અમદાવાદઃ લોકસભા ચૂંટણીના મોટા ભાગના એક્ઝિટ પોલમાં ફરી એક વાર મોદી સરકાર બનવાના સંકેતો બજાર માટે મોટો બુસ્ટર ડોઝ સાબિત થયો હતો. આજે 40 મહિનાથી સૌથી મોટી ઇન્ટ્રા-ડે તેજી જોવા મળી હતી. PSE અને PSU બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ વધ્યા હતા. જેથી સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે પહોંચ્યા હતા. આજની તેજીમાં બધા 13 સેક્ટર્સમાં તેજી થઈ હતી. બેન્ક નિફ્ટી, BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સોએ નવી ઓલટાઇમ ઊંચી સપાટી સર કરી હતી. નિફ્ટી બેન્કે 51,000ની સપાટી વટાવી હતી. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 12 લાખ કરોડ વધારો થયો હતો. 
ઘરેલુ બજારમાં ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 76,738 અને નિફ્ટી 23,338ના રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. ઇન્ટ્રા-ડેની તેજી પછી સેન્સેક્સ 2507 પોઇન્ટની તેજીની સાથે 76,469ના સ્તરે અને નિફ્ટી 733 પોઇન્ટની તેજી સાથે 23,264ના સ્તરે બંધ થયો હતો. લોકસભા ચૂંટણીના બધા એક્ઝિટ પોલમાં PM મોદીની આગેવાની હેઠળ NDA સરકાર સતત ત્રીજી વાર પૂર્ણ બહુમતની સાથે સત્તામાં વાપસીનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે. એમાં ભાજપને 305થી 315 સીટો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. શેરબજારને એક્ઝિટ પોલનાં પરિણામો પસંદ આવ્યાં હતાં.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ભાજપની જીતથી કેન્દ્રમાં રાજકીય સ્થિરતા અને આર્થિક નીતિઓને વેગ મળવાની ધારણાનો અંદાજ છે. વળી, છેલ્લાં 10 વર્ષોમાં વૈશ્વિક સ્તરે આવેલા તમામ ઉતારચઢાવ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિર રહ્યું છે, જે મોદી સરકારની એક મોટી સફળતા છે, એમ બ્રોકરેજ કંપનીએ કહ્યું હતું.
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આજની તેજી પાછળ વર્ષ 2024 માટે GDP ગ્રોથનો સારો અંદાજ, નાણાકીય ખાધમાં ઘટાડો, દેશમાં સારા વરસાદનું અનુમાન અને GST કલેક્શન રૂ. 1.73 લાખ કરોડે પહોંચતાં બજારમાં આગઝરતી તેજી થઈ હતી. BSE પર લિસ્ટેડ બધા કંપનીના કુલ માર્કેટ કેપમાં આજે રૂ. 14 લાખ કરોડનો વધારો જોવા મળ્યો હતો.







સિક્કિમમાં કોંગ્રેસને નોટાથી પણ ઓછા મતો મળ્યા છે. સિક્કિમમાં નોટાને 0.99 ટકા મતો મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 0.32 ટકા મતો મળ્યા છે અને ભાજપને રાજ્યમાં 5.18 ટકા મતો મળ્યા છા. આ સાથે SKMને 58.38 ટકા, SDFને 27.37 ટકા અને અન્યોને 7.7 ટકા મતો મળ્યા છે. સિક્કિમના CM હાલમાં પ્રેમ સિંહ તમાંગ છે. તેઓ 2019માં રાજ્યના છઠ્ઠા મુખ્ય મંત્રી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ પશ્ચિમ સિક્કિમથી આવે છે અને 1990માં તેઓ રાજકારણમાં સક્રિય થયા છે. 1993માં તેઓ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) સામેલ થયા હતા અને 1994માં ચાકુંગ વિધાનસભા સીટથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચ્યા હતા. તેઓ 2009 સુધી કેબિનેટ મંત્રી બન્યા હતા.
કેટલાક લોકો બિનજરૂરી રીતે નજીકના સ્થળે જવા માટે પણ ઈંધણથી ચાલતા વાહનોનો ઉપયોગ કરે છે. જેનાથી ઈંધણ વપરાય, પર્યાવરણને નુકસાન થાય, ટ્રાફિકની સમસ્યા વધે અને પાર્કિંગ માટે પણ ફાંફા મારવા પડે. આવાં સમયે સાઇકલ શરીરને સ્વસ્થ રાખતી સરળ, સસ્તી અને સલામત સવારી સાબિત થાય છે.
જગત આખાયમાં સાઇકલ ચલાવવાની જાગૃતિ માટે રેલીઓ, હરિફાઇ યોજાય છે. મોટાં-મોટાં તબીબો, કલાકારો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ સાઇકલ ચલાવી તંદુરસ્ત રહેવા પ્રયત્નશીલ હોય છે અને લોકોને જાગૃત પણ કરે છે.
સમાજની સેલિબ્રિટીઓ સાઇકલ પ્રત્યે જાગૃતિ લાવવા અનેક કાર્યક્રમો યોજે છે. એકસાથે સૌ સાઇકલિંગ કરતા હોય એવી અનેક ક્લબો પણ બની છે. જે સમાજમાં સત્કાર્યો પણ કરે છે. પરંતુ આ એકદમ ‘ફાસ્ટ’ જગતમાં ‘સ્લો’ ચાલતી સાઇકલના શારિરીક અને પર્યાવરણીય ફાયદાની સાથે સામાજિક મહત્વ પણ લોકો સમજે તો સાચી જાગૃતિ કહેવાય!

કેમેરાના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાનગી કંપનીના કર્મચારી ચિત્રલેખા.કોમને કહે છે બસ સ્ટેન્ડ જેવા મહત્વનાં સ્થળોએ ચાંપતી નજર રાખવા માટે 400 જેટલાં પોલ પર કેમેરા લાગી ચૂક્યા છે.
4 જૂનના રોજ મત ગણતરી થવાની છે. ત્યારે આવી VVIP મુવમેન્ટ વખતે સ્પેશિયલ મુવેબલ ટ્રોલી કેમેરા મુકવામાં આવે છે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઠેર-ઠેર હેલ્પલાઇન સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. જેમાં બટન દબાવવાથી કંટ્રોલ રૂમમાં વાત થઈ શકે. જ્યારે આખાય શહેરમાં સિસ્ટમ લાગી જશે ત્યારે નાગરિકોની સહાયતા માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી થશે.
લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે તમામ ચેક પોઈન્ટ પર નજર રાખવા માટે વધારાના CCTV કેમેરા પણ મુકવામાં આવ્યા છે.
