થયેલી આચારસંહિતાને કારણે અટકાવવામાં આવ્યો હતો. આ વાર્ષિક રિવિઝન સરેરાશ પાંચ ટકાની રેન્જમાં હોવાની શક્યતા છે.

 

અરુણાચલમાં ભાજપની હેટ્રિક, 46 બેઠકો જીતી

અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ત્રીજી વખત જીત મેળવીને સત્તામાં પરત ફર્યું છે. 60 સભ્યોની વિધાનસભામાં ભાજપે 46 બેઠકો જીતી છે. ભાજપને 2019ની સરખામણીમાં ચાર વધુ બેઠકો મળી છે. રવિવારે યોજાયેલી મત ગણતરીમાં ભાજપે વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસને કારમી હાર આપી છે. ચૂંટણી પરિણામોમાં, એનપીપીએ 5, એનસીપી 3 અને પીપીએ 5, કોંગ્રેસને એક અને અપક્ષોએ ત્રણ બેઠકો જીતી છે.

જીત બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે સરહદી રાજ્યના લોકોનું સમર્થન દર્શાવે છે. 44 વર્ષીય ખાંડુ દેશના સૌથી યુવા મુખ્યમંત્રી પણ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ એક ફિનિશ્ડ ફોર્સ છે. અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ લાંબા સમયથી સરકાર ચલાવી રહી હતી. તેણે એક ભ્રષ્ટ તંત્ર સ્થાપિત કર્યું હતું. કોંગ્રેસના તત્કાલીન કેન્દ્રીય નેતાઓએ ક્યારેય લાંચ વગર કોઈ કામ મંજૂર કર્યું ન હતું, પરંતુ ભાજપે શાસનનો વૈકલ્પિક માર્ગ પૂરો પાડ્યો હતો.