Home Blog Page 1777

રવિના ટંડન પર 3 મહિલાઓ સાથે મારપીટનો આરોપ

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન માત્ર તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં રવિના તેના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. ખરેખર, અભિનેત્રી અને તેના ડ્રાઇવર પર એક વૃદ્ધ મહિલા સહિત ત્રણ મહિલાઓ સાથે મારપીટ કરવાનો આરોપ છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રવિના ટંડન ઘણા લોકોથી ઘેરાયેલી જોવા મળે છે.

મોહમ્મદ નામના વ્યક્તિનો આરોપ છે કે રવિનાએ ગઈકાલે સાંજે નશાની હાલતમાં તેની માતા પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમગ્ર મામલો બાંદ્રા સ્થિત રિઝવી લો કોલેજનો હોવાનું માનવામાં આવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં મોહમ્મદ કહેતો જોવા મળી રહ્યો છે, “મારી માતા, બહેન અને ભત્રીજી સંબંધ માટે ક્યાંક ગયા હતા અને રવિના ટંડનના ઘરની નજીકથી પરત ફરી રહ્યા હતા. રવિના ટંડનના ડ્રાઈવરે મારી માતા પર કાર ચલાવી હતી.

પોતાના નિવેદનના અંતે, મોહમ્મદે રવિના અને તેના ડ્રાઇવર પર આરોપ મૂક્યો અને કહ્યું કે જ્યારે તેણે તેની પૂછપરછ કરી, ત્યારે તેણે કારમાંથી બહાર આવી, તેની ભત્રીજી પર હુમલો કર્યો અને તેને ખરાબ રીતે માર્યો અને તેની માતાને પણ માર્યો. રવિના ટંડન જ્યારે કારમાંથી બહાર આવી ત્યારે તે નશાની હાલતમાં હતી અને તેણે તેની માતાને માર માર્યો હતો, તેની માતાનું આખું માથું ફાટી ગયું હતું. તેણે તેની ભત્રીજીને માર માર્યો અને તેનું આખું માથું ફાટી ગયું. તે 4 કલાકથી અહીં પોલીસ સ્ટેશનમાં ઉભો છે અને તેની કોઈ વાત સાંભળવામાં આવી રહી નથી.

રાશિ ભવિષ્ય 02/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથેની ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય.


આજનો દિવસ સરસ રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ સારો રહે અને નવીનકામનું આયોજન થાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વાત આપલે થાય, ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે આજે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય સારી રીતે પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રિયજન સાથે હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે, તેમને કોઇ પરિચિત સાથેના સંપર્ક દ્વારા તમારા કોઈ કામની સારી વાત સંભાળવા મળી શકે કે લાભની વાત સંભાળવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, પ્રેસર જેવી તકલીફથી સાચવવું,  કામકાજમાં મહેનત કરતા ઓછું ફળ મળે, જીવનસાથે ખોટી વાર્તાલાપના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના-ઝવેરાત, ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિક થાકની લાગણી વધુ અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો  જુનાકામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાયકે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઉત્સાહ સારો જોવા મળે, પ્રિયજનસાથે ફરવા જવાના યોગ પણ છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે ,ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ થોડી તકેદારી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં માનસિકથાક અને કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે છે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે, તમારા કોઈ કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુ, જેવા ક્ષેત્રમાં કામકરનારને નવીનતક ઝડપવાના યોગ બને છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, થોડી આરામકરવાની વૃતી રહે, આજે ધીરજ, પ્રભુ ભક્તિમાં સમય પસાર કરવો શ્રેષ્ઠ છે.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે,  પ્રિયજન સાથે ક્યાંક મુસાફરી થઈ શકે  છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ બની રહ્યા છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં મેહનત કાર્યનો સંતોષ જોવા મળી શકે છે, મિલનમુલાકાત સફળ રહે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્તતા વધુ રહે તેવા સંજોગો બની શકે છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ,પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રના કામકરનારવર્ગમાં નવીનતા જોવા મળે, તમે જુનાકામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય, હરવાફરવામાં બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરીના યોગ છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના પણ સારી જોવા મળે અને ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય.

૦૨ જૂન, ૨૦૨૪

ગુજરાતમાં ‘ગ ગુજરાતીનો ગ’ કેમ નહીં?

ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહિ બરાબર, ભાષાની મીઠાશ નહિ જાણે બોલે કાગડો કાબર

જાણીતા કવિ અવિનાશ વ્યાસની આ કવિતાથી તો આપણે સૌ કોઈ વાકેફ જ છીએ, પરંતુ આજે અહીં વાત ગુજરાતી ભાષા ભણવાની થઈ રહી છે. આમ તો, સ્કૂલોમાં ગુજરાતી વિષય ભણવા અને ગુજરાતી માધ્યમમાં ભણવાના મુદ્દે ઘણા સમયથી ચર્ચા ચાલતી આવી છે. તમને યાદ હોય તો, થોડા સમય પહેલા વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજીયાત રાખવાની વાત કરી હતી.

સારી વાત છે, પણ એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે, ગુજરાતી વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નબળા પુરવાર થઇ રહ્યા છે. આ અમે નથી કહેતા, આ વાત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના આકંડાઓ કહી રહ્યા છે.

છેલ્લા દસ વર્ષના ધોરણ 10નાં ગુજરાત બોર્ડના પરિણામો જોઇએ તો, દર વર્ષે સરેરાશ એક લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નાપાસ થાય છે.

વિજ્ઞાન અને ગણિત વિષય પછી ગુજરાતી એવો વિષય છે જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. વિદ્યાર્થીઓની માતૃભાષા ગુજરાતી હોવા છતાં પણ એમને યોગ્ય રીતે ગુજરાતી લખતાં તો દૂર, પણ બરાબર વાંચતા ય આવડતું નથી!

ગુજરાતી વિદ્યાર્થીઓનું ગુજરાતીના વિષયમાં જ પરિણામ આટલું નબળું કેમ?

બાળકને વારસામાં ગુજરાતી નહીં આપો તો વસિયતનામું અધુરું રહી જશે

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના અધ્યક્ષ ભાગ્યેશ જહા કહે છે કે, ‘ખરાબ પરિણામ આવ્યું એનો અર્થ છે કે ગુજરાતી માટે આપણે વધારે કામ કરવું જોઈએ, કારણ કે માતૃભાષાથી જો બાળકો વિમુક્ત થાય તો એનો વિકાસ અટકી જાય. ગુજરાતી ભાષાના શિક્ષણને વધુ લોકભોગ્ય અને લોકપ્રિય બનાવવું જોઈએ. ગુજરાતી કવિતા, ગુજરાતી વાર્તા આ બધું બાળકોને ભણાવવું જોઈએ. ભલે અભ્યાસક્રમમાં કદાચ ન હોય તો એક્સ્ટ્રા ક્લાસ લઇને પણ બાળકને ગુજરાતીનો પરિચય કરાવવાની જરૂર છે. ચારેબાજુ અંગ્રેજીનો મારો છે. ઓટીટી પ્લેટફોર્મ આવી ગયા છે. એટલે બાળકોને ગુજરાતીનો પરિચય જ નથી રહ્યોં માટે એ નાપાસ થાય છે. ખાસ કરીને બાળકો, વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં રસ લે એ માટે જુદા-જુદા પ્રયોગો કરવા જોઈએ. જેમ કે, વાર્તા કહેવી, કવિતા સંભળાવી, ડાયરામાં લઈ જવા, લોકગીતો અને સંગીતના કાર્યક્રમોમાં લઈ જવા. આ બધામાં બાળકો જતા થશે તો એમને ખ્યાલ આવશે કે ઓહ..ગુજરાતી ભાષા તો જોરદાર છે!  એને આકર્ષણ થશે તો એને ભણવાની ઈચ્છા થશે અને જો એક વખત બાળકોને ભણવાની ઈચ્છા થાય પછી કોઈ વસ્તુ એનાથી અસ્પૃશ્ય ન રહે. ભાષાને થોડી લોકપ્રિયતાના ઘોરણે લઈ ઘનિષ્ઠ રીતે પ્રયાસો કરવા જોઈએ. અને હા, ખાસ કરીને ઘોરણ બાર સુધી તો માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ.’

ભાગ્યેશભાઈ કહે છે, ‘આપણે મિલ્કતની ઘણી ચિંતા કરીએ છીએ. પરંતુ ભાષાનો વારસો જે મૂલ્યવાન છે એને જ ભૂલી ગયા છીએ. જો બાળકને વારસામાં ગુજરાતી નહીં આપો તો તમારું વસિયતનામું અધુરું રહી જશે. અન્ય ભાષાઓમાં કે મિડીયમમાં ભણવાથી બાળકમાં હોંશિયારી આવશે,પણ ડહાપણ તો માતૃભાષામાં ભણવાથી જ આવશે.’

ગુજરાતી પ્રજા માતૃભાષાનું ઋણ ઉતારવામાં ઉણી ઉતરી છે

અમદાવાદસ્થિત દીવાન બલ્લુભાઇ પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય અને જાણીતા શિક્ષણવિદ્ અનિલ રાવલ ચિત્રલેખા.કોમને કહે છે કે, “ગુજરાતી વિષયમાં વિદ્યાર્થી નાપાસ થાય એના માટે શિક્ષકોની ઉદાસીનતા, માતા-પિતાની ઉદાસીનતા અને સરકારની ઉદાસીનતા જવાબદાર છે. વાલીઓની એવી માન્યતા હોય છે કે આ ટકાવારી આગળ જતા એડમિશનમાં ગણાશે નહીં. સરકારની વાત કરીએ તો સરકારી કચેરીના બોર્ડ હોય કે રસ્તા પર લગાવેલા સરકારી બોર્ડ જેમાં અનેક ભાષાકીય ભૂલો હોય છે. આ વાત મીડિયાને પણ લાગુ પડે છે. ઇલેકટ્રોનિક મીડિયાના સ્ક્રોલિંગમાં અનેક ભૂલો જતી હોય છે. પ્રિન્ટ મીડિયામાં પણ જોડણીની ભૂલો થાય છે. આના લીધે બાળકો જેવું વાંચતા જાય એવું જ એ શીખે છે અને અપનાવે છે. એમની આ ખોટી માન્યતા દ્રઢ થતી જાય છે.

બીજી એક વાત એ પણ છે કે ઘણીવાર વિદ્યાર્થીઓને વિષયમાં રસ પડે એ માટે કોર્સ બહાર જઈને પણ એમને શીખવવું પડે. પરંતુ શિક્ષકોને કોર્સ પૂરો કરવાની ચિંતા હોય છે. એમાં પણ બોર્ડમાં તો ડિસેમ્બર- જાન્યુઆરી સુધી કોર્સ પૂરો કરવાનો હોય. છ સાત મહિનાના ગાળામાં આખું પાઠ્યપુસ્તક બાળકોને ભણાવવાનું કેવી રીતે? અને વિચાર એ પણ થાય કે શિક્ષકો ભણાવે પણ છે તો એ કેવુ ભણાવતા હશે?”

અનિલભાઇ ઉમેરે છે, “એક મહત્વની બાબત એ પણ છે કે ઘણા બધા બીએડ(B.ED,બેચરલ ઓફ એજ્યુકેશન) શિક્ષકો કોલેજમાં માત્ર વાર્ષિક પરીક્ષા આપવા જ જાય છે. પછી આવા જ શિક્ષકો માર્કેટમાં આવે છે, તો પછી બાળકોનું ઘડતર કેવી રીતે થઈ શકે? એમની જ માનસિક્તા પાંચ નવા પુસ્તકો વાંચવાની ન હોય તો એ વિદ્યાર્થીઓને કેવી રીતે વાંચન તરફ વાળે? માતૃભાષાની ખુબ જ દયનીય સ્થિતિ છે. ગુજરાતી ભાષાને બચાવવા માટે ઘરનું વાતાવરણ બદલવાની જરૂર છે. બાળપણથી જ બાળકને જન્મ દિવસે પુસ્તક આપવાનું રાખવું જોઈએ. રિટર્ન ગીફ્ટમાં પણ પુસ્તક આપવાનો આગ્રહ રાખવો. પહેલેથી જ ગુજરાતી વાંચતા, સમજતા અને બોલતા શીખવવું જોઈએ. હકીકતમાં તો ગુજરાતી પ્રજા માતૃભાષાનું ઋણ ઉતારવામાં ઉણી ઉતરી છે.”

 કેળવણી માટે માતૃભાષા હોવી અનિવાર્ય છે

જાણીતા કવિ-લેખક અને માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી રાજેન્દ્ર રાવલ ચિત્રલેખા.કોમ ને કહે છે કે “અમે (માતૃભાષા અભિયાન) સરકાર સામે હાઇકોર્ટમાં કેસ કર્યો છે કે ધોરણ 1થી 12માં કોઈપણ માધ્યમ અને કોઈ પણ બોર્ડમાં ગુજરાતી વિષય ફરજીયાત કરવો જોઈએ. ખરેખર તો સરકારે એ અમલમાં આવે એની માટે ગંભીરતાથી પ્રયત્ન કરવો જોઈએ. ગુજરાતી વિષય બારમાં ધોરણ સુધી ફરજીયાત કરવો જોઈએ અને હાયર એજ્યુકેશનમાં એની ટકાવારી ગણાવી જોઈએ, તો પછી ફેર પડશે. ઉપરાંત, ગુજરાતીના શિક્ષકોને ગુજરાતી ભણાવવાની તાલીમ આપવી જોઈએ. આ નહીં થાય ત્યાં સુધી ગુજરાતી ભાષાનું કોઈ ભવિષ્ય જ નથી. માતા-પિતા અને સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. જેમ કે કોઈ મહેમાન આવે તો એને ગુજરાતીના પાંચ દસ મેગેઝીન ઘરે મળવા જોઈએ. મારી દીકરીના લગ્નમાં ચાંલ્લો નથી લીધો એની જગ્યાએ બધાને ગુજરાતી સામયિકોનું લવાજમ ભરાયું હતું. સમાજે આવી રીતે અનેક પહેલ પણ કરવી પડશે. શિક્ષકોએ પણ સભાન થવું પડશે. એમને તાલીમ આપવી પડશે.”

“સરકાર આ માટે જરૂરી પગલા ગંભીરતાથી લે અને સમગ્રપણે બધા પ્રયત્ન કરશે તો ગુજરાતી ભાષાને કઈ વાંધો નહીં આવે. માધ્યમ ગુજરાતી-ઉત્તમ અંગ્રેજી. ગુજરાતીને બચાવવું હોય તો અંગ્રેજી સારું ભણાવો. ભાષા શીખવાની એક પદ્ધતિ છે. પહેલા લીસનિંગ (સાંભળવું) પછી સ્પીકિંગ ( બોલવું) પછી રીડિંગ( વાંચવું) અને છેલ્લા રાઇટીંગ (લખવું) પરંતુ આપણે એનાથી ઉંધુ જ કરીએ છીએ. માટે બાળક નથી રહેતો ગુજરાતીનો કે નથી રહેતો અંગ્રેજીનો. કોઈ ભાષા એમને એમ મળતી નથી. ભાષામાં જે તત્વ અને સત્વ હોય એ બાળકમાં પહોંચે નહીં તો એનો વિકાસ નૈસર્ગિકપણે નહીં થાય. કેળવણી માટે માતૃભાષા હોવી અનિવાર્ય છે. કોઈ આને ગંભીરતાથી લેતા નથી, વાલીઓને ચિંતા નથી, શિક્ષકો બરાબર ભણાવતા નથી અને સરકારને કંઈ પડી નથી. સમગ્રપણે બાળકનો વિકાસ રુંધાઇ જાય છે.”

હું છું ગુજરાતી, મારી ભાષા ગુજરાતી

નડિયાદની વાલ્લા પ્રાથમિક શાળાના આચાર્ય અને રાજ્યકક્ષાના પારિતોષિક વિજેતા શિક્ષક હિતેશ બ્રહ્મભટ્ટ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “પ્રાથમિક શિક્ષણ એ કેળવણીનો પાયો છે. માટે તે કક્ષાએથી જ માતૃભાષા ગુજરાતી વાંચન -લેખનનો સવિશેષ મહાવરો આપવો જોઈએ. આનંદમય-પ્રવૃતિમય રીતે ભાષા શિક્ષણ અપાય ઉપરાંત ભાષા સજજતા ,ભાષા વિહાર અને વ્યાકરણ સંબંધી સરળ સહજ શિક્ષણ અપાય તે જરૂરી નહીં, પણ ખૂબ  જરૂરી છે. મનગમતા પુસ્તકનું વાંચન, તેના વિષયવસ્તુની પ્રાર્થના સભામાં રજૂઆત, પુસ્તક ચર્ચા,  વિદ્યાર્થીઓનું શબ્દ ભંડોળ વધે તેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભાષામાધુર્ય વધારતી પ્રવૃત્તિઓ અવશ્ય કરાવી શકાય. મૂળ તો સવિશેષ વાંચન -લેખનનો મહાવરો ખાસ જરૂરી છે.  તેનું મૂલ્યાંકન અને નિદાન ઉપચાર જરૂરી છે.”

વર્તમાન સમયમાં અંગ્રેજી માધ્યમ તરફ લોકોનો ઝુકાવ સૌથી વધુ છે. ગુજરાતી માધ્યમની સરખામણીએ અંગ્રેજી માધ્યમમાં બાળકોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે. અંગ્રેજી માધ્યમના આંધળા અનુકરણ તરફ લોકો આગળ વધી રહ્યા છે. આ સંજોગોમાં ગુજરાતી ભાષાના અસ્તિત્વ તરફ પ્રશ્ન ઊભો થાય એ પણ ખૂબ જ સ્વાભાવિક છે. પરંતુ હવે જો ભાષાને બચાવવાના પ્રયાસોમાં સફળતા નહીં સાંપડે તો એ દિવસ દૂર નથી જ્યારે ગુજરાતમાં જ ગુજરાતી ભાષા પર પૂર્ણવિરામ લાગી જશે.

(હેતલ રાવ)

પંચાંગ 02/06/2024

Exit Poll : PM મોદીનું સપનું સાકાર, NDA 400ને પાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના ગઠબંધન માટે 400નો લક્ષ્યાંક રાખ્યો હતો. ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં આ સપનું સાકાર થતું જણાય છે. ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં એનડીએને 371થી 400 બેઠકો મળી રહી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને આ એક્ઝિટ પોલમાં 109થી 139 સીટો મેળવવાનો દાવો કર્યો છે.

કયા રાજ્યમાં ભાજપને કેટલી બેઠકો મળી છે?

જો કે, આ એક્ઝિટ પોલમાં ભાજપનું 370ને પાર કરવાનું સપનું અધૂરું રહી ગયું છે. ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં ભાજપને 319થી 338 બેઠકો મળી રહી છે. ભાજપને ઉત્તર પ્રદેશમાં 62થી 68, બિહારમાં 17, કેન્દ્રશાસિત પ્રદેશોમાં 4, ઉત્તરાખંડમાં 5, ગોવામાં 2, મહારાષ્ટ્રમાં 18થી 22, પશ્ચિમ બંગાળમાં 22થી 26, ઝારખંડમાં 10થી 12, ઝારખંડમાં 9થી 9 મત મળશે. આસામમાં 10, હિમાચલ પ્રદેશમાં 3 થી 4, હરિયાણામાં 6 થી 8, પંજાબમાં 2 થી 3, દિલ્હીમાં 6 થી 7, ગુજરાતમાં 26, રાજસ્થાનમાં 21 થી 23, ઓડિશામાં 15 થી 17, માં 10 થી 11 છત્તીસગઢ અને મધ્ય રાજ્યમાં 28થી 29 બેઠકો મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં ભાજપને તમિલનાડુમાં 5થી 7, કેરળમાં 1થી 3, કર્ણાટકમાં 18થી 22, તેલંગાણામાં 8થી 10, આંધ્રપ્રદેશમાં 4થી 6 બેઠકો મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ એક્ઝિટ પોલમાં ઈન્ડિયા એલાયન્સે 109માંથી 139 બેઠકો મેળવવાનો દાવો કર્યો છે, જેમાંથી કોંગ્રેસને 52થી 64 બેઠકો મળવાની ધારણા છે. ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોને 28 થી 38 બેઠકો મળી રહી છે.

યુપી બિહારમાં ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલના દાવા શું છે?

ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને 62થી 68 બેઠકો મળશે. યુપીમાં અપના દળને 2 સીટો, આરએલડીને 2 સીટો મળવાનો દાવો છે. ઈન્ડિયા એલાયન્સની વાત કરીએ તો ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 1થી 3 સીટો અને સમાજવાદી પાર્ટીને 10થી 16 સીટો મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

બિહારમાં ભાજપ 17 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં તમામ 17 બેઠકો પર જીતનો દાવો કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલમાં JDUને 11 થી 13 સીટ, LJPને 3 થી 4 સીટ અને અમે 1 સીટ મેળવવાનો દાવો કર્યો છે. જ્યારે ભારતીય ગઠબંધનની ઘટક પાર્ટી કોંગ્રેસ 2 બેઠકો મેળવવાનો દાવો કરે છે અને આરજેડી 3 થી 5 બેઠકો મેળવવાનો દાવો કરે છે.

Exit Poll વચ્ચે PM મોદીની પહેલી પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણી શનિવારેના રોજ સાતમા તબક્કાના મતદાન સાથે સમાપ્ત થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન ભારત પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મતદારોએ તેમને નકારી દીધા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું અલાયન્સ ઈન્ડિયા જાતિવાદી, કોમવાદી અને ભ્રષ્ટ છે. આ ગઠબંધન પરિવારને બચાવવા માટે કરવામાં આવ્યું છે. ગઠબંધન ભારત રાષ્ટ્રનું વિઝન લોકો સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમની નિપુણતા માત્ર પીએમ મોદીને શ્રાપ આપવામાં છે. લોકોએ આવી રાજનીતિને નકારી કાઢી છે.

 

પીએમ મોદીએ વધુમાં દાવો કર્યો કે હું વિશ્વાસ સાથે કહું છું કે દેશની જનતાએ એનડીએના પક્ષમાં મતદાન કર્યું છે. લોકોએ અમારો ટ્રેક રેકોર્ડ જોયો અને જાણવા મળ્યું કે અમે ગરીબ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. મતદારોનો આભાર માનતા તેમણે કહ્યું કે હું એનડીએના દરેક કાર્યકર્તાની પ્રશંસા કરવા માંગુ છું. કાર્યકરોએ કાળઝાળ ગરમી વચ્ચે અમારો વિકાસ એજન્ડા લોકોને સમજાવ્યો હતો અને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. અમારા કાર્યકરો અમારી સૌથી મોટી તાકાત છે. પીએમ મોદીએ આ વાત એવા સમયે કરી છે જ્યારે લોકસભા ચૂંટણીને લઈને ટીવી પર ચાલી રહેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ માટે લીડની આગાહી કરવામાં આવી છે.

એક્ઝિટ પોલઃ NDAને 359 સીટો અને ઇન્ડિયા ગઠબંધનને મળશે 154 સીટો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન ખતમ થઈ ચૂક્યું છે. ત્યાર બાદ એક્ઝિટ પોલનાં પરિણામો આવશે. જોકે વાસ્તવિક ચૂંટણી પરિણામો તો ચોથી જૂને આવશે. લોકસભા ચૂંટણીમાં PMARQના એક્ઝિટ પોલ મુજબ NDAને 353થી 398 સીટો મળશે, જ્યારે ઇન્ડિયા એલાયન્સને 118થી 133 સીટો મળશે, જ્યારે અન્યોને 43-48 સીટો મળવાનો અંજાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.  એ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે ઇન્ડિયા ગઠબંધનને આ ચૂંટણીમાં કમસે કમ 295 પ્લસ સીટો જીતશે, જ્યારે ચૂંટણી વિશ્લેષક પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે ભાજપને 303 સીટો કે એનાથી વધુ સીટો મળશે. તેમનું માનવું છે કે ભાજપને દક્ષિણમાં લાભ થશે.

દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનને 295થી વધુ સીટો મળશે, જ્યારે NDA ગઠબંધને 235 સીટ જીતશે. આ સાથે લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલનાં પરિણામો આવશે, જ્યારે અરુણાચલ પ્રદેશ ને સિક્કિમ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો રવિવારે એટલે કે બીજી જૂને જાહેર થશે.

સાતમા તબક્કામાં સાંજે છ વાગ્યા સુધી બિહારમાં 48.9 ટકા, ચંડીગઢમાં 62.8 ટકા, હિમાચલ પ્રદેશમાં 66.6 ટકા, ઝારખંડમાં 68 ટકા, ઓડિશામાં 62.5 ટકા, પંજાબમાં 55.2 ટકા, ઉત્તર પ્રદેશમાં 54 ટકા અને પશ્ચિમ બંગાળમાં 69.9 ટકા મતદાન થયું હતું.

લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, ત્રીજા તબક્કામાં 65.68 ટકા અને ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન, પાંચમા તબક્કામાં 62.2 ટકા, છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર 61.98 ટકા અને સાતમા તબક્કામાં 58.34 ટકા મતદાન નોંધાયું હતું. સાતમા તબક્કામાં મતદાન પહેલી જૂને થશે અને ચૂંટણી પરિણામો ચોથી જૂને જાહેર થશે.

 

 

 

 

 

 

 

 

લોકસભા ચૂંટણી : છેલ્લા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં 58.34 % મતદાન

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં શનિવારે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. આજે જે બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાં પંજાબ અને યુપીની 13-13 બેઠકો, પશ્ચિમ બંગાળમાં 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની 3 બેઠકો અને ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે . સાંજે 5 વાગ્યા સુધી 58.34 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ બમ્પર મતદાન પશ્ચિમ બંગાળમાં થયું હતું જ્યારે સૌથી ધીમુ મતદાન બિહારમાં થયું હતું.

ક્યા રાજ્યમાં કેટલું મતદાન થયું ?

બિહાર – 48.86%
ચંદીગઢ – 62.80%
હિમાચલ પ્રદેશ – 66.56%
પંજાબ – 55.20%
ઝારખંડ — 67.95%
ઓડિશા – 62.46%
ઉત્તર પ્રદેશ – 54.00%
પશ્ચિમ બંગાળ – 69.89%

‘I.N.D.I.A ગઠબંધન 295થી વધુ બેઠકો જીતશે’ : ખડગે

લોકસભા ચૂંટણી 2024 માટે મતદાનનો છેલ્લો તબક્કો આજે થોડા સમય પછી સમાપ્ત થશે. આ પછી એક્ઝિટ પોલના પરિણામો જાહેર થશે. સાચા પરિણામો 4 જૂને આવવાના છે. તે પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે આ ચૂંટણીમાં I.N.D.I.A ગઠબંધન ઓછામાં ઓછી 295થી વધુ સીટો જીતશે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આજે અમારી બેઠક થઈ હતી અને આ બેઠક ઓછામાં ઓછા અઢી કલાક સુધી ચાલી હતી, જેમાં અમે ઘણા વિષયો પર ચર્ચા કરી હતી. અમે ખાસ કરીને ચૂંટણીની ચર્ચા કરી. તમામ રાજકીય પક્ષોએ પૂર્વ નિર્ધારિત એક્ઝિટ પોલ પર I.N.D.I.A અને તેની ઇકોસિસ્ટમને ઉજાગર કરવાનો નિર્ણય કર્યો. એક્ઝિટ પોલમાં ભાગ લેવા માટે અને વિરુદ્ધના પરિબળોને ધ્યાનમાં લીધા પછી, સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ વિરોધ પક્ષો આજે સાંજે ટેલિવિઝન પર એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ લેશે.

તમામ વિપક્ષી પાર્ટીઓ એક્ઝિટ પોલની ચર્ચામાં સામેલ થશે

તેમણે વધુમાં કહ્યું કે, ગઠબંધનનો નિર્ણય એ છે કે લોકો ખાસ કરીને એક્ઝિટ પોલ પર I.N.D.I.A અને તેના સહયોગી પક્ષો વિશે ચર્ચા કરશે. તેથી, આ લોકોમાં મૂંઝવણ દૂર કરવી જોઈએ અને અમે તેઓ જે વાર્તા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તે સત્ય કહેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાથે મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે ગઠબંધન ઓછામાં ઓછી 295+ બેઠકો જીતી રહ્યું છે.