Home Blog Page 1795

Nutshell In 99

ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ: શક્તિસિંહ

રાજકોટ અગ્નિકાંડમાં STI તપાસના ધમધમાટ શરૂ થયા છે. સરકારના એક્શન મોડમાં આવી છે. સરકારે 6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. તો હવે બીજી બાજુ રાજકોટ અગ્નિ કાંડમાં રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસ વતી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ મેદાને ઉતરી આવ્યા હતા અને તેમણે એક પત્રકાર પરિષદને સંબોધતાં સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા.

પ્રેસ કોન્ફરેન્સમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સરકારેને મારો પડકાર છે કે તેઓ આ ઘટના જાતે નિર્ણય કરે અને પીડિતોને સારામાં સારું વળતર આપે. ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરે. તમારે દાખલો બેસાડવાની જરૂર છે. લીપાથોપી બંધ કરવી જોઈએ. માનવતાના નામે કડકમાં કડક કાર્યવાહી કરો. જે કોઈ ઊંચા અધિકારીઓની આ અગ્નિકાંડમાં સંડોવણી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.

તેમણે કહ્યું કે જ્યારે પણ ધનિકો સામે કાર્યવાહી કરવાનો વારો આવે છે તો સરકાર કે પોલીસ દ્વારા ઢીલું વલણ અપનાવવામાં આવે છે. જ્યારે ગરીબ વ્યક્તિ દ્વારા કોઈ ઝૂંપડું બાંધે કે પછી નાનકડો ઓટલો પણ બાંધવામાં આવે તો મહાનગરપાલિકાઓ દ્વારા બુલડોઝર જેવી કાર્યવાહીઓ કરવામાં આવે છે. પણ જ્યારે ધનિકો દ્વારા લોકોના જીવ સાથે ખિલવાડ કરવામાં આવે તો કોઈ કાર્યવાહી કેમ નથી કરાતી. તેમણે કહ્યું કે તંત્રએ આંખ આડા કાન કર્યા છે. ફાયર સેફ્ટી જેવા પગલા પણ ન લેવાયા. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં. આ રાજકોટ મહાનગરપાલિકાનું નબળું વલણ દર્શાવે છે. હપ્તારાજને કારણે જ આવી ઘટનાઓ બની રહી છે.

સરકાર પર શક્તિસિંહનો પ્રહાર

શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદનું આયોજન કરી સરકારીને બોધ પાઠ લેવાની વાત કરતા કહ્યું કે, આ દુર્ઘટનામાંથી સરકારે બોધપાઠ લેવાની જરૂર છે. સરકાર ફક્ત મોટી માછલીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગેમ ઝોનનું પાપ છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. રાજકોટમાં હપ્તારાજ ચાલે છે. નાના અધિકારીઓને ફસાવીને મોટા અધિકારીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે.

ઓનલાઇન યૌન શોષણનો 30 કરોડ બાળકો શિકાર બન્યાઃ અહેવાલ

નવી દિલ્હીઃ વિશ્વમાં પ્રતિ વર્ષ 30 કરોડથી વધુ બાળકો ઓનલાઇન યૌન શોષણ અને હેરાનગતિનો શિકાર થઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે આ પહેલું અધ્યયન છે, જે બતાવે છે કે ઇન્ટરનેટ પર બાળકો શિકાર થવાની સમસ્યા કેટલી મોટી છે. બ્રિટનની એડિનબરા યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ અધ્યયન કર્યું છે.

27 મેએ પ્રકાશિત આ સંશોધનાત્મક અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષમાં વિશ્વના દરેક આઠમા બાળકને ઇન્ટરનેટ પર યૌન શોષણનો શિકાર થવો પડ્યો છે. અહેવાલ મુજબ અશ્લીલ સંદેશ મોકલવા અથવા યૌન કામગીરીનો આગ્રહ કરવાવાળા પીડિટ બાળકોની સંખ્યા પણ લગભગ આટલી જ રહી છે.

ઓનલાઇન યૌન ઉત્પીડનની આ કામગીરી બ્લેકમેલ કરવા સુધી આવી ગઈ અને કેટલાય કિસ્સાઓમાં ખાનગી ફોટોના બદલે અપરાધીઓએ નાણાંની માગ કરી હતી. આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને ડીપફેક ટેક્નિક દ્વારા વાંધાજનક વિડિયો અને ફોટો બનાવીને પણ બાળકોને શિકાર બનાવવામાં આવ્યા હતા.

સંશોધનકર્તાઓ કહે છે કે આ સમસ્યા વિશ્વઆખામાં ફેલાયેલી છે, પણ અમેરિકામાં જોખમ બહુ વધુ આંકવામાં આવ્યું છે, કેમ કે દરેક નવમાંથી એક વ્યક્તે ક્યારેકને ક્યારેક બાળકો સાથે ઓનલાઇન દુર્વ્યવહારની વાત માની છે.

ચાઇલ્ડલાઇટના પ્રમુખ સ્ટેન્ફીલ્ડે જણાવ્યું હતું કે બાળકોના યૌન ઉત્પીડનની સંખ્યા એટલી મોટી છે કે સરેરાશ પ્રતિ મિનિટે પોલીસ કે કોઈ સમાજસેવી સંસ્થાને આ પ્રકારની ઘટનાની ફરિયાદ મળે છે. આ એક વૈશ્વિક આરોગ્ય રોગચાળો છે, જે ઘણા સમય સુધી ઢંકાયેલી રહી છે. આવું દરેક દેશમાં થાય છે અને ઝડપથી આગળ વધી રહી છે. આના માટે આકરા પગલાં લેવાની જરૂર છે.

ભારતમાં આ પ્રકારના ગુનાઓમાં ઝડપતી વધારો જોવા મળ્યો છે. એક અહેવાલ મુજબ દેશમાં 2019 પછી બાળકોના ઓનલાઇન યૌન શોષણના કેસોમાં 87 ટકા વધારો જોવા મળ્યો છે. નેશનલ સેન્ટર ફોર મિસિંગ એન્ડ એક્સપલોઇટેડ ચિલ્ડ્રન નામની સંસ્થાએ જણાવ્યું હતું કે આ બાળકોના યૌન શોષણની ઓનલાઇન સામગ્રી 3.2 કરોડનો વધારો થયો છે.

 

 

 

 

 

 

 

‘રેમલે’ પશ્ચિમ બંગાળમાં વેર્યો વિનાશઃ એકનું મોત

કોલકાતાઃ વાવાઝોડા ‘રેમલ’થી પશ્ચિમ બંગાળનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કોલકાતા સહિત કેટલાય ભાગોમાં વરસાદ થયો છે. વાવાઝોડાને કારણે નેતાજી સુભાષચંદ્ર બોસ એરપોર્ટથી કેટલીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. જળ ભરાવાને કારણે શહેરના રસ્તા પાણીમાં ડૂબ્યા છે. કોલકાતામાં દીવાલ પડવાથી એકનું મોત થયું છે. હવામાન વિભાગ અનુસાર ‘રેમલ’ હવે નબળું પડી ચૂક્યું છે.

એ સાથે ‘રેમલ’ની અસર બીરભૂમ, પૂર્વ વર્ધમાન, નદિયા, પૂર્વ મિદનાપુર, બાંકુંડા, દક્ષિણ 24 પરગણા, ઉત્તર પરગણા, કોલકાતા, વિધાનનગરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે.  રાજ્ય સરકારે અલર્ટ જારી કરીને લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી હતી. SDRF સહિત અનેક એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગી હતી.

રવિવારે મોડી રાતે બંગલાદેશ અને પશ્ચિમ બંગાળની વચ્ચે વાવાઝોડા ‘રેમલે’ 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લેન્ડફોલ કર્યું હતું. ‘રેમલ’ને કારણે કેટલાંય ઘરો નષ્ટ કર્યાં છે. ‘રેમલ’ને કારણે કોલકાતામાં 15 સેમી વરસાદ થયો છે. શહેરમાં વરસાદ જારી છે. કેટલાંય વિસ્તારોમાં વૃક્ષો ઊખડી ગયાં છે. કેટલાંય વાહનો ક્ષતિગ્રસ્ત થયાં છે. વાવાઝોડું આવતાં પહેલાં સુંદરબન અને સાગરદ્વીપ સહિત બંગાળના તટીય વિસ્તારોમાંથી એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા હતા.બીજી બાજુ. ઉત્તર ભારતમાં લોકો ભીષણ ગરમીનો માર સહન કરી રહ્યા છે, ત્યારે વાવાઝોડા ‘રેમલ’થી ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

6 સરકારી કર્મચારી પર સરકારની લાડી, અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી

રંગીલું રાજકોટ 27 લોકોના લોહીથી રંગાય ગયું. 25મી મે ગુજરાત માટે ફરી એક વાર ગોઝારો દિવસ સાબિત થયો. વેલન્ડિંગના તણખાએ 27ના જીવ ભભૂખી લીધા. રાજકોટના TRP ગેમ ઝોનમાં શનિવારે લાગેલી આગને મૃત્યુ આંક 27 પર પહોંચ્યો છે. હાઈ કોર્ટે સુઓમોટો નોંધ લીધી છે. ત્યારે હવે એવી લાગી રહ્યું છે કે સરકાર એક્શનમાં આવી હોય. આજે રાજકોટ ગેમઝોન હત્યાકાંડને લઈ 6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.

રાજકોટ ગેમઝોન હત્યાકાંડને લઈ હાલ બેઠકોના દોર શરૂ થઈ ચૂક્યા છે.  SIT  તપાસ ચાલી રહી છે. ત્યારે હવે ગેમ ઝોન હત્યાકાંડમાં સહભાગી એવા 6 સરકારી કર્મચારીઓને આજે સસ્પેન્ડ કરાયા છે. મળતી માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ.

નામ હોદ્દો
ગૌતમ જોષી આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર
જયદીપ ચૌધરી આસિસ્ટન્ટ ઈજનેર
એમ.આર.સુમા R&Bના નાયબ કાર્યપાલક
પારસ કોઠિયા R&Bના તત્કાલીન મદદનીશ
વી.આર.પટેલ પોલીસ ઈન્સપેક્ટર
એન.આઈ.રાઠોડ પોલીસ ઈન્સપેક્ટર

 

કાલાવડ રોડ પરના મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27થી વધુ લોકો જીવતા હોમાય ગયાની કાળજું કંપાવનારી ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસે 6 આરોપીઓ ધવલ ભરતભાઈ ઠકકર, અશોકસિંહ જગદિશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદિશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી અને રાહુલ લલીતભાઈ રાઠોડ ઉપરાંત તપાસમાં જે વધુ નામ સામે આવે તેના વિરુધ્ધ આઈપીસીની કલમ 304 (સાપરાધ મનુષ્યવધ), 308 (સાપરાધ મનુષ્યવધની કોશિષ), 337 (બેદરકારીથી ઈજા પહોંચાડવી), 338 (બેદરકારીથી ગંભીર ઈજા પહોંચાડવી) અને 114 (મદદગારી કરવી) હેઠળ ગુનો દાખલ  કર્યો છે.

કેજરીવાલની વચગાળાના જામીન સાત દિવસ વધારવા ‘સુપ્રીમ’ અરજી

નવી દિલ્હીઃ દિલ્હીનાં CM કેજરીવાલે વચગાળાના જામીનની મુદત વધારવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ફરી એક વાર ખટખટાવ્યાં છે. તેમણે અરજીમાં સ્વાસ્થ્યનાં કારણોનો હવાલો આપીને વચગાળાના જામીન સાત દિવસ વધારવાની માગ કરી છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પાર્ટીએ કહ્યું હતું કે દિલ્હીના CM કેજરીવાલને PET-CT સ્કેન સહિત કેટલાક અન્ય ટેસ્ટ કરાવવાના છે. જેથી તેમણે જામીનની મુદત વધારવાની માગ કરી છે.

દિલ્હી લિકર કૌભાંડ મામલામાં કેજરીવાલ હજી વચગાળાના જામીન પર જેલમાંથી બહાર છે. તેમને જામીન સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં આપવામાં આવ્યા હતા. એને કારણે પહેલી જૂને છેલ્લા તબક્કાના મતદાન પછી બીજી જૂને કેજરીવાલે તિહાડ જેલમાં સરન્ડર કરવાનો આદેશ છે.

કેજરીવાલની EDએ 21 માર્ચે ધરપકડ કરી હતી. ધરપકડ પહેલાં EDએ કેજરીવાલને 10 નોટિસ પણ જારી કરી હતી, પણ જવાબ ના આપવાને કારણે EDએ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. કેજરીવાલ હજી દિલ્હી લિકર કૌભાંડમાં અનિયમિતતાને લઈને તપાસ ચાલી રહી છે. તેઓ વચગાળાના જામીન પર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બહાર છે. જામીનને સમયે કોર્ટે એ પણ કહ્યું હતું કે કેજરીવાલ પર હજી કેસ ચાલી રહ્યો છે. એમના પર આરોપ હજી સાબિત નથી થયો. કોર્ટે કેજરીવાલને નિર્દેશ આપ્યા હતા કે તેઓ કોઈ સાક્ષી સાથે વાત નહીં કરે અને મુખ્ય મંત્રી સંબંધિત કામ નહીં કરે. એના માટે તેમને રૂ. 50,000ના જામીન બોન્ડ પર જમા કરવાના હતા.

 

 

 

 

 

 

 

કોરાનાના 19 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે.  US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,612 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,524 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 79 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 374 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,493 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 41 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

સુવિચાર – ૨૭ મે, ૨૦૨૪

૨૭ મે, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 27/05/2024 થી 02/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.


નવી કાર્યપ્રણાલીથી લાભ થાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજમા તમારામા કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.


કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે, નવી કાર્યપ્રણાલીથી લાભ થાય.


આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.