અમદાવાદમાં AMTS બસના અકસ્માતની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. ત્યારે AMTS બસે અકસ્માત કર્યાની વધુ એક ઘટના સામે આવી છે. AMTS બસે એક સાથે સાતથી આઠ વાહનોને અડફેટમાં લીધા હતા.
અમદાવાદના જોધપુર ચાર રસ્તા પાસે AMTS બેફામ બનતા 8 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં આઠ વાહનો સહિત ચાર લોકોના ઘાયલ થયા હતા. આ ઉપરાંત અમદાવાદ ટ્રાફિક પોલીસએ બસ ડ્રાઈવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર રવિવારના 12 મેના રોજ રાત્રે 9:30 કલાકે અમદાવાદની 151 નંબરની AMTS બસે ગોજારો અકસ્માત સર્જયો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સ્ટાર બજાર નજીક પહોંચતાની સાથે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જેના કારણે બસની ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ એક પછી એક આઠ જેટલા વાહનોને AMTS અડફેટે લીધા હતા. અકસ્માત દરમિયાન એક સ્કૂલ ચાલક સહિત અટિકા કારના ચાર લોકોને ઘાયલ થયા હતા. જેને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2024માં AMTS દ્વારા 23 અકસ્માત થયા હતા. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત AMTSથી અકસ્માત ઓછા થાય એ માટે 27 એપ્રિલના રોજ AMTS દ્વારા ટ્રેનિક અને અવેરનેશ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 706 ડ્રાઈવરોને ટ્રેનિગ આપવામાં આવી હતી.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 10 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 96 સીટો પર મતદાન થઈ રહ્યું છે. આંધ્ર પ્રદેશમાં બધી 25 લોકસભા સીટોની સાથે જ વિધાનસભાની બધી 175 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. આંધ્ર પ્રદેશના વિધાનસભ્ય શિવકુમારે મતદાન કેન્દ્ર પર એ સમયે વિવાદ ઊભો કર્યો હતો, જ્યારે તેમનો એક આમ આદમીથી ઝઘડો થયો હતો. તેમણે એક મતદાતાને તમાચો મારી દીધો હતો.
લોકસભા ચૂંટણીમાં 11 કલાક સુધી સૌથી વધુ મતો પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં થયું છે, જ્યારે સૌથી ઓછા મતો જમ્મુ-કાશ્મીરમાં પડ્યા છે. બંગાળમાં બે જગ્યાએ અથડામણ થયાના અહેવાલ છે. આ સાથે સવારે 11 કલાક સુધી આંધ્ર પ્રદેશમાં 23.12 ટકા, બિહારમાં 22.54 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 14.94 ટકા, ઝારખંડમાં 27.40 ટકા, મધ્ય પ્રદેશમાં 32.38 ટકા, મહારાષ્ટ્રમાં 17.51 ટકા, ઓડિશામાં 23.28 ટકા, તેલંગાણામાં 24.31 ટકા, ઉત્તર પ્રદેશમાં 27.12 ટકા અને પશ્ચિમ બંગાળમાં 32.78 ટકા મતદાન થયું હતું.
लोकसभा चुनाव के चौथे चरण में आज 10 राज्यों और केंद्र शासित प्रदेशों की 96 सीटों पर मतदान हो रहे हैं। मुझे विश्वास है कि इन सभी सीटों पर लोग भारी संख्या में मतदान करेंगे, जिसमें युवा और महिला वोटर बढ़-चढ़कर हिस्सा लेंगे। आइए, अपने कर्तव्य को निभाएं और लोकतंत्र को मजबूत करें!
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 13 સીટો પર 27.12 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં સૌથી વધુ મતદાન કનોજ સીટ પર મતદાન થયું છે, જેમાં SPના અધ્યક્ષ અખિલેશ યાદવ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પણ મતદાન કરતાં લોકોને વધુ ને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
19 એપ્રિલથી શરૂ થયેલા લોકતંત્રના આ મહા પર્વમાં ત્રણ તબક્કામાં અત્યાર સુધી 285 સીટો પર મતદાન થઈ ચૂક્યું છે.
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલના નિવાસસ્થાનની અંદ મારપીટ થવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે કેજરીવાલના ખાનગી સચિવ (PA) બિભવ કુમારે તેમની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે મુખ્ય મંત્રીના નિવાસસ્થાનની અંદરથી એક PCR કોલની પુષ્ટિ કરી હતી. માલીવાલ દિલ્હી મહિલા પંચ (DCW) ની ભૂતપૂર્વ પ્રમુખ રહી ચૂકી છે.
કુમારના દુર્વ્યવહાર કર્યા પછી માલીવાલે PCRને કોલ કર્યો, જે પછી પોલીસ કેજરીવાલના નિવાસ્થાને પહોંચી હતી. બે PCR કોલ થયા હતા, જેમાં બીજા કોલમાં માલીવાલે કુમારનું નામ લીધું હતું. હવે માલીવાલ આ ઘટનાને લઈને સત્તાવાર દિલ્હીની સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવશે.
मुख्यमंत्री @ArvindKejriwal के कहने पर उनके पीए ने स्वाति मालीवाल से मारपीट की है, आप समझ सकते हैं कि दिल्ली का मुख्यमंत्री अपने घर पर बैठकर पहले मुख्य सचिव को पिटवाता है, अब महिलाओं को पिटवा रहा है।
कारण सिर्फ इतना है, स्वाति मालीवाल अपनी बातों को स्पष्ट रखने के लिए जानी जाती… pic.twitter.com/gPZQD0Kfdb
ભાજપના દિલ્હીના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે આ ઘટના પર ટિપ્પણી કરતાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે સૂત્રોના જણાવ્યાનુસાર સવારે 9.15 કલાકે CM નિવાસસ્થાને મુખ્ય મંત્રીના એક સહયોગી અને એક વરિષ્ઠ મહિલા નેત્રીમાં મારપીટ થઈ હતી. અફવા ના ફેલાય તો સારું થશે, કેમ કે દિલ્હીના મુખ્ય મંત્રી એના પર સ્પષ્ટીકરણ આપે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ કન્ટ્રોલ રૂમની જિપ્સી ત્યાં પહોંચી તો સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે તેમની સાથે મારપીટ થઈ છે. જોકે તેમણે પોતાનું મેડિકલ કરાવવાથી ઇનકાર કરી દીધો હતો અને પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ પછીથી આ બબાતે લેખિતમાં રિપોર્ટ આપશે.
મિલન-મુલાકાતમાં ઉત્સાહ જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને. લગ્નબાબતની મિલન-મુલાકાત દરમિયાન તમારો પ્રતિભાવ સામેની વ્યક્તિ પર સારો પડી શકે છે.
સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ નાની યાત્રા કે જાત્રમાં સુખદ અનુભવ થઇ શકે છે, પ્રિયજન સાથે થોડા અળખામણા ના થવાય તેની તકેદારી રાખવી સારી.
મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સંભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે, લગ્નબાબત ક્યાય વાતચીત કરવાની હોય તો તેમાં થોડો વ્યવહારુ અભિગમ રાખી આગળ વધવું સારું કહી શકાય.
કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપ કે મિલન-મુલાકાત લાભદાઈ બની શકે છે, વિદેશ જવા બાબતના કામકાજમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતની વાર્તાલાપમાં શાંતિ અને શાણપણ રાખવું વધુ યોગ્ય કહી શકાય.
નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે, પ્રિયજન સાથે અર્થહીન દલીલબાજી અને ખોટી વાર્તાલાપના કરવી જેથી કોઈ મનદુઃખ થવાની ઘટનાના બને અને શાંતિ જળવાય.
આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂનીઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે અને જુના દિવસોની યાદથી ભાવવિભોર બની જવાય તેવું પણ બની શકે છે.
મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે વડીલવર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરીલેવા માજ શાણપણ રહેલું છે, ખોટાખર્ચા થવાથી મન અશાંત બની શકે છે.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે, નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક ખોટી દિશામા ના જાય તેનું ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિ રાખવી સલાહભરી છે.
કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, લગ્નબાબતની વાર્તાલાપમાં તમારા વાણીવર્તનથી ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું કહી શકાય.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે. વડીલવર્ગ માટે થાકલાગવાની અસર વધુ થાય. લગ્ન માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં સામેના પક્ષના જવાબ બાબતની ધીરજ રાખવી સારી.
તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે.
આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.
આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.
આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.
આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.
આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.
આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.
આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,5999 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,04,264 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 88 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 714 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,599 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
સદ્ગુરુ: યોગદાનનો અર્થ એ નથી કે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢીને લોકોમાં વહેંચો. હું દાન કરવાની વાત નથી કરતો. દાન અશ્લીલ છે કારણ કે દાન માત્ર ત્યાં જ શક્ય છે જ્યાં પ્રેમનો અભાવ હોય. જો તમે તમારા બાળકો માટે કંઇક કરો છો, તો શું તમે એવું વિચારો છો કે તમે એક મહાન દાન કર્યું છે? ના. પરંતુ, જો તમે શેરીમાંના પેલા બાળક માટે કંઇક કરો, તો તમને લાગે છે કે તમે એક મહાન દાન કરી રહ્યા છો, કારણ કે તમને તેના માટે કોઈ પ્રેમ નથી. તમે ક્યારેય વિચાર્યું નથી કે તે બાળક માટે તમે જવાબદાર છો.
જો તમે વિચાર્યું હોય કે તે બાળક માટે તમે જવાબદાર છો, તો તમને એવું નહીં લાગે કે તે દાન છે. તમે તે કરવા માંગો છો. તે કરવા માટે જેટલી વધુ તકો મળે તેટલું વધુ સારું. પરંતુ જ્યાં તમને લાગે છે કે હું જવાબદાર નથી, ત્યાં તમને લાગે છે કે તે દાન છે. હું દાનની વાત નથી કરતો. આપણે જે પણ કરીએ, આપણું જીવન પોતે જ એક યોગદાન બની શકે છે. તમે બધા જ્યારે ક્યાંક જાઓ છો ત્યારે સારા કપડાં પહેરો છો. શું આ આજુબાજુ આપેલું યોગદાન છે? જો તમે દુર્ગંધવાળા, ફાટેલા કપડાં પહેરીને જશો, તો તે જગ્યા તેવી નહીં રહે. તો, તે ચોક્કસપણે આજુબાજુ અપાયેલું યોગદાન છે, પરંતુ અજાગરૂક રીતે અપાયેલ છે – તે સમસ્યા છે. હવે, જો તમે આવી જાગરૂકતા સાથે આવો છો કે “હું આવા કપડાં પહેરું છું કારણ કે હું મારી આસપાસના દરેકના જીવનમાં યોગદાન આપવા માંગુ છું,” તો આ કપડાં કેટલી સુંદર અનુભૂતિ કરાવશે? તેની કિંમત 10 રૂપિયા હોય કે 10,000 રૂપિયા, તેનાથી કોઈ ફર્ક નથી પડતો.
તો, તે બધું જ જે તમે કરો છો તે એક યોગદાન બની શકે છે. એ જરૂરી નથી કે યોગદાન આપવા માટે તમારે કોઈને કંઇક આપવું જ પડે. તમે પહેલેથી જ યોગદાન આપી રહ્યા છો, એકમાત્ર વસ્તુ એ છે કે તમે જાગરૂક નથી.
એ બસ ડ્રાઈવર જે રસ્તા પર બસ ચલાવી રહ્યો છે, જુઓ કે તે કેટલો ઉપયોગી માણસ છે. આવતીકાલે જો તે ત્યાં નહીં હોય તો ઘણા લોકોના જીવન ખોરવાઈ જશે. પણ તે બેવકૂફ આ જાણતો નથી. જ્યારે તમે બસમાં બેસીને જાઓ છો, ત્યારે તમે ક્યારેય વિચાર કરો છો કે આ માણસને ડ્રાઇવિંગ આવડે છે કે નહીં? બસ ડ્રાઇવરોમાં તમને જબરદસ્ત વિશ્વાસ છે. તમે તમારા માતા-પિતા પર પણ આટલો વિશ્વાસ કરી શકતા નથી, પરંતુ આ બસ ડ્રાઇવર પર તમને ઘણો વિશ્વાસ છે. ઘણા લોકો પોતાનો જીવ તેના હાથમાં મૂકીને સૂઈ જાય છે. આ માટે તમારે કેટલા વિશ્વાસની જરૂર પડે! જો તે આજુબાજુ ફરીને જુએ કે, “આ લોકો અહીં મારા બાળકોની જેમ બેઠા છે અને મારે તેમને સહી સલામત રીતે લઈ જવાના છે,” તો તમે જાણો છો કે આ બસ ચલાવવી કેટલી અદ્ભુત હશે? આમ પણ તે ડ્રાઇવિંગ જાણે છે, તેને રસ્તો ખબર છે, તે તમને સારી રીતે લઈ જશે, પરંતુ જો તેનામાં આ જાગરુકતા હોય, તો આ બસ ચલાવવી કેટલું સુંદર હોય.
બસ તમારા જીવનને એક યોગદાન બનાવો અને જે દુનિયામાં તમે રહો છો તેમાં તમે શું તફાવત લાવો છો તે તમે જાતે જ જોઈ શકો છો.
(સદ્ગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.
લોકસભા ચૂંટણી 2024 માટે ત્રણ તબક્કામાં મતદાન થયું છે અને ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થવાનું છે, જેના માટે ચૂંટણી પ્રચાર આજે શનિવારે બંધ થઈ ગયો છે. આ તબક્કામાં 10 રાજ્યોની કુલ 96 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં આંધ્રપ્રદેશની 25 બેઠકો તેમજ તેલંગાણાની તમામ 17 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં 11, મહારાષ્ટ્રમાં 11, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 8-8, બિહારમાં 5, ઓડિશા અને ઝારખંડમાં 4-4 અને જમ્મુ-કાશ્મીરમાં એક બેઠકનો સમાવેશ થાય છે. ચોથા તબક્કાની સમાપ્તિ સાથે, 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે. એકંદરે 381 બેઠકો પર મતદાન પૂર્ણ થશે. આંધ્રપ્રદેશમાં પણ સોમવારે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
કયા દિગ્ગજોનું ભાવિ દાવ પર છે?
જો ચોથા તબક્કાના મુખ્ય ઉમેદવારોની વાત કરીએ તો કન્નજથી અખિલેશ યાદવ, શ્રીનગરથી ઓમર અબ્દુલ્લા, બેગુસરાયથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, બહેરામપુરથી અધીર રંજન ચૌધરી, કૃષ્ણનગરથી મહુઆ મોઇત્રા, આસનસોલથી શત્રુઘ્ન સિન્હા, હૈદરાબાદથી અસદુદ્દીન ઓવૈસી. અને વાયએસ શર્મિલાનો સમાવેશ થાય છે.
આ બેઠકોમાં હૈદરાબાદને હોટ સીટ માનવામાં આવે છે જ્યાંથી ભાજપે માધવી લતાને ઉમેદવાર બનાવ્યા છે. આ વખતે અસદુદ્દીન ઓવૈસીની સ્પર્ધા માધવી લતા સાથે છે. આ સિવાય કન્નૌજ સીટને સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, ત્યાંથી અખિલેશ યાદવનો મુકાબલો વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠક સાથે છે.
પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પર પણ રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે કારણ કે તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસના ઉમેદવાર અધીર રંજન ચૌધરી સામે પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.
સાક્ષી મહારાજને ઉન્નાવથી સપા-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર અનુ ટંડન સામે ટક્કર આપવા જઈ રહી છે, જ્યારે માયાવતીની પાર્ટી બસપાએ અહીંથી અશોક કુમાર પાંડેને ટિકિટ આપી છે. ઉન્નાવ લોકસભા સીટ હંમેશા ભાજપના ઉમેદવાર સાક્ષી મહારાજના કારણે ચર્ચામાં રહે છે.
છેલ્લી લોકસભા ચૂંટણીમાં કઈ પાર્ટીએ આ 96 બેઠકો જીતી?
સોમવારે (13 મે) ના રોજ જે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમાંથી ભાજપે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 42 બેઠકો જીતી હતી, જ્યારે YSR કોંગ્રેસે 22 બેઠકો (આંધ્રપ્રદેશમાં), BRSએ 9 (તેલંગાણા) જીતી હતી. કોંગ્રેસ NCPએ 6, તૃણમૂલ કોંગ્રેસ 4, TDP 3, BJD, AIMIM અને શિવસેનાએ 2-2 જ્યારે NCP, LJP, JDU અને નેશનલ કોન્ફરન્સે એક-એક બેઠક જીતી હતી.