નવી દિલ્હીઃ આશરે 20 વર્ષ પછી ફરીથી એક શક્તિશાળી સોલર તોફાન શુક્રવારે પૃથ્વીથી ટકરાયું હતું. એને કારણે તાસ્માનિયાથી માંડીને બ્રિટન સુધી આકાશમાં તેજ ચમક દેખાઈ હતી. હજી એની અસર એક સપ્તાહ સુધી રહેશે. એને કારણે અનેક જગ્યાએ ટેલિકોમ્યુકેશન ઉપગ્રહ અને પાવર ગ્રિડને નુસાન થવાની શક્યતા છે. જેથી અનેક દેશોમાં વીજ ગૂલ થવાની સંભાવના છે.
નેશનલ ઓશનિક એન્ડ એસમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન (NOAA)ની અંતરિક્ષ સપાટીથી પ્લાઝમા અને ચુંબકીય ક્ષેત્રને કોરોનલ માસ ઇજેક્શન કહેવામાં આવે છે. આ પહેલાં સોલર તોફાન ઓક્ટોબર, 2003માં પૃથ્વી પર ટકરાયું હતું. એ સોલર તોફાનને હેલોવિન તોફાન નામ આપવામાં આવ્યું હતું અને એને કારણે સ્વીડનમાં વીજ પુરવઠો ઠપ થયો હતો. દક્ષિણ આફ્રિકામાં પાવર ગ્રિડ્સને ભારે નુકસાન થયું હતું.
NOAAના અંદાજ અનુસાર આવનારા દિવસોમાં કેટલાય સોલર તોફાન આવે એવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયા અને ઉત્તરી યુરોપમાં કેટલીક ઘટનાઓ જોવા મળી છે. ધ્રુવીય જ્યોતિ ઘટનામાં સૂર્યના આવનારા પાર્ટિકલ્સ જ્યારે ધરતીના ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયા છે અને એનાથી જે પ્રતિક્રિયા થાય છે એની અસર સૂર્યથી આવનારા પાર્ટિકલ્સ ચમકદાર રંગવિરંગી રોશની તરીકે દેખાય છે.
અંતરિક્ષ ભોતકીના પ્રોફેસર મેથ્યુએ જણાવ્યું હતું કે સોલર તોફાનની અસર સૌથી વધુ ધરતીના ઉત્તરી અને દક્ષિણી અક્ષાંસો પર મહેસૂસ કરવામાં આવશે, પરંતુ એ કેટલા દૂર ફેલાશે, એ તોફાન પર નિર્ભર કરશે. અમેરિકામાં ઉત્તરી કેલિફોર્નિયા અને અલબામા જેવાં રાજ્યોમાં એની અસર દેખાશે. એની અસરથી વીજ કેન્દ્રોને નુકસાન થાય છે.
સોલર તોફાનને કારણે સંભવિત નુકસાનને લઈને સાવચેતીનાં પગલાં લેવા કહેવામાં આવ્યું છે. એરલાઇન્સ અને પાવરગ્રિડને સૂચના આપવામાં આવી છે. અંતરિક્ષ યાત્રીઓની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. પરિણામ ગુજરાત બોર્ડની વેબ સાઈટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યા ક્યાંક ગમનો માહોલ. રાજ્યમાં આ વર્ષ ધોરણ 10 પરિણામ 82.56 ટકા આવ્યું છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 17.94 ટકાનો વધુ પરિણામ જાહેર થયું છે. 2023માં ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાએ ધોરણ 10ના પરિણામની બાજી મારી છે. ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ પરિણામ 87.22 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું આવ્યું 74.57 ટકા જાહેર થયું છે. આ ઉપરાંત 100 ટકા પરિણામ ધરવાતી 1 હજાર 389 છે. જ્યારે 30 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 264 છે. તો શૂન્ય ટકા ધરાવતી શાળાની સંખ્યા 70 છે. તો સાથે અંગ્રેજી માધ્યમના પરિક્ષાર્થીની ટકાવારી 92.52 છે. તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ટકાવારી 81.17 ટકા છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષ ધોરણ 10 ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ સુધી લેવાય હતી. જેમાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ આગાઉ ધોરણ 12 સામાન્ય પ્રવહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે.
નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરે ગર્ભાવસ્થાના અનુભવોને શેર કરવા માટે એક પુસ્તક લખ્યું છે, જેનું નામ આપ્યું છે ‘કરીના કપૂર ખાન્સ પ્રેગનન્સી બાઇબલ’. આ ટાઇટલ પર જબલપુરના ક્રિશ્ચિયન સમાજસેવીએ વાંધો ઉઠાવ્યો છે. તેમનું માનવું છે કે કરીના કપૂરે પ્રેગનન્સી બાઇબલમાં જે બાઇબલ શબ્દનો ઉપયોગ કર્યો છે- એ ખોટું છે એનાથી ખ્રિસ્તી સમાજની ભાવનાને ઠેસ પહોંચી છે. આ શબ્દને શીર્ષકમાં લખવાથી જબલપુરના ક્રિસ્ટોફર એન્થનીએ વાંધો ઉઠાવતાં મધ્ય પ્રદેશની હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. એમાં કોર્ટે કરીના કપૂર અને પુસ્તક વેચતા વિક્રેતા પાસેથી જવાબ માગ્યો છે.
જબલપુરના ક્રિશ્ચિયન સમાજસેવી ક્રિસ્ટોફર એન્થનીનું માનવું છે કે માત્ર પુસ્તકના પ્રચાર માટે આ રીતે ખ્રિસ્તી ધર્મના પવિત્ર પુસ્તકનું નામ ટાઇટલમાં લખીને કરીના કપૂરે સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માટે આ પગલું ભર્યું છે. કિસ્ટોફર એન્થનીનું કહેવું છે કે બાઇબલ વિસ્વમાં ખ્રિસ્તી ધર્મનું પુસ્તક છે કરીના કપૂર ખાનની તુલના બાઇબલ સાથે કરવી ખોટી છે. એનાથી અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે.
હાઇકોર્ટ પહોંચતાં પહેલાં એન્થનીએ બધા પ્રયાસ કર્યા હતા. સૌથી પહેલાં તેઓ કરીનાની વિરુદ્ધ FIR નોંધવા માટે પોલીસ સ્ટેશનનાં ચક્કર લગાવ્યાં, પણ પોલીસ આ કેસની ગંભીરતાને નહીં સમજી અને તેમની FIR ના નોંધી. ત્યાર બાદ ક્રિસ્ટોફરે નીચલી કોર્ટમાં ગયા. પરંતુ ત્યાં પણ તેમને સફળતા ના મળી. ત્યાર બાદ તેમણે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં. કોર્ટે તેમની વાત અને તર્કોને સાંભળીને કરીના કપૂર ખાનને નોટિસ જારી કરી હતી.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,5999 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,04,053 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 145 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 768 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,199 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 38 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.
થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.
નવી દિલ્હીઃ મહિલા પહેલવાનોથી યૌન શોષણ મામલામાં કેસરગંજથી ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ પર આરોપ નક્કી થયા છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે શુક્રવારે તેમની વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા છે.
કોર્ટમાં ACMM પ્રિયંકા રાજપૂતે બ્રિજભૂષણ શરણ સિંહની વિરુદ્ધ આદેશ પસાર કર્યો હતો. કોર્ટે તેમની પર યૌન શોષણની સાથે કોઈ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ પણ નક્કી કર્યા છે. કોર્ટે તેમના સેક્રેટરી વિનોદ તોમરની વિરુદ્ધ પણ આરોપ નક્કી કર્યા છે. યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલા બ્રિજભૂષણ શરણ સિંહને ભાજપે લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કાપી નાખી છે. ભાજપે તેમને બદલે કેસરગંજથી તેમના પુત્ર કરણ ભૂષણને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
તેમના પર છ મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ છે. મહિલા પહેલવાનોના યૌન શોષણ મામલામાં પોલીસે ચાર્જશીટમાં બ્રિજ શરણ સિંહની વિરુદ્ધ IPCની કલમ 354, 354-A, અને 354 D અને સહઆરોપી વિનોદ તોમરની વિરુદ્ધ IPCની કલમ 109, 354, 354 (A) Dvs 506 હેઠળ આરોપ લગાવ્યા છે.તેમની વિરુદ્ધ આશરે સાત સાક્ષીઓ મળ્યા છે અને યૌન શોષણની જગ્યાએ તેમની હાજરીના પુરાવા મળ્યા છે. કોર્ટે આ કેસ MP-MLA કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. કોર્ટે દિલ્હી પોલીસને આ ચાર્જશીટની કોપી ફરિયાદકર્તા મહિલા પહેલવાનોને આપવા પણ આદેશ આપ્યો હતો. મહિલા પહેલવાનોના કેસમાં પોલીસે 1500 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024માં ત્રણ તબક્કામાં 285 બેઠકો પર ચૂંટણી પૂર્ણ થઈ છે. દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે. આથી હવે 259 બેઠક પર બાકીના ચાર તબક્કામાં મતદાન થવાનું બાકી છે. ત્યારે આવો એક નજર કરીએ ક્યા રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થઈ છે અને ક્યા રાજ્યમાં બાકી છે. બાકીના ચાર તબક્કામાં કયા રાજ્યમાં કેટલી બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.19મી એપ્રિલના રોજ પ્રથમ તબક્કામાં 21 રાજ્યમાં 102 બેઠક પર મતદાન થયું. જેમાં નોર્થ-ઈસ્ટના રાજ્યો અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા(1 બેઠક), સિક્કિમ અને નાગાલેન્ડમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશો પુડુચેરી, લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબારમાં પણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરની લોકસભાની પાંચ બેઠકો છે. જેના પર શરૂઆતના પાંચ તબક્કામાં દરેક વખતે એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ઉત્તર પ્રદેશ (80 બેઠક), પશ્ચિમ બંગાળ(42 બેઠક) અને બિહાર(40 બેઠક) ત્રણ એવાં રાજ્યો છે, જેમાં સાતેય તબક્કામાં મતદાન થવાનું છે.
પુડુચેરી – 01
મિઝોરમ – 01
મેઘાલય – 02
મધ્ય પ્રદેશ – 06
મણિપુર – 02
મહારાષ્ટ્ર – 05
અરૂણાચલ પ્રદેશ – 02
આસામ – 05
બિહાર -04
છત્તીસગઢ – 01
જમ્મુ-કાશ્મીર – 01
લક્ષદ્વીપ – 01
રાજસ્થાન – 12
સિક્કિમ – 01
તામિલનાડુ – 39
ત્રિપુરા – 01
ઉત્તરાખંડ – 05
ઉત્તર પ્રદેશ – 08
પશ્ચિમ બંગાળ – 03
નાગાલેન્ડ – 01
આંદામાન-નિકોબાર -01
26મી એપ્રિલના રોજ બીજા તબક્કામાં 13 રાજ્યમાં 89 બેઠક પર મતદાન થયું. જેમાં કેરળનું સંપૂર્ણ મતદાન પૂર્ણ થઈ ગયું છે. કર્ણાટકની 28માંથી 14 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે ભાજપ શાસિત રાજસ્થાનની 25 બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 12 અને બીજા તબક્કામાં 13 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે.
આસામ – 05
બિહાર – 05
છત્તીસગઢ – 03
કર્ણાટક – 14
કેરળ – 20
મધ્ય પ્રદેશ – 07
મહારાષ્ટ્ર – 08
મણિપુર – 01
રાજસ્થાન – 13
ત્રિપુરા – 01
ઉત્તર પ્રદેશ – 08
પશ્ચિમ બંગાળ – 03
જમ્મુ-કાશ્મીર – 01
7મી મેના રોજ ત્રીજા તબક્કામાં 12 રાજ્યમાં 94 બેઠક પર મતદાન થયું. જેમાં સૌથી મહત્વનું રાજ્ય હતું, ગુજરાત. વર્ષોથી જે રાજ્યમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ ગુજરાતના હોય તે રાજ્યમાં આ વખતે ખુબ જ ઓછું મતદા થયું છે. જે ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્રીજા તબક્કામાં આસામની 4 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું. આમ આસામની કુલ 14 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયુ છે. આથી નોર્થ-ઈસ્ટ અને ઈસ્ટ ભારતમાં લગભગ લોકસભા મતદાન પૂર્ણ થઈ ગયું છે.
આસામ – 04
બિહાર – 05
છત્તીસગઢ – 07
ગોવા – 02
ગુજરાત – 26
કર્ણાટક – 14
મધ્ય પ્રદેશ – 08
મહારાષ્ટ્ર – 11
ઉત્તર પ્રદેશ – 10
પશ્ચિમ બંગાળ – 04
દમણ-દીવ – 02
જમ્મુ-કાશ્મીર – 01
13મી મેના રોજ ચોથા તબક્કામાં 10 રાજ્યમાં 96 બેઠક પર મતદાન યોજાવાનું છે. ચોથા તબક્કામાં દરેક રાજકીય પક્ષની નજર તેલંગાણા અને આંધ્ર પ્રદેશ પર રહેવાની છે. તેલંગાણાની 17 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થવાનું છે. 2019ના પરિણામોની જો વાત કરવામાં આવે તો 17માંથી 9 બેઠક ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ પાસે છે. જ્યારે ભાજપ પાસે 4 બેઠક અને કોંગ્રેસ પાસે 3 બેઠક છે.
આંધ્ર પ્રદેશની 25 બેઠકો માટે પણ એક જ તબક્કામાં મતદાન થવાનું છે. આંધ્ર પ્રદેશમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 25માંથી 22 બેઠકો પર વાય.એસ.આર.કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો હતો. જ્યારે માત્ર ત્રણ બેઠક જ T.D.P.ના ફાળે ગઈ હતી. કોંગ્રેસ કે ભાજપનું તો ખાતું પણ ખુલ્યું ન હતું. આ સિવાય મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 13, મધ્ય પ્રદેશની 8 અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો પર પણ મતદાન થવાનું છે.
ચોથા તબક્કાના ચર્ચિત ચહેરાઓમાં હૈદ્રાબાદથી ભાજપના માધવી લત્તા, AIMIMના અસુદ્દીન ઔવેસી, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીથી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેની, કન્નોજથી સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, બિહારના બેગુસરાયથી ગિરિરાજસિંહ, મુંગેરથી જનતા દળ યુનાઈટેડના પૂર્વ અધ્યક્ષ રાજીવ રંજન સિંહ, આંધ્ર પ્રદેશના કડપાથી વાય.એસ.શર્મિલા, ઝારખંડના ખૂંટીથી અર્જુન મુંડા, પશ્ચિમ બંગાળના આસનસોલથી શત્રુઘ્ન સિંહા, બહરામપુરથી અધીર રંજન ચૌધરી અને યુસુફ પઠાણનો સમાવેશ થાય છે. ચોથા તબક્કાના મતદાન બાદ 18 રાજ્ય અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે.
તેલંગાણા – 17
આંધ્ર પ્રદેશ – 25
બિહાર – 05
ઉત્તર પ્રદેશ – 13
મહારાષ્ટ્ર – 11
જમ્મુ-કાશ્મીર – 01
પશ્ચિમ બંગાળ – 08
મધ્ય પ્રદેશ – 08
ઓડિશા – 04
ઝારખંડ – 04
20મી મેના રોજ પાંચમા તબક્કામાં 8 રાજ્યની 49 બેઠક પર મતદાન યોજાવાનું છે. પાંચમા તબક્કામાં સૌથી રસપ્રદ કહી શકાય એવી બેઠકોમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠીની બેઠક છે. જેમાં અમેઠીની બેઠકના બદલે આ વખતે રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ લદ્દાખની એક બેઠક માટે મતદાન થવાનું છે જે સૌથી મહત્વની બેઠક અત્યાર કહી શકાય. આ સિવાય કોઈપણ સિંગલ રાજ્યની ચૂંટણી આ તબક્કામાં થવાની નથી. સાતેય તબક્કામાં છે એવાં રાજ્યો બિહાર-03, ઉત્તર પ્રદેશ -14 અને પશ્ચિમ બંગાળ-07 બેઠકો પર મતદાન યોજાવાનું છે. જ્યારે જમ્મુ-કાશ્મીરની છેલ્લી પાંચમી બેઠક માટે પણ મતદાન થવાનું છે. જ્યારે મહારાષ્ટ્રની પણ છેલ્લી 13 બેઠકો માટે આ તબક્કામાં મતદાન થવાનું છે, જેમાં મુંબઈની 6 બેઠકોનો પણ સમાવેશ થાય છે. જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે. જ્યારે મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના સંજય નિરૂપમ, મુંબઈ નોર્થ સેન્ટ્રલ બેઠક પરથી જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ હાલ તો ચર્ચામાં છે.
બિહાર – 05
ઝારખંડ – 03
મહારાષ્ટ્ર – 13
ઓડિશા – 05
ઉત્તર પ્રદેશ – 14
પશ્ચિમ બંગાળ – 07
જમ્મુ-કાશ્મીર – 01
લદ્દાખ – 01
25મી મેના રોજ છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યમાં 57 બેઠક પર મતદાન યોજાવાનું છે. છઠ્ઠા તબક્કામાં હરિયાણાની દશેય બેઠક પર મતદાન થવાનું છે. જેમાં કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડા, કુમારી શૈલજા, ભાજપના નવીન જિંદલ, આપના સુશીલ ગુપ્તા અને INLDના અભયસિંહ ચૌટાલા જાણીતા ચહેરા છે. આથી 20મી મે બાદ આ રાજ્યમાં સ્ટાર પ્રચારકોના આંટા-ફેરા વધી જશે. આ સિવાય રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની પણ સાતેય બેઠકો માટે આ જ તબક્કામાં મતદાન થવાનું છે. જેમાં મનોજ તિવારી vs કનૈયા કુમારવાળી દિલ્હી નોર્થ-ઈસ્ટ બેઠક પર સૌની નજર છે. આ ઉપરાંત ભાજપના દિવંગત નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે આપના સોમનાથ ભારતી ચૂંટણી લડી રહ્યા છે.
બિહાર – 08
હરિયાણા – 10
ઝારખંડ – 04
ઓડિશા – 06
ઉત્તર પ્રદેશ – 14
પશ્ચિમ બંગાળ – 08
દિલ્હી – 07
1લી જૂનના રોજ સાતમા તબક્કામાં 8 રાજ્યની 57 બેઠક પર મતદાન યોજાવાનું છે. અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર સૌની નજર હશે. કારણ કે અહીંથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે.
બિહાર – 08
ચંદીગઢ – 01
પશ્ચિમ બંગાળ – 09
પંજાબ – 13
હિમાચલ પ્રદેશ – 04
ઉત્તર પ્રદેશ – 13
ઓડિશા – 06
ઝારખંડ – 03
આ ઉપરાંત પંજાબની 13 બેઠકો માટે અંતિમ તબક્કામાં મતદાન થવાનું છે. જેનું ચિત્ર સ્પષ્ટ થવાનું બાકી છે. પરંતુ અહીં પણ મુકાબલો રસપ્રદ ચોક્કસ રહેશે.