લોકસભાની ચૂંટણીનો ચૂંટણી પ્રચાર આજથી થંભી જશે. પ્રચારના છેલ્લા તબક્કામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. કોન્ફરન્સની શરૂઆતમાં ખડગેએ કહ્યું, ચૂંટણી શાંતિપૂર્ણ રહી, હું તમામ મીડિયા લોકોને અભિનંદન આપું છું. આ પછી પીએમ પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે ગઈકાલે પીએમ મોદીએ આખી દુનિયાને કહ્યું કે તેઓ મહાત્મા ગાંધી વિશે મૂવી જોયા પછી જાણકારી મળી. જો પીએમએ વાંચ્યું હોત કે અભ્યાસ કર્યો હોત તો તેમણે આવી વાત ન કરી હોત. તેમનું નિવેદન આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું કે જો પીએમ ગાંધી વિશે જાણતા નથી, તો તેઓ બંધારણ વિશે પણ જાણતા નથી. જો તેમને 4 જૂન પછી ખાલી સમય મળે તો ગાંધીજીની આત્મકથા અને સત્ય સાથેના મારા અનુભવો વાંચવા જ જોઈએ.
नरेंद्र मोदी ने बताया कि उन्हें महात्मा गांधी जी के बारे में ‘गांधी’ फिल्म देखकर पता चला।
मुझे इस बात पर हंसी आती है, शायद नरेंद्र मोदी ने गांधी जी के बारे में कभी नहीं पढ़ा।
महात्मा गांधी जी को पूरी दुनिया जानती है, दुनिया की अलग-अलग जगहों पर उनके स्टैच्यू हैं।
अगर नरेंद्र… pic.twitter.com/rqcolnObiF
— Congress (@INCIndia) May 30, 2024
નરેન્દ્ર મોદીની રાજનીતિ નફરતથી ભરેલી છે
ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું કે તેમની રાજનીતિ નફરતથી ભરેલી છે. તેમણે દેશની જનતાને કહ્યું કે આજે સાંજે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ જશે. 18મી લોકસભાની ચૂંટણી લાંબા સમય સુધી યાદ રહેશે. દેશના દરેક નાગરિક જાતિ, ધર્મ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના એક સાથે આવ્યા છે અને અમે મુદ્દાઓ પર મત માંગ્યા છે.
महात्मा गांधी जी अहिंसा पर विश्वास करते थे, उन्होंने कभी किसी से नफरत नहीं की।
लेकिन नरेंद्र मोदी सिर्फ नफरत की बातें करते हैं, उनकी हर बात में नफरत झलकती है।
: कांग्रेस अध्यक्ष श्री @kharge pic.twitter.com/Ya4jqTNAfY
— Congress (@INCIndia) May 30, 2024







‘મંથન’ અસાધારણ ડેરી સહકારી ચળવળની શરૂઆતનું કાલ્પનિક સંસ્કરણ છે, શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનની પ્રેરણાથી ભારત દૂધની અછત ધરાવતા રાષ્ટ્રમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાં પરિવર્તિત થયું છે. ‘મંથન’ ભારતની પ્રથમ ક્રાઉડફંડેડ ફિલ્મ છે. પાંચ લાખ ડેરી ખેડૂતો દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. જેના માટે દરેક ડેરી ખેડૂતે 2 રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
આ ફિલ્મમાં ગિરીશ કર્નાડ, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ડૉ મોહન અગાશે, કુલભૂષણ ખરબંદા, અનંત નાગ અને આભા ધુલિયા સહિતના કલાકારોએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. મંથનનું શૂટિંગ જાણીતા સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક ગોવિંદ નિહલાની દ્વારા કરવામાં આવ્યું હતું, અને સંગીત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાએ આપ્યું હતું.
મંથન ફિલ્મના નિર્દેશક શ્યામ બેનેગલે જણાવ્યું હતું કે, “કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયરમાં ફિલ્મને મળેલા અદ્દભૂત પ્રતિસાદ વિશે સાંભળીને મને ખૂબ આનંદ થયો. પરંતુ મને એ વાતનો વધુ આનંદ છે કે ફિલ્મ ફરી દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. 1976માં જ્યારે ‘મંથન’ રિલીઝ થઇ, ત્યારે નાના શહેરો અને ગામડાઓમાંથી ખેડૂતો બળદગાડામાં મુસાફરી કરીને આ ફિલ્મ જોવા આવતા હતા.”
ફિલ્મના કલાકાર નસીરુદ્દીન શાહએ જણાવ્યું હતું કે, “કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મંથનનું પ્રીમિયર જોવુ મારા માટે ખૂબ જ ભાવનાત્મક અનુભવ હતો. હું લગભગ 50 વર્ષ પહેલાની યાદોથી અભિભૂત થઇ ગયો, જ્યારે સિનેમા પરિવર્તનનું માધ્યમ હતું, અંતે સ્ટેન્ડિંગ ઓવેશનથી આંખોમાં આસું આવી ગયા હતા. મને આશા છે કે લોકો મોટા પડદા પર ઐતિહાસિક ફિલ્મને જોવાની તક નહીં ગુમાવે.”



આતિશીએ કહ્યું હતું કે અમે હરિયાણા સરકારને એક પત્ર લખ્યો છે અને આજે અમે કેન્દ્ર સરકાર સુધી પહોંચીશું, જેથી દિલ્હીને પાણીનો યોગ્ય હિસ્સો મળી શકે.એ પાણીની અછત છે, જે હરિયાણાને કારણે દિલ્હીના વિવિધ ભાગોમાં અશાંતિનું કારણ બની રહ્યું છે. હરિયણાની મનમાનીને કારણ દેશની રાજધાનીને જળસંકટમાં ના નાખી શકાય, એમ તેમણે કહ્યું હતું.

