Home Blog Page 1793

કેજરીવાલે બીજી જૂને જવું પડશે જેલઃ કોર્ટનો સુપ્રીમ રાહતમાંથી ઇનકાર

નવી દિલ્હીઃ દિલ્હીના CM કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. કેજરીવાલની વચગાળાના જામીનના સમયગાળા સાત દિવસને વધુ વધારવાની અરજી પર તત્કાળ સુનાવણીથી સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું હતું કે આ અરજી પર નિર્ણય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) કરશે. કેજરીવાલે મેડિકલ ટેસ્ટ માટે વચગાળાના જામીનનો સમયગાળો એક સપ્તાહ વધારવાની માગ કરી હતી. તેમના જામીનનો સમય બીજી જૂને પૂરો થઈ રહ્યો છે. ત્યાર બાદ તેમણે દિલ્હીની તિહાડ જેલમાં સરન્ડર કરવાનું રહેશે.

કોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું હતું કે ગયા સપ્તાહે જ્યારે મુખ્ય ખંડપીઠના જસ્ટિસ દીપાંકર દત્તા સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે દિલ્હી CMની અરજીમાં એનો ઉલ્લેખ કેમ નહોતો કરવામાં આવ્યો. કેજરીવાલે અચાનક વજન 6-7 કિલો ઓછું થવાને પગલે કેટલીક મેડિકલ ટેસ્ટ કરાવવા માટે સુપ્રીમ કોર્ટથી વચગાળાના જામીનનો સમયગાળો સાત દિવસ વધારવા માટે વિનંતી કરી હતી. કેજરીવાલ બીજી જૂનને બદલે નવમી જૂને આત્મસમર્પણ કરવા ઇચ્છે છે.

આ પહેલાં દિલ્હીનાં CM કેજરીવાલે વચગાળાના જામીનની મુદત વધારવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ફરી એક વાર ખટખટાવ્યાં હતાં. તેમણે અરજીમાં સ્વાસ્થ્યનાં કારણોનો હવાલો આપીને વચગાળાના જામીન સાત દિવસ વધારવાની માગ કરી હતી.કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પાર્ટીએ કહ્યું હતું કે દિલ્હીના CM કેજરીવાલને PET-CT સ્કેન સહિત કેટલાક અન્ય ટેસ્ટ કરાવવાના છે. જેથી તેમણે જામીનની મુદત વધારવાની માગ કરી હતી.

જોકે કોર્ટે તેમને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા.

 

 

 

 

 

 

 

 

રોટલાનો ખાનાર રોટલો ખાશે ઘર નહીં લઈ જાય

રોટલાનો ખાનાર રોટલો ખાશે ઘર નહીં લઈ જાય

માણસ મહેમાન બનીને આવે ત્યારે એની વ્યવસ્થિત પરોણાગત કરવી જોઈએ. પુરાણા સમયમાં એમ કહેવાતું કે ઘરનો રોટલો બહાર ખાવાનો છે. અથવા જેનો આવકાર ઉજળો હોય એના માટે કહેવાતું કે એનો રોટલો મોટો છે. કોઇ પણ માણસની પરોણાગત કરો તો એ એને ભૂખ હોય તેટલું જ ખાઈ શકે છે. એક ગૃહસ્થનો ધર્મ છે કે અતિથિ સત્કાર કરો.

આપણે ત્યાં રસોઈ બને તેમાં પણ એક ભાગ અતિથિનો, એક બારણે આવેલ અભ્યાગતનો, એક ગૌગ્રાસ એટલે કે ગાય-કૂતરા માટે અને ચોથા ભાગ ઉપર જ આપણો અધિકાર છે એવું કહેવાયું છે. આપણે ત્યાં આવેલ અતિથિ એની ક્ષમતા પ્રમાણે જમે છે. એ કાંઇ આખું ઘર સાથે નથી લઈ જતો. એટલે આ સંદર્ભમાં કહેવાયું છે કે રોટલાનો ખાનાર રોટલો ખાશે, ઘર નહીં લઈ જાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

કોરાનાના 14 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે.  US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,612 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,625 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 358 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,500 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 7 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

‘સાજન’નું ટાઇટલ ગીત છેલ્લે ઉમેરાયું

નિર્દેશક લોરેન્સ ડિસોઝાની ફિલ્મ ‘સાજન’ (૧૯૯૧) માં ટાઇટલ ગીત માટે કોઈ જગ્યા ન હોવાથી રાખવામાં આવ્યું ન હતું. પરંતુ શુટિંગ પૂરું થઈ ગયું હોવા છતાં ગીતકાર સમીર અંજાને એ લખ્યા પછી સલમાન અને માધુરીએ એને પસંદ કર્યું હતું અને રાખવા મંજુરી આપી હતી. ‘સાજન’ ના બધાં ગીતોનું રેકોર્ડિંગ જ નહીં શુટિંગ પૂરું થઈ ગયું હતું અને રજૂ કરવાની તૈયારી ચાલી રહી હતી. એ સમયને યાદ કરતાં સમીરે એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘સાજન’ ના ગીતો લખી રહ્યા હતા ત્યારે એનું ટાઇટલ ગીત લખવાની બહુ ઈચ્છા હતી. પણ કોઈ સ્થિતિ એમાં બની રહી ન હતી. સમીરને આનંદ બક્ષીનું અન્ય ‘સાજન’ (૧૯૬૯) ફિલ્મનું ટાઇટલ ગીત ‘સાજન સાજન પુકારું ગલીયોં મેં’ બહુ ગમતું હતું. એમણે વિચાર્યું હતું કે મને ‘સાજન’ નામની ફિલ્મ મળશે ત્યારે હું આવું જ એક ટાઇટલ ગીત લખીશ. ફિલ્મ મળી ગઈ પણ ટાઇટલ ગીત લખવાની તક ના મળી.

સમીર એક દિવસ સંગીતકાર નદિમ-શ્રવણ સાથે રેસ્ટોરન્ટમાં બેઠા હતા. સમીરને અચાનક એક પંક્તિ સ્ફૂરી અને કહ્યું કે ‘સાજન’ ના ટાઇટલ ગીત માટે વિચાર આવ્યો છે. નદિમે કહ્યું કે ફિલ્મ તો પૂરી થઈ ગઈ છે. સમીરે કહ્યું કે ગીત ના બનાવવું હોય તો વાંધો નહીં પણ સાંભળી લો. સમીરે પહેલી પંક્તિ ‘દેખા હૈ પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર’ બોલી અને નદિમ પ્રભાવિત થઈ ગયો. એણે શ્રવણને કહ્યું કે તું આ પંક્તિ ગણગણ અને હું ધૂન વિચારું છું. શ્રવણ ગાવા લાગ્યા અને નદિમે તરત જ ધૂન બનાવી દીધી.

નદિમે નિર્માતા સુધાકર બોકાડેને ફોન કરીને ટાઇટલ ગીત માટે વાત કરી. એમણે કહ્યું કે ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર થઈ ગઈ છે. હવે કેવી રીતે ગીત કરી શકીશું? નદિમે કહ્યું કે આ ગીત અમે જરૂર કરીશું. બોકાડેએ કહ્યું કે સલમાન અને માધુરીની તારીખો મળી શકે એમ નથી. નદિમ-શ્રવણે સૂચન કર્યું કે તમે બંનેને રેકોર્ડિંગ વખતે બોલાવી લો. જો એમને પસંદ ના આવ્યું તો બીજી કોઈ ફિલ્મમાં વાપરીશું. અને આ ગીત અમે અમારા પૈસે રેકોર્ડ કરાવીશું.

નદિમની જીદ સામે બોકાડે ઝૂકી ગયા. સલમાન- માધુરીને રેકોર્ડિંગ વખતે બોલાવ્યા. ગીત સાંભળીને સલમાને કહી દીધું કે આજે જ આ ગીતના શુટિંગની તૈયારી કરી લો. એક દિવસનું આયોજન કરીને બધા જ ઊટી પહોંચી ગયા અને સવારથી રાત સુધીમાં ગીતનું શુટિંગ કરી લીધું. ફિલ્મ રજૂ થઈ ત્યારે ટાઇટલ ગીતને બહુ પસંદ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કુમાર સાનૂ અને અલકા યાજ્ઞિકે પહેલી વખત સાથે ગાવાની શરૂઆત કરી હતી. ફિલ્મફેર એવોર્ડ્સમાં ‘સાજન’ ને ૧૦ થી વધુ કેટેગરીમાં નામાંકન મળ્યું હતું. જેમાં શ્રેષ્ઠ સંગીતનો નદિમ- શ્રવણને અને ‘મેરા દિલ ભી કિતના પાગલ હૈ’
ગીત માટે શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વગાયકનો કુમાર સાનૂને એવોર્ડ મળ્યો હતો.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૮ મે, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 28/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે ,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરી પૂર્વકનું કામ સારું રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય વેપારના કામકાજમાં ધીરજ રાખવી.

પંચાંગ 28/05/2024

જવાહરલાલ નહેરુની 60મી પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

દેશના પ્રથમ વડાપ્રધાન, આધુનિક ભારતના શિલ્પી જવાહરલાલ નહેરૂની 60મી પુણ્યતિથી નિમિત્તે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાંકરીયા બાલવાટિકા ખાતે જવાહરલાલ નહેરૂની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના યોગદાનનું સ્મરણ કરવામાં આવ્યું હતું અને ભાવભીની શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

આઝાદી જંગના લડવૈયા, આધુનિક ભારતના શિલ્પી, દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતા એ ભારતની તાકાત છે. દેશના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે અનેક પડકારો વચ્ચે આધુનિક ભારત માટે જરૂરી શૈક્ષણીક સંસ્થાઓ, આઈ.આઈ.એમ., આઈ.આઈ.ટી., એન.આઈ.ડી. ઈન્ડિયન સ્કુલ ઓફ સોશ્યલ સાયન્સ, ઈન્ડિયન સ્કુલ ઓફ સાયન્સ સહિત અનેક મોટી સિંચાઈ યોજના, મોટા કારખાના દ્વારા ભારત નિર્માણ માટે પાયો નાખ્યો. ભારતના લોકતાંત્રિક વ્યવસ્થાને મજબૂત બનાવી. ભારતની જનતા માટે જરૂરી જાહેર સાહસોની સ્થાપના તરફ આગળ વધી. દેશને સમયબધ્ધ વિકાસ માટે આયોજન પંચ અને ત્યારબાદ પંચવર્ષિય યોજના દ્વારા દેશના વિવિધ વિકાસ પ્રકલ્પો અનેક સિધ્ધીઓ પૈકીનું યોગદાન છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, શહેરના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને જવાહરલાલ નહેરૂના કાર્યોને યાદ કરીને શતશત્ વંદન સાથે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં પડશે ભારે વરસાદઃ IMD

નવી દિલ્હીઃ દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીની વચ્ચે મોન્સુનને લઈને સારા સમાચાર છે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે સરેરાશથી વધુ વરસાદ પડશે. દેશમાં જૂનથી સપ્ટેમ્બર સુધી 106 ટકા વરસાદ વરસવાની સંભાવના છે. દેશમાં સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી સામાન્યથી વધુ મોન્સુન રહેવાની સંભાવના છે. જૂનથી ઓગસ્ટ, 2024માં લા નિનાની સ્થિતિ વિકસિત થવાની શક્યતા છે. જેને પગલે ઉત્તર પશ્ચિમી ભારતમાં 30 મે પછી ગરમી ઓછી થવાની સંભાવના છે.

હવામાન વિભાગે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિના એટલે કે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. અલ નિનો હાલ ખતમ થઈ રહ્યું છે. હવે લા-નિના વિકસિત થઈ શકે છે અને એ જૂનથી ઓગસ્ટમાં વિકસિત થઈ શકે છે.

આગામી ત્રણ-ચાર દિવસમાં કેરળ પહોંચવાની સંભાવના છે. મોન્સુન દિલ્હી 29 જૂને પહોંચવાની અપેક્ષા છે, જ્યારે રાજસ્થાનમાં એ સાત જુલાઈએ મોન્સુન પહોંચવાની વકી છે.

પૂર્વ તટ પર બંગાળની ખાડીની તુલને પશ્ચિમ તટ પર સ્થિત અરબ સાગર વધુ ઠંડો રહે છે, એટલે ત્યાં વધુ વાવાઝોડા પણ આવે છે. સમુદ્રમાં પાણી ઠંડા હોવાને કારણે લા નિનાની સ્થિતિ બને છે અને મોન્સુનના મહિનાઓમાં તેજ અને અને ભારે વરસાદ થાય છે- આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આંદામાન નિકોબાર દ્વીપમાં મોન્સુનનું આગમન થઈ ચૂક્યું છે. ત્યાર બાદ તે કેરળ પહેલી જૂનની આસપાસ પહોંચશે.