અમદાવાદઃ ફાર્મા સેક્ટર માટે ગુજરાત મૂડીરોકાણનું હબ બનતું જાય છે. ગયા નાણાકીય વર્ષમાં રાજ્યમાં સૌથી વધુ ફાર્મા કંપનીઓએ મૂડીરોકાણ કર્યું છે. 100થી વધુ ફાર્મા કંપનીઓના મૂડીરોકાણ પછી આવનારા સમયમાં વધુ કંપનીઓ રાજ્યમાં પ્રોજેક્ટ શરૂ કરવાની અપેક્ષા છે.
આ વર્ષે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આશરે 400 કંપનીઓએ રાજ્યમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
રાજ્યમાં નાણાકીય વર્ષ 2024 દરમ્યાન ફાર્મા કંપનીઓએ અન્ય રાજ્યોની તુલનાએ વધુ કંપનીઓએ પ્રવેશ કર્યો હતો. રાજ્યમાં નાણાં વર્ષ 2024માં 133 નવી ફાર્મા કંપનીઓ આવી અને એનાથી પ્રદેશમાં કુલ રૂ. 10,000 કરોડનું મૂડીરોકાણ આવશે અને એમાં અનેક કંપનીઓએ નવા એકમોનું બાંધકામ શરૂ કરી દીધું છે, એમ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન કમિશનર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.
ફાર્મા સેક્ટર માટે ગુજરાત પહેલેથી જ મૂડીરોકાણનું આકર્ષક સ્થળ રહ્યું છે. વર્ષ 2019થી અત્યાર સુધી રાજ્યમાં 627 નવા ફાર્મા પ્લાન્ટ લાગી ચૂક્યા છે અને એમાં ઓર વધારો થવાની અપેક્ષા છે. આ વર્ષે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 376 ફાર્મા કંપનીઓએ સમજૂતી કરાર કર્યા છે. આ 376 સમજૂતી કરાર હેઠળ રૂ. 38,000 કરોડનું મૂડીરોકાણ આવે એવી શક્યતા છે. ગુજરાતનો દેશના દવા ઉત્પાદનમાં 28 ટકા હિસ્સો છે.
આ વર્ષે જાન્યુઆરીમાં ઝાયડસ ગ્રુપે રાજ્યમાં બાયોટેક ઉત્પાદન અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે રૂ. 5000 કરોડના મૂડીરોકાણની જાહેરાત કરી હતી.







વર્ષ 1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂ. 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટ પ્રોફિટ કરનારી દેશની અગ્રણી સહકારી સંસ્થા નાફેડ છે. નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે. જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે બીજી બેઠક માટે ભાજપ તરફી પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરતાં રાજકારણ ગરમાયું હતું. પરંતુ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા આ બેઠક પર બિનહરિફ ચૂંટાયા છે.

મચ્છુ નદીના પાણીમાં 7 યુવાનો નાહવા પડ્યા હતા. ત્યારે 7 પૈકી ત્રણ યુવાનો પાણીમાં ડૂબ્યા હતા. 6 સગીર અને એક યુવાન મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડ્યા હતા. જેમાં મોરબીની મચ્છુ નદીમાં બે સગીર સહિત એક યુવાન ડૂબ્યો છે. એકને બચાવવા જતા બે સગીર પણ ડૂબ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ફાયરબ્રિગેડની ટીમે યુવાનોની શોધખોળ હાથ ધરી છે.



આ કલેક્શન, સિઝનલ કલર પેલેટ્સથી પ્રેરિત છે. જેમાં તમને ક્લાસિક ન્યુટ્રલ્સથી લઈને વાઇબ્રન્ટ ટૉન જોવા મળશે. દરેક ક્રિએશન જાણે કે એક વાર્તા કરતું હોય તેવું લાગે છે. મોટાભાગે કલેક્શનમાં એક જ પેટર્ન બધાં જ કલર્સમાં જોવા મળતી હોય છે. પરંતુ આ કલેક્શનમાં દરેક કલરમાં તમને અનેક પેટર્નની વેરાયટી જોવા મળશે. ‘તમિસ્કા’ની ડિઝાઇન સ્વતંત્ર અને સમકાલીન ભારતીય મહિલાની સ્પિરિટનું પ્રતિબિંબ છે.
બ્રાન્ડના કો-ફાઉન્ડર નરેન્દ્ર કુમાર કે જેઓ નારી તરીકે ફેશન ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતા છે, તેઓ બે દાયકા કરતા વધુ સમયથી ‘નરેન્દ્ર કુમાર’ લેબલ હેઠળ પુરૂષો માટેના પ્રિમિયમ ક્લોથ્સ ડિઝાઈન કરી રહ્યા છે. હવે તેઓ ‘તમિસ્કા’ દ્વારા ફિમેલ ક્લોથ્સ બ્રાન્ડમાં પોતાની નિપુણતા લોકો સુધી પહોંચાડવા જઈ રહ્યા છે. તેમની આ નવી બ્રાન્ડમાં નરેન્દ્ર કુમારે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે કલેક્શન દરેક સ્ત્રીની રેન્જમાં હોય. કિંમતની સાથે જ બ્રાન્ડમાં ડિટેલ્સ અને ટૉપ ક્વોલિટી ફેબ્રિકનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
