Home Blog Page 1798

રાજકોટઃ દુર્ઘટનાને લઈને સરકારે કરી સહાયની જાહેરાત

ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 32 લોકોના મોત થયા છે. આમાં 9 બાળકો પણ સામેલ છે. 32 મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશનની સાથે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. બાળકો સહિત અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ માહિતી નથી.

મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત

રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આવી ઘટના ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. આમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. આ સંદર્ભે, એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મામલે વધુ એક પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે, રાજકોટમાં આગની દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો અને તેમના પરિવારો પ્રત્યે હું દિલથી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.

રાજકોટ આગ દુર્ઘટના, PMએ વ્યક્ત કર્યું દુઃખ

ગુજરાતના રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધીને 32 થયો છે. બપોરે લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટના શનિવારના રોજ બની હતી અને રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આગ પાછળનું કારણ શું છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાનો મેસેજ આપવામાં આવ્યો છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, રાજકોટમાં આગની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલો માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદ કરી રહ્યું છે.

રાજકોટ આગની ઘટનામાં ગેમઝોનના માલિકની ધરપકડ

ગુજરાતમાં વધુ એક મોટી દુર્ઘટના ઘટી છે. ગુજરાતના રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગવાની મોટી ઘટના બની હતી. આગના લીધે ગેમઝોનમાં બાળકો ફસાયા હતા. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં 32 લોકોના મોત થયા છે. રાજકોટમાં ફરી એકવખત હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. TRP ગેમઝોનના માલિકની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ 10થી વધુ બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા હતા. આગમાં ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે. તો વિકરાળ આગના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો 32 લોકોના મોત થયા છે.

રાજકોટ: ગેમઝોનમાં લાગેલી આગમાં 24 લોકોનો મોત

ગુજરાતમાં હાલ વધુ એક મોટી દુર્ઘટના ઘટી છે. ગુજરાતના રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગવાની મોટી ઘટના બની હતી. આગના લીધે ગેમઝોનમાં બાળકો ફસાયા હતા. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં 24 લોકોના મોત થયા છે. ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે.

 

મળતી માહિતી મુજબ અનેક બાળકો અને તેના માતા-પિતા ગેમઝોનની અંદર ફસાયા હતા. આગમાં ગેમઝોનનો સામાન બળીને ખાખ થયો છે. તો વિકરાળ આગના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો 24 લોકોના મોત થયા છે.

લોકસભા ચૂંટણી : છઠ્ઠા તબક્કામાં 59.7 ટકા મતદાન થયું

શનિવારે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધી 59.7 ટકા મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને અલગતાવાદીઓથી પ્રભાવિત અનંતનાગ-રાજૌરી સીટ પર 28 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો અને 52 ટકા મતદાન થયું હતું.

ક્યાં કેટલું મતદાન થયું ?

  • બિહાર – 53.30%
  • હરિયાણા – 58.37%
  • જમ્મુ અને કાશ્મીર – 52.28%
  • ઝારખંડ – 62.87%
  • દિલ્હી – 54.48%
  • ઓડિશા – 60.07%
  • યુપી – 54.03%
  • પશ્ચિમ બંગાળ – 78.19%

બંગાળના આઠ લોકસભા મતવિસ્તારના કેટલાક વિસ્તારોમાં હિંસાના છૂટાછવાયા બનાવો સાથે રાજ્યમાં સૌથી વધુ 78.19 ટકા મતદાન નોંધાયું હતું. દિલ્હીમાં મતદાન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વિદેશ મંત્રી એસ જયશંકર, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 428 બેઠકો પર મતદાન પૂર્ણ

તમને જણાવી દઈએ કે લોકસભા માટે સાત તબક્કામાં મતદાન થવાનું છે. અત્યાર સુધીમાં 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 428 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. 1 જૂને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે 4 જૂને મતગણતરી થવાની છે.

અનંતનાગ-રાજૌરીમાં પણ લોકશાહીની ઉજવણી

જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સંસદીય સીટ પર શનિવારે બમ્પર મતદાન થયું હતું. આતંકવાદીઓ અને અલગતાવાદીઓના પ્રભાવ હેઠળના આ વિસ્તારમાં 1996નો રેકોર્ડ તૂટી ગયો હતો અને લગભગ 52 ટકા મતદાન થયું હતું. મતદારોનો આ ઉત્સાહ વર્ષ 2019માં થયેલા 9.7 ટકા મતદાન કરતાં લગભગ 42 ટકા અને 1996માં થયેલા 50.20 ટકા મતદાન કરતાં બે ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન ક્યાંય પણ આતંકવાદી હિંસા થઈ નથી.

રાજકોટના TRP ગેમઝોનમાં મોટી દુર્ઘટના

રાજ્યમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. રાજકોટ જિલ્લામાં કાલાવડ રોડ પર મોટી આગ લાગી હતી. આગ લાગતાની સાથે કાલાવડ રોડ પર ચકચાર મચી ગયો હતો. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા. TRP ગેમઝોનમાં આગ લાગી છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમઝોનમાં આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાખ થઇ ગયું. જોકે, આ આગના કારણે બે બાળકોના મોતની આશંકા પણ સેવાઈ રહી છે.

આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. આ ગેમઝોનમાંથી 15થી 20 બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.

ચૂંટણીઃ છઠ્ઠા તબક્કામાં બંગાળમાં સૌથી વધુ, UP-બિહારમાં ઓછું મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 58 સીટો પર મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે. છઠ્ઠા તબક્કામાં  સરેરાશ 58 ટકા મતદાન થયું હતું છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીમાં ઓછું મતદાન થયું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ છઠ્ઠા તબક્કામાં મતદાન કર્યું હતું.

લોકસભાના છઠ્ઠા તબક્કામાં સવારે છ કલાક સુધી બિહારમાં 52.2 ટકા, દિલ્હીમાં 55.9 ટકા, હરિયાણામાં 51.4 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 61.4 ટકા ઝારખંડમાં 53.7 ટકા ઓડિશામાં 59.6 ટકા ઉત્તર પ્રદેશમાં 52 ટકા અને પશ્ચિમ બંગાળમાં 78 ટકા મતદાન થયું છે.

કેન્દ્રીય મંત્રી અને ઉધમપુર લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે કેટલાંક વર્ષો પહેલાં સુધી કોઈ એ કલ્પના પણ નહોતું કરી શકતું કે કાશ્મીરમાં આ પ્રકારે મતદાન થશે.  દેશમાં સરેરાશ મતદાન 60 ટકા જેટલું મતદાન થયું છે, ત્યારે કાશ્મીરમાં પણ એટલું જ મતદાન થયું છે.લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, ત્રીજા તબક્કામાં 65.68 ટકા અને ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન થયું હતું. સામાન્ય ચૂંટણીના પાંચમા તબક્કામાં 62.2 ટકા મતદાન નોંધાયું હતું. પાંચ તબક્કામાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 428 સીટો પર મતદાન થયું છે.

 

1918માં ડૂબેલા જહાજમાંથી મળેલી ભારતીય નોટોની હરાજી

લંડન: 1918માં છપાયેલી 10 રૂપિયાની દુર્લભ નોટની આગામી બુધવારે લંડનમાં હરાજી યોજાવાની છે. આ નોટ મુંબઈથી લંડન જઈ રહેલા એક જહાજના ભંગારમાંથી મળી છે. લંડનમાં નૂનાન્સ મેફેર ઓક્શન હાઉસ તેમના વર્લ્ડ બેંકનોટ્સ વેચાણના ભાગરૂપે આ બે 10 રૂપિયાની નોટની હરાજી કરવાનું છે. આ નોટો એસ. એસ. શિરાલા નામના જહાજના ભંગારમાંથી મળી છે. જે જર્મન યુ-બોટમાં ડૂબી ગયુ હતું. આ નોટ પર 25 મે 1918ની તારીખ છે. જ્યારે જહાજ 2જી જુલાઈ, 2018ના રોજ ડૂબી ગયુ હતું.મુંબઈથી લંડન જઈ રહેલાં આ જહાજમાં નોટોના આખા બ્લોકસ, દારૂગોળા સહિતની અનેક સામગ્રી હતી. જેમાંથી ઘણી નોટો તરીને કિનારા પર આવી હતી. નોટો પર કલકત્તાથી હસ્તાક્ષર અને સ્ટેમ્પ લગાવવામાં આવ્યા છે અને તેની તારીખ 1917 અને 1930 ની વચ્ચે છે. નોટની બીજી બાજુ પર હિન્દી, ઉર્દૂ, ગુજરાતી અને બંગાળી સહિત વિવિધ ભારતીય ભાષાઓમાં 10 રૂપિયા લખેલા છે. નોટ પર તેનો સિરિયલ નંબર પણ સ્પષ્ટ વાંચી શકાય છે. દસ રૂપિયાની નોટો સિવાય આ હરાજીમાં 100 રૂપિયાની દુર્લભ નોટનો પણ સમાવેશ કરાયો છે.

મુંબઈકર્સ સાચવીને વાપરજો પાણી, BMCએ લીધો છે આવો નિર્ણય

મુંબઈ: મહારાષ્ટ્રમાં ગંભીર બની રહેલા જળ સંકટની અસર હવે મુંબઈમાં પણ જોવા મળી રહી છે. મુંબઈને પાણી પૂરું પાડતા ડેમનું જળસ્તર ખૂબ જ નીચા સ્તરે પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં BMCએ પાણી પુરવઠામાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. મુંબઈમાં 30 મેથી 5 ટકા અને 5 જૂનથી 10 ટકા પાણીકાપ થશે. પાણીની તંગીને ધ્યાનમાં રાખીને BMCએ મુંબઈકરોને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે. ગત વર્ષે ઓછો વરસાદ થયો હતો જેના કારણે ગત વર્ષની સરખામણીમાં આ વખતે ડેમમાં 5.64 ટકા ઓછું પાણી છે.

મુંબઈને પાણી પુરૂ પાડતા તમામ ડેમમાં હાલ માત્ર 1 લાખ 40 હજાર 202 મિલિયન લિટર પાણી બચ્યું છે. પાણીની તંગીને દૂર કરવા માટે ભાતસા ડેમ અને અપર વૈતરણા ડેમમાંથી મુંબઈને પાણી પૂરું પાડવામાં આવશે. થાણે, ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત જે ગામડાઓને BMC દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. હવે તેમાં પણ 5-10 ટકા પાણીનો ઘટાડો થશે. BMCએ પાણી બચાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.

BMC ની માર્ગદર્શિકા

  • સ્નાન માટે શાવરને બદલે ડોલનો ઉપયોગ કરો
  • બ્રશ કરતી વખતે અથવા શેવિંગ કરતી વખતે બિનજરૂરી રીતે નળને ખુલ્લું ન રાખો.
  • વાસણો સાફ કરતી વખતે નળને સતત ખુલ્લું રાખવાને બદલે, જરૂર પડે ત્યારે જ નળ ચાલુ કરો.
  • કાર ધોવા માટે પાઈપવાળા પાણીનો ઉપયોગ કરવાને બદલે કપડું ભીનું કરો અને કાર સાફ કરો.
  • હોટલ અને ગિફ્ટ હાઉસમાં ગ્રાહકોને જરૂરિયાત મુજબ પાણી આપો

મહારાષ્ટ્રના 10 હજાર ગામોમાં પાણીની તંગી
મહારાષ્ટ્રના લગભગ 10 હજાર ગામડાઓમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણા ગામોમાં 10-10 દિવસથી પાણી મળતું નથી. પાણીના અભાવે પ્રાણીઓ અને છોડ પર મોટી અસર પડી રહી છે. જળસંકટની સમસ્યાને પહોંચી વળવા મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે પાણી પહોંચાડવાના આદેશ આપ્યા છે.

 

ગરમીના પારા સાથે વધી વીજ ડિમાન્ડ!

રાજ્ય સહિત દેશમાં ગરમી કાળો કહેર વરતાવી રહી છે. ત્યારે લોકોને ઘરની બહાર જવાનું ટાળવાની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી રહી છે. દેશના મોટાભાગના ભાગોમાં આકરી ગરમીને કારણે ગત 22 મેના રોજ બુધવારે વીજળીની મહત્તમ માંગ 235.06 ગીગાવોટ પર પહોંચી ગઈ હતી.  જે આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ માંગ છે. વીજળીની આ માગમાં વધારો થવાનું મુખ્ય કારણ અતિશય ગરમી છે. તાપમાનનો પારો વધવાથી એર કંડિશનર/કૂલરનો ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે વીજળીનો વપરાશ પણ વધ્યો છે.

વધતી ગરમીને લઈ લોકો પણ ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે. અને ઘરે રહી મનોરંજન માટે એસી કે કુલર કે પંખા નીચે ટીવી જોવાનું પસંદ કરતા હોય છે. વીજ મંત્રાલયના ડેટા અનુસાર, બુધવારે વીજળીની મહત્તમ માંગ અથવા દિવસ દરમિયાન સૌથી વધુ પુરવઠો 235.06 ગીગાવોટ નોંધાયો હતો. આ વર્ષે ઉનાળાની સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ માંગ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, 2023માં આ માગ 243.27 ગીગા વોટ હતી. જે ત્યાર સુઘી સૌથી મહત્મ માગ હતી.

ગુજરાતમાં ગરમી પાછલા સાત વર્ષના રેકોર્ડ તોડ્યા છે. આ મહિનાની શરૂઆતમાં, વીજ મંત્રાલયે મે મહિનામાં મહત્તમ વીજ માંગ દિવસ દરમિયાન 235 ગીગાવોટ અને સાંજે 225 ગીગાવોટ અને જૂન માટે દિવસ દરમિયાન 240 ગીગાવોટ અને સાંજે 235 ગીગાવોટ રહેવાનો અંદાજ મૂક્યો હતો. નોંધનીય છે કે ઉર્જા મંત્રાલયે અનુમાન લગાવ્યું હતું કે ઉનાળામાં વીજળીની મહત્તમ માંગ 260 ગીગાવોટ સુધી પહોંચશે.