Home Blog Page 1780

વાસ્તુ: શું છેતરવાનું વારસાગત હોય?

એક જગ્યાએ અમુક ઉંદરને પૂરી દેવામાં આવ્યા. જે ભૂલભુલૈયા જેવી જગ્યા છે. એમાં અમુક જગ્યાએ બધાના માટે ચીઝ રાખવામાં આવી છે. જે તાકાત વાળા ઉંદર છે એ પોતાની ચીઝ તો ખાઈ જાય છે પણ દોડાદોડી કરીને અન્યની ચીઝ પણ હડપી જાય છે. જે થોડા નબળા ઉંદર છે એ ભૂખે મરી જાય છે. ખાવું અને બગાડવું એ ઉંદરની પ્રકૃતિ છે. પણ આ વાર્તામાં ઉંદરની જગ્યાએ માણસોને વિચારીએ તો? તો કદાચ માનવતા શબ્દ વિસરીને વિચારવું પડે. એનું કારણ છે કે માણસ એ સમજી શકે છે કે એ ગમે તેટલું ભેગું કરશે અંતે તો કશું જ ભેગું આવવાનું નથી. જો કે ઉંદર જેવું વિચારવાનો શોખ હોય તો જીવન પણ ઉંદર જેવું જ મળે. અને કદાચ મૃત્યુ પણ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. જો આપને કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપણ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: શું છેતરવાનું વારસાગત હોય? મારા બાપુજી આખી જિંદગી ખુબ કમાયા. એક દિવસ મારા ફોઈએ એમનું ઈન્વેસ્ટમેન્ટ જોઈ લીધું. એમણે બધા ભાઈ બહેને ભેગા થઇ અને એ બધું વેંચાવી અને લઇ લીધું. એ લોકો સતત દુ:ખી દેખાવા પ્રયત્ન કરતા. મેં મારી મહેનતથી થોડું ઘણું ભેગું કર્યું. મારા ભાઈઓ તો કોઈ જવાબદારી લીધા વિના વરસોથી અલગ રહેવા જતા રહ્યા. એક દિવસ મારા મમ્મીને ખુબ રડવું આવતું હતું કે આપણે ફરી જૂની સ્થિતિમાં ન જતા રહીએ. એટલે મેં એમને મારા પ્લાન્સ કહ્યા. એમણે મારા ભાઈઓને એ વાત કરી દીધી.

મારો એક ભાઈ જે દર વરસે એક એક ખંડમાં મહિનો ફરવા જાય એટલી સગવડ છે. એણે મને કહ્યું કે એના દીકરાની ફી ભરવા માટે એને પૈસા જોઈએ છે. મારા બાકીના ભાઈઓએ સુર પુરાવ્યો કે એને મદદ કરવી જોઈએ. મેં મારા રોકાણ માંથી એને મદદ કરી. બીજો ભાઈ જે ખુબ સારા પગારની નોકરી કરે છે અને ૧૪ કરોડના મકાનમાં રહે છે. એણે દેવું થઇ ગયાની રજૂઆત કરી અને મારી પાસેથી મદદ લીધી. આવું કરીને એ બધા ભાઈઓ પાછળ હું ખુવાર થઇ ગયો. મેં જયારે પૈસા પાછા માંગ્યા ત્યારે એકે કહ્યું કે મને યાદ નથી. બીજાએ કહ્યું કે આ તો મમ્મીએ કહ્યું બાકી તું છાનોમાનો શું કરે છે એ અમને ખબર પણ ન પડત. ત્રીજાએ કહ્યું કે તું તો મમ્મીના ઘરમાં રહે છે. અને મને ઘર ખાલી કરાવ્યું. ખરેખર એ ઘર મેં બનાવ્યું હતું. મારા પપ્પાને પણ એના જ ભાઈ બહેનોએ છેતર્યા અને મને પણ. આવું થવાનું કારણ શું?

જવાબ: સામાન્ય રીતે વિચારીએ તો તમે અને તમારા પપ્પાએ આંધળો વિશ્વાસ કર્યો. લાગણીશીલ હોવું અને લાગણી પ્રધાન હોવું એ બંનેમાં ફર્ક છે. તમારા મમ્મીએ તમારી અંગત વાત કરી એ ભૂલ કહેવાય. પણ તમે એ બધા લોકો વિષે જાણતા હતા. આવા પ્રોફાઈલ વાળા લોકોને આર્થિક જરૂર હોય ? તમે વિશ્વાસ કર્યો એ સારું છે. પણ દરેક વ્યક્તિ વિશ્વાસને લાયક નથી હોતી. જે ભાઈઓએ તમારા ખરાબ સમયમાં મદદ નહોતી કરી એમને માટે તમારી બધી જ મૂડી ખર્ચી નાખવામાં તમે સંત આત્મા છો એ સાબિત કરી દીધું. કર્મના સિદ્ધાંત પ્રમાણે તમને કુદરત કોઈને કોઈ મદદ કરશે જ. આ ઉપરાંત શિવલિંગ પર પાણી, દૂધ પંચામૃત, ચોખા, સરસવ, પાણીથી અભિષેક કરો.

સુચન: વધારે પડતા વિચાર આવતા હોય તો મહામૃત્યુંન્જય મંત્ર જાપ યોગ્ય ઉચ્ચારણ સાથે કરવાથી ફાયદો થાય છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

 

કોરાનાના 24 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે.  US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,617 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,900 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 73 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 323 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,652 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 30 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

રાશિ ભવિષ્ય 01/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામજ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે,  વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 01/06/2024

૦૧ જૂન, ૨૦૨૪

કિડની હોસ્પિટલના ડૉ. પ્રાંજલ મોદીને ઈન્ટરનેશનલ એવોર્ડ

અમદાવાદ: ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિર્સચ સેન્ટરના નિયામક અને Gujarat Sottoના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીને ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ (ક્લિનિકલ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય બદલ TTS રેકગ્નિશન એવોર્ડ 2024ની જાહેરાત કરવામાં આવી છે. અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે ડૉ. પ્રાંજલ મોદીના અથાગ પ્રયત્નો અને અગ્રણી કાર્ય બદલ આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. TTS એટલે કે The Transplantaion Society 1966થી કાર્યરત નોન ગર્વમેન્ટલ ઓર્ગેનાઈઝેશન છે. દુનિયાભરમાં ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારા ડોક્ટર્સને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં આ વર્ષે ભારતમાંથી ડૉ. પ્રાંજલ મોદીના યોગદાનની નોંધ લેવામાં આવી છે.ડૉ. પ્રાંજલ મોદીનો જન્મ 15મી માર્ચ, 1968ના રોજ થયો છે. તેમણે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાંથી M.B.B.S. અને સ્પેશિલ સ્ટડી ઈન જનરલ સર્જરીનો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે પહોંચ્યા. અહીં તેમણે યુરોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ તેઓ IKDRCમાં જ ફેકલ્ટી તરીકે જોડાયા. ડૉ. પ્રાજંલ મોદી રેટ્રોપેરીટોનિયોસ્કોપિક લિવિંગ ડોનર નેફ્રેક્ટોમી પદ્ધતિના પાયોનિયરમાંના એક છે. તેમણે ભારત, યુકે, જર્મની અને ઑસ્ટ્રેલિયાના વિવિધ કેન્દ્રો પર આ પ્રોગ્રામની સ્થાપના કરવામાં મદદ કરી.આ ઉપરાંત એક જ કેન્દ્રમાં રેટ્રોપેરીટોનિયોસ્કોપિક લિવિંગ-ડોનર નેફ્રેક્ટોમીના 1800 થી વધુ કેસ હાથ ધરવાનો શ્રેય પણ તેમને જાય છે. વર્ષ 2010માં, તેમણે લેપ્રોસ્કોપિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન શરૂ કરી અને 175થી વધુ કેસ હાથ ધર્યા હતા. તેમણે દા વિન્સી રોબોટિક પ્લેટફોર્મની મદદથી લેપ્રોસ્કોપિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની ટેકનિકમાં વધુ રિફાઇનમેન્ટ વિકસાવ્યું અને રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના 650 થી વધુ સી.એસ.નો અનુભવ ધરાવે છે. સ્ત્રીઓમાં જે માર્ગે પ્રસ્તુતિ થાય છે તે જ માર્ગે કિડની દાખલ કરવાની અને લેપ્રોસ્કોપિક અને રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની તેમના દ્વારા વિકસિત સર્જરી પદ્ધતિના આજે દુનિયામાં વખાણ થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અંગદાન કાર્યક્રમના વિકાસની પણ તેમણે પહેલ શરૂ કરી છે. અંગદાન પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ આવે અને જરૂરિયાતમંદના જીવ બચે તે માટેની ડૉ. પ્રાંજલ મોદીની મુહિમ અવિરત ચાલુ જ છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

અગ્નિકાંડને લઈ ભાજપ સાદગીથી કરશે જીતની ઉજવણી?

રાજકોટમાં 25મી મેના રોજ ગોઝારા સાબિત થયો હતો. જે બાદ રાજકોટ સહિત રાજ્યની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજું લોકસભા ચૂટણીના અંતિમ તબક્કાનું મતદાન બાકી છે. આ અગાઉ ભાજપ દ્વારા ઘણી વખત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 1લી જૂનના રોજ અંતિમ તબક્કાનું મતદાન યોજાશે અને જે બાદ અક્સીટ પોલની શરૂ થશે. પરંતુ આ પહેલા ગુજરાત ભાજપે જીતની ઉજવણી સાદગી સાથે કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેનો પરિપત્ર પણ પ્રદેશ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડને ધ્યાનમાં રાખીને જ ભાજપ દ્વારા સાદગીથી જીતની ઉજવણીનો નિર્ણય લીધો છે.

અંતિમ તબક્કામાં 57 બેઠકો પર મતદાન થવાનું બાકી છે, આ બેઠકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીની બેઠકનો પણ સમાવેશ થાય છે. તમામ 7 તબક્કાના મતદાન બાદ 4 જૂનના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવશે. જોકે, આ જાહેરાત પહેલા ભાજપ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 7 મુદ્દાઓને ટાકવામાં આવ્યા છે.

ભાજપના પરિપત્રમાં જણાવ્યું છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનાના પગલે વિજયને સંયમતાથી અત્યંત સાદગીથી વધાવવાનો નિર્ણય લેવાયો છે.

આ 7 મુદ્દાને ધ્યાનમાં રાખવાનું સૂચન કાર્યકર્તાઓને કરાયું

  • મતગણતરીના સ્થળની બહાર, કાર્યાલય પર તેમજ અન્ય જાહેર સ્થળ પર ફટાકડા ફોડવા નહીં.
  • મીઠાઈ વ્યવસ્થા રાખવી નહીં અને એકબીજાને મીઠાઈ ખવડાવવી નહીં.
  • ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાડીને અભિવાદન કરવું નહીં.
  • કાર્યકર્તાઓ ટોપી, ખેસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જયના સૂત્ર સાથે વિજયને આવકારે.
  • મતગણતરી બાદ વિજેતા ઉમેદવાર ખુલ્લી જીપ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહીં અને ઢોલ-નગારા કે ડીજે-સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવી નહીં.
  • કાર્યાલયમાં રોશની કે સુશોભન કરવું નહીં.
  • વિજય પછી સન્માન સમારંભના કાર્યકર્મો ટાળવા.

નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકા રહ્યો GDP ગ્રોથ

નવી દિલ્હીઃ સરકારે વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાના અને FY24ના GDP ડેટા જારી કર્યા છે. જાન્યુઆરીથી માર્ચ, 2024માં દેશનો GDP 7.8 ટકાના વિકાસદરે વધ્યો છે અને એ દરમ્યાન GVA ગ્રોથ 6.3 ટકા રહ્યો છે, જ્યારે FY24માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDP ગ્રોથ 8.2 ટકા અને GVA 7.2 ટકા રહ્યો હતો.  

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા અર્થતંત્રના મોરચે સારા સમાચાર આવ્યા છે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં દેશનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા નોંધાયો છે. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા નોંધાયો હતો.

નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતvr ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ઝડપી ગતિએ વધ્યો છે. જોકે  ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ 8.4 ટકા સામે ઘટ્યો છે. FY24 માટે એકંદર ગ્રોથ 8.2 ટકા નોંધાયો છે. માગ અને વપરાશમાં વૃદ્ધિ નોંધાવાની સાથે આયાત-નિકાસમાં પણ બેલેન્સ જાળવતાં રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા શુક્રવારે જારી કરાયેલા ડેટા અનુસાર, 31 માર્ચ, 2024એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર રિઝર્વ બેન્કના અંદાજ કરતાં વધ્યો છે. RBIએ જીડીપી ગ્રોથ 6.9 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.

ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 7.8 ટકા હતો, જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં GDP ગ્રોથ 8.2 ટકા હતો. જે ભારતીય અર્થતંત્રની તાકાત દર્શાવે છે. ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર તમામ અંદાજો કરતાં સારો હતો. નાણાકીય વર્ષ 2023-24માં નોમિનલ જીડીપી 9.6 ટકા નોંધાયો છે. જે બજેટના 10.5 ટકાના અંદાજ કરતાં ઘટ્યો છે.

 

 

 

ગુજરાત પર ઘેરાયા સંકટના વાદળ!

ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ભારે ગરમી, બફારો અને ઉકાળાટની વચ્ચે હવે અચાનક વાતાવરણ બદલાયું છે. હવે આંધી, તોફાન, ભારે પવન અને વાવાઝોડાની આગાહી થઈ રહી છે. હવામાન નિષ્ણાત આંબાલાલની આગાહી પ્રમાણએ રાજ્યના ચાર જિલ્લામાં આગામી 3 દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની રહી શકે. ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પર થી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે.

દેશમાં એક બાજુ ચોમાસાએ દસ્તરક આપી છે. સામાન્ય રીતે ચોમાસું સૌપ્રથમ કેરળમાં આવતું હોય છે. પણ આ વર્ષે રેમલ વાવાઝોડાને લઈને બંગાળી ખાડી તરફ મોનસુર એક્ટિવેટ જલ્દી થયું છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે. ત્યારે રેમલ વાવાઝોડાની જ અસરના પગલે સુરત પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લામાં આવેલા દરિયા કિનારાના બીચ બંધ રહેશે. તારીખ 1 જૂનથી 7જૂન દરમિયાન તમામ બીચ બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત માછીમારોને પણ કડક સૂચન કરવામાં આવ્યા છે, કે દરિયો ખેડવા માટે ન જાય.

નોંધનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકુ રહેશ. તો તારીખ 15 જૂનના રાજ્યમાં મેઘરાજનું આગમાન થશે. આ સાથે હવામાન નિષ્ણાત આંબાલાસ પટેલની આગાહી પ્રામાણે આગામી 4 જૂનથી વરસાદ શરૂ થવાની શક્યતા સેવાય રહી છે.

 

SRP જવાનો માટે વ્યસન મુક્તિનો ખાસ કાર્યક્રમ

અમદાવાદ: બીડી, સિગારેટ, ગુટકા, પાન-મસાલા જેમાં ભરપૂર તમાકુનો ઉપયોગ થાય છે. એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચેતવણીઓ છતાં એના સેવનથી હજારો લોકો કેન્સર, અસ્થમા, હ્રદય રોગ, સ્ટ્રોક જેવી અનેક બિમારીઓ તરફ ધકેલાય છે. આજે તમાકુ નિષેધ દિવસે જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજાયા. જેમાં શહેરના નરોડા રોડ પર આવેલી GCS હોસ્પિટલમાં પણ ગુજરાત પોલીસના એસ.આર.પી જવાનો માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

એક ખાસ વક્તવ્યમાં વ્યસનથી થતાં નુકસાન, વ્યસન છોડવાના ઉપાયો તથા વ્યસન છોડવાના ફાયદા વિષે એસ.આર.પી જવાનોને સમજવામાં આવ્યું. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં જેટલાં પ્રકારના કેન્સર થાય છે એમાંથી 44% કેન્સર તમાકુના કારણે થાય છે. આ આંકડો ચોંકાવનારા છે. આ રજૂઆત વ્યસન મુક્તિ કાર્યક્રમમાં GCS હોસ્પિટલ ખાતેના સાઈકિયાટ્રી ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર ડો. ધર્મેશ પટેલે પોતાના વક્તવ્યમાં કરી હતી.

વક્તવ્યની સાથે GCS હોસ્પિટલ ખાતે SRP જવાનો માટે CPR તથા ફર્સ્ટ એઈડ તાલીમનું પણ આયોજન કરાયું હતું. જેમાં CPR ટ્રેનિંગ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના ડો. અંકિતા પટેલે આપી હતી. CPR કાર્ડિયાક એરેસ્ટ જેવી ગંભીર સ્થિતિમાં વ્યક્તિના હૃદયને પુનઃ ધબકતું કરવા અને લોહીનો પ્રવાહ મગજ અને અન્ય મહત્વના અંગો સુધી પૂર્વવત્ત કરવા માટે અપાય છે. CPR દર્દીની છાતી પર હાથથી દબાણ આપીને તેમજ મોંએથી શ્વસન ફરી શરૂ કરવા માટે આપવામાં આવે છે. SRP જવાનોને ફર્સ્ટ એઈડ માટેની ટ્રેનિંગ GCS હોસ્પિટલના ઈમર્જન્સી મેડિસીન ડિપાર્ટમેન્ટના ડો. ઋષિ પટેલે આપી હતી. પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) એ નાની કે ગંભીર બીમારી અથવા ઈજા ધરાવતી કોઈપણ વ્યક્તિને આપવામાં આવતી પ્રથમ અને તાત્કાલિક સહાય છે, જેમાં જીવન બચાવવા, સ્થિતિને બગડતી અટકાવવા અથવા તબીબી સેવાઓ આવે ત્યાં સુધી દર્દીની કાળજી લેવામાં આવે છે.

આ ઉપરાંત GCS હોસ્પિટલના માનસિક રોગ વિભાગ દ્વારા તમાકુ કે તમાકુનો ઉપયોગ કરીને બનાવાયેલી નશાકારક પ્રોડક્ટ્સના વ્યસનથી જે લોકો વ્યસન મુક્ત થવા માંગતા હોય તેમના માટે હોસ્પિટલના ગેટ પર જ એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. આ સ્ટોલ પરથી વ્યસન મુક્તિ માટે શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન મેળવ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)