Home Blog Page 1841

અરવિંદ કેજરીવાલ પર અન્ના હજારેનો કટાક્ષ

અન્ના હજારેએ અરવિંદ કેજરીવાલ પર કર્યો પ્રહાર અરવિંદ કેજરીવાલના ગુરુ અને સમાજસેવક અન્ના હજારેએ આજે ​​પોતાના શિષ્ય પર નિશાન સાધ્યું છે. એક સમયે ભ્રષ્ટાચાર સામે સાથે મળીને લડનારા અણ્ણા હજારેએ દારૂના કૌભાંડને લઈને કેજરીવાલને આડે હાથ લીધા છે. અન્ના હજારેએ આજે ​​મતદાન કર્યા બાદ લોકોને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તમામ લોકોએ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી જોઈએ કારણ કે દેશની ચાવી ખોટા હાથમાં ન જવી જોઈએ.

કેજરીવાલ ફરી ચૂંટાય નહીં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સીધો પ્રહાર કરતા અન્ના હજારેએ વધુમાં કહ્યું કે હું અરવિંદ કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં નામ આવવા બદલ તેમની આકરી ટીકા કરું છું, કારણ કે તેમણે આ ભ્રષ્ટાચાર કર્યો છે. અન્નાએ કહ્યું કે આવા લોકોને ફરીથી ચૂંટવા ન જોઈએ. આ દરમિયાન પુણેમાં ભાજપના નેતા અને કોથરુડના ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલે કોથરુડમાં મતદાન કર્યું હતું. તેણે પોતાનું નામ કોલ્હાપુરથી પુણેમાં મતદાર તરીકે ટ્રાન્સફર કર્યું છે. ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ મેધા કુલકર્ણીએ પણ તેમના પતિ વિશ્રામ કુલકર્ણી સાથે પુણેના કોથરુડમાં પોતાનો મત આપ્યો.

રાજ્યમાં વલસાડ, અરવલ્લી સહિત ઠેર-ઠેર કમોસમી વરસાદ

અમદાવાદઃ હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. તેને કારણે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાંક પવન અને કરાં સાથે વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે  રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે.

રાજ્યમાં વલસાડમાં કરાં સાથે વરસાદ, અંબાજી, અરવલ્લીમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સાથે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદ વરસ્યો છે. આ સાથે અરવલ્લીમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયાં છે. શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને કારણે રસ્તા પાણીમાં ગરકાવ થયો હતો.

ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. સાબરકાંઠા, હિંમતનગરમાં વાવઝોડા જેવા ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. ખેડબ્રહ્માના દામવાસ કંપા ,લક્ષ્મીપુરા વિસ્તારમાં કરાં સાથે વરસાદનું આગમન થયું છે. ઈડરના બોલુન્દ્રા, મોટા કોટડા અને પોશીના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ આવ્યો છે. ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરાં સાથે વરસાદ પડ્યો હતો.

વલસાડના કપરાડાના હુડા ગામ પાસે કરાં સાથે વરસાદ ખાબક્યો છે. અહીં તેજ પવન ફૂંકાતાં મિની વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાયો હતો. ભારે પવનને કારણે ગિરનારા ગામમાં આશ્રમશાળાના પતરાં અને શેડ ઊડ્યાં હતાં. તેજ પવનથી આશ્રમશાળાના સામાનને પણ નુકસાન પહોંચ્યુ હતુ.

અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ડાંગ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે-ત્રણ દિવસોમાં અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, ભરૂચ અને સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ સાથે બનાસકાંઠા અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

 

 

 

 

 

 

VIDEO: મુંબઈ વાતાવરણમાં અચાનક પલટો, વા-વંટોળ સાથે વરસાદ શરૂ

મુંબઈ: હવામાન વિભાગે હજી તો કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યાં આજે જ એટલે કે સોમવારે મુંબઈમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે ધૂળની ડમરીઓ અને જોરદાર પવન ફૂંકાયો હતો. પછી તરત જ વરસાદ પણ શરૂ થઈ ગયો હતો.જોરદાર પવન અને વાવાઝોડાને કારણે ધોળા દિવસે રાત જેવું દ્રશ્ય દેખાવા લાગ્યું હતું. બધે જ અંધારું છવાઈ ગયું હતું. ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી.

મુંબઈ હવામાન વિભાગે હજી તો કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યાં મુંબઈમાં વરસાદ વરસવા પણ લાગ્યો. મહારાષ્ટ્રમાં પ્રી-મોન્સુન વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આજે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. થાણે સહિત કોંકણના ઘણા જિલ્લાઓને કમોસમી વરસાદ માટે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે થાણે, રાયગઢમાં વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

લોઅર પરેલના દ્રશ્યો

હવામાન વિભાગે આજે મુંબઈમાં હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે. એવામાં આજે મુંબઈમાં વા-વંટોળ સાથે વરસાદ પહોંચી ગયો છે. શહેરમાં ભારે પવાન, કાળા વાદળો અને ધૂળની ડમરીઓ બાદ વાતાવરણ બદલાઈ ગયું છે. હજી કલાક પહેલા જ તડકો હતો અને અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો. આ પછી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અંધેરી અને પરેલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

મીરા રોડના દ્રશ્યો

હવામાનની ચેતવણી જારી
હવામાન વિભાગે ચેતવણી પણ જારી કરી છે કે આગામી 3-4 કલાક દરમિયાન પાલઘર અને થાણે જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની સંભાવના છે. બહાર જતી વખતે મુંબઈકર્સે સાવધાની રાખવી પડશે.

જોરદાર પવન બાદ મરીન ડ્રાઇવ વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી, ત્યારબાદ ભારે વરસાદ પણ શરૂ થયો હતો. વાવાઝોડાને કારણે નવી મુંબઈના ઐરોલી સેક્ટર 5માં એક વૃક્ષ પણ પડી ગયું છે, જોકે કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

 

વીજ વપરાશે તોડ્યા રેકોર્ડ!

ઉનાળાની ગરમીમાં લોકો બાહર નીકળવાનું ટાળતા હોયો છે. અને પંખા એસીમાં બેસી રહેવું પસંદ કરતા હોય છે. એમાં પણ રજાના દિવસોમાં લોકો ઘરની બહાર પગ મુકતા જ નથી. ત્યારે હવે રાજ્યમાં વીજ વપરાશને લઈ આંકડા બહાર આવ્યા છે. જેમાં 11 મેના રોજ વીજળીની મહત્તમ માંગ 24,459.90 મેગાવોટ આસપાસ હતી. આ સાથે વીજ વપરશેના આ વર્ષના આંકડાએ તમામ રેકોર્ડ તોડ્યા છે. રાજ્યને કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવી પડી છે. તેમાં રાજ્ય સરકારે 800 મેગાવોટ જેટલી વીજળી ખરીદી છે.

ઉલ્લેખનીય છે ગત રવિવારે રાજ્યમાં વીજ માગ 22,429 મેગાવૉટ આસપાસ હતી. જ્યારે ગત શનિવારે રાજયમાં રેકોર્ડ બ્રેક વીજ ખપત નોંધાઇ હતી. જેમાં 11 મે ગત શનિવારે રાજ્યમાં વીજળીની મહત્તમ માગ 24,459.98 મેગાવૉટએ પહોંચી હતી. જે ચાલુ વર્ષના ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ છે. રાજ્યમાં વીજળીની ખપત વધતાં રાજયે કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી હતી. તેમાં 800 મેગાવૉટ જેટલી વીજળી કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી રાજ્ય સરકારે ખરીદી છે.

જો કે રાજ્યમાં હિટવેવ ચાલુ રહેતા વર્તમાન સિઝનની સર્વોચ્ચ વીજ માગ નોંધાઇ હતી. જે 24 કલાકમાં 889 મે.વો.નો વધારો દર્શાવે છે. કૃષિ વીજ માગમાં વધારો અને હિટ વેવની ઇફેક્ટના કારણે વીજ માગ આ સિઝનની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આગામી જૂન માસમાં વીજ માગ 25200-25500 મે.વો.ની સપાટીએ પહોંચે તેવું અનુમાન મુકાયું છે.

1લી મેના રોજ રાજ્યમાં 21795 મે.વો.વીજ માગ સામે 236 3 મે.વો.નો વધારો જોવા મળ્યો હતો. રાજ્યમાં આ વર્ષે હિટવેવના પગલે ઘરગથ્થુ વીજ માગ પણ વધી રહી છે. બીજી તરફ ઔદ્યોગિક વીજ માગની સાથે સાથે કૃષિ વીજ માગ પણ વધી છે. આ વર્ષે રાજ્યના ઘણા શહેરોમાં તામાનનો પારો 40 ડિગ્રી ઉપરાંત રહ્યો છે. ત્યારે ખેડૂતો હાલમાં ઉનાળુ પાકને બચાવવા માટે વીજ માગ સતત વધી રહી છે. રાજ્યમાં કુલ વીજ માગમાં ઔદ્યોગિક વીજ માગ 50 ટકા હોય છે. જ્યારે કૃષિ વીજ માગ 25 ટકા હોય છે. આ સિવાય ઘરગથ્થુ સહિતના વિવિધ વીજ ગ્રાહકોની વીજ માગ હોય છે.

 

લોકસભાની ચૂંટણીઃ ત્રણ વાગ્યા સુધી 52.6 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં મતદાન જારી છે. ચોથા તબક્કામાં બપોરે ત્રણ કલાક સુધી 52.6 ટકા મતદાન નોંધાયું છે. હૈદરાબાદમાં ભાજપ ઉમેદવાર માધવી લતા પર કેસ નોંધાયો છે.  પશ્ચિમ બંગાળમાં 51.87 ટકા મતદાન થયું છે, જે બધાં રાજ્યોમાં સૌથી વધુ છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન 23.57 ટકા મતદાન થયું છે.

લોકસભા ચૂંટણીમાં ત્રણ કલાક સુધી સૌથી વધુ મતો પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં થયું છે, જ્યારે સૌથી ઓછા મતો જમ્મુ-કાશ્મીરમાં પડ્યા છે. આ સાથે બપોરે ત્રણ કલાક સુધી આંધ્ર પ્રદેશમાં 55.5 ટકા, બિહારમાં 45.2 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 29.9 ટકા, ઝારખંડમાં 56.4 ટકા, મધ્ય પ્રદેશમાં 59.6 ટકા, મહારાષ્ટ્રમાં 42.4 ટકા, ઓડિશામાં 52.9 ટકા, તેલંગાણામાં 52.3 ટકા, ઉત્તર પ્રદેશમાં 48.4 ટકા અને પશ્ચિમ બંગાળમાં 66.00 ટકા મતદાન થયું હતું.

ચોથા તબક્કામાં જે VVIP ઉમેદવારોની સાટ પર મતદાન થયું છે, એમાં પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરી, SPના અધ્યક્ષ અખિલેશ યાદવ, ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની, ભાજપના સાંસદ સાક્ષી મહારાજ, JDUના રાજીવ રંજન સિંહ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, AIMIM ચીફ અસદુદ્દીન ઓવેસી, કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી, કોંગ્રેસ નેતા વાય એસ શર્મિલા રેડ્ડી અને ભાજપની પંકજા મુંડેનું નામ સામેલ છે.તેલંગાણાની બધી 17, આંધ્ર પ્રદેશની 13, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્ય પ્રદેશની આઠ, મહારાષ્ટ્રની 11, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ સીટો અને જમ્મુ—કાશ્મીરની એક સીટ પર મતદાન થઈ રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધીના પ્રથમ ત્રણ તબક્કામાં સરેરાશ 65 ટકા મતદાન થયું છે.

 

 

 

 

 

 

શાળા બાદ એરપોર્ટને મળ્યો ધમકીભર્યો મેઈલ

અમદાવાદમાં સ્કૂલો બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદના વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ધમકી ભર્યો મેઈલ આવ્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આરવામાં આવી છે.

અમદાવાદમાં સ્કૂલો બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેના પગલે ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા સધન ચેકિંગ હાથ ધર્યુ હતું. CISF તેમજ તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ એરપોર્ટમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જો કે તપાસ દરમિયાન કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી. ધમકીભર્યા ઈમેઈલનું IP એડ્રેસ શોધવા તપાસ શરૂ છે. થોડા સમય પહેલા લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા અમદાવાની 36 જેટલી શાળામાં બોમ્બથી ઉઠાવી દેવાની ધમકી મળી હતી.

ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર ધમકી ભર્યા મેઈલ મળ્યા બાદ તમામ મુસાફરોનું સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ધમકીનો મેસેજ મળતાં જ બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ તથા પોલીસની ટીમો દ્વારા એરપોર્ટની તપાસ હાથ ધરાઈ છે.

બીજી બાજુ, ભારતની રાજધાની દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટને લઈને ફરી એક ચોંકાવનારો ઈમેલ આવ્યો છે. આ વખતે બે મોટી સરકારી હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. ANIના અહેવાલ મુજબ બુરારીની એક સરકારી હોસ્પિટલ અને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ મંગોલપુરીને ધમકીઓ મળી છે.

બૉલિવૂડમાં બેક ટુ બેક ફિલ્મ કરી રહ્યો છે આ ગુજરાતી યંગ એક્ટર

મુંબઈનો એક ગુજરાતી યંગ કલાકાર, જે અભિનેતા તરીકે બેક ટુ બેક બૉલિવૂડ ફિલ્મ્સ કરી રહ્યો છે. 18 વર્ષનો વરુણ બુદ્ધદેવ, જે ન માત્ર યંગસ્ટર્સ માટે પ્રેરણા છે પરંતુ દરેક ગુજરાતીઓનું ગૌરવ પણ છે. તાજેતરમાં આવેલી બૉલિવૂડ ફિલ્મ ‘વીર સાવરકર’ થી લઈ બહુ ચર્ચિત ફિલ્મ ‘RRR’,`કેદારનાથ`, ‘કડક સિંહ’, `પૃથ્વીરાજ`, `બાજાર` અને `તુલસીદાસ જુનિયર` સહિતની ફિલ્મોમાં વરુણ જબરદસ્ત કામ કર્યુ છે. તેમજ અભિનય ક્ષેત્રે કેટલાક જાણીતા એવોર્ડ પણ પોતાને નામ કર્યા છે. વરુણે બૉલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યુ છે. ચિત્રલેખાએ વરુણ સાથે ખાસ વાતચીત કરી હતી. આટલી નાની ઉંમરમાં વરુણે કેવી રીતે આ સિદ્ધિઓ હાંસિલ કરી? અભ્યાસ અને અભિનય વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે? સૌપ્રથમ બ્રેક કેવી રીતે અને ક્યાં મળ્યો? એ બધું જ જાણીએ આ અહેવાલમાં.

કેવી રીતે મળ્યો પ્રથમ બ્રેક?

તાજેતરમાં જ વરુણે ‘વીર સાવરકર’ફિલ્મમાં કામ કર્યુ છે. જેમાં તેના અભિનયની પ્રશંસા પણ ખૂબ થઈ રહી છે. તેમજ પંકજ ત્રિપાઠી સાથે ‘કડક સિંહ’ફિલ્મમાં અભિનય કર્યો છે. વરુણ બુદ્ધદેવ એક યંગ અભિનેતા છે,જેનો જન્મ મુંબઈના મલાડમાં ગુજરાતી પરિવારમાં થયો.

બૉલિવૂડના અનેક દિગ્ગજ અભિનેતાઓ સાથે મોટા પડદા પર સ્ક્રિન શેર કરી છે. 100 થી વધુ જાહેરાતો, ફિલ્મ્સ, વેબ સિરીઝ અને સિરિયલ્સમાં અભિનયનો ઓજસ પાથરનાર વરુણને પહેલો બ્રેક 8 વર્ષની ઉંમરે મળ્યો હતો.વરુણ તેના દાદા સાથે એકવાર એક મૉલમાં ગયો હતો. તેનો ચહેરો ખૂબ જ ક્યુટ હોવાથી ત્યાં તેને એક જાહેરાતની ઓફ મળી. વરુણે એક્ટિંગ ક્ષેત્રે જવાનું ક્યારેય વિચાર્યુ નહોતું. પરંતુ વિજ્ઞાપનની ઓફર મળતાં જ તેણે તે તક ઝડપી લીધી. આ રીતે વરુણનને પહેલો બ્રેક મળ્યો અને પછી તો બેક ટુ બેક પ્રોજેક્ટ મળવા લાગ્યા.

આ ફિલ્મોમાં કર્યુ છે કામ

પોતાની કલા કૌશલ્યથી વરુણેઘણાં પુરસ્કાર પણ પોતાને નામ કર્યા છે. જેમાં નેશનલ અવોર્ડ, દાદા સાહેબ ફાળકે પ્રમાણપત્ર અને સત્યજીત રે એવોર્ડ સહિતના સન્માન સામેલ છે. થોડા દિવસો પહેલા આયોજિત સમારોહમાં વરુણ ‘ગુજરાત ગૌરવ’નો એવોર્ડ પણ સિદ્ધ કર્યો છે. વરુણ સ્ક્રીન પર કામ કરતો ગયો અને ધીમે ધીમે ટીવી સીરિયલ, ફિલ્મ્સ અને હવે તો વેબ સીરિઝમાં મહત્વની ભૂમિકા ભજવવા લાગ્યો છે. વરુણે ઓસ્કરમાં ધમાલ મચાવનાર રાજામૌલીની બહુચર્ચિત ફિલ્મ`RRR`માં અજય દેવગણ સાથે અભિનય કર્યો છે. આ ઉપરાંત તેણે `કેદારનાથ`, `બાજાર`, `પૃથ્વીરાજ`,મુંબઈ ગાથા અને બુલબુલ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. વરુણે સંજય દત્ત અને રાજીવ કપૂર સાથે આશુતોષ ગોવારીકર પ્રોડક્શનની ફિલ્મ `તુલસીદાસ જુનિયર` ફિલ્મ કરી હતી.જેમાં તેનું પાત્ર ખુબ જ મહત્વનું હતું. આ ફિલ્મ માટે વરુણ બુદ્ધદેવને ભારતના રાષ્ટ્રપતિ તરફથી `શ્રેષ્ઠ બાળ અભિનેતા વિશેષ જ્યુરી માટે રાષ્ટ્રીય પુરસ્કાર` એનાયત કરવામાં આવ્યો હતો.

એક્ટિંગ સાથે અભ્યાસને પણ મહત્વ

વરુણ માત્ર અભિનયમાં જ નહીં પરંતુ ડાન્સ અને સ્પોટ્સમાં પણ આગળ છે. સાથે સાથે અભ્યાસમાં પણ અવ્વલ ખરો જ.અભિનય અને અભ્યાસનું સંતુલન જાળવવામાં પણ વરુણ માહિર છે. ધોરણ 10માં વરુણે 87 ટકાઅનેધોરણ 11માં 80 ટકા મેળવ્યા છે. હાલમાં તેણે ઘોરણ 12 પૂર્ણ કરી હવે તે કૉલેજમાં પ્રવેશ મેળવશે. એક્ટિંગ અને અભ્યાસનું સંતુલન જાળવવામાં તેના પેરેન્ટ્સ તેને ખુબ સહયોગ મળે છે.

વરુણ બુદ્ધદેવ વિરાટ કોહલી, શાહરુખ ખાન, સંજય દત્ત, રામ ચરણ અને સુશાંત સિંહ સહિતના દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂક્યો છે. આગામી દિવસોમાં આ વર્ષે જ વરુણની `બચ્ચા ગેંગ` ફિલ્મ રિલીઝ થવાની છે. જેફિલ્મ કબડ્ડી પર આધારિત છે, જેમાં વરુણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.વેબ સીરિઝની વાત કરીએ તો એમાં પણ વરુણ આગળ નીકળી ગયો છે. `ધ એમ્પાયર`, `લવ સ્લીપ રિપીટ`, `યાર દોસ્ત`, `હેપ્પિલી એવર આફ્ટર` અને `7 ડેઝ વિથાઉટ યૂ` જેવી વેબ સીરિઝમાં તેણે શાનદાર અભિનય કર્યો છે. બૉલિવૂડમાં ધમાલ મચાવવાની સાથે વરુણે હોલિવૂડમાં પણ એન્ટ્રી કરી લીધી છે. ‘ટિચર્સ ગિફ્ટ’ નામની ફિલ્મમાં વરુણે કામ કર્યો છે. જે આ વર્ષે રિલીઝ થવાની છે. તેમજ તાજેતરમાં તેણે વિકી કૌશલ સાથે એક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યુ છે. જે ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની છે.આમ આ ગુજરાતી કલાકાર એ દરેક યંગસ્ટર્સ માટે પ્રેરણાદાયી છે જે પોતાના સપનાની ઉડાન ભરવા માગે છે.

(નિરાલી કાલાણી)

પાકિસ્તાનના હાથથી નીકળી જશે POK?

નવી દિલ્હીઃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના લોકોએ ફરી એક વાર પાકિસ્તાન સરકારની વિરુદ્ધ  વિરોધ પ્રદર્શન તેજ કરી દીધું છે. ઘણા સપ્તાહોથી POKના નાગરિકો રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિસ્તારની આર્થિક સ્થિતિ અને વિકાસ ના થતો હોવાને કારણે લોકોમાં આક્રોશ છે. આંદોલનકરી રહેલા દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક ઝડપમાં એક પોલીસ અધિકારીનું મોત થયું છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાન પોલીસ જમ્મુ-કાશ્મીર જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC)ના બેનર હેઠળ થઈ રહેલા પ્રદર્શનોને દબાવવાના પ્રાસ કરી રહી છે. JAACના POKમાં ઘઉં અને વીજળીની ઊંચી કિંમતો અને એલિટ વર્ગના વિશેષાધિકારોને અંતને લઈને બંધની હાકલ કરી હતી. પાકિસ્તાનના વિવાદિત ક્ષેત્રમાં શનિવારે પોલીસ અને નાગરિકોની વચ્ચે ઝપાઝપી થઈ હતી અને વિસ્તારમાં ચક્કાજામ કરી દીધું હતું અને દુકાનો બંધ રાખવામાં આવી હતી.

મીરપુરના વરિષ્ઠ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કામરાન અલીએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર અદનાન કુરેશીનું ઇસ્લામગઢ શહેરમાં ગોળી વાગવાથી મોત થયું હતું. કુરેશી ત્યાં અન્ય પોલીસ કર્મચારીઓ સાથે કોટલી અને પુંછ જિલ્લામાં મુઝફ્ફરાબાદ જઈ રહેલી એક રેલીને અટકાવવા માટે તહેનાત હતો. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ POK પર ચિંતા વ્યક્ત કરતાં બધા પક્ષોને સમાધાન માટે શાંતિપૂર્ણ રસ્તો કાઢવા કહ્યું હતું. મુઝફ્ફરાબાદના વિવિધ વિસ્તારોમાં પણ દેખાવકારો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનાથી પરિચિત એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વિરોધ પાકિસ્તાન સરકારની ખરાબ આર્થિક નીતિઓ અને નજરઅંદાજને કારણે છે.

તેમને છેલ્લાં 70 વર્ષોથી નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. પેઢીઓથી તેમને આર્થિક રીતે વધવાની મંજૂરી નથી આપવામાં આવી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્લેટફોર્મ્સ પર ભારતની વિરુદ્ધ પાકિસ્તાનના રાજકીય એજન્ડા માટે તેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

 

 

 

 

 

CBSE ધો-12 અને ધો-10નું પરિણામ જાહેર, બન્નેમાં છોકરીઓ આગળ

દિલ્હી: CBSE બોર્ડે ધોરણ-12 અને ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ-12નું પરિણામ 87.98% આવ્યું છે. જ્યારે ધોરણ-10નું પરિણામ 93.60% આવ્યું છે.પરિણામ જોવા માટે તમે cbse.gov.in અથવા cbse.nic.in સત્તાવાર વેબસાઇટ પર જઈને જોઈ શકો છો.આ વર્ષે પણ છોકરીઓએ CBSE 12મા ધોરણમાં બાજી મારીને આગળ રહી છે. છોકરીઓની પરિણામ 91.52% આવ્યું છે. જ્યારે છોકરાઓનું પરિણામ 85.12%  આવ્યું છે. છોકરાઓ કરતાં છોકરીઓ 6.40 ટકા વધુ પાસ થઈ છે. CBSE બોર્ડના પરિણામમાં ત્રિવેન્દ્રમ દેશભરમાં મોખરે રહ્યું છે. અહીં પાસ થવાની ટકાવારી 99.91 છે.ગત વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં કુલ 93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ સારું હતું. છોકરીઓ 94.25 ટકા અને છોકરાઓ 92.72 ટકા સાથે પાસ થયા હતા. આ વર્ષે પણ છોકરીઓએ ધોરણ 10માં સારું પ્રદર્શન કર્યું છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 94.25% અને છોકરાઓની પાસ થવાની ટકાવારી 92.27% છે.

VIDEO: PMએ પટના સાહિબ ગુરૂદ્વારામાં રોટલી બનાવી, લંગરમાં સેવા આપી

બિહાર: પીએમ મોદી બે દિવસ માટે બિહારના પ્રવાસે છે. આજે બીજા દિવસે તેઓ પટના પહોંચ્યા હતા. જ્યાં તેઓ પટના સાહિબ ગુરુદ્વારામાં શીખ પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. પટના શહેરના તખ્ત શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ દરબાર સાહિબમાં દર્શન કરીને જાતે રોટલી બનાવી હતી. લંગરમાં ભોજન પીરસીને પટના સાહિબ ગુરુદ્વારામાં સેવા પણ કરી હતી.  

ગુરુદ્વારામાં PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શીખોના બીજા સૌથી મોટા તખ્ત અને શ્રી ગુરુ ગોવિંદ સિંહજી મહારાજના જન્મસ્થળ તરીકે તખ્ત શ્રી હરમંદિરજી પટના સાહિબ ઓળખાય છે. પ્રસાદ લીધા બાદ વડાપ્રધાનનો એક અલગ જ અંદાજ  જોવા મળ્યો હતો.

   તખ્ત શ્રી પટના સાહિબને તખ્ત શ્રી હરમંદિરજીને પટના સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિહારની રાજધાની પટનામાં સ્થિત શીખોના પાંચ તખ્તોમાંથી એક છે. તખ્તનું નિર્માણ 18મી સદીમાં મહારાજા રણજીત સિંહ દ્વારા ગુરુ ગોવિંદ સિંહના જન્મસ્થળને ચિહ્નિત કરવા માટે કરવામાં આવ્યું હતું. શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહનો જન્મ 1666માં પટનામાં થયો હતો. તેમણે આનંદપુર સાહિબ જતા પહેલા તેમના શરૂઆતના વર્ષો અહીં વિતાવ્યા હતા.