નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં NDAની જીતનો અંદાજ છે. વડા પ્રધાન મોદી ત્રીજી વાર કેન્દ્રમાં સરકાર બનાવશે, એમ એન્ટિક સ્ટોક બ્રોકિંગનો રિપોર્ટ કહે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપની આગેવાની હેઠળની NDAની સીટો 370-410થી ઓછી રહેશે, પરંતુ વર્ષ 2019ની તુલનાએ વધુ સીટો NDAને મળશે. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAને 353 સીટો મળી જશે.
આ અહેવાલમાં ચાર તબક્કામાં થયેલા મતદાનમાં ઓછા મતદાનને પગલે NDAને નુકસાનની આશંકાને ફગાવવામાં આવી છે. ચાર તબક્કામાં અત્યાર સુધી મતદાનમાં લોકસભાની ચૂંટણીમાં મતદારો આશરે 70 ટકા મતદાન કરી ચૂક્યા છે. જો 2019ની સરખામણીએ આ વખતે મતદાન ટકાવારી ઓછી છે. 2019માં 68.9 ટકા મતદાનના મુકાબલે આ વખતે એ 66.5 ટકા રહ્યું છે.

બ્રોકરેજ કંપનીએ રિપોર્ટમાં કહ્યું છે કે આ વખતે NDAનો દેખાવ 2019ની સ્થિતિ સારો રહેશે. અહેવાલ મુજબ ભાજપની મત બેન્કનો દાયરો વધ્યો છે. સરકાર તરફથી આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓની અસર પડી છે. હવે ભાજપની મત બેન્કમાં ઓછી આવકવાળા વર્ગના લોકોનો હિસ્સો ઘણો વધ્યો છે. ગઈ ચૂંટણીમાં મતદાનના વિશ્લેષણથી માલૂમ પડે છે કે આ વખતે ઓછા મતદાનથી કોંગ્રેસને નુકસાન થવાની આશંકા છે. જે સીટો કોંગ્રેસની પાસે છે, ત્યાં મતદાન વધુ છે.
લોકસભા ચૂંટણીમાં હવે ત્રણ તબક્કામાં મતદાન બચ્યું છે. પાંચમા તબક્કાનું મતદાન આવતી કાલે છે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેએ છે અને સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થવાનું છે. ચોથી જૂને મત ગણતરી થવાની છે.











શું છે ફિલ્મની સ્ટોરી: આજની બીઝી લાઈફમાં પતિ-પત્નીની વચ્ચે સ્પર્ધા ચાલતી હોય છે કે કોણ વધારે કમાય અને એ કારણે એમના બાળકનું બાળપણ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. બાળકને જ્યારે ખબર પડે છે કે મારા દાદી હતા અને એમના પ્રેમથી વંચિત રહેવાનું કારણ મારા માતા-પિતા છે. એટલે બાળક પોતાના દાદા-દાદીનું શોધમાં નીકળી પડે છે અને પોતાના માતા પિતા પર કેસ કરે છે કે તમારા લીધે હું દાદા-દાદીનો પ્રેમ ન પામી શક્યો.
હિંદુજા પરિવારના બિઝનેસમાં નોંધપાત્ર સીમાચિહ્નો ઉપરાંત તેઓ હિંદુજા ફાઉન્ડેશન થકી વિવિધ સખાવતી કાર્યોમાં પણ સક્રિય રીતે જોડાયેલાં છે. શિક્ષણ, હેલ્થકેર અને સમુદાયના વિકાસ પર ધ્યાન આપીને ફાઉન્ડેશને અનેક લોકોના જીવન પર હકારાત્મક અસર કરી છે.
સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો લોકોનો આક્ષેપ છે. વડોદરામાં 15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી. મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે.
ગુજરાત રાજ્યમાં અનેક મદરેસા ચાલે છે. જેમાંથી અનેકનું મેપિંગ થઈ ચૂક્યું છે, જ્યારે કેટલીક મદરેસાનું મેપિંગ થયું નથી. આથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને સમન્સ પાઠવ્યો છે. એમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને સર્વે કરવા સૂચના આપવામાં આવી છે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મદરેસામાં અભ્યાસ કરતાં બાળકોએ સામાન્ય શિક્ષણ લેવું આવશ્યક છે, આથી મદરેસામાં અભ્યાસ કરતાં બાળકો સામાન્ય શિક્ષણ લે છે કે નહીં એનો સરવે કરવા સૂચન કરવામાં આવ્યું છે, જેથી આજથી તમામ મદરેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો છે. એમાં શિક્ષકોનો કેટલો પગાર, સ્ટુડન્ટ્સ અન્ય સ્કૂલોમાં ભણે છે કે કેમ, બાળકોની ઉંમર સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે ધાર્મિક શિક્ષણની સાથે બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું એ અંગે રાજ્ય સરકાર ચિંતિત છે.
રાજ્યમાં અંદાજે 1200 મદરેસા છે, જ્યારે અમદાવાદ શહેરમાં 175 અને ગ્રામ્યમાં 30 મદરેસા છે. તમામ મદરેસામાં જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તપાસ કરાશે. તપાસ બાદ અધિકારીઓ ઓનલાઈન રિપોર્ટ ફાઇલ કરશે.
