ઉત્તરાખંડમાં 10મીમેના રોજ ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. આ વર્ષે પણ ભકોતના ઘસરાએ પાછલા વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. યાત્રા દરમિયાન ભક્તોના ઘોડાપુર ઉમટી પડતા કેટલીક વ્યવસ્થા પણ ખોરવાય જવાના સમાચાર સામે આવી રહ્યા છે.

આ વર્ષે ગત વર્ષ કરતા બમણી સંખ્યામાં ભક્તોનું ઘોડા પુર ઉમટ્યું છે. થોડા દિવસો પહેલા ગઢવાલના કમિશનરે કહ્યું હતું કે, ‘ચારધામ યાત્રામાં ભીડને નિયંત્રણ કરવા માટે જરૂર પડશે તો NDRF અને ITBPની મદદ લેવાશે.’ ચારધામ યાત્રાએ આવનારા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મંદિર સમિતિએ પણ ભક્તોની ભીડના ધ્યાને રાખી મોડી રાત સુધી મંદિર ખુલા રાખવાનો નિર્ણય કર્યો છે. મળતા માહિતી મુજબ ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 64 શ્રદ્ધાળુના મોત થયા છે. જેમાંથી કેદારનાથમાં 27, બદ્રીનાથમાં 21, યમુનોત્રીમાં 13 અને ગંગોત્રીમાં ત્રણ લોકોના મોત થયા છે.
કેદારનાથ યાત્રાને લઈ શ્રદ્ધાળુઓમાં સૌથી વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે બીજીતરફ મંદિરોમાં દર્શન કરવા માટે લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે. આ સાથે વહિવટીતંત્રની સાથે સાથે પોલીસ તંત્ર પણ ભીડને કાબુમાં રાખવા અને શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે તમામ બાબત પર ધ્યાન રાખી રહી છે.
ઉલ્લેનીય છે કે યમુનોત્રી લગભગ 1,38,557 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા, જે ગત વર્ષની તુલનાએ 127 ટકા વધુ છે. જ્યારે ગંગોત્રી ધામમાં 1,28,777 ભક્તો આવ્યા હતા, જે ગત વર્ષની તુલનાએ 89 ટકા વધુ છે. કેદારનાથ ધામમાં 3,19,193 શ્રદ્ધાળુઓ આવ્યા, જે ગત વર્ષોની તુલનાએ 156 ટકા વધુ છે. જ્યારે બદ્રીનાથ ધામમાં 1,39,656 ભક્તો ઉમટ્યા, જે ગત વર્ષથી 27 ટકા વધુ છે.







એક ભારતીય બંદર પર અત્યાર સુધીમાં લાંગરવામાં આવેલ સૌથી મોટું કન્ટેનર જહાજ છે. તેનો ડ્રાફ્ટ 16.3 મીટર છે, જેને ફક્ત મુન્દ્રામાં જ સમાવી શકાય છે. કારણ કે ભારતમાં અન્ય કોઈ બંદર ડીપ-ડ્રાફ્ટ જહાજને લાંગરવા માટે સક્ષમ નથી. તેના મુંદરા પોર્ટ પર રોકાણ દરમિયાન આ જહાજ અંદાજે 12,500 TEUs કન્ટેનરો એક્સ્ચેન્જ કરશે, જે મુંદ્રા પોર્ટના મોટાપાયે કાર્ગોનું કાર્યક્ષમ સંચાલન કરવાની ક્ષમતા દર્શાવે છે.જુલાઈ 2023માં મુન્દ્રા પોર્ટ પર વિશ્વનું સૌથી લાંબા કન્ટેનર જહાજોમાંનું એક MV MSC હેમ્બર્ગ લાંગરીને રેકોર્ડ બનાવ્યો હતો. તેનાથી વિશ્વના સૌથી મોટા જહાજોને હેન્ડલ કરવાની બંદરની ક્ષમતા દેખાય છે, અને આજે MSC Annaના આગમન માટેનો માર્ગ મોકળો બન્યો.
મુન્દ્રા પોર્ટે અત્યાર સુધી અનેક વિક્રમજનક સિદ્ધિઓ હાંસલ કરી છે. ઓક્ટોબર 2023માં, એક મહિનામાં 16 MMT કાર્ગો હેન્ડલ કરનાર તે ભારતનું સર્વ પ્રથમ પોર્ટ બન્યું. કન્ટેનર ટર્મિનલ CT-3 એક વર્ષમાં 3 મિલિયન TEUsનું સંચાલન કરનાર ભારતમાં પ્રથમ છે. ટર્મિનલે નવેમ્બરમાં 3,00,000થી વધુ TEUનો માસિક હેન્ડલિંગ રેકોર્ડ પણ હાંસલ કર્યો હતો. જે ભારતમાં કોઈપણ ટર્મિનલ દ્વારા અત્યાર સુધીનો સૌથી વધુ છે. મુન્દ્રા પોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર બંને માટે મહત્ત્વપૂર્ણ હબ તરીકે વિકાસ પામ્યું છે. 35,000 એકરમાં ફેલાયેલું તે ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે. તે ડીપ ડ્રાફ્ટ અને તમામ હવામાન ક્ષમતાઓથી સુસજ્જ છે.













