Home Blog Page 1785

મુંબઈ: આ વર્ષે ગુજરાતી માતૃભાષાની શાળાઓએ કરી કમાલ

આર્થિક રાજધાનીમાં મુંબઈમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ છે. શહેરમાં ગુજરાતી માતૃભાષાની શાળાઓ પણ એટલી જ છે. આ વર્ષે ગુજરાતી માતૃભાષાની શાળાઓએ એક મોટી સિદ્ધિ મેળવી છે. કુલ 61 શાળાઓમાંથી 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. વિપરીત સંજોગોમાં પણ શિક્ષકોની નિષ્ઠા અને વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે.

મુંબઈમાં વાલીઓ પોતાના સંતાનોને અંગ્રેજી મીડિયમમાં ભણાાવવાનો વધારે આગ્રહ રાખે છે. જોકે તેમ છતાં ગુજરાતી શાળાઓએ પોતાની જગ્યા બનાવી રાખી છે. મુંબઈ ગુજરાતી સંગઠન હંમેશાં ગુજરાતી માતૃભાષાની શાળાઓને પ્રોત્સાહન આપવામાં આગળ રહ્યું છે. મુંબઈ સંગઠનના ભાવેશ મહેતાએ જણાવ્યું કે મુંબઈમાં બધાને એવું લાગે છે કે ગુજરાતી માતૃભાષાની શાળાઓ ક્યાં છે? જ્યારે કે માતૃભાષાની અર્ધસરકારી કુલ 61 શાળાઓ છે. દરેક વિસ્તારની નજીક એક તો ગુજરાતી શાળા છે જ. ગુજરાતી તરીકે આપણી ફરજ છે કે જેટલી ગુજરાતી શાળા છે તેને ટકાવી રાખીએ. શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે. તેમજ શાળાઓના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ આપવામાં આવે છે. ગુજરાતી માતૃભાષાની શાળાઓને ટકાવી રાખાવા માટે અમારી આખી એક ટીમ કામ કરી રહી છે. જે 27 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે એ પણ પ્રશંસનીય છે.

100 ટકા પરિણામ લાવનાર શાળાની યાદી

1.મણીબેન નાનાલાલ હરિચંદ હાઇસ્કૂલ (દાદર)
2.સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (કાંદીવલી વેસ્ટ)
3.લીલાવતી લાલજી દયાળ (ચર્નીરોડ)
4.ચંદારામજી હાઇસ્કુલ (ચર્ની રોડ)
5.શેઠ જી એચ હાઇસ્કુલ (બોરીવલી પૂર્વ)
6.શ્રી એન બી ભરવાડ ગુજરાતી હાઈસ્કૂલ (દહિસર પૂવૅ)
7.લાયન એમ પી ભૂતા સાર્વજનિક સ્કૂલ (સાયન)
8.જ્યોત્સના ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલ (મલાડ પૂર્વ)
9.સંઘવી કેશવલાલ મણિલાલ હાઈસ્કૂલ.(પૂના)
10.રતનબેન ચુનીલાલ મહેતા ગુજરાતી સ્કૂલ (પૂના)
11.આઇ બી પટેલ વિદ્યાલય (ગોરેગામ પ.)
12.શિવાજીપાર્ક લાયન્સ હાઇસ્કૂલ ( માટુંગા) )
13.આર સી પટેલ હાઇસ્કૂલ (બોરીવલી પ.)
14.જે. એચ. પૌદાર. હાઇસ્કૂલ( ભાયંદર વેસ્ટ)
15.શેઠ એન એલ હાઇસ્કૂલ (મલાડ પ.)
16.આર એસ જી કે આર (કલ્યાણ પ.)
17.મૂળજીભાઈ માધવાણી મેમોરિયલ ગર્લ્સ હાઈસ્કૂલ (વિલે પાર્લે પ.)
18.એસ એચ જોંધલે વિદ્યામંદિર (ડોબિવલી)
19.શ્રી બી જી છાયા (અંબરનાથ)
20.શેઠ આર પી વિદ્યાલય (નાસિક)
21.શ્રીમતી ગોકળીબાઈ પીતાંબરદાસ (પાર્લે)
22.શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ હાઇસ્કૂલ ( થાણા)
23..શ્રીમતી સુરજબા વિદ્યામંદિર (જોગેશ્વરી)
24.સંસ્કારધામ વિદ્યાલય (ગોરેગામ)
25.સમારફિલ્ડ સ્કૂલ (નાલાસોપારા)
26.સર બી જે ગર્લ્સ (ગોરેગામ)
27.માતોશ્રી ગંગાબા શિવજી કોઠારી (સાંગલી)

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં PM સહિત અનેક દિગ્ગજો મેદાનમાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. આ તબક્કામાં આઠ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 57 સીટો પર મતદાન થશે. સાતમા તબક્કામાં વડા પ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કંગના રણોત હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.

વડા પ્રધાન મોદીએ દેશમાં મોટા પાયે ચૂંટણીપ્રચાર કર્યો હતો. વડા પ્રધાન મોદીએ દેશમાં ચૂંટણીની જાહેરાત પછી આશરે 75 દિવસોમાં 200થી વધુ ચૂંટણી સભાઓ કરી હતી. તેમણે દેશ-વિદેશના મિડિયા હાઉસોને 80 ઇન્ટવ્યુ આપ્યા હતા. તેમને મોટા ભાગના રાજ્યોમાં રોડ-શો કર્યા હતા. તેમણે સૌથી વધુ 22 જનસભાઓ અને કુલ 31 ચૂંટણી કાર્યક્રમ માત્ર ઉત્તર પ્રદેશમાં કર્યા હતા.

સાતમા તબક્કામાં અન્ય દિગ્ગજ ઉમેદવારોમાં જોઈએ તો ગોરખપુરથી રવિ કિશન, હમીરપુરથી અનુરાગ ઠાકુર, ડાયમંડ હાર્બરથી TMCના અભિષેક બેનરજી, ભોજપુરી કલાકાર પવન સિંહ અને કેન્દ્રીય મંત્રીઓની કિસ્મતનો નિર્ણય EVMમાં કેદ થશે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર અને ઝારખંડની ત્રણ સીટો સામેલ છે. એ સાથે ચંડીગઢની એકમાત્ર સીટ પર મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, ત્રીજા તબક્કામાં 65.68 ટકા અને ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન, પાંચમા તબક્કામાં 62.2 ટકા અને છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર 61.98 ટકા મતદાન નોંધાયું હતું. સાતમા તબક્કામાં મતદાન પહેલી જૂને થશે અને ચૂંટણી પરિણામો ચોથી જૂને જાહેર થશે.

 

 

 

 

અગ્નિકાંડમાં સ્વજનો ગુમ થયાની ખોટી ફરિયાદ કરનાર સામે ફરિયાદ

રાજકોટ: તારીખ 25મી મેના રોજ ટી.આર.પી. ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનાની રાખ હજુ ઠરી નથી, ત્યાં એક પછી એક નવા-નવા વળાંક આ દુર્ઘટનામાં સામે આવતા જાય છે. એક વ્યકિતએ પોલીસ અને તંત્રને તેના ભાણેજ અને બે જૂના પાડોશી ગુમ થયાની જાણ કરી હતી. આ મામલે પોલીસ અને વહીવટી તંત્રએ તપાસ કરતા આ ફરિયાદ ખોટી નીકળી. અંતે ફરિયાદી સામે ખુદ પોલીસે ફરિયાદ કરી હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જેમની સામે ખોટી ફરિયાદ બદલ ગુનો નોંધાયો તેમનું નામ વિજય લાભશંકર પંડ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

અત્યાર સુધીમાં આ ભયાનક દુર્ઘટનામાં 27 મૃતકોના ડી.એન.એ. સેમ્પલ મેચ થયા બાદ ઓળખ થઈ ચૂકી છે અને મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. પોલીસે હવે કોઈ ગુમ ન હોવાનું જાહેર કર્યું છે. સાથે જ કોઈને હજુ પણ પરિવારજનો આ ઘટનામાં ગુમ હોય તેવી આશંકા હોય તો પોલીસને જાણ કરવા હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.

રિવરફ્રન્ટ પરના વૃક્ષોને બચાવવા ગ્રીન નેટનો ઉપયોગ

અમદાવાદ: શહેરમાં ગરમીનો પારો આ ઉનાળે 45 ડીગ્રી કરતાં પણ વધારે પહોંચી ગયો. જ્યાં સીધો જ સૂર્ય પ્રકાશ પડ્યો એ તમામ ચીજ-વસ્તુઓ સુકાવા માંડી. માણસો અતિશય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જેને જે સગવડ મળી એ પ્રમાણે પંખા, કુલર અને એ.સી.નો સહારો લઇ સૂર્ય પ્રકાશથી બચવા છત નીચે બેસી જાય છે. પરંતુ પરાવલંબી જીવ વેલ, વૃક્ષ, કે છોડની માવજત તો માણસે જ કરવી પડે. એટલે જ્યાં સુધી માણસ પહોંચી શકે ત્યાં સુધી ત્યાં સુધી ગરમી વૃક્ષોને બચાવવાના પ્રયાસો અવશ્ય કરે. વૃક્ષોને બચાવવાની એક ઉત્કૃષ્ટ કામગીરી અમદાવાદ મહાનગર પાલિકાના કર્મચારીઓએ કરવા પ્રયાસ કર્યો છે.

AMCના આસિફ મેમણે ચિત્રલેખા.કોમને કહ્યું, “અતિશય ગરમીના કારણે ફિકસ પાંડા જેવાં વૃક્ષો, કેટલાંક છોડ અને વેલ સુકાવા માંડે છે. કુમળા છોડ, વૃક્ષ અને વેલ સુકાઇ ના જાય એટલે સવારે દશથી સાંજના છના ગાળા દરમિયાન અમે એને ગ્રીન નેટથી ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે રિવરફ્રન્ટની દિવાલો પર લગાવેલી વેલને બચાવવા માટે એને કોથળા કંતાનનો સહારો આપ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ બગીચાના રાખ રખાવ માટે કામ કરતો તમામ સ્ટાફ વૃક્ષો સુકાઇ ના જાય એ માટે સતત પ્રયત્નો કરે છે.  આ સાથે સતત પાણીનો છંટકાવ ફૂટપાથ પરના તેમજ ડિવાઇડર પરના વૃક્ષો પર કરવામાં આવે છે.”

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

મે સિરીઝની એક્સપાયરીના દિવસે સેન્સેક્સ 617 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ મે સિરીઝના એક્સપાયરી દિવસે ઘરેલુ શેરબજારમાં નફારૂપી વેચવાલી થઈ હતી. બજારમાં સતત પાંચમા દિવસે વેચવાલી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારો હાલ લોકસભા ચૂંટણીનાં પરિણામો પહેલાં સાવચેતી રૂપે શેરોમાં પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને તેઓ લોન્ગ પોઝિશન લેવામાંથી બચી રહ્યા છે. દેશમાં સામાન્ય ચૂંટણીનાં પરિણામો ચોથી જૂને જાહેર થશે.

ઘરેલુ બજારમાં સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સ 617 પોઇન્ટ અને નિફ્ટી 22,500ની નીચે સરક્યો હતો. જેથી રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 3.88 લાખ કરોડનો ઘટાડો થયો હતો. સૌથી વધુ ઘટાડો મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને IT શેરોમાં થયો હતો.

બજારમાં ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 617.30 પોઇન્ટ તૂટી 73,885.60ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 216.05 પોઇન્ટ તૂટીને 22,488.65ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 181 પોઇન્ટ તૂટીને 48,682ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 699 પોઇન્ટ તૂટીને 51,427ના સ્તરે બંધ થયો હતો.છેલ્લા સાત મહિનામાં પહેલી વાર સેન્સેક્સ અને નિફ્ટી સતત પાંચ દિવસ ઘટ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીની સાથે મિડકેપ ઇન્ડેક્સ પણ આશરે એક ટકો ઘટીને બંધ થયા હતા.

BSE પર કુલ 3917 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1208 શેરોમાં તેજી થઈ હતી અને 2601 શેરોમાં નરમ બંધ રહ્યા હતા, જ્યારે 108 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 126 શેરોએ નવા 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 55 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટી તોડી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

‘મેં આજ સુધી મોદી જેવા PM જોયા નથી…’ : મનમોહન સિંહ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આજે પંજાબના લોકોને પત્ર લખીને તેમની પાર્ટીના વખાણ કર્યા છે અને તેમને વોટ કરવાની અપીલ કરી છે. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા અને ચૂંટણી પ્રચાર દરમિયાન ‘દ્વેષપૂર્ણ ભાષણો’ આપીને જાહેર ચર્ચા અને વડાપ્રધાન પદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો.લ1 જૂને લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા પહેલા પંજાબના મતદારોને અપીલ કરતા મનમોહન સિંહે કહ્યું કે માત્ર કોંગ્રેસ જ વિકાસલક્ષી પ્રગતિશીલ ભવિષ્યની ખાતરી કરી શકે છે, જ્યાં લોકશાહી અને બંધારણનું રક્ષણ થશે.

અગ્નવીર યોજનાને લઈને કર્યા પ્રહાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સશસ્ત્ર દળો માટે ખોટી રીતે ડિઝાઇન કરેલી અગ્નિવીર યોજના લાદવા બદલ ભાજપ સરકાર પર પણ પ્રહારો કર્યા. પંજાબના મતદારોને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે ભાજપ માને છે કે દેશભક્તિ, બહાદુરી અને સેવાની કિંમત માત્ર ચાર વર્ષ છે. આ તેમનો નકલી રાષ્ટ્રવાદ દર્શાવે છે. મોદી પર પ્રહાર કરતા સિંહે કહ્યું કે હું આ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય ચર્ચાઓ પર નજીકથી નજર રાખી રહ્યો છું. મોદીએ અત્યંત દ્વેષપૂર્ણ ભાષણો આપ્યા છે, જે સંપૂર્ણપણે વિભાજનકારી છે. મોદીજી એવા પ્રથમ વડાપ્રધાન છે કે જેમણે જાહેર ચર્ચાઓની ગરિમા ઓછી કરી છે અને આ રીતે તેમણે વડાપ્રધાન પદની ગરિમા પણ ઘટાડી છે.

અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજકોટ એરપોર્ટ પર ટૂંકુ રોકાણ કરશે. તેમજ અમિત શાહ રાજકોટ જઈને સમીક્ષા પણ કરશે. સોમનાથ ખાતે તેઓ મહાદેવની વિશેષ પૂજા, ગંગાજળ અભિષેક, ધ્વજારોહણ, દર્શન અને આશીર્વાદ મેળવશે.

રાજકોટથી તેઓ સોમનાથ ખાતે દર્શનાર્થે જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અને સામેનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ તા.31મીએ સોમનાથ મહાદેવના દર્શન-આશીર્વાદ મેળવવા આવી રહ્યાં છે.સૌ પહેલા અમિત શાહ શુક્રવારે રાજકોટ જઈને TRP ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડની દુર્ઘટનાને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા બેઠક યોજશે. અમિત શાહની મુલાકાત બાદ વધુ મોટી કાર્યવાહીની શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેઓ મૃત્યુ પામેલા નાગરીકોના પરીવારજનોને સાંત્વના અને ન્યાય અપાવવા માટે મુલાકાત લેશે તેમ પણ જાણવા મળ્યુ છે. રાજકોટથી તેઓ સોમનાથ ખાતે દર્શનાર્થે જશે. સોમનાથ સાંજે ચાર વાગ્યા બાદ આવી પહોંચશે. અને સંભવત રાત્રિ રોકાણ સોમનાથમાં કરશે. 22 કલાકનો તેમનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે. બીજા દિવસે તા.1 જૂનના બપોરે બે કલાકે અત્રેથી પ્રસ્થાન કરશે. સોમનાથ ખાતે તેઓ મહાદેવની વિશેષ પૂજા, ગંગાજળ અભિષેક, ધ્વજારોહણ, દર્શન અને આશીર્વાદ મેળવશે. અત્યાર સુધી જયોર જયારે લોકસભાની ચુંટણી પ્રચાર પૂર્ણ થઈ ગયા બાદ તેઓ સોમનાથ દર્શને આવતા રહે છે. તેઓના આગમનને લઈને જિલ્લા વહીવટી, પોલીસ તંત્ર, સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ થઈ રહી છે.

જમ્મુ કાશ્મીરમાં બસ અકસ્માત, 16 લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. જમ્મુ જિલ્લામાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ ખાડામાં પડી હતી, જેમાં 16 લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત ચોકી ચોરાના તંગલી વળાંક પર થયો હતો. અધિકારીએ જણાવ્યું કે બસ લગભગ 150 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ, આ બસ હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારથી તીર્થયાત્રીઓને શિવ ખોરી વિસ્તાર લઈ જઈ રહી હતી. બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા. આ અકસ્માત અખનૂર શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર થયો હતો, જ્યારે બસ અચાનક રસ્તા પરથી ઊંડી ખીણમાં પડી હતી.

 


ભારતીય સેનાએ ક્વિક રિએક્શન મેડિકલ ટીમ તૈનાત કરી છે. તેઓ બચાવ કાર્યમાં પ્રશાસનને મદદ કરી રહ્યા છે. ઈજાગ્રસ્તોને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર કહ્યું, જમ્મુના અખનૂર પાસે બસ દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

 

ચૂંટણીનો સાતમા તબક્કોઃ 22 ટકા ઉમેદવારો પર ગુનાઇત કેસો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનો ચૂંટણીપ્રચાર સાંજે થંભી જશે. સાતમા તબક્કામાં દેશનાં આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 57 સીટો પર પહેલી જૂને મતદાન થશે. સાતમા તબક્કામાં ચૂંટણી મેદાનમાં 904 ઉમેદવારો ઊભા છો, એમ ADR અને નેશનલ ઇલેક્શન વોચનો રિપોર્ટ કહે છે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13-13, પશ્ચિમ બંગાળની નવ, બિહારની આઠ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર અને ઝારખંડની ત્રણ સીટો સામેલ છે. એ સાથે ચંડીગઢની એકમાત્ર સીટ પર મતદાન થશે.લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં કુલ 904 ઉમેદવારો 199 કે 22 ટકા ઉમેદવારો વિરુદ્ધ ગુનાઇત કેસો નોંધાયેલા છે. 151 અથવા 17 ટકા ઉમેદવારો છે, જેના પર ગંભીર ગુનાઇત કેસો ચાલી રહ્યા છે. 13 ઉમેદવારો એવા છે, જે દોષી માલૂમ પડ્યા હતા અને ચાર ઉમેદવારો પર હત્યા હેઠળ કેસો નોંધાયેલા છે. સાતમા તબક્કામાં 13 ઉમેદવારો પર મહિલાઓની વિરુદ્ધ ગુનાઇત કેસો છે, જેમાં બે પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376 હેઠળ બળાત્કારના આરોપ પણ છે. 25 ઉમેદવારો સામે ભડકાઉ ભાષણ આપવાના કેસ નોંધાયેલા છે.

કઈ પાર્ટીમાં કેટલા ઉમેદવારો સામે ગુનાઇત કેસો

સાતમા તબક્કામાં કઈ પાર્ટીમાંથી કેટલા ઉમેદવારો સામે ગુનાઇત કેસ નોંધાયેલા છે, એ જોઈએ તો તો TMC- નવમાંથી સાત (78 ટકા), SP નવમાંથી સાત (78 ટકા), CPI (M) આઠમાંથી પાંચ (63 ટકા), SAD 13માંથી આઠ (62 ટકા) ભાજપ 51માંથી 23 (45 ટકા), કોંગ્રેસ 31માંથી 12 (39 ટકા) આપ -13માંથી પાંચ (39 ટકા), CPI- સાતમાંથી બે (29 ટકા) અને BSP-56માંથી 13 (23 ટકા)નો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કામાં ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 3.27 કરોડ છે.

 

 

 

 

 

આ તારીખે થશે અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટના લગ્ન

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખની સાથે વેડિંગ ડેસ્ટિનેશન વિશે પણ તમામ માહિતી સામે આવી છે. મુકેશ અંબાણીના નાના પુત્રના લગ્ન વિદેશમાં નહીં પરંતુ ભારતમાં જ થવાના છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશન દરમિયાન લગ્નના તમામ ફંક્શન ક્યારે અને ક્યાં થવાના છે તેની તમામ માહિતી વેડિંગ કાર્ડમાં વિગતવાર આપવામાં આવી છે. અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈએ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થશે. આ કપલના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી શુક્રવાર, 12 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી ચાલશે. 12 જુલાઇના રોજ લગ્નની વિધિ શરૂ થશે, શુભ આશીર્વાદનો દિવસ એટલે કે ફેરા 13મી જુલાઇએ થશે. 14મી જુલાઈએ મંગલ ઉત્સવ એટલે કે લગ્નનું રિસેપ્શન હશે. અનંત અને રાધિકાના લગ્ન સંપૂર્ણ પરંપરાગત હિંદુ વિધિથી થશે. તમને જણાવી દઈએ કે આમંત્રણ પત્ર લાલ અને સોનેરી રંગમાં છે. લોકો ઘણા સમયથી બંનેના લગ્નની તારીખની રાહ જોઈ રહ્યા હતા,જે હવે પૂરી થઈ ગઈ છે.

અનંત અને રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
લગ્ન પહેલા ગુજરાતના જામનગરમાં પ્રથમ પ્રી-વેડિંગનું આયોજન કર્યા બાદ હવે 29મી મેથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર દિવસીય આ ઉજવણીમાં 9 અલગ-અલગ થીમ પર પાર્ટીઓ થશે. અનંત અને રાધિકાના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને હેડલાઈન્સ બનાવી રહ્યા છે.

અનંત અને રાધિકાના બીજા પ્રી-વેડિંગ વિશે
તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ વધુ મજેદાર રીતે હોસ્ટ કરવામાં આવી રહ્યું છે. 29 મેના રોજ સ્વાગત લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. 30મી મેના રોજ સ્ટારી નાઈટ થીમ પાર્ટી થવા જઈ રહી છે. 31 મેના રોજ અંબાણી પરિવાર સાથે મહેમાનો પણ રોમન હોલિડે એન્જોય કરતા જોવા મળશે. 31મી મેના રોજ ખૂબ જ અલગ થીમ સાથે પાર્ટી થવા જઈ રહી છે. આમાં લોકો રમતિયાળ લુકમાં જોવા મળશે.